માસ્ક (મુખવટો )
મુખ ના ભાગે માસ્કનુંઅવરણ રાખવાની રીત બહુ જૂની છે, શરૂઆત ના હાથોહાથ લડતા યુધ્ધો માં એક બખતર તરીકે માસ્ક લગાવવા માં આવતું, તેને શિરસ્ત્રાણ અથવા મુખ્સ્ત્રાણ કહેવા માં આવતું. અલબત, એ બખતર હતું એટલે તેની બનાવટ એવી રહેતી કે મુખ ઉપર પડતા પ્રહાર ને ખાળી શકે, એ માટે એની બનાવટ માં સાદું વસ્ત્ર ચાલે નહિ. પણ તેનો આશય તો આજ ની જેમજ બાહ્ય આક્રમણ ને ટાળવા નો જ રહેતો, આજે આપણ ને જે માસ્ક પહેરવા નું કહેવાયું છે તે શસ્ત્ર અસ્ત્ર સામે રક્ષણ મેળવવા માટે નહિ, વિષાણું અથવા ચેપી રોગ ના આક્રમણ સામે રક્ષણ મેળવવા માટે જ છે,
હવા માં જીવાણું હોય છે એની શોધ આપણા દેશ માં બહુ પહેલાજ થઇ ચુકી હતી. જૈન સાધુઓ યુગો થી મુખ ઉપર કાપડ નું બનેલુ માસ્ક ધારણ કરે છે, જેને દોરી વડે કાન ની આસપાસ બાંધવામાં આવે છે અને તેના થી હોઠ સુધી નું એક આવરણ બને છે, સાધુજનો આ સાધન ને મુહપત્તિ, અથવા મોપતી , કે મુપત્તિ જેવા ઉચ્ચાર થી વ્યક્ત કરે છે, જોકે આ માસ્ક નો ઉપયોગ આજ ની જેમ હવા માં રહેલા સુક્ષ્મ જંતુઓ થી રક્ષણ મેળવવા માટે નહિ, પણ એવા જંતુઓ ને રક્ષણ આપવા માટે નો હતો. લગભગ ત્રણેક હજાર વર્ષો થી જૈન ફિલસુફી માં વાયુકાય જીવો નો ઉલ્લેખ થયેલો છે, આવા જીવો હવા માં રહેતા હોય છે, .એવું નિશ્ચિત કરવા માં આવ્યું કે આવા વાયુકાય જીવો ને પણ હરકત થવી ન જોઈએ, આપણે બોલીએ ત્યારે આપણા ઉચ્છવાસથી આ વાયુકાય જીવો ની હિંસા થતી હોય છે, અહિંસા ની આટલી સુક્ષ્મતા થી
સ્થાપના જૈન ઉપદેશકો થી પહેલા ભાગ્યેજ કોઈએ કરી હશે.આ સાધુઓ એ માત્ર વાયુકાય જીવો નિજ વાત નથી કરી , એ ઉપરાંત જળકાય, તેમજ અગ્નીકાય જીવો ની પણ કલ્પનાકરી હતી જે આજે વિજ્ઞાને સાબિત કરી છે, અહિંસા ના આ ઉપાસકો એ મુખવટો પહેરી ને વાયુકાય જીવો ની હિંસા અટકાવવા નો પ્રયત્ન કરેલ છે,
જોકે આજના માસ્ક અને સાધુઓ ની મુહપત્તિ માં પાયા નો તફાવત તુરતજ ધ્યાન ખેંચે એવો છે, મુહપત્તિ સુક્ષ્મ જીવો ની રક્ષા માટે ઉપદેશાઈ છે, જયારે માસ્ક એવા જીવો ને શ્વાસ દ્વારા શરીર માં પ્રવેશતા રોકવા માટે છે, બંને મુખ ઉપર આવરણ કરવા ના હેતુ થી જ પ્રયોજવા માં આવ્યા છે પણ બંને નો હેતુ પરસ્પર વિરોધી છે, મુહપત્તિ સ્પષ્ટ રીતે હવા ના જીવાણુઓ ને રક્ષણ માટે બાંધવા માં આવે છે , અને માસ્ક રોગ ના જીવાણુઓ ને શરીર માં પ્રવેષતા અટકાવવા માટે ઉપયોગ માં લેવા માં આવે છે.
બીજો તફાવત બંને માં એ છે કે મુહપત્તિ નાક નીચે, એટલે કે હોઠ ઢંકાય ત્યા સુધી રાખવા મા આવે છે,નાક માંથી નીકળતા શ્વાસ સામે વાંધો લેવા માં આવ્યો નથી. કારણ નાક માં કુદરતી ફિલ્ટર મુકાયેલું જ હોય છે તેની એ સમય ના સાધુજનો ને પન્ખબર હતી. માસ્ક દ્વારા માત્ર હોઠ જ નહિ પણ નાક પણ આવરણ માં સમાવી લેવા માં આવે છે, એટલુજ નહિ પણ માસ્ક નાકથી માંડી ને હોઠ ને પણ આવરણ હેઠળ રાખવા નું કહેવા માં આવે છે.
આજે ફાટી નીકળેલી કોરોના ની મહામારી માં માસ્ક ફરજીયાત પહેરવા ની જરૂર જોવાઈ રહી છે, કારણ તેનાથી સુક્ષ્મ જીવાણુઓ ને શરીર માંથી બહાર નીકળવા માં અને ઘુસવા માં બંને રીતે અવરોધ પેદા કરવા નો છે. .વ્યવહાર માં આપણા શરીર માં રહેલા રોગ ના જીવાણુઓ આપણા નાક અને મુખ મારફત બહાર ની હવા માં છૂટી ને બીજાઓ ને સંક્રમિત કરે છે, એજ રીતે બીજાઓ ના શરીર માંથી નીકળતા ઉચ્છવાસ દ્વારા હવા માં ફેલાતા રોગ ના જીવાણુઓ આપણા શરીર ને સંક્રમિત કરે છે, એટલે માસ્ક બાંધી રાખવા થી આપણે અને બીજાઓ પણ જન્તુંમૂક્ત રહી શકે એવો વિચાર માસ્ક પાછળ રહ્યો છે.
સક્રમણ ની વાત કરીએ તો માત્ર નાક અને મોં થીજ સંક્રમણ થાય છે એવું નથી, સ્પર્શ, ચામડી, થૂક. ,વસ્ત્રો, કોઈ ના સંપર્ક માં આવેલ કોઈ પણ વસ્તુ નો સંપર્ક સંક્રમિત કરી શકે છે, માત્ર માસ્ક જ સંપૂર્ણ પણે કારગર નીવડતા નથી, તેમ છતાં આપના નાક અને મોં એવા અંગો છે જે તત્કાલ શરીર માં હવાને લઇ જાય છે અને બહાર પણ લાવે છે, એટલે રોગ ના જીવાણુઓ નાક અને મોં વાટે જે ઝડપે ફેફસા માં પહોંચી જાય છે તે અન્ય રીતે સંક્રમણ થવા કરતા વધુ હાની કારક હોય છે, હાથ, પગ, ચામડી સ્પર્શ ના સંક્રમણ ને સાબુ કે સેનેટાઈઝર થી રોકી શકાય છે, પણ મોં અને નાક ની અંદર સાબુ કે સેનેટાઈઝર કામ લાગતું નથી, એ માટેજ માસ્ક બાંધવું અનિવાર્ય થઇ પડે છે.
પણ શું માસ્ક થી રોગ જીવાણુઓ સામે સંપૂર્ણ રક્ષણ મળે છે ખરું..? માસ્ક માત્ર મુખ અને નાક થી આવતા જીવાણું થી થોડે અંશે રક્ષણ આપે છે, એ જીવાણુઓ એટલા સુક્ષ્મ હોય છે કે માસ્ક હોવા છતાં થોડા અંશે પ્રવેશવા માં સફળ થતા જ હશે, સંક્રમણ ના ઘણા રસ્તા છે, ખાવાપીવા ના વાસણો થી, કોઈએ ઓઢેલા કંબલ થી, કોઈ એ પહેરેલ વસ્ત્રો થી, કોઈએ ખાધેલી છીંક, ખાંસી કે બગાસા થી પણ સંક્રમણ લાગી જાય છે, કેટલાક લોકો માને છે કે માસ્ક બિન ઉપયોગી છે, તેનાથી શ્વાસ રૂંધાય છે, ઓક્સીઝાન ઓછો લેવાય છે, સતત માસ્ક પહેરવા થી લોહી માં ઓક્સીઝાન ઘટી જાય છે, દોડી શકાતું નથી, રમી શકાતું નથી, અને મસ્તક ઉપર બોજો હોય એવું લાગે છે. , જોકે આવી તકલીફો બહુ થોડા લોકો ને જ થાય છે, કારણ મોટા ભાગ ના લોકો માસ્ક યોગ્ય રીતે કે સતાત્ત પહેરી રાખતા નથી.
માસ્ક પહેરવા ની આપણા લોકો ની રીત પણ નવીજ જોવા મળે છે, કેટલાક નાક નીચે માસ્ક રાખે છે, જેથી તે શ્વાસ સારીરીતે લઇ શકે છે, નાક ખુલ્લું રહેતું હોવાથી તેમને માસ્ક પહેર્યા ની અકળામણ થતી નથી. પણ નાક જ સંક્રમણ નું મુખ્ય દરવાજો છે એ તેમને યાદ રહેતું નથી. કેટલાક વળી માસ્ક ને દાઢી નીચે લટકાવી રાખે છે, જેથી પોલીસ દેખાય તો તુરતજ ચઢાવી દેવાય, બીજા કેટલાક ને માસ્ક ન પહેરી ને બળવાખોર હોવા નો બહાદુરી ભર્યો અનુભવ્થાયછે, પોલીસ સાથે લડાઈ લેવા માં તેમને વિશેષ સન્તોઆષ થતો હોય છે, મેં એકાદ વાર પોલીસ ને પણ માસ્ક નાક નીચે રાખેલ હાલત માં જોયા છે.
કેટલાક વ્યસનીઓ. બીડી તમાકુ ખાનારાઓ ને વારંવાર થુકવા ની ટેવ હોય છે તેમને પણ માસ્ક નડતર રૂપ લાગે છે. જો દંડ ની બીક ન હોય તો તેઓ માસ્ક પહેરેજ નહિ.
માસ્ક થી રોગ અટકાવી શકાય છે કે નહિ એ પ્રશ્ન વિવાદાશ્પદ છે, ઘણા લોકો માને છે કે માસ્ક થી બહુ ફાયદો થતો નથી, ઉલટું ઓક્સીઝાન ઓછો મળવા થી બીજી રીતે નૂકશાન થઇ શકે છે.
ખેર, હવે તો કોરોના ની વિદાય ના નગારા વાગી રહ્યા છે, ઘણું કરવા છતાં જે રોગચાળો મચક નહોતો આપતો તે હવે જાણે તેનો કોન્ટ્રાકટ પૂરો થયો હોય એમ ધીમેં ધીમેં પાછા પગલા ભરી રહ્યો છે એમ અખબારો દ્વારા જાણવા મળે છે, પાછલા નવ દશ મહિના થી અખબારો ના હેડીંગો વાંચી વાચી ને લોકો ગભરાઈ મરતા હતા, ચારે તરફ કોરોના નો આતંક ફેલાયેલો અખબારો માં દેખાતો હતો. પણ અગાઉ કહ્યું તેમ કોન્ટ્રાકટ પૂરો થયો હોય તેમ બધેજ એક સાથે કોરોના ના વળતા પાણી ના સમાચારો આવી રહ્યા છે. એમાં સચ્ચાઈ અવશ્ય હશેજ, પણ જે ધામધૂમ થી કોરોના ના કેર ની વાતો ચાલતી હતી તેમાં હવે નરમાઈ આવતી જાય છે, એ સમાચારો થી થોડી રાહત અનુભવાય છે,
કોરોના જાણે વિધિવત રાજીનામું આપી ને વિદાય થયો હોય તેમ સરકાર શ્રી તરફથી પણ ઘણી છુટ છાટો આપવા માં આવી રહી છે, કોઈ જાણકારો કહે છે કે આ તો ફક્ત આવી રહેલા મહાનગરો ના ઈલેક્શન ના કારણે જછે, અખબારો ને કહી દેવાયું છે કે કોરોના ઉપર થી હવે લોકનજર ને બાજુ પર વાળો. જો કોરોના નો ભય બતાવીસું તો લોકો મત આપવા નહિ જાય, ઈલેક્શન પતે એ પછી લોકો ઉપર દોષ નો ટોપલો ઢોળી ને ફરી થી લોકડાઉન જેવું કાંઇક અમલ માં લાવી શકાય.
સરકાર જોઈએ ત્યારે પ્રતિબંધ મૂકી શકે છે અને ગમે ત્યારે પ્રતિબંધ ઉઠાવી પણ લે છે, જયારે પ્રતિબંધ મુકવો હોય ત્યારે અખબારો કોરોના કહેર થી ધમધમી ઉઠે છે, અને જયારે પ્રતિબંધ ઉઠાવી લેવો હોય ત્યારે કોરોના ની પીછે હઠ દર્શાવવા માં આવે છે. આમાં સત્ય શું છે કે રાજરમત કેવી છે એ સમજવું આપણા જેવા લોકો નું કામ નથી. હમણા થી પેઈડ ન્યુઝ નું ડીંડક પણ સારું ચગ્યુછે, એટલે આપણને અગાઉ જે સલાહ આપવા માં આવી હતી તે રીત ની સાવધાની આપણે ચાલુ જ રાખવી જોઈએ, માસ્ક ઉપયોગી હોય કે નહિ એ નિષ્ણાતો નો વિષય છે, આપણે માસ્ક પહેર્યા વિના બહાર નીકળવું નહિ.એટલું વળી સારું છે કે અમુક ક્વોલીટી ના માસ્ક જ પહેરવા નો આદેશ નથી થયો. નહીતર એ પણ કરવું જ રહ્યું. સેનેટાઇઝર હંમેશા સાથે રાખવું, અમસ્થું યે તેમ કરવા થી ખર્ચ સિવાય બીજું નૂકશાન નથી. માસ્ક હંમેશા નાક ઉપર રાખવું, ધીમે ધીમે ટેવાઈ જવાશે.પોલીસ ચર્ચા થી પર હોય છે, તેની સાથે વિવાદ માં ઉતર્યા વિના એ જેમ કહે તેમ કરવું , એ જ આ જ ની લોકશાહી છે.જે હેલ્મેટ નું થયું એમજ માસ્ક નું પણ સમજવું. આવા નાના નાના ગુનાઓ ને દંડવા અને મોટા મોટા ગુનાઓ સામે આંખ્મીચવિ, એજ હવે કલ્યાણ રાજ્ય નું ધ્યેય રહ્યું છે એમ સ્વીકારી ને ચાલવું એજ નાગરીકો નો ધર્મ છે, હવે સરકાર વારેવારે લોકો ને પુછવા નહીઆવે, પાંચ વર્ષે એક વાર પૂછી લે એટલે બસ થયું. જુઓ છો ને ખેડૂતો ના પ્રશ્ને કેવી મક્કમ સરકાર દેખાઈ રહી છે…! આવી સખતાઈ સરહદે પણ આચરાતી જ હશે, અખબારો એ વિષે બહુ બોલતા નથી, અને આપણું જ્ઞાન નું સ્ત્રોત તો અખબારો જ ને..!
એટલે માની લેવા માં વાંધો નથી કે કોરોના હવે વિદાય લઇ રહ્યો છે, હવે ૨૦૦ માણસો નેલગ્ન માં જમાડી શકાશે, થીયેટરો માં પિકચરો જોઈ શકાશે, સોશિયલ ડીસટન્સ હવે જરૂરી નથી , ઈલેક્શન ના સરઘસો કાઢવા માં વાંધો નથી. કોરોના ગતમ ..!
કોરોના ખરેખર હતો કે એક લાંબુ ચાલે તેવું ગતકડું હતું એ સમજવું કઠીન છે, જેનોવીશ્વ્વ્યાપી ભય હતો, એક અનોખી મહામારી ફેલાઈ હતી. જેનો કોઈ ઉપાય ન હતો, તે રોગ આમ ઝપાટાભેર પાછો જવા લાગ્યો, જાણે ફિલ્મ ના પરાકાષ્ટા ના દ્રશ્યો…!વેક્સીન પણ શોધાઈ ગઈ, એક નહિ પણ અનેક…! તેના ઊંચા દામ પણ રખાઈ ગયા, ‘ઘરમાં રહો,સુરક્ષિત રહો”ના સુત્રો પણ હવે આછા થવા લાગ્યા. કારણ હવે બહાર નીકળી ને મત આપવા ના છે એ કેમ ભૂલાય..?’રોગ્નામાર થી રિબાતી, વેપાર ઉદ્યોગો બંધ રેહ તા લાચાર બનેલી પ્રજા, ને હવે બધું પૂર્વવત કરવા ની છૂટ અપાશે, પછી રોગ વકરે તો પ્રજા ની બેદરકારી નું બહાનું તો છેજ…!
મજૂરો, રિક્ષડ્રાયવરો, શાક ભાજી વેચવા વાળાઓ, ફેરિયાઓ, ઘરનોકરો, જેવા વિક્ટીમો પાસે થી વસુલ કરેલ દંડ ની રકમો ગર્વભેર વસુલ્યા ની જાહેરાતો આપવી અને મોટા માથાઓ પોલીસ સાથે જ્ઘડી જાય એ બધું આંખ આડે કાન કરવા એ બધું હવે ગયું એમ સમજવું રહ્યું. સરહદ ઉપર માર ખાઓ, અને સરહદ ની અંદર પરાક્રમ બતાવો …! પ્રજા સામે. નબળો ધણી બૈયર પર સૂરો…!
“પણ રોગો સામે લડવા માં રાજનીતિ કરવી સારી નથી. લોકો ને સતત ભય ના ઓથાર હેઠળ રાખવા માટે હજીનવા રોગો ની ચેતવણી ચાલુ જછે, કોરોના વિદાય લેશે એપછી નવાનવા રોગ મહેમાનો ના બારણે ટકોરા સંભળાઈ રહ્યા હોવા નું પણ ચાલ્યું છે, લોકો હમિશા ભય માં જ જીવે એવી એક સ્ટ્રેટેજી રચાતી હોય એમ લાગી રહ્યું છે. ભય વિના પ્રિતી નહી એ સૂત્ર હવે રાજકીય માંધાતાઓ સમજી ગયા છે.
કોરોના જાય કે રહે એ કોરોના ની તથા તેને ચગાવનાર ની મરજી ઉપર આધારિત છે, પણ આપણે જે સાવધાની શીખ્યા તે સારી બાબત છે, આપણે રસ્તા ઉપર થુકિસુ નહિ, ગમે ત્યાં નાક નસીક્સું નહિ, ખુલ્લા મોયેખાંસી ખાઈશું નહિ, માસ્ક હંમેશા પહેરી રાખીશું સેનેટાઈઝર હંમે શા વાપરીશું, એક બીજા થી અંતર જાળવી રાખીશું. રસી લઈશું. અને સામાન્ય રીતે જીવતા હતા તેમ જીવીશું. આ હંમેશ માટે અપનાવવા ના નિયમો છે, એ ચાલુજ રાખવા અને ભગવાન ના ભરોશે બાકી દિવસો પસાર કરી લેવા એજ મંત્ર અપનાવી લેવો એમા સત્ય છે.
રોગો તો આવે અને જાય, પણ આપણે આપણું જીવન બચાવવા માટે આપણી જ પદ્ધતિ અપનાવી લેવી એ માજ સાર છે. ગરમ પાણી પીવું. બહાર નું ન ખાવું. વરાળ નો નાસ લેવો, ચોખ્ખું પાણી પીવું, રુતુંનાફળો ખાવા, દેશી ઔષધો નો નિત્ય ઉપયોગ કરવો, સાદું જીવન જીવવવું, એજ આની સામે લડવા ના ઉપાયો છે, કોરોના ગયો હોય તો સારું છે, પણ એ ઘણું સમજાવી ગયો છે એબદલ તેનો આભાર તો માનવો જ રહ્યો.
દુખ જેવો ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી..
આમાં જે ખરેખર કહેવાનું હતું એ તો બાજુએ મૂકાઈ ગયું એવું લાગે છે,આનું જ નામ ઉભરા …! ઉભરા ને શમતા પણ વાર નથીલાગતી. નવો રોગ આપણ ને ઝડપે ત્યા સુધી સબસલામત. ઓલ ઇસ વેલ…..
આલબેલ….! જાગતે રહો……..!.
વિકાસ યાત્રા
આપણે કાઈ એવી મોટી હસ્તી નથી કે પ્રખર વિચારક પણ નથી કે ચાલી રહેલી સીસ્ટમ સામે અધીકાર પૂર્વક કાઈ બોલી શકીએ, આપણા એવા કોઈ અનુયાયીઓ કે સમર્થકો અથવા પ્રશન્શકો પણ નથી કે આપણે જે બોલીએ તેનો અમલ તુરત જ થવા માંડે. પણ આ તો જે નજરે દેખાય છે, તે જીવન નો વિરોધાભાસ જોઈ ને કટલાક વિચારો આવતા હોય એ રજુ કરવા નો પ્રયત્ન છે,
અત્યારે આપણા સમાજ માં જીવાતું જીવન મુખ્ય બે ભાગ માં વહેંચાયેલું લાગે છે, એક એવી ઉજ્વળ અને ચમક દાર બાજુ છે, જે જોઈ ને એવું લાગે કે આપણો દેશ કેટલો સુખી છે,,મોટા મોટા બિલ્ડીંગો,,લક્ષ્ઝારિયસ એપાર્ટમેંટો ફાઈવ સ્ટાર હોટલો. ભવ્ય મલ્ટીપ્લેક્ષ થીયેટરો,ફરી ને થાકી જવાય એવડા મોટા મોલ,માર્કેટો, બેંકો, સચિવાલયો, ભવ્ય મંદિરો, મસ્જીદો, ગુરુદ્વારા, દેરાસરો, હોટલ રેસ્ટોરન્ટ માં લાગતી જમવા માટે ની લાઈન, નાસ્તા ની લારીઓ પર જામતી ભીડ, આ બધું એવી છાપ પાડે છે કે આ દેશ માં સૌકોઈ સુખ માં મહાલે છે.તો બીજી બાજુ આના થી તદ્દન વિપરીત વાતાવરણ પણ જોવા મળે છે, રસ્તા ઉપર. પુલ નીચે, રહેતા લોકો, પોલીસ ની સતત ધોંસ વચ્ચે પથારા પથારી ને ધંધો કરતા નાના ફેરિયાઓ, રસ્તા માં ભટકતા ભીખારીઓ, રસ્તા રોકી ને છૂટક વેપાર કરી લેતા નાના લારી ગલ્લા વાળાઓ, અને પગ ઘસતા જતા ગુમાસ્તાઓ, આંગડીયાઓ, લારી ખેંચતા મજૂરો, સસ્તી ચા ની ટપરીઓ ,કેરોસીન પૂરી ને ચલાવવા માં આવતી રિક્ષાઓ,ગટર જેવી ગંદી જગ્યા માં રહેતા માનવ કીડાઓ,ઝુપડપટ્ટીઓ માં ખદબદતા ચીંથરેહાલ અર્ધનગ્ન મનુષ્યો. નો દેખાવ એક ભૂખ્યા નાગા શહેર અથવા , મેલા ગંદા ફ્લેટો માં વસતા માંનવ ક્ન્કાલો ના કારણે એક ઉદાસ દ્રશ્ય પણ દેખાડે છે,
અહી ચમક સાથે મેલાપણું પણ સાથેજ ઉછરે છે, બંને એક બીજા ના આધાર પણ છે, મેલા ગંદા દેખાતા માણસો ચમકદાર માણસો માટે મજૂરી કરે છે, તેમના ઘર નોકરો, ડ્રાઈવરો , ચોકીદારો, મજુરો, . રિક્ષા ચલાવનારાઓ પુરા પાડે છે, તો એ કક્ષા ના ના મનુષ્યો નો મોટો વર્ગ એ ચમકદાર લોકો માટે જરૂરી કામો કરી આપતા હોય છે, અહી સહઅસ્તીત્વ થી લોકો રહેતા દેખાય છે, પણ બંને વર્ગ વચ્ચે જે તફાવત છે તે નો પાર પામવો મુશ્કેલ હોય છે, થોડા અમીરો આ બહુમતી લોકો નું પચાવી ને બેઠા હોય છે અને તેને હોશીયારી સમજવા માં આવતું હોય છે,
માર્યાદિત રીસોર્સીઝ ધરાવતા દેશ માં સંસાધનો ની સમાન વહેંચણી થતી નથી, જેની પાસે હોય છે તે એટલું વિપુલ પ્રમાણ માં હોય છે કે તેને ક્યાં વાપરવું એ મુશ્કેલ હોય છે અને જેની પાસે નથીહોતું તેઓને ખાવા ના પણ સાંસા હોય છે,જો તાર્કિક રીતે વિચારીએ તો એવું સ્પષ્ટ લાગે છે કે થોડા લોકો બીજો ના ભાગ નું એટલું બથાવી ને પડ્યા હોય છે કે બીજા અનેક લોકો વંચિત રહી જાયછે., દેશ ના બહુમતી લોકો ભૂખ્યા, કંગાળ, બેકાર, અને અશિક્ષિત જોવા મળે છે એનું કારણ એજ કહી શકાય કે બહુ થોડા લોકો તેમના ભાગ નું દબાવી ને બેસી ગયા છે, પછી તેને સ્કીલ , તજજ્ઞ્તા , હોશિયારી, આવડત અને બુધ્દીમત્તા ,કુશળતા નું નામ આપી દેવાય છે,
બહુ સુક્ષ્મતથિ જોઇએતો દેશ ની સરકારો પણ આવા થોડા લોકો ના ઇશારે ચાલતી હોય છે, કારણ સરકાર ની રચના જેના આધારે થતી હોય છે તે ચૂંટણી માં અઢળક નાણું વપરાતું હોય છે,અને એ ફંડ આપનાર આવા થોડા લોકો જ હોય છે, તેથી તેમનું વર્ચસ્વ રહેજ એ સ્વાભાવિક છે.
આવા સંજોગોમાં સરકાર ની જવાબદારી ઘણી વધી જાય છે, પણ સરકરી યોજનાઓ ના અમલ કરનાર અમલદારો આ વિકાસ ની વહેતી ગંગા માંથી મોટા ભાગ નું પાણી પોતાના તરફ વાળી લેતા હોય છે. અને એક વિશાળ વર્ગ તરસ્યો રહી જાય છે,સંખ્યાબંધ વિધાન સભ્યો, પર્લામ્નેટેરીયનો, રાજ્યભાના સભ્યો, લોકસભાના સભ્યો, મ્યુંનીસીપલીતી, પંચાયતો, સુધરાઈઓ, ના ચૂંટાયેલા સભ્યો, જેવા જાહેર સેવકો ની એવડી મોટી ફોજ ખડી કરવા માં આવે છે, કે વહીવટ તરફ ધ્યાન જ રહેતું નથી, એમાયે વિરોધપક્ષ, સત્તાધારી પક્ષ, વચ્ચે ની સાઠ મારીઓ, દરેક સ્તેરે ચાલતો ભ્રષ્ટાચાર વર્ગભેદ ને વધુ વિશાલ બનાવે છે, બજેટો અબજો ના બને છે, પણ કામ ક્યાય થયેલું દેખાતું નથી. પ્રતિવર્ષ બજેટ ના પ્રસ્તાવો મુકાય છે, ફંડ ની ફાળવણી પણ થાય છે પણ કામ થયેલું દેખાતું નથી, બીજા વર્ષે ફરી નવું બજેટ મુકાય છે, અને કરવા ના કામો તો બાકીજ રહેતા હોય છે.
જો ખરેખર જોઇએતો આટલા બધા જાહેર સેવકો ની જરુરજ ક્યાં છે,,.?જે કામો થોડા સિન્સિયર માણસો કરતા હોય તો આટલી બધી મોટી સંખ્યા માં સેવકો શામાટે જોઈએ..?એમાં કામ્થવા નાબદ્લે વિતંડાવાદ વધે છે, રાજકારણ રમાય છે, જેમના માટે તેમને પસંદ કરાયા હોય છે એમનીજ ઉપેક્ષા થવા માંડે છે,
દરેક સરકાર ની એ ફરજ છે કે સર્વપ્રથમ લોકો ની સામાન્ય સુખાકારી નો પહેલા ખયાલ રખાવો જોઈએ, એના બદલે મોટામોટા પ્રોજેક્ટો ઉભા કરવા માં આવે છે, બિનજરૂરી ફ્લાય ઓવરો, રીવરફ્રન્ટ ,સી-પ્લેન. મેટ્રો ટ્રેનો , બુલેટ ટ્રેનો, બિઆરટી એસો ,ના ઠઠારા શામાટે કરવા જોઈએ..?લોકો ને પ્રથમ નોકરી આપો. આવક આપો,ઘર આપો, શુદ્ધ પાણી આપો, સસ્તા આરોગ્યસેવા ના મથકો બનાવો, વ્રુક્ષો ઉછેરો, શુદ્ધ હવા માટે ગાર્ડન બનાવો, રમત ગમત માટે ખૂલ્લા મેદાનો બનાવો, કૃષિ ના વિકાસ માં સાથ આપો, પોલીસ સેવા તથા અન્ય જાહેરસેવા ની ગુણવત્તા સુધારો, પછી આવા ખર્ચાળ પ્રોજેક્ટો હાથ ધરવા જોઈએ, પ્રાથમિક સુવીધા ન હોય અને ઝાળહળતો વિકાસ કોને દેખાડવા માટે છે..?વિદેશી મહેમાનો આવે ત્યારે રસ્તા ની બંને બાજુએ પરદા શામાટે કરવા પડે છે..?જેવા છો તેવા દેખાઓ..! બધાનું પેટ ભરાયા પછી બુલેટ ટ્રેનો, સી પ્લેનો, ઊંચા પુતળાઓ, અને મોંઘા ટીકીટ ભાડા ઓ વાળી યોજના ઓ બનાવો તો વ્યાજબી લાગે તમારા સીપ્લેનો માં કયો ગરીબ કે માધ્યમ વર્ગ નો માણસ બેસી શકવા નો છે..?બુલેટ ટ્રેનમાં ચાર કલાક માં મુંબઈ જનારો વહેલો જઈ ને કરશે શું..?આ બધી સગવડો પૈસેટકે સુખી માણસો માટે અને તેમનેજ પોષાય એવી હોય છે, સામાન્ય માણસ ને એની ટીકીટ જ પોષાય તેવી નથી હોતી,૧૫૦૦ કે ૪૦૦૦ ખર્ચી ને સી-પ્લેન માં ઉંડવા કરતા એટલા પૈસા માં આખા મહિના નો ઘરખર્ચ ન ચલાવે..?
આ સામે એક દલીલ એવી પણ થઇ શકે કે ગરીબો ના કારણે અમારે સુખી સંપન્ન લોકો એ ક્યાં સુધી સન્યાસ સેવવો..?તેઓ ગરીબ છે એમાં અમારો શું વાંક..?ખરેખર તો એ નિશ્ચિત જ છે કે એક ની આવક બીજા નો ખર્ચ જ હોય છે, તમે એટલા માટે સુખી છો કે બીજા અનેકો દુખ ભોગવી રહ્યા છે.હજારો દુખી છે એટલે તમે સુખી છો એ સામાન્ય સ્વ્કારેલ સત્ય છે. એટલે થોડા લોકો નાસુખ માટે લાખો લોકો અગવડો ભોગવે એસ્થીતીજ અન્યાયકર્તા છે, પ્રાથમિક સુવિધા જ ન હોય ત્યાં આવા મોટા અને વિશાળ વિકાસકામો કરવા પાછળ કયો તર્ક હશે..? વિદેશી મહેમાનો ને દેખાડવા માટે ઘર ના લોકો તરફ ઉપેક્ષ કરવી એ સારા શાશન ની નિશાની નથી. ગૂડ ગવર્નન્સ માટે આ સ્થતિ જરા પણ બંધબેસતી નથી. જાહેર ખરચ બહુજન હિતાય હોવો જોઈએ, ગરીબ કે માધ્યમ વર્ગ ના તેક્ષ ની રકમ માંથી ધનાવનો ની સુવિધા ન હોઈ શકે, આમજ વર્ગવિગ્રહ પેદા થાય છે.
સરકાર ને , કે લોકપ્રિય શ્રી મોદીજી ને સલાહ આપવા ની આપણી હેસિયત આપણે ક્યા નથી જાણતા પણ આ તો મન માં જે વિચાર આવ્યા તે આપની સમક્ષ રજુ કર્યા, તે ખોટા કે સંકુચિત પણ હોઈ શકે એનો ઇનકાર નથી.
શૈક્ષણીક ડીગ્રી .
શિક્ષણ ની જરૂરિયાત હવે બધાજ સમજ્યા છે, જેમ ડીગ્રી વધુ અને મોટી તેમ વ્યક્તિ નું ગજું મપાય છે, શરૂઆત ના વર્ષો માં એ ખરું પણ હતું. કોઈ મેટ્રિક પાસ હોય તો તેનું જ્ઞાન અથવા આવડત અમુક કક્ષા ના હશેજ એવું માની લેવાતું, કોઈ બી.એ .પાસ હોય તો તેનું બૌધિક લેવલ અને આવડત નું સ્તર મેટ્રિક કરતા વધુ ઊંચું હશેજ એવું માની લેવાતું. બી.એસ.સી અથવા બી.કોમ એ જ્ઞાનવર્ધક ડીગ્રી ગણવા માં ન આવતી, તે માહિતી. અને વ્યવસાયિક મહત્વ ધરાવતી. સાચા જ્ઞાની તો બી.એ. જ ગણવા મા આવતા,બી.એ.એટલે આર્ટસ ફેકલ્ટી. આર્ટસ એટલે કલાઓ, એમાં સાહિત્ય, સંગીત,વકતૃત્વ, કવિતા, રાજકારણ, અર્થતંત્ર, સમાંજ્શાશ્ત્રકાયદા શાસ્ત્ર જેવા શાસ્ત્રીય વિષયો નો સમાવેશ થતો. વ્યવહારુ જિંદગી માં આ બધા શાશ્ત્રો નો શું ઉપયોગ એ પ્રશ્ન અસ્થાને હતો. બી.એ.થવું એ અમારી આગળ પેઢી નું એક સ્વપ્ન હતું.બી,એ,પાસ હોવું એ એક માનનીય અવસ્થા હતી. બી,એ,પછી કાયદા નું જ્ઞાન પણ લોકો લેતા, વિલાયત જઈ ને બેરિસ્ટર થઇ ને આવતા, ભારત ની આઝાદી માં બેરીસ્ટ રો નો ફાળો ઘણો વિશેષ હતો.
જોકે આવી માન્યતા મારા જેવા કેટલાક નિજ હતી. ઘણા સમજુ સહાધ્યાયીઓ અન્ય ફેકલ્ટી નું શિક્ષણ પણ લેતા દેખાતા, તેઓ ભણવા માં બહુજ આગળપડતા, અને ખુબજ સિન્સિયર હતા, તેઓ એન્જીન્યરીંગ માં જતા, બી.એસ.સી પણ થતા, એમ.એ.એમ.એસ.સી થઇ ને પ્રોફેસર પણ બનતા,તેમનું સ્ટેટસ અલગ હતું, તેઓ અમે આર્ટસ ભણનારા ઓ થી અલગ સમજવા માં આવતા.
અમારા ગામ માં આર્ટસ અને સાયંસ કોલેજ કમ્બાઈન્ડ હતી, સાયંસ માં આપણે બહુ નહિ ફવીયે એમ સમજતા હોવાથી,અમે પ્રથમ થીજ આર્ટસ પસ્ન્દ્દ કર્યું હતું. એ વખતે અમારા સલાહ લેવા જોગ એક મોટા મામા હતા, તેઓ ને આશા હતી કે આપણે સારું ભણી ને પરિવાર ને ઊંચું લાવીશું, પણ મેટ્રિક પછી કઈ લાઈન લેવી એમાં તેઓ બહુ માહિતી ધરાવતા ન હતા, તેમણે જયારે જાણ્યું કે આપણે આર્ટસ માં દાખલ થયા છીએ, ત્યારે તેમણે એકજ પ્રશ્ન કર્યો હતો “એમાં ગણિત આવે કે..?”કારણ તેમની સમજ મુજબ ગણિત જ બહુ અગત્ય નો વિષય છે, અમૂક અંશે એ સાચું પણ હતું, પણ મારા ડીગ્રી કોર્ષ માં ગણિત આવતું ન હતું, એટલે આપણે ચલાવ્યું કે આમાં એક સ્ટેટેસ્ટીક એટલે કે આંકડા શાસ્ત્ર નો વિષય આવે, એ ગણિત જેવોજ છે, આમ કહ્યું તો ખરું પણ વડીલ શ્રી ને એમાં બહુ સંતોષ ન થયો. ધીમે ધીમે એવું સમજાવા લાગ્યું કે આર્ટસ વિષય માં ગ્રેજુએટ થવું એ કાઈ બહુ આદર સૂચક અવસ્થા નથી. મારા કેટલાક મિત્રો સહાધ્યાયીઓ,માંથી કોઈ એ ડીપ્લોમાં થવું પસંદ કર્યું, કેટલાકે શિક્ષક થવા માં સાર્થકતા જોઈ, કેટલાક ને પિતા ના ધંધો તૈયાર હતો તો કોઈક વિરલઓ મેડીકલ માં પણ ગયા હતા, મારો એક કઝીન ડોક્ટર નું ભણવા લાગ્યો હતો. મારો ભાઈ જયારે મેટ્રિક પાસ થયો ત્યારે તેણે તેને સાયંસ વિષય લેવા નું કહ્યું હતું. મારો ભાઈ એફ.વાય સાયંસ માં દાખલ પણ થયો, પણ પહેલા વર્ષેજ નાપાસ થયો, આમ તો એ સાહિત્ય કવિતા નો જીવ હતો, પણ દેખાદેખી માં ગલત વિષય લઇ લીધો..!બીજા વર્ષેજ એ આર્ટસ માં દાખલ થઇ ગયો, અને બી.એ થઇ ને તેની સ્વપ્ન નગરી મુંબઈ તરફ પ્રયાણ કરી ગયો.
મારા ઘણા મિત્રો મારી સાથે બી.એ.થયા હતા, કેટલાક ને સરકારી નોકરી મળી ગઈ, બીજા કેટલાક ટેકનીકલ સ્કૂલ માં ડીપ્લોમાં લઇ આવ્યા અને ઠેકાણે પડી ગયા. આપણ ને કોઈ ગાઇડન્સ ન હતું, એટલે આમતેમ ભટકતા રહ્યા, એ સમયે ભણ્યા પછી તુરતજ નોકરીએ લાગી જનાર નું સમાજ માં ઘણું માન રહેતું, કેટલાક ઈલેક્ત્રીસીતી બોર્ડ માં, તો કેટલાક શિક્ષક તરીકે સેટલ થઇ ગયા,
આપણ ને લાગ્યું કે બી.એ.થવું એ બહુ આકર્ષક ન હતું એટલે એક વર્ષ વધુ કરી ને બી.કોમ પણ થયા, હવે ડીગ્રી જરા વધુ આકર્ષક લાગવા માંડી, બી.એ.બી.કોમ.એમ ડબલ ડીગ્રી ના માલિક થયા, પણ એનાથી સમાજ માં ઊંચા મસ્તકે જીવી શકાય એટલું ઉપાર્જન ન થયું.
મારી બહુ નાની ઉમર માં એક લેભાગુ જ્યોતિષી એ ભવિષ્ય ભાખ્યું હતું કે આ છોકરો ઇંગ્લેન્ડ નો બેરિસ્ટર થશે, એ જ્યોતિષી મારી બા પાસે થી ઘણી દક્ષિણા પડાવી ગયો હતો.પણ મારી બા ને લાંબા સમય સુધી મારા માં બેરિસ્ટર થવા ના કોઈ લક્ષણ દેખાતા ન હતા. છતાં તેમણે આશા છોડી ન હતી.જ્યોતિષી એ કહ્યું છે તો થશેજ ને …!
એ સમયે આપણા સિવાય ઘણા વિદ્યાર્થી ઓ જાગૃત હતા, અને કઈ લાઈન્લેવી એવું માર્ગદર્શન પણ તેમને મળી રહેતું, એટલે ઘણા સાયંસ માં જતા, ડોક્ટર થવા ના બદલે બી.એસ.સી થઇ ને કામધંધે લાગી જતા,મારો કઝીન કિરણ ડોક્ટર તો થયો, પણ અમેરિકા માંસ્થાયી થવા ગયો, ત્યાં એ ડીગ્રી ચાલી નહિ, એટલે કરીયાણા સ્ટોર કરી ને ડોક્ટર કરતા પણ વધુ કમાતો થઇ ગયો. આજે પણ તે એજ વ્યવસાય માછે. એ વખતે એન્જીન્યરીંગ માં જતા બહુ ઓછા દેખાતા, અથવા આપણા ધ્યાન માં આવ્યા ન હોય એવું પણ બને,
મારા એક કાકા ણે એવો કરેજ હતો કે જમાઈ એન્જીનીયર જ હોવો જોઈએ, તેમને પાંચ દીકરીઓ હતી, પાંચેય માટે એન્જીન્યર મુરતિયાં ની શોધ ચાલતી. એટલે સુધી કે બધી છોકરીઓ ને પણ અન્ય બહેનો ની જેમ એન્જીન્યર વર જ જોઈતો હતો. અને લગભગ બધી છોકરીઓ ને એન્જીનીયર જ મળ્યા હતા એવો ખયાલ છે,
સરકારી નોકરી માં મેટ્રિક નું ધોરણન રહેતું. મારો મિત્ર કનૈયો ઘરે વાંચી ને ઇન્ટર આર્ટસ થયો. તેને પી.ડબ્લ્યુ.ડી. માં નોકરી મળી ગઈ હતી, આજે પણ તે ઓફીસ સુપ્રીન ટેનડેંટ તરીકે રીટાયર્ડ . થઇ ને રૂપિયા પાંત્રીસ હજાર નું પેન્શન મેળવે છે, એટલે ડીગ્રી નું બહુ મહત્વ હોતું નથી, નસીબ, અને અવસર જો સારા મળી જાય તો સુખ ના દીવસો દૂર નથી હોતા, મારો બીજો મિત્ર કિશોર ભણવા માં બિલકુલ ઢ હતો છતાં આજે એક વેપારી તરીકે ખુબ સુખી અને આગળપડતો છે, તેના સંતાનો અમેરિકા જઈ પહોંચ્યા છે, મારો ભાઈ હસમુખ પણ બી.એ.થઇ ને મુંબઈ ગયો અને ત્યાં એણે સ્વમહેનતે સારો બીઝનેસ જમાવ્યો.અને તેનું પરિવાર તરતું થઇ ગયું. આમ ડીગ્રી સિવાય પણ માણસ નું ભાવિ સુધરી શકે છે,
“અમારા થોર્નલી સાહેબ કહેતા કે જયારે ભારત માંરેલ્વે ની શરૂઆત થઇ ત્યારે ફોર્થ્ફેઇલ છોકરાઓનેશોધી શોધી ને રેલ્વે માં ભરતી કરવા માં આવતા,અને તે બધા સફળ પણ થતા, વગર ભણ્યે સાહેબ કહેવાતા, આ ટી ટી ઓ, ગાર્ડ, અને સ્ટેશન માસ્તરો વટ ભેર રેલ્વે માં જોડાઈ જતા, અને સહકુટુંબ મફત મુસાફરી નો હક ભોગવતા.
સામાન્ય બી.કોમ કે બી.એ. ની ડીગ્રી ધારકો સેલ્સ ટેક્ષ કે ઇન્કમ ટે ક્ષ ઇન્સ્પેક્ટરો ,પોલીસ કે એક્ષાઇઝ ઇન્સ્પેકટરો , મ્યુંનીસીપાલીટી ના ફૂડ ઇન્સ્પેકટરો, રેશનીન્ગ ના માસ્તરો થઇ ને ડીગ્રી વગર પણ સત્તા ભોગવતા, એ સિવાય બેંકો ની નોકરી આદર્શ ગણવા માં આવતી, એમાં પસંદગી નું ધોરણ પહેલા મેટ્રિક અને પછી કોઈ પણ ફેકલ્ટી ના ગ્રેજ્યુએટ નું રાખવા માં આવેલું. એ પ્રાથમિક અવસ્થા માં સારા માં સારી નોકરી મિલો ની ગણાતી, કારણ એમાં નિયમિત પગાર, ભથ્થા, અને રજાઓ મળતી. એ પછી મિલો નબળી પડતા એનું સ્થાન બેંકો અને એલઆઈસી એ લીધું. એમાં પણ બહુ ઉંચી ડીગ્રી ની જરૂર પડતી ન હતી. થરડ ક્લાસ બી .એ. અથવા બી.કોમ થયેલ સામાન્ય સ્તર નો વિદ્યાર્થી પણ એ નોકરી માટે લાયક ગણવા માં આવતો. અને સફળ પણ થતો. એ સમયે પાસ થનાર ને કેટલા ટકા મળ્યા એવું કોઈ પૂછતું નહિ, માત્ર એ ક્યાં કામે લાગ્યો એ જ મહત્વ નું ગણાતું. માત્ર સાયંસ ફેકલ્ટી માં . ડોકટર કે એન્જીનીયરીંગ માં જનાર ના ટકા ને મહત્વ આપવા મા આવતું.
ઘણા વેપારી માનસ વાળા યુવાનો બેંકો મા પણ જવાનું પસંદ ન કરતા. કહેવાય છે કે મારા એક મામા ને બેંક ઓફ ઇન્ડિયા માં નોકરી મળી હતી, પણ તેમને બેંક નું વાતાવરણ સારું ન લાગતું. બેંકો માં ડીપોઝીટ લેવા માં આવતી. જરા સરખી ભૂલ થાય તો મેમો પકડાવી દેવા માં આવતો. મારા એક મામા ને શર્ટ નું એક બટન ખુલ્લું રાખવા થી ઠપકો મળ્યો હતો એવું સાંભળ્યું છે. બેંકો નું વાતાવરણ તો કર્મચારીઓ માટે યુનિયનો થયા એ પછી સુધર્યું. આજે નેશનલાઈઝ્ડ બેંકો ના રાષ્ટ્ર વ્યાપી યુનિયન નો ચેરમેન બેંક ના એમ.ડી . જેવી સગવડ અને દરજ્જો ભોગવે છે એ યુનિયન નો પ્રતાપ. એ પહેલા બેંકો નું વાતાવરણ જડ્બેશાલક જ હતું. હું હજી ગ્રેજ્યુએટ થયો ન હતો એ સમયે મારા મિત્ર મહેન્દ્ર બાબલા ના મોટાભાઈ પંજાબ નેશનલ બેંક માં નોકરી કરતા હતા, એ સમયે બેંકો નું રાષ્ટ્રીયકરણ થયુ ન હતું.અને બેંકો ની બ્રાન્ચો પણ પોતાને જોઈતા માણસો ને બેંક માં લઇ શકતા, એ મણે મને ઓફર કરી કે જો ટાઈપ આવડતું હોયતો બેંક માં નોકરીખાલી છે, તું બેદિવસ માં ટાઈપ શીખીજા તો નોકરી મળી જશે. મેં સુરેન્દ્રનગર માં એક ટાઈપ્ક્લાસ માં બે દિવસ પ્રેકટીશ કરી પણ એમ કાઈ ટાઈપ આવડે..?અને આપણે એ સંભવિત નોકરી ગુમાવી ચુક્યા. ..!
હવે ડીગ્રી નું મહત્વ વધ્યું છે, અનેક જાત ની ડીગ્રીઓ નીકળી છે. અનેક જાત ના પગાર ધોરણ પણ થયા છે, કોમ્પ્યુટર ની ડીગ્રીઓ એ પણ સારું ગજું કાઢ્યું છે, હવે બી.એ. એમ.એ. કે બી.કોમ.એમ કોમ નું પણ મહત્વ રહ્યું નથી હવે ટેકનોલોજી નો યુગ આવ્યો છે એટલે ટેકનીકલ ડીગ્રી નું મહત્વ વધ્ય છે, હવે સારી કંપનીઓ ખુબ આગળ આવવા લાગી છે, તેમને જેમની જરૂર હોય એવી કોમ્પ્યુટર ની જાણકારી ને મહત્વ મળે છે,હવે સત્તા અને હોદા કરતા વળતર શું મળે છે એના ઉપર થી વ્યક્તિ નું મૂલ્યાંકન થવા લાગ્યું છે, એક કોમ્પ્યુટર એન્જીનીયર કોઈ કલેકટર કરતા વધુ કમાંતોહોય તો લોકો કલેકટર થવા નું પસંદ નહિ કરે, કારણ એમાં જવાબદારી ખુબ ઉઠાવવી પડે છે, જોકે તેની પાસે સત્તા અને પાવર હોય છે તે લાખો કમાતા એન્જીનીયર કે ડોક્ટર પાસે નથી હોતી. પણ મનીપાવર બધેજ છવાઈ જાય છે.
આજે ગુજરાત ના લોકો આઈ.એ એસ થવા કરતા સેલેરી કે આવક શું મળે છે એના ઉપર વધુ ધ્યાન આપે છે, એટલેજ આઇએ એસ સોફિસરો બિહાર યુપી થી આવે છે, અને બધાજ માલેતુજારો ઉપર સત્તા ભોગવે છે ,
કારણ ગુજરાતી ઓ ને પૈસો જોઈએ છે, જવાબદારી નથી જોઈતી. કલેકટર તરીકે આખા જીલ્લા ની જવાબદારી લેવા કરતા આપણું પોતાનુજ કાઈક કરવું જોઈએ એવી આપણી માન્યતા થઇ ગઈ છે. રાજકારણ ની દખલ હોવાથી પ્રમાણિક પણે કામ પણ કરી શકાતું નથી, અને અભણ ધારાસભ્ય ને સલામ કરવી પડે છે એ દુર્ગુણો આઈ.એ એસ થવા માં નડે છે, અંગ્રેજ અમલદાર નો જે છાકો પડતો એ આજના અમલદારો ના ભાગ્ય માં નથી હોતું, એટલેજ વ્યવસાયી ડીગ્રીઓ પ્રત્યે આપણા લોકો વધુ વળી રહ્યા છે.
ડીગ્રીઓ નું પણ વધુ મહત્વ રહ્યું નથી, પહેલા એક માણસ બી.એ થાય એટલે તેનું જ્ઞાન અમુક સ્તર નું હોયજ એવું માનવા મા આવતું આજે એવું નથી,ડીગ્રી ઉપર થી તેના જ્ઞાન ની ખબર પડતી નથી. આજે એમ એ થયેલો માણસ એક સાદો પત્ર પણ લખી શકતો નથી એવું ક્યાંક જોવા મળે છે.
છતાં ભણવું. જ્ઞાન પ્રાપ્ત કરવું, દુનિયા ક્યાં જઈ રહી છે, તેનાથી સજાગ રહેવું એ તો જરૂરી છેજ આજે ઓનલાઈન વ્યવહારો થવા લાગ્યા છે, એ બધું શીખવું આવશ્યક છે, એ માટે ડીગ્રી હોય કે ન હોય , જાણકારી તો હોવીજ જોઈએ,
અત: ડીગ્રી પુરાણે સમાંપયમ”!!!
ટપાલ
સંદેશ વ્યવહાર એક ખુબ અગત્ય ની સવલત છે, દૂરદૂર રહેતા સ્નેહીજનો, વ્યાપારીઓ, યુદ્ધ લડતા સૈન્યો, અને વિદેશ કમાવા જનારા લોકો માટે સંપર્ક નું એક સાધન ટપાલ સેવા છે.
શરૂઆત ના દિવસો માં સંદેશવાહકો દૂરદૂર સંદેશાઓ લઇ જતા, પણ એ માત્ર મોટા સોદાગરો અને રાજારજવાડા ના જ ઉપયોગ માં આવતા, સામાન્ય માણસ માટે આ વ્યવસ્થા કરવા મા આવી ન હતી. સામાન્ય લોકો પોતાના સંદેશાઓ. ભેટસોગાદો તે સમયે ચાલી રહેલા સાર્થ એટલે કે વણઝાર દ્વારા મોકલવા માં આવતા, અને તે મોકલ્યા પછી ક્યારે મૂળ માલિક ને મળે છે તે નિશ્ચિત ન હતું. વણઝાર ફરતા ફરતા ગામે ગામ જતી, તેમનો પહોંચવાનો સમય અનીશીચિત હતો, ઘણી વખત તો સમય વીતી ગયા પછી સંદેશો અથવા ભેટસોગાદો મળતી. આજે એક બાળક નો જન્મ થયો હોય તેની ખબર બાળક બે અઢી વર્ષ નું થાય ત્યારે પડતી.
શહેનશાહ શેરશાહે ટપાલ વ્યવસ્થા માટે ઘોડેસવારો રાખ્યા હતા, આ ઘોડેસવારો નિયમિત નક્કી કરેલ સ્થળો એ જતા, અને સંદેશ્લાવતા તથા લઇ જતા, શેરશાહ પછી તેનો જૈન મંત્રી વિક્રમાદિત્ય હેમુ સુધી આ વ્યવસ્થા ચાલી. હેમુ ના શાશન નો અંત આવ્યા પછી આ વ્યવસ્થા ભૂલાવા લાગી. અંગેજ સરકાર ના વખત માં વ્યવસ્થિત ટપાલ વ્યવ્હારોશરૂ થયા, અંગેજો એ આપણ ને ગુલામી સિવાય ઘણું આપ્યું છે તેનો ઇનકાર થઇ ન શકે એમાહેનુજ એક આ ટપાલ તંત્ર છે.
અંગેરેજો એ રેલ્વે વિકસાવી, વિમાનસેવા ઉભીકારી અને ટપાલ લાવવા લઇ જવા ની જડબેસલાક વ્યવસ્થા ઉભી કરી,તેમને પોસ્ટ કાર્ડ, ઇનલેન્ડ લેટર અને તાર સંદેશ વ્યવહાર વિકસાવ્યા. બે પૈસા ના એક પોસ્ટ કાર્ડ ઉપર લખી ને એદ્રેસ્સ કરી ને તે ટપાલપેટી માં નાખવા થી એ સંદેશો આપેલા એદ્દ્રેસ ઉપર એકાદ દિવસ માં પહોંચી જતું. એ જમાના માં આ એક આશ્ચર્યજનક બનાવ ગણાતો, ઘણા અજ્ઞાન લોકો આ ટપાલ પેટી ને બે હાથ જોડી ને પ્રણામ પણ કરતા, તેમણે પેટી માં નાખેલું પોસ્ટ કાર્ડ એક બે દિવસ માજ સેંકડો માઈલ દૂર કઈ રીતે પહોંચતું હશે એ એક ચમ્ત્કારીક બનાવ ગણાતો, અને ટપાલપેટી ને દેવ નું સ્વરૂપ મળતું.
પહેલા પોસ્ટ કાર્ડ બે પૈસા માં મળતું એવું કહેવાય છે, મેં જ્યારથી પોસ્ટ કાર્ડ નો પરિચય કર્યો ત્યારે તે ત્રણ પૈસામાં મળતું,અને તેમાં જીણા અક્ષર કાઢી ને લોકો ઘણું બધું લખતા, જોકે આ પોસ્ટ કાર્ડ ખુલ્લુજ રહેતું,એટલેબધાજ વાંચી શકતા, તેમાં ખાનગી લખાણો મોકાલીશાકતા નહિ, એવા ખાનગી અથવા બહુ લાંબા લખાણો મોકલવા માટે ઇનલેન્ડ લેટર અથવા બે આના નું કવર વાપરવા માં આવતું.
શરૂઆત ના દિવસો માં શહેર માં ગયેલા કમાઉ દીકરાઓ, અથવા દેશાવર પરણાવેલી દીકરીઓ આવા બંધ પત્રો લખતી, એ દિવસો માં આવા પત્રો વાંચનારા બહુ ઓછા હતા, એટલે ગામડા ની વૃદ્ધ માતા કે વૃદ્ધ પીતા કોઇએકદ ભણેલા માણસ પાસે એ વંચાવવા જતા, કોઈ વખત ટપાલી પણ કાગળો વાંચી આપતા.
એ પછી કેટલાક વડીલો પત્ર લખતા થયા, પણ તેમની લખવા ની ભાષા કાનામાંત્ર વિનાની રહેતી, આવી ભાષા ને ‘બોડીયા’અક્ષ્રર”કહેવા માં આવતા, આવી ભાષા માં ઘણી વખત અર્થ નો અનર્થ પણ થઇ જતો. ઉદાહરણ તરીકે કોઈએ લખું હોય કે ‘કાકા આજ અજમેર ગયા છે અન બોડીયા અક્ષર માં એવું લખાતું કે “કાકા આજ મર ગય છ “એટલે કે એવો અર્થ નીકળતો કે કાકા આજે મરી ગયા છે…!”અને આ ખબર પહોંચાતાજ રોકકળ અને ધડાપિટ થઇ પડતી. !
મેં બહુ નાની વાય માં પોષ્ટલ સેવાનો ઉપયોગ કરવા માંડેલો. પ્રથમ પોષ કાર્ડ મેં મારા સ્કૂલ્મીત્ર શિવકુમાર દવે ને લખ્યું હતું એવું આજે યાદ આવે છે,શિવકુમાર થર્ડ અને ફોર્થ સ્ટાન્ડરડ માં મિડલ સ્કૂલ માં ભણતી વખતે મારો ગાઢ મિત્ર રહ્યોહતો, તેના પિતા કોઈ સરકારીનોકારી માં હોવા જોઈએ ,એટલે તેમાંનીબદલી, પહેલા ગોધરા અને પછી સુરત થઇ, એટલે ત્યાં મારા પત્રો જતા. સુરત નું એડ્રેસ મને હાઈ જયદ છે, “ગોળશેરી, ગલેમંડી ,સુરત….!છેલ્લે તેની સાથે વલસાડ ના એડ્રેસ ઉપર પત્રવ્યવહાર થયો હતો. વલસાડ માં તેની સાથે સંગીતકાર જયકિશન નો ભણો જેનું નામ પણ જયકિશન હતું તે ભણતો હતો એવો તેણે ઉલ્લેખ કર્યો હતો. એ પછી તે ક્યાં ગૂમ થઇ ગયો તે ખબર પડી નથી.
લગભગ પંદર સોળ વર્ષ ની ઉમરે હું વાર્તાઓ લખવા માંડ્યો હતો. એ સમયે નીકળતા બાલ્સમયીકો બાલજીવન, શેખચલ્લી, ચક્રમ જેવા મેગેઝીનો માં હું મારા લખાણો અણઘડ રીતે મોકલવા માંડ્યો હતો, આ બધું સાહિત્ય હું બૂક્પોષ્ટ થી મોકલતો,અને વજન ઉપર તેના ઉપર ટીકીટ લગાવવી પડતી. એ સમય ની તંગ નાણા ભીડ વખતે બૂક્પોષ્ટ મોકલવું પણ અઘરું પડતું. પણ મારા લખાણો છપાવા માંડ્યા એ જોઈ ને વડીલો એ મારો ટપાલ ખર્ચ મંજૂર કરીદીધો. એ પછી એક પોષ્ટ્મેન નું ધ્યાન મારા ઉપર ગયું. તેને મને સમજાવ્યું કે છાપવા માટે મોકલવા માં આવતું લખાણ ઉપર “પ્રેસ મેટર શબ્દ લખવો જોઈએ તો ટીકીટ ઓછી લગાડવી પડે, પછી એ સુચન નો ઉપયોગ કરવા માંડ્યો. વાર્તાઓ છપાતી, અને જેતે મેગ્ગેઝીનો ની એક નકલ પણ મોકલવા માં આવતી, જોકે પુરસ્કાર કોઈ આપતું ન હતું, અને એ વકતે એવું લાગતું કે આપણ ને પુરસ્કાર કોણ આપે…! છપાય છે એજ ઘણું લાગતું. જોરાવર નગર ની નાની પોસ્ટ ઓફીસ માં હું જાણીતો થવા લાગ્યો. કેટલીક વખત સામયિકો ના તંત્રીઓ ના પત્રો આવતા તેનું એડ્દ્રેસ ફક્ત “સુરેશ મ શેઠ, જોરાવરનગર”એટલા ઉપર થી પણ મને ટપાલ મળી જતી. હું તે ગર્પુર્વક બીજા ને બતાવતો, જોકે કોઈ એમાં ખાસ ઇન્ટરેસ્ટ લેતું નહિ…!
બળેવ ના તહેવાર વખતે મોટા બહેન ની રાખડી નો ખાસ ઈન્તેજાર રહેતો. તેઓ મુંબઈ થી નિયમિત રાખડી મોકલતા, તેમનો પત્ર્પણ એટલો પ્રેમાળ આવતો કે વારંવાર વાંચ્યા કરતા. મોટા બેન તબિયત ના કારણે બહુ ભણી શ્ક્યા ન હતા, પણ તેમના અક્ષ્રરો અને ભાષા ખુબજ મનોરમ્ય હતા. તેમનું વાંચન અને ફિલ્મો નો શોખ ખુબજ રસપ્રદ હતો.તેમનો દાખલો લઇ ને બીજી મોટી બહેનો પણ રાખડી નો પત્ર મોકલતી થઇ, પણ તેમના પત્રો આઉપચારિક લગતા.
દિવાળી ઉપર જાતજાત ના ગ્રીટિંગ કાર્ડ મળતા, કેટલાક ચીલાચાલુ ભગવાન ના ચિત્રોવાળા. તો કેટલાક ફેશનેબલ અંગ્રેજી ભાષા માં આવતા. અમારા એક બનેવીશ્રી પોસ્ટ કાર્ડ ઉપર લાલાલીલી શાહી થી વિવિધ ડીઝાઈનો બનાવી ને ગ્રીટીંગ કાર્ડ જાતે બનાવતા, તેમનું જોઈ ણે મેં પણ એવો પ્રયત્ન કર્યો હતો, એ પછી તો મેં દિવાળી અભિનંદન ના, અને પર્યુષણ ક્ષમાપના ના રબરસ્ટેમ્પ બનાવી નેપોષ્ટ કાર્ડ દ્વારા મોકલવા માંડ્યા ,અમ કરવા થી કાર્ડ ખરીદવા ની ઝંઝટ રહેતી નહિ. અને કામ ચાલી જતું.જો કે આવા કાર્ડ મેળવનારા થોડા નારાજ પણ રહેતા. કારણ રબરસ્ટેમ્પ ના એકધારા અભિનંદનો નો કોઈ ચાર્મ રહેતો ન હતો. એ મને પાછળ થી સમજાયું. તેથી એ વ્યવહાર બંધ કર્યો.
એ વખતે નાના ગામ માં કોઈ ની પણ ટપાલ આવે તેનો આનદ વિશેષ હતો, મોટા શહેર માં આવ્યા પછી જોવા માં આવ્યું કે ટપાલપેટી જુદા જુદા રંગની રાખવા માં આવતી, લીલા રંગ ની પેટી લોકલ ટપાલ ની હતી, લાલ રંગ ની ટપાલ સામાન્ય ટપાલ માટે હતી. અને બહાર ગામ ની કોડનંબર વળી ટપાલ ની અલગ પેટી રાખવા માં આવતી. એટલે ઘણું ખરું સોર્ટીંગ પેટી માજ થઇ જતું.
મારો સ્કૂલ્મીત્ર મગન બહુ ભણી ન શક્યો, પણ તેને અર,એમ.એસ.એટલે કે રેલ્વે મેલ સર્વિક માં નોકરી મળી ગઈ હતી. તેને રેલ્વે માં ટપાલ ના ખાસ ડબા માં રહી ને ગામે ગામ ની ટપાલો ના થેલા બનાવવા પડતા. અને જેમ સ્ટેશન આવે તેમ એ થેલા ત્યાં ઉતારવા તૈયાર રહેવું પડતું. તેની શરૂઆત ની નોકરી સુરેન્દ્રનગર થી ભાવનગર લાઈન માં મળી હતી. તે ઘણી વખત કહેતો કે ભાવનગર આવવું હોય તો રેલ્વે ના ડબા માં આવી જવું, ટીકીટ નહિ પડે …! પણ આપણે એવું શું કામ હોય તે જઈએ..!પણ એટલું જાણવા મળ્યું કે કોઈ વખત ટપાલ મોડી લખી હોય તો સ્ટેશન ઉપર જઈ ને આર.એમ.એસ. ના ડબા માં ટપાલ નાખી શકાતી. એટલે ડબા મા જ તેનું સોર્ટીંગ થઇ જતું અને ટપાલ સમયસર પહોંચી જતી.
મગન ની સર્વિસ લાગ્યા પછી સમજાયું કે દૂરદૂર નાના માં નાના ગામડા માં પણ ટપાલ કેવી રીતે પહોંચે છે, મુંબઈ ની ટીફીન સર્વિસ જ માત્ર આ રેલ્વે મેલ ની તોલે આવી શકે. મગનનું ડ્રોઈંગ સારું હોવાથી પછી તો તેને ગવર્ન્મેન્ટ માં ડ્રાફ્ટમેન ની નોકરી મળી ગઈ હતી. પણ પોષ્ટ ખાતા ના ખાખી ઓવરકોટ તે ઘણા સમય સુધી શિયાળા માં પહેરતો જોવા મળતો.
ટપાલ સેવા નો એક આખો યુગ હતો, જે હવે વિખારતો જાય છે, મોબાઈલ્ફોન, વોટ્સ અપ ,અને ઈ .મેલ ના કારણે હવે આ લોકભોગ્ય સેવા ભુલાતી જાય છે, તેમ છતાં જરૂરી દતાવેજો, અને વિશિષ્ઠ ટપાલ મોકલવા માટે આજે પણ રજીસ્ટર્ડ ટપાલ નો ઉપયોગ થતો રહે છે, અમે બેંકમાં થી સુગરમિલો માટે ની દરખાસ્તો નાબાર્ડ ને કુરિયર થી મોકલતા તો તે પરત આવતી, નાબાર્ડ નોઆગ્ર્હ હતો કે ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલીગ્રાફીક સર્વિસ દ્વારા rjistard ટપાલ થીજ દરખાસ્ત મોકલાવી જરૂરી છે. આમ હજી પણ ટપાલ સેવા કાર્ય રત છે, ભલે એનું બહુ મહત્વ ન રહ્યું હોય, પણ એક જમાના નીએ એક લોકભોગ્ય વ્યવસ્થા હતીએ ભૂલવું ન જોઈએ.
અપરાધી
(૧)
રઘુદાદા
આજે તો અપૂન ને નાની મોટી ચોરી થી કામ ચાલે એમ નથી.હજાર બારસો રૂપિયા તો રસ્તેજાતા માણસ ની ફેંટ પકડી ને પડાવી લઉં છું, પણ આજે એવી પરચુરણ રકમ થી કામ ચાલે તેમ નથી.
અપૂન ને અપની રાણી કો વચન દિયેલા હાઈ, કે આજ તો બડા હીરે કા હાર લાકે દુંગા…! એટલે વચન તો પા ળ વુજ પડશે. એમાં તો છૂટકા નહિ હૈ , ,આજ રાત નો માહોલ પણ આપણ ને ફાવે એવો છે, અંધારી અમાસ ની રાત છે,ઠંડી પણ થીજાવી દે તેવી છે, એટલે મોડી રાત્રે કોઈ ચકલું પણ ફરકશે નહિ. આવો લાગ ફરી ક્યારે મળવા નો…! આજે તો જ્વેલરી ની દુકાન તોડવીજ છે, ચાલો નસીબ અજમાવી જોઈએ,
વાહ, સિક્યોરીટી વાળા ઘોરી રહ્યા છે, મારા બેટો ઊંઘવા નોજ પગાર લેતા લાગે છે…!પણ આપણે શું…! એ ઊંઘે તોજ આપણું કામ થાય ને …! આ પાછળ ની ગલી માંથી દુકાના ના પાછલા ભાગ માં જઈ શકાશે, ચાલો, અજમાવો કિસ્મત…!
લો, તાળું તૂટી ગયું, ધીમે થી અંદર પ્રવેશ કરવા દે…!આ..હા શું મોંઘી જ્વેલરી છે…! એકાદ શોકેસ જ અત્યારે તોડવું છે, ચાલો કામે લાગી જાઓ.
“વાહ તારું નસીબ રઘુડા ..! તારી રાણી ના તો ભાગ્ય ઉઘડી ગયા, આ મોટો હીરા નો હાર તફડાવવા દે.આ એકજ બરાબર છે, વધુ લોભ નથી કરવો , બિચારા શેઠ ને પણ કમાવા દેવું જોઈએ, આ હાર નાખ્યો ખીસા માં…!અને નીકળ્યા બહાર…!
પણ ગલી ના વળાંક પાસે આ શું થઇ રહ્યું છે..?એક માણસ ને ઘેરી ને ત્રણ જણા ખંજર ના ઘા મારી રહ્યા છે, પાસેજ તેમની કાળી મોટર પડી છે, એનો નંબર લઇ લેવા દે…! જિજેવન … બસ નંબર મોઢે થઇ ગયો,
એ લોકો તો ભાગ્યા , મોટર અંધકાર માં સરી ગઈ, કોઈ માણસ લોહી લુહાણ પડ્યો છે,,,જાઉં..?કોણ છે તે જોઉં..?માળા મારા એરિયા માં આ વળી કોણ ખૂન કરી ને ભાગ્યા ..? જઈ ને મદદ કરું..?
જવાદેને….! કોણ લફરા માં પડે….! આ હાર મળ્યો છે તે ઘરભેગો કરવા દેને…! કીમતી હાર છે, તે લઇ ને પાતળી ગલી માંથી નાસવા દે મારા બાપ…!’
પણ ઉભો રહે, આ સામે થી કોણ મોટર સાયકલ લઇ ને આવી રહ્યો છે..?ઓ…અતો આપણા જયંતીકાકા નો દીકરો….! છેલ્લા શો માં પિકચર જોઈ ને નબીરો આવતો લાગે છે…!અરે…! એતો પડેલા માણસ પાસે ઉભો રહ્યો, નીચે બેસી ને તેને તપાસવા લાગ્યો.મરશે નાહક નો…! અરે ભાઈ ઘરભેગો થઇ જા….!પણ તે તો પડેલા માણસ ના શરીર માંથી છરો કાઢવા લાગ્યો….! મરવા નો થયો લાગે છે,,,, તેને ચેતવી દઉં..?પણ મારે અત્યારે છતાં નથી થવું,
આ સામે થી પોલીસ ની પેટ્રોલ વાન આવી, ઉભી રહી, જયનતી કાકા નો હરિયો ફસાયો…. પોલીસે તેનેજ ખૂની સમજી નેપકાડ્યો, તે આનાકાની કરતો રહ્યો પણ પોલીસ કાઈ સાંભળે…?નાહક નો કુટાઈ મરવાનો છે,,,,પણ આપણે ભાગો,,અહી ઉભા રહેવા માં સાર નથી…!નહીતર આ મોંઘા મુદ્દામાલ સાથે પકડાઈ શું તો છૂટવા નો આરોવારો નહિ રહે….!ભાગો મારા બાપ…!”
(૨)
ભાનુમતી
‘બાપુજી બધુ જાણી ગયા છે, હું પેલા કમલ ને ચોરીછૂપી થીમલુ છું,એ બધું કોઈએ બાપુજી ને કહી દીધું લાગે છે, હવે પછી એ કમલીયા ને મળી તો હાડકા ખોખરા કરી નાખવાના છે, મારા અને એ કમલીયા ના પણ…!પણ એ સમજતો નથી, હું તો તેને ન મળવા ની બધા રાખી ને બેથી છું પણ એ અળવીતારો સમજતો નથી, આજે એક વાર છેલ્લી વાર મળવા બોલાવી છે…! અને તે પણ આવી અંધારી રાત્રે…! જવાનું તો બિલકુલ મન નથી, પણ એમ થાય છે કે છેલ્લીવાર મળી લઈએ , પછી ક્યાં વારંવાર મળવું છે…!
રાત્રે બાર ના ટકોરે ઘરેથી ચુપચાપ નીકળી,જ્વેલરી બજાર ની ગલી મારા ઘર થી ક્યાં દૂર છે…! હમણા જઈ ને પાછી આવું છું,
લો આવીગાઈ, એક અંધારા ખૂણા માં કમલ લપાઈ નેઉભો છે, આ એના સફેદ બુશકોટ દેખાય…!હવે જઈ ને કહી જ દેવું છે કેબસ ,હવે કમલ …!આ છેલ્લું મિલન સમજી લેજે
લો મને આવતી સંભાળી ને તે અંધારા માંથી જરા બહાર આવ્યો.
“કેમ ભાનુડી…! આટલી વાર કરાય..?’તેને મને ભીન્સ્માંલેતા કહ્યું.
હું છૂટવા માગતી હતી પણ કમલ ના બહુપાસે મનેઘેરી લીધી હતી.
“છોડ મને અને બોલ કેમ બોલાવી આવી રાત્રે..?’મેં જરા દમ મારતા કહ્યું.
“અરે જરા ધીરી તો પડ , તારા બાપા કહે એટલે મને છોડી દેવાનો… એવું કાઈ ચાલતું હશે..?’કમલે કહ્યું.
“બાપુજી ની મરજી વિરુદ્ધ મારા થી જઈ નહિ શકાય,હવે મને ભૂલી જજે…!”મેં કહી દીધું.
અરે પણ ત્યાં વળાંક પાસે શું થઇ રહયુ છે..?,”તે અચાનક જરા દૂર જોઈ નેબોલ્યો.મેં પણ નજર નાખી, એક કાળી મોટરકાર માંથી ત્રણ માણસો નીકળ્યા અને રસ્તે જતા એક માણસ ને ઘેરી વળ્યા
“હાય હાય…!આલોકો તો પેલા એકલદોકલ માણસ ને છરા થીમારી રહ્યાછે…!’મારા થી બોલાઈ ગયું.કમલે માં મો ઉપર હાથ મુકીનેમાંનેબોલાતી અટકાવી
“મામલો ગંભીર લાગે છે,તું અવાજ ન કરતી…પેલા ત્રણ જણા એકલા માણસ ને મારી નેતેમની કાળી મોટર માંભાગ્યા …જોયું..?’
“આપણે બુમ પાડવી છે..?’મેં કહ્યું.
“મૂર્ખી છે..? એક તો છાનામાના મળી રહ્યા છીએ અને બુમ પાડી નેછતા થવું છે..?ભાગવા માંડ …! અહી વધુ ઉભા રહેવા માં જોખમ છે, “કમલીયા એ કહ્યું.
“પણ તારે કામ શું હતું એ તો કહે…!”મેં પૂછ્યું.
“હવે કામ ને બામ…! ભાગવા માંડ, નહીતો હમણા કોઈ આવી જશે તો આપણો બધો ભાંડો ફૂટી જશે.
એટલા માં એક મોટરસાયકલ વાળો નીકળ્યો, એતો પડેલા માણસ પાસે ઉભો રહ્યો, નીચે બેસીને તેના શરીર માંથી છરો કાઢવા લાગ્યો.
ત્યાંજ પોલીસ ની વાન આવી,એ માણસ ને ઘેરી ને પકડ્યો.
“છોકરા..! આ ખૂન તે કર્યું છે..?’પોલીસે પૂછ્યું.
“નાના…! હૂતો છેલ્લા શોમા પીક્ચાર જોઇને આવી રહ્યો હતો ત્યાં રસ્તા માં આ માણસ ને પડેલો જોઈ ને તેને તપાસવા ઉભો રહ્યો…!”
એ કામ પોલીસ નું છે,તું રંગે હાથ પકડાયો છે, ચાલ પોલીસ સ્ટેશન ..!”
એ યુવાન હાથ જોડી ને વિનંતી કરતો રહ્યો પણ પોલીસે તેને ગાડી માં ઘુસાડી દીધો.
“ બિચારો નવાણીયો કુટાઈ ગયો…!આપણે તેને મદદ કરવી ન જોઈએ..?’મેં કહ્યું.
“હવે ડાહી થા માં , એક તો છાનીમાની આવી છે અને મદદ કરવા જઈશ તો તારોજ ભાંડો ફૂટી જશે…અત્યારે તો અહી થી ભાગવા મા જ સલામતી છે… પછી થી મળીશું …અત્યારે તો ભાગવા માંડ..”કમલીયાએ સલાહ આપી અને અમે બંને ભાગ્યા . હું ઘર તરફ અને એ તેના ઘર તરફ. બિચારા પેલા જુવાન નું શું થશે એ ચિંતામને થતીહતી, પણ હું છુપીરીતે કમલ ને મળવા આવી હતી એટલે કઈ રીતે જાહેર થઇ શકું..?’
જોઈએ હવે એ બિચારા નું શુથાય છે.”
(૩)
પોલીસ જમાદાર.
આજે તો સારો શિકાર મલી ગયો.જ્વેલરી શોપ ની ગલી માં પેટ્રોલિંગ માં નીકળ્યા હતા, એવા માં એક યુવાન એક માણસ ને મારી ને તેના શરીર માંથી છરો કાઢી રહ્યો હતો, કેવી તેની હિંમત….! અમે તેને પડકાર્યો. અને ઘેરીલીધો, તેરંગે હાથ પકડાયો હતો એટલે કોઈ શક ને સ્થાન ન હતું, અમે તેને પકડી નેપોલીસ ચોકીએ લઈ આવ્યા.અને તેને હાથ પાછળ રાખી ને ઘૂંટણ ભેર બેસાડી દીધો.
હવે આપણું પ્રમોશન તો પાકુજ સમજવું.
શુહતું અલ્યા..? કેમ એમાણસ નેમારી નાખ્યો..?’મેં તોર થીપુછ્યું
:જમાદાર સાહેબ…! મેં તેને નથીમાંર્યો,હું તો પીક્ચર જોઈ ને આવતો હતો ત્યાં આ માણસ પડ્યો હતો, હું તેને મદદ કરવાંચે બેઠો હતો ત્યાંજ તમેં મને પકડી લીધો..”
“એ બધી વાર્તા બંધ કર, તારું નામલખાવ ..?”આપણે રૂઆબ થી પૂછ્યું.
:મારું નામ હરિદાસ જયંતીલાલ મકવાણા છે.”એ છોકરા એ પોતાનુંન્નામ લખાવ્યું.
આપણે તો એને કસ્ટડીમાં પૂર્યો અને નિરાંતે રીર્પોર્ટ લખવા બેઠા,મો મા તમાકુ, , હાથમાં સિગારેટ અને બીજા હાથે ચા ની ચુસકી સાથે રીપોર્ટ તૈયાર થવા લાગ્યો. ,
હવે એ છોકરા ને સવારે કોર્ટ માં રજુ કરીશું, પછી આપણો ડંકો વાગી જવાનો છે,સબ ઇન્સ્પેકટર નું પ્રમોશન તો પાકુજ સમજવું.
(૪)
સમાચારપત્ર.
ગત રાત્રી એ શહેર માં એકજ વિસ્તાર માં બે ગમ્ખવાર બનાવો બની ગયા, જાણીતા જવેલર ભગવાન જવેલર્સ ની દુકાન માંથી કોઈ શખ્સ કીમતી હાર તફડાવી ને ફરાર થઇ ગયો છે,ભગવાન્ન શેઠે તેની ફરિયાદ લાખાવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે માત્ર્ર એકજ હાર ચોરાયો છે, અન્ય બધાજ આભૂષણો સલામત છે,આ કોઈ પ્રમાણિક ચોર નું કામ હોય એવુંજણાય છે, તેણે માત્ર જરૂર પુરતી વસ્તુ ઉઠાવીછે,જો ચોર પકડાય તો તેને તેની પ્રમાણિકતા બદલ ઇનામ આપવા ની જાહેરાત શેઠ ભગવાનદાસે કરી છે,
એજ રાતે એજ વિસ્તાર માં એક્માણસ નું ખુનકરનારહરિદાસ જયંતીલાલ મકવાણા ની પણ પોલીસ એધરપકડ કરી છે,
હવે કેસ અદાલત સમક્ષ ચાલશે. અપરાધી ને બરાબર સજા થવી જોઈએ એવી લોકલાગણી પ્રવર્તી અહી છે.
(૫).
ભાનુમતી
બાપરે…! કાલે રાત્રે તો ગજબ થઇ ગયો. હું કમલીયા ના કહેવાથી તેને મળવા અંધારી ગલી માં ન ગઈ હોત તો સારું હતું, ત્રણ માણસો પેલા બિચારા કોઈ અજાણ્યા માણસ ને છરા થી મારી ને નાસી ગયા, અને આરોપ આવ્યો બિચારા નિર્દોષ હરિદાસ નામના છોકરા ઉપર. ! મેં તો નજરે જોયું કે એ હરિદાસ તો નિર્દોષ હતો, ખરા અપરાધી તો પેલા ત્રણ જણા હતા, હવે હું એને નિર્દોષ હોવા ની સાક્ષી પુરાવા જાઉં તો મારીજ પોલ ખુલ્લી પડે કે તું અર્ધીરાત્રે એ અંધારી ગલી માં શું કરતી હતી…? બાપુજી જાણે તો મને મારીજ નાખેને…! ત્યારે એ નિર્દોષ હરિદાસ ને મરવા દેવો…?ખરી અપરાધી તો એક રીતે હું પણ ખરી ને ..? બાપુજી ની આજ્ઞા વિરુદ્ધ એ ક્મલીયા ને મળવા જવું એ પણ અપરાધ તો ખરો ને ..?શું કરવું…? નિર્દોષ ને મરવા દેવો કે બચાવી લેવો…? બચાવવા જાઉં તો મારું શું થાય…?મને કોણ બચાવે..?
રઘુદાદા .
યાર અપૂન કા મન નહિ માનતા…! વો છોકરા બિલકુલ નિર્દોષ હઈ મેં જાતેજ જોયું છે કે ખૂન કરનારા બીજા ત્રણ હતા, પણ સપડાયો બિચારો હરિદાસ…!શું એને મરવા દેવો..?પેલા ત્રણ ખૂની ઓ ની મોટર નો નંબર પણ મને યાદ છે. જો કોર્ટ માં જઈ ને જાહેર કરું તો બિચારો છોકરો છૂટી જાય, પણ પછી અપૂન કા ક્યાં..? અપણે કો કોણ છુડાયેગા..?અદાલત પૂછશે કે “સાલા તું વહા ક્યાં કર રહ થા…?’એક તો આપણે ચોર તરીકે મશહૂર રહ્યા, અને એજ રાત્રે ભગવાન જવેલર ની દુકાન માંથી હાર ચોરાયો છે, એ બધું પોલીસ ના ચોપડે લખાઈ ગયું છે, એટલે આપણા જ હાથ માં હાથકડી પડે ને ..?હરિદાસ ને બચાવવા જતા આપણે જ ફસાઈ યે …! બાકી એક રીતે ખરા અપરાધી તો અપૂન જ કહેવાય ને..?જે જાણતો હોવા છતાં એક નિર્દોષ છોકરા ને મરવા દે છે…!
સમાચાર પત્ર .
અજાણ્યા માણસ ના ખૂન બદલ પકડાયેલા હરિદાસ નો કે સ આજે અદાલત માં ચાલશે. બધા પુરાવા તેની વિરુદ્ધ છે, એટલે તેને ઓછામા ઓછી જન્મટીપ ની સજા તો થશેજ. સમાજ વચ્ચે આવા ખૂની માણસો છુટા રહેવા ન જોઈએ એવી લોકલાગણી ફેલાઈ રહી છે, કાળી રાત્રે કોઈ કારણ વિના એક નિર્દોષ વ્યક્તિ ને મોત ને ઘાટ ઉતારનાર આવા બેજવાબદાર તત્વો ને સખ્ય નશ્યત થવી જોઈએ એવું બધા માની રહ્યા છે.
અદાલત.
બધા સાક્ષી પુરાવા ના અભ્યાસ ના અંતે નામદાર કોર્ટ એવા નિર્ણય ઉપર આવે છે કે….
“સબૂર નામદાર…! હું કઈક કહેવા માગું છે,.”અદાલત નિપ્રેક્ષક દીર્ઘા માંથી એક માણસ ઉભો થઇ ને બોલી ઉઠ્યો.
‘જે કહેવું હોય તે કઠેરા માં આવી ને કહો..”નામદાર ન્યાયાધીસ સાહેબે હથોડી પછાડતા કહ્યું.
“સાહેબ, મારું નામ રઘુનાથ છે, બધા મને રઘુદાદા ના નામ થી ઓળખે છે, બનાવ ની રાત્રે ખૂન કરી ને નાસી જનાર બીજા ત્રણ શખ્શો હતા એ , મેં મારી નજરે જોયું હતું, તેમની પાસે કાળા રંગ ની ગાડી હતી જેનો નંબર પણ મેં લીધો છે.”
“મિસ્ટર રઘુનાથ, તમે એટલી રાત્રે ત્યાં શું કરતા હતા..?અને એ મરનાર ને બચાવવા કેમ ન ગયા..?’
“નામદાર, હું ભગવાન જવેલર્સ માં ચોરી કરવા ગયો હતો, એટલે પકડાઈ જવા ના ડર થી બોલી ન શક્યો. આ હરિદાસ તો ખૂન થઇ ગયા પછી આવ્યો હતો, એ તદ્દન નિર્દોષ છે.”
‘એટલે એ દિવસે હાર ની ચોરી તમે કરી છે..?તમે એ કબુલ કરો છો..?’
“હા નામદાર , હું કબુલ કરું છું, ‘
“તમે જાણો છોકે તમને ચોરી બદલ સજા થઇ શકે છે..?’
“હા નામદાર, મને તો થોડા મહિના ની સજા થશે પણ આ નિર્દોષ છોકરા ને બચાવી લેવા નો સંતોષ મને થશે.”
“ઠીક છે, અદાલત પોલીસ ને આ ગાડીનમ્બર ની તપાસ કરવા નો આદેશ આપે છે, અને મિસ્ટર રઘુનાથ, તમે ચોરી કરી છે એનો શું પુરાવો..?’
“તેનો પુરાવો આ હાર છે નામદાર. જે મેં ભગવાન જ્વેલર માંથી તફડાવ્યો છે.”કહી રઘુદાદા એ હીરા નો ચમકતો હાર રજુ કર્યો.
પ્રેક્ષક્દિર્ઘ માંથી બીજો એક અવાજ આવ્યો
“નામદાર અદાલત, મારે પણ આ કેસ સંબંધ માં કઈક કહેવું છે.”એક યુવાન યુવતી ઉભી થઇ હતી.
‘તમે પણ તમારી કેફિયત નોંધાવી શકો છો.”
“માંરૂ નામ ભાનુમતી છે, બનાવ ના દિવસ એહુ પણ તે સ્થળે હાજર હતી, અને મેં જોયુછે કે એક કાળી મોટર માંથી ત્રણ જણા ઉતરી ને ચાલ્યા જતા માણસ ને ઘેરી ને મારવા લાગ્યા હતા, પછી ભાગી ગયા હતા.”
એટલી રાત્રે તમે ત્યાં શું કરતા હતા..?’’નામદાર અદાલતે પૂછ્યું.
એનો જવાબ શું જરૂરી છે..?”ભાનુમતી એ પૂછ્યું.
“જરુરીજ છે, એક અંધારી અત્રે સૂમસામ ગલી માં તમારા જેવી જુવાન સ્ત્રી શામાટે જાય એનો ખુલાશો થવો જોઈએ.”
“એ એક સિક્રેટ છે. ‘
“એવું ન ચાલે..!તમે ત્યાં કેમ ગયા હતા એ જાણવું બહુજ જરૂરી છે.”
“હું મારા પિતા ની મરજી વિરુદ્ધ મારા એક મિત્ર ને છેલ્લી વાર મળવા ગઈ હતી.”
“તમે જાહેર માં આ ક્હો છો..?જાણો છો કે તમારા ઘર માં કેટલો ધરતીકંપ થઇ શકે છે..?’
“જી નામદાર, મારે થોડી નાલેશી, થોડો ઠપકો ભોગવવા પડશે, પણ એક નિર્દોષ ને મોટી સજા માંથી ઉગારી લેવા થી મારા અંતરાત્મા ને શાંતિ વળશે.એ વિના હું નિરાંતે જીવી નહિ શકું.મારા પિતા નો ખોફ વહોરી ને પણ મારે સત્ય માટે આગળ આવવું જોઈએ એમ મને લાગે છે.”
અદાલત બીજી તારીખ સુધી મુલવી રહી.
(૬)
વર્તમાન પત્ર.
ચકચાર ભર્યા ખૂન કેસ ઉપર થી આજે પરદો ઉથાવવવા માં આવ્યો છે. પોલીસ ને મળેલ વાહન નંબર ઉપર થી કાળી ગાડી ના માલિક ને શોધી કાઢવા માં આવ્યો છે, જાણીતા ડોન મહોબત ખાન ની એ ગાડી છે, મહોબત ખાન ની ધરપકડ કરવા માં આવી છે અને તેણે અંગત અદાવત માટે એક માણસ નું ખૂન કર્યું છે એવી કબુલાત આપી છે, એ કબુલાત ને મંજૂર રાખી ને અદાલતે હરિદાસ જયંતીલાલ ને નિર્દોષ છોડી મુકવા નો આદેશ આપ્યો છે.
(૭)
સમાપન
જાણવા મળે છે કે શેઠ બગવાનદાસે પ્રમાણિક ચોર રઘુદાદા ને ઈંનામ રૂપે તેના ઉપર ની ચોરી ની ફરિયાદ પાછી ખેંચી લીધી છે,કારણ એ વખતે દુકાન ના શોકેસ માં અનેક કીમતી આભૂષણો હોવા છતાં રઘુએ માત્ર જરૂર પૂર્તિ જ ચોરી કરી છે, અને હાર પણ અદાલત ને સોંપી દીધોછે.
ભાનુમતી ના ઘર માં ખરેખર ખુબ જ નારાજી ફરી વળી હતી પણ તેની સચ્ગ્ચાઈ અને એક નિર્દોષ ને બચાવવા માટે જાત ઉપર લીધેલ જોખમ બદલ સમાજે તેને બિરદાવી છે. તેથી તેના પિતા એ પણ તેને માફ કરી છે.
“
પિતૃશ્રાદ્ધ..
શ્રાદ્ધ દ્વારા સદગત થયેલ પૂર્વજો ને તર્પણ કરવા માં આવે છે એવું હું સમજુ છું, શ્રાદ્ધ માં કેવી વિધિ કરવા માં આવે છે, કે કયા મંત્ર જાપ કરવા માં આવે છે એ વિષે મને ખબર નથી. ખબર માત્ર એટલીજ છે કે ભાદરવા મહિના ના વિશ દિવસ શ્રાદ્ધ ના ગણાય છે, તેમાં આવતી તિથિઓ દરમ્યાન જેમના વડીલો સદગત થયા હોય એ તિથી તેમના તર્પણ માટે રાખવા માં આવે છે, એ દિવસે સદગત વડીલો ને ભાવતા ભોજન બનાવવા માં આવે છે અને સૌ પ્રથમ ઘર ના છાપરે કે ધાબે જઈ ને કાગડાઓ ને કાગવાસ નાખવા માં આવે છે, એવું માનવા માં આવે છે કે કાગડાઓ ના સ્વરૂપે આપણા વડીલો આપણા છાપરે પધારે છે અને આપણે ધરેલ ભોજન સ્વીકારે છે.આને કાગવાસ કહેવાય છે,.
પિતૃઓ કાગડા ના સ્વરૂપે જ કેમ આવતા હશે એ સમજવું અઘરું છે, અન્ય પક્ષી, કે પશુ સ્વરૂપે કેમ નહિ આવતા હોય એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરેખર તો જો આપણા પિતૃઓ વર્ષ માં એક વખત આપણું ભોજન સ્વીકારવા ના હોય તો તેમણે કાગડા ના સ્વરૂપે શામાટે આવવું જોઈએ..?તેઓ તમના સાચા દૈવી સ્વરૂપે કેમ આવતા નથી..?જો તેમ આવે તો આપણે પણ ધન્યતા અનુભવીએ, અને પૂર્વજો ના દર્શન કરી ને પાવન થઈએ ,પણ આપણે ન સમજી શકીએ તેવા કારણ સર પિતૃઓ કાગડા ના સ્વ્રૂપેજ આવવા નું પસંદ કરતા હોય તો આપણે વાંધો લઇ શકીએ નહિ..!
મરણ પછી આત્મા ક્યાં જાય છે એ કોઈ જાણતું નથી, પિતૃઓ પણ આખર તો આત્મા જ છે, જો આત્મા એક શરીર માંથી બીજા શરીર માં જતો હોય તો આપણા પૂર્વજો ના આત્મા પણ એક જગ્યાએ બેસીન રહ્યા હોય, તેમણે પણ ક્યાંક જન્મ ધારણ કર્યો હોય, જો એમજ હોય તો આપણું કરેલ શ્રાદ્ધ કોને પહોંચે..?પિતૃ નો આત્મા તો ક્યારનો બીજે જન્મ ધારણ કરી ચુક્યો હોય, પછી કાગડા સ્વરૂપે જે આવે છે તે આપણો પૂર્વજ કેવી રીતે કહેવાય..?
એક તરફ આપણે માનીએ છીએ કે દરેક જીવ ને તેના કર્મ અનુસાર ગતિ મળે છે, અને તે મુજબજ અવતાર પણ મળે છે, એટલે ધારો કે આજે કોઈ વડીલ મૃત્યુ પામ્યા તે થોડા દિવસ મા જ અન્ય સ્થળે જન્મીચુક્યા હોય છે એટલે તે પછી આપણા પિતૃ રહેતા નથી. શું પીતૃકોઈ અલગ આત્મા હોય છે..?તેમને ફરી જન્મ મરણ ના નિયમો લાગુ પડતા નથી..?જો એવા નિયમ તેમને પણ લાગુ પડતા હોય તો એવું પણ બને કે આપણા સદગત વડીલ નો આત્મા આપણા કટ્ટર દુશ્મન ને ઘરે જન્મ્યા હોય…! તેને વારસા માં આપણી પ્રત્યે વેર મળ્યું હોય, પછી એ આપનો પિતૃ કેવી રીતે કહેવાય..?
શું પિતૃલોક કોઈ અલગ લોક છે..?બધાજ શ્રાદ્ધ માં માનતા લોકો ના પૂર્વજો એ પિતૃલોક માં સ્થાયી પણે રહેતા હોય છે..?હિંદુ ધર્મ સિવાય ના ધર્મો માં માનતા લોકો ના વડીલો પિતૃલોક માં નહિ જતા હોય..?અને તેમને શ્રાદ્ધ નહિ મળતા હોય..? આ બધા પાયાના ગુન્ચવનારા પ્રશ્નો છે, જોપીતૃલોક જેવું કશું હોય તો પિતૃઓ ના આત્મા નો પુનર્જન્મ શક્ય્જ નથી. તેઓ સદાકાળ આપણા શ્રાદ્ધ ની રાહ જોતા પિતૃલોક માં જ પડી રહે છે એમ માનવું રહ્યું. અને તો પછી તેઓ પુનર્જન્મ થી પર છે એવું માનવું રહ્યું. જો એવું હોય તો
“पुनारापिजन्म पुनरपि मरणं , पुनरपि जनानिजठरे शयनं એ મહાસત્ય નું શું..? જો પિતૃઓ એકજ સ્થળે સદાકાળ સ્થાયી રહેતા હોય તો જન્મ મરણ ના ફેરા શામાટે બન્યા છે..?આ વસ્તુ બતાવે છે કે પિતૃઓ જેવું કાઈ હોતું નથી, હા, આપણા પૂર્વજો હતા એમાં ઇનકાર નથીતેમનું સન્માન પણ થવું જોઈએ, , પણ મર્યા પછી પણ તેઓ પિતૃલોક નામના કોઈ કાલ્પનિક સ્થળે બેસી રહે છે એ વાત માં વિશ્વાસ કરી શકાય તેમ નથી. કારણ પિતૃઓ પણ એક આત્મા છે અને આત્મા સતત ગતિશીલ હોય છે, આપણો પૂર્વજ તેના કર્મ ના કારણે બીજે જન્મ લઇ ચુક્યા હોય છે, પછી કાગડાઓ દ્વારા આપણે આપેલું ભોજન તેમને ક્યાં થી પહીન્ચવાનું છે..?
જો શ્રાદ્ધ દ્વારા નખાતા કાગવાસ ના કારણે આપણા પિતૃઓ ને ભોજન મળી જતું હોય તો આપણે પણ પૂર્વજન્મ માં કોઈ ના વડીલ હોઈશું, તો આપણ નેકેમ કાગવાસ નું ભોજન પહોંચતું નથી..?પુનર્જન્મ ની થીયરી માં માનતા હોઈએ, તો એવું પણ માનવુંજ પડે કે આપણે પણ કોઈ ના પિતૃ હોઈશું, તો આપણે કેમ શ્રાદ્ધપક્ષ માં કાગડા બનીજતા નથી..? અને તર્પણ સ્વીકારવા જતા નથી..?
ધાર્મિક માન્યતાઓ ખુબ ગુન્ચાવાનારી હોય હ્હે, એક બીજાથી વિરોધાભાસી પણ હોય છે, જો પિતૃઓ ને માનો તો પુનર્જન્મ ને માની ન શકાય, અને જો પુનર્જન્મ ને માનતા હો તો પીતૃત્તર્પણ ને ભુલીજવું પડે,
કેટલીક વાતો પરંપરા થી ચાલી આવતી હોય છે, એમાં લોજીક કામ નથી આવતું. ખરેખર તો ભાદરવા માસ દરમ્યાન પિત્ત થતું હોવાથી ખીર અને સાત્વિક આહાર લેવા ની સુચના હોવી જોઈએ, પણ તેને એક પ્રથા તરીકે પિતૃઓ સાથે સાંકળી લેવા માં આવી હોઈ શકે,
જો એમ ન હોય તો મુસ્લિમો, જૈનો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો, યહુદીઓ, નીગ્રો, ચીનાઓ, ને કેમ પિતૃઓ નથી હોતા,,..? જે સત્ય હોય તો બધાને સમાન ભાવે લાગુપડે, જો પિતૃઓ હોય તોહિંદુ સિવાય ના લોકો નાપીતૃકેમ નથી હોતા..?એટલે શ્રાદ્ધ એક પૂર્વજો ને યાદ કરવા ના દિવસો છે, એમની યાદ માં ખાઓ પીઓ , અને ભક્તીકરો , એ સિવાય બીજું બધું હમ્બગ છે એવું માનવું પડે. ધારો કે એક માણસ નું મૃત્ય થયું અને તે તેનાજ પુત્ર ના ઘર માં પુનર્જન્મ પામે તો તો તેનું શ્રાદ્ધ કોને જાય,,?તે ઘરમાં નાનકડા બાળક રૂપે પણ હોય અને કાગડો થઇ ને કાગવાસ ખાવા પણ જતો હોય..?આ બધું તર્કસંગત નથીલાગતું.
માટેજ આ બધી દ્વિધામાં પડ્યા વગર શ્રદ્ધા પૂર્વક સદગત પૂર્વજો ને યાદ કરીએ તેમના નામે ખાઈએ પીએ અને મોજ કરીએ.કાગડા જમે તો પણ ખોટું શુછે..?હકીકત માં તો કાગડા આપણા સ્વચ્છતા કર્મચારીઓ છે, તે ગંદકી દૂર કરે છે, અન્ય પક્ષિઓ ની જેમ ઘર માં આવી ને પરેશાન નથી કરતા, અને પોતાના માજ મગ્ન રહી ને કોઈ ને દખલ કયા વિના પોતાની રીતે જીવે છે, એટલે તેઓ વર્ષ માં એક વખત સારું ભોજન પામે તો એમાં કાઈ ગલત નથી.
દીર્ઘાયુષ .
જીવન લાંબુ ટકે એવી બધા ની સ્વાભાવિક ઈચ્છા હોય છે, મૃત્યુ એટલે કે અંત કોઈ ને ગમતો નથી, પણ જે અનિવાર્ય છે એ મનેકમને સ્વીકારવુંજ પડે છે,માત્ર જીવન જ નહિ, કોઈ પણ ચીજ ને અંત તરફ જતી આપણે રોકી શકતા નથી , અને તેનો અફશોશ પણ હોય છે, એક સામાન્ય દાખલો લઈએ તો એક છલોછલ ભરેલો સ્વાદિષ્ઠ શરબત નો ગ્લાસ તમને આપવા માં આવે ત્યારે તમારી ખુશાલી નો પાર નથી રહેતો, તમે લીજ્જત્પુર્વક તેનો આસ્વાદ માણો છો, , પણ દરેક ઘૂંટડે ઘૂંટડે શરબત ગ્લાસ માં ઓછું થતું જાય છે, એક તરફ તમે શરબત ની મજા લેતા રહો છો બીજી તરફ ખાલી થતો ગ્લાસ જોઈ ને નારાજી પણ અનુભવો છો, હમણા આ ગ્લાસ ખાલી થઇ જશે એવો અફ્શોષ પણ તમે અનુભવો છો,કોઈ હજી આ ગ્લાસ ભરી આપે એવી ઈચ્છા પણ જાગે છે, પણ ખાલી થયેલો ગ્લાસ કોઈ ફરીથી ભરી આપતું નથી,
હું નાનો હતો ત્યારે કોઈ ભાવતી વસ્તુ ને ખાધાવીના તેને મનભરીને નીરખ્યા કરતો, કારણ મને ડર રહેતો કે કે જો ખાઈશ તો આ ગમતી વસ્તુ ખલાશ થઇ જશે…!
એવુજ જીવન નું છે, જીવન જીવાતું જાય તેમ એવો ખયાલ પણ રહેતો હોય છે કે આ જીવન એક દિવસ પૂરું થઇ જશે. એટલે જેમ બને તેમ લાંબુ જીવાય એવી ઈચ્છા બધાની હોય છે, આપણો એક મંત્ર છે
“शतंम जिव शरद:”એટલે કે એક સો શરદ જીવવું. એકસો શરદ ઋતુ સુધી જીવવું. આ એક શુભાશિષ છે,પણ એમાં પણ એક મર્યાદા રાખવા માં આવી છે, એકસો થી વધુ વર્ષો સુધી જીવવા નો આશીર્વાદ આપવા માં આવ્યો નથી. કારણ આયુષ્ય નો એક એવો પણ તબક્કો આવે છે કે જેમાં માણસ મોત માંગતો થઇ જાય છે, તે એવી તકલીફો માં મૂકાઈ જાય છે કે તે ઈચ્છવા લાગે કે આના કરતા તો મરવું સારું.
દીર્ઘાયુ એક વરદાન છે તો એક શાપ પણ છે, વિશ વર્ષ ની ઉમરે તમે આખું જગત જીતવા ની પ્રેરણા અનુભવો છો, શરીર અને મન બંને શક્તિ થી છલકાતા હોય છે, સૌંદર્ય ખીલી ઉઠે છે, એક શ્વાસે પાલીતાણા નો ડુંગર ચઢી જાઓ છો, ફૂલ સ્પીડે વાહન હંકારો છો, તંદુરસ્તી અને જોમ થી છલકી ઉઠો છો, કોઈ થી ન ડરવા ના સંકલ્પો થવા લાગે છે, વિજાતીય આકર્ષણ જાગવા લાગે છે, અને આકાશ ના તારા તોડી લાવવા ના સ્વપ્ના આવવા લાગે છે, પણ જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ હકીકતો નો સામનો થવા લાગે છે, તમને સમજાય છે કે બધા સ્વપ્નો પુરા થતા નથી, બધી ઈચ્છઓ સંતોષી શકાતી નથી. જીવવા માટે પગભર થવું પડે છે, પરિશ્રમ કરવો પડે છે, બધું હંમેશા તૈયાર મળતું નથી.ધીમે ધીમે સમજાય છે કે જીવન એક સંઘર્ષ છે, એમાં ઘણું મળે છે તો ઘણું છોડવું પણ પડે છે,
યુવાની નો આ તબક્કો પૂરો થાય એ પછી તમે જીવન ની વાસ્તવિકતા સમજી ચુક્યા હો છો. જોમ જુસ્સો હવે હળવો પડતો જાય છે, કારણ વગર ની મગજમારી હવે ગમતી નથી, પરાક્રમ ની એષણા ધીમી પડતી જાય છે, કઈક કરી બતાવ્યું હોય તો તેના સંતોષ થી તૃપ્ત થઇ જવાય છે, નવું કાઈ કરી બતાવવા ની તમન્ના ઝાંખી પડતી જાય છે, કાઈ ન કરી બતાવ્યું હોય તો તેની લઘુતા માં વધારે નિષ્ક્રિય બની રહો છો. શરીર જવાબ આપવા લાગે છે, નાની મોટી બીમારીઓ ની શરૂઆત થઇ જાય છે, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર ,હાડકા નો ઘસારો ,ઘૂંટણ નો વા, પાચન ની તકલીફો, આંખ ની ઝાંખપ, સ્મૃતિ નબળી થવા લાગે છે, ધીમે ધીમે શરીર વાર્ધક્ય તરફ ઢળવા લાગે છે,વૃધ્ધ્વસ્થા પોતેજ એક મહારોગ છે, તેમાં બીજા રોગો ઉમેરાય છે, હાર્ટ નબળું પડે છે, ચેપીરોગો પરેશાન કરે છે, કીડની બગાડવા લાગે છે, હલનચલન મુશ્કેલ બને છે, જીવવા નો કોઈ સ્વાદ હવે રહેતો નથી, વૃદ્ધ માણસ કોઈ કામ નો રહેતો નથી, તેને દરેક પ્રક્રિયા માં કોઈ નો સહારો લેવો પડે છે, સહારો આપનાર નો અણગમો પણ વેઠી લેવો પડે છે, ઉપેક્ષા ,અનાદર, યુંવાનો ની ધિક્કાર ભરી દ્રષ્ટિ , વિગેરે નો સામનો કરવા નો આવે છે, આ બધું દીર્ઘયુષ નું પરિણામ છે,
સામાન્ય રીતે માણસ ૬૦ વર્ષે નિવૃત થાય છે, નિવૃત્તિ પછીનો સમય પસાર કરવો કઠીન હોય છે, નિવૃત માણસે પોતાનું ધાર્યું કરવા નું હોતું નથી, આજ સુધી એકચક્રે ચલાવેલું શાશન હવે ચાલ્યું જાય છે, હવે બીજા ઓ ની મરજી, પ્રમાણે ચાલવું પડે છે,ગઈકાલ સુધી માન આદર આપતા નાનેરા હવે તમને ગાંઠતા નથી, અપમાન પણ કરે છે, કોઈ પણ નિર્ણયો માં તમારી ઉપેક્ષા જ એક મહા અપમાન હોય છે પણ આ બધું લાંબુ જીવવા ના અ અભિશાપ છે, જો તમે ચાલુ નોકરીએ કે ચાલુ વ્યવસાયે ગુજરી જાઓ તોએક્ર રીતે વરદાન છે, ૬૦- ૬૨ વર્ષે મૃત્યુ આવે તે એક સારી દશા છે, કારણ ઉપર દર્શાવવા માં આવેલી સ્થિતિ માથી તેણે પસાર થવું પડતું નથી, આ ઉમરે મરણ પામે તેનું સન્માન રહે છે, કોઈ તેની પાછળ રડનારું હોય છે, તેની ખોટ અનુભવનારા થોડા લોકો હોય છે, તેને સારી શ્રદ્ધાંજલિ મળે છે, તેની પાછળ તેના મિત્રો હોય છે, પત્ની /પતિ હોય છે, ઠેકાણે ન પડેલા સંતાનો ના રુદન હોય છે, એના ઉપર આધારિત અનેક લોકો હોય છે, ઉપયોગી માણસ ની હંમેશા ખોટ વર્તાય છે અને એજ તેને માટે યોગ્ય અંજલી થઇ પડે છે.
લાંબુ જીવનાર હવે પરિવાર નો સલાહકાર નથી સમજવા માં આવતો, ઉલટું આવો દીર્ઘાયુ વ્યક્તીપરીવાર માટે ભાર રૂપ બની રહે છે, તે કોઈ ને મદદ કરી શકતો નથી, તેની મદદ કોઈલેવા પણ તૈયાર નથી હોતા,એક ઉપેક્ષિત નીજેમ તે તેનુબાકી રહેલું જીવન ક્યારે પૂરું થાય એની પ્રતિક્ષા કરતો રહે છે, આવા દીર્ઘાયુ વ્યક્તિ ના મૃત્યુ ઉપર કોઈ નેશોક થતો નથી, ઉલટું “ઝાડ પડ્યું અને જગ્યા થઇ””એવું બધા અનુભવે છે,એની પાછળ દિલ થી ખરખરો કરનાર બહુ નથી હોતા, મોટા ભાગ ના એવું માનતા હોય છે કે “
“છૂટ્યા બિચારા”…!
દીર્ઘાયુ ત્યારેજ વરદાન ગણાય જયારે તમે સશક્ત હો, કમાતા હો,તંદુરસ્ત હો, મિત્રો નો સાથ હોય, સ્વતંત્ર હો, ધાર્યું કરી શકતા હો, એ સિવાય નું દીર્ઘાયુ એક શાપ રૂપ કહી શકાય,
આ બધું હોય અને તમે સ્વસ્થ તંદુરસ્ત, સ્વતંત્ર પણ હો, પણ તમારી સાથેના સાથીઓ ન રહ્યા હોય તો એ લાંબા જીવન ને તમે એકલા શુ કરો..?તમારા આનદ નાકોઇ સાક્ષી ન હોય, કોઈ સાથી મિત્ર ન હોય કોઈ હમસફર ન રહ્યા હોય તો એ લાંબુ જીવન એક ભીષણ એકાંતવાસ જેવું થઇ પડે,
આપણા માં અમર થવા ની પણ એક એષણા હોય છે, કહેવાય છે કે મહાભારત ના વખતનો દ્રોણ પુત્ર અશ્વ્સ્થામાં ને અમરતા નો શાપ મળ્યો છે, તે હજી જીવી રહ્યો છે, હનુમાન પણ અમર હોવાનું કહેવાય છે, આ બધા અમર લોકોશુ કરતા હશે..?તેમનો સમય વહી ગયો હોય છે, તેમના સાથીઓ ચાલ્યા ગયા હોય છે, હવે કોઈ પરાક્રમ કરવા નો તેમનો સમય નથી રહ્યો, આવા અમરત્વ ને તે લોકો કઈ રીતે જીરવતા હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે, એવુજ આપણા દીર્ઘજીવી લોકો માટે છે, તેઓ તેમના સમય થી, લોકો થી, અને જમાના થિઅલગ થઇ ગયા હોય છે, તેમના જેવા લોકોમાટે મૃત્યુ એક વરદાન ગણાય,
પેલા જાણીતા ગીત ની જેમ “સાથી વિના, સંગી વિના, એકલા જવાના, “…..!
આમ દીર્ઘયુંષ ઈચ્છવા જેવું છે કે નહિ તેનો આધાર તમારી સાથે તમારા જુનામીત્રો, સગાઓ,ભાઈઓ બહેનો, અને તે સમય નો સમાજ પણ તમારા જેવો દીર્ઘયુંષ હોય, તેના ઉપર રહેલો છે,
એકલા પાડી દેનાર, વિખુટા પાડી દેનાર, ભુલાવી દેનાર,ઉપેક્ષા કરનાર અને આસપાસ ના લોકો તમારા મૃત્યુ ની પ્રતિક્ષા માં અધીર થતાહોય, એવા દીર્ઘાયુષ કરતા સમયસર નું મૃત્યુ વધારે આવકારદાયક છે,
આપણા મરવા થી કોઈ ને દુખ થયું હોય તો આપણું દીર્ઘાયુષ્ય સાર્થક છે, એ સિવાય ભૂમિ નો ભાર ઘટે તેજ ઈચ્છવા જોગ છે.
સંગેમરમર
સંગેમરમર એ ફારસી ભષા નો શબ્દ છે, સંગ એટલે કઠોર અને મર્મર એટલે કોમળ ,કઠોર ની કોમળતા અથવા કોમળતા ની કઠોરતા એવો એનો અર્થ કરી શકાય, આરસ ને સામાન્ય રીતે સંગેમાંમ્ર કહેવામાં આવે છે, કારણ તે ખુબજ સુવાળો અને લીસો હોવા છતાં એક પત્થર જેવી કઠોર મજબૂતાઈ તેમાં હોય છે,
એક તાલુકા લેવલ નું નાનકડું શહેર હતું, લોકો મોટા ભાગે ખેતી અને મજૂરી નું કામ કરી ને ગુજરાન ચલાવતા, થોડા પૈસાદાર લોકો પણ હતા, ગામ માં સૌ સંપ થી રહેતા, લોકો ને એક બીજા તરફ ફરિયાદો બહુ ઓછી રહેતી, હિંદુ મુસ્લિમ વચ્ચે પણ કોઈ ખટરાગ જોવા મળતો નહિ.
ગામ માં બેથી ત્રણ ડોકટરો હતા, પણ તેમની પ્રેકટીશ બહુ ચાલતી નહિ એટલે તેમના દવાખાના આજુબાજુ ના ગામો માં ચલાવવા પડતા, ગામ લોકો ને ફક્ત એકજ ડોક્ટર ઉપર અપાર શ્રધ્ધા હતી, કાઈ પણ થાય તો ડોક્ટર કોટડીયા ના દવાખાનેજ લઇ જવા માં આવતા. અને ડો . કોટડીયા તેમને સાજા કરી દેતા.
પણ ડોક્ટર ની જીભ કુહાડા જેવી, આવનાર પેશન્ટ ને પહેલી વાર તો ધિક્કાર થીજ હોય એમ આવકારતા.
“કેમ…?હવે મરવા આવ્યો..?પડી રહેવું હતું ને તારી ખોલકી માં…! આ ડોકટર તારો ગુલામ છે કે તને શોધતો આવશે..કાં .?”
“દર્દી કાંઈ ખુલાશો કરવા જાય તો તતડાવી નાખે
“ખાબછે મને તારી હોશીયારી ની, ચલ અહી સુઈ જા..!”કહી તેને તપાસવા માટે ના ટેબલ ઉપર સુવડાવી દે અને પુરેપુરી તપાસ કરે, એમાં જરા પણ ગફલત નહિ. દર્દી એક દિવસ ની દવા માં સાજો થઇ જાય,
“કાલે પાછો બતાવવા આવું સાહેબ…?’દર્દી પૂછતો.
“કાલે શું મારા છોકરા ના લગન છે ..?મારા હાળા આળસુ…! માંદગી ના બહાને ઘરે પડી રહેવું હશે કાં …?હવે વહેતી નો થા, કાલે બધું સારું થઇ જશે..”ડોક્ટર કહેતા,
“ડૉ .કોટડીયા પાસે આવી ને કોઈ ફરિયાદ કરતો કે
“સાહેબ ..પેટ માં બહુ દુખે છે…”
“તે દુખવાનુજ,,,. મારા બેટો બહારના ભજીયા અને રગડા પેટીસ ખાધા વિના ચાલતું ન હોય તો દુખે પણ ખરું. બહાર ના ચટકા જરા ઓછા માર, સમજ્યો..? નહીતો વહેલા સર મશાણ ભેગો થઇ જઈશ..!”
પછી તેની પુરતી તપાસ તો કરવાનીજ અને દવા ની ગોળીઓ નું પડીકું બાંધી આપવા નું,
“આ દિવસ માં ત્રણ વખત લેજે, નહીતો મુઓ સમજ જે..”દ્ક્તર તેમની જબાન માં જરાયે મીઠાશ લાવ્યા વિના તેને વિદાય કરતા.
“કોઈ વાર કોઈ પેશન્ટ આવી ને કહેતો
“સાહેબ,બસમાં બેસું છું તો ચક્કર બહુ આવે છે.”
તો ડોક્ટર તાડૂકતા
“પણ શું કામ બસ માં ગુડાઓ છો..? ટાંટિયા ભાંગી ગયા છે..?થોડું ચાલશો તો મરી જવાના છો..> માળા આળસુ ના પીર, આળસ કેટલી ભરી છેથોડું ચાલવા નું રાખો તો બઈરા છોકરા ને બે વર્ષ વધારે ટેકો રહેશે…!”અને ચક્કર ન આવે એવી દવા થી એક દિવસ માં દર્દી હસતો થઇ જતો.
“કોઈ દર્દી પૂછતો કે સાહેબ ખાવામાં શું..?
‘”આટલા તાવ માં પણ ખાવાનું છૂટતું નથી.માળાનુગરા….! ભૂંડ ની જેમ ખાઓ છો તે જરા પેટ ને આરામ આપો, પેટ કાઈ પારકું નથી..!”ડોક્ટર નો ગોળીબાર વછૂટતો .
“એટલેજ પૂછું છું કે શું ખાવું..?”દર્દી માં જરા હિંમત હોય તોફરી ચોખવટ પૂછતો.
“આચર કુચર, લારી ના ભાજીપાઉં , અને હોટલ ની ગંદી ચા ,દેશી દારૂ ની કોથળી, બધું ઉડાવો તમે તમારે , આ ડોક્ટર બેઠો છે સારવાર કરવા…!ખબરદાર તો બહાર નું કાઈ પણ ખાધું છે તો. પછી દવા લેવા મારી પાસે ન આવતો. જા”કહી ડોક્ટર તેને તગેડી મુકતા. દર્દી પણ હસતો હસતો રવાના થઇ જતો.
આવા એ ડોક્ટર કોટડીયા નારીયેલ ના કોપરા જેવા હતા, ઉપર થી કઠોર પણ અંદર થી કોમળ ટોપરા જેવા.
કોઈ ગરીબ દર્દી પાસે થી પૈસા પણ લેતા ન હતા, પેલો આપવા કરે તો પણ તેને ખખડાવી નાખે
“મોટો નવલસા હીરજી થઇ ગયો છે,,,તે મને પૈસા બતાવે છે…!જા છાનો માનો અને દવા લેવા માં ધ્યાન રાખ, દવા એક દિવસ પણ નથી લીધી તો યાદ રાખજે મશાણ મા જ મુલાકાત થશે…સમજ્યો..?’
આવા આ ડોક્ટર કોટડીયા પાસે ગામ માં રહેતી એક રંભા ડોશી એક દિવસ દવા લેવા આવી.
રંભા ડોશી પણ બોલવા માં તો ડોક્ટર ને પણ વટાવી ખાય એવા, છેલ્લા કેટલાક દિવસ થી તેમને ધીમી ઉધરસ અને જીણો તાવ આવ્યા કરતો હતો. રંભા ડોશી ગરીબ હતા, પણ કદી કોઈ પાસે હાથ લંબાવતા નહિ. બેથી ત્રણ બંગલા માં ઘરકામ બાંધેલું હતું તેમાંથી ગુજરાન ચલાવતા. તેમનો પતિ દારૂ માં ઉકલી ગયો હતો, એક છોકરો હતો તે વર્ષો પહેલા ઘરે થી ભાગી ગયો હતો. પણ ડોશી હિંમત ભેર જીવી રહી હતી. પણ છેલ્લે કેટલાક દિવસો થી અશક્તિ અને જીણા તાવે એને ઘેરી હતી. બંગલા વાળા એ પણ સાજી થયા પછી કામે આવવા ની તાકીદ કરી હતી, એટલે ડોશી ના છૂટકે દવા કરાવવા આવી હતી.
ડોક્ટર કોટડીયા એ તેને બરાબર તપાસી , તેમનું મુખ ગમ્ભીર થઇ ગયું.
“ડોશી…! કેટલા દિવસ થી આવું થાય છે..?’ડોકટરે પૂછ્યું,
“તે રોયા હું ગણવા બેસી,તી ?નો રેવાણું એટલે તારી પાસે આવી. બોલ મને શું થયું છે..?’”ડોશીએ તેમની ભાષામાં જવાબ આપ્યો.
“જરા ભાન રાખો ડોશી…!આમ ને આમ ઉકલી જશો. “ડોકટરી તેની છાતી અને પીઠ ઉપર ધ્યાન થી સ્ટેથેસ્કોપ મુકતા કહ્યું.
“તે ઉકલી જઈશ તો કોણ રોવાનું છે..?શું થયું છે એ તો કહે..!”ડોશીએ કહ્યું
“જુઓ તમને બહુ સારું નથી, લાંબી દવા કરાવી પડશે, બોલો દવા લેવી છે કે નહિ..?’
“મુઆ, દવા લેવા તો મુઈ છું, પણ થયું છે શું..મગ નું નામ મરી તો પાડ !”
“તમારી સાથે કોઈ છે..?”ડોકટરે પૂછ્યું,
“મારી સાથે મારો ભગવાન…!કોઈ નથી.”
“ધણી દીકરો દીકરી કે વહુ કોઈ તો હશે ને ..?’
“કોઈ નથી, પણ છે શું એતો ફોડ પાડ ..!”
ડોક્ટર કોટડીયા જરા વિચાર માં પડ્યા. પછી તેમને તેમની કડવી ભાષા માજ ડોશી ને સમજાવ્યું કે તેને ટીબી થઇ ગયો છે.”
“ટીબી શું કહેવાય..?”
“ટીબી એટલે ખયરોગ ,તમારી ટીકીટ ફાટી ગઈ છે, હવે જીવવું છે કે મરી જવું છે..?”
“જીવી ને તો કોઈ સ્વાદ લેવાનો નથી, મરતી હોઉં તો મરવા દે..!”ડોશી નિરાશા થી બોલી.
“મરવું હોય તોયે સારી રીતે મરો, બોલો દવા કરશો..?”
“છૂટકો છે કાઈ..?”ડોકટરે કેટલીક લાલ કલર ની મમરી નું મોટું પડીકું બાંધ્યું,
“જો ડોશી, આ મમરી દિવસ માં ત્રણ વખત એકલા દૂધ સાથે લેવાની છે, દૂધ સિવાય બીજું કાઈ ખાવા નું નથી, બોલો આવું કરી શકશો..?”
“ડોશી ના મુખ ઉપર મુન્જ્વણ છવાઈ ગઈ.
“દૂધ…? દૂધ હું ક્યાં થી લાવું..?”
“તો અહી શું મારી પાસે થાપણ મૂકી ગયા છો..?આજ સુધી ભેગું કર્યું હોય તે આમાં વાપરો બીજું શું..?”ડોકટરે તેમની મીઠી જબાન માં કહ્યું.
“મુઆ, ઘરકામ કરી ને પેટીયું રળું છું,બે ટાઈમ ખવા નું માંડ મળે છે ત્યાં દૂધ..?શી વાત કરે છે..?”
“તમારે દુધ સિવાય કાઈ ખાવાપીવાનું નથી એટલે બીજો ખર્ચ નહિ થાય, ચાલો આજ થી શરુ કરી દો અને બીજા ને આવવા દો..”ડોકટરે કહ્યું.
ડોશી ચિંતાતુર વદને ઉભી થઇ, અને પડીકું લઇ ને બહાર ગઈ.
ડોક્ટર ટીબી પેશન્ટો માટે સ્પ્શીયાલીસ્ટ ગણાતા હતા, પણ તેમની પરેજી બહુજ અઘરી હતી, તેમણે ઘણા ને ટીબી માંથી ઉઠાડ્યા હતા, લોકો દૂર દૂર થી આ ગામ માં મકાન ભાડે રાખી ને સારવાર લેવા માટે આવી ને રહેતા હતા,અને સાજા તાજા થઇ ને પાછા જતા . પણ ડોશી..? ગરીબ ડોશી આવી સારવાર કેવી રીતે લઇ શકે..?પોતાના ભાગ્ય ઉપર આંસુ સારતી ડોશી ઘરે આવી, અને માથે હાથ દઈ ને બેસી પડી.ઘરકામો પણ છૂટી ગયા હતા, હવે આવક નું પણ કોઈ સાધન ન હતું, કેવી રીતે સારવાર લઇ શકાશે એ સમજાતું ન હતું.
બીજી સવારે પાંચ વાગ્યા માં તેનું બારણું ખખડ્યું.
“એ કોણ મુવું છે અત્યારમાં..?”ડોશી એ બબડતા ઉઠી ને બારણું ખોલ્યું.
“રમ્ભાડોશી….દૂધ લઇ લો…!”સામે દૂધ નું કેન સાયકલ ઉપર ટેકવી ને ગામનો પરબત પટેલ ઉભો હતો.
“હું વળી ક્યાં તારું દુધ લઉં છું મુઆ તે અત્યાર માં ગુડાણો ?”ડો શીએ તેની કડછી ભાષામાં પરબતીયા ને ઠમથોર્યો.”
“બોલ્યા વિના દૂધ લઇ લ્યો ને ડોશી…? મારે બીજા ઘણા કામ છે..”પરબતે કહ્યું અને એક નાનું કેન ભરી ને ડોશી ના બારણા પાસે મુક્યું. અને ચાલતી પકડી.ડોશી મનમાં તર્ક વિતર્ક કરતા કેન ઘર માં લઇ ગયા
બીજા દિવસે ડોક્ટર કોટડીયા જાતે આવી ને ઉભા રહ્યા,
“કેમ ડોશી…? દવા બરાબર લ્યો છો ને ..?”. કે દૂધ વેચી નાખો છો..?”ડોકટરે તેની કઠોર ભાષા માં પૂછ્યું.
“તે દૂધ તમે મોકલો છો..?”ડોશી એ નવાઈ પામતા પૂછ્યું.
“ત્યારે અહી કોણ તમારું પિયર ફૂટી નીકળવા નું છે…? દવા સાથે દુધ્જ લેવાનું છે, બીજુકશું નહિ,સમજ્યા કે..?”
“પણ સાહેબ, મારી હાલત તો સમજ, હું ક્યાં થી આટલા દૂધ ના પૈસા તને આપીશ..?”
“જોઈ મોટી પૈસા વાળી ….!છાની માની દવા લેવા માં ધ્યાન આપ. પૈસા કાઈ હું છોડવા નો છું..?”કહી ડોક્ટર રવાના થયા.
ડોક્ટર કોટડીયા ની મમરી અકસીર હતી. તેમની દૂધ થેરેપી થી ઘણા ટીબી પેશન્ટો સાજા થઇ ને ગયા હતા. ડોશી પણ શ્રધ્ધા પૂર્વક દવા અને દૂધ લેતી રહી.ડોક્ટર અવારનવાર પોતાની ઘોડાગાડી માં આવી જતા, સારવાર ની તપાસ રાખતા, અને દૂધ ની ખામી ન પડે એનું ધ્યાન રાખતા રહેતા.
ધીમે ધીમે ડોક્ટર ની દવા અને દુધ્થેરેપી રંગ જમાવવા લાગ્યા.ડોશી ના મુખ ઉપર લાલી દેખાવા લાગી, ઉધરસ મટવા લાગી, અને શરીર પણ ભરાવા લાગ્યું.ડોશી ને તાજીમાજી હરતીફરતી જોઈ ને બંગલા વાળા જુના ગ્રાહકો એ તેને પાછી કામે બોલાવવા માંડી, અને ડોશી માનભેર સારા એવા પગારવધારા સાથે કામેલાગી ગઈ.
આ વધારેલાપગાર ના નાણા તેણે બચાવવા માંડ્યા.દૂધ તો ચાલુજ હતું.
એક દિવસ ડોક્ટર ને મળવા તે દવાખાને ગઈ.
“લાંબી લાઈન હતી. ડોક્ટર બધા ને ઠપકો આપતા આપતા તપાસતા હતા, અને મેણા ટોણા મારી ને એક પછી એક રવાના કરતા હતા. છેવટે ડોશી નો વારો આવ્યો
“કેમ ડોશી…?ઘરે બેસતા શુ કેડ ભાંગે છે..? ઘર માં મરી રહેતા શું જટકા વાગે છે..?”ડોકટરે તેની રીતે આવકાર આપતા કહ્યું.
“ડોક્ટર, હવે મને સારું લાગે છે, મને હવે રજા આપે તો ભગવાન નો પાડ.”
“રજા જ છે , જાવ હવે શાંતિ થી મરો, “ડોકટરે તેને તપાસી નેકહ્યું
ડોશી બેસી રહી.
“કેમ હવે શું છે..?મને કામકરવા દેવું છે કે નહિ..?હું નવરો છું…?ચાલો ચાલો જગ્યા કરો.”ડોકટરે કહ્યું.
“ડોક્ટર….પેલા દૂધ ના પૈસા આપવા આવી છું…તે લઇ લેશો..?”કહેતા ડોશી એ પોટલી છોડવા માંડી.
“શાના પૈસા..?”
:દૂધ ના ..!”
“તે દૂધ ના પૈસા તો પરબતીયા ને આપવા ના છે. અહી શું મારું માથું ખાવા ગુડાણા છો..”ડોકટરે કહ્યું. અને એવું મો બગાડી ને વાત કરી કે ડોશી વધુ બોલી ન શકી.તે ઉભી થઇ નેચાલી ગઈ, અને પહોંચી સીધી પરબત પટેલ ના ઘરે.
“પરબત તેના દુધાળા ઢોર ને નીરણ નાખતો હતો. તે ડોશી ને જોઇને સામો આવ્યો.
“પરબત…!કાલ થી દૂધ બંધ છે હો..? અને તારા આજસુધી ના કેટલા થયા..?”
“મેં કાઈ હિસાબ રાખ્યો નથી, ડોકટર સાહેબ ને પૂછી જોજો.”પરબતે કહ્યું
“એટલે મારા પીટયા ઓ મને ઉલ્લુ બનાવો છો..? એક કહે કે પરબત પાસે જાઓ. બીજો કહે કે ડોક્ટર પાસે જાઓ…તે હું શું નવરી છુકે ઘેરઘેર ભટકતી ફરું..?તારા પૈસા જે થતા હોય તે લઈલે એટલેહું છુટ્ટી થાઉં.”
“એમ છુટ્ટા થવાય માડી …?તમે ભૂલી ગયા હો પણ હું થોડો ભૂલવાનો છું..?’પરબત બોલ્યો.
“શાની વાત કરે છે..?”રમ્ભાડોષીએ આંખ જીણી કરતા પૂછ્યું.
“યાદ કરો બે વર્ષ ઉપર ની એ મેઘલી રાત….!”પરબત બોલ્યો,
“તે શું છે પણ..?”
“તે રાત્રે તમે વરસતા વરસાદે ન આવ્યા હોત તો મારી દીકરી ની સુવાવડ માં આવેલી આડશ ને દૂર ન કરી હોત તો આજે મારી દીકરી હસતી રમતી ન હોત, હું અને ડોકટરસાહેબ જ આ વાત જાણીએ છીએ,એટલે તમારો એ ઉપકાર ચુકવવા નો આનાથી સારો મોકો ક્યાં મળવા નો હતો..?માડી ભલું થાજો તમારું કે તમે એક આફત માંથી અમને ઉગાર્યા ,એની સામે બે મહિના ના દૂધ નો શું હિસાબ…?માડી …! તમે પૈસા આપો તો તમને મારી એ દીકરી ના સમ હવે બોલશો નહિ. ભગવાને તમને સાજા કરી ને બદલો આપ્યો છે. આભાર માનવો હોયતો ડોક્ટર નો માનજો.”
રમ્ભાડોશી એ મેઘલી રાત નો ભયંકર વરસાદ , પરબત નું ઓશિયાળું મુખ અને ડોક્ટરની લાચારી યાદ આવી ગઈ. આવો વાઘ જેવો ડોક્ટર પણ તે દિવસે પલળેલા સસલા જેવો થઇ ને ઉભો હતો એ તેને યાદ આવ્યું. ડોશી એ તેની સુયાણી વિદ્યા થી દીકરી ને બચાવી લીધી હતી.
“બધું હરી નેહાથ છે, “ડોશીએ કહ્યું
પથ્થરદિલ જેવા ડોક્ટર ની અંદર સમાયેલી માનવતા એ ડોશી ની ભાંગ્યા ના ભેરુ જેવી કામગીરી ભૂલ્યા ન હતા. કઠોરતા ની કુમાશ આજે અનુભવાતી હતી.
.
એક કઠોર નિર્ણય .
આ એક સાંભળેલી સત્ય કથા છે, કહેનારે આ પ્રસંગ ને પોતાની આંખે જોયેલો બતાવ્યો છે, કહેનાર એક નિષ્ઠાવાન અને વિશ્વસનીય ગૃહિણી હતા, એટલે તેમની વાત માં ન માનવા જેવું કોઈ કારણ ન હતું.
વાત આમ બની હતી.
ઈસ્વીસન ૧૯૭૫ નું વર્ષ ચાલતું હતું, દિલ્હી થી એક પંજાબી યુગલ મહાબળેશ્વર ની સહેલગાહે નીકળ્યું હતું, સાથે તેમની અઢાર વર્ષ ની લાડકી પુત્રી પણ હતી. આવતા વર્ષેજ તેના લગ્ન કરવાના હતા એટલે છેલ્લી વાર તેને ફેરવવા આ પરિવાર નીકળ્યું હતું.
યુગલ , માહે નો પુરુષ પચાષેક વષ નો અને ફોજ મા કર્નલ નો હોદ્દો ભોગવતો હટ્ટોકટ્ટો જવાન હતો, તેની પત્ની પણ પંજાબ ના પાણી ને શોભાવે એવી નમણી અને ખુશખુશાલ દેખાતી મધ્ય વય ની મહિલા હતી. હતી. કર્નલ પોતે જ જીપ ડ્રાઈવ કરી રહ્યો હતો, તેમની પુત્રી મહાબળેશ્વર ની વન્ય સૃષ્ટિ જોઈ ને વિભોર દેખાતી હતી, આડાઅવળા વળાંકો ધરાવતા પહાડી માગો ઉપર જીપ આત્મવિશ્વાસ સાથે સરી રહી હતી.યુવતી કુદરત ની આ લીલા જોઈ ને ખુશ થતી હતી.ક્યાંક જલધારા જોવા માં આવતી તો ક્યાંક પાણી ના ધોધ પણ જોવા મળતા.ક્યાંક ભરપુર તળાવો વાતાવરણ ને અનોખો રંગ આપતા, જાત જાત ના પક્ષિઓ ,વાનરો ની ગમ્મતો, અને પાછળ છૂટી ગયેલા રસ્તાઓ ઉપર ચાલી આવતી મોટરકારો, બસો અને વિવીધ વાહનો ની વણજાર ચાલી આવતી હતી,નીચે જોઈએ તો એવું લાગે કે શું આપણે ખરેખર આ ભયાનક રસ્તાઓ ઉપર થી અહી સુધી પહોન્ચ્યા..!આગળ ચાલ્યા જતા વાહનો પણ ખતરનાક વળાંકો ઉપર આગળ વધી રહેલા દેખાતા હતા, બધું બહુ રોમાંચક લાગતું હતું. રસ્તાની એક તરફ પહાડ અને બીજી તરફ ઉન્ડી ખતરાનાક ખીણો હતી. જે ક્યારેક જમણી બાજુએ તો ક્યારેક ડાબી બાજુએ દેખાતી હતી.
ત્રણેય પ્રવસિઓઆનન્દ પૂર્વક વાતો કરતા અને એક બીજા ને અદભુત દ્રશ્યો બતાવતા કિલ્લો કરતા જઈ રહ્યા હતા,
અચાનક એક વળાંક ઉપર સામે થી એક ટ્રક અચાનક નીકળી આવી. બંને ડ્રાઈવર આમ તો આવા પહાડી માર્ગો ના જાણીતા હતા, એટલે સંભવીત ટક્કર થી બચવા ઝડપ થી બ્રેક મારી ને એક તરફ ખસવા ગયા, પણ કમનસીબે ટ્રક નો એક ખુણો જીપકાર ને અડકી ગયો, તે સાથે જીપ પલટી ખાઈ ને રસ્તા ના એક ભાગ ઉપર પડી ગઈ, કર્નલ ની પત્ની તથા પુત્રી એ ચીસાચીસ કરી મૂકી, પણ અચાનક યુવતીએ ખાઈ સામે જોતા ચક્કર અનુભવ્યા, અને તે સાથેજ તે ઊંડી ખીણ માં ધકેલાઈ ગઈ..
ટ્રક વાળો તો નાસી ગયો, પણ આવતા જતા વાહનો આ અકસ્માત જોઈ ને ઉભા રહ્યા. બધા ની નજર પડી તો કર્નલ ની પુત્રી ભયાનક ખીણ માં ઉગેલા એક વ્રુક્ષ ની ડાળી પકડી ને ઝૂલી રહી હતી, તેને જરા વાગ્યું હતું, અને તે આશાભરી આંખે પિતા સામે આર્જવ પૂર્વક જોઈ રહી હતી.
“મને બચાવો ડેડી…!”તેણે મોટા અવાજે બુમ પાડી પણ તેનો અવાજ આટલે ઊંડે થી તદ્દન ક્ષિણ આવતો હતો,કર્નલ ની પત્ની પણ હાંફળી ફાફળી થઇ ને ખીણ ના ઊંડાણ માં માં જોઈ ને ત્રાસ અનુભવતી હતી. દીકરી ની ચિંતા માં તે અર્ધ બેભાન જેવી થઇ ગઈ હતી અને કોઈ એને બચાવો ની બુમો પડી રહી હતી.
કર્નલ હિંમત હાર્યા વગર દીકરી ને આશ્વાસન આપી રહ્યા હતા, અને ખીણ મા કઈ રીતે ઉતરવું તેનો વિચાર કરી રહ્યા હતા,
‘મને મદદ કરો પ્લીઝ, હું ખીણ માં ઉતરવા માગું છું,”તેમણે એકત્રિત થયેલા લોકો ને વિનવણી કરી.
“કર્નલસાહેબ, અંદર ઉતરવું શક્ય નથી, ચારે પાસ સીધી કરાડો છે, “
“પણ મારી દીકરી હજી ટકી રહી છે, તેને બચાવાવીજ રહી, કોઈ પાસે લાંબુ દોરડું છે..?’કર્નલે પૂછ્યું,
તુરતજ એકઠા થયેલા ટ્રક ડ્રાયવરો દોરડા ભેગા કરવા લાગ્યા, પણ ચાર દોરડા ભેગા બાંધ્ય છતાં દીકરી થી ઘણે દૂર રહ્યા,
દીકરી ની ચીસો ચાલુજ હતી, વ્રુક્ષ નું મૂળિયું પકડી ને તેના હાથ થાકવા લાગ્યા હતા,ઉપર ચઢવા નો કોઈ આધાર ન હતો, તે બચવા માટે વલખા મારી રહી હતી, અને કર્નલ દંપતી થી તેને વલખા જોયા જતા ન હતા, બંને અસહાય બની ને હાથ ઘસતા દીકરી ને જોઈ રહ્યા હતા,
બીજી તરફ સાંજ પાડવા આવી હતી, ક્રેન કે બીજી એવી યાંત્રિક મદદ મેળવવા માટે મુંબઈ, પુના માં ફોન કરવામા આવ્યા, પણ તે કુમક આવતા સુધી દીકરી ટકી શકે તેમ લાગતું ન હતું, તે થાકવા લાગી હતી,
“કર્નલ સાહેબ, દીકરી એવી જગ્યાએ પડી છે કે ત્યાપહોંચાય એવું નથી, હવે શું કરશો..?’
“અંદર ઉતરવા ની કોશિશ તો કરવી જોઈએ,,..”કર્નલે કહ્યું,
તેમને દોરડા નો છેડો એક વ્રુક્ષ સાથે બાંધ્યો અને નીચે ઉતારવા માટે કોશિશ કરવા લાગ્યા, પણ ક્યાંય પગ ઠેરવી શકાય એવા ખાંચા જ ન હતા, કર્નલ નિરાશ થઇ ને પાછા ફર્યા.
“સાહેબ દીલ કઠણ કરો, દીકરી ને કોઈ રીતે બચાવી શકાય તેમ નથી…! કોઈએ સલાહ આપી.
“તો શું હું દીકરી ને આમ અંતરિયાળ છોડી ને ચાલ્યો જાઉં..?’
“બીજો ઉપાય નથી સાહેબ, દીકરી ના નસીબ માં આવું મૃત્યુ લખ્ય હશે, કોઈ ઉપાયે તેને બચાવી શકાય તેમ નથી..”બેચાર ડાહયા માણસો એ સલાહ આપી. કર્નલ ની પત્ની ધ્રુસકે ધ્રુસકે કલ્પાંત કરી રહી હતી. અને બધા ને વારંવાર વીનવતી હતી. પણ બધાજ લાચાર હતા, દીકરી જ્યાં લટકી રહી હતી ત્યાં જવાનો કોઈ માર્ગ ન હતો.
“અંધકાર ઉતરવા લાગ્યો હતો, દીકરી ને આમ જંગલ માં લટકતી છોડી ને જવાની દંપતી ની ઇચ્છા ન હતી.
“ડેડી…!હું નહિ બચું…!મને છોડી નેજાઓ…”દીકરી નો થાકેલો અવાજ આવ્યો.
“શું કરવું છે..?’કર્નલે પત્ની ને પૂછ્યું.
“બીજું શું..? હું એને છોડી નેજવા તૈયાર નથી, એકત્રિત માણસો એ દોરડા ના છેડે તેની સાડી બાંધી, બીજી મહિલાઓ એ પણ પોતાના દુપટ્ટા ઉતારી આપ્યા, પણ દીકરી સુધી પહોંચી ન શકાયું.
“હવે એકજ માર્ગ છે….”કર્નલે કહ્યું,
“શું..શું…?’બધા ઉત્સુક થયા,
કર્નલે પત્ની ને પાસે લીધી,
“જો ડીયર .!હવે એકજ માર્ગ છે, તું કાળજું કઠણ કરજે…!”કર્નલ પત્ની ના હૃદય ધબકાર વધી ગયા…
“હવે કયો માર્ગ તમને દેખાય છે..?તમે શું કરવા માંગોછો…?’
કર્નલ બે પળ વિચારમગ્ન રહ્યો,
પત્ની એ તેને ઝંઝોરી નાખ્યો.
“બોલો ને ! શું તમે તેની પાછળ કુદી પડવા વિચારો છો..?’ તેને આર્જવ્ભેર પૂછ્યું,
“એમ પણ કરવું જોઈએ, પણ છતાં તેને બચાવી તો નજ શકાય..”કર્નલે કહ્યું
“તો શું કરવા માગો છો..?’
“એને આમ છોડી ને ન જઈ શકીએ, તેને ઉપર પણ લાવી શકીએ તેમ નથી…..
“તો..?
“એની પીડા નો જેમ બને તેમ જલ્દી ઉપાય કરવો પડશે…!”
“એટલે..?’આસપાસ બધાએ ઉત્સુકતા બતાવી.
“એને આ ભયંકર સ્થિતિ માંથી છોડાવવા માટે …..
“શું…?શું…?જલ્દી બોલો ને …!
કર્નલે ઉલટી પડેલી જીપ માંથી પોતાની રાયફલ ખેંચી કાઢી
પત્ની ચિતભ્રમ જેવી થઇ ને તેનો હાથ પકડવા લાગી.
“તમે શું કરવા માગો છો…?તેણે ત્રાસ થી પૂછ્યું
“હિંમત ટકાવી રાખજે,, આનો આજ ઉપાય છે, તેને આમ લટકતી છોડી જવું શક્ય નથી તો તેને આ રાયફલ થી ઉડાવી દઈએ, તેપણ છુટકારો પામે બીજો કોઈ માર્ગ નથી.
પત્ની સહીત એકત્રિત લોક વિચાર વિમર્શ કરવા લાગ્યા, બધા ને આ એકજ ઉપાય કારગત લાગતો હતો. દીકરી ને આ ભયાનક સ્થિતિ માંથી એ જ રીતે ઉગારી શકાય છે.
કર્નલે ભારે હૈયે રાયફલ લીધી, અને તરફડીયા મારતી પ્રિય પુત્રી તરફ નિશાન નોંધ્યું.
પત્ની મોટેથી પોક મૂકી ને રડીપડી, આસપાસ એકત્રિત પ્રવાસીઓ પણ દિગ્મૂઢ બની ગયા, તેમની સ્ત્રીઓ પણ આશું વહાવવા લાગી.
‘આ કઠોર નિર્ણય છે પણ દીકરી ને ભયમુક્ત કરવા નો બીજો કોઈ રસ્તો નથી, માટે…અલવિદા બેટી…!”ફરી થી મારે આંગણે જન્મ ધરજે…! આપણા ઋણાનુબંધ પુરા થયા…!કર્નલે મોટેથી દીકરી ને પોકાર પાડી ને કહ્યું
અસહાય, લટકી રહેલી દીકરી એ છેલ્લી વખત માતા પિતા તરફ જોયું,
એક ધડાકો થયો, અને તે સાથેજ્વીલીન થતી ચીસ ઊંડે ને ઊંડે ઉતરતી ગઈ, દૂર એક ધબાકો થયો.
કર્નલ અને તેની પત્ની ભયાનક કલ્પાંત કરતા જમીન ઉપર આળોટી પડ્યા, અને માથા ભૂમિ સાથે અફળાવતા મોટા સ્વરે પોક મૂકી રહ્યા,
હવે કોઈ નું આશ્વાસન તેમને ખપતું નહોતું.
તેમણે દીકરી ને ત્રાસ માંથી છોડાવી હતી પણ તે તેનું જીવન સમાપ્ત કરી ને …!
વિખરાતા લોકો ના મન માં એકજ પ્રાર્થના હતી “પ્રભુ તેના આત્મા ને શાંતિ આપે..”
વરસાદી મોસમ
છેલ્લા બે કે ત્રણ વર્ષથી ગુજરાત ના ચોમાસા સારા જાય છે, એ ખુશી ની વાત છે, કારણ ચોમાસા ઉપર જ આપણા મોટા ભાગ ના અર્થ તંત્ર ની સફળતા નો આધાર હોય છે, ખેતી વાડી, ખેતી ઉપર આધારિત ઉદ્યોગો, ખેતી ઉપર નભતા વેપાર અને બીજી પણ અનેક જરૂરિયાત નો આધાર વરસાદ ઉપર જ રહેલો હોય છે, આપણી મુખ્ય જરૂરિયાત પાણી ની છે, બે વર્ષ ઉપર નર્મદા ના ડેમ સહીત ઘણા ડેમો નું જળ સ્તર નીચું ગયું હતું, નર્મદા નું પાણી બીજા જલાશયો ભરવા માટે વેડફાઈ ગયું હતું, ત્યારે ચિંતા સેવાઈ રહી હતી કે જો ચોમાસું સારું નહિ નીવડે તો આખું વર્ષ પાણી ની સમસ્યા નો ઉકેલ કઈરીતે થશે, પણ સદભાગ્યે ચોમાસું સારું નીવડ્યું અને ડેમો છલકાઈ ગયા, ખેતી માટે અને પીવા માટે પણ ભરપુર પાણી ઉપલબ્ધ થઇ ગયું જે સિલસિલો આ વખત ના ચોમાસા માં પણ ચાલુ રહ્યો છે,
ભારત માં નાનામોટા અનેક ડેમો, ખેત તલાવડીઓ, સરોવરો, વેગેરે હોવા છતાં આપણો મુખ્ય આધાર હજી પણ વરસાદ ઉપરજ રહ્યો છે, વરસાદ ઉપર નિર્ભર ન રહેવા ના હેતુ સર જ ડેમો બનવા પાછળ અબજો રૂપિયા ખરચાયા, તેમ છતાં એક વર્ષ વરસાદ ઓછો આવે કે તુરતજ પાણી ની બુમો શરુ થઇ જાય છે, એનું કારણ એ પણ ખરું કે ડેમો માં પાણી સંઘરાય તો છે, પણ તેની વિતરણ વ્યવસ્થા હજી પૂર્ણ કરવા માં નથી આવી. નહેરો ની જાળ હજી પૂરી બિછાવી શકાઈ નથી. મોટી ,બારમાસી નદીઓ નું જોડાણ પણ થઇ શકયુ નથી.ગંગા, યમુના, સતલજ,કાવેરી, જેલમ બ્રહ્મપુત્રા જેવી મહાનદીઓ ના પાણી નું જોડાણ કરવા માં આવે તો આ નદીઓ નું દરિયા માં વહી જતા લાખોક્યુસેક પાણી દેશભર માં ફેલાવી શકાયું હોત તો ભારત નો કોઈ પ્રદેશ સુકો ન રહેવા પામત, પણ આવા આયોજન નો અભાવ, ખાયકી ની આપણી પરંપરા, અછતગ્રસ્ત પરિસ્થિતિ માં વધારે થતી કટકી અને ભ્રષ્ટાચાર ના કારણે ઘણા અગત્ય ના કામો ખોરંભે પડતા હોય છે, પરિણામે હજી પણ આપણા અર્થતંત્રે વરસાદ ઉપર જ આધાર રાખવો પડે છે,
વરસાદ એક આશીર્વાદ રૂપ છે, તેનાથી કૃષિ નો વિકાસ થાય છે, ઉદ્યોગો માટે અને વેપાર માટે પણ વરસાદ જરૂરીછે, પણ તે સાથે વરસાદ કેટલીક સમશ્યા નું પણ સર્જન કરે છે , પૂર ના પાણી બધેજ ફરી વળે છે, અસંખ્ય સંપત્તિઓ નો વિનાશ થાય છે,
ઉભી ખેતી ને પણ નૂકશાન થાય છે, ખેતરો ધોવાઇ જાય છે, શહેરો માં પણ આડેધડ થયેલા બાંધકામ ના કારણે પાણી ભરાવાથી, ઘરો માં પાણી ઘુસ્વાથી,જર્જરિત મકાનો પડવા થી, તણાઈ જવા થી,રસ્તાઓ, પુલો તૂટી જવાથી એમ ઘણી રીતે નૂકશાન થતું હોય છે, આ બધી તકલીફો નું મૂળ કારણ આડેધડ થયેલા બાંધકામો ને ગણી શકાય, પાણી ને પસાર થવાનો જે કુદરતી માર્ગ હોય એના ઉપર બહુમાળી મકાનો થઇ જવા થી અવરોધાયેલું પાણી જ્યાં જગ્યા મળે ત્યાં ઘુસી જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આપણા ટાઉન પ્લાનિંગ માં પાણી ના કુદરતી વહેંણ , સ્ત્રાવ વિસ્તાર, ઢાળ ને લક્ષ્ય માં લીધા વિનાજ બિલ્ડીંગો, સોસાયટીઓ અને ફ્લાય ઓવરો બનાવી નાખવામા આવે છે, પાણી તો પોતાનો રસ્તો કરીજ લે છે પણ તેના રસ્તા માં આપણે આવી જઈએ તો આપણી દુર્દશા પણ થઇ જાય, એમાં વરસાદ નો વાંક નથી, આપણેજ પાણી ના કુદરતી વહેણ વચ્ચેજ મકાનો બાંધી દઈએ તો પાણી તો પોતાનું કામ કરેજ, કુદરતે આપણ ને એક વરદાન સ્વરૂપે વરસાદ ની ભેટ ધરી છે,પણ આપણે જો તેનો ઉપયોગ કરતા ન શીખીએ તો એ વરદાન શાપ બની સકે છે,આનું એક ઉદાહરણ ખુબ જાણીતું છે, વર્ષો પહેલા સાબરમતી નદીના વહેંણ ના માર્ગ માં જ ગીરનાર સોસાયટી ઉભી કરવા માં આવી હતી જે ખુબ ગમ્ખવાર રીતે તણાઈ ગઈ હતી. શહેરો ના વિકાસ દરમ્યાન પાણી નેજવાનો માર્ગ નું ધ્યાન રાખવા માં ન આવે તો પાણી ખુવારી પણ મચાવી શકે છે,
આપણી સ્ટોર્મ વોટર લાઈનો પણ ખોટી રીતે અને ભ્રષ્ટાચાર મુજબ બનાવાઈ છે,ગટર લાઈનો ના નકશા પણ મળતા નથી, ગટરો ભરાઈ જાય છે, પાણી રસ્તા વચ્ચે ભરાઈ રહે છે અને એ પાણી ભરેલા રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર ચાલવાથી ડામર રોડ તૂટી જાય છે, લોકો હેરાન થાય છે, , વાહન ચાલકો અકસ્માત માં મરે છે,
કાદવ કીચડ થાય છે, પાણી નાખાબોચીયા ભરાય છે, તેમાંથી રોગ ના જંતુઓ ઉત્પન્ન થાય છે, અ બધું ઠીક કરવા માટે મોટું બજેટ ફાળવવા માં આવે છે પણ એ બજેટ ના મોટાભાગ ના નાણા અન્ય રીતે ખવાઈ જાય છે, અને ફરિયાદો ચાલુજ રહે છે,વરસો વરસ કરોડો રૂપિયા રદ રીપેરીંગ પાછળ ખરચવા કરતા સિમેન્ટ કોન્ક્રીટ ના રોડ બનાવવા નો વિચાર કોઈ નેકેમ નહિ આવતો હોય…!અલબત્ત વિચાર તો આવતો હોય પણ જો આવું પાકું બાંધકામ કરે તો પ્રતિવર્ષ રીપેરીંગ ના નાણા કેવી રીતે મળે…અને આપણો હિસ્સોકેવીરીતે કાઢી શકાય….!
વરસાદ દરમ્યાન દરેક ટીવી ચેનલો ઉપર કે વર્તમાન પત્રો માં એક વાત વારંવાર કહેવા માં આવે છે કે અહી આટલી પરેશાની હોવા છતાં સરકારનું કોઈ તંત્ર મદદ માટે આવ્યું નથી દિવસો સુધી લોકો પીવાના પાણી માટે, ચીજવસ્તુઓ માટે પરેશાન થતા હોવા છતાં કોઈ સરકારી તંત્ર મદદ આવ્યું નથીવીગેરે, , પણ સરકારી તંત્ર પણ મદદે શી રીતે આવે../ બધેજ પાણી ભરાયેલા હોય તો મદદ પણ કેવીરીતે પહોંચાડી શકાય..?અને આવી સ્થિતિ માટે સરકારે અથવા કોર્પોરેશને મંજૂરી આપી હોય એવા બંધ્કામોજ વચ્ચે આવતા હોય ત્યારે શું થઇ શકે..?આપણે પણ નવા નવા સ્કયસ્કેપરો માં રહેવા જઈ ને ખુશ થતા હોઈએ છીએ,પણ એ મોટા બિલ્ડીંગો પાણી ના કુદરતી માર્ગ વચ્ચે બન્યા છે એ વિચારતા નથી.
બિલ્ડરો ને સામાન્ય જનતા ની પડી નથી, તેમને તો જ્યાં જગ્યા મળી ત્યાં બિલ્ડીંગ ઉભૂ કરી ને નાણા કમાઈ લેવા છે, આવા બિલ્ડીંગો ને મંજૂર કરનારા પણ લોકો ની સુખાકારી સામે જોતા નથી, પોતાના ખીસા માં શું આવે છે તેજ જોવા માં તેમનું ધ્યાન હોય છે. સરકાર ને પણ વધુ માં વધુ લોકો ને આવાસ મળે એમાં જ રાજકીય રસ રહેલો હોય છે, આપણે પણ દશમાં માળે રહેવા જઈ ને ખુશ થતા હોઈએ છીએ, અને હવે તો સીતેર માળ સુધી ટાવર બનાવવા ની છૂટ મળી છે, પણ પણ પછી ચોમાસા માં પાણી ભરાઈ રહે ત્યારે એક બીજા ઉપર દોષારોપણ કરીને સંતોષ માનીએ છીએ ,પાણી ભરેલા તૂટેલા માર્ગો, ઠેર ઠેર પડતા ભુવા, રોગચાળો ,અસ્થિભંગ, ઉભરતી ગટરો ,ખોટવાયેલા વાહનો, રસ્તા ઉપર અડ્ડો જમાવી ને પડેલી ગાય માતાઓ, અને જામ થયેલા ટ્રાફિક માટે હૈયાવરાળ કાઢતા હોઈએ છીએ, પણ પછી આજ સત્ય છે એમ સ્વીકારી ને રાબેતા મુજબ જીવવા લાગીએ છીએતંત્ર પણ હવે આવી ફરિયાદો થી ગભરાતું નથી કારણ એ જાણી ચુક્યું હોય છે કે આ બધું મોસમી વાવાન્ટોળ જેવું છે, થોડા સમય માજ બધું સરળ પણે ચાલવા લાગશે, ,ચોમાસું ગયું એ પછી થોડા થીગડા મારી ને નાક ઊંચું રાખવા નો પ્રયત્ન થાય છે, રીપેરીંગ ના આથીગડા પણ ભ્રષ્ટાચાર થી મુક્ત તો ન જ હોય..!બધાજ સમજતા હોય છેકે આ બધું તો રાબેતા મુજબજ છે, ફરી પાછું જેમ ચાલતું હતું તેમ ચાલવા માંડે છે, રોડ રીપેરીંગ ના કોન્ત્રક્ત આપાય છે,પણ કોઈ એવી તાકીદ નથી કરતુ કે હવે જે રોડ બનાવો એ પાંચ વર્ષ સુધી ટકે એવો બનાવજો, કારણ પછી આપણા ખીસા માં શું આવે..?એટલે ફરિયાદો આવવા ની, તે સાંભળવાની અને નવા બજેટ બનાવ્યે જવાના,
આ બધું હવા છતાં ચોમાસા વિના અને વરસાદ વિના ચાલવાનું નથી, શહેરો માં, કે ગામડાઓ માં પાણી ભરાવા નું આજકાલ નું નથી, અગાઉં પણ અમુક વિસ્તારો પાણી માં ગરકાવ થતા હતા, એટલે કુદરતી આપત્તિ સામે કોઈ તંત્ર નું કોઈ સરકાર નું ,કોઈ રાજકીય પક્ષ નું કે સામાન્ય નાગરીકો નું કશું ચાલતું નથી, બધું રીપેરીં થાયત્યા સુધી માં બીજું ચોમાસું આવી જાય તો તેને વધાવવું તોપડે જ ને ..?
કુદરત નો આ આશીર્વાદ ના અમૂક ભયસ્થાનો, ત્રુટીઓ, નૂકશાનો ,અનિવાર્ય છે એમ માની નેજ ચાલવું પડે, કારણ વરસતો વરસાદ નીચે શું છે એજોવા કે પરખવા રહેતો નત્થી,એ એનું કામ કરે છે, અને તેના પ્રતાપેજ આપણે બધા જરા સુખ શાંતિ ના દીવસોજોવા પામીએ છીએ. અને વરસાદ સામે નારાજગી દર્શાવ્યા છતાં બીજા વર્ષે સારા વરસાદ ની અપેક્ષાએ આકાશ સામે નજર માંડી ને ઢળતા ઉનાળા નો તીખો તાપ સહન કરતા રહીએ છીએ,
આ એક અવિરત ફરતું ચક્ર છે, ગરમી, વરસાદ ની પ્રતિક્ષા વરસાદી નૂકશાન, વરસાદ ના કારણે થતી સુવિધા, અને જુદા જુદા ડેમો છલકાયા ના ખુશી દર્શાવતા સમાચારો, ફરિયાદો, અને વર્ષ સારું ગયું હોવાનો સંતોષ, બધુજ પૂર્વવત ચાલવા માંડે છે, પીવાના પાણી ની ચિંતા થી મુક્તિ, અનાજ શાકભાજીની સારી ઉપજ ના વર્તમાંનો,થી એકંદર આનંદ નું વાતાવરણ જામેલું રહે છે,નવરાત્રી, દિવાળી, અને ક્રીસ્ત્માસ ના તહેવારો માં બધી ફરીયાદો ભુલીજવાય છે, અને આવી રહેલી શિશિર ઋતુ ના મીઠા પગરણ માં બધું પાછું ભુલાઈ જાય છે,
ઈશ્વરે ભૂલવા ની શક્તિ આપી ને બધીજ ફરિયાદો ને નવી અપેક્ષ માં ફેરવી નાખી છે. આમજ ચાલતું રહેવાનું છે એ બધા જાણી ચુક્યા હોય છે.
ટૂંક માં આવરે વરસાદ …!