RSS

Category Archives: ચર્ચા

બાળકોના અભ્યાસ માટે માર્ગદર્શન તથા પ્રોત્સાહન

બાળકોના અભ્યાસ માટે માર્ગદર્શન તથા પ્રોત્સાહન
તારીખ-૧-૬-૨૦૧૬ ને બુધવારે અમારા ગ્રુપનાં સભ્યોનાં બાળકો તથા અન્ય બાળકોને સારા અભ્યાસ માટે અને જીવન માટે માર્ગદર્શક તથા પ્રોત્સાહક બને તેવા વક્તવ્ય/ચર્ચાસભાનું આયોજન કરાયું. ગ્રુપનાં જ સભ્ય એવા રાજેશ્વરીબહેન શુક્લએ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુણ પાડતું વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ ચર્હાસભા પણ યોજાઇ.લગભગ ૪૦ લોકોએ તેમાં ભાગ લીધો.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં ચર્ચા, વ્યાખ્યાન

 

ચોથા વર્ષનો પ્રારંભ

ચોથા વર્ષનો પ્રારંભ

lect-10-2
તારીખ ૨૩-૧-૨૦૧૫ ને શુક્રવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. ત્રીજા વર્ષની ઉજવણીના કાર્યક્રમની સફળતા માટે બધી બહેનોને ધન્યવાદ આપવામાં આવ્યા. વ્યક્તિગત કારણોસર એક સભ્યે ગ્રુપમાંથી રાજીનામું આવ્યું તેમને માન આદર સાથે વિદાય આપી અને નવા ત્રણ સભ્યો ગ્રુપમાં જોડાયા તેમનો સત્કાર કરવામાં આવ્યો અને ગ્રુપનાં નિયમો તેમને જણાવ્યા.વળી નવા વર્ષમાં કઇ કઇ પ્રવૃત્તિઓ કરી શકાય તેની ચર્ચા પણ કરી.

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 28, 2015 માં ચર્ચા, માહિતી

 

ફુરસદના સમયનો સદુપયોગ


આ દિવસે  તારીખ ૩-૨-૨૦૧૨ ના રોજ બહેનોએ “ફુરસદનાં સમયનો સદુપયોગ કરવા શું હું શું કરું છું????” અને “શું કરી શકાય???” તે વિષય પર ચર્ચા કરી. જે નીચે મુજબ છે.

ફુરસદના સમયના સદુપયોગ માટે સબ્યોએ સૂચવેલા માર્ગો
૧-ટી.વી જોવું
૨-આરામ કરવો
૩-ઘરનું બાકીનું કામ કરવું
૪-ખરીદી કરવા જવું
૫-મિત્રોને અને સગાં-વહાલાંને મળવા જવું
૬-સંગીત સાંભળવું, સંગીત શીખવું
૭-ગીતો ગાવા
૮-બાળકો જોડે રમવું
૯-બાળકોને ભણાવવું
૧૦-ઘરનાં વડીલોનાં કામ કરવા
૧૧-પુસ્તક, મેગેઝીન્સ,સમાચારપત્રો વાંચવા
૧૨-ચર્ચા કરવી
૧૩-ગપ્પા મારવા
૧૪-ભરત-ગૂંથણ કરવું
૧૫-સીલાઇકામ કરવું
૧૬-ચિત્રકામ કરવું
૧૭-કબાટૉ અને ઘરવ્ખરીની ગોઠવણી કરવી
૧૮-ઘરમાં સફાઇ કરવી
૧૯-બગીચામાં કામ કરવું
૨૦-છોડ અને વ્રૂક્ષોને પાણી પીવડાવવું
૨૧-ઘરમાં સુશોભન કરવું
૨૨-કાંઇક નવું શીખવું
૨૩-ધ્યાન કરવું
૨૪-યોગ કરવો
૨૫-આગળ અભ્યાસ માટે તૈયારી કરવી
૨૬-ફરવા જવું
૨૭-નિયમિત ચાલવા જવું
૨૮-કુદરતનું અવલોકન કરવું
૨૯-હસ્તકલા કારીગરી કરવી
૩૦-સૌંદર્યલક્ષી માવજત કરવી(બ્યુટીપાર્લરમાં જવું)
૩૧-ગરબા-ડાન્સ કરવા-શીખવા
૩૨-નાટક,માઇમ,એકપાત્રીય અભિનય વિગેરે સાંસ્કૃતિક પ્રવ્રૂત્તિ કરવી-કરાવવી
૩૩-કીટ્ટી પાર્ટીમાં જવું
૩૪-કોઇ સર્જનાત્મક ગ્રુપમાં જોડાવું
૩૫-લેખનકાર્ય કરવું
૩૬-જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી
૩૭-અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને ભણાવવા
૩૮-સામાજિક સેવાનું કામ કરવું જેમકે-અનાથ આશ્રમ, ઘરડાઘર,હોસ્પિટલ,અંધશાળા,વિકલાંગ શાળા વિગેરે
૩૯-કાંઇક સારું વાંચ્યું હોય તો તેની નોટબુકમાં નોંધ કરવી
૪૦-ભજનો કરવા, ભજન મંડળીમાં જોડાવું
૪૧-ધાર્મિક પુસ્તકો-રામાયણ, શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વિગેરે વાંચવા
૪૨-બાળકોને વાર્તાઓ કહેવી,ગીતો ગવડાવવા
૪૩-પૂજા,અર્ચના,પાઠ કરવા
૪૪-મંદિરે દર્શન કરવા જવું
૪૫-મંદિરમાં સેવા આપવી
૪૬-સત્સંગમાં જવું.
૪૭-કથામાં જવું
૪૮-હોસ્પિટલમાં ટીફીનસેવા આપવી
૪૯-નિરક્ષર લોકોને લખતાં વાંચતાં શીખવવુ
૫૦-એકાગ્રતા કેળવવા તથા મૌન રહેતા શીખવું અને શીખવવું.
૫૧-રેઇકી. પ્રાણીક હીલીંગ, ક્રીસ્ટલ હીલીંગ,મેગ્નેટ થેરપી શીખવા અને તેનો પોતાના અને અન્યના માટે ઉપયોગ કરવો
૫૨-શારીરિક નિરામયતા માટે જીમમાં જવું
૫૩-ગરીબોનેઅને સાધુસંતોને જમાડવા

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 7, 2012 માં ચર્ચા

 

ટૅગ્સ:

 
Create your own website, free on WordPress.com.Create your own website.
Start free