RSS

Monthly Archives: માર્ચ 2013

વ્યાખ્યાનમાળા-મણકો-૭

સખીમંડળની માહિતી—MISSION MANGALAM

અમારા ગ્રુપની કેટલીક બહેનો સખીમંડળ વિષે જાણવા માંગતી હતી.આ માટે અમને આકસ્મિક રીતે જ તક સાંપડી. દાહોદ નગરની નગરપાલિકામાં કાર્યરત અને નગરના  તમામ સખીમંડળનાં અધ્યક્ષા એવા પૂજાબહેન રણા અમને વક્તા તરીકે પ્રાપ્ત થયા અને તારીખ-૧૪-૩-૨૦૧૩ ને ગુરુવારનાં રોજ આ વ્યાખ્યાનમાળનું આયોજન થયું. તેમણે સખીમંડળ એટલે શું??તે કોના માટે અને શા માટૅ છે???તેની સ્થાપના કઇ રીતે કરી શકાય?? તેનાથી શું લાભ થાય??વિગેરે વિગેરે પર તેમણે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી.તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે ગ્રામ્યવિસ્તારો માટે અને BPL માટે સખીમંડળ યોજના કાર્યાન્વિત કરી અને અર્બન વિસ્તારો માટે મીશન મંગલમ યોજના(MISSION MANGALAM)–જેના અન્વયે મહિલાઓ પોતાના ફુરસદના સમયમાં કોઇ પ્રવૄત્તિ કરે અને પગભર થાય, પોતાની આગવી બચત કરે તથા રોજિંદા જીવનમાં જરૂરિયાતનાં નાણા નાની-મોટી લોન સ્વરૂપે ઓછા વ્યાજદરે પોતાના મંડળમાંથી જ મેળવી શકે.lect-7-3 Read the rest of this entry »

 
Leave a comment

Posted by on માર્ચ 14, 2013 માં વ્યાખ્યાન

 

કાર ડ્રાઇવીંગ કોર્સ

ગ્રુપની ઘણી બહેનોને કાર ડ્રાઇવીંગ શીખવું હતું અને દાહોદ નગરની I.T.I  દ્વારા કાર ડ્રાઇવીંગનાં વર્ગો શરૂ થયા જેમાં મહિલાઓ અને SC/ST માટે રૂપિયા ૨૫૦ તથા બાકીના માટે રૂપિયા ૫૦૦ ફી રાખવામાં આવેલી છે.

આ કોર્સમાં જોડાવા માટે દરેક પાસે લર્નીંગ લાઇસન્સ અથવા ટુ વ્હીલરનું પાકું લાઇસન્સ હોવું જરૂરી છે.

બહેનો આર ટી ઓ ની કચેરીમાં જઇ, ઓન લાઇન ટેસ્ટ આપી આવી અને લર્નીંગ લાઇસન્સ મેળવ્યુ..

Photo0291 Read the rest of this entry »

 
1 ટીકા

Posted by on માર્ચ 13, 2013 માં શિક્ષણ

 

વ્યાખ્યાનમાળા-મણકો-૬

સ્ત્રીઓ પર થતા અપકૃત્યો કે જાતીય સતામણી માટે જવાબદાર કોણ??

વર્ષ ૨૦૧૨ દરમ્યાન વ્યાખ્યાનમાળાના પાંચ મણકા બધાએ માણ્યા હતા. વર્ષ ૨૦૧૩ ની શરૂઆત થતાં જ વ્યાખ્યાનમાળના  છઠ્ઠા મણકાનું આયોજન થયું. તારીખ-૧૧/૩/૨૦૧૩ ને સોમવારે આ વ્યાખ્યાન સંપન્ન થયું. સાંપ્રત સમાજનો બહુચર્ચિત વિષય પસંદ કરાયો—“સ્ત્રીઓ પર થતા અપકૃત્યો કે જાતીય સતામણી માટે જવાબદાર કોણ???”…સમાજ, રાજકારણ, સંજોગો, પ્રચાર અને પ્રસાર માધ્યમો(મીડીયા),પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કે સ્ત્રી પોતે- જાતે જ?????

અમને વક્તા તરીકે દાહોદ નગરમાં વસતા, દાહોદ નગરપાલિકાના કાઉન્સીલર તથા દાહોદ હજ કમિટીનાં પ્રમુખ અને નગરપાલિકાનાં આરોગ્ય તેમ જ લાયબ્રેરી ખાતાના અધ્યક્ષ તેવા શ્રીમતી સલમાબહેન આંબાવાલા પ્રાપ્ત થયા.તેમણે ઊંડો અભ્યાસ કરી ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય રજૂ કર્યું. સંગાથ ગ્રુપની બહેનો તથા ગ્રુપ સિવાયની અન્ય બહેનો આ વ્યાખ્યાનનો લાભ લીધો.

સંગાથ ગ્રુપનો અને તેની પ્રવૃત્તિઓનો પરિચય સોનલબહેન રાજપૂતે આપ્યો તથા આભારવિધિ નિમીષાબહેન લાલપુરીયાએ કરી. આ પ્રસંગે સલમાબહેનને સ્મૃતિભેટ તરીકે બહેનોએ જાતે જ બનાવેલી સર્જનાત્મક રચનાઓ આપવામાં આવી.

Picture 001 Read the rest of this entry »

 
Leave a comment

Posted by on માર્ચ 11, 2013 માં વ્યાખ્યાન

 

વેસણની વાનગીઓ

તારીખ-૪-૩-૨૦૧૩ ને સોમવારે બધી બહેનો ભેગી થઇ અને અગાઉહી નક્કી કર્યા મુજબ ચણાના લોટની (વેસણની) કોઇ એક વનગી- ફરસાણ કે મીઠાઇ બનાવીને લાવી.અને તે બનાવવાની રીતનું વર્ણન કર્યું.

Picture 002Picture 006 Read the rest of this entry »

 
1 ટીકા

Posted by on માર્ચ 6, 2013 માં વાનગીઓ

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો