Lady Greace
રંગ છે…
————————————————————————————

મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે
મારે તને ચાહવી હતી ,ઍટલે ભગવાને તને ઘડી છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
શબ્દોની આળપંપાળ કરીને થાક્યો છું હવે
તું નથી તો વિસામે આવી ભટક્યો છું હવે
કયાં સુધી રાહ જોઇને ચાતક નયને તારી
એક તરસ કાજે માનવી થઇ હાંફ્યો છું હવે
હલ હોઇ શકે છે સમસ્યાંનો તૈયારી હોય જો
પાકતું ફળ જોઇ ઝાડ કહે છે થાકયો છું હવે
તારી જ ગલીમાં જઇને રોજ પાછું ફરી જવું
તારા ઘર પાસે મને લાગે તરસ્યો છું હવે
એવા જ બંધન હોવાં જોઇએ આપણી વચ્ચે
ઋણાનુંબંધની જ પ્રથા માટે અટકયો છું હવે
આવી જવું હોઇ તો ખુલ્લેઆમ આવી શકે છે
તારી લાગણી કાજે જ ખુદથી ભટકયો છું હવે
ને’નરેન’કેમ સમજી ન શકયાં સ્ત્રીના મનને
કહો છો કે હું એને પુરેપુરી સમજયો છું હવે!
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
સરનામાં ભુલથી જો યાદ રહી જાય તો કરવાનું શું ?
ગમતા લોકો અમસ્તા યાદ રહી જાય તો સરવાનું શું?
એક જ કારણ હોય છે,યાદોમાં રહેવાનુ,બધા જાણે છે?
જીવી જવું હોય એ જ કારણે બધા કહે છે મરવાનું શું?
હતા અનેક આશ્વાસનો અમારી પાસે છતાં શું કરી તો?
ગમી ગયા પછી ન વિચારીએ કે એમા ન ગમવાનું શું?
ચાહતું રહેવું છે એ એક જ વ્યકિતને આંખો બંધ કરીને!
એ ચાહે કે ના ચાહે,ચાહત જતાવવામાં તો ડરવાનું શું?
કોઇ કારણ ના હોય કારણ વિનાં ઘણું કહેવાય જાય છે!
લખતાં લખાઇ ગયું,એ યાદ કરીને વારંમવાર રડવાનું શું
નુકશાની જો હોય ગંજાવર તો તુટીને ભરપાઇ કરી દઇએ
માણસની કમી ભોગવી લેવી કોઇને કહેવાથી સરવાનું શું?
આવી જાય છે આવનારા ને ચાલતા રહે છે મુસાફરો તો
એક વિસામે સાંજ નમે,ને વિસામો ગમે તો ચાલવાનું શું?
ગમતાનો ગુલાલ કરીએ છીએ,ને ના ગમતાનું શુ કરીએ?
ન ગમતાને કહ્યાં વિના ગમતા રહેવું એમાં શરમાવવાનું શું?
જે હતું હ્રદયમાં લોહી જેમ રેલાઇ ગયું બધું પ્રાસમા,નરેન!
એ જ નામે કવન લખ્યું તો,હવે બિજાના નામે લખવાનું શું
(નરેશ કે.ડૉડીયા——————————————————-
એક એવો સમય હતો જ્યારે હું તારા પ્રેમમાં હતો
લોકો એમ કહેતાં કે હું મોટા ગજાનાં કૈં વ્હેમમાં હતો
ઘણાં દુઃખોનાં દરિયાં ઉલેચીને થાક ન લાગ્યો કદી
તારા ચહેરાને જોઇને લાગે સદા હું કુશળક્ષેમમાં હતો
એક જ દાવો હું સતત કરતો રહ્યોં તારી સામે સદા
અંતે તો હું હતો એવો જ ફરી જેમ ને તેમમાં હતો
ચિરપરિચિત ચહેરાઓની ભીડમાં એકાંતમાં ડુબતો હું
જાગતાં જાગતાં ઘણી વખત લાગે તારા ઘેનમાં હતો
જો ખબર પડે કે માનવી પ્રેમમાં શું મેળવી ગયો છે
સતત એહસાસ રહે છે ઉપકાર કોઇના રહેમનો હતો
ઝંખનાં કયાં પ્રેમીને નહી થતી હોય મિલન કાજે તો
નિરાકાર ઇશ્વર છે,જે પહેલા કોઇનાં તો જહેનમાં હતો
નવા વિધ્યાર્થીની જેમ તાંરું નામ ધુટયું કોરી પાટીમાં
નામનો પરચમ ગઝલોમાં હજુ સુધી હેમખેમમાં હતો
અંતે એક વિચાર આવી ગયો જિંદગીમાં’નરેન’જુઓ
કોઇને ચાહીને ભૂલી જવું,પ્લાન જરૂર એ ગેમનો હતો
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
એક આશા પર જ માનવી ફાવી જાય છે
કૈંક જીંવત છે જો એ ગંધ આવી જાય છે
કશું ના હોયને અચાનક બદલાય જાય એ
પ્રેમ તો ભલભલાને સખત તાપી જાય છે
હજારો નજરો ભલેને મંડાયેલી હોય તો શું?
એક નજર માટે આ આયખું તાકી જાય છે
કિસ્મતનો આધાર જો બીજા પર હોય તો
દિલ ડૉલી જાય,જે વ્યકતિ ફાવી જાય છે
કુદરત તો કેવી રમત રમાડે છે જુઓ તો
જીંવતપૂતલીનો ખેલ આંખે જામી જાય છે
કોઇની લાગણી કોરી ચીઠીમાં વંચાય જાય
કોઇની લાખોની ભેટસોગાદો પાછી જાય છે
હાથ ફેલાવીને ભલે માંગતો ઇશ્વર સામે ને,
ઇશ્વરના નામે માનવી હાથ થામી જાય છે
શું બન્યું,શું થશે,કદી એ ન વિચારો’નરેન’
ગમતી વ્યકિત તો ગમે ત્યારે આવી જાય છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
(ગાગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
વાતે વાતે ફરીયાદો ન કર તારો જ પડછાયો હતો તો શું?
જાતે જાતે કદી તું તોલમાપો ના કર ડઘાયો હતો તો શું?
હાથે હાથે કરીને તું વળગ્યો તો ન કર ફરીયાદ ચુપ બેસો
તારા ખોટા નસીબ હતા ભલેને તું જ શરમાયો હતો તો શું?
ના આપે કંટકો ડંખો કદી ખિલતા ફુલોને જો તમે સમજો
દુઃખોવા થાય તો સહન કરવો માળી જ રઘવાયો હતો તો શું?
દુનિયાને તો મજા આવે જ પ્રેમીને કદી વિખુટી જતા જોવા
માથા-ડુબ જળ ભરેલું હોય તો,તો ના બચાવાયો હતો તો શું?
તારા માટે ગઝલ તો મેં લખી તોયે મળી ના તું હસીયે શું?
જાણૉ છૉ કે મળી એને ન મળવાનો ગમ છુપાયો હતો તો શું?
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
परिंदे की इतनी उची ऊडान से युं इतना ना जला करे
कुछ शोख अपना युं रखो किस्मत कभी ना गिला करे
ये शायरो की दुनिया मे सोच समजकर कदम रखा करो
बारुद के ढेर पर चलने के पैरो के साथ दिल छीला करे
रंजिसे बेसुमार फीर भी तुं किसी से मुकाबिल नहीं है
इश्क मे चाहते बेसुमार मिले ऐसी गजले ना लिखा करे
युं ना सताया करो तुम हर किसी को दुश्मन समज कर
कुछ दुश्मनो की दुवा में भी दोस्ती का असर दिखा करे
जवानी में इतनी सोला मिजाजी और गुरुर अच्छा नही है
‘नरेन’बुढापे तक ये असर लाजमी रहे तो ये जफा करे
(नरेश के.डॉडीया)
————————————————
પહેલા તું કરી લે જાતને જ્ઞાત
ફળે જે આશ દુનિયા ના કરે વાત
અમારા તો નથી તો છે જ ને ધાત
નથી એને કશા સાથે પક્ષોપાત
કદી નાતો નથી આવી ક્ષણોનો જ
મળી ગઇ તો મને જાણે હાથોહાથ
ન જાણે જાનકીનો નાથ સવાલો જ
પુછી લે તો ફરી એની જ રજુઆત
(નરેશ કે.ડૉડીયા)
तुम्हारे ख्याल हर वकत मेरे दिल को ऐसे छुते है
जैसे शबनम सुबह को मासुम गुलो को चुमते है
चाहत हो या सजदे,बंदो का अंदाज ए इश्क नेक है
सनम हो या खुदा की चोकट,ये अकसर जुकते है
जश्न ए बारात हो,या जुदाइ का गम,तो क्यां हुवा?
शादी हो या हिज्र की शब,चाहनेवाले सदा जुमते है
मिलना,बीछडना,फिर मिलना,ये कैसा सिलसिला है
चाहनेवालो के सितारे तो अकसर गर्दीश में डुबते है
ख्वाब या,बिजली के तार कभी ना तुटे ये दुवा करे
आंखो के सामने अंधेरा होता है,जब दोनो तुटते है
सनम मिले तो खुदाइ है.ना मिले तो जुदाइ तो है!
सनम और खुदा,ना मिले तो उन के राझ खुलते है
दरिया की प्यास जब शहेरो-गलीओ में पहोचती है
शाहिल से लोटी नदी को,दरिये गलीओ में ढुंढते है
शहेझादी से हुर तक,ये शायरो चाहते जताते रहेते है
सच्चा इश्क हो,तो खुदा कि स्मत के धागे बुनते है
कयुं करते.दोस्ती,मुहोब्बत,इक तरफा मुहोब्बत कयुं!
खुशी मिले या गम,रिश्तो से लोग अकसर जुडते है
अमीर से शायर की अदाकारी बाखुबी निभाइ है’नरेन’
हमारे जल्वे देखने,आज भी हुस्न के पाव रुक़ते है
(नरेश के.डॉडीया) ..
————————————————–
પરિચય ને પ્રણય આ જગતમાં અચાનક રચાઇ જાય છે
ફૂલોની સુંગધ નાશીકાને સ્પર્શીને દિલમાં સમાઇ જાય છે
ફૂલોને જોઇને ભંવરાઓ એમ જ થોડા ખૂશ થઇ જાય છે?
સુંગધનું આમત્રંણ આવતાં આ ભંવરાઓ હરખાઇ જાય છે
કંટક ને ફૂલોનો હમેંશા સ્ત્રી ને પુરુષ જેવો સંબધ હોય છે
ફૂલોને કાંટા વાગે તો જ લોહીની કિંમત સમજાઇ જાય છે
ઝાકળ પહેરીને સવારે ફૂલો સુકુમારસા શરમાતા હોય છે
સુરજ તપતાં ફૂલોની નગ્નતાની કિંમત પરખાઇ જાય છે
બાગમાં ફૂલો પર માળીની નિગરાણી તો હમેંશા રહેવાની!
શોખિન ભંવરાઓને જોઇને ફૂલોનું હીર ઝંખવાઇ જાય છે!
પ્રેમ ને આકર્ષણ હમેંશાં પ્રકૃતિદત્ત થઇને વર્તે છે ઍટલે!
સંબધોનું પારણું પ્રેમ ને આકર્ષણ વચ્ચે બંધાઇ જાય છે
‘શ્રી૧|’લખ્યાં પછી જ ચોપડે શુકનવંતી શરૂઆત હોય છે
ગમતું નામ તો ગમે ત્યારે એટલે હથેડીમાં લખાઇ જાય છે
પ્રંબધીત ક્ષેત્રોમાં તો પુછયા વિના થોડું પ્રવેશી શકાય છે?
ગમતી વ્યકિત માટે પ્રવેશીબંધીનું પાટીયું બદલાઇ જાય છે
આમ તો ભલે એમની સાથે કશી લેણાદેણીનો સંબંધ નથી
‘નરેન’એમની છબીને જોઇને મુખડું કેમ મલકાઇ જાય છે?
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
ख्वाब गर जो तुम सा होता तो अपना रूआव होता
रातो को मेरी आंखो मे रंग ए नूर का हुबाब होता
दुनिया मे लोगोने जिंदगी के नौ रंग देखे आंखो से
गर दसवा रंग देखा होता तो आंखो मे सबाब होता
…
नेकी,इश्क,दोस्ती कितना करे,ये इन्सानी फितरत है
जरूरी तो नही,जैसे तुम चाहो,वैसे सब आदाब करे
किस्मत दिलदारो की होती है,ये कलमवालो की नही
गर होती तो हर घर मे एक खूबसूरत महाताब होता
घुट घुट के मरे,या शहीद हो जाये,सवाल मोत का है
उन को पा लिया तो मौत को भी अपना जवाब होता
जिंदगी जिने के लिए कया लाये थे,य घडकता दिल!
गर वो हमारी होती तो,उन का दिल मेरा हिजाब होता
ख्यालो में जिने के शायराना आदते तो बदलनी होगी!
तस्सवुर हक्कीत बन जाये तो हर शायर बेनकाब होता
गर सच्चाइ मुहोब्बतो मे होती ये कहानीया ना बनती
ऐसा होता तो उन की आंखो मे तुम्हारा ख्वाब होता
मिटादो तुम हस्ती और हसरते ये चाहनेवालो के नाम
अधुरी कहानिया पुरी करने का तेरे नाम हिसाब होता
नरेन,कयुं आज जी भर के मुस्कुरा रहे हो,ये बताओ!
मिलेगा!गर गमो से हसनेवालो का कोइ खिताब होता?
(नरेश के.डॉडीया)
हुबाब-परपोटॉ
————————————————–
ના થઇ એ કદી સજા જેવી
ના બની એ કદી મજા જેવી
છોડ રૂપ ને સૌંદર્યની ચર્ચા
કોઇ નથી એના નશા જેવી
ના કર એની ચર્ચા દરરોજ
એ નથી તારી ચર્ચા જેવી
કોઇ જ નથી એના જેવું જો
એ નથી કોઇ અફવા જેવી
તારી વાતમાં હું જ આવુંને
ને કહે છે,નથી કરવા જેવી
વાતે વાતે મને ન સંડોવે
વાત લાગે મને લજા જેવી.
આપ તો હસાવો નહી એને
એને વાત લાગે રડવા જેવી
શા કારણે મલકો છો નરેન
વાત નથી તારા ગજા જેવી
(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
ઘેઘુર વડવાઇ વચ્ચે નાજુક વેલ જેવી તું દેખાઇ જાય છે
જાણે ગ્રહોને ચાતરીને એક રેખા હથેળીમાં સમાઇ જાય છે
સતત ઝંખતા માનવીની આયખાની વાટ બૂઝાઇ જાય ને
એટલે જ તો કરમભમરાળી કિસ્મતને દોષ દેવાઇ જાય છે
કશું ન જોઇએ તો સામેથી ઘણું બધું અચાનક મળી જાય!
માંગ્યા મોત નહી મળે એ હક્કીત ત્યારે પરખાઇ જાય છે
ન મળે ખુદા તોયે સુફીની પેઢીઓ એને ઝંખતી આવી છે
ખુદાઇ-સનમની દુનિયામાં ખુદ ખુદા પણ ખોવાઇ જાય છે
ચાહે પણ નહી,ના બેવફાઇ કરે,ન મિત્રતા કરે શું કહીએ!
એવો મલમ છે,અમુક ઘાવ એના સહવાશે રૂઝાઇ જાય છે
પરાણે માંગવું નહી,એ આદત એની સામે જ ભૂલાઇ જાય!
નજર ચુકવીને મનગમતું એ સ્મિત મારાથી ચોરાઇ જાય છે
સાંકેતિક ભાષા સમજવા ભલે ને કાચા પૂરવાર થયા છીએ
જ્યારે સંકેત સમજાઇ ત્યારે બીજું પ્રકરણ શરૂ થઇ જાય છે
કદી કિસ્મતની કાતર ભૂલથી બીજાના નામે વેતરી નાંખે છે
એ વસ્ત્ર પહેરીને આપણને કિસ્મતની ભૂલ સમજાઇ જાય છે
એ સુંદર મુખપુષ્ટ વાળી કૃતિમાં કવન મારે લખીને જવું છે
નરેન,પહેલા પાને તો તમારી કલમ કેમ અટકાઇ જાય છે?
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
કેમ એવું બને,હાજરી હોવા છતાં મૌન ગોંરભાઇ છે
થોડા દુર થાવ તો અક્ષરોમાં એક ચોમાસું ઘેરાઇ છે
જિંદગી તો આમ છે અમારી,બધા જીવી જાણે એમ
તમારા આગમથી અમારી ગણના ખાસમાં થાઇ છે
કૈંક સમજો તમે,અકારણ મૌનને હવે કયાં કળાઇ છે
સમજું બાળક જેવા અક્ષરો નમાયા થૈ ગોથા ખાઇ છે
વાદળ વિનાનું આકાશ એટલે દિલ વિનાનો માણસ
વાદળૉ ઘેરાઇ તો નભથી નમીને ધરતીને ચૂમાઇ છે
અવાવરૂ મંદિરમાં કોઇ શ્વાસોની ઘંટડી રણકાવી ગયું
નિર્જીવ અવસ્થામાં પોઢેલા દેવોમાં ચેતના જણાઇ છે
આ પહેલા વિસ્તાર વધતો નહોતો હ્રદયની ધડકનોનો
અકારણ લોહીમાં તારા નામથી ઘોડાપૂર છલકાઇ છે
ભીતરના રહસ્યો તમારા વિના કોણ ઉકેલી શકે બોલો!
અભિમન્યુનાં કોઠા જેવી લાગણી તને જોઇ હરખાઇ છે
નરેન,શું સમજાયું ને શું ન સમજાયું એ ચીંતા છોડૉ
સતત ચાહો,ચાહતને થશે ચાહતોમાં જિંદગી જીવાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
જયાં પ્રેમ અને દોસ્તીના બંધનો ક્ષુલ્લક કહેવાઇ છે
જ્યારે માનવી ને દેવીના સંબધોનું વર્તુળ રચાઇ છે
કશું ન સમજાય ત્યારે એમ લાગે એને કૈંક થાય છે
કશાં સંબધો વિના તોયે એની ભીતર તો જવાઇ છે
બાહય જે દેખાઇ,એ અંદર હોવું એ જરૂરી તો નથી
તો યે ના દેખાઇ એવા લાગણીના તાર જોડાઇ છે
સમજદારીથી પર અનેક સમજણૉ અજમાવી ચુકયા
માટે ના સમજાણા એ રહસ્યો હવે મને સમજાઇ છે
કાચ જેવા નાજુક આવરણો અણસમજથી તુટે છે તો
તું જેને લાગણી સમજે છે એને હથીયાર કહેવાઇ છે
આવો તમે મારી નિરંતર ખૂશીના કારણ બની જાઓ
લજામણી જેવું આ આયખું સ્પર્શના રોગથી પીડાઇ છે
જો ઉદાસી તારી ગેરહાજરીમાં મારો ગેરલાભ ઉઠાવે છે
અલ્લડ મુગ્ધાની જેમ એ મારા અસ્તિત્વને વિંટળાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
સુંગધે લઇ ફરનારા બાગના હર ખૂણામા જાણકાર છીએ
જેવાં છીએ,મૌસમને અનુરૂપ મિજાજને ઢાળનાર છીએ
નિરાશામાં પણ આશાના એક કિરણ માટે તરસતા છીએ
નિસાસાને સાંસા પડે અમે એ ખૂશમુજાજ હાસ્યકાર છીએ
મસ્તમિજાજી ને સાતિર દિમાગવાળા અમે ગુજરાતી છીએ
પડે જો પોકાર,જાતને ઘસી નાંખનાર રત્ન કલાકાર છીએ
ગાંઠીયા,જલેબી,ઢોકળા,પાણીપુરી કે થાઇ કે ચાઇનિઝ ફૂડ
વિના વિંલબે હોંશે હોંશે ખાઇ એ સંતોષના ઓડકાર છીએ
દુહા,છંદ,ગઝલ,કવિતા,કે ગીત ગાનારા તોરીલા તોખાર
ગંહેકતા ગળાના માલિકો અને ખૂશીના ગીત ગાનાર છીએ
રાજા,નવબો,બાદશાઓના શાસન ખતમ થયા તો શું થયું?
શાનો-સૌકતથી રહેનારા ગુજરાતના ગર્વિલા શાહુકાર છીએ
રૂવાબી છીએ,મિજાજી છીએ,તોરીલા છીએ,મળે દિલદારની
મીઠી નજર પ્રેમની તો, જાંનિસારીના સાચા જાણકાર છીએ
નરેન,જરા કહો એ ઉડતી ઝુલ્ફો ને કાજળભરી આંખોવાળીને
નખરા ને નાકનકસીને શબ્દોમાં શણગારે એ કલાકાર છીએ
(નરેશ કે.ડૉડીયા)
જિંદગીના નવ રંગોમાં એક દશમો રંગ છે
ભલે જુદું પડયું તો યે મારૂ એક અંગ છે
આયખાનાં બંધનોમાંથી ભલેને મુકત થયા
હજુ એની યાદોનો તાજો-સુંગધી રંગ છે
સુખને દુઃખની ભલે આવનજાવન થતી રે
એના વગર ઉજવાતો પહેલો પ્રસંગ છે
હુંમાં તું નથી તો જિવી જવાની સજા છે
કદી નથી ખેલી એવી જીવનની જંગ છે
પ્રકારો જાણે નહી,તો યે ચાહે જે પકારે
સનમ તો ખુદાઇ છે,પ્રેમીમાં સુફીરંગ છે
મલી નહી જે માવજત તારા નામે બોલે
શનિની વિંટીમાં છુપાયેલો શુક્રનો નંગ છે
રાહદારી ને ચાહદારીને મુશ્કેલી તો નડે છે
અડધે રસ્તે બેસનારાઓ જુઓ મંલંગ છે
કદી ન જોઇ એ દુનિયાની મુસાફરી કરી
ફરી દુનિયા જોવાનો એક છુપો ઉમંગ છે
મળી જાય માર્દવતાથી છલોછલ માનવી
અવસરોના તોરણથી સજ્જ માંડવો તંગ છે
છેક સુધી ઉતરી કોઇ નિશાની છોડી ગયું
ત્યાં ગુલાબી પગલાની છાપ હજું સળંગ છે
‘નરેન’કવનની દુનિયા ગજવી ચાહતોથી
તમારી ગઝલો પઢનારા લોકો હજું દંગ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
બિજાને શું દોષ દઇએ,જ્યારે આપણા નશીબ વાંકા હોય છે
જ્યારે તમારા પ્રતિબિંબ દેખાડતા આયનાને જ ફાંકા હોય છે
કેટલી ઘસીને ચમકાવશો,તમારા નશીબની ઉપલી સપાટીને
સપાટીની નીચે જુઓ તો બધા આવરણૉ તો ઝાંખા હોય છે
તમે જેને ચાહો છો,એને ચાહીતા થઇને જીતાડતા રહેવું સદા
એ વિચારજો તમારી હારમાં જીતના નશીબ પાંખાં હોય છે
સંબધોની દુનિયામાં હમેશાં ખુલ્લી કિતાબ થઇ ફરતા રહેજો
બધા વાંચી શકે એ સચ્ચાઇના અક્ષરો સદા સાચા હોય છે
કયારેક મૌનની ભાષા,જબાન કરતા હોઠો પર સુરીલી લાગે
આંખોથી આંખો વાંચીં શકે એ લોકોની પોતિકી ભાષા હોય છે
કશું કારણ ના હોય ને સતત ચાહતા રહેવું એ ભડનું કામ છે
ચાહતોનું રટણ કરનારાઓ પરિક્ષા વખતે આઘાપાછા હોય છે
જિંદગીના હર પડાવે,તારી યાદના પથ્થરની નીશાની રાખજે
યાદોમાં રહેનારા લોકોને કદીક એ રસ્તે જવાની આશા હોય છે
જિંદગી તો બધા જિવે છે,મરજો તો મોટા માનપાન સાથે જ
સ્વર્ગવાસીઓને લાગે કે ઘરાના માનવીમાં કોઇ રાજા હોય છે
નરેન,લખજો ગઝલ એમને માટે જ,સુખની ભાષાની શાહીથી
બધાનું સુખ ઇચ્છનારાના હમેશાં હોઠે સ્મિતની વાચા હોય છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
વાંરમવાર એ જ મારી પરિક્ષા લીધા કરે છે
ઝેર આપે કે અમૃત,બંધ આંખે પીધા કરે છે
સમજાય નહી,મિત્રતા કે પ્રેમની આંટીધુટીઓ
કશા કારણવિના કોઇ જાસાચિઠી દીધા કરે છે
આમ તો મારું સર એની સામે ઝુકેલુ રહે છે
ઉંચું જોઇને એ આંખોથી સવાલ કીધા કરે છે
સમજાયું નહી ઘટનાઓની વચ્ચે મારું સ્થાન
જિંદ ને લાચારી,સવાલો મને સીધા કરે છે
ખુમારી અમારી ગઝલો પુરતી ટકાવી શકીએ
ચાહતોમાં સંજોગો તમારા ગાત્રો ઢીલા કરે છે
તામ્રપત્રમાં કે ગઝલમાં લખો એનું નામ તમે
એ વાંચીને ત્રાહિત વ્યકિત નેણ તીણા કરે છે
ભાન ભૂલી ગયા છો દુનિયાદારીની ચાહતોમાં
જ્યારે કિસ્મત તારા માટે બધી સુવિધા કરે છે
નરેન,શું મેળવ્યુ કે શું ગુમાવ્યું ન વિચારજો
સતત ન વળગો એને,એ કામ ખીલા કરે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
उन शख्स की लकिरो मे कैसे बसे जहां मेरा वजुद नहीं
उन के दिल पे यकीं है,वहां तो कोइ शख्स मौजुद नही
डूब जाती है हर शाम,उन की यादो की गुंज के सांयेमे
टूट जाते है आयने टूकडे की तरह जैसे हम खुद नही
तकदीर क्यां लिख गया खुदा बहेतरीन शायर के तरह
पांच शेरो में बट गइ है लकिरे यहां कोइ महेफुझ नही
तनहाइया मेरे दामन से चहिते लिबास जैसे सजती है
एक शख्स के माइने है जैसे कुछ उन के बावजुद नही
तकदीर और खुदा आज इम्तेहान के मेदान मे डटे है
इन्सान बनके लडा,पता चला के मेरा तो मकदूर नही
आप कहेती है,आप तो बडे शायर है,मे तो नाचीज हुं
मेरे साथ चलती तो,लगे मेरे जैसा कोइ मकबूल नही
रूबाइआ,गझले.नझमे की एहेमियत क्यां है ये बतावो
एक बार गले मिले तो लगा के मेरे जैसा मुकसूम नही
नरेन,कयुं इतनी बेपनाह चाहत जताते हो महोतरमा से?
उन की पनाह मे,लगता है मेरे जैसा कोइ मखमूर नही
मकबूल-लोकप्रिय-स्विकृत
मकदूर-हिम्मत-ताकत
मकसुम-नसीबदार.
मखमूर-नशे मे मस्त
(नरेश के.डॉडीया)
————————————————–
ના બાંધ મૌનની દિવાલો,આ સંવેદના અકડાય જશે
સંવેદનાના પડઘાથી સોંસરવી દિવાલો વિંધાય જશે
ના ખેંચ આટલી મોટી લક્ષ્મણ રેખા આપણી વચ્ચે
મારા અરમાનોની આહટથી ધરતી પણ ફંટાય જશે.
ના બાંધ તું આટલી પાળ દિલનાં ઉછળતા સાગરમાં
દીલમાં ઉઠતા તોફાનોમાં બધુ એકસાથે ઘસડાય જશે.
ના પાછુ ઠેલવ આપણુ મિલન સમયના વાયદા વડે
કાયદાની બહાર રહીને અરમાનો તને વિંટળાય જશે.
ના ખેલ રસ્સીખેંચની રમત તારા નાજુક હાથ વડે
તારી નાજુક હસ્તરેખાઓ તો એક ઝાટકે બદલાય જશે
ના નાંખ આટલા પાસાના દાવ પ્રેમની ચૉપાટ તળે
મારી એક શકુની ચાલ વડે પાસાઓ બદલાય જશે
ના બાંધ તું આટલી સરહદો આપણા સંબધોના છેડે
નાજુક મન ક્યાં જાણે છે ક્યારે સરહદ બદલાય જશે?
ના તડપાવો ફુલો સમ દેખાવ ને ઝાકળમા મોહરા વડે
રસજ્ઞ ભમરાઓને ખબર છે કે સાંજે ફુલો કરમાય જશે.
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
એ હસે,એ રડે,એ રૂઠે,છતા પણ એ જ કેમ ગમે છે?
સુખ હોય કે દુખ!સર તો હમેશાં માનિતી ચોકટે નમે છે
મનાવવાના બધા અખતરા અમે તો અજમાવી લીધા!
રૂઠેલાને મનાવા કલા છે,એટલે આ કલા પણ ગમે છે
અમાશ પછી પૂનમ આવે એ પ્રકૃતિદત ધટના સમજો
મૌન અમાશ, સ્મિત પુનમ,તો પ્રકૃતિ એની પરમે છે
સુખ આપવાનો એનો ઇજારો છે એવું જ માનો છો તમે?
ખબર હોવી જોઇએ,એ હસતા હસતા કેટલું દુઃખ ખમે છે
સુરજ ઉગે છે,ચાંદ ડુબે છે,એ ઘટના અમસ્તી ન બને?
ક્યારેક ઢળતા સૂરજને પૂનમના ચાંદનો ચહેરો નમે છે!
હમેંશા જિંદગીમાં એક નામનો પરચમ ગેબી જ રહે છે!
તું કઠપૂતળી બની જા,સમજો સઘળી ડોર એની કને છે
ઉથાપને ચોસઠ જોગણીઓ રંગેચંગે રમી વિદાય થાય છે
કોઇ નસીબદારના કાજે એક જોગણી જિંદગીભર રમે છે
નરેન,કદી અભિમાન ન કરજો તમારી કલાઓનું સમજો
વિચારો તમે,આ ગઝલોની જાહોજલાલી એના કરમે છે!
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
કૈં ના હોય ને અચાનક લાગણીનો દરિયો છલકે છે
જ્યારે મારી સામે આવીને મહોતરમાં મીઠૂ મલકે છે
આમ તો સીધા-સરળ અમે રોજ બરોજના વહેવારમાં
છતા ક્યારેક એવું લાગે એનાં વિના કૈ તો અટકે છે
જિંદગીના પડાવો આપણે ન નક્કી કરી શકીએ જાણૉ
એક વિસામાં કાજે રૂદીયાના કૈંક અરમાનો ભટકે છે
ઇશ્વર પાસે યાદી બનાવી માંગવા કદી જવાનો નથી
એક મૌન અરજ ન સાંભળે,ઇશ્વરને કૈક તો ખટકે છે
સર્જનહારે કદી કબૂલ નહી કરે એની કરેલી ભૂલોનો.
અને માનવીમાં લાગણી મુકી પોતે મનોમન મરકે છે
એવો માનવી બતાવો જગતમાં જે પથ્થર બની જાય
કોઇ મજાના સ્પર્શે પથ્થરોમાં પણ જીવતંતા ફરકે છે
ચાહત જતાવાના નુસ્ખાઓ થોડા હોય છે સમજો તમે
કલા કવને નહી,તારા નામે હ્રદયમાં અક્ષરો ધડકે છે
બધા સમજે તને માનવી,ને દેવત્વને હું પામી ગયો
એ દેવત્વના પ્રતાપે ગઝલોમાં ઇશ્વરીય અંશ ઝળકે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————
એકની એક તારી વાત છે,ને દિવસ અને રાત છે
તારી જ મુલાકાત હજુ સ્મૃતિપટ્ટ પર આત્મસાત છે
ના કહેવાઇ કે ના સહેવાઇ અધુરી એવી કૈં વાત છે
ઇશારા સમજે તો,આંખોને લાગે કે આપણી નાત છે
જિવનમાં વિકટ પરિસ્થિતિમાં જીતતો આવ્યો સતત
હું હારું તુ જીતે ને,તો લાગે કે જિંદગીની સૌગાત છે
થાક લાગે નહી અને વિસામો લેવાની આદત નહી
પ્રવાસી થૈ તારામાં શું ફર્યો,એ થાકમાં કૈ સાત છે
બગીચા પાટીયા લગાડે છે,’ભંવરાઓનું સ્વાગત છે’
પ્રથા ફૂલ સુંધવાની નૈ,એ ઘણી કળીઓની ઘાત છે
એક તું છે,દુખોને હમેંશાં ખંભે લઇને ફરે છે શા માટે?
તારા સ્મિતે આયખું હરખે ને તું જ સુખથી અજ્ઞાત છે
તું જ મીંરાં,તું જ રાધા,તુંજ ગીતા,નામ એક છે તો
વિરહ,પ્રિત,જિવનસાર તું છે,તો તું જ કાં અજાત છે?
સમય સારણીથી વિંધતો આવ્યો,તું સહેતી રહે દર્દોને
મારે કાજ મલકે,મહોતરમા,તારી એ નિરાળી વાત છે
પૂરાતન હો કે નૂતન હો સદા નિભાવતી રહી સંબધોને
નરેન,મિત્રતા હો કે પ્રણય,એ જાણે છે એક જમાત છે
(નરેશ કે.ડૉડીયા)
————————————–
કોઇ પ્રેમ કરીને રડે છે,તો કોઇ પ્રેમ કરીને મલકે છે
તારા મધુરજની જેવા સ્મિતે તો મારા સુખ ચમકે છે
માનવી થઇ ચાતકની તરસનું અડધું આયખું તો ગયું
કેવી નજાકતી હેલી વરસાવી ને ચાતક હજું તરસે છે
રંગત જામે ઢળતી સાંજે એના મૌનરાગની મહેફીલોમાં
ફફડતા હોઠોમાંથી મૌનરાગનો મધુર ગુંજારવ છલકે છે
કંઇક નવા પ્રકારની માનવિય સંવેદના હેલારે ચડી છે
કોઇ દેવીનો પાલવ માથે મંદિરની ધજા થંઇ ફરકે છે
અત્યાર સુધી સંળગ જતો હતો શ્વાસોની સફરનો રસ્તો
ને રોજ મજાના વિસામે શ્વાસો હવે બે-ઘડી અટકે છે
ઘડી-બેઘડીના એના સાનિધ્યનો નશો કેમ ઉતરે નહી?
નક્કી એના સૌંદર્યમા ઇશ્વરીય મદિરાનો કેફ છલકે છે
આમ તો તારું કલેજુ નક્કર પોલાદી ને ટકોરાબંધ હતું
મુલાયમ વિસ્ફોટ શું થયો કે કલેજુ નાજુક થૈ ટહુકે છે
અકારણ મલકી જવાય એવું શું છે નરેન કહો તો હવે?
પીંછા જેવી માસુમ સંવેદના કોઇ પણ સમયે અડકે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————
ધગધગતી અને બેફામ ગતિથી અથડાતી તારી યાદ,
સાગરના મોજાની જેમ પછડાયને ફંગોળાતી તારી યાદ.
શ્વાસ ખાવાની ફુરસત ક્યાં છે ગરમ ગરમ શ્વાસોને,
બેચેની આપીને સુખચેનની લૂટ કરી સંતાતી તારી યાદ.
…
બે કીનારે ઘસમસતા પ્રવાહોની જેમ પછડાતી યાદ,
ઘસાતી ઘસાતી છીલી નાંખે ત્વચાને ઘસાતી તારી યાદ.
સાગરના મોજાની જેમ ઘુઘવતીને ઉછળતી તારી યાદ,
મેરામણના મોજા જેવી ઘસમસતી પછડાતી તારી યાદ.
દિવસને રાતનૉ કયાં ફરક જુવે લગાતાર તારી યાદ,
દિવસે ઘેન ભરી રાતોમાં આંખોને થકવાડતી તારી યાદ
રાતના સપનાઓમા ખુલ્લમખુલા ખીલતી તારી યાદ,
કવિતાને ગઝલના શબ્દોને બેફામ દોડાવતી તારી યાદ.
હૈયામાં પલિતો ચાપીને ખીલખીલાટ હસતી તારી યાદ.
યાદોના અશ્વોને તેજતોખારની જેમ બુચકારતી તારી યાદ.
સ્મૃતિમાં છવાયેલા ચહેરાને સામે લાવતી તારી યાદ,
તાપમાં વિષાદી છાયા બનીને તપતપાવતી તારી યાદ.
બામુલાયજા હોશીયાર કહીને આવે તારી બાદશાહી યાદ,
કાળજૂ કંપાવીને આવે થથરાવતી થથરાવતી તારી યાદ.
યાદોના ગુલશનમાં વંસતી વાયરા જેવી તારી યાદ
રંગબેરંગીને પુષ્પોમાં ખીલતી કળીને ચમકાવતી તારી યાદ
મુકામ પોસ્ટને સરનામાં વિના અચાનક આવતી યાદ,
રાહત પછી અચાનક આવતી તોફાની ડરાવતી તારી યાદ
કેમ કરીને દિલને મનાવું,મળી તુજને તારામાં ખોવાતી યાદ
નાક-નકશી,લટો જોઇ તારી રૂબરુમાં જ સતાવતી તારી યાદ
(નરેશ ડૉડીયા)
————————————————–
આ સુર્યને ભાનુ કહેવાય છે,એ જાણવાની વાત છે
આ અમસ્તો તો ના સળગે,એ બળવાની વાત છે
અંત આવે નહિં વાતનો,નક્કી લંબવવાની વાત છે
અંત વાર્તાનો નક્કી છે,તો લલચાવવાની વાત છે
જિંદગી બધાની આમ છે,અમે જિવીયે એ ખાસ છે
ચરે બધા,સાંજે માણસની ઘરે આવવાની વાત છે
સજાવટ બધા કરે,ઘરના બારી-દરવાજા ને ભીંત
ઘર એને કહે એ મહેમાનને આવકારવાની વાત છે
દર દસ કવિતામાં કવિઓ મૃગજળની વાતો લખે છે
બધું આભાસ છે,લોકોને એ સમજાવવાની વાત છે
સંબધોનાં સમિકરણ ભૌમિતિક રીતે વિસ્તાર પામે તો
એક રેખા ટુંકી હોય તો બીજીને લંબાવવાની વાત છે
દુનિયામાં સંબંધને સાચવીને ચાલવું કામ અઘરુ છે
તું દુર રહે છે છતાં તારી નજીક રહેવવાની વાત છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
કોઇ પ્રેમ કરીને રડે છે,તો કોઇ પ્રેમ કરીને મલકે છે
તારા મધુરજની જેવા સ્મિતે તો મારા સુખ ચમકે છે
માનવી થઇ ચાતકની તરસનું અડધું આયખું તો ગયું
કેવી નજાકતી હેલી વરસાવી ને ચાતક હજું તરસે છે
રંગત જામે ઢળતી સાંજે એના મૌનરાગની મહેફીલોમાં
ફફડતા હોઠોમાંથી મૌનરાગનો મધુર ગુંજારવ છલકે છે
કંઇક નવા પ્રકારની માનવિય સંવેદના હેલારે ચડી છે
કોઇ દેવીનો પાલવ માથે મંદિરની ધજા થંઇ ફરકે છે
અત્યાર સુધી સંળગ જતો હતો શ્વાસોની સફરનો રસ્તો
ને રોજ મજાના વિસામે શ્વાસો હવે બે-ઘડી અટકે છે
ઘડી-બેઘડીના એના સાનિધ્યનો નશો કેમ ઉતરે નહી?
નક્કી એના સૌંદર્યમા ઇશ્વરીય મદિરાનો કેફ છલકે છે
અકારણ મલકી જવાય એવું શું છે નરેન કહો તો હવે?
પીંછા જેવી માસુમ સંવેદના કોઇ પણ સમયે અડકે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
जिंदगी को अकेला जि कर क्यां हांसिल कर शकता हुं
तुम्हारे बिना अकेला सहेमे सहेमे के भटकता रहेता हुं
बहुत पा चुका,बहुत खो चुका,तुखारे ख्यालो के सिवा
तस्सवुर मे तेरे ख्यालो के साथ रोज सफर करता हुं
दास्ताने तो सब की होती है दुनिया में चाहनेवालो की
मेरी गझलो में लोगो की अधुरी दास्ताने तो कहेता हुं
तुं है इस काइनात मे,जहां मेरा वजुद अभी जिंदा है
इसी बात को हर एक गझल में अकसर दोहराता हुं
मौसम बदले,जमाना बदले,लेकिन तेरी चाह न बदले
इसी बातपे तो इबादतो में खुदा से अकसर लडता हुं
सुफी तो लोग कहेते,हक्कीत में तेरा ही अक्स हुं में
किसी सुफीमझार की तरह तेरी खूश्बू से महेकता हुं
नजदीकी हो,फांसले हो,मिलो के रास्ते,तो क्यां हुवा?
पहेला और आखरी शेर के सफर में तुम्हे मिलता हुं
असीम चाहत कयां रंग लायेगी,उन को बताया करे
तेरे खूबसूरत जिस्म का दिल से रुह का रास्ता हुं
चाहत क्यां है,नही पता था,तुम से मिलने से पहेले
तेरे ख्यालो में,दिल के आयने में खुद को ढुंढता हुं
ए परवरदिगार उन की खूबसूरत नेकी नरेन पे बरसे
ऐसा इल्म बता दे,उन को भी लगे के में फरिस्ता हुं
(नरेश के.डॉडीया)
——————————————
तुम अपनी अदा से मुहोब्ब्त करे या सितम करे
अपने दिलकश अंदाज से झगडे हमारे खतम करे
सितमगर होता कोइ,तो हम तरीके से सजा करे
जन्मो का नाता है,कैसे हम पुरा इस जनम करे
रोने नहि देती है ,खुदा है या फसिश्ते कि बेटी
नूर ए खुदाइ दिखाती है एसा ना कोइ सनम करे
तरीका कोइ भी चाहत जताने का, तुम से शीखे
दोस्त से दुआ बन के,हमेंशा मुज पे करम करे
चाहतो का दोर कभी खत्म ना हो,दुवा रोज करे
तेरे लब्झो पे मर जाये,जैसे जान ए वतन करे
तेरे फिक्र,तेरा जिक्र,तेरी बाते मुलाकाते रोज करे
तेरी पनाह,या अल्लाह,जैसे बच्चे का जतन करे
मेरे जख्मो को तेरे साने पे बालो जैसे सजाया है
नजाकत से जख्म भरे,वो काम जैसे मलम करे
कयुं रुलाता है,खुदाइ हो,जुदाइ का इम्तेहान हमे
झरिया कोइ भी हो,कयुं ना हम फासले कम करे
रुठ जाने के तरीके कुछ दिनो से अच्छे लगते है
वो खूबसूरत राझ मुज से ज्यादा कोन हजम करे
नरेन,तेरी जिंदगी मे ये कैसा नजाकती दोर आया
महोतरमा को बोलो बच्चे जैसी हरकते हरदम करे
(नरेश के.डॉडीया)
******************************
——————————————
સવારે એક સરનામું શોધું તારી અંદર
એક સાંજ મહેકી જાય તારી અંદર
મધરાતનો મુકામ શોધું તારી અંદર
એક પરોઢ ઉગતી જાય તારી અંદર
તરસ્યો હું પાણીનું પરબ શોધું તારી અંદર
એક મૈયખાનું છલકી જાય તારી અંદર
સ્થિરજળ સમજી કાંકરી ફેંકુ તારી અંદર
એક પ્યાસ ભડકી જાય તારી અંદર
બંધ આંખોનું સપનું શોધું તારી અંદર
એ સપનું હક્કીતમાં બદલી તારી અંદર
ખોવાય જાવ એવી રીતે તારી અંદર
એક જીવન અટકી જાય તારી અંદર
ઝાકળોનું આચ્છાદન શોધું તારી અંદર
એક સ્પદન સરકી જાય તારી અંદર
અતિતના ઘાવને ભૂલાવું તારી અંદર
મારો વર્તમાન સુધરી જાય તારી અંદર
મૌસમનો મિજાજ પારખું તારી અંદર
હું વંસતની જેમ મહેકી જાંઉ તારી અંદર
વિલિન થાંઉ પંચમહાભૂતની જેમ તારી અંદર
મારું જીવતા જગતીયું થાય તારી અંદર
(નરેશ કે.ડૉડીયા)
******************************
पल में मिटा देती है रिश्तो की दरारे ये उनकी तहेझीब है
मिलता हुं फिर भी समज नही पाया ये राझ भी अजिब है
वफादारी के माइने निभाती है,लगता है उनकी रहेनुंमाइ है
हर वकत ये लगता है,यही इन्सांन मेरे दिल के करीब है
…
मंझर बदल दिये जिंदगी के,जो पहेले सुखे जैसा बंझर था
आज मुश्कुराहट कि फसल लहेराती है,मेरा भी नशीब है
वो पुछती है आप कयुं मेरी मौजदगी चाहते हो हर वकत?
मैने कहा के’आप की जुदाइ के हर पल जैसे मेरे रकीब है’
रंग और खूश्बू से अब उन का बहेतरीन सा नाता लगता है
नाह के निकले तो लगता है गुलो की खूश्बू भी गरीब है
कभी कबी उन की सोलामिजाजी के तोर महेसुस किये मैने
लगता है उन के अंदर सोलासाल की एक लडकी सरीख है
उन की इनायत भी मुजे रब के तोहफे जैसी लगने लगी है
कुछ है हुस्न कि मालिकन मे,लगता है के खुदाइ शरीफ है
उन की पनाह में तेरे बहेल जाने के आसार यु है के’नरेन’
दिल को राहत मिलती है जैसे उन के दिल में तेरी रीब है
(नरेश के.डॉडीया
******************************
કદાચ જિંદગીમાં મળેલા સુખ આ ચહેરાના નામે હોય છે
મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
ગુંથીને ગઝલ બનાવનાર
કોમલ હસ્તિની,
તને હું શું નામ આપું ?
મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
ઉપવન જેવી બનાવનાર,
ફુલો જેવી નાજુક નાર,
તને હું શું નામ આપું ?
મારી બંધ્ આંખોમાં
સપનાના વાવેતર કરનાર,
મારા સપનાની રાણી,
તને હું શું નામ આપું?
મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
તારા પગ પાસે ઝુકાવનાર,
ગુલાબી પેનીની માલિકણ,
તને હું શુ નામ આપું ?
મારા તોરીલા મિજાજને ,
એક પલમાં નિખાલસ બનાવનાર,
તોરલ જેવી સતી ,
તને હું શું નામ આપું ?
એક વાર તો બોલ
તને હું શું નામ આપું ?
(નરેશ કે.ડૉડીયા)
******************************
ઉંબરે તોફાનો ઉભા રહેશે તારે મારી સાથે હોવું જોઇએ
તારા દિલમાં મારા માટે એક આશ્રયસ્થાન હોવું જોઇએ
નથી એવી દુવા મારા માટે જે ઇશ્વરને કબુલ હોય?
તારા દિલમાં મારા માટે નવું દેવસ્થાન હોવું જોઇએ
…
એકલો લડી લડીને હું થાકી જઇશ દુનિયાદારી સામે
તારા દિલમાં મારા માટે લાગણીનું પ્રસ્થાન હોવું જોઇએ
મારા આંસુઓના ઝરાઓ કયારેક સુકાયને રણ બની જાય
તારા દિલમાં મારા માટે ઉષ્માનું સંસ્થાન હોવું જોઇએ
શિકાર થઇ જઇશ સત્યવાન થઇને યમરાજના ભાલાથી
તારા દિલમાં મારા માટે સતનું અડગ સ્થાન હોવું જોઇએ
જગતનાં પ્રેમીઓ આપણે યાદ કરે એવું કરતા જઇશું
તારા દિલમાં ‘નરેન’નું એક સમાધીસ્થાન હોવું જોઇએ.
(નરેશ કે.ડૉડીયા)
******************************
નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા દરેક સવાલનો મનગમતો જવાબ છે ચહેરો
નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તું કહે તો પ્રેમથી હારે એવો લાજવાબ છે આ ચહેરો
…
સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો
માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો
કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો
તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો
(નરેશ કે.ડૉડીયા)
******************************
******************************
સંવેદનાઓમાં રોજ સમાયને નીકળી જવું
રોજ ભીનાપગલે પ્રવાસી બનીને નીકળી જવું
યાદોની અટારીએ લટાર મારવું કોઇનું,ને
રોજ યાદોનું તોરણ લટકાવીને નીકળી જવું
આહટના ઉંબરે ઝાંઝરનું ઝણકવું કોઇનું,ને
એમનું રણકતી ભૂતાવળ છોડીને નીકળી જવું
અક્ષરોમાં સવેંદનાઓ ભરી જવું કોઇનું,ને
કાફિયા-રદીફને સુરાતન ચડાવીને નીકળી જવું
ગઝલના ચોકીપહેરા વચ્ચે સરકવું કોઇનું,ને
પાંચે પંકતિઓમાં લયમાં મલકીને નીકળી જવું
આ કારસ્તાન એમનું જ છે,નથી કોઇનું,ને
એમનું ટેવવશ યાદોને છંછેડીને નીકળી જવું
(નરેશ કે.ડૉડીયા)
******************************
मंजिल को करीब पा के लोट जाने का मजा कुछं और है
चाहनेवालो को भी दुनिया ना जाने कयुं सजा कुछ और है
तुजे मिल के ना मिला,जवाब तुज से बिछड जाने का है
रोज जो गुल खिलते है उन की अपनी फझा कुछ और है
दुआए तो अकसर खूशीयावाली मांगते है,मैने भी मांगी थी
मैने मांगी तो,खुदा खुद बोला,आज मेरी रजा कुछ और है
बिछडे हुवे लोग भी अकसर दुनिया में दोबारा मिल जाते है
मिलने के बाद फिर बिछडे तो उन की वजाह कुछ और है
आगाझ ए मुहोब्बत में कौन जानता है आग किस तरफ है
अंजाम ए सफर में दो दिल मिल गये तो मजा कुछ और है
कयामत होती है इक तरफा मुहोब्बत कि असर समजो’नरेन’
फिर भी चाहते रहेना,आशीक का ये दरज्जा भी कुछ और है
(नरेश के.डॉडीया)
——————————————
चाहतो के सिलसिले मे उन को अहेसास जताते रहेते थे
आयना उन का था,वो तस्वीर किसी की दिखाते रहेते थे
मालुम था फांसले भी मुहोब्बत में होंसले तोडा करेते है
फांसलो की दूरी वो हमे गजले लिख के मिटाते रहेते थे
कभी कभी उन की आंखे नम होती थी,हमारी यादो मे
रिश्तो की दिवारे,संमदर के फांसले,हमे सताते रहेते थे
चाहतो में जिनेवाले लोगो के चहेरे का नूर देखा है कभी
वो सुफी के जैसे खुदा बना के बंदीशो मे सजाते रहेते थे
वो नाझो से बोलती थी हम तुम्हारे बिना जिंदा रहेते थे
मुलाकाते होती तो फिर तनहाइ के दोरे रूलाते रहेते थे
कयुं होती एक ही शख्स की मनमानी अपनी जिंदगी मे
दुर रहेकर भी चाहत को दुल्हन की तरह सजाते रहेते थे
नरेन,सोचा है महोतरमा की धडकनो मे आज जिंदा हो
अकसर वोह हंसी के पालव मे गमो को छुपाते रहेते थे
(नरेश के.डॉडीया)
******************************
ઝુકેલા નયનોતણે એની લજ્જાનો કારભાર ચાલે
મૌસમનો મિજાજ એના ઇશારે શાનભાનમાં ચાલે
સૃષ્ટિના સુંદર મજાના સપનાઓનો ભાર લઇ ને
એની કમરના વળાંકો કમનિય આકારોમાં ચાલે
…
તારાઓના ઝુમખાનો સમુહ એના ઓવારણા લે
એ છત પર આવે તેથી ચાંદ પ્રતિક્ષામાં ચાલે
ખૂલી જાય ખૂબસૂરતીના રહસ્યો એના સાંનિધ્યમાં
કિસ્મતના પ્યાદાની મસ્તી દિલનીચોપાટમાં ચાલે
આઠોજામ ખુમારી ચડે એની આંખોની મસ્તીતળે
જિંદગીની સર્વોત્તમ મૌજ એના સાનિધ્યમાં ચાલે
પળના હિસાબો ટુંકા પડે જ્યારે એ મળવા આવે
મિલન એવું મજાનું કે સમય એના કહ્યામાં ચાલે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
દર્દ આપવામાં માણસ સાથે ખૂદા જોડાણૉ છે
મને ગજાથી વધું આપી ખુદા પણ મુંજાણો છે
સવેદના સાથે લાગણીનો ઇતિહાસ પૂરાણૉ છે
કિસ્મતની ઠોકરો સાથે તારો નાતો પૂરાણૉ છે
ખરે છે એક પછી એક કાંગરા સંબધોના ગઢના
કર પાયામાં તપાસ ,એક પથ્થર રીસાણૉ છે
તકદીરથી તારી હથેળીની રેખાઓ રીસાણી છે
વિષય આપણાપણાનો એ બહું જરીપૂરાણૉ છે
દર્દથી લથબથ તારું કવન કોણ સમજી શકશે?
હવે હાસ્યકવિતા લખવાનો અવકાશ સર્જાણૉ છે
પંતગીયાના રંગો ભાળીને લોક ખૂશખૂશાલ છે
હવે મેઘધનુષ્યને માણવાનો વિષય પૂરાણો છે
સમય-સારણી મૂજબ હું ઘા સહેતો રહું છું
કવનમાં દર્દ છે માટે દર્દનો દેવતા રીઝાણૉ છે
(નરેશ કે.ડૉડીયા)
******************************
એંકાતે મૌનનો ઉજાસ તિમિર પર પથરાય જાય છે
ઝાંખી મિણબતીના પ્રકાશે જિંદગી જીવાય જાય છે.
સીધી વહેતી સરીતા પર ચોમાસું મંડાય જાય છે
દરિયાના માર્ગે સરિતાના આપમેળે ફંટાય જાય છે
…
કોઇના શુકનવંતા પગલે લાગણીઓ રેલાય જાય છે
આવા અવસર ઉજવવા ચોઘડીયા ભૂલાય જાય છે
ઝખ્મોને મુલાયમ સ્પર્શનો મલમ રૂઝાવી જાય છે
કોઇનો ચહેરો આંખોમાં આઠેપ્રહર છવાય જાય છે
લોક કહે પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
ભીતરથી હ્રદય છેદાય તો ગઝલ લખાય જાય છે
(નરેશ કે.ડૉડીયા)
******************************
જીવનમાં સુરા ને સંગીતની અસર હોવી જોઇએ
નહીતર પ્રિયાની યાદોની ખુમારી હોવી જોઇએ,
ન હોય સ્થળ ને સમયનો સવાલ શેરો-શાયરીમાં
સ્મસાને કયારેક શાયરોની શાયરી હોવી જોઇએ
મુંગી વેદના સહેતા માનવીના હ્રદયે ટકોરા મારજે
ઝેર પીતા નિલકંઠ જેવી લાગણી તારી હોવી જોઇએ
હમેંશા એક મહાકાય વટવૃક્ષ તણો અડીખમ રહેજે
પાનખરમાં પણ વંસત જેવી ખુમારી હોવી જોઇએ
ભલે ફરે તારા અધર મૌન તણા અસરાર લઇને
આંખો સર્વ રોગની દવા જેવી અકસીરી હોવી જોઇએ
ન ડરજે મોતથી ભલે પધારે મૃત્યુદેવી આંગણીયે
કદાચ એને પણ તારી ગઝલ પ્યારી હોવી જોઇએ?
(નરેશ કે.ડૉડીયા)
————————————————
તું મારી આંખોમાં રોજ નમણા સપના લખી જા
મારી બાહોમાં પ્રાસમાં અક્ષરોની જેમ ફેલાય જા
તું મારી નજાકતને નઝમની જેમ માણતો જા
મારી નાજુક ક્ષણોમાં મુકતકની જેમ મલકાય જા
તું મારી લટૉમાં પવનની જેમ રમત રમી જા
મારી ઘુંઘરાળી લટૉમાં કવિતાની જેમ અટકાય જા
તું મારી ગુલાબી ગાલોની લાલીમાં રંગાય જા
મારા હોઠોમાં ગુલાબી ગઝલ થઇને છવાય જા
તું મારી લટકા કરતી ચાલમાં લટકાય જા
મારા કામણમાં શબ્દોની માટીની જેમ લિપાંય જા
તું મારી આંગળીનાં નખને કલમથી રંગી જા
મારા ટેરવામાં મનગમતા શેરની જેમ છવાય જા
(નરેશ કે.ડૉડીયા)
**************************
સુગંધોનાં ઉપવનોમાં સદા ખિલતા રહેવાના
તમે સપનાં મહી આવી મઘમઘ થતાં રહેવાના.
તહેવાર ઉજવે લોકો વસંતોનો અવસર ગણી
ચમનમાં બારમાસી ફૂલ તો ખિલતા રહેવાના
…
કુદરત કદી નહીં આપે પુષ્પોને ડંખ કાંટાનો
જગતમાં પ્રેમનાં અંકુર સદા ફુટતાં રહેવાના
નથી આસાન દુનિયામાં સરળતાંથી કવન લખવું
લપસણી ભૂમિને કારણ ઝખમ મળતા રહેવાના
કશ્તી ડૂબે નહીં તોફાન સાગરમાં ઉઠે ત્યારે
અહી ઉરમાં સતત તોફાન તો ઉઠતાં રહેવાના
‘નરેન’તમે પુષ્પો જેવી નરમ ભાષા નહી બોલો
રૂપાળા ફૂલ પણ ઝખમો સદા દેતા રહેવાના
(નરેશ કે.ડૉડીયા)
——————————————
કદી વાતો કરીને મન મનાવે છે
નહી તો યાદમાં જીવન વિતાવે છે
લખે છે ગઝલ તોયે દરદ હાંફે છે
દુખી હ્રદયે હસીને કૈં છુપાવે છે
…
નથી એ સરળ જીવન એ વિતાવે છે
છતાં ઉરમાં બગીચાને સજાવે છે
કફી સમજાય ના એનાં વિધાનો
છતાં જીવન સરળ છે એ બતાવે છે
સરળ માર્ગ નથી પ્રાસ પથરાળો છે
છતાં કવિતા મહી સુખ છલકાવે છે
ગઝલકાર બનવું એનું નવીન નથી
દુખી થઇ હું સુખી છું એ જતાવે છે
(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા)
—————————————-
રૂબરૂ જે હું કહીં શક્યો નહી એ વાત બોલું છું
તમારી ચાહતોની વાત ગઝલોમાં તરાસું છું
ઘણા દિવસો સુધી જે વાત છુંપાવી હતી દિલમાં
તમારા નયનમાં એનો ખુલાશો હું તપાશું છું
તમારી યાદનાં પડઘા પડે છે સાંજની સાથે
તમોને ખબર હોવી જોઇએ દુઃખને સતાવું છું
નથી વિતતી પળો એનો હિસાબ બરોબર કરું છું
ઇશારાઓ કરીને એટલે ચાહત જતાવું છું
મને ખબર ન હતી કે પ્રેમ એ બંધન સમયનું છે
પડીને પ્રેમમાં હું સમય ને બંધક બનાવું છું
અમોને ગીતો જે ગમતા નહોતા એ ગણગણું છું
ગમે જે ગીત એની તરજમાં તુજને સજાવું છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
અમોને ઘર ભલે આપે,દિવાલો એ સજાવે છે
મળે છે ઘાવ જગમાં,પ્રેમથી કેવા રૂઝાવે છે?
સદા ખિલતા રહે છે આંગંણે ફૂલો લહેજતથી
સવારે કોણ આવીને શબનમી વાઘા સજાવે છે?
…
ઉદાસી છેપટ ઉતરતી રહે છે અંધકાર મહી
જરા મલકે અને જાણે ઉદાસીને ભગાવે છે
નથી સામે અને હેત વરસાવે દુર રહીને એ
જગતમા દુર રહેનાર પણ યાદોમાં હસાવે છે
સુખતણા સુરજ રોજ ઉગે નહી જગમાં પરોઢીયે
સવારે કોણ લાલાશ ઘરમાં સુખની સજાવે છે?
નિશાને સંગ ગઝલ લખતો રહું છું શ્યામશાહીથી
ઉઠીને જોઉ તો મારી ગઝલને એ મઠારે છે
(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————-
નહીં પાછી વળે સરિતા સવાલ વટે ચડેલો છે
મહાસાગર વગર વાંકે જગત આંખે ચડેલો છે
સુનામી એમજ નથી આવતી સાગર મહી સોચો
જગતભરના દુખો જોઇ દરિયો કાઠે રડેલો છે
…
ભજવતા જાઇ છે નાટક રબ-સમા માનવીઓથી
જગતમા એક-એક કણંમા ઇશ્વર જાણે હટેલો છે
નથી મળતું સુખ જગતમાં બધે દુખની કહાણી છે
મળે છે સુખ પણ સંગાથે દુખોનો ઢગ પડૅલો છે
કરે છે માનવીઓ જાત જાત તણી ભવાઇ ભવ્ય
ભજવતા જાઇ નાટક પણ કલાકાર ખખડેલો છે
કદી પાગલપણાનો ભાર લઇ દરિયો ઘુમે જગમાં
કિનારેથી નદી પાછી વળી એનો જમેલો છે
(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
——————————————
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક
લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત
મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક
આ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણી
કંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખ
એ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથી
રદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક
– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)
———————————————–
अजीब सी उन की यारी है,अजीब से उनके राझ है
मेरे रिश्ते गीत है तो उन के अंदाझ मेरे साझ है
बहेतरीन नूस्खे आजमाती है मेरी समज के बहार है
कानो से नही,दिल से सुनाई दे ये उनकी आवाझ है
चंचल,शोख.हया,नजाकत के माइने कया है उन से
ये कल की बाते है,उन के नये नजाकती अंदाझ है
गर चले,चांद की चुडी,सितारो की बाली बना देता
उन की आखो मे,बिजली जैसे रोशन नखरे-नाझ है
महेफीलो मे देखे, मैने बहुत से हुस्नवालो के गरूर
गजब की सादगी है उन की,यहां गुरुर बेनियाझ है
शुकुन मिलता आशीको के दिल को,शायर क्यां जाने
इश्क जताना आशीको से शीखो,पुछो क्या इतराझ है?
उम्मीद भी क्यां चीझ है,जागती रहेती है आंखो मे
तस्सवुर देखने वालो से पुछो,क्यां सुरत ए हाल है?
क्यां मिजाज पाया है तेरी गजलोने सुखे पत्ते जैसा
हवा मे उडे जैसे,मोहतरमां हि गजल की परवाझ है!
————————————-
ઘણું છોડી શકું છું હું,તમે છોડી બતાવો ને
તમે આવો નહીં,એ વાતને ટુકમાં પતાવો ને
તહેવારો હમેંશાં હું ય યાદોનાં મનાવું છું
વિના જે આપના ઉજવાય એ ઉત્સવ બતાવો ને
જરા ચાલો તમે,જે રાહ મારી ના બની કો’દી
બને આ રાહ એક જ આપણી એવું કરાવો ને
સરળ ના હોય જીવનને સજાવાની કદી રીતો
અમારા પર કદી અધિકાર પોતાનો જતાવો ને
હવે ઘરનું જ માણસ ઘર મહીં જડતું નથી કો’દી
‘અમારા સમ’કહીને આપ કોળીયો ભરાવો ને
(નરેશ કે.ડૉડીયા)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા
————————————————
રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે
રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે
થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમવગર ફસકી જાય છે
દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે
ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે
શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે
(નરેશ કે.ડૉડીયા)
(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)
————————————————–
(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)
મારા ઉપર મીઠી દયાની નજર હોવી જોઇએ
ના જોઇએ દોલત તમોને કદર હોવી જોઇએ,
બદલે મૌસમ ને મિજાજ સમયની તાલે ભલે
પણ પ્રેમની આ લાગણી તો સંમદર હોવી જોઇએ
તાકાત શું છે લોહમાં સોનું બની ચળકે નહી
આ પારસમણીના સ્પર્શમા કસર હોવી જોઇએ
સંમદરમાં ભરતી ઊઠે અવરીત દિલના તંરગતણી
એને લગાતાર મુહબ્બતની અસર હોવી જોઇએ,
જીવી જશું જીવન તમારી નજર સામે મસ્તથઇ
મારી કબર સાથે તમારી કબર હોવી જોઇએ
જીવી ગયા હરજનમ યુગયુગથી તમારી સોબતે
તરસ્યા રહેવાની મજા હરજનમ હોવી જોઇએ
(નરેશ કે. ડૉડીયા)
————————————————–
રૂપાળા દેહમાં દિલ પણ રૂપાળું હોય જરૂરી છે
પણ નથી દેહમાં એ દિલ,ઇન્સાની જાત બૂરી છે
ઝલક એની પરખવી જોઇએ,માનવ નબી ન બને
હશે માનવતણી સદભાવના તો ખૂશખબરી છે
બચ્યા ના હોય રબના અંશ જગતમહી તપાશ કરો
અમારી જો શ્રધ્ધા ટકશે,દિલમહી જો સબૂરી છે
અમે પણ જોઇ લીધા શંખ જે રણભૂમિ ફુંકાતા
જુઓ,મંદિરમહી પૂજાય છે એની મજબૂરી છે
નમે તું મંદિરે જઇ કે,મસ્જિદમાં દુવાં માંગે
તમારી હોય માનવતા,ખુદ ખુદાએ કબૂલી છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
ગમતી ગઝલનો એક જ હું શબ્દ થાઉં બસ
દુઃખી હ્રદયનું સ્મિત કદી ફક્ત થાઉં બસ
પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું
હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ
જીવન તણો કંઇક પછીથી અર્થ તો સરે,
હૈયા મિલાવી જાય હું એ શખ્સ થાઉં બસ
શત્રુના હૈયે સ્નેહની સાંકળ બની શકું,
હું પ્રેમના આ દેવનો જો ભક્ત થાઉં બસ
કોઇ અજાણ યાત્રીનો રસ્તો જો થઇ શકું
લોકોને કાજ સહેજ હવે વ્યસ્ત થાઉં બસ
– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)
————————————————-
મને હું બહુ ગમું જયારે તમારી સંગ હોઉં છું
તમારી આંખમાં ત્યારે હું મારી જાત જોઉં છું
અરીસે સાવ એકલતા મને લાગ્યા કરે તેથી
બનું છું બિંબ ત્યારે આંખમાં તમને પરોઉં છું
તમારી ઘૂઘરાળી લટથી રમવાનો મને છે શોખ
લટો લટકો કરે છે ત્યારે મારા હોશ ખોઉં છું
તમે પાવન નદી સમ રૂપ લઇ દરરોજ આવો છો,
તમારી સંગ રહીને જાણે મારા પાપ ધોઉં છું.
– નરેશ કે. ડોડિયા
———————————————-
અમારી આંખમાં એની મહોબતની અસર બોલે
અમારું આ વદન બોલે, હ્રદય બોલે, નજર બોલે
અદાઓમાં તો એની ઉપવનોની જાણે લહેજત છે
કળી ખીલે ને મારા હૈયા કેરો આ ભ્રમર બોલે
બધી મોસમ તણો મિજાજ તુજ ઝૂલ્ફોના તાબામાં
ઢળે છે રાત ત્યારે ચાંદની પણ તરબતર બોલે
ખુલી ચાલ્યા નસીબના તાળાં આ સાંનિધ્યમાં તારાં
લકીરો જીવતી થઇ જાય છે ને આ અધર બોલે
મને પૂછો નહીં કેવી મહોબતની અસર થઇ છે
પડયો છે ઇશ્કના કુંડાળે પગ એ ઉમ્રભર બોલે
– નરેશ કે. ડોડિયા
——————————————-
ખુશીના ચાકડે તારી તમન્નાઓને ખુશ કરવા
હું આ નાજુક વળાંકોવાળી ને સુંદર ગઝલ લાવ્યો
તું જો શબ્દોની માટીમાં મેં લોહી ભેળવી દીધું
અને તેથી જ તો હું આટલી સધ્ધર ગઝલ પામ્યો
ઉદાસી સાંજની વધતી ગઇ સૂર્યાસ્તની સાથે
ઉદાસી દૂર એની કરવાને ખાતર ગઝલ લાવ્યો
નિરાશાઓની વચ્ચે ડૂબતી કસ્તી બચાવા લ્યો
જીવનની આ બધીયે વેદનાથી પર ગઝલ લાવ્યો
કહીને ‘આવજો’ પાછા ન આવ્યા જે સ્વજન મારા
બધાની યાદ એમાં સંઘરી સરભર ગઝલ લાવ્યો
ખમીરવંતી ધરા સોરઠના આ હાલારથી મિત્રો
‘નરેન’નામે તમારો સાથી આ નવતર ગઝલ લાવ્યો
(નરેશ કે.ડોડિયા)
—————————————————
મને આદી બનાવ્યો છે તમે આંખોથી પાઇને
નશો આવો ન પામ્યો મયકદે સાકીના પ્યાલામાં
નસીબદારીના સઘળા ભેદ ખૂલે તારી ખાતિરમાં
ફરીશ્તાનું નસીબ લાવે છે મારી હસ્તરેખામાં
બુલંદી હૂશ્નની અમથી નથી પામ્યો આ આશિક કંઇ
અસર કેવી હશે એના હ્રદયની તમાન્નામાં
‘નરેન’કહે છે અમસ્તી તો નથી કોઇ ગઝલ બનતી
વહે છે કેટલાયે સોણલા આંસુની ધારામાં
ભર્યા છે વિશ્વમાં મુફલિસ, તવંગર એકસાથે જયાં
રહું છું બાદશાહી લઇ ફકીરોના ઇલાકામાં
(નરેશ કે. ડોડિયા)
———————————————
હવે આ બૂમ અને પડઘાઓનો બહુ ભાર લાગે છે
વધારે બોલવું એ પણ હવે બેકાર લાગે છે
બધા આ દાખલા ખોટા તમારા વાયદાઓના
કરો ના વાયદા કે એય અત્યાચાર લાગે છે
વિનવશો નહિ હવે ઓ ડાળખીઓ આ વસંતોને
અરે નાજુક કળીઓને હવાનો ભાર લાગે છે
તમે આ મુખવટો ઝાકળનો પહેરી રાખશો ક્યાં લગ?
રવિના તાપમાં એને જતા ક્યાં વાર લાગે છે?
તમે ફૂટેલા કિસ્મતનો સહારો લઇને જીવો છો
અહીં મહેનત કરે એ સુખ તણો હકદાર લાગે છે
(નરેશ કે. ડોડિયા)
—————————————
સમયની આ બબાલોમાં ફસાયેલો સવાલ જ છું
અગર માંગે મને તો તુંજને ગમતો જવાબ જ છું
દુહાઇ ખપે નહીં તકદીરનો બળવાન માણસ છું
અગર માંગે મને તો,તુંજને ગમતો નવાબ જ છું
થશે પૂરા જમાનાના દુખ દર્દ તુંજ સંગાથે
અગરમાંગે મનેતો,તુંજને ગમતો સહવાસ જ છું
ફુટી નિકળે ખુમારી આઠપ્રહરની તુંજ સહવાસે
અગર માંગે મને તો,તુંજને ગમતો શરાબ જ છું
જિવી જઇશું તમારી ચોકટૅ સજદા અમે કરતાં
અગર માંગે મને તો,તુજને ગમતો રૂવાબ જ છું
પુછો જ નહી મિજાજ મને અમારા શેર-શાયરનાં
અગર માંગે મને તો,તુંજને ગમતો ખિતાબ જ છું
(નરેશ કે.ડૉડીયા)
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————-
इस लिए अश्क ए रवां हमारे रूके नही थे
गजल युं ही लिखते थे कोइ मेले नही थे
सिने से गजल के अलफाझ निकले नही थे
युं हीं नही जलते रहेते हैं आंखो मे चराग
अरमां हमारे मोम की तरह पीघले नही थे
तुटा था हर ख्वाब सितारो की तरह रातो को
तब भी तेरे ख्वालो से बहार निकले नही थे
सब तनहाइआ तेरे दामन से छुटके आयी थी
तुम्हारी हिज्र मे भी’नरेन’कही भटके नही थे
(नरेश के.डॉडीया)
રૂપાળા એ જવાબોમાં અમુક રૂપ લાજવાબ હતાં
રૂપાળા એ ચહેરામાં રૂબાઇ તણા રૂઆબ હતા
ખુબી એ છે બગીચામાં ખુદાના જાદુઇ ફુલોની
નિખરતા હોય રંગતણા રૂપ,શબનમી હિજાબ હતાં
નમે છે ડાળખી એના પગ બગીચે પડે ત્યારે
મને ગમતાં હતા એના અધર જાણે ગુલાબ હતાં
કલાકારો તણી હો એ કલા ખિદમત કરે રૂપની
ઋષિ તપોભંગ થઇ જાય રૂપ એના બેહિસાબ હતાં
‘નરેન’તમે પણ ખરારૂપતણા સપના ધરાવો છો
મળી મલિકા તમોને રૂપ તણા એ આફતાબ હતા
(નરેશ કે.ડૉડીયા)
————————————————
રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે
રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે
થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમ વગર ફસકી જાય છે
દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે
ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે
શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે
(નરેશ કે.ડૉડીયા)
(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)
————————————————
જેટલા એ પામવા માટે મને આતુંર હશે?
ચાતકનું પણ સજળનયને તૃષા-તરસ્યું હશે?
ઝંખના હું જિંદગીભર એ કહે તો કરતો રહું
મૃગ પણ મૃગજળ કાજ રણ મહીં ભટક્યું હશે?
એ કહે તો જિંદગીભર રણ બની તરસ્યો રહું
રણ મહીં વરસાદનું પાણી પણ વરસ્યું હશે?
સિતમગર થઇને ભલે તડાપવતા આદતવશે
ચુંમવા ધરતી ભલભલું આભ પણ ઝૂકયું હશે?
ચોસલા ભીતર મહીં હ્રદયતણા થઇ ના શક્યાં
એમને પણ આંસુ માંરા જોઇને ખટક્યું હશે
જગતમાં પ્રેમી હશે ક્યાંરેય એ મળતાં નથી
આજલગ મનને ગમે એ પાત્ર ક્યાં સર્જાયું હશે?
(નરેશ કે.ડૉડીયા)
માપ-ગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
——————————————-
आप की मुश्कानकी तारीफ को अल्फाझो में कैसे बंया करुं
मैं पेंगम्बर नही,जो खुदाइ इल्म को किताबो मे सजाया करुं
अंधेरो में गुजर रही थी जिंदगी कोइ किरन नही थी उजालेकी
जुनून रोशनी को आंखो में भर के तेरे दामन में जिंया करुं
आज तक मैने कभी रुबारुं मुलाकात नही की थी खुदा से
जब भी मिलना है खुदा से मे हरबार में तेरा जरिया*करुं
नही था कोइ ऐसा हुन्नर जो मेरी गझलो मे जान बन जाये
गझलो मे जान आ जाती है,जब भी मे तेरा जिक्र किया करुं
महेफुज नही थां तेरा दिवाना इस दिलगिरिकता*की दुनियामे
महेफुज होने का हुन्नर शिख लिया जब भी तुम्हे दरमियां करुं
अब तक मैने सब राज छुपाये रखे थे मैने अल्फाजो के झरीये
अब मुजे डर नही,मे सरेआम तेरा नाम गझलो मे नुमाया* करुं
-नरेश के.डॉडीया
नुमाया*-जाहेर
दिलगिरिकता*-दुखी,उदास,नाखुश
जरिया*- माध्यम
——————————————–
તમારી દયાની નજર જોઇએ છે,
નહીં માગું દોલત, કદર જોઇએ છે.
આ સાગરમાં આવે છે મોજાંની ભરતી,
લગાતાર એવી અસર જોઇએ છે.
સદા હું તમારી નજર સામે જીવ્યો,
તમારી સમીપે કબર જોઇએ છે.
યુગોયુગ અહીં આવવાનું મળે બસ,
તરસ એટલી તરબતર જોઇએ છે.
ઘડી બે ઘડી પ્રેમ આપો, ન ચાલે,
અમોને તો આઠે પ્રહર જોઇએ છે.
(નરેશ કે.ડૉડીયા)
———————————
ધગધગતી બેફામ ગતિએ આવે તારી યાદ
મારા નાજુક હૈયે આગ લગાવે તારી યાદ.
બેચેની દઇ સુખચેન લૂંટે તારી યાદ,
અંગઅંગ ને રોમ રોમમાં ફૂટે તારી યાદ.
સાગરના મોજાંની જેમ ઉછળતી તારી યાદ,
મારા સઘળા લોહીમાં ઓગળતી તારી યાદ.
આવે દિવસ–રાત જો નિરંતર તારી યાદ,
મારા સઘળા શ્વાસો રાખે અધ્ધર તારી યાદ.
રાતે સપનામાં પણ કાયમ ખીલતી તારી યાદ,
મારા ગીતો–ગઝલોને પણ ઝીલતી તારી યાદ.
હેયે પલીતો ચાંપી ખિલખિલ હસતી તારી યાદ,
વેગીલા અશ્વો સાથે ધસમસતી તારી યાદ.
(નરેશ કે.ડૉડીયા)
————————————
ફૂલના રંગો દબાયા ખુશ્બૂ કેરા ભારથી,
સ્વપ્ન જોવા આંખડી ઘેરાય છે અત્યારથી.
સૂર્ય રંગાઇ ગયો આ સાંજના રંગો થકી,
હૈયું શોભે છે તમારી યાદના શણગારથી.
ઊર્મિઓ હૈયાની ઓછી સ્હેજ પણ ના થઇ શકી,
શ્વાસ ઓછા થઇ રહ્યા છે રોજની તકરારથી.
શબ્દની સોદાગરીમાં કેટલું ભટક્યો છું હું,
જાઉં છું આ પારથી ને આવું છું તે પારથી.
સૌને ખટકે એક વેપારી કવિ થઇ જાય તો,
કેમ કે મતલબ બધાંને આપણા વેપારથી.
(નરેશ કે.ડૉડીયા)
——————————————
એવું પેલ્લી વાર બન્યું ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું : “શું છે નામ તમારું ?”
———————————————-
ઉદાસીઓ બધી એની ગલીઓમાં મુકી આવ્યો
મને તો એમ લાગ્યુ કે પવિત્રધામે ઝુકી આવ્યો
(નરેશ કે.ડૉડીયા)
—————————————
हमे भी तो उनकी ख्वाहिशे होती रहेती है
मुजे वो चाहती है लेकिन सताती रहेती है
बडे बेशर्म होते है कभी इकरार करते नही
अपनी सहेली से हमारी बाते करती रहेती है
…
समजदारी भी अपनी तहेजिब में दिखाती है
कभी सामने गुजरे तो मुश्कुराती रहेती है
दिवानगी कयां है हम गजलो मे जताते है
अकेले मे हमारी गजल गुनगुनाती रहेती है
बताने की ये बात तो नही है किसीको जैसे
इश्क में दवा के साथ दुवा चलती रहेती है
गुजरती है राते और दिन कैसे बिते हमारे
वकत ठहरता है,सिर्फ करवटे बदलती रहेती है
-नरेश के.डॉडीया
——————————————————
અમારા કવનમાં આપની અસર જાનદાર છે
અમારા હ્રદયની વાત શબ્દોની આરપાર છે
ભ્રમમાં રોજ જીવવાની હવે આદત પડી ગઇ
આપની પ્રતિક્ષા કાજે જીવવું કેવું ધારદાર છે
ગમશે અમોને સપનાંમાં આવતા રહો નિંરતર
સપનામાંની એ ઝલક મારા માટે તારણહાર છે
નક્ષત્રો-ગ્રહો પણ મારાથી હમણા દુરી રાખે છે
સમુસુતર પાર થશે બસ તમારો મદાર છે
બંજરભૂમિ જેવો વગડાઉ અમારો પ્રાસ હતો
આજે એ પ્રેમથી સિચેલું કવનવૃક્ષ ઘટાદાર છે
નથી સમજાતી દિવાનાની કાકલુદી કવનમાં
લોક કહે છે’નરેન’તમારી ગઝલ શાનદાર છે
સંભાવનાઓનું સતત સંવંવન કરીને થાક્યો
આપની છબીને સ્પર્શવાનો રોમાંચ જાનદાર છે
(નરેશ કે.ડૉડીયા)..———————————————
અમારા દરદ કેમ કરીને છુપાવી રાખવા સમજો
ગઝલમા જાત મારી મેં ખુબ છુપાવી હવે ખમજો
જવાબો શોધ જ નહીં તું અમારા આ સવાલોનો
તમે ખુદ ઉતર છો મારા સવાલોના તમે સમજો
નથી હોતું અમારી પાસ, એકલતા સતાવે છે!
જરા રોકો,નહી જીવી શકો ઓ કવિ તમે નમજો
નથી કૈ અંતિમ જિવનમાં જરા સમજો તમે જાણૉ
તમે કોઇ વખત રડીને પણ જિવનની તમા કરજો
નથી હોતી ઉદાસી કાયમી ધોરણ મુજબ જાણો
જરા એને સુખી જોવા ગઝલ નિત્ય તમે લખજો
દિલ મહી આ ઉદાસી પણ હટે જ નહીં કરીએ શું?
તમોનેએ જરૂર મળશે પછી ખુબ પ્રેમ પણ કરજો
-નરેશ કે.ડૉડીયા
(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
————————————————-
શબ્દોની આળપંપાળ કરીને થાક્યો છું હવે
તું નથી તો વિસામે આવી ભટક્યો છું હવે
(નરેશ કે.ડૉડીયા)
————————————-
बहुत ही छोटी हसरत के लिये ये गजल लिखते है
सिर्फ उन कि एक मुश्कुराहट मे ये शायर खूश रहेते है
उन को कोइ ये बात बतलाये के हम कितना चाहते है
हमारे दिल की बात उसे कहेने से कयुं हम डरते है?
वैसे तो हमारी कविताए किताबो में छपती रहेती है
जरा उन को समजाये उस किताबो मे दिल रखते है
वैसे तो हमे परवा नहीं है दिलकश अलफाझो की
ना जाने कयुं उन के अलफाझो के लिये तडपते है
जल्वे फिरदोस की कमी नही खुदा की कायनात मे
फिर भी आप के लिये ही मेरे अरमान मचलते है?
वही खडा हुं जहा से बस सिर्फ तुं नजर आती है
ये वही जगा है,जहां सब मुसाफिर बनके गुजरते है
(नरेश के.डॉडीया)
—————————–
નથી મળતી ઉદાસી માંગવાથી કોઇની પાસે
તમારા જે ઇલાજો છે,નથી એવા કોઇની પાસે
(નરેશ કે.ડૉડીયા)
———————————————
કૈંક હોવાપણાની ઉમરકેદ ભોગવી લીધી
ગઝલગઢમાં જિંદગીની નવી કેડી શોધી
દિલાશો,સાંત્વન જેવા શબ્દોને રજા દીધી
ખુલાશા વિનાની નવીનક્કોર ચાદર ઓઢી
ઘટના કોઇ અમસ્તી નથી બનતી અહીં
કિનારેથી ડુબાડવાની મેં નવી નાવ જોડી
મસ્તિકના વિચારે ચકડૉળે ચડે છે અહીં
મેળૉ નથી તો યે આ ઇચ્છા ચકડૉળે ચડી
ભીંજાતી કોર મહી ભેજ સહેજે સુકાય નહી
ગઝલ મહી ઓથ શોધી વેદના એમા પોઢી
સૌંદર્યના સંશોધનોના શબ્દો ખુટી પડયા
ખુદાને સનમ કહેતા જ સુફીબંદીશો દોડી
ગઝલ તને ગાંઠી ગઇ ને તું ગઝલ ને,
વેપારીએ શાયરીના ધંધામાં નીમ ખોડી
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !
મારી કવિતા અને ગઝલમાં ખુશીનો રંગ છે.
એ હું કહું છું
જરા ઝાકીને જુઓ તો
એમાં પારાવાર વેદનાઓનો એક અજાણ્યો રંગ છે.
ઝાકઝમાળ અમસ્તી હતી કવનમાં?
ગઝલ કવિતાની રેલમછેલ હતી
એ હું કહું છું
જરા સચ્ચાઇનો પડધો ઉઠયોને
એમાં તો વેદનાની સચ્ચાઇનો નાટકીય અંત છે
હોય જનાવર તો ડફણા ખાઇ મુંગા રહે
કિસ્મત હાંકે માનવીને કલાકાર બનાવીને
એ લખે પછી ગઝલ અને કવિતા બેફામ
એ હું કહું છું
જરા તાકીને જુવો મારી ગઝલમાં લાલચોળ છંદ છે
અહિંયા તો છે સદા બહાર છે…
તારા પાલવના રંગનો ઉત્સવ.
એ હું કહું છું.
જરા ઝાકીને જુઓ તો
આંશુંઓથી ભીના થયેલા મારા રૂમાલનો ઉતરેલો રંગ છે
માનવીને સર્જનહારે હ્રદય જેવું શું આપ્યું?
અજાણ્યા તારથી કુદરતે બે હ્રદયને જોડવાનું શું સુઝયું?
એ હું કહું છું
આ કવન એના વિરહથી બચવા ખેલેલો ખરાખરીનો જંગ છે
(નરેશ ડૉડીયા)
———————————————————
એવું કેમ!લાગણીના રણ તારા નામે જ તપતા હતા
ને આયખાની ચોકટે તારા નામના જાપ જપતા હતા
ઢળતી સાંજો તો શબનમની ભીની સતઃહ જેવી લાગે
સાંજે તારા ફૂલોના વિશ્વમા પ્રવાસી બની ઘુમતાં હતાં
જિંદગીની અડધી સફર અવસરો વિહિન પૂરી થઇ પછી
મુસાફરીના થાક હમસફરને લીધે અવસરો લાગતા હતા
કિસ્મતની ભૂલનો તાળૉ તને મળીને સમજમા આવ્યો
ભૂલો સુધારવાના તારા અંદાજો બધા મનગમતા હતા
કોણ કહે છે જોડી આકાશે બનીને ધરતી પર આવે છે?
તારી સાથે જોઇને આકાશવાસીઓ ઇર્ષામાં જલતાં હતાં
દુનિયાદારીએ કદી હસતી આંખે પ્રેમીઓને જોયા નથી
આપણે!તો દુનિયાને આંખમાં કણાની જેમ ખુંચતા હતાં
નિર્હેતુક બંધન વિનાના આપણે સંબધોમાં ગુંથાતા હતાં
સોઇ અને દોરા વિનાં લાગણીઓના ટાંકા ભીડતા હતાં
બસ કરો!કવન ઉઘાડેછોગે દિવાનગીની ચાડી ખાઇ છે
નરેન,દિવાનગી જોઇ મહોતરમાં મનમાં મલકતા હતા
(નરેશ કે.ડૉડીયા)
———————————————————
તું આવી પહેલા જિંદગીનો માહોલ આવો મજાનો નહોતો
તું આવી એ પહેલા સુખના કોઇ પ્રકારનો ખજાનો નહોતો
તારા માટે લખેલી ગઝલો તો દાસ્તાન એ ઇશ્ક બની ગઇ
લોકો પણ જાણે છે,આ શાયર પણ મોટા ગજાનો નહોતો
સંબધોનાં નામે માનવીઓ જગતમા છેતરાતા આવ્યા છે
દેવી થઇ તું આવી એ પહેલા માનવી હું મજાનો નહોતો
જિંદગીને કોઇ પ્રકારની સજાવટની જરૂર જેવુ લાગ્યું નહી
કોઇને પામીને દુઃખી કરવું પ્રકાર એવો પરગજાનો નહોતો
પુછો જ નહી મારી કથાનો અંશ,જેમાં તારો સાર ન હોય
તારા સાથે ચાલવાનો ધારો જગને ગમે એ પ્રથાનો નહોતો
એકાંતે કયાં સુધી રાતોમાં એકલતા સાથે એકલો લડતો રહું
વ્યથા જે ભોગવું છું એ ધારો કોઇ કાનૂનમાં સજાનો નહોતો
હજું તો શરૂઆત ગણો,ઇતિહાસ ફરીથી એક નવો રચવો છે
ઇરાદો બુંલદ રાખો,કદી આ વિષય સામાન્ય પ્રજાનો નહોતો
(નરેશ કે.ડૉડીયા)
———————————————————–
તું વાદળ છે પણ ઝાકળની જેમ તારું અડકવું મને નહી ફાવે
વાદળની જેમ વરસી જા,દરિયા જેમ તરસવું મને નહીં ફાવે
ચાંદ,સિતારા,ગ્રહો,નક્ષત્રોને જેવાને ભલે તું માનતી આવી છે
મારી હથેળીની રેખામાં આવી તો તારું અટકવું મને નહી ફાવે
ચાહી છે તને દિલફાડીને એટલે તો વિરહની વ્યથા આ ફાવશે
મારી યાદમાં આંખે આસું આવે તો તારું રડવું મને નહી ફાવે
વાત ખૂશ્બૂની હોત તો કૈં ફૂલોને ચગદીને તારી રાહ સજાવત
વાત બાગની આવે તો નિર્દોષ ડાળૉનું બટકવું મને નહી ફાવે
કહેવું હોય કંઇ,મને મોઢામોઢ ડર રાખ્યા વિનાં ઠપકારી દેજે
મોં ફેરવીને બોલવાનું ને તારી કમાનનું છટકવું મને નહી ફાવે
શકયતાનાં ઉંબરે બારણામાં લાગણીના તાળા હું મારતો નથી
શકયતાનો ઉંબરો વટ્યાં પછી તારું પાછું જવું મને નહી ફાવે
તું કહેશે તો,તને ભૂલીને તારી યાદમાં હું કવન લખતો રહીશ
ચાહતીઓથી બર્દાસ્ત ના થાય તો,એવું લખવું મને નહી ફાવે
કહેવી હોય તો પુરી વાત કહેવાની પ્રથા તારે જાળવવી પડશે
અધુરી વાતોનો અર્થ ન સરે,લોલક જેમ લટકવું મને નહી ફાવે
કયા ભટકું તારી અંદર,દિલમાં એક કાયમી સ્થાન આપી દેને
સરનામાં વિનાની ટપાલ જેમ આમતેમ રખડવું મને નહી ફાવે
તને જ ચાહવું,તારા સિવાય કોઇને ન ચાહું,મજબૂરી મારી છે
ધનુષ્યમાંથી છુટેલા એ તીરનું અકારણ ભટકવું મને નહી ફાવે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————-
લાગણીને આજ લગી પરપોટા સમજીને રમતા રહ્યાં
એને પછી ઘનસ્વરૂપ આપી એકબીજાને ગમતા રહ્યાં
કદી આળસ ન ચડી તારી સાથે સાથે ચાલવામાં ને
ને અનૂકૂળ ચડાણ ન હોય ત્યાં આપણે થોભતા રહ્યાં
હસવુ,રડવું અને રૂઠી જવું,તારી ત્રણે મનપંસદ કલા
ત્રણે કલાને આત્મસાત કરી તારી સામે નમતા રહ્યાં
સપના જેવી જિંદગી કે જિંદગી સપનું બની ગઇ કૈંક
તારા સાનિધ્યનાં એકાંતો સદા મારા મનગમતા રહ્યાં
કંઇ કહેવું નહી અને મૌનનું ભિતર ઉલેચવું ફાવ્યું નહી
તારો આહલેક અક્ષરોમાં જગાવી કવન ગજાવતા રહ્યાં
ભીતરનો મૌનરાગ તારા પરિઘોને અડકી ખોવાઇ જતો
તારા લાગણીના સંવાદોમાં મૌનરાગ મારા ગમતા હતાં
ઇશ્વર અંચબિત થઇ જતો રણમાં ફૂલોને ખિલતા જોઇને
તારી હાજરીમાં તપતા અરમાનો ફૂલો થઇ ખિલતા હતા
થોભી ના શકાય જ્યારે લાગણીઓના ઘોડાપૂર ઉમટે છે
નદી જેવી ગાંડી,જો તો,અંદર કૈક દરિયા ઉછળતા રહ્યા
પાગલપણું નિઃસિમ બની જતું મારું ખાસ એ અવસરે ને
નરેન,તને તો એના લજિઝ સ્મિત સદા મનગમતા રહ્યા
(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
उन की तस्वीर में से एक खूश्बू बिखरती है
वो कया जाने हमारे दिल पे कया गुजरती है
इश्क में तेरी इबाबत खुदा समज के करता हुं
तुं क्यां जाने खुदा के दिल पे कया बितती है
समजो महोतरमा दिवाने के हालात कयां है?
नर्म आंखे देख,तेरी हसती तस्वीर दिखती है
मिलना-बिछडना चाहतो मे लगा रहेता है तो
बिछडने के ख्याल से जान लाश सी लगती है
आना है तो तुं खुल्लेआम आ जाना दरवाजे पे
आज कल सिर्फ तेरे नाम की आहट गुंजती है
(नरेश के.डॉडीया)
———————————–
तेरे दामन से तनहाइया दूर रहे ये गजल कहेता हुं
तुजे हसता हुवा देख में सारे गम अकेले सहेता हुं
क्यां रिश्ता है तुज से,दोस्ती,इश्क,क्यां है तुं बता
रिश्तो से ज्यादा राहत,वो सिर्फ तुज मे देखता हुं
…
कैसी खलिश है,जिंदगी तेरी पनाह में सवांरने की
ये ही एक सवाल मेरे वजुद से बार बार करता हुं
चाहत ही खूशी होती,फिर गम,बेकरारी कयुं होती है
सब बाते भूल के में खूशीयावाली गजल लिखता हुं
जिंदगी दो हिस्सो बट गइ,चांद और सुरज की तरह
चांद-सुरज जैसे दिन रात उनकी यादो मे भटकता हुं
एक ढलती शाम,कोइ पल्लु से सुरज को ढक गया
वही पल्लू में आज मेरे भी एक वजुद को ढुंढता हुं
(नरेश के.डॉडीया)
——————————————————————-
પ્રચંડ એકલતાનો માહોલ હોય જ્યારે તારી હાજરી નથી હોતી
એવુ લાગે સજીધજીને જતી નારીના પગે ઝાંઝરી નથી હોતી
સતત એક આગ જલે દાવાનળ સી,તારી તરસનાં જંગલમાં
ના બુજે આગ,આજું બાજુંમાં વાવ એવી વણજારી હોતી નથી
સતત એક અહેસાસ ટપકતો રહે છે ભરચોમાસે મારા કવનમાં
ચાતક હું નથી,આ પ્યાસ મારી ચોમાસે બુજનારી હોતી નથી
કેટલા જ્ન્મની ચાહત હું એક જન્મમાં જતાવું છું એવું લાગે છે
ઋણાનુંબંધની આ પ્રથા હર જનમમાં પૂરી થનારી હોતી નથી
સિતમ કરે છે,દિલને તારતાર કરે છે તારી તસ્વીરોનું સ્મિત
ચાહનારાઓને તડપાવવાની તારી જ પ્રથા મજાની હોતી નથી
એવું બને કે દરેકનાં હાથમાં રેખા તો એના ગજાની હોતી નથી
દિલથી દિલ મળે પછી બે હાથોની રેખા હારનારી હોતી નથી
હજારો નજરોથી તારી પ્રેમની મિલકતને હું કેમ છુપાવી રાખું?
કેમ બતાવું,જ્યાં સુધી તારી એમાં દસ્તખત જારી હોતી નથી
કોઇ હકિમ મારી નાડને જોઇને મારા દર્દને પારખી ન શક્યો?
તારા ઇલાજો જેવી કોઇ દવા મારા માટે ગુણકારી હોતી નથી
લાગણીના ઇતિહસમાં તારું નામ સુવર્ણ અક્ષરે લખીને જવું છે
વર્તમાનમાં ભોગવેલી વ્યથા તો કિસ્મતને આભારી હોતી નથી
ભારે કરી’નરેન’તમે,આ મોહતરમાંને રંગેચંગે તમે સજાવી છે
ગઝલોમાં સજાવી જાણે જગમાં એનાથી સારી નારી હોતી નથી
(નરેશ કે.ડૉડીયા)
રૂબરૂ આવ તો તું,સાચી વ્યથા જાણશે
પછી તો જોજોને ફક્ત દિલની ચાલશે
આમ તો આવન જાવન તારી ઓછી
ને એંકાતે તો તારી યાદો જ મહાલશે
દુનિયાદારીમાં મારું અસ્તિત્વ નહી ને
તારા સિવાઇ મારો હાથ કોન જાલશે
પાંપણૉ જુકાવવાથી વાત નહી બને
મને તારી પલકોની છાંવ જ ફાવશે
મૌનની મૌસમને ચોમાસે વિદાઇ દો
કૈક બોલ તો દિલને આ પ્રથા જામશે
લાગણી તો તારી બારેમાસ વરસે છે
તું વરસે તો કૈ ચોમાસા જેવું જાગશે
નરેન કેટલું લખે,કેટલુ તને ઝંખ્યા કરે
હર્દયમા વસે તો આંખોને એકલુ લાગશે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————-
कयुं उनको हम सताते है,जिसे हम बेसुमार प्यार करते है
मिलने की बेकरारी भी रहेती है कयु की वो इंतेजार करते है
चाहत मे अगर गुफतुगु होती,इश्क कम बाते ज्यादा होती
फक्र है नाझनिन पे कुछ ना बोले तो वो ऐतबार करते है
…
उंगली से भले टाका भीडे या शाने पे सर रखे चाहने वाले
रिस्ते दिल से जुडते है ये बात पे दिलसे इख्तियार करते है
खुदा भी मोहतरमा के झरिये उन का होने का वजुद जताता है
मिलता हुं मेरे खुदा से वो मुजे देखके दिदार ए यार करते है
अजिब सी कशिश है उनकी बहेतरीन आलादरज्जे की मुश्कानमे
जब मुश्कुराती है तो लगता है कोइ दिलकश इस्तिहार करते है
टुटता नहिं है वो धाग़ा जो किसी को आंखो से दिखता नही है
इस लिये उन को मनाने मे हम मिन्नते बार बार करते है
ये कैसी वफादारी की आग है बुजाने से ज्यादा जलने लगती है
दोस्ती,इश्क से बढकर ताल्लुक पे तो अकसर सवाल करते है
कितना सताया है कितना रुलाया है तुने ये कभी सोचा है
नरेन,फिर भी महोतरमां तुम्हारी हि खूशी का ख्याल करते है
(नरेश के.डॉडीया)
——————————————-
હવે એકાંતની પળૉ સજાની લાગે છે
તારી યાદોમાં જિંદગી મજાની લાગે છે
બહાનુ શોધતો રહું છુ તને હસાવવાનું
સ્મિતની અસર મોટા ગજાની લાગે છે
પુન્ય સ્વરૂપે કાનાએ તને આપી ખૂશીથી
એ મેં દ્વારીકે ચડાવેલી ઘજાની લાગે છે
શોધતા તો કદી મનગમતું મળે નહી
આ બધી વાર ઇશ્વરની રજાની લાગે છે
સહવાસ એનો કાયમ ઝંખતા રહેવું તો
આ તડપની મજા તો સજાની લાગે છે
‘નરેન’ગઝલો વાંચી શરમાઇ લહેજતથી
જરૂર પંકતીમાં અસર લજાની લાગે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————-
દુખના સ્મરણૉ,તારા આગમને તો સુખના વર્તમાન થઇ ગયા
ખાલિપા જે હતા જિવનના તારા નામે પ્રાવધાન થઇ ગયા
આટલું વ્હાલ ક્યાં શીખીને આવી,કદી રાધાને મળી નથી?
રાધા ને મીરાના ભાવ જોઇને તો ક્રિષ્ના સાવધાન થઇ ગયા
દરેક યુગે એક જોડી જગતના મંચ પર રંગ જમાવતી રહે છે
આવનારી પ્રેમીઓની પેઢી માટે આ નામો સન્માન થઇ ગયા
તને ચાહવાની વાત હોય તો ચોરાસી અવતારો તો ઓછા પડે
બધા અવતારોનો પ્રેમ કરવો મારા તો એ અરમાન થઇ ગયા
સુખના તમામ પ્રકારો લઇને જ કેમ તું મને મળવા આવે છે
દરેક મુલાકાતો પછી દુખો,તો સુખના વસ્ત્રોની શાન થઇ ગયા
ઘણા લોકો દુખતી રગ દબાવે છે ને તું સુખની રગને સજાવે!
તારા સ્પર્શે ઝેરના પ્યાલાઓ હોઠે અડીને જો જામ થઇ ગયા
અભિમન્યું જેમ આ સમજણ સાતમે કોઠે આવીને અટકી ગઇ છે
નરેન,હવે કવનના રહસ્યો તો જો મહોતરમાને નામ થઇ ગયા!
(નરેશ કે.ડૉડીયા)
—————————————
શાંત અને ઠેહરેલા પાણીમાં અજાંણતા કાંકરી કેમ ફેંકી
ખબર પડી કે એક શાંત ઇચ્છા કેમ તને જોઇને બહેકી
(નરેશ કે.ડૉડીયા)
————————————————————–
એને કશું કહેવાય નહી,પછી મારાથી છુપાવાઇ નહી
કુવાંરી લાગણીની જાતને વારમવાર બતાવાઇ નહી
નિંરતર એને જ ચાહતા રહેવું,આવું જ કેમ બને છે?
વિંટબણા કેવી!એની સામે ચાહતોને જતાવાઇ નહી
…
આકર્ષણ,પ્રેમ,દોસ્તીના તો અધ્યાયો કથા બની ગયા
નવા અધ્યાયોના નામે એને કોઇ રીતે સતાવાઇ નહી
જિંદગી એની મૌજમાં મખમલી લિબાસોમાં મહાલે છે
શ્વાસો અડક્યા,છતાં ઉમંગો એની સામે ઉછાળાઇ નહી
ક્યાં સુધી છુપાવું,સહેવાતા નથી એ મજાના દર્દોને?
હકીમો મુછમાં મલકીને કહે આ દર્દીને વતાવાઇ નહી
તમે રડાવો છો ને તમે જ હસાવો છો,કેવો ન્યાય છે?
ન્યાય પણ કેવો મજાનો મને અન્યાય જેવું થાઇ નહી
તમોને ભૂલી જવાના વિચારોમાં હું ખૂદને ભૂલતો ગયો
‘નરેન’કહો,તમારા વિના હવે એક પળ રહેવાઇ નહી
(નરેશ કે.ડૉડીયા)
————————————————————-
अब लगता है के जिंदगी में एक ही शख्स की मनमानी है
मालुम है के ये उन की खूबसूरत मुश्कुराहट की फरमानी है
चाहतो में पलने की आदत नही थी,फिर भी कमी सी थी
जोडीया देख के लगता है एक दुसरे से शकले अनजानी है
…
गुलशन में देखो कितने रंगो के साथ खुश्बु का आलम है
तुम नही तो ये बहारो के बिच खिझा ने रहेने की ठानी है
जवानी की किताबे सभी की रंगीन पनो मे नही लिखी गइ
उन पनो मे तेरा नाम नही,वोही पने मे ही एक कहानी है
सवाल पाना ही नही,मेरा जवाब तुजे खोने का भी नही है
सवालो और जवाबो के बिच,हमारी खूशीया आनीजानी है
तुम्हारे आने से जिंदगी हर पिछले दोरे से सवाले करती है
तनहाइ भी हर पल कहेने लगी ये जगह से मुजे जानी है
नरेन,किसी का आना और जाना जिंदगी मे लगा रहेता है
इस दोर मे उनका आना!समजो उपरवाले की महेरबानी है
(नरेश के.डॉडीया)
————————————————————
लोगो के लिए जिंदगी क्यां है.एक जिंदगी मे बिखर जाते है
कुछ लोगो के आने से फिर से जिनेके आसार नजर आते है
कोइ तो है उनकी आहट से अरमानो के संदुक खूल जाते है
धडकन बन के अपनापन अरमानो के संदुक मे भर जाते है
…
ना दस्तक देते,ना आवाजे आते ही,सिर्फ एहसास काफी है
तस्वीर से उभरके के एक जान होने का एहसास जताते है
बदलता नही आयने का तरीका कितने बरसो बित जाते है
बदले दिये है आयने के तरीके वो उम्र के राझ छुपाते है!
तन्हाइ से कुछ अरसे से मेरा ताल्लुक जैसे तुटसा गया है
तेरी मुश्कान का नझारा मुजे तनहाइ के दामन से बचाते है
कोइ खास होता है वोह हमारे आसपास हो जरूरी तो नही?
चाहतो के झरिये वो आसपास होने का एहसास देते रहेते है
मीरा,राधा,शीरी या लैला हो,क्यां पाया कया खोया इश्क मे
मरने के बाद भी इश्क क्यां है ये,अपने तरीके से बताते है
जिंदगी बदलने से किसी की तकदीरे कभी नही बदली’नरेन’
कयुं उनकी तस्वीरो मे तेरी तकदीरो के रंग नजर आते है?
(नरेश के.डॉडीया)
——————————————————
શબ્દોની ચિક્કાર અભિવ્યકિત થઇ શકે
એવું કાવ્યમય સૌંદર્ય જિંવત થઇ સામે આવે ત્યારે
કાવ્યની રચિયતા હ્રદયઉર્મિ કલમ પર
એક ઘોડેશ્વારની જેમ સવાર થઇને જાણે
ઘોડાની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા અને
બુચકારતા બુચકારતા જેમ ઘોડાને દોડાવે છે
તેવી જ રીતે મારી હ્રદયની ઉર્મિએ મારી કલમને
તેજ તોખારની જેમ દોડાવી છે.
શું જરૂર હતી તારે તેજ હવામાં સાડી પહેરીને નીકળવાની?
અને નીકળી તો પણ સાડીનાં પલ્લુને સાચવી રાખવો જોઇએ
નાહકની હવા મારી દુરીનો લાભ લઇ લે,
અને તારી સાથે છેડખાની કરી લે.
અને એ પણ આગાસી પર અને અષાઢી ગોંરભાયેલા આકાશે
સારૂં થયું હું સમયસર આવી ગયો,નહિતર
મેઘરાજ તને ભીંજવી નાખવા આતુર હતાં અને
ઘરતીનો વારો તો બીજા નંબરે હતો
તારા પછી ભીંજવવાનો,પણ એ તો તરસી હતી!
અને તું !
આઠો જામ ખુમારીથી લથબથ કોઇ નશાકારી અને
પાણીની બદલે શરાબથી ભરેલ એક ચીકકાર વાદળી જેવી
જે ગમે ત્યારે મારા પર અચાનક વરસી પડતી હતી
(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
तेरी खूबसूरती पे लिखी ये गझले तस्सवुर सी लगती है
रूबारुं मिली तो हक्कीत में लगा के तुं हुर सी लगती है
(नरेश के.डॉडीया)
————————————————
પ્રકારો તો હોય છે જુદા જુદા પ્રેમના પ્રદર્શનના
લાગણી ભલે જુદી હોય,ભાવ એક જ પ્રદર્શનના
હોય છે ઇશ્વર એક સમસ્ત જગતનાં તખ્તા પર
દરેક મંદિરે હોય જુદા જુદા રૂપ એમના દર્શનના
…
હૈયું મિલાવે એ સ્નેહનાં સંસારનો સાર એક છે
બે વ્યકિત મળે પણ ભાવ જુદા હોય આકર્ષણના
સૌંદર્ય,નજાકત,શરમ-સંકોચનાં પ્રકારો શું હોય?
હ્રદયે-હ્રદયે કમાલ હોય છે સર્જનહારના સર્જનના
એક જ ગેબી ઇશારો કાફી હોય છે ઝંખનારાઓનો
અચાનક જ બદલે છે પ્રકારો ચાહકોની સમજણના
લખે છે કોઇ ગઝલ,કોઇ કવિતા,લખે કોઇ હાઇકું
જુદા જુદા હોય છે ઘાવ ને ભાવ બધા સર્જકના
જુકી જાય જો પાપણો તો ના સમજો લજ્જા એને
શરમના પ્રકારો હોય છે જુદા દરેક સાથેના સસંર્ગમા
નરેન,તમે ભરચોમાસે તાકતા ના રહો નદી સામે
અંતે મળે સાગરને,ને હોય છે કારણ એના ઘર્ષણના
(નરેશ કે.ડૉડીયા )
———————————————————-
खुश्बु के लिबास पहेन के निकलो तो हलचल सी लगती है
चमन में गुलो-कलियो की मुश्कुराहट भी चंचल सी लगती है
चांद बेचारा सा लगता है,सितारो को सोने की नोबत आ गइ
रात को तु छत पर गइ तो आसंमा मे हलचल सी लगती है
…
तुम्हारे पैरो कि आहट से नब्झ में एक कमी थी वो भर गइ
तेरी आंखो की गहराइ मे डुब जांउ तो दलदल सी लगती है
जिंदगी के माइने कुछ पलो में बदलने के तरीके कहां शीखे
तेरी यादो में ये बंझर सी आंखे अब जलस्थल सी लगती है
करवट बदल के चदर के साथ बदन मे सिलवट सी पड गइ
मिलती हो तस्सवुर मे,तो सिलवट भी मखमल सी लगती है
तुम्हे पाने का झूनूं आंखो के झरिये दिल मे कहा से उतरा?
तब से मेरी बात लोगो को ना जाने कयुं गजल सी लगती है
लाखो चहेरे के बिच कयुं एक ही चहेरा अपना सा लगता है?
कैसी खलिश है उनको पाने की जिंदगी पलपल सी लगती है
(नरेश के.डॉडीया)
———————————————————-
तुंम मुश्कुराती हो तो लगता है ये पुरनमासी का दिन है
आंख मिलाती हो तो लगता है मेरी बदमासी के दिन है
रिस्तेनाते,प्यार,मुहोब्बत सब चिजे क्यां माइने रखती है
मिलती हो तो सब भूल के लगता है वफादारी के दिन है
…
इंतिजार,इंतिहा,खलिश,ये सब कयां माइने रखते है बोलो
पहेली मुलाकात के बाद लगा के मेरी चाहदारी के दिन है
जब भी रूठ जाती तो बाते करने के रास्ते बंद हो जाते थे
मनाने मे तरीके आझमाये,लगता है अदाकारी के दिन है
रोज रोज तो कोइ भी झरीये हम अकसर मिलते रहेते है
फिर भी ऐसा महेसुस करता हुं के इंतिजारी के दिन है
सनम,माशुक,यार-दोस्त ये सब कया है दिवानो के लिए
तेरा राधा जैसा रूप देख के लगता है गिरिधारी के दिन है
चाहत जताना दिलवालो का असुल है,कुछ तो नया करूं
चाहतो मे कुछ नया करुं तो लगता है दिलजारी के दिन है
नरेन,चाहत बरकरार रखना और होंसला टुटने मत देना
मोहतरमा तेरी गजले पढे तो,लगे के बेकरारी के दिन है
(नरेश के.डॉडीया)
—————————————————————–
નખના પરવાળા જેવું સંબધોનું આચ્છાદન બહું મજાનું હતું
આંગળીથી નખ વેગળા પણ સહવાસનું બહાનું મજાનું હતું
જીવવાનું નથી સમજાતું,ઝંખના કહે હજી મરવાનું નથી
આપણને ખબર છે કે લાગણીનું બંધન મોટા ગજાનું હતું
ચો તરફ દરિયાના તોફાનો વચ્ચે એક શાંત અનૂભૂતી હતી
તું મળી જાણે એમ લાગ્યું મારે તો સામે કાંઠે તરવાનું હતું
રેશમી યાદોની મુલાકાતોની જગા યાદ રાખવી જરૂરી નથી
આવું કામ તો આપણી આસપાસ વચ્ચે વસતી પ્રજાનું હતું
કોઇ ગુના કર્યા વિના કેટલી સજા મુંગા મોઠે મે ભોગવી છે
તારા વિરહનું એકાંત મળેલી કાનુન વિનાની સજાનું હતું
સતત એક ઘટનાં મારી આંખ સામે સદા તરવર્યા રાખે છે
તમે મનાવવા કેવાં ખેલ કર્યાં એ કાર્ય કેવું છાનુમાનુ હતું
જાહેરમાં હાથમાં હાથ પકડી શકાય એવી જગા ક્યાં હતી?
જ્યાં તું મળતી ત્યા બે પારેવાનું સ્થાન એક છજાનું હતું
ભીડની વચ્ચે મેં હમેશાં તારી નજરોને આંખોથી ચાતરી છે
તારી નજર મને જોઇને ઢળી જતી કારણ એ લજાનું હતું
સંબધોનાં દાયરામાં આપણા બંનેનું સમાવવું શકય નહોતું
આપણું તો ફૂલોની જેમ સવારે ખિલીને સાંજે ખરવાનું હતું
(નરેશ કે.ડૉડીયા)
————————————————————-
અકારણ આંસું બનીને તારી આંખમાથી ટપકું છું
તારા હોઠે સજાવી લે,ફકત તારા કાજે ભટકું છું
એક મૌસમની વાત હોત તો વંસત બની જાત
હું જમાનો છું,તારીખિયાના પાનાને હું ખટકું છું
…
ભરપૂર વાદળ બની તારી છત પર અટકું છું હું
તારા ભીના બાલોને જોઇને વાદળ થૈ તરસું છું
કોઇ પણ નામના હોઇ સંબધો હમેંશા કામ લાગે
નામ વિનાના સંબધે કોઇ પણ નામે મલકું છું
મસ્તી ચડી ગઇ આહલેકનાં અલગારી શરાબની
તારા નામની શરાબ થઇ હું ગઝલોમાં છલકું છું
વિધાતા તો લખી ગયા તારું નામ એના લેખમાં
તારા નામ સાથે મારું ના જોઇને માથું પટકું છું
સુરા પીધા પછી તને પામવાનું સુરાતન નથી
તારા નશો છે એ શાહી બની કાગળમાં ટપકું છું
આખરી ચુકાદો સાંભળી લે,જો ભગવાન તું હોય?
દુનિયામાં એ છે ત્યા સુંધી એના નામથી ટકું છું
પ્રેમભુંખ્યું હ્રદય કેટલુ દોડશે’નરેન’જરા તમે કહો
એક વાર દુવા માંગી ને કહે,હું પણ એને ગમું છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
ઝંખનાનો ગુંજારવ થમતા કેટલા ઘાવ લાગશે?
તું નથી તો મને સદાય તારો અભાવ લાગશે?
જિંદગી કાફી નથી હોતી તને પામવા માટે તો
મારી જિંદગીને માણી શકે તારો એ ભાવ નથી
ઠોકરો તું કહે એ પાળીયાને મારીને જીવતા કરું
નિર્જવ પથ્થરોમાં જિંવતતાનો હવે પ્રભાવ નથી
સપનાની સરહદો ટપીને સવાર પાસે પહોચ્યો
રોજ તો સુરજને રોકી શકાય એવો લગાવ નથી
મંજીલ જેવું નહી ને મૃગજળને પામવા મથો તો
તરસ્યા રહેવાની સજા જેવો કોઇ અલગાવ નથી
નથી તારું એને ઝંખતો રહે એ સારું છે વિચારો?
હ્રદયમાં વસી જનારા વિના જીવનનો તાગ નથી
ચાહતોની વિગત સિલસિલાબંધ હ્રદયમાં સાચવજો
બીજા કોઇને ચાહી શકે,એ’નરેન’નો સ્વભાવ નથી
(નરેશ કે.ડૉડીયા
————————————————
ખુદથી ખોવાયો હું પછી તારામાં દેખાયો હતો
પછી તમે કહેતા કે હું તમારો જ હેવાયો હતો
ઘટનાઓની આરપાર હું એ વખતે દેખાયો તો
પછી તમે કહેતા કે હું તારી ઝુલ્ફનો છાયો હતો
બંધ હોય કે ખુલ્લી હોય આંખોને શું ફરક પડે
પછી તમે કહેતા કે હું એ આંખોમા સમાયો હતો
રમતા રમતા લડી પડતા વયની મર્યાદા મુકી
પછી તમે કહેતા કે હું બાલસહજ મલકાયો હતો
મૌન તારું માદક હોય ને કદી મારકણું બનતું
પછી તમે કહેતા કે હું અકારણ છલકાયો હતો
સરહદો ઓળંગી નહી,સ્પર્શને એનો ખાર હતો
પછી તમે કહેતા કે હું ઉન્માદમાં ધવાયો હતો
સમજણ જેવું કશું જ નહી તારા સાનિધ્ય તળે
પછી તમે કહેતા કે હું એટલે રધવાયો હતો
મહોતરમાં,તમે એમ ના કહો ભૂલી જજો આપ
હર સમયે તમારી લાગણી પવન વાયો હતો
આ કવનને હવે તારી આદત પડી એનું શું?
નરેન,તમારા રૂપની જયોતીનો પડછાયો હતો
(નરેશ કે.ડૉડીયા)..
————————————————
કશું જ ના હોય અને ચોમેર ધાક જેવું લાગે છે
લાગણીઓને રહી-રહીને કશા થાક જેવું લાગે છે
દુરતા કે સમીપતા વચ્ચે તમે કેવા સમાય ગયા
જાણે અંધમાણસને પણ હવે આંખ જેવું લાગે છે
…
નીવારણ હોતું નથી આપણા વચ્ચેની સમસ્યાનું
રોજ મળીએ છીએ છતા કૈ સંતાપ જેવું લાગે છે
કેમ હવે ભરપૂર મૌસમમાં પાનખર જેવું લાગે છે
ત્રણ એકા હોય છતા કેમ હવે ઘાપ જેવું લાગે છે
સંતાપ હવે ક્યાં સુધી વેઠતો રહું જરા તમે કહો?
તમે હો સાથે તો આ રણ વૈકુંઠધામ જેવું લાગે છે
ઝંખનાઓને પુરી દેવાથી માલિકી તો બદલશે નહી
તું નથી તો દિલ કહેશે જ કે અભાવ જેવું લાગે છે
(નરેશ કે.ડૉડીયા)..
———————————————
દરેક સાંજ હવે મને તો મજાની લાગે છે
તમારા આગમને તો આ ઉદાસી ભાગે છે
કોકિલો પણ વિના મૌસમે ટહૂકા મુકે છે
ઝરુખે તને જોઇને મૌસમ પણ લાજે છે
…
અષાઢી સાંજ હો કે તારા બાલોનો ઘેરો
જોઇને મેઘ તો કહે અષાઢ જેવું લાગે છે
રૂપની બેહિસાબ સામગ્રી લઇ કાં ફરો છો
નખશીખ સૌંદર્ય ઇશ્વરીય કૃતિને છાજે છે
આ દેવોને ધરા તાકવાની આદત પડી છે
દેવલોકમાં ચહલપહલ ફકત તારા કાજે છે
ભીખારી દિલ પણ તમારી ચોકટ તાકે છે
કાણા પાત્રમાં એ કિસ્મતના દાન માંગે છે
હોઠો પર અમારૂં નામ ના હોય તો શું છે
કવનમાં તમારા નામનું ચોમાસું ગાજે છે
સ્મિતનાં અભયદાન કયાં સુધી દેતા રહેશો
હોઠોના ગીતની બધી ધુન તમારા સાજે છે
આયખું પુરી કરવાની ઉતાવળ શુ છે’નરેન’
એની આશાએ તારી આંખ હજુ પણ જાગે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————-
તમારા વિના રહેવાઇ નહી ને આ વાત તમને કહેવાઇ નહી
રડતી આંખો કહે છે કે મારાથી સ્મિતના વાધા પહેરાઇ નહી
મૌનના કોષ્ટકને ઉકેલતા શીખવા મારે તમારી આશ હોય છે
ચાહના તો હરપળ હું કરતો રહું ને ચાહત તો જતાવાઇ નહી
સંબધોને ગંભીરતા હવે મને પણ ધીરે ધીરે સમજાઇ રહી છે
મોહતરમાં સમજો તમે,એક જ દિલને વારંવાર છેતરાઇ નહી
કયાં સુધી તમે બંધ બાજી ખેલતા રહેશો,ખોલ કયારે આપશો?
હુકમનો એકો તમારી પાસે છે એ હવે અમારાથી સહેવાઇ નહી
જિદગીની આ આખરી બાજી હવે જાન જોખમે ખેલી જવી પડશે
શું ખબર!તમારી જીત થશે કે મારી હાર થશે કશું કહેવાઇ નહી?
શા માટે સિફતતાથી તમે ટાળો છો મારી દરેક પ્રસ્તાવનાઓને
બેસુમાર ચાહિયે તમને અને તમોને ચાહત જેવું કંઇ થાઇ નહી
જરા તમે પણ હવે તમારી સંવેદનાં સ્તરને ઉપર લાવી બતાવો
લાગણી પણ કહે છે ખાલી તળીયું હોય ત્યાં ડુબકી મરાઇ નહી
આ લાગણીની સ્ટ્રકચર ડિઝાઇન પણ કેવી અટપટી બનાવી છે
તમારા હ્રદયની ફૂટપટ્ટી રાખ્યા વિનાંસાચું C/C સમજાઇ નહી
હવે તમે જ કહો કે ‘નરેન’કેટલા કેટલા પૂરાવા આપે ચાહતના
આ ગઝલ ને મારી જાન સિવાઇ તમોને બીજૂ કંઈ દેવાઇ નહી
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
મસ્તક નત ભાવે સદા તમારી સામે ઝૂકેલું રહે છે
તમારી લાગણીઓના સાનિધ્યમાં મન છકેલું રહે છે
ભીતર કશું નથી લોહી સાફ કરતા હ્રદય સિવાઇ
લોહીમાં વહેતા તમારા નામમાં એ ખુપેલું રહે છે
…
વધું પડતો સહવાશ પણ એંકાત ઝંખતો હોય છે
રહેવાતું નથી તો તમારી ઝંખના કાજેં ઘેલું રહે છે
સિરસ્તો જુનો થઇ ગયો એકબીજાને મનાવવાનો
જરા રૂઠો તો આંખને આંસું વહાવવું સહેલુ રહે છે
ખબર છે છતાં અમે મર્દો અહમ કરતાં રહીએ છીએ
ને તમારૂં નાજુક મન સતત દુઃખોમાં ડુબેલું રહે છે
હે કાના,એવા ત્રીભેટે આવીને હું ઉભો રહી ગયો છું
સુદામાં ને રાધા વચ્ચે મારું સ્થાન અટકેલું રહે છે
કહીને દુઃખ જતાવી ના શકીએ અમારી મજબૂરી છે
તમારા સ્મિત વિના નરેનનું કવન ભટકેલું રહે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————
જિંદગીની સફરમાં કોણ કોણ તમોને મળે છે
ને પછી કોને ખબર કોન તમારા માટે રડે છે
સીધા રસ્તે વહેતી જિવન-ધારા ફંટાય જાય છે
અચાનક કોઇ દરિયાનો પ્રવાહ વચ્ચે નડે છે
કોઇની મીઠી નજરની મોહતાજ નહોતી જિંદગી
જયા કદમ પડે બસ તારી મીઠી નજર મળે છે
કોઇ જાતની તરસ કે કોઇ જાતની આસ નહોતી
એક સાંજે તું મળી ને દરિયો નદી માટે ટળે છે
ઉધારીની આદત નથી,શ્વાસ રોકડા ગણી આપું
હવે તારા ઉધાર શ્વાસોની હમેશા જરૂર પડે છે
તમેં ‘નરેન’હમેંશા નસીબદાર તો રહ્યાં જ છો
એનાં હાથની એક રેખા તમારી હથેળીમાં ભળે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
આયખાની ચોકટ પર ક્યારે દેહ ઢળી પડશે
જિજિવિષાની વાટ પણ અચાનક ઠરી પડશે
ઝંખના ભલે કરતો રહે જિંદગીના મર્મની તું
અરમાનોની લાહ્યમાં અડધી ઉંઘમાં છળી પડશે
વર્ષમાં મૌસમ પણ ત્રણ વખત બદલતી રહે
જિંદગીની ડાળ પાનખરે અચાનક ખરી પડશે
હક,અપેક્ષા,અહમને ઓગાળી હાક મારતો જા
પારકી ડાળ ફૂલો સહિત તારા માટે લળી પડશે
ભજતો રહે એને પામવાની અપેક્ષા ભૂલીને તું
હશે ઇશ્વર તો એની આંખ તારા માટે રડી પડશે
એની પાસે હમેંશાં બારમાસી તરસે ના જઇએ
ચાતક થૈ ચોમાશે જઇએ,તો ખુશીથી લડી પડશે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
अच्छा हुवा तुम्हे रिस्तो की बुनियाद से पाया नही है
इस लिये आप के बाद कोइ ख्यालो मे आया नही है
किस मोड पे जिंदगीने मुजे तुम से मिला दीया है
यहां तुम्हे नही पाया तो दुनिया मे भी पाया नही है
रस्म रिवाजो के असुलो को हम दोनो भूले जा रहे है
तुम्हे पाने मे रस्मो रिवाजो को बिच मे लाया नही है
पुरी जिंदगी कट जायेगी आलादरज्जे की नुमाइशो मे
आप की मुश्कान से बहेतर दुनिया में नुमाया नही है
झिल सी गहेरी आंखो में कुछ बहेतरीन अंदाज देखे है
हमे मिलने से पहेले ऐसा नजाकती दोरा छाया नही है
आयने की हसीं भी आप अपनी अदा से छिन लेती है
आयना भी कहेता है ऐसा जल्वारेझ हुस्न पाया नही है
थॉडी सी गुमसुदा रहेती है’नरेन’उनको भी मनाया करो
मोहतरमा को ऐसे मनावो जैसे किसीने मनाया नही है
(नरेश के.डॉड़ीया)
——————————————–
આજે રોજથી જરા જુદો સંવાદ
———————–
इझहार ए मुहोब्बत गझलो मे हम बताते रहेते थे
फांसलो की दुरी से भी लगातार वो सताते रहेते थे
(नरेश के.डॉडीया) .
—————————————–
उन की बहुत खूबसूरत मुश्कान मेरी कमजोरी थी
रोते हुवे मुजे देख के बोली मेरी क्यां सिनाजोरी थी?
(नरेश के.डॉडीया) .
———————————————
कुछ तो अंदर से आवाझ आयेगी उन के दरवाजे पर
अपना हाथ आझमालो या पटक के देखो अपना सर
नरेश के.डॉडीया .
——————————————
बहाने और भी है दुनिया मे मशहुर होने के लिये
एक पल मुजे दे,तेरी आंखो का नूर होने के लिये
(नरेश के.डॉडीया)
सब लोग कहेते है जिंदगी नही मिलेगी दोबारा
इस जनम मे तुं मिली तो नही चाहिये दोबारा
(नरेश के.डॉडीया)
सोचो अगर इस दुनिया मे इश्क करना गुनाह होता
में किसी अन्जान जेल मे गमो क्मे मारे पनाह होता
(नरेश के.डॉडीया)
ये बात सच है के रकिब से मेरी कहां बनती है?
पता हमे भी चला है इस बात पे दुरी रखती है
(नरेश के.डॉडीया)
उस मोहतरमां की जवानी रोकने मे खुदा को कयुं दिलचश्पी है
शायद तुं भी बताना चाहता है के खुदा भी दुनिया मे हस्ती है
(नरेश के.डॉडीया)
एक बार तुं मेरा नाम अपने होठो पे सजा ले
फिर तुं मेरे रकिब का हाल देखने का मजा ले
(नरेश के.डॉडीया)
—————————————
कयुं अपनी जान देने पर आ गये इतनी बेसबरी से
मेने इझहार ए इश्क कबूल नहि किया मुखबरी से
*नरेश के.डॉडीया
वोह गले मिल के युं रोते रहे जैसे कभी मिलेंगे नही
उनकी बात सही थी बहारो के बगर फूल खिलेंगे नही
(नरेश के.डॉडीया)
तडपता रहेता था इस बात का इतमिनान से पता रखते थे
पुराने बाते याद ना आये इसलिये उन से लापता रहेते थे
*नरेश के.डॉडीया
उन से मेरा कोइ रिस्ता नही था जुदा होने के बाद
गझलो मे उन को कयुं याद करते हो खोने के बाद
*नरेश के.डॉडीया ..
——————————————————
દેવ સમજીને પથ્થરોને નમવાની ટેવ છોડવી પડશે
માણસમાં માણસને પારખવાની ટેવ પાડવી પડશે
જિંદગીની અંતિમ ઘડીમાં કોણ તને કામ આવશે?
સંબધોની એક સાંકળ તારે સલામત રાખવી પડશે
નહી મળે દુનિયામાં લાગણીની ભાષા સમજનાર
તારે લાગણીની એક નવી ભાષા વિકસાવવી પડશે
તને સંબધોનું આકાશ આમ લાગશે બહું સોહામણુ
સ્નેહની દોરના પંતગને સાચવીને ચગાવવી પડશે
કાંધા દેનાર ચાર લોક તો તને મળી રહેશે ‘નરેન’
જલતી ચીતામાં તારે જાતને જ જલાવવી પડશે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી,જરૂર કોઇ રાઝ છે
ફકત તને જ ચાહું છું,એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે
કંઇ રીતે વિતિ જાઇ છે દિવસ,ને સાંજનાં અંધારા ઉતરે છે
અરમાનો જાણે છે કે તારા સાનિધ્યમાં ખિલવાનો રિવાજ છે
જિતે છે રાજા-બાદશાહો ગઢ-કિલ્લઓ તાકાતના જોર પર
નશીબદાર છે જે પ્રેમથી દિલ જિતનારો માણસ મહારાજ છે
જિંદગી જીવી જવાનો મર્મ તારા આગમન પછી સમજાયો છે
મીઠી તર્જોથી મઢેલું તારું સંગીતમય સ્મિત જિંદગીનો રાઝ છે
ઉદાસીને તારી હાજરી ખટલે,એટલે હમણા મારાથી દૂર રહે છે
હું જાણું છું કે તારી પાસે ઉદાસી દૂર કરવાનો મસ્ત ઇલાજ છે
મસ્તીથી નિહાળું છું તારા ચાહત જતાવવાનાં સખત નૂસ્ખાઓ
ખબર છે કે હ્રદયનાં સિંહાસને બેસવાનો નરેનનાં માથે તાજ છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————-
ક્યારેક અમસ્તું તને જો અતિસય વહાલ થઇ જાય છે
લાગણીના નામે પછી તો અનેક ધમાલ થઇ જાય છે
શાંત દરિયા જેવું મન મારું કદી સળવળતું જ નહોતું
નદી જેવું રૂપ જોઇને દરિયાને જ સવાલ થઇ જાય છે
……
જેમ જેમ હું તારી આંખોના કોયડાને ઉકેલતો ગયો છું
ને આંખોનાં રસ્તે હર્દયના પ્રર્શ્નો બહાલ થઇ જાય છે
વર્ષોથી મારા હાથની રેખાને સ્પર્શનો અનુભવ નહોતો
તારા ટેરવાનાં સ્પર્શે તો રેખાઓ પ્રવાહ થઇ જાય છે
તારા રાધા જેવાં રૂપની ચર્ચા ચાલે ગોકુળ ને વૃંદાવને
‘સંભવમી’શકય ના થયુંને કાનાને મલાલ થઇ જાય છે
તારું સૌમ્ય અને ધીરગંભીર રૂપ હવે સ્વરૂપ બદલે છે
જોને મુગ્ધા જેવું રૂપ જોઇને શાયરો હલાલ થઇ જાય છે
સામે નરેન હોય ત્યારે આંખોમાં ખૂશીના આંસું છલકે છે
આંસું લુછતાં આંગળીના ટેરવા સુંગધી રૂમાલ થઇ જાય છે
(નરેશ કે.ડૉડીયા).
—————————————————————
કેટલું લખું,લખતો રહું,કલમ હજું થાકવાનું નામ નથી લેતી
તારું નામ લખું ને પછી કલમ અટકવાનું નામ નથી લેતી
અક્ષરો પણ જાણી ગયા કે કઈ રીતે કાગળ પર રેલાઇ જવું
તાર્રી માયા લાગી ને ગઝલ હવે છુટવાનું નામ નથી લેતી
…
હમણા તો પ્રાસમા હરીયાળી ક્રાંતિ છવાઇ ગઇ એવું લાગે છે
તારી લીલી બાંધણીની મૌસમ અટકવાનું નામ નથી લેતી
ચકળ-વકળ નયને બસ તારી છબીને નખશીખ નિહાળ્યા કરું
સર્જનહારની કલા નિહાળીને નજર ભટકવાનું નામ નથી લેતી
તારી હાજરી હોય છતાં હાજરી ના હોય એવું ક્યારેક લાગે છે?
મળો છો છતા ય મળવાની પ્યાસ બુઝવાનું નામ નથી લેતી
તમે સતત આ રીતે દિવાનગી કેમ જતાવતા રહો છો’નરેન’
એના વિના મહેફિલમાં પણ રંગત જામવાનું નામ નથી લેતી
(નરેશ કે.ડૉડીયા).
——————————————————-
એની મસ્ત આંખોમાં વહાલના અનેક દરિયાં છુપાવ્યાં છે
પૂનમનાં ચાંદ જેવા ચહેરે મૌસમનાં કૈંક ડાયરા ભરાયા છે
સૃષ્ટીનાં અનેક અવનવા રહસ્યો ખાસ મારા માટે ખુલે છે
જ્યારે મારી ગઝલ સાંભળીને એ મનોમન મલકાયા છે
એ કાજળઘેરી આંખોમાં અનેક સોનેરી રંગો ઉમેરાયા છે
ખૂશીનાં આંસુ ગુલાબે ગાલે મારા માટે સંદેશો લાવ્યા છે
આમ તો એ મિલજુલ લોકો સાથે બહું ભાગ્યે જ કરે છે
નામ મારું સાંભળીને જાહેરમાં એ પહેલીવાર હરખાયાં છે
બાવરા થઇને આમથી તેમ ભટકવું આમ તો ફાવતું નથી
છતા બધા જાણે છે કે જુવો તો આ ભાઇ તો રધવાયા છે
ગઝલો ખૂબ લખી છે તમે’નરેન’ફકત એનાં છુપાવા માટે
જરા એ પણ કહો કે શાયર એના વિરહમાં કેવા ડધાયા છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————–
ઉદાસી પણ ભરડૉ લે છે જેમ ઝાડને વેલ લીપટે છે
અચાનક કલમની અંદરની શાહીમાં કંઇક છટપટે છે
ભલે આપ હમેશાં દુર રહો અમારી નજરોનાં વ્યાપથી
તમન્ના ગઝલ લખવાની એમ થોડી અમસ્તી ફૂટે છે
…
હશે કંઇ કારણ હમણા અમારાથી જરા દુરી રાખો છો
મને એ જાણ છે બેતાબ દિલમાં કંઇક સવાલ ઉઠે છે
મુકદરોનાં વિષયમાં તો અમે ઠોઠ અધ્યાયી જેવા છીએ
તમે સમજો અહિંયા એક સાંધતા અમારા તેર તુટે છે
અહિંયા આવીને જોઇ શકો છો કે વેરણ-છેરણ છે કવન
વિચારો તમારી હાજરી ન હોય તો જાણે કૈંક ખુટે છે
અષાઢે નભ જુઓ કેવા શૃંગાર સજીને મેઘધનુધી બને છે
તમારા પાલવોનાં રંગ જોવા છે,આંખ એક રટણ ઘુંટે છે
‘નરેન’સહન કેવો સહનશીલ થઇ કરી શકે આ વ્યથાને
બસ હવે બહું થયું અહિંયા સરેઆમ વ્યથાઓ મને લૂંટે છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
एहसान तेरा खुदा से भी ज्यादा मानता हुं
खुद को तेरी किस्मतका प्यादा समजता हुं
है अगर यकिन मुहोब्बत कि दुनिया मे तुम्हे
तेरा जिक्र हर पल गजलो में कबुल करता हुं
तुं अगर आये का ना आये मेरी चोकट पे
खुदा समज के आज भी तेरे सजदे भरता हुं
मुड के तुने मेरी तरफ देखा होता उस जगह
इस लिए वही जगह पे आज अकेला फिरता हुं
संगदिल मत बनो’जाना’किसी और की खातीर
बडी तहेझीब से दिल में तुम्हे संभाले रखता हुं
तुट जाते है सच्चे प्यार करनेवाले इस दुनिया मे
इस काच के दिल को परो की तरह संजोता हुं
कभी भी आ जाना तुं ‘जान ए हयात’दरवाजे पे
देखो! हर रात में तेरे इंतेजार मे जागता रहेता हुं
(नरेश के.डॉडीया)
—————————————————–
इन उदासीओ के मौसम मे कहां कहां आप जाओगे
जो कहानी मे तेरा नाम नही उसे तुम पढ पाओगे?
कोइ हमसफर नहीं मिलेगा,तुंम कही खो जाओगे!
जख्मो के बोज को उठा के कहां कहां आप जाओगे?
जो रास्ते चुने है उसे पार कर के कहां जाओगे?
मंजिल का पता पुछो तो गलत लोगो से मिलोगे
चरागो की रोशनी में तुंम अंधेरा बन के खो जाओगे!
जो चराग जलने के आदी नही उसे कैसे जला शकोगे?
आरझुओ का जखिरा लेकर उसे मिलने मत जाओ’नरेन’
वो तुम्हे भुल चुका है ये जानकर तुंम कैसे जी पाओगे?
(नरेश के.डॉडीया)
———————————————
નશીબમાં અન્નજળપાણી લખેલા હોય કોને ખબર
હસ્તની રેખાઓના વહેણ વંઠેલા હોય કોને ખબર
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
उस रिश्ते को क्यां नाम दुं,मेरे नामसे जुडते भी नही
फिर भी ये अजीब रिश्ते है के कभी तुटते भी नही
मिलता हुं अकसर उन को भीड मे आते जाते वकत
दिल को छुं ले ऐसे अंदाज से उन नैन ढलते भी नही
मंजर भी कैसा उभरता रहेता है मेरी आंखो के सामने
न जाने जहन से उन के ख्याल निकलते भी नही
कयुं उन के ना होने से तनहाइ का माहोल बनता है
न जाने कयुं शराब की बोटल से वोह् उभरते भी नही
कुछ दिनो से अकसर ख्वाबो मे आने जाने लगे है
अजीब हुस्नकारा है,ख्वाबो मे वोह मुस्कुराते भी नहीं
जब भी दिल उदास होता है उन की तस्वीर देखते है
बोलते रहेते है हम और वोह पलक जपकते भी नही
कुछ दिनो से दिल मे अरमानो का मेला लगा रहेता है
दिल मे रहेकर भी उन के अरमान मचलते भी नहीं
अजीब मोहतरमा है लोगो से खुल के मिलती रहेती है
‘नरेन’के सामने आते ही उन के लब हिलते भी नही
(नरेश के.डॉडीया)
—————————————
એમને મારા અશ્રું જોતા હ્રદયમાં કૈં થયું હશે
નામ કોતરાવ્યું ઉર મહી કૈ દરદ તો થયું હશે
ઝંખના હું જિંદગીભર એ કહે તો કરતો રહું
મૃગ પણ મૃગજળ કાજ રણ મહીં ભટક્યું હશે?
એ કહે તો જિંદગીભર રણ બની તરસ્યો રહું
રણ મહીં વરસાદનું પાણી પણ વરસ્યું હશે?
સિતમગર થઇને ભલે તડાપવતા આદતવશે
ચુંમવા ધરતી ભલભલું આભ પણ ઝૂકયું હશે?
ચોસલા ભીતર મહીં હ્રદયતણા થઇ ના શક્યાં
એમને પણ આંસુ માંરા જોઇને ખટક્યું હશે
જગતમાં પ્રેમી હશે ક્યાંરેય એ મળતાં નથી
આજલગ મનને ગમે એ પાત્ર ક્યાં સર્જાયું હશે?
-નરેશ કે.ડૉડીયા
———————————————
આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !
આમ જ મ હોય નદી રેતીથી લથબથ
નક્કી રણની વચ્ચેથી એ પસાર થઇ હશે !
આમ જ ન હોય તમારા સ્મિતમા આવકાર
નક્કી અમારી કિસ્મતની લકિર બદલી હશે !
આમ જ ન હોય ભર ઉનાળો વંસતનો માહોલ
નક્કી તમારો પાલવ હવામાં લહેરાયો હશે!
આમ જ ન હોય આંખોમાં ઉજાગરાનો થાક
નક્કી રાતના સપનામાં મને મળ્યા હશે!
આમ જ ન હોય તમારા જોબનમાં મસ્તિ
નક્કી અમારા સ્પર્શની જોરદાર અસર હશે!
આમ જ ન હોય મારા કવનમાં અષાઢી માહોલ
નક્કી તમારા ભીનાશ્વાસૉની પ્રાસમાં અસર હશે
આમ જ નથી લખાતી કવિતા કે ગઝલ
નક્કી કવિનાં નશેનશમાં તમારી દિવાનગી હશે
(નરેશ કે.ડૉડીયા)
—————————————
આભાર માને છે એક સ્મિતથી,આ તરીકો મજાનો છે
કેવાં કંજુશ છે,એના ઉરમાં સ્મિતનો છુપો ખજાનો છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
कितनी मजबूरीया थी कि,हमे मिलने पर मजबूर किया
हमारे दरमिंया के फासलेने ना बोलने पर मजबूर किया
मजबुरीया भी हमारी थी तो हम किस को शिकवा करे?
हमारे हालातोने हम दोनो को चुप रहेने पर मजबूर किया
हालत इतने बुरे नही थे के हम कभी ना मिल शके
हमारे प्यारने हमे मर के भी जिने पर मजबूर किया
जाने वाले तुज से भी अब जिंदगी कि क्या दुवा करे
तेरी यादोने ‘नरेन’ को शायर बनने पर मजबूर किया
दरिया कभी नदी के लिये अपना रुख नही मोडा करते
कयुं नदीने ही दरिया को रुख मोडने पर मजबूर किया?
(नरेश के.डॉडीया)
————————————————————-
પથ્થરયુગમાં માનવીના નામે એક જંગલ હતું
ત્યારે પણ તારા નામનું લાગણીનું દંગલ હતું
જો તું સમજે કે હું તને પાષાણ જેવો લાગું છું
પોલાણ તપાશી લે,ત્યાં એક લીલું જંગલ હતું
કૃષ્ણ,રામ આવ્યા એ પહેલાના યુગની વાત છે
મહાકાવ્ય એક રચાયું,પ્રેમનું પહેલુ મંગલ હતું
કોઇ શબરી ન હતી ને કોઇ અહલ્યાં ન હતી
પ્રથમ મેં અડી તને,સ્પર્શનું આકર્ષણ પ્રબલ હતું
લાભ ને શૂભ કાળ ચોધડીયા પહેલાની વાત છે
જે ઘડીએ તુ મળી,એ પહેલું ચોધડીયું ચલ હતું
દરિયો કદી નદીને મળ્યો એ પહેલાની વાત છે
પ્રથમ વખત મળી એ રૂપ નદી જેવું ચંચલ હતું
(નરેશ કે.ડૉડીયા)….
————————————————-
जिंदगी जब मे तेरे नकशे कदम पर चलने लगा था
आप का मेरे साथ ना होने का असर खलने लगा था
किसी ना किसी रोज तुम से मुलाकात होगी मेरी
ये हि उम्मीद पे रोज एक सितारा टूटने लगा था
मायुशी के माहोल में जिंदा रहेना मुनासिब समजा
उम्मीद किरने से तब से रिश्ता मेरा छुटने लगा था
मुहोब्बत एक दरिया है उसे पार कर के जाना है
नाखुदा बन के आया नही,मे किनारे पे डूबने लगा था
उम्मीद के साथ’नरेन’गजल लिखता है तेरे नामसे
प्रेम के ढाइ अक्षर से तेरा नाम जैसे छूटने लगा था
(नरेश के.डॉडीया)
——————————————-
મહોતરમા તમે છો તો કવનનાં કંઇ ઉપવન નજર આવે છે
તમે નથી તો બધે બંજરભૂમી ને સુકાવન નજર આવે છે
તમે છો તો આ દુનિયા મને મસ્ત કાર્યક્રમ નજર આવે છે,
તમે નથી તો દુનિયા મને એક ઘટનાક્ર્મ નજર આવે છે.
…
તમારો ચહેરો જોઉં છું તો આ ફુલોને સ્પશવા બહું ગમે છે,
તમે નથી તો આ ફુલોની બદલે બધે કાંટા નજર આવે છે.
તમે છો તો આ સૃષ્ટિનો નજારો મને શાનદાર લાગે છે,
તમે નથી તો આ સૃષ્ટિનો નજારો કૃત્રિમ નજર આવે છે
તમે છો તો આ દુનિયા દિવાની લગાતાર લાગે છે,
તમે નથી તો આ દુનિયા દુઃખની વણજાર નજર આવે છે.
તમે છો તો મને ખૂબસૂરતીની બોછાર નજર આવે છે,
તમે નથી તો આ બધી મૂરજાયેલી મુરત નજર આવે છે.
તમે નથી આ સકળ સંસાર ફક્ત એક વણજાર લાગે છે.
તમે છો તો આ સકળ સંસારમાં સૌંદર્ય નજર આવે છે,
તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.
તમે છો તો મને પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.
તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
તમે નથી તો દુનિયામાં બધે વૈધ્યવનો અણસાર આવે છે
તમે છો તો ફુલોના ગજરા અને વેણીઓના વિચાર આવે છે,
તમે નથી તો ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે.
(નરેશ ડૉડીયા)
————————————–
વફાદારી કરી ડૂબી જવાની વાત સદી ગઇ છે
મહાસાગર મહી આવી જ રીતે તો નદી ગઇ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————
તું પુછે જરા,મારો શું છે હાલ ?
મૌનની ભીતર આટલો આવાજ
ડુમો દીધેલ મોંમાં કંઇ તરફડે અંદર
શાંત જળની અંદર મીનનો ફફડાટ
ખારા દરિયાની અંદર મીઠા પાણીની પ્યાસ
કાઠે ઉભેલી નદી જાણે છે શું છે અંદરનો તરફડાટ?
(નરેશ કે.ડૉડીયા)
——————————
કામણગારી કલમ જ્વાનીમાં ઝુકી પડી
શબ્દોની મૌસમ પોકે પોકે રડી પડી
સુકાય ગયેલી શાહી રડતા રડતા કહે
ફલીતાંડની હેસિયત મારી બુ્ઠી પડી
નરેશ કે.ડૉડીયા ….
———————————————–
ना है झुनु-ए-अल्फाझ तो शायर लोग डरते फिरते है
तेरे नाम से तो महेफिलो हम सीना उठाके फिरते है
ना था कुछ हमारे दरम्या और ना थी कोइ गुफतुगुं
गुफतुगु के बाद वकत को जेब में छुपाके घुमते है
मरते है तेरे जल्वे फिरदोस पे हम बडे शोख से
अब जन्नत के बादशाह का गुमान जताके जिते है
कहा से जहन मे हुस्न और गजल का शोख आया?
तुम्हारे ख्यालो में शायराना मिजाज बताते फिरते है
तुम्हारे इश्क के बाद चमन में जाने से डरते रहेते है
वहां तुम्हारे हुस्न से जले हुवे गुल मुह छुपाते फिरते है
जानेहयात, अब मेरे जिगर में इतने वलवले है के,
नसो में लहुं के कतरे खुद को दरिया बताके फिरते है
जित जाये’नरेन’को ऐसा नसीबवाला मिला नही,देखो!
अब जिंदगी को तेरे नाम से दाव पे लगाते फिरते है
(नरेश के.डॉडीया)…..
———————————–
શબ્દોની મસ્ત અભિવ્યકિત ઉદભવી શકે
એવી પરિસ્થિતીમાં હું પસાર થયો હતો
એ સૌંદર્યવતીને એક કવિ થઇને હું ફકત
પૂતળાની જેમ જોતો જ રહી ગયો હતો
એની ઓફિસમાં હું એક કલાયન્ટ બની ને
ગયો હતો,મારી સરભરા કઈ રીતે કરવી
એ વિશે વિચાર કરતી હશે,એવું મને લાગ્યું?
એને મને ઘણું બધું પુંછ્યું!સર,આપ શું લેશો,
ચાય,કોફિ કે કોલ્ડડ્રીંક્સ!આપને જે ફાવે તે?
મારા વિચારોમાં ગુચાયેલો હતો અને હું
અચાનક તંદ્રાંમાંથી ઉઠયો હોઉ એ રીતે
એને જવાબ આપ્યો,વ્હિસકી વિથ આઇસ!
મારી સામે ખડખડાટ હસી પડી અને બોલી
સર!આપ સવાર-સવારનાં મજાકના મુડમા છો?
ટેબલની નજીક જઇને એની આંખોમાં આંખો મેળવી
અને મેં કહ્યું,
“સંધ્યાનાં રૂપે રંગાયેલું કેશરી સૌંદર્ય સવારે સામે
આવે ત્યારે,સુરજની પહેલી કિરણને ઇર્ષા થતી હશે
સ્ટેમગ્લાશ જેવી તમારા શરીરની બાંધણી જોઇને
આંખોની શીર્રામાં ખુમારી સવારે સવારે જામી ગઇ!”
મારી આંખોમાં આંખો મેળવીને એને ધીરેથી કહ્યું!
ડન!સાંજે ૭.૩૦નાં ગ્રીન હાઉસ બાર વિલે પાર્લેમાં
આપણે મળીએ છીએ,હું રાહ જોઇશ ઇટ વીલ બી પક્કા!
સપનું નથી જોતો એનું પ્રમાણભાન તપાસવા
મેં એનો હાથ જોરથી દબાવીને કહ્યું,
“હંડ્રેડ પરસેન્ટ પક્કા!”
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
નાની હતી ત્યારે
મારી બધી બહેનપણીઓએ
મોરાકત નિમિતે વાવેલા જવેરા
કરતાં મારા જવેરા વધું મોટા ને ઘટ્ટ હતાં
એ પછી એવરત-જીવ્રત-ફુલકાજળીના
બધા વ્રતો કાળજીપૂર્વક કર્યા
એટલે મમ્મી અને બધી બહેનપણીઓ
મને કહે કે,”તને સૌથી સારો વર મળશે.”
હું મનોમન હરખાતી હતી.
આજે એ વાતને બરાબર ચોવીસ વરસ થયા
મારા વ્રતોના પ્રતાપે મને મળેલો સુંદર વર
કોર્ટમાં જજની સામે કહેતો હતો
“હું સરકારી ઓફિસર મહિને પાંચહજાર રૂપિયા
ભરણપોષણનાં આપી શકુ એ સ્થિતીમાં નથી
આપ કંઇક રહેમ કરો.”
દર મહિને એક લાખ રૂપિયા ઉપરની લાંચની
કમાણી કરનારો એ સરકારી ઓફિસર કોણ હતો?
મારા વ્રતોનાં પુણ્યના કારણે મને મળેલો
સામાજિક “આદર્શ નમુનો”
એ આજે મારો પતિ નથી,
મારા છુટાછેડાના કેસ ફાઇનલ હતું,
દલિલના અંતે જજે ચાર હજાર ભરણ પોષણનાં કબુલ કર્યા
હાશ!ભગવાન તારો આભાર મારી કોખ વાંઝણી રાખી!
(નરેશ કે.ડૉડીયા) ..
————————————————–
बरसो बाद उस शख्स से मुलाकात हो गइ जो,
उनका मेरे बिनां एक पल जिना मुश्कील था
(नरेश के.डॉडीया)
——————————————–
किस अदा से छोड गइ है,मेरे लिये ये अकेलापन
जब मौसम हो तनहाइ की?
मिलने सी भी कहा खत्म होती है ,मिलने की और चाहत
जब मौसम हो तनहाइ की?
होंसला कयो नही देता मुजे,मेरा हाथ थाम के
जब मौसम हो तनहाइ की
हरघडी कयो बोखलाता हुं,तेरी गैरमौजुदगी मे
जब मौसम हो तनहाइ की
मेरी प्यास कैसे बुजेगी जब तुं नही मेरे पास
जब मौसम हो तनहाइ की
खुदा मुजे माफ करना में उनको याद करतां हुं
जब मौसम हो तनहाइ की
કોઇ એક વ્યકિતને ચાહંવું સામાન્ય છે
એક વ્યકિતને અનહદ ચાહવું અસામાન્ય છે
પણ હું તને આસામાન્યથી પણ
વધું પડતી અનહદતાથી ચાંહું છું
કદાચ મારી ચાહત,મારો તારા પ્રત્યેનો લગાવ
થોડો તને અકળાવતો હશે?
મારું એવું માનવું છે.
પણ હું શું કરું!મારી મજબૂરી છે
મારી મજબૂરી એ છે કે,ફકત હું તને
નિરંતર,સતત,લગાતાર,નિઃસિમપણે ચાહ્યા કરું
પણ હજું મને ખબર નથી કે
મારા હ્રદય નામનાં એપીસેન્ટરમાંથી
ઉઠતા અંદરની લાગણીના આવેગોના ખળભળાટની
અસર તારા હ્રદયની ધરા સુધી પહોચતી હશે કે નહીં?
આ હ્રદય નામના એપીસેન્ટરમાંથી ઉદભવેલા તરંગો
તારી લાગણીને કેટલા રીકટર સ્કેલથી ખળભળાવી શકે છે?
કાશ!ધરતીકંપની જેમ તારી અંદર ઉઠતી મારા માટેની
સંવેદના અને લાગણીને રીકટર સ્કેલમાં માપી શકાતી હોત ?
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
शोख ए गझल जब कोइ हुस्न पर सवार होता है
जैसे उस के अलफाझ गुल बन के बिखर जाते है
बदल जाते है तहेजिब,तौर-तरीके और मिजाज
निगाहे-नरगिस से जैसे जल्वे नूर उतर आते है
…
मौजो की रवानी हौ या छलकता कोइ पैमाना
वोह सामने आये तो जुमते मौसम नजर आते है
गुफतगु मे दिख रहे थे जैसे बुलबुल के साज
जैसे कही परिंदे एक साथ सामने गजल गाते है
कभी वो हँसती नज़र आती तो कभी वो उदास
उसकी पनाह मे मेरे जिने के अंदाज बदल जाते है
आलम ये था मेरी महेफिल मे ही एक तन्हा था
ना चाहने पर उन के नझारे सामने नजर आते है
महेफिल मे सिर्फ हौंसला अफझाही काफी नहीं?
जैसे हर “इर्शाद” उस के नाम की खबर लाते है
जब उसको देखा बन गइ मेरी निगाहे-शाहिदबाज़
फ़सूने-नेयाज़ में मेरे तो कुछ तेवर बदल जाते है
मुजको अब होंस नही है,महेफिल हो या मुशायरा
हर गुल निगाहे-शाहिदबाज़ के लिए उतर आते है
(नरेश के.डॉडीया)
फसूने-नेयाझ्-जादुई अदा)
(निगाहे-शाहिदबाज़-सौन्दर्य के प्रति आसक्त आँखें)
———————————————
જિંદગીમાં આમ તો ઘણા લોકોની
આવન-જાવન થતી રહે છે
છતાં એક ચહેરો તમારા માટે
થોભી જાય એવી ઝંખના સતત થતી રહે છે
ઘણા લોકો માટે એ એક ચહેરો કાયમી
સિમાચિહ્નન બની જાય છે
અને ઘણા લોકો માટે એ એક ચહેરો
ફકત એક માઇલ સ્ટોન બની જાય છે
જયાંથી એ પસાર થાય ત્યારે એ
માઇલ સ્ટોનને જોઇ શકે છે,
સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં ઉભેલા એ માઇલસ્ટોન!
જેને જોવા માટે ત્યાંથી પસાર થવું પડે છે
એક રાહદારીની જેમ તમારી ચાહદારી નિભાવવા માટે
તમે જાણો છો તમારે એકલા એ જ ચાલવાનું છે
અને માઇલસ્ટોન સામેથી દરરોજ પસાર થવાનું છે
તમારી જિદગીના કિલોમિટર એના પરથી ગણતરી થાય છે
પણ એ માઇલ સ્ટોન તમારી સાથે કદી નહી ચાલે.
કારણકે આ યુગમાં કોઇ રામ નથી જે અહલ્યાસમ
પથ્થરને સ્પર્શીને જિંવત બનાવી શકે
કાશ!મારા હાથમા રામ જેવી ચમત્કારી સ્પર્શશકિત હોત
તો…એક અહલ્યા સમ માઇલસ્ટોનને જિંવત કરી શક્યો હોત
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
દ્રાક્ષાસવનો અમલ અષાઢે હળવા હાથે કરતા રહીએ
આષાઢી સાંજે એક-બીજાને અડકીને ચાલતા રહીએ
ભીંજાતા ભીંજાતા એક-બિજાને જોતા રહીએ અને
ફોગટ-ફેરો નથી જગમા બધાને સમજાવતા રહીએ
આમ તો આપણી ભીંજાવાની મૌસમ હોતી નથી
ભીંજાતી જોઇ તને આંખને ઠંડક પહોચાડતા રહીએ
હૈયામા દબાયેલી ઉર્મિઓનો અંત કદી આવશે નહીં
સંગાથે તમારા ઉર્મિઓમાં કૈં રંગ નવા ભરતા રહીએ
ફૂટે રોજ રોજ આ નવા નવા કિરણ મારા કવનોમાં
સુરજ ઉગે ના ઉગે,આપણે એકબીજાને ગમતા રહીએ
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
નથી ફાવતું તોયે જાત સાથે તને છાવરૂં છું
એમ ના સમજ કે હું લાગણીથી અવાવરૂં છું
કરૂં છું તને યાદ આખો દિવસ પણ હું શું કરૂં!
તારી કોમેન્ટ જ્યાં હોય ત્યાં હું લાઇક કરૂં છું
આમ તો હું તને સાબિતી આપતો જ રહું છું
મારી બધી પોસ્ટ લખીને ચાહત હુ જતાવું છું
ભલે લાગણીના દસ્તાવેજ આપણા થયા નથી
ઇમેઇલને હું રજીસ્ટ્રેસન ગણીને કામ ચલાવું છું
લોક કહે છે લાગણીથી જોડાય રહેવું અઘરૂં છું
એટલે તો ચાટમાં વારમવાર લાગણી બતાવું છું
મારી પોસ્ટને લાઇક ન કરે કે તું કોમેન્ટ ન આપે
છતાં પણ કોઇને કોઇ બહાને તને હું સતાવું છું
આશાના પંખીઓ કદી તો નીચે ઉતરી આવશે
એ આશાએ આ હ્રદયમાં પ્રેમનો માળો બનાવું છું
(નરેશ કે.ડૉડીયા) ..
————————————————-
તું મને રોજ રોજ કહે છે હું તને પ્રેમ કરૂં છું,
ચાલ આજે થોડો સમય છે તો તું સમજાવ કે પ્રેમ એટલે શું?”
“વ્હાલી,તું કહે છે કે થોડો સમય છે,અને તારે પ્રેમને સમજવો છે?”
”તું તો કવિ છે
સમયને પણ શબ્દોમાં બાંધીને ઉતારી શકે છે
તો પ્રેમ જેવી બાબત આસાનીથી સમજાવી શકે છે”
મેં હસતાં હસતાં વ્હાલીને જવાબ આપ્યો,
“માનવી પછીનાં ૮૪ અવતારોમાં હું કિટકથી લઇને પ્રાણી બનીને
તને પ્રેમ કરતો રહ્યો અને આપણે અબોલ જીવો પ્રેમની
અનુભુતી કરતા રહ્યાં
અને માનવીનો અવતાર આવ્યો અને વાચા મળી ઍટલે
૮૪ અવતાર પછી પુછે છે કે -”પ્રેમ એટલે શું?”
એનો હાથ મારા હાથમાં લઇને થોડો દબાવીને પુછ્યું
હવે સમજાયું કે પ્રેમ એટલે શું!”
કશું જ ના બોલી શકી,એની આંખો બંધ થઇ ગઇ
મારા બીજા હાથને હાથમાં લઇ,આંખો બંધ કરી હાથમાં લખ્યું
“જ્યાં આઇ લવ યું કે હું તને પ્રેમ કરૂં છું એવું કહેવાની જરૂર રહેતી નથી
જેને ભાષા,કવિતા કે દેશ કે સરહદોનો પનો ટુકો પડે છે
એને કદાચ પ્રેમ કહેતાં હશે
કદાચ ! આપણી વચ્ચે કંઇક આવું જ છે”
થોડી હસીને બોલી “હે ને”
મેં ફરીથી એનો હાથ થોડો દબાવીને કહ્યું – “હા!સખત છે તારો પ્રેમ”
જેં ૮૪ અવતારો પછી પણ સમજમા ના આવ્યો કે આ પ્રેમ શું છે?
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
હાલત દિલની સમજાવવી બહું મુશ્કેલ છે,
મારા બેસુમાર દર્દોનો તારે ઇલાજ કરવો પડે છે
જાણે અજાણ્યે કેટલી યે ભુલો થઇ ગઇ છે,
છંતા પણ તારા પાસે એકરાર કરવો પડે છે
એક પળ જિંદગીની જિંદગીથી દુર થતી ગઇ,
મિલન કાજે તારો જ આશરો માંગવો પડે છે
પ્રેમને એ જ સમજે છે જેને ઠોકરો ખાધી છે,
ફરી ઉભા થવા માટે તારો સહારો માંગવો પડે છે
આંખો ભારી લાગે છે જાગવાની કોશિશ કરી છે
જિંદગીને પણ તારો શ્વાસ ઉધાર માંગવો પડે છે
મુજ વ્યથા અને વેદના તારા તક સિમિત છે,
પીડાથી પર થવાં સ્મિતનો સહારો માંગવો પડે છે
રહી જશે એક ઇચ્છા અધુરી જાતી જિંદગીએ,
જીવવા માટે પણ તારે અધિકાર આપવો પડે છે
નથી અમૃત કે મયની આશ હવે જિંદગીમાં
તારે હાથે જે મળે એ નશો કબુલ કરવો પડે છે
‘વ્હાલી’ભલે થઇ જાય આપણુ મિલન આ જન્મમાં
રાધા હોય રૂપાળી તોયે શ્યામને કબૂલ કરવો પડે છે
(નરેશ કે. ડૉડીયા)..
————————
જિગર પર જુલમ કરીને પણ તમને પામી જવાના
પછી તમે જુવો અમે વંસત પર હાવી થવાના
(નરેશ કે.ડૉડીયા)
————————————
आज मौसम ए बहार बन के खूशीरानी आयी है
पता हमे चला की ये आप की महेरबानी पायी है
(नरेश के.डॉडीया)
—————————————-
રૂપાળી કોરવાળું વાદળું બનીને આકાશે ઉપસી આવું
હુ તારી પાસે આવુ ને શ્રીકાર વરસીને તરસી આવું
નરેશ કે.ડૉડીયા .
——————————————-
લાગણીથી છલોછલ એનો પૂરાવો સખત હોય છે
એ તો એને મજાના અક્ષરોથી લખેલો ખત હોય છે
(નરેશ કે.ડૉડીયા)
———————————-
મોહતરમાં મારા ચુંનિંદા શેર પર”ક્યા બાત” કહે છે
શાયદ સાચા દિલથી એને ગઝલની રજુઆત કહે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————
હુંફની હોડી હવે મધદરિયા તરફ ભાગે છે
પ્રણયનું તોફાન મધદરિયે ઉઠયું લાગે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————–
કદી અભિમાન ના થયુ મશહુર હોવાનું મને
ગમે છે તમારા નામે મગરૂર થવાનું મને
(નરેશ કે.ડૉડીયા)
—————————
અષાઢી રાતે એક મોરલો જ કેમ ટહુકે છે
લાગે છે મને તું જ કયાક યાદ કરે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————–
ક્યારેક અધુરૂં હોય છે તો ક્યારેક મધુરૂં હોય છે તો પણ
ગમતી વ્યકિતનું જ સાનિધ્ય પામવું કેમ અઘરું હોય છે
કેમ આવું બનતું આવ્યું છે જમાનાઓથી
તને મળ્યાં પછી કેટલી કેટલી વાતો કરીએ છીયે છતાં
એક તરસ,આશ,ઝંખનાં,તારા નામનો પારાવાર ગુંજારવ
સતત મનમાં ઘુંટાયા રાખે છે
આ બધું શું છે!તને કાંઇ સમજાય છે,મને નથી સમજાતું?
સતત કલાકોના કલાકો સુધી કોઇ પણ સંચાર માધ્યમ થકી
આપણે જોડાયેલા રહીયે છીએ,છતા ન સમજાય એવું બંધન
જે કદી તુટતું નથી,સતત એક બીજા સાથે જોડી રાખે છે
અને હા!આ કોઇ ટેલિવિઝનની જાહેરાતમાં આવતું કોઇ
મજબૂતીનું બંધન નથી,એવી કોઇ લોંખંડી સાકળ નથી
તો આપણા વચ્ચેનાં આ બંધનને કઈ મજબૂતી છે જે,
આપણે બંનેને એક અજોડ બંધનથી જોડી રાખે છે!
મિત્રતા,પ્રેમ,કોઇ આગલા જન્મની લેણાદેણી,આકર્ષણ?
અથવા આપણે જેને કહી છીએ કે આ “ઋણાનુંબંધ” છે
સાચું કહું વ્હાલી!આમાનું કશું જ નથી જે આપણી વચ્ચે છે
મારી એક ગઝલનાં શેર પરથી યાદ આવે છે કે,
કૃષ્ણ,રામ આવ્યા એ પહેલાના યુગની વાત છે
મહાકાવ્ય એક રચાયું,પ્રેમનું પહેલુ મંગલ હતું
દરિયો કદી નદીને મળ્યો એ પહેલાની વાત છે
પ્રથમ વખત મળી એ રૂપ નદી જેવું ચંચલ હતું
કદાચ કંઇક નવું જ બંધન છે જે આપણને જોડે છે
આ પ્રેમ નથી,જેનો વિસ્તાર આપણા માટે ટુકો છે
આ મિત્રતા નથી,જેનો પ્રસાર આપણને ન સમાવી શકે
આ આકર્ષણ પણ નથી,જે ફકત શરીરૉને જોડે છે
આ ઋણાનુંબંધ નથી,જે કોઇ ઋણનું મોહતાજ છે
આ જ્ન્મોની લેણાદેણી નથી,જેની ગણતરી શકય છે
મોહતરમાં વાળનો ઝાટકો આપીને ફરમાવે છે કે,
“બસ બસ!કવિ તું બહું બોલે છે,સીધી ને સટ વાત”
પ્રેમથી ઉચ્ચ કક્ષાનું,ઋણાનુંબંધના ઋણ ઉતારનારૂ
મિત્રતાથી વધું માર્દવતા,આકર્ષણથી વધું અકળાવનારું
તારું અને મારું પોતાનું,પોતિકુ એક બંધન છે
જે કોઇ પણ સંબધોનાં બંધનમાં બંધાયેલુ નથી
આ પરિમાણ અને પરિસિમાંનું કોઇ માપ નથી
જેને કોઇ એન્જીનયર પોતાના નકશામા બતાવી શકે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
તું મને હમેંશા કેમ પુછે છે કે આપણા સંબધનું શું નામ છે
તું છે અને હું છું તો પછી આપણા વચ્ચે નામનું શુ કામ છે?
આપને સંબધને નામ આપીને શું આપણા પુરતો સિમિત રાખવો છે
વ્હાલી!તો આપણો સંબધ પ્રેમ નથી,કે જે બે વ્યકિત વચ્ચે જ રહે.
આપણો સંબધ તો વિરાટ અખિલ બ્રહ્માંડ સમો છે.
જેમાં તપતો સુરજ,ઠંડી આહ ભરતો ચાંદ,અતૃપ્ત સિતારાઓ,અભિસારિકાઓ
લેભાગું ધુમકેતું,જેવાં અંસખ્યો ગ્રહો આપણી આસપાસ ઘુમે છે,છતાં
આપણી માલિકીનું અખિલ બ્રહમાંડ આપણું પોતિકું છે,
જેમાં આવા ગ્રહો હરે ફરે અને મૌજ કરે એમાં જ આપણી ખૂશી છે.
આપણા સંબધના અખિલ બ્રહમાંડમાં આપણે બંને શુક્રના તેજ કરતાં
પણ વધું તેજોમય,શનિની પોલાદી તાકાત કરતાં વધું તાકાતવર છીએ.
આપણો સંબધ કંઇ સુરજ નથી,જિવન આપીને જલાવી જાય છે
આપણો સંબધ કંઇ ચાંદ નથી,જે ફકત પૂનમના દિવસે ચમકે છે
આપણો સંબધ કંઇ દરિયો નથી કે સુનાંમીની જેમ શહેરો ખાઇ જાય છે
આપણો સંબધ કે ખાબોચિયું નથી કે કોઇ પણ છબછબીયા કરી જાય
આપણો સંબધ ફેસબુકનું રીલેશન સ્ટેટસ નથી કે ચેન્જ થઇ શકે
મહોતરમાં બોલ્યા,
“તો બોલો કવિ!આપણો સંધબ શું છે!”
મોહતરમાં નામ ન આપ આપણા સંબંધને!
નૌકાને નાવિક સાથે
પંખીને પાંખ સાથે
વાદળને વરસાદ સાથે
જિભને સ્વાદ સાથે
શ્વાસને જીવન સાથે
કવિને કવિતા સાથે
નદીને દરિયા સાથે
સુરજને દિવસ સાથે
ચાંદને રાત સાથે
ગઝલને રદીફ સાથે
મરીઝને હકીમ સાથે
આ બધાના સંબધોને એક-બીજા વિના ચાલ્યું છે કદી?
છતાં પણ એના સંબધોને નામ નથી.
તો આપણા સંબધોને નામ હોઇ શકે?
તો આપણને કયાં એક બિજા વિના ચાલે છે કદી?”
મોહતરમાં મારી આંખમાં આંખમાં પરોવીને કહે કે,
“કવિરાજ,
આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહનારા આંતરીક સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે”
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
ચાલ શ્વાસની રમતમાં એકબીજાને હંફાવી દઇએ
આપણે બંને પછી દુધિયા દાવમા ફાવી જઇએ.
(નરેશ કે.ડૉડીયા
——————————————-
રંગોને સૌંદર્ય સાથે એક અજબનો લગાવ હોય છે
જાણે રંગોને ખાસ વ્યકિત માટે પોતિકો ભાવ હોય છે
(નરેશ કે.ડૉડીયા) .
—————————————
શબ્દોની ફૂલવેણી બનાવી તારા અંબોડે મઢું
ગઝલનો ગુંછો બનાવીને તારા ચોટલે ગુંથું
મધમધ થતી ઉર્મિઓને તારી આંખોમાં ભરું
શ્વાસોની સીતારની મહેફિલ તારી સંગે સજાવું
ભીતરની ઉઠતી સંવેદનાને સંગીતેથી મઢું
લાગણીઓની તર્જોથી તારી સંવેદના સજાવું
જાસુદ ને મોગરાને સુંગધી હેલીએ ચડાવું
તારા સાનિધ્યમાં રંગેચંગે ભમરો થઇ ભમુ
મારવાડની મહેંદી મંગાવી તારા હાથે મુકુ
મસ્તીની મૌજમાં હું મહેંદીવાળા હાથને ચુમું
નજરથી બચવાં તારા ચહેરે મેસનું ટપકું મુકું
ખુદ મારી નજરને તારી નજર સાથે લગાડું
અક્ષરોમાં અમાશ કાંઇ લાંબી ચાલી હતી
પુનમ જેવા ચહેરાને ચાલ અક્ષરોમાં સજાવું
ગુલાબોની લાલીને હું તારા હોઠે સજાવું ને
ઝાકળ ફુલોને સ્પર્શે તેમ તારા હોઠોને ચુમુ
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
ફાગણે કેશુડો એકલો કરમાય વિના સ્પર્શે
સ્પર્શના છુપાવ્યા રંગો,પાંદે પાંદે એ તું વાંચ
ચૈત્રમાં તપતી ધરા આકાશે મીટ માંડે છે
મારી અંદર એક અષાઢ ઉભો છે,એ તું વાંચ
બે કાઠે નદીયું ઉલેચાય છે ભર ચોમાસે
મારી ભીતર ઉછળે એક દરીયો,એ તું વાંચ
ફૂલે ફૂલે તારો પરચમ લહેરાય મનઉપવને
ઉભરે આંખોમાં તારા નામની વંસત,એ તું વાંચ
ગુલમહોરને હવે થાય છે પસ્તાવો આષાઢેમાસે
ઉભરે ઘેરો લાલ રંગ મારી ભીતર,એ તું વાંચ
સુરજ તપે છે માથે દુનિયાભરનાં સંતાપનો
છે ઝાકળનું આચ્છાદાન મારી ભીતર,એ તું વાંચ
છુટછાટ સમયની અને સવાલ દૂરીનો ચાલસે
ચહેરાને તું ઝાંક,મારી બેબસી કેવી,એ તું વાંચ
ઉજાગરા વેઠીને હું લખતો રહું ગઝલ ને કવિતા
એક એક અક્ષરમાં છલકાય લાગણી,એ તું વાંચ
મારી ઇચ્છઓનું બહુમાન તારા હાથે થાય તો સારું
રેશ્મી શ્વાસોનો પરિપત્ર તારા નામે લખું,એ તું વાંચ
યાદોની સુનામીએ ઉંઘને વેરણ છેરણ કરી નાંખી
અરમાનોનો રેલો તારા પગ તળે આવ્યો,એ તું વાંચ
(નરેશ કે.ડૉડીયા)
————————————-
છુટછાટ સમયની અને દુરીની હશે તો ચાલશે
રૂબરૂ આવ્યા પછી તો બસ મારી જ ચાલશે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
મને લાગે છે કે મારામાં કંઇક ખામી છે,
મારામાં જ કંઇક હોવું ઘટે છે.
કદાચ ખરેખર હું પ્રેમને પામવા માટે સક્ષમ નથી.
કદાચ મારૂં વ્યકિતત્વ ટુંકુ પડતું હોય એવું લાગે છે.
ખબર નથી પડતી પણ હર ક્ષણ મારી
ખામી શોધવા સતત પ્રયત્નશીલ છું.
તને મળ્યાં પછી એવું લાગે છે.
મારા શબ્દોમાં એ તાકાત નથી કે
તારા દિલની સંવેદનાને ઝંઝોડી શકે.
મારી ગઝલોમાં એ નજાકત નથી કે
તારી લાગણીના તાર છંછેડી શકે?
સાંભળ્યું છે કે જેને લોકો સતત પ્રેમ કરતા હોય છે
એ વ્યકિત પ્રેમ માટે તરફડતો રહી જાય છે,
પોતાના મનગમતા પ્રિય પાત્રને માટે તરસતો રહે છે
કદાચ આ “તરસ”માંથી એક કલાકાર જન્મે છે
વેદનાની કુખે જન્મેલી કલા જ્યારે કાગળ પર પ્રસરે છે
ત્યારે માતા સરસ્વતીની આંખમાં ખૂશીના આંસું નિખરે છે
અને કલાકારની આંખમાં સાચા આંસું સરે છે.
કદાચ!પ્રેમની બાબતમાં વિરાટ સ્વપનું જોતો હોય છે
જે એનાં વ્યકિત્વથી કદાચ ગજા બહારનું હોય.
મને લાગે છે કે મારે “સખત” મહેનત કરવાની જરૂર છે,
“સખત”….હા “સખત”
અને તારા માટે એ મહેનત કરીશ,
મારા છેલ્લા શ્વાસ સુધી મહેનત કરીશ,
મને મારા આત્મબળ,
અને મારા અંદરના આત્મવિશ્વાસ પર પુરો ભરોશો છે,
હું જીવતે જીવ એક વાર સાંભળીને જ જઇશ,કે
” હા!હું તને પણ ચાહુ છું”.
ચાહે મારે આ શબ્દ તારા મુખેથી
સાંભળવા માટે ફરીથી
બીજો જન્મ લેવો પડે તો પણ બીજો જન્મ હું લઇશ.
ફકત તારા મુખેથી સાંભળવા માટે
“હા!હું તને પણ પ્રેમ કરૂં છું.”
(નરેશ કે.ડૉડીયા)
———————————
કોઇની કમી આટલી મહેસુસ નથી કરી આ પહેલા
હતી ઘણાની આવન-જાવન તને મળ્યા પહેલા
(નરેશ કે.ડૉડીયા)
———————————–
सिर्क एक बार मेरा नाम अपने होठो पे रख दो
फिर मेरे रकिब की दिल के हाल भी सुन लो
(नरेश के.डॉडीया)
राझ ए दिल दिलबर से छुपाया नही जाता है
तस्सवुर मे तुम्हारे सिवा कोन आता जाता है
(नरेश के.डॉडीया)
—————————————-
જિંદગીમાં એક વ્યકિતને કેમ આટલો પ્રેમ કરવો પડે છે
એની હાલત તો જુઓ!રડતા રડતા કેવો હસી પડે છે
(નરેશ કે.ડૉડીયા)
ફેસબુકમાં એક એની પ્રોફાઇલ જે મારા માટે સારી છે
મારું કવન છે,જે એના પ્રોફાઇલ પિકસને આભારી છે
(નરેશ કે.ડૉડીયા)
કયારેક મારી આંખ રૂવે છે અમસ્તી અમસ્તી
એ મલકે ને પછી તો જાણે મસ્તી મસ્તી
(નરેશ કે.ડૉડીયા)
હમેંશા પ્રભુને ગમે એવું નમન હોવું જોઇએ
મોહતરમાને ગમે એવું મારું કવન હોવું જોઇએ
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
મારી સામે તારો દેદીપ્યામ અને ઐશ્વર્યથી છલોછલ ચહેરો
મૌનનું મનભાવક સાનિધ્યમાં મધમધતી ઉર્મિઓ
તારી બેં આંખોની દિલકશ અને અગાઢ દુનિયા
હું એમાં એક અજાણ્યો શાંત પ્રવાસી થઇ પ્રવેસું છું
ધડકનો ધીરે ધીરે લજ્જિત થઇને ડગ માંડે છે
શ્વાસોનો સુરીલી સિતારનો ગુંજારવ થાય છે
જાણે એકાંતમાં બે પારેવા પક્ષીની ભાષામાં ઘુઘવાટ કરે છે.
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
તમે રોજ મળૉ છો છતા તમારી યાદો સતાવે છે
છતા તમારી આંખોમાં જ્ન્મોજન્મની પ્રિત બતાવે છે
બધાથી પર એક રેખા તમારા હસ્તમા નવું લખાવે છે
છતા રોજ તમારો ચહેરો જોવાની તમન્ના લલચાવે છે
છતા આપણી વચ્ચે કયું ઉચ્ચ બંધન શોર મચાવે છે
તમારી ગઝલ વાંચીને સોડષીની જેમ ચાહત જતાવે છે
ઉદાસીની કંઇક સાંજ સાચવેલી પડી છે
તારા વિના ગુજારેલી હર પળ રડી છે
મૌસમને કયાં સમયે આવવાની પડી છે?
તારા વિના મૌસમ પણ ટલ્લે ચડી છે
…
મિલનની એ તરસ પણ વલખે ચડી છે
મૃગજળના એ મૃગે તો હરણફાળ ભરી છે
સદીઓ જિવવાની હામ ભીડી હતી એ
ઘડીઓ પણ માછલીની જેમ તરફડી છે
યાદોના બોજ લઇને ફરતા કાફિલાને પણ
સુકા રણોમાં ભટકવાની આદત પડી છે
કિસ્મતમાં લખેલું એ મીટાવી ના શકીયે
એટલે જ અમારી ઇચ્છા પાછી પડી છે
દરવાજે કોઇ આવશે એ તકતી જડી છે
પધારે એ જીવનની શુકનવંતી ઘડી છે
(નરેશ કે.ડૉડીયા)..
—————————————-
તો યે તારા વિનાં કેમ એક પળ રહેવાઇ નહી
ને પછી ઉદાસી સાંજની કેમેય કરી સહેવાઇ નહી
બીજ કહે તારા સ્પર્શ વિના ભૉંમાથી ફૂંટાઇ નહી
તારી આંશ છુટે નહી ને આંખો કહે વરસાઇ નહી
હ્રદય તને ઝંખે ને મન કહે હવે તું ભૂલાઇ નહીં
અક્ષરો કહે તું નથી એટલે ગઝલો તો લખાઇ નહી!
ધોધમાર વરસી ગયો એક રાતમાં વરસાદ
સવારે ખબર પડી ભાદરવાનો હાથીયો હતો
ગામ આખું કોરું ધાકોર રહી ગયું વરસાદમાં
હું એકલી ભીંજાય ગઇ શું હતું એ વરસાદમા
(નરેશ કે.ડૉડીયા) .
—————————————-
અલગ રહીને જોડાઇ જવાની રીત મને ફાવી ગઇ છે
જેટલી વાર શૂન્ય બની જોડાઉ ને નવી જોડી થઇ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————
રૂબરૂ એને જ્યારે મળું ત્યારે કશુ જ કહી શકતો નથી
એના પર લખેલી ગઝલમાં કશું છુપાવા મથતો નથી
દિવાનગીમાં ભાન ભૂલી જવાની મજા હોય ન્યારી
ઝંખના એની કરૂં ને એના સિવાઇ કશું ઝંખતો નથી
…
એક પણ દૂરસંચારના માધ્યમ બાકી રાખ્યા નથી ને
છતા પણ કહે કે મારી સાથે બહું વાતો કરતો નથી
ખબર નથી આ કઇ જાતની તરસ છે મિટતી નથી
એની આંખોમાં સ્નેહનો મેઘ મંડાયો ને વરસતો નથી
એ જ વ્યકિતને આટલો દિલ ફાડીને પ્રેમ કરી શકાય
કે જેને ચાહ્યા પછી હું પણ બીજાને ચાહી શકતો નથી
‘નરેન’મન,ક્રમ,વચન જેવું બંધન નથી તમારી વચ્ચે
છતા એની હાજરી વિના એકેય પ્રસંગ ઉજવાતો નથી
(નરેશ કે.ડૉડીયા)
——————————————
उस मोहतरमा से खुदा को कुछ ज्यादा दिलचश्पी है
उन की उम्र रोक के जता दिया के खुदा भी हस्ति है
(नरेश के.डॉडीया)
————————————————
मुजे अब जिंदगी से प्यार जैसा हो गया है
जिसे यार समजा वो प्यार जैसा हो गया है
(नरेश के.डॉडीया) .
——————————————
तेरे शाने पे एक बार बार सर रख के रोना है
तुजे ना पाया तो इस दुनिया मे कयां खोना है
(नरेश के.डॉडीया)
—————————————
નરેન’કશું લઇ નથી આવ્યા તો કેમ રુંવો છો
અહીં માનવ જુવો,જાણે મજાનો જીવ મુવો છે
(નરેશ કે.ડૉડીયા) .
——————————————
देखी नही है मैने उन आंखो मे वोह पुरानी प्यास
कभी मेरा नाम सुन के खुशी से छलक जाती थी
(नरेश के.डॉडीया)
———————————————
खुदा से दुआ तो रोज अकसर मुजे मिलती रहेती है
तेरे दिलकश अलफाझ के बिना कहा कलम चलती है
रोज रोज तुं नये जल्वे और हुन्नर मुजे शीखाती हो
और एक गझल लिखने के बाद चैन की सांसे पलती है
ये नाझ,ये नखरे,ये नजाकत अकसर देखता रहेता हुं
फिर भी तुजे ना देखुं तो खुद से मेरी कहा बनती है
कितने गुमान से जिते है आंखो मे तेरा सुरुर भरके
तेरा जिक्र शेरो में आये और इर्शाद की जडी लगती है
झरीया कोइ भी हो तुंज तक पहोचने का,मंजुर है मुजे
जो अदा तुज में है,ये लाखो महोतरमां मे कहा दिखती है
‘नरेन’का कहां वजुद था शान ओ शौकत की दुनिया मे
तेरे साथ दो कदम कया चला दुनिया मुज से जलती है
(नरेश के.डॉडीया)
—————————————————-
मुजे मालूम है के तुंम मेरे नही बन शकते हो
मेरे चमन में गुल बन के कयुं खिलते रहेते हो?
माना के तुंम मुज से मिलो दुर रहेते हो फिर भी
जाने-ए-हयात मेरे दिल मे कयुं उछलते रहेते हो?
बार बार मिलने से भी बेकरारी तो बढती रहेती है
फिर तस्सवुर में लगातार होंसला कयुं देते रहेते हो?
गम भूलाने मे लोग मैयकदा मे पडे रहेते है फिर
मेरी गजलो में ही कयुं कैफ-नशा बनते रहेते हो?
मुजे सताने का एक भी तरीका बाकी नही रखा फिर
जान-ए-तम्न्ना आंखो के कयुं तारे बन के रहेते हो?
माना के तेरे रास्ते से मेरे हर रास्ते अलग है फिर
हमसफर का सांया बन के कयुं साथ चलते रहेते हो?
माना के रिश्ते की बुनियाद से कोइ लेना देना नही है
फिर कयुं मुजे अपना होने का एहसास जताते रहेते हो
जिंदगी संवारने का कोइ तरिका मुजे आता नही फिर
मेरी जिंदगी को कयुं दुल्हन की तरह संवारते रहेते हो?
-नरेश के.डॉडीया
———————————————
હું એને એટલું કહું છે ને પછી કશું બાકી રાખતો નથી
કશું એ મને કહેવાં માંગે છે ને હું સમજી શકતો નથી
દિવાનાઓ જ ભૂલી જાય બધી દુનિયાની રીત-રસમો
લગાતાર મુહોબ્બત કરે ને એ પછી કદી અટકતો નથી
…
આ જ તો ખૂબી છે દિવાના અને સુફીઓની ચાહતોમાં
એક ખુદાને ઝંખે ને બીજો સનમ સિવાય ઝંખતો નથી
હોય છે દરિયામાં ઘણી નાવો જે ડુબવા માટે બની હોય
મારો મિજાજ જુદો છે,કિનારા સિવાય પાછો ફરતો નથી
જગમાં ઘણા પ્રેમીઓ છે જેનો ઉન્માદ લાંબો ટકતો નથી
ખબર છે એના નામ સિવાય કશું ગઝલમાં લખતો નથી
લીધો જે પંથ કેમ કરીને મુકી શકું આખરી મંજીલ સુધી
ખુદાએ રસ્તો બનાવ્યો તમારા સુધી એટલે ભટકતો નથી
આપના દુખે દુખી અને આપના સુખે સુખી રહીએ છીએ
બધા જાણે છે હું મોહતરમાંના સુખ સિવાય ઇચ્છતો નથી
ઇશ્વર જાણે છે મારા પ્રેમની સચ્ચાઇ અને તાકાત શું છે
‘નરેન’ઇશ્વર પછી તમારા સિવાઇ કોઇને ભજતો નથી
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
सपनोके रंगोकी बहारमे खिले फुलोको तुं चुनले
जो जिंदगीने दिया है उसे जाम समजकर पी ले
समयको तुं पैसेसे खरीद लेगा,अपना शकुन बेचदे
गलेमे अटकी हर सांसको बचाले,जबांको बंद करदे
तेरी फितरतको एक बार बदलदे,बादलको तरसनेदे
आंखोमे तेरी नमी है उसको ना रोक,उसे बरसने दे
मिलते है गम हर तरहके खुशीयोके बाझारमे
दामनको अपना बचाले जो मिले उसे गले लगाले
किसके ख्यालो मे भटकता है गाफिल मारा मारा
जीस महोतरमा को ढुंढ रहा है,वोह कुछ सोच मे है
तुं गझलकार है जिंदगीको युं गवारा ना कर ‘नरेन’
ख्यालोमे जिना छोडदे,नही खिलते फुल सहेरामे
हर किस्सा कभी पुरा नही हुवा मुहोब्ब्तके पन्नेपे
अंजाम सोचले एकबार,कोइ जिंदा वापीस नही आया
समसेर उठाके हर कोइ लडके शहीद होता है जंग़मे
एक आगाझ करदे,कलमकी नोक सजाले इस जंगमे
रास्ते सब खुले है,तुजे लडना पडेगा किसीके वास्ते
मरते है सभी लोग ,तुं भी एक बार मरके दिखा
इतिहासको फिरसे एकबार पलटके दिखादे सरेआम
इंतजार है तवारीखको पन्नेको,तेरे नामसे शुरुआत हो.
(नरेश के. डॉडीया)
—————————————-
अपना नाम दुनियासे छुपाकर रखना
तेरे नाम से मेरा नाम जुडने मे काम आयेगा
अपनी बाहोका हार सजाकर रखना
कभी मेरे गले के लिये काम आंयेगे
…
अपनी आंखोका नुर बचाकर रखना
कभी मेरे जहांको रोशन करने मे काम आंयेगे
अपनी पलको को सजाकर रखना
कभी मुजे पनाह देने मे काम आंयेगे
अपने पलु को फेलाकर रखना
कभी मेरी जिंदगी मे रंग भरनेमे काम आंयेगे
अपनी नजरो को जुकाकर रखना
कभी हमारी नजरो से मिलाने मे काम आंयेगी
अपने लब्झो को छुपाकर रखना
कभी मेरी कविता के लिये काम आंयेगे
अपने होठोकी लाली बचाकर रखना
कभी ये गुलाबोको शरमाने मे काम आंयेगे
अपनी सांसे बचाकर रखना
कभी मुजे जिंदा होनेमे काम आयेगी
अपनी प्यास बरकर्रार रखना
तभी तो मुजे हर जनम तुजे मिलने की ख्वाहिश रहेगी
(नरेश के. डॉडीया)
————————————–
એક પુરુષની આંખો સ્ત્રી પર ખોડાય જાય છે
ત્યારે સ્ત્રી હમેંશા અકળામણ અનૂભવવા માંડે છે
પણ આ શું!આ પુરુષ જાણે મને જ જુવે અને મને
લગાતારા જોયા રાખે એવી ઇચ્છા મને કેમ થાય છે?
…હા!કદાચ મારી અંદર રહેલી સ્ત્રીને આ પુરુષની નજરમાં
કંઇક નવિ નજાકત અને કલાકારની દ્રષ્ટિ હોય એવુ લાગ્યું
જાણે કોઇ શિલ્પી એક ખૂબસૂરત અને બહેતરીન શિલ્પ
જોઇને ખૂશ થતો હોય એવું લાગતું હતું,અને મેં મારા
વાળમાંથી બટરફલાઇ કાઢી નાંખ્યુ ને વાળ છોડી નાંખ્યાં
હું મારા મનગમતાં પુરુષના વિચારે ચડી કેવો હોવો જોઇએ?
“પહોળા અને ભરાવદાર ખંભાનાં સખત હાડકા ઉપસેલા જોઇને
જાણે કોઇ પર્વતનાં ઉતુંગ શીખરો જેવા લાગવા જોઇએ.
જે મારી જાતને સહેલાયથી ઉચકી શકે..હું મનોમન હસવા લાગી
ખંભાની ઉપર લાંબી ડોક અને મુલાયમ ગાલોની નીચે નો ચરબી
હા!એનાં હોઠ થોડા મુલાયમ હોવાં જોઇએ,તુલીપ ફલાવર જેવા!
અને મુછો!ના..ના..મને મુછો વાળા પુરુષો જરા પણ ના ગમે
હા!દાઢી કદાચ એક બે દિવસની વધેલી હોય તો ચાલે નો પ્રોબ્લેમ
પણ કલિનસેવ હોય ત્યારે એના મુલાયમ ગાલોને ખેંચવાનું મન થાય
કદાચ પુરુષને કોઇ સ્ત્રી ‘મખના’અને ‘ચીકના’કહે એવું ગમતું હશે?
અને હા!એની આંખો પાણીદાર અને નિર્દોષ હોવી જોઇએ,જ્યાં
મારી આંખ મળતા એની આંખો સાથે પોતિકુ વર્તુળ રચાય જાય
એનુ લલાટ મોટુ ને ચમકતું હોવું જોઇએ અને એમાં મારી ખુદની
કિસ્મતનાં ભાવ ચોટાડી શકું
લલાટની ઉપર જથ્થાબંધ વાળ હવા સાથે તાલ મિલાવતા હોય
અને ઉડતાવાળ સાથે એની થોડી નફિકરાય હોય એવું લાગવું જોઇએ
એની ઉંચાઇ મારી ઉંચાયથી વધું હોવી જોઇએ,જેથી એના પડછાયામાં
મારો પડછાયો સહેલાયથી છુપાવી શકાય અને મારી જાતને પણ !
અન્ય પુરુષનાં સ્વભાવથી થોડો અલગ સ્વભાવ હોવો જોઇએ,જાણે
આધિપત્ય હોય,પણ વર્ચસ્વ અને માલિકિભાવ ના હોવો જોઇએ
અને વિશ્વાશનું એક અતુટ બંધન હોવું જોઇએ અને એટલું મજબૂત
હોવું જોઇએ કે મારી સુંદરતાં એના અહમને પોષે ના કે તોડે
હા!મને ખબર છે કે લગ્ન એ પ્રેમ કરવાનું બંધન નથી પણ
આ જમાનાંમાં પ્રેમ ટકાવી રાખવાનું બંધન છે,એટલે મારા
મિત્રોની ઇર્ષા નહી પણ મારા અતુટ વિશ્વાશનું અભિમાન હોવું જોઇએ
હા! એ મારી કલ્પનાનો મારો મનગમતો પુરુષ છે,જે મારી જિંદગીની
આખરી ક્ષણ સુધી દિલફાડીને પ્રેમ કરતો રહે,જિંદગીની અંતિમ ક્ષણૉમાં
મારો દેહ એ બુઢા પણ કસાયેલા બાહુંબંધમાં આખરી શ્વાસ લે.
ગંગાજળની બદલે એની એની આંખોમાંથી નીકળેલા બે ટીપા
મારા મોઢામાં પડે અને દુનિયાની અંતિમ વિદાય લઇશ
એક અપ્રિતમ,એક મહાન સૌંદર્યકારા,કોલેજમાં મારા પર થોકબંધ
કવિતા લખાતી હતી,જેને સૌંદર્યનું અભિમાન કદી નથી થયું
પણ મારા નજીકની દરેક વ્યકિત મારા સૌંદર્યનું અભિમાન કરતી હતી
એ ફાની દુનિયા છોડીને વિદાય લેશે ત્યારે બે વ્યકિત સખત આઘાત લાગશે
એક એ વ્યકિત જેનાં બાહુંબંધમાં મારો મૃતદેહ છે અને બીજી એ વ્યકિત
જેને પોતાની જાત કરતાં હમેંશા મને દિલફાડીને ચાહી છે સતત,લગાતાર
અચાનક મારી વિચારોની હારમાળામાંથી વર્તમાનમાં આવી ગઇ
મારી આંખોનાં ખૂણે જામેલા ભેજને એની નજર ના પડે એ રીતે
સાફ કર્યો,વિન્ડશીલ્ડ તરફ જોતા જોતા એની નજર મારા પડી
એ બોલ્યો,”કેમ નયનાં, કોનાં વિચારો ચડી ગઇ હતી અને આંખોનું
કાજળ કેમ પ્રસરી ગયું છે?વ્હાલી!કેમ રડવું આવ્યું અચાનક !”
મારા અવાજ સાથે છાતીમાં ભરાયેલો ડુમો પણ બહાર આવી ગયો
“કશું જ નહી ડીયર!આજે હું કોઇ મુગ્ધા હોવ એ રીતે વિચારે ચડી ગઇ”
બાજુંમાં બેઠેલા એને હળવેથી મારા વાળને કાન પાછળ ધકેલ્યા
એને નાખેલા ડીઓની સુંગધ મારા નાક સુધી પહોચી ગઇ
અને
મને કહે કે,”સાઇડફેસમાથી આજે પણ જાણે પચ્ચીશની હોય એવી લાગે છે”
અચાનક એ બોલ્યો!મારી જિંદગીની અંતિમક્ષણોમાં મારી સનમુખ રહેજે.
જતા જતાં તારી ખૂબસૂરતી અને તારા આત્મા પર કવિતા લખતો જઇશ
જે મારાં જિવત અસ્તિત્વની આખરી રચના હશે અને તે યાદગાર હશે.
મારા અસ્તિત્વનો મિજાજ એ જ તારી સૃષ્ટીના સૌંદર્યનું સમુહગાન છે…
જે એક કવિની મરણૉમુખ જુબાની હશે!
બરોબરને મારી નયનાદેવી!
હું હસીને બોલી,”તારે મને બીજીવાર રડાવવી છે.”
મને કહે કે,હું મારી ગઝલ અને કવિતા તારી ખૂશી માટે લખું છું,
એટલે તો મારા પુસ્તકનું નામ પણ –
“મારી કવિતા અને ગઝલમાં તારી ખૂશીનો રંગ છે.”
નરેશ કે.ડૉડીયા
———————————————–
જઇને એની પાસે કેમ પુછું કે તમોને ગમું છું?
છતાં પણ હું વાર-તહેવારે એને હમેંશા નમું છું
મને પુછે તમે કેમ મારા પર ગઝલ લખો છો?
મેં કહ્યું એટલે તોં તમારા વિરહનાં દુખ ખમું છું
…
મને પુછે કે તમને મારા વિના કેમ ગમે નહી?
અદાથી પુછે ને હું ડાળીના ફૂલની જેમ ઝુમું છું
મને પુછે,મારા નવા-નવા નામ કેમ પાડૉ છો?
કેવાં મજાના છે,તમોને ગમે છે એ હું જાણું છું
મને કહે કે તમે કેમ બાલ-સહજ જિદ કરો છો?
ખબર છે મને એના નિર્દોષ સ્મિતનું હું બહાનું છું
‘નરેન’તમારી દિવાનગી એના હ્રદયને ડૉલાવે છે
મને પણ જાણ છે,હું એના હ્રદયનું છુપું ખાનૂં છું
(નરેશ કે.ડૉડીયા)..
—————————————————
આર કે પાર હોય દેખાય નહી એવા લાગણીના તાર હોય છે
આપની હાજરી ના હોય મહેફિલમાં એ જ સમાચાર હોય છે
સવાલો ઉઠે એના જવાબો આપની વચ્ચે અધ્ધરતાલ હોય છે
દર્દ આપણું સહિયારું હોય ને આપણી વચ્ચે સારવાર હોય છે
સ્મિતના હાર પહેરાવીને ઉદાસી પીળાપાને તમે રવાના કરી છે
ક્યારેક ઉદાસી આટો દે છે,જ્યારે તમારી હાજરી બહાર હોય છે
બાગમાં અનેક ફૂલોની વચ્ચે તારા નામથી એક જ ફૂલ ચુંટું છું
જાણૉ તમે બાગમાં અનેક ફૂલોને તમારી પ્રત્યે છુપો ખાર હોય છે
જાણો,પાંચે આંગળીની જેમ આઠેય વાર કયાં એક સરખા હોય છે
આપ હો આસપાસ પછી તો અમારા આઠેય વાર તહેવાર હોય છે
સગા-વ્હાલાઓ એક બીજાની રસમો ભલે જાહેરમા નિભાવતા હોય
આપણા નામે આપણી લાગણીનાં બધા ખાનગીમા વહેવાર હોય છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
હવાને ચાતરી ને કોઇ અંદર દાખલ થઇ ગયું
ઇરાદા પારખી ને કોઇ અંદર દાખલ થઇ ગયું
તમારા તો બધા અધિકાર તો અંખડ હતા ને છે
પછી આ ચોધડીયું કાળ શા માટૅ ચલ થઇ ગયું
…
તમારા આગમનથી આયખાની રોનક વધી છે
રહીને પણ જુવો તો મન અમારું ચંચલ થઇ ગયું
કરે છે પ્રેમ મોટે ભાગનાં લોકો રમત સમજી
તમોને જોઇ દિલમા તો અમારા હલચલ થઇ ગયું
ભલે શ્રાપો મળે તો કોઇ પણ પ્રકારમા ચાલે
તમારા પરચમે આંસુ જુઓ ગંગા-જલ થઇ ગયું
નહી આપે કદી કોઇ સુખ ‘નયના’ આ જનમમા તો
‘નરેન’જ છે આ જગતમાં,સમજ કે દુખ હલ થઇ ગયું
(નરેશ કે.ડૉડીયા)..
( લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————
जुठे अलफाजो से मुजे तस्सली ना दिया करो
कभी आ के नाजुक वकत मे शुकुन दिया करो
हमारे प्यासे दिल को ना और तरसाया करो
शाहिल से नदी की तराह समदर में समाया करो
…
गुजरे हुवे वकत की तरहा याद ना आया करो
मेरे सामने आ के अचानक चाहत जताया करो
ख्वाबो में तुंम सांये की तरह् आया ना करो
आना है तो सुरज की रोशनी तरह छाया करो
पलको में रहेना है तो आंसु बन के ना रहो
दिल में बसाके अपना होनेका एहसास दिया करो
हमने गझल लिखके चाहत जताना नही शीखा
इझहार नही तो मुस्कुराहट से चाहत जताया करो
(नरेश के.डॉडीया)
—————————————
સંધ્યાના અસ્તો રંગોમાં કેશરી સુરજ
ડૂબતાની સાથે કંઇક કહેવા જતો હતો
શાંત દરિયાં કિનારે સેમ્પુ કરેલા ઉડતાવાળ
ડૂબતા સુરજને સલામી આપતા હતા
કેશરી રંગોની આભા એના ગોરા શરીરની
આસપાસ વિટળાઇને એક અનોખો માનવિય રંગ બનાવતી હતી
એને દરિયો બહું ગમે છે,અતિસય વ્હાલો લાગે,
બે દિવસથી રોજ સાંજે એ આવીને
એકલી એકલી કંઇક વિચારતી બેઠી હોય છે
મેં અચાનક એની પાછળ જઇને એની બંને
આંખો મારી હથેળીથી ઢાંકી દીધી
મારા કાંડાને એ પકડીને બોલી
અમુક માણસોને શરીરની સુંગધથી ઓળખી જવાય છે
ભલેને આંખો આડૅ આખી દુનિયાની ગંધ ટૉળુ બની ઉભી હોય
તને કેમ દરિયો કેમ ગમે છે?
હસતા હસતા બોલી,”જેમ આપણે એક બીજાને ગમીયે છીએ એમ.
તું તો કવિ છે એટલે તો તને આવી શાંત પ્રાઇવશી ગમતી હશે.”
“નયના,મારી પ્રાઇવશી,મારું એકાંત,મારી અંગતક્ષણૉ,પર કેવળ
પાંચ વ્યકિતોનો જ અબાધીત હક્ક છે અને અબાધીત રહેશે.
આં પાંચ વ્યકિત સિવાય કોઇ પણ છઠી વ્યકિતને મારી
પ્રાઇવશીમાં દખલ દેવાનો અધિકાર છે નહીં અને આપવાં પણ નથી માંગતો.”
“તું બોલે છે ત્યારે મને સાંભળવો ગમે છે,તારો અવાજ,અને તું બંને,
કોણ છે એ નશીબદાર પાંચ વ્યકિત એ મને બતાવી શકશે?”
“હા!મારો પરિવાર,અમે બે અને અમારા બે અને તું”
એ નીચે જોઇને હસતી હતી,અને હસતાં હસતાં ખાસ શબ્દો સરી પડયા.”
“અચ્છા.”
મને કહે કે,”બે દિવસથી હું રેતી પર તારું નામ લખું છું
પણ દરિયાનું પાણી અહિયાં સુધી કદી આવતું નથી
એ નામને રેતી પર ભુંસી નાંખવા માટે.”
મેં કહ્યું મારા નામ સાથે તારું નામ જોડી દે અને રેતી પર લખી નાંખ
એટલે દરિયો પણ પાગલ બની કિનારાઓને પખાળવા દોડી આવશે
નવા નવા નદીઓનાં નીર પીને જે નશો ચડયો છે એ તુંરત ઉતરી જશે.”
નમેલા ચહેરે ઉડતા બાલો વારમવાર એને પરેસાન કરતાં હતાં
મે આસ્તેથી એના વાળને એના કાનમાં પાછળ ધકેલ્યાં
એ હસવાં લાગી,એને ખબર છે મારી મનગમતી ક્રિયા છે
એને મારા નામ સાથે એનું નામ પંણ રેતી પર લખી નાંખ્યું
પુનમનો દિવસ હતો,આછા અંધારામાં ચાંદ એની ગવાહી આપતો હતો.
દરિયાનાં મોજા ઓ ધણા કિનારે આવીને પ્રસરીને ફિણમા તબદિલ થઇ ગયાં
અમેં બંનેએ ધણા સમય રાહ જોઇ પણ દરિયાદેવ અમારી ખૂશીમાં સામિલ હતાં
એને પણ અમારા બંનેના નામ મિટાવામાં રસ હોય એવું લાગ્યું નહીં
અચાનક એક સ્ત્રી અને એક પુરુષને રેતી પર ચાલતા જતાં જોયાં
અમારા બંનેનાં નામ પર પોતાના પગલાની છાપ છોડતા ગયાં
નયનાં મારી સામે હસવાં લાગી અને કહેવાં લાગી
“કુદરતને જે સંબધ ગમે છે એ માનવીને ગમે એ જરૂરી પંણ નથી.”
પણ કુદરતી રીતે મળેલા લોહીના સંબધો કરતાં,
જીવતાં જીવતાં થતાં આવેલા કુદરતી પણ
લોહીના સંબધ વિનાના આકર્ષણથી નિર્માણ
થયેલી મૈત્રીનો સંબધ મને મુલ્યવાન લાગે છે,
પછી તે બે મિત્રોની હોય,બે બહેનપણીઓનો હોય કે મિત્ર-બહેનપણીનો હોય.
પણ તેમાંયે કોઇ પણ કૃત્રિમ બંધન વગરની,
નિર્હેતુક,મૂક્ત એવી સ્ત્રી-પુરુષની મૈત્રિ મારી આંખોને વધું દેખાવડી જણાય છે.
દ્રોપદી અને કૃષ્ણની મૈત્રીના ચિરંતન મૂલ્ય કરતાં આપણી મૈત્રી મને મુલ્યવાન લાગે છે.”
અર્જુન,મારું લક હમેશાં અનલકી રહ્યું છે,મારી સુખની દરેક ક્ષણૉ સાથે
પુનમ અને અમાસનો નાતો રહ્યો છે,એને પણ કુદરતી ગણીને ચાલું છું
સંબધો મન બદલી શકે છે પણ નશીબ નથી બદલી શકતાં”
(નરેશ કે.ડૉડીયા)
————————————
ये कैसी परदादारी है और क्यां राझदारी है
पता है!आंखो से तेरी कैसी दिलकश यारी है
खो जाता हुं में तेरी मुश्कुराती तस्वीरो मे
मुजे एहसास है के काइनात मे तु प्यारी है
मुलाकातो का सिलसिला कभी खत्म ना हो
मिलने की चाहत ये बताती है गजब यारी है
मालुम है तेरी खामोसी भी खूबसूरत राझ है
काइनात में तेरी अदा ही मशहूर दिलझारी है
पुछते है ये अंदाज ए बयां का राझ क्यां है
शायर बनने मे तेरी दुवा की गझब दिलदारी है
(नरेश के.डॉडीया) ..
—————————————-
आज खुदा जैसे यार से मेरी मुलाकात हो गइ
देख के बोला तेरी फरिस्ते जैसी हालत हो गइ
(नरेश के.डॉडीया) .
————————————————–
आदत भी बच्चो जैसी बदलती नही है मेरी
जब से देखी है खिलोने जैसी मुस्कुराहट तेरी
(नरेश के.डॉडीया)
—————————————————
કેટલી સાંજોને એકલો ઠોકરો મારીને હટાવું છું
ઉદાસી પણ જોને ગઝલો ફટકારીને ભગાવું છું
તું નથી તો આંગણે એકલતાનાં એરૂ ભટકે છે
શ્વાસોથી ફુંકીને આ યાદોનાં બિનને બજાવું છું
…
કદી તારે પણ સજાવવી જોઇએ કુવાંરી ક્ષણૉને
લોકથી બચાવવા જો તને ગઝલોમા છુપાવું છું
આમ જ નાહકના આપણે વગોવાય ગયા છીએ
કશું જ ના હોય એમ લોકોને અખબાર વંચાવું છુ
જો બધા તને સમજ્વાની કોશિશ કરતા રહેશે ને
એ પછી તું જો ઘણાની પટ્ટી જાહેરમાં ઉતારું છું
દિવાનગી સમજાવવી આમ તો અઘરી વાત છે
તું સામે હોય ને કારણ વગર અમસ્તો સતાવું છું
તમેં’નરેન’હદ કરો છો,એને પણ ઘણા જાણે છે
વાત એમ છે,છાસ લેવા જાંઉને દોણી છુપાવું છું
(નરેશ કે.ડૉડીયા)
———————————————
माना के तुजे पाने के लिए मेरी एक जिंदगी काफि नहीं है
किसी जनम मे ना पाया तो खुदा तेरी ये इन्साफी नही है
(नरेश के.डॉडीया)
———————————————-
હમણા નભ અને આંખોને કંઇક સંબધ છે
બધાને ખબર છે કે તારું મળવાનું બંધ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————–
તારી પ્રકૃતિદત્ત આદતો નહી બદલે તું
તારી પ્રકૃતિ પણ કદી નહી બદલે તું
કયારેક અમસ્તી રિસાય જાય છે તો
ને પછી અમસ્તી મલકાય જાય છે
તારામાં કંઇક છે એવું જે મને ગમે છે
…
ભલે તું મધ્યા થઇ ગઇ છે તો પણ
રહી-રહીને મુગ્ધતાંની મહેક મલકે છે
ખિલે છે અવનવી મહેકતી વંસતને
પાંગરે છે સંવેદનાની મૌસમી વેલ
તારા દૈવત્વને તો સદા આ સર નમે છે
કાજળની પતલી રેખા તારી આંખે શોભે
નયનોની ભાષા તારી આંખોને જ ઓપે
રૂપાળા ચહેરે અવનવી ભાષાઓ ભાષે
પામ્યો તને એ લખચોરાસીનો મેળૉ છે
તારી ર્ચોકટ છે જ્યાં મારી માનતા ફળે છે
લીલા વર્ષાવનો જેવી મહેકતી તાજગી
લાગણીના ગાઢ જંગલમાં તું ચહેકે છે
કોઇ પંખીણી જેવી ભાષા તું બોલે છે
લોકો એને તો મારી કવિતા કહે છે
તારા સાનિધ્યની ડાળ મનપંખીને ફાવે છે
અધિકારભાવનો અમલ તને ગમે છે
‘હા’અને’ના’વચ્ચે કદીક અટકે છે
અંતે તો તારૂં મનગમતું જ મને મળે છે
જે ઇચ્છું હવે માંગ્યા વિનાં મને મળે છે
તુ બધું આપે છે છતાં ઇચ્છા ફરી ચળે છે
કદી એવો મોકો તે મને આપ્યો નથી
કે મારે’આઇ લવ યું’તને કહેવું પડે
વિશ્વની તમામ ભાષામાં પ્રેમ કહેવાય
એનાંથી નવી ભાષાંમાં તું મને ચાહે છે
કલમ તારી દિવાની થઇને તને ઝંખે છે
દુનિયાનાં તમામ રસ્મો રિવાજોથી પર
અજાણી રાહ પર તારી સાજેદારી છે
પગલે પગલે સંબધોનાં નવા પુષ્પો પાંગરે
ને દુનિયાં અચરજભાવે નવો બાગ જુવે છે
તારા શ્વાસોથી આચ્છાદિત પુષ્પો કેવા શોભે છે
કારણકે મારામા તું છે એટલે મને ગમે છે
અને તારામાં હું છું એટલે હું તને ગમું છું
દુનિયાંનું સર્વોતમ સુખ તારી પાસે પામું છું
જે સુખ દરેક માણસ માટે એક સપનું છે
તારામાં કંઇક છે એવું જે મને જ ગમે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
ભારતીય નારી-
————————–
પાંચ આંકડાની પગારદાર ભારતીય નારી
વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે
ઉઠીને ભગવાન યાદ કર્યાં પહેલા એ
…આખા દિવસમાં જે કાર્ય કરવાના છે એ યાદ કરે છે
અચાનક એને યાદ આવે છે
આજે કામવાળી નથી આવવાની
વોંશીગ મશીન ખરાબ છે
ગઇ કાલના કપડા ધોવાનાં બાકી છે
છ વાગ્યા સુધીમાં વાસણ અને કપડા
ધોવાનું ઉતાવળે આટોપી નાખે છે
પરસેવાથી રેબઝેબ કપાળ લુછીને
વિખરાયેલા વાળને રબ્બરબેંડથી બાંધે છે
સવારની તાજી હવામાં યોગા અને હળવી કસરત કરે છે
યોગા-કસરત પુરી થતાં એનાં બાળકોને સ્કુમ માટે તૈયાર કરે છે
બાળકોને ફટાફટ તૈયાર કરીને રસોડા તરફ વળે છે
બાળકો માટે નાસ્તો બનાવીને લંચબોકસ પેક કરે છે
પોતાના બાળકોને એ ટુ વ્હિલર વાહનમાં સ્કુલે મુકવા જાય છે
રસ્તામાં બચ્ચાઓ એમનાં માટે શું લઇ આવવાનું મમ્મીને કહે છે
ઓફિસનાં પેડીંગવર્કથી ચિતિંત મમ્મી બચ્ચાની વાતોને મગજના
એક ખુણે સાચવીને મુકી દે છે
સ્કુલથી પાછા આવીને ઘડીયાળમાં જોયું સાડાસાતનો સમય છે
પતિ,સાસું અને દેવર માટે નાસ્તો બનાવવા ફરી રસોડામાં જાય છે
ઘડીયાળમાં સમય જોતા જોતાં ફટાફટ ટેબલ પર નાસ્તો પિરસે છે
એ પણ ફટાફટ પોતાનો નાસ્તો પુરો કરે છે,ઘડીયાલ હસતાં
મુખે એને આઠ વાગ્યાનો સમય બતાવે છે
અને એ બાથરૂમ તરફ રવાના થાય છે
ઝટપટ સ્નાનવિધિ પૂરી કરીને પોતાના બેડરૂમના વોર્ડસામે ગોઠવાય જાય છે
ડ્રેસ અને સાડીઑની હારમાળા વચ્ચે શું પહેરવું એ વિચારે ચડે છે
આધુનિકા દેખાવા માટે જિન્સ અને ટોપ પર પંસદગી ઉતારે છે
કોલેજમાં જેના રૂપની ચર્ચા થતી એ રૂપગર્વિતા,પોતાના રૂપને
અકબંધ સચવાયેલું જોઇને અરિસામાં પોતાનાં પ્રતિબિંબ સામે
મસ્તીથી આંખ મિચકારે છે.અમસ્તું એનાથી હસાય જાય છે
એના મિત્રનો એસ એમ એસ યાદ આવી જાય છે.
એક હાથમાં બ્રાન્ડેવ વોચ,બીજા હાથમાં ટ્રેંડી બ્રેસલેટ
બંને આંખોમાં કાજલની પતલી લાઇને ખેંચે છે
હોઠો પર લાઇટ સેડની લિપસ્ટિક લગાડે છે
ઇમ્પોર્ટેડ પરફ્યુમ છાંટીને પગમા બ્રાન્ડેડ ચપ્પ્લ પહેરે છે
એની પોતાની કારમાં ઓફિસ જવા માટે નીકળે છે
ઘડીયાલમા જોયું તો સવારનાં નવ વાગ્યાનો સમય છે
ગુડ મોર્નિગનો રાબેતા મૂજબ ગમતો એસ એમ એસ આવે છે
સાડાનવ વાગ્યે ઓફિસ પહોંચે છે,
ગઇ કાલના પેડીંગવર્કને ફટાફટ પુરા કરે છે
સમય સવારનાં અગ્યાર વાગ્યાનો ધડીયાળ બતાવે છે
ઓફિસમાં બોસનું આગમન થયું,
થોડી વારમાં બોસનો બુલાવો મેડમને આવે છે
નવાકામ માટે એના પર પંસદગી ઉતારે છે
કારણ-ઓફિસની સિનિયર અને જવાબદાર વ્યકિત તરીકે ગણનાં થતી હતી
કંપનીની સૌથી વધું વિશ્વાશું તરીકે એની છાપ અકબંધ હતી
નવુ કામ હાથમાં લઇને પોતાની કેબિનમાં કોમ્પયુટર સામે ગોઠવાય છે
ઓફિસનું કામ,ફેસબુક,મિત્રોનાં ફોન,મેસેન્જર-આ બધાને પુરતો ન્યાય આપે છે
ઘડીયાલમાં સમય બતાવે છે બપોરનાં એક વાગ્યાને ત્રીસ મિનિટ .
મેંમ ટિફિનબોકસ ખોલે છે,ઓફિસની અન્ય છોકરીઓ કેબિનમાં આવે છે
ઓફિસમાં લાડકુ સ્થાન ધરાવતાં,મેમ સાથે છોકરી જમતા જમતાં
હસી-મજાક અને સુખ-દુખની વાતો કરે છે,ત્યારે આધુનિકા જેવી
લાગતી માનૂનીઓમાંથી મધ્યમવર્ગની ગૃહિણીની ઝાંખી થતી હતી
એક અલ્લડ છોકરી જતાં જતાં કહેતી ગઇ,”મેમ,આજે મસ્ત લાગો છોને કાંઇ.”
મેમ મનમાં મલકી ગયા,ફરી પેલા ફ્રેન્ડનો એસ એમ એસ યાદ આવી ગયો.
બે વાગ્યાને ત્રીસ મિનિટે બધા ફરી પોતપોતાના કામે વળગી જાય છે
વચ્ચે સમય કાઢીને પોતાના છોકરાઓ સાથે વાતો કરી લે છે
વચ્ચે વચ્ચે ખાસ મિત્રો સાથે ચેટ કરી લે છે,
ફેસબુકમાં મિત્રોની પોસ્ટ પર કોમેન્ટ મુકે છે
બોસે સોપેલું કામુ પુરું થતાં બોસની કેબિન તરફ વળે છે
કામ પુરું થયાની જવાબદારી વ્યવસ્થિત પુરી કરી એનો સંતોષ
બોસની કેબિનની બહાર નીકળતી વખતે ચહેરા પર દેખાય આવે છે
સમય બતાવે છે સાંજના સાડાપાંચ વાગ્યાનો,
કોમ્પયુટર ઓફ કરતાં પહેલા મિત્રો પાસેથી “હું જાંઉ”ની મંજુરી મેળવે છે
મિત્રોથી છુટા પડવાનો રંજ ચહેરા પર સ્પષ્ટ દેખાઇ આવે છે
ઓફિસથી નીકળીને સ્ટેસનરીની દુકાનેથી બચ્ચાની બધી વસ્તુંઓ ખરીદે છે
રસ્તામાં શાક માર્કેટમાંથી શાક-બકાલું ખરીદે છે,અન્ય પરચુરણ વસ્તું ખરીદે છે
સમય છે સાંજનાં છ વાગ્યાનો,ફટાફટ કપડા બદલીને જિમમાં જવા નીકળે છે
જિમમાંથી ધરે આવે છે,ઘરની ધડીયાલ થાકેલી હાલતમાં સાતનો સમય બતાવે છે
ફરી કપડા બદલાવીને એ રસોડા તરફ વળે છે,
ઘરનાં બધાને ભાવતી વાનગી બનાવે છે
બધી વાનગીઓ ડાઇનિંગ ટેબલ પર ગોઠવે છે
બધાને જમાડીને એ જમવા બેસે છે
પણ આ શું!જે બધાને ભાવે છે એ વાનગી મેમને નથી ભાવતી
બે રોટલી કેરીનાં છુંદા સાથે ખાઇ લે છે
ટેબલ પરનાં બધા વાસણૉ ઉપાડીને ફટાફટ સાફ કરી નાંખે છે
એક ખુણામાં પ્લાસ્ટીકનાં ટબમાં આજના ઉતારેલા કપડા જુવે છે
કપડાનો ઢગ જોઇને એક ઉનો નિસાસો નાંખે છે
વોંશીંગ મશીન ખરાબ છે એ યાદ આવે છે
કપડા ભરેલું ટબ ઉઠાવી ચોકડી તરફ વળે છે
ચોકડીમાં નદી કાઠે ગામડાની સ્ત્રીની યાદ અપાવે એ રીતે
કપડાને ઘોકાથી ધોતી હતી,
પાંચ આંકડાની પગારદાર એક ગુજરાતી નારી
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
जब उन की याद आती है तो बारीस उन के लिए बरसती है
आंखे नर्म होती है और आप को देखने के लिए तरसती है
बादलो का बसेरा गगन मे तेरे ख्यालो की तरह छा जाता है
मुलाकातो का दोर शुरु करने लिए फिर तबियत मचलती है
…
पिछली मुलाकातो का कैफ-नशा अभी तक उतरा भी नही है
बारीस देख के मन की चंचलता भी नदी की तरह उछलती है
आप की तस्वीरो मे आपकी आंखे हाल ए दिल बया करती है
हमे पता है बारीस में नदी सागर के लिए कितनी तरसती है
आप मशवरा देते रहेते है कयुं मेरे पर इतना लिखते रहेते हो
तन्हा रातो में बेकरारी बढती है तो कलम अपनेआप चलती है
बावरा मन भी देखो ना उम्र से समजोता करने से इतराता है
तुम्हारी शोख अदा देख के जवानी की समा फिर से जलती है
आज तक मैने भी तकदीर और खुदा से मुलाकात नही कि थी
अपनी मुलाकातो के दरमिया ये दो लोगो की वकालत चलती है
(नरेश के.डॉडीया)
——————————————————
મરવાની કોને જલ્દી છે,સાથે મને થોડી અકલમંદી છે
તારું સ્વાગત કરવા પહેલા મને સ્વર્ગે જવા રજામંદી છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
ઓ પ્રિયતમ !
તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને ક્યાં
ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
જીવન ઊપવનમાં તેમે પ્રવેશ્યા પછી જ તો પુષ્પો ખીલ્યા છે !
આહ્લાદક સમિર તેમનાં જ શ્વાસોની ફોરમ વહાવે છે.
ઢળેલી તારી નજરોની મસ્તિમાં મધૂરસ અકારણ જ છલકાય છે.
સ્પર્શનું મોહતાજ નથી હોતું તારૂં સાનિધ્ય
વણસ્પર્ષ્યે જ તારા ચહેરાનું લાવણ્ય મારા જ પ્રેમની ચાડી ખાય છે.
ખબર જ ક્યાં છે કે મારી ગ્રેસ બનીને
“તું” છાનેપગલે તેમની પાછળ પાછળ આવી જ જાય છે !
એનું જ નામ તો સૌંદર્ય છે !
મારા જીવનની અપ્રિતમ જિંવતતા તારા અદ્રશ્ય દેખાતા
કલ્પના ના કરી શકાય એવા તારા આત્મિય વર્તનને આભારી છે
મારી જીવનસંધ્યામાં અંધારા ઉતરવાના બદલે
મારા સિવાય કોઇને ના દેખાય એવું અંજવાળું બનીને આવી છો
મારી જિવન સંધ્યાને પ્રકાશમય બનાવનાર કોઇ તેજપુંજ જેવી
તારી લાવણ્ય અને લાગણીથી છલોછલ આંખોને નમન કરું છું
નરેશ કે.ડૉડીયા
——————————————————
મસ્તક નત ભાવે સદા તમારી સામે ઝૂકેલું રહે છે
તમારી લાગણીઓ સાનિધ્યમાં મન છકેલું રહે છે
ભીતર કશું નથી લોહી સાફ કરતા હ્રદય સિવાઇ
લોહીમાં વહેતા તમારા નામમાં એ ખુપેલું રહે છે
વધું પડતો સહવાશ પણ એંકાત ઝંખતો હોય છે
રહેવાતું નથી તો તમારી ઝંખના કાજેં ઘેલું રહે છે
સિરસ્તો જુનો થઇ ગયો એકબીજાને મનાવવાનો
જરા રૂઠો તો આંખને આંસું વહાવવું સહેલુ રહે છે
ખબર છે છતાં અમે મર્દો અહમ કરતાં રહીએ છીએ
ને તમારૂં નાજુક મન સતત દુઃખોમાં ડુબેલું રહે છે
હે કાના,એવા ત્રીભેટે આવીને હું ઉભો રહી ગયો છું
સુદામાં ને રાધા વચ્ચે મારું સ્થાન અટકેલું રહે છે
કહીને દુઃખ જતાવી ના શકીએ અમારી મજબૂરી છે
તમારા સ્મિત વિના નરેનનું કવન ભટકેલું રહે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————
પ્રકૃતિદત્ત ઝંખનાઓ જ્યારે જ્યારે મારી આસપાસ ગુંજે છે
ત્યારે બસ તારી રંગબેરંગી સાડીઓ પહેરેલી અલગ-અલગ
છબીઓ નજર સામે સ્લાઇડ શો ની જેમ આવ્યા રાખે છે
અત્યાર સુધી જ્યાં સહેરાની અસહ્ય ગરમી અને રેતીઓના
વંટૉળ ઉઠતા હતાં,એવા રણ જેવા સુકા મારા મનપ્રદેશમાં
તારા નામની વંસત અને તારી લીલીછંમ લાગણીનું
ઉપવન બની ગયું છે
તું મારી સામે રૂબરૂ હોય કે મારાથી દુર વસેલી હોય તો પણ
કદી તું મારાથી દુર જઇ શકી છે.?હવે મને એવું લાગે છે કે તું
સાચે-સાચ મારાથી દુર જવા માંગતી નથી.કારણકે તારા એ
રહસ્યમય સ્મિતનું હું રહસ્ય પામી ગયો છે,સાચે મોહતરમાં!
વ્હાલી,આ રહસ્ય પણ ગેબી અને ચમત્કારી જેવું મને લાગે છે
કારણકે ઘણી વાર આ રહસ્ય હું એકાંતમાં મંમળાવતો હોંઉ છું
ત્યારે અચાનક મારા ચહેરે રહસ્ય સાથે સંવાદ અને સંવવન
કરતુ હાસ્ય જાણે તારી આગોશમાં લપેટાઇને બહાર આવે છે
મારી આસપાસનો માહોલ અચાનક ગુલાબી-ગુલાબી બની જાય છે
જાણે તારા ફોટામાંથી બધી સાડીઓ અત્તરમાં ઝબોડીને લહેરાતી
હોય અને હું કોઇ અલૌકિક દુનિયામાં તારી સાથે હોય એવું લાગે છે
એવો જ કંઇક માહોલ હું તારાથી દુર રહીને અનુભવતો હતો
તું નાહીને જ્યારે જયારે બહાર નીકળતી ત્યારે ધાટા વાળમાથી
આવતી ભીની ખુશ્બુંનું સામ્રાજ્ય મારી સામે તાદશ રજુ થયું હોય
મને યાદ આવ્યું કે સાંજનો સમય છે તું નાહીને બહાર નીકળી હશે
મેં તને ફોન કર્યો અને બે વાર રીંગ પુરી થઇ ગઇ તે ઉપાડયો નહી
થોડી વાર પછી તારો સામેથી ફોન આવ્યો,મારો મોબાઇલનો
વાઇબ્રેસન મોડ પણ તારા ઉન્માદથી બાકાત ન રહ્યો અને
જાણે વધું પડતો ઉછાળા મારતો હતો,બિલકુલ મારી જેમ !!!
ફોન ઉપાડયો અને તું મને સાંભળે એ પહેલા જ કહેવા લાગી
“ન્હાવા જાઉ ત્યારે પણ તને શાંતિ હોતી નથી,બે મિનિટ માટે
તારાથી દુર રહેવા દેતો નથી,ખબર છે કે આ સમયે ન્હાવા જાઉં છું”
પછી તું બોલી કે સામે બેડ પર એકી સાથે તારી બધી ગમતી સાડી
ગોઠવેલી પડી છે,નક્કી નથી કરી શકતી કે કંઈ પહેરું અને કંઈ સાડી
ના પહેરું?બોલ તું જલ્દી!કઈ પહેરું તું આવે એ પહેલા તૈયાર થઇ જાંઉ!
અચાનક કોમ્પયુટર સ્ક્રિન સેવર પર તારા ફોટાની સ્લાઇડ આવવાની શરૂ
થઇ ગઇ અને એક પછી એક તારા ફોટા જોવા લાગ્યો અને સામે ફોનમાં
તારું હલો હલો સંભળાતું હતું,અને મેં તને અચાનક જ્વાબ આપ્યો.
પર્પલ!મારી ફેવરીટ.
તે કહ્યું મને ખબર જ હતી,એ જ સાડી મારા હાથમાં છે…
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
—————————————————
शाम भी शाम नही लगती जब तेरे ख्यालात आ जाये
तुं अगर आये तो रात को तारो की बारात आ जाए
उदासी मे चडा हुआ मुंह लेकर डुब जाता है सुरज
तुं आये तो सुबह सुरज के मुह पे लाली फिर छा जाए
मोर-पपीहे भी बे-वकत बेसुरी आवाज़े निकालते है
तुं अगर आये तो आवाझो में संगीत का जादु छा जाए
वोह शोरोगुल के बिच हमारे कारनामे हुवा करता था
तुं अगर आये तो वोह लम्हा फिर से जिंदा हो जाए
चमन में गुलो के चहेरे पे कुछ अरसे से मायुसी छायी है
तुं अगर आये तो चमन में फिर बहारो का मौसम आ जाए
कुछ अरसे से हुस्न के मायेने कयां है वोह भूल गया हु
तुं अगर आये तो हुस्न की जिंदा मिसाल सामने आ जाए
यह अपाहिज वकत को कंधे पे उठाकर अब थक गया हुं
तु अगर आये तो अपाहिज वकत के पैरों मे जान आ जाये
-नरेश के.डॉडीया
—————————————————-
———————————————-
જોઇને જલવો આપનો ગઝલકાર ફિતના થવા જતો હતો
જન્નત એ ફીરદોસનો નઝારો આપની પનાહમાં જવાં થતો હતો
હશે તમારા ચાહકો અનેક, પણ અમે ખેલાડી છીએ નેક
તમે પણ કહેશો કે આ ખેલાડી તો જીતવા ખેલતો હતો,
હશે તમારૂ સૌંદર્ય દેદીપ્યામ ને ભલે આંખોથી છલકે જામ
ભરીને પ્યાલો પ્રેમનો હું શરાબી બનવા માંગતો હતો
ભલે આજે અમે તમારી આંખોમા કાંટાની જેમ ચુભતા
પછી તમે કહેશો,આ શાયર તો ફૂલ જેવો ખિલતો હતો
રૂપના કામણ શૃંગારની કલા છે,દિલના ધાયલ થયા અમે
રચી અનેક ગઝલ તમારા રૂપને પામવા ખેલ ખેલતો હતો
કમનિય મુગ્ધા જેવા રૂપે વારી જતા કવિઓ ને કલાકારો
બન્યો દિવાનો,ગઝલને ભુલી,પ્રતાપ તમારો બોલતો હતો
ફરીને ન કહેશો કે રચો તમે કવિતાને ગઝલ અમારે કાજ
દિવાનાને ગીત કે ગઝલ શું,તમારી ચાહતમાં પલતો હતો
નિઃશબ્દપણે તારા રૂપની આરાધના મારા શબ્દોથી કરીશ,
તમારા ગળાના હારને ખાતર શબ્દોનાં ફૂલોને લગાતાર ચૂટતો હતો
એમ જ નથી શોભતો તમારા ગળામા ગઝલ કેરો ફુલોનો હાર?
શબ્દોના ફુલ ચુટવામાં કંઇક કાંટાના માર લગાતાર સહેતો હતો
ન અવગણશો તમારા આ દિવાનાને પાગલ પ્રેમી સમજીને,
કંઇક દરિયાને ડાહ્યા બનવીને હું એની મૌજમા ઝૂલતો હતો
( નરેશ કે.ડૉડીયા)
—————————————————–
पलको पे सफेद बर्फ की चदर सी चड गइ है
किसी के ना होने की कमी सी खल गइ है
कोइ आने वाला है उस पल के इंतजार मे
आंसु के नाम पे कितनी गंगा निकल गइ है
शरदी,गरमी,बारिस कितने मौसम जेलता हुं
तेरे नाम से उदासी की हर मौसम टल गइ है
कोशिश करता रहेतां हुं मे,तुजे यादो रखने की
अब तुजे पाने की तमन्ना और मचल गइ है
उदासी के सबब लोग अकसर मैयकश बनते है
तेरी आंखो से पी है तबसे आदत टल गइ है
शायर बन के कंइ महेफिलो मे जाता रहेता हुं
जब भी तेरा जिक्र आया,हसिनाए जल गइ है
पता है!मेरी हुश्नवालो से तकरार चलती रहेती है
गझल नरेनकी सुन के उनकी नियत बदल गइ है
(नरेश के.डॉडीया)
————————————————
પથ્થરયુગમાં માનવીના નામે એક જંગલ હતું
ત્યારે પણ તારા નામનું લાગણીનું દંગલ હતું
જો તું સમજે કે હું તને પાષાણ જેવો લાગું છું
પોલાણ તપાશી લે,ત્યાં એક લીલું જંગલ હતું
કૃષ્ણ,રામ આવ્યા એ પહેલાના યુગની વાત છે
મહાકાવ્ય એક રચાયું,પ્રેમનું પહેલુ મંગલ હતું
કોઇ શબરી ન હતી ને કોઇ અહલ્યાં ન હતી
મેં અડી હતી એ સ્પર્શનું આકર્ષણ પ્રબલ હતું
લાભ ને શૂભ કાળ ચોધડીયા પહેલાની વાત છે
જે ઘડીએ તુ મળી,પહેલું ચોધડીયું ચલ હતું
દરિયો કદી નદીને મળ્યો એ પહેલાની વાત છે
પ્રથમ વખત મળી એ રૂપ નદી જેવું ચંચલ હતું
(નરેશ કે.ડૉડીયા)
————————————————
यह कैसी परदादारी है तेरी और मेरी आंखो के बिच
रास्ते का फांसला कहां,
यहां तो सात संमदर के पहेरे है तेरे और मेरे बिच
उठा लेता हुं कलम जब तेरा नाम आया दो होठो के बिच
धडकने जरा तेज होती है
पुरी जिंदगी का हाल बताता हुं पहेला और आखरी शेर के बिच
एक तुं नही है मेरे पास,नही रहेता है कभी सुख मेरे बिच
ऐक दोरा खत्म होता है
फिर शुरुं होता एक नया जख्मी सफर बहुत सी मुश्किलो के बिच
फांसलो दुरी अकसर तय हो जाती है मुकमिल वकत के बिच
ख्वाबो में कारवा सजाता हुं
सफर खत्म हो जाता है कारवा का,रात और सुबह के बिच
देखना एक बार मेरा वकत भी आयेगा मुश्किलो के बिच
बुढी आंखो के सामने आके पुछेगी,”मुजे पहेचानते हो?”
में कहुंगा कुछ लोग आंखो से नही खुश्बु से पहेचाने जाते है
यही गुफतुगुं कि कहानी होगी हम दोनो कि जिंदगी के बिच
एक बार मिलने वालो की भी प्रेमकहानी होती है लोगो के बिच
(नरेश के.डॉडीया)-
———————————————-
इन अंधेरो से अब मेरा वास्ता कोइ नया नही है
लोग भले उजाले मे रहे,मेरी तरह कोइ जिया नही है
दो-चार घुट पिया नही मैयखाने की तोबा हो जाये
साकी से पुछीये मेरी तरह कोइ रिंद ने पिया नही है
मुसलसल मुशायरो में हम गझले सुनाते रहेते है
उन की आंखो से बढीया कोइ अंदाज ए बयां नही है
‘इर्शाद’सुन के हम बडे खुशनुमां माहोल मे रहेते है
लेक़ीन उन की पनाह से बढीया माहोल मुहैया नही है
बहुत सी देखी है मैने भी आला-दरज्जे की हुश्नकारा
उन की दिलकश मुश्कान से बहेतर कोइ नुमाया नहीं है
‘नरेन’बहुत हो चुकी तेरी दिवानगी कागज के पन्नोपे
उस जल्वारेझ हुश्नकाराने अभी तुम्हे कबुल किया नही है
(नरेश के.डॉडीया)
——————————————————-
———————————————-
उनकी महेक से मेरी गझल का चमन खिलता रहेता है
उनकी एक एक अदा से मुजे अलफाझ मिलता रहेता है
(नरेश के.डॉडीया)
…દિવાનગીનો બોજો લઇ કલમ રેવાલચાલે ચાલે છે
એનાં નામથી ગઝલ મારી બલખાતીચાલે ચાલે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
ये तिलस्मी चांद जो रो रात को ख्वाबो मे आता है
आंखो मे एक अजब सा महेकता फुल खिलता हो जैसे
अरमानो की नगरी मे जैसे कोइ होली खेल रहा हो ऐसे
सितारे जेब मे भर लाते रंग कही तरह के हो जैसे
…उदासी के घेरे हर रंग मे एक जान भर जाता है ऐसे
दफन हुवे हर ख्वाब को फिर से जगा जाता है जैसे
मिलाती आंख से आंख जैसे हर साज से नइ धुन हो एसे
आंखो आंखो मे हम संगीतकी नइ सरहद छु लेते हो जैसे
वो प्यार ऐसे करता है जैसे ना किया किसीने ऐसा
वो बाहो मे लपकता है शर्दीमे कंबलका लिपटना हो जैसे
नशीली होती है रात जैसे मेरे घर मे मैयखाना हो जैसे
पैमाने छलकते हर रंग ए नूर के उसकी आंखो मे हो जैसे
जुल्फे रूखसार में एक काला जादु फेलाती देती है एसे
जलवा नजर आता है उसका नागिन कचुली छोडती हो जैसे
बेखोफ हुस्न का नजारा रोशनी फेलाता है सुरज हो ऐसे
रात यु ही कट जाती है मेरी एक नन्ही जिंदगी हो जैसे
-नरेश के.डॉडीया
—————————————————
નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું
(નરેશ કે.ડૉડીયા)
————————————–
—————————————
જિવનમાં આવતી પ્રેમની મૌસમના રંગ પણ જુદા છે
હોય રાધા કે મીરાં અંતે તો વિરહમાં ઝુરવાનું છે.
મારી પાસે તુ નથી છતાં તું અને હું જીવીયે છીએ
આપણે વાસ્તવિકતા અને હક્કીકત વચ્ચે ઝૂલવાનું છે
…દરેક પ્રેમીઓના રાહ એક જ હોય છે પ્રેમપથમાં
કોઇને રાધાના તો કોઇને મીરાનાં નશીબનું મેળવવાનું છે
પ્રેમ કરવો એટલે પામવું એવું તારું માનવું છે?
પ્રેમ કરવો એટલે મેળવવાની સાથે ગુમાવવાનું છે
વ્હાલપની વેદનાની મૌજ વિરહમા માણીશુ
આપણે ખિજડાના પાનના તોરણને આંગણે ઝુલાવવાનું છે
વંસતોને આપણે લિલાતોરણે વિદાય કરશુ
પાનખરને આપણે પ્રેમથી લીલા તોરણે વધાવવાનું છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————
રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય
મનાવે વાંસલડીનાં સુરે કાન આધા આધા થાય
કેમ રે મારી શું ભૂલ થઇ ભોળીયો કાન વિચારે
બાલગોપાલ વિનવે તો યે એકના બે ન થાય
શામળીયાના અંતરે શુલ ઉપડે,સુજે ના ઉપાય
નંદલાલ બાલ થઇ નાચે,રાધાને કંઇ ન થાય
કેમ રે મનાવું મારી હ્રદયની રાણી કેમ રિસાઇ?
રાધાના ચરણૉમાં બેસી મદનમોહન શોધે ઉપાય
કાલાવાલા કરે રાધાની સામે નાદાન નંદલાલ
ચતુરનાર નાર સમી રાધા મનોમન કેવી મલકાય
વિનવે દ્વારકાનો નાથ નમણી રાધાને મનાવવા આજ
ચૌરે ને ચૌટે ચર્ચા ચાલે રાધાને મનાવવા શોધો ઉપાય
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
ये तिलस्मी चांद जो रो रात को ख्वाबो मे आता है
आंखो मे एक अजब सा महेकता फुल खिलता हो जैसे
अरमानो की नगरी मे जैसे कोइ होली खेल रहा हो ऐसे
सितारे जेब मे भर लाते रंग कही तरह के हो जैसे
…उदासी के घेरे हर रंग मे एक जान भर जाता है ऐसे
दफन हुवे हर ख्वाब को फिर से जगा जाता है जैसे
मिलाती आंख से आंख जैसे हर साज से नइ धुन हो एसे
आंखो आंखो मे हम संगीतकी नइ सरहद छु लेते हो जैसे
वो प्यार ऐसे करता है जैसे ना किया किसीने ऐसा
वो बाहो मे लपकता है शर्दीमे कंबलका लिपटना हो जैसे
नशीली होती है रात जैसे मेरे घर मे मैयखाना हो जैसे
पैमाने छलकते हर रंग ए नूर के उसकी आंखो मे हो जैसे
जुल्फे रूखसार में एक काला जादु फेलाती देती है एसे
जलवा नजर आता है उसका नागिन कचुली छोडती हो जैसे
बेखोफ हुस्न का नजारा रोशनी फेलाता है सुरज हो ऐसे
रात यु ही कट जाती है मेरी एक नन्ही जिंदगी हो जैसे
-नरेश के.डॉडीया
—————————————————
યાદ તમારી આવે ને આંખો થાક્યા કરે છે
આખી રાતનો લગાતાર ભાર લાગ્યા કરે છે
ફૂલો પર ઝાકળના આખી રાતની થંડા થંડા
સ્પર્શને સવારે સુરજને તાપ લાગ્યા કરે છે
મિજાજ આ અમારો સુકાયો નથી હજુ પણ
તળીયે હજું મીઠી-મીઠી લુ લાગ્યા કરે છે
યાદોના દિવડા ચાહતના ઘીથી જલ્યા કરે
અને પાગલ હવા ડરાવવા આવ્યા કરે છે
અમોધ સ્મિતના શસ્ત્રો હોઠો પર જોઇને
આ મજાનું દિલ વેદનાથી તરફડયા કરે છે
તમારા રૂપની જયોતીનો અંખડ દિવડો આ
મારી અર્ધખૂલ્લી આંખોમાં સતત જલ્યા કરે છે
ભલે તમે આવો જ નહી અમારા આંગણીયે
આ તો ગઝલ હજુ તમારા ભકિતભાવ કરે છે
મીઠી મિઠી ખૂશ્બોથી તરબતર છે આંગણ મારું
યાદોની દેરીમાં ચાહતની ધુપસળી જલ્યા કરે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————
———————————————–
નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
નિષ્પલક નયને હું તને ફકત નિહાળ્યા કરતો હતો
તું તારા વાળને થોડા પાછળ ધકેલશે
મને ખબર છે!આ તારી મનગમતી ક્રિયા છે
ખાસ કરીને જ્યારે હું તને પગથી માથા સુધી
જ્યારે જ્યારે નિહાળતો હતો
પછી તું નજરને નીચી ઢાળશે,
થોડા થોડા અંતરે ડાબા પગને જમણા પગ પર
અને જમણા પગને ડાબા પગ પર રાખશે
તારી આ ક્રિયાં ખાસ મને ગમતી હતી,કારણકે
જ્યારે તું લોંગ સ્કર્ટ પહેરીને પસાર થતી ત્યારે
જિંદગી સરળતાથી વિતતી જાય છે,તું ચાલીસની થઇ
અને હું તારા કરતાં બે વર્ષ નાનો આડત્રીસ વર્ષનો
પણ હજું તું ત્રીસથી પાંત્રીસની ધારી શકાય એવી લાગે છે
હજું તો આપણે મળ્યા એને બે મહિનાં થયાં છે
તારા સાનિધ્યમાં તને એમ લાગતું નથી કે
આપણે કોઇ કોલેજકાળનાં મિત્રો હોઇએ !
સાચે તું સ્વપનમાં જોયેલી કોલેજકાળની માનુનીને
મારી સામે તાદશ જિંવત જિંવત બનાવવા આવી છે
કદાચ મને ખબર નથી મારી વીસ વર્ષને ઉમરમાં
જે કલ્પનાની સુંદરી હતી તે મને મળી છે,કેટલા વર્ષ પછી?
કોલેજ છુટી એના અઢારવર્ષ પછી,
સપના સાચા પડે છે
પણ આટલા લાંબા અરસા પછી કેવું મજાનું લાગે આ બધું
તે મારા કાનમા ધીરેથી મારા વાળને હટાવીને પુછયું
ત્યારે તારા વાળની સેમ્પુંની ખૂશ્બૂ મારા નાક સુધી પહોચી
“કેમ તને બધું મજાનું લાગે છે?”
મેં તને જવાબ આપ્યો ત્યારે,
તારા વાળને મેં કાનની પાછળ ધકેલાયા,
મારી મનગમતી અદામાં નીચું જોઇને મજાનું હસી લીધું
“બસ!જિંદગીની સાચી મજા ટૂકડે ટૂકડે મને મળતી રહી છે
તારા આગમનથી પછી મજાઓનાં ટૂકડાઓ ભરેલો
આખો સંદુક મને મળી ગયો એવું લાગે છે!
તે ફરીથી મારા મનપંસદ હાસ્યને રેલાવતા રેલાવતા
મારા માથે વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું
“બિલકુલ મારો બચ્ચો,હજું પણ પહેલા જેવો જ
નિર્દોષ અને લાગણીથી નવડાવી દેવાનું મન થાય એવો જ રહ્યો”
આમ કહીને તે મારું માથું છાતી સરસું ભીંસી દીધું
ને મારી બંને આંખોમાં અકબંધ સાચવી રાખેલી નદીનાં
બંધ ખોલી નાંખ્યાં
તારું બ્લાઉઝ ,મારી આંખોમાથી નિતરતી નદીનાં
ખારા પાણીથી ભિંજાય ગયું,મેં જરાં માથું ઉચું કરીને
તારા ચહેરા પર એક નજર નાંખી
તારી આંખો બંધ હતી,મોઢા પર યૌવનનાં પુરુષાર્થના
પાકેલા ફળ જેવું મીઠૂ,મસ્ત મજાનું હાસ્ય હતું
મેં,તને ઢંઢોળીને કહ્યું”નયના” ઉઠો અંધારું થઇ ગયું
ઉંઘમાંથી ઉઠી હોય એ રીતે એ મને જવાબ આપ્યો
“ચાલ,ફરી મળીશું,કયારેક અનાયાશે,આ રીતે અચાનક”
(નરેશ કે.ડૉડીયા)
—————————————
——————————————————
તમે ખરેખર સુંદર લાગો છો
પ્રત્યેક અદામાં નજાકત છે
તમારી આંખોનો અંદાજ જુદો છે
તમારી ચાલમાં ઝુલતી ડાળીનો લય છે
તમારા કરકમલ કમાલ લાગે છે
…તમારા ગાલોનાં ખંજનનું રહસ્ય અકબંધ છે
તમારા હોઠની લાલી પાસે ગુલાબ શરમાય છે
અરે!આ બધા વિશેષણો અંસખ્ય કવિઓએ પોતાની
પ્રેયસી માટે લખ્યાં છે.
કવિ નામનો જીવડૉ સ્ત્રીની નબળાયને જાણે છે
હા!તમે અન્ય સૌંદર્યકારાથી કંઇક અલગ સૌંદર્ય ધરાવો છો
પણ આ માન્યતા મારી છે કારણ કે તમે મને ગમો છો
પણ તમે મને શા માટે ગમો છો,એનું કારણ જણાવું છું
કારણકે તમારું શારિરીક સૌંદર્ય મારી કવિતા પુરતું સિમિત છે
પણ મારી ચાહત તમારા વૈચારિક સૌંદર્ય સાથે જોડાયેલી છે
હું તમારી સાથે શરીરથી જૉડાયેલો નથી
કારણ કે હું તમારા આત્માને પામી શકું એટલો સક્ષમ નથી
મારું ને તમારૂ મિલન સંવાદો થકી શકય બને છે
કારણકે અન્ય સ્ત્રીઓથી તમારું વૈચારિક સૌંદર્ય અલગ પાડે છે
હા!ક્યારેક ઉત્તેજીક અવસ્થામાં મારા સંવાદોનું સ્ખલન થાય છે
કદાચ તમારા મજ્જાતંત્રમાં એ ઉતેજના આપ અનુભવો છો
કદાચ હું તમને તનથી ચાહતો નથી અથવા એ મોકો મળતો નથી
એવું પણ નથી મોકો મળે તો તનથી પણ ચાહી શકું છું
આખરે પુરુષ છું મારી નબળાય જાહેરમાં હું સ્વીકારી શકું છું
કદાચ આ વ્યવસ્થા કે અવસ્થા જે કહીએ આપણે
એને “મનથી ચાહવુ”-એવું કહેતાં હશે..
કદાચ પ્રેમનું પહેલું પગથયું મનને જીતવાનું છે
તન અને ધનથી બધા અમિર હોતા નથી
ખાસ કરીને કવિઓ અને કલાકારો-
અતૃપ્ત રહેવાના અવસરોને સામેથી વધાવનારા લોકોનો સમુહ છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
तसल्ली तुम्हारे रोने से मुजे नही होगी
बात तुम्हारे मेरे बनने से ही सही होगी
(नरेश के.डॉडीया)
—————————————
कभी रोते है,कभी हसते है
तो कभी अकेले मे मुस्कुराते है
ऐसे ही ये मुहोब्बते में जिने वाले रहेते है
कभी रांजाने की थी,फरहादने की थी
…कभी मजनुंने की थी,बहुत से इन्सानोने की थी
फिर भी ना पा शका चाहनेवालो को हम सोचते है
फिर भी कयुं करते है लोग मुहोब्बत
जझबे मे कमी होगी,या चाहत में कमी होगी
ये आशिक भी जझबे के बदले जझबातो उलजे रहेते है
टूट करभी हसनेवालो की आंखो में कभी नमी तो होगी
शायर बनने का ख्याब में भी ना सोचा होगा
फिर भी कइ लोगो को शायर बनते हुवे देखते है
…इन्सानी तहेझीब को नया तरीका शीखा देती है
ये मुहोब्बत काफिरो को आझान शिखा देती है
आझान सुनके उठनेवालो को नमाजो मे देखते है
उम्र की कोइ सिमा नही है,ना कोइ बंधन है
ना कोइ दरिया है,ना कोइ सरहद है,ना कोइ देश है
जमी से आसमान तक देखो ‘नरेन’चाहनेवाले रहेते है
—————————————————-
સપનાઓનો ભાર ઝેલતી આખોને કહો આરામ કરે
લો બોલો તો,પાપણ જાગરણ સાથે કેમ કામ કરે?
(નરેશ કે.ડૉડીયા)
———————————————
ઉતરતી જાય વેદનાઓ સાપની કાચળીની જેમ
મીઠો સુર છે ગઝલમાં કાનાની વાંસળીની જેમ
જિંદગી ગુજારી નાખો કવનમાં અંધારને ભુલવા
જાતને જલાવી ફેલાવો પ્રકાશ દિવાસળીની જેમ
…
હોતો નથી આધાર,ખુદને પગલી માંડવી પડે
ખંભા મજબુત રાખો ખપ પડસે કાખઘોડીની જેમ
પાકટ થતા ફુલો કરમાય જાય વેણીમાં સજીને
જિંવતતા તાજી રાખવી સદા તાજી કળીની જેમ
આમ તો આપણે ઘરે રોજ તહેવારો આવે નહિ
ઉજવી લે અવસર ચાહિતા દિલમાં દિવાળીની જેમ
નરેશ કે.ડૉડીયા
——————————————-
ગમી જવાની સિમા પાર હું પહોચી ગયો છું
મનગમતા ચહેરાના પ્રદેશમાં પહોચી ગયો છું
(નરેશ કે.ડૉડીયા)
————————————–
મૌન જ્યારે રડે ત્યારે એંકાતે સાચવવું પડે છે
શબ્દો જ્યારે માથું કુટે ત્યારે શાયરે થાકવું પડે છે.
(નરેશ કે.ડૉડીયા)
———————————–
ભલે રેલ્વેની પટરી જેમ અલગ રહીયે છીએ
યાદોની રેલનો બોજો બંને સાથે સહીયે છીએ
(નરેશ કે.ડૉડીયા)
————————————–
પણછ કયાં સુધી માછલીની આંખ સામે તાકી રાખું
તુ કહે તો રામની જેમ ધનુષ તોડવાનું બાકી રાખું
-નરેશ કે.ડૉડીયા
——————————
આયખાની ચોકટ પર કોઇ માનીતા પગલા હોય નહીં
ઢળતી ઉમરમાં સમજો તમે,ચાહિતા સગલા હોય નહી
(નરેશ કે.ડોડીયા)
—————————————-
આગીયાના પ્રકાશે મે પણ કંઇ કવનના ઉતારા કર્યા હતા
તું વાંચી ન શકી તારી આજુબાજું કઈ સિતારા ફર્યા હતા
(નરેશ કે.ડૉડીયા)
—————————————
मेरे एहसासो में उनकी यादे सिमटी है
जैसे कोइ बेल पेडॉ के साथे लिपटी है
मिलने की चाहत है या बेकरारी मेरी
मेरी भी अरज खुदा के पास अटकी है
…
बदलता नही है वकत सुइओ के साथ
मेरी भी वकत के साथ कहा बनती है
उन का आना अब मुमकिन नही है
जाने कयो उनके लिये चाहत पलती है
किताबो की इश्क की बाते भी क्या है
वोह ना मिली तो बाते पन्ने मे छपती है
(नरेश के.डॉडीया)
———————————-
લાગણીઓની ભીડભાડમાં અહલ્યા થઇ જવાની સજા છે
સત્ય સમજાયું મને કે સ્પર્શમાં હવે ક્યાં પહેલાની મજા છે
-નરેશ કે.ડૉડીયા
—————————————–
દિલની આંખો ખોલી ઉત્કંઠ વાંચી લો મારી લાગણીને
પછી કોઇ આશા ના હોવી જોઇએ તમારી માંગણીને
(નરેશ કે.ડૉડીયા)
————————————
દોસ્ત,હર્દય જેવું કશું નથી
લોહી સાફ કરતી ધમની છે
આંખો પણ આ અજબની છે
લોહીને પાણીમાં તબદિલ
કરવામાં બહુ કામની છે
…
(નરેશ કે.ડૉડીયા)
———————————
यादो के कांरवा में फिर आप को बिठाना चाहता हु
आखरी मंजील आप के कदमो मे बनाना चाहता हुं
मिलो दुर रहेके वोह भी अकसर तन्हा रहेते है
आपकी तनहा रहेने की आदत बदलना चाहता हुं
…
अब तो आप ख्वाबो में भी मिलने को इतराते है
अब में ख्वाबो को हक्कीत में बदलना चाहता हुं
जब से बिछडे हो आप मुज से कुछ अरसा हुवां
अब में आपको मेरी आंखो में सजाना चाहता हुं
दिन रात जो गुजारे है तनहाइओ मे अनगिनत
वोह हर पल का हिसाब वसुल करना चाहता हु
में अब मुसाफीर की तरह ठहेरना नही चाहता
आखरी मकां आप के दिल में बनाना चाहता हु
(नरेश के.डॉडीया)
————————————
आप की मुश्कानकी तारीफ को अल्फाझो में कैसे बंया करुं
मैं पेंगम्बर नही,जो खुदाइ इल्म को किताबो मे सजाया करुं
अंधेरो में गुजर रही थी जिंदगी कोइ किरन नही थी उजालेकी
जुनून रोशनी को आंखो में भर के तेरे दामन में जिंया करुं
…
आज तक मैने कभी रुबारुं मुलाकात नही की थी खुदा से
जब भी मिलना है खुदा से मे हरबार में तेरा जरिया*करुं
नही था कोइ ऐसा हुन्नर जो मेरी गझलो मे जान बन जाये
गझलो मे जान आ जाती है,जब भी मे तेरा जिक्र किया करुं
महेफुज नही थां तेरा दिवाना इस दिलगिरिकता*की दुनियामे
महेफुज होने का हुन्नर शिख लिया जब भी तुम्हे दरमियां करुं
अब तक मैने सब राज छुपाये रखे थे मैने अल्फाजो के झरीये
अब मुजे डर नही,मे सरेआम तेरा नाम गझलो मे नुमाया* करुं
-नरेश के.डॉडीया
नुमाया*-जाहेर
दिलगिरिकता*-दुखी,उदास,नाखुश
जरिया*- माध्यम
———————————————–
નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
એક કવિની કલમ ને કવિતા કેવી રૂવે છે
આંખમાંથી આંસુ જાણે વરસાદી ચુવે છે
એક આહટ એને સતત પ્રિયાની છુવે છે
પ્રેમમા પ્રથમ વખત પોતાને ખુવે છે
રોજ એ શ્વાસો ઉધારી જાણે સુવે છે
લોક એને કોઇ ફરિસ્તાની નજરે જુવે છે
(નરેશ કે.ડૉડીયા)
(ગાલગાગા-ગાલગાગા-ગાગાગા-લગાગા).
————————————–
રસ્તા વંસતોના પુરા થયા ને તારા શહેરના ગરમાળા દીઠા
આંખોએ તપતા તાપમાં વંસતને છુપાવવાના માળા દીઠા
શહેર પણ તારું કેવું! તારા જેવું ગ્રીષ્મી ગુલમહોરી જેવું
ખુશ્બુના તળાવ પર જાણે ખુશ્નુમાં મૌસમના પાળા દીઠા
તારા શહેરની મૌસમ જાણે તારા ઇશારે ચાલે એવું લાગે
પાનખર પીળાપાને રવાના થઇ એના પગપાળા દીઠા
ઉજળી સવાર ને રંગીન સાંજો હોય છે તારા શહેરની
સપનામાથી ઉડેલા પંખીઓના તારી અટારીએ માળા દીઠા
ચાંદ,સીતારા,પંતગીયા,આગીયાઓ,ને સુરીલા પંખીડા
આ બધાની એકી સાથે તારી આસપાસ કરતા ચાળા દીઠા
સનાતની ખૂબસૂરતીના રહસ્યો છુપાયા છે તારા શહેરમા
હાથમા તારો હાથ ઝાલ્યો ને રહસ્યોના ખુલતા ઝાળા દીઠા
(નરેશ કે.ડૉડીયા)
******************************
શબ્દોની ફૂલવેણી બનાવી તારા અંબોડે મઢું
ગઝલનો ગુંછો બનાવીને તારા ચોટલે ગુંથું
મધમધ થતી ઉર્મિઓને તારી આંખોમાં ભરું
શ્વાસોની સીતારની મહેફિલ તારી સંગે સજાવું
ભીતરની ઉઠતી સંવેદનાને સંગીતેથી મઢું
લાગણીઓની તર્જોથી તારી સંવેદના સજાવું
જાસુદ ને મોગરાને સુંગધી હેલીએ ચડાવું
તારા સાનિધ્યમાં રંગેચંગે ભમરો થઇ ભમુ
મારવાડની મહેંદી મંગાવી તારા હાથે મુકુ
મસ્તીની મૌજમાં હું મહેંદીવાળા હાથને ચુમું
નજરથી બચવાં તારા ચહેરે મેસનું ટપકું મુકું
ખુદ મારી નજરને તારી નજર સાથે લગાડું
ગુલાબોની લાલીને હું તારા હોઠે સજાવું ને
ઝાકળ ફુલોને સ્પર્શે તેમ તારા હોઠોને ચુમુ
(નરેશ કે.ડૉડીયા)
——————————————
मुजे सता शके ऐसा दर्द नही मिलतां है इस दुनियामें
बसा लिया है आपने बडी नजाकत से आपकी पलकोमे
सब लोग मेरे पीछे पुछते रहेते है मेरी खूशीया का राज
किसी को क्यां पतां मैने जन्नत पायी है आपकी पनाहमे
…
जिंदगी तो सब लोग जी लेते अपने अपने तोरतरीके से
किसी को क्यां पतां मैने खुदाइ देखी है आपकी मुस्कानमे
दुनिया में कुछ लोगो को हम नजरअंदाज नही कर शकते
पहेलीबार देखी है मैने नुर ए नुमाइश आपकी नजरो मे
लोग अकसर खूश होते रहेते है गुलो-कलिया को देखकर
महक और रंगो का पुरा गुलशन देखा है आपकी नजाकतमे
‘नरेन’तुंम तो शायर हो कें गजल को जिंदा न कर शके
आप उनका नाम लिखो! जान आ जायेगी आपकी गजलमे
(नरेश के.डॉडीया)
—————————————————-
******************************
ઉંબરે તોફાનો ઉભા રહેશે તારે મારી સાથે હોવું જોઇએ
તારા દિલમાં મારા માટે એક આશ્રયસ્થાન હોવું જોઇએ
નથી એવી દુવા મારા માટે જે ઇશ્વરને કબુલ હોય?
તારા દિલમાં મારા માટે નવું દેવસ્થાન હોવું જોઇએ
…
એકલો લડી લડીને હું થાકી જઇશ દુનિયાદારી સામે
તારા દિલમાં મારા માટે લાગણીનું પ્રસ્થાન હોવું જોઇએ
મારા આંસુઓના ઝરાઓ કયારેક સુકાયને રણ બની જાય
તારા દિલમાં મારા માટે ઉષ્માનું સંસ્થાન હોવું જોઇએ
શિકાર થઇ જઇશ સત્યવાન થઇને યમરાજના ભાલાથી
તારા દિલમાં મારા માટે સતનું અડગ સ્થાન હોવું જોઇએ
જગતનાં પ્રેમીઓ આપણે યાદ કરે એવું કરતા જઇશું
તારા દિલમાં ‘નરેન’નું એક સમાધીસ્થાન હોવું જોઇએ.
(નરેશ કે.ડૉડીયા)
******************************
આ સુર્યને ભાનુ કહેવાય,એ માનવાની વાત છે
આ અમસ્તો ના સળગે ,એ બળવાની વાત છે
અંત આવે નહિં વાતનો,એ લંબવવાની વાત છે
અંત વાર્તાનો નક્કી છે,એ લલચાવવાની વાત છે
…
જિંદગી બધાની આમ છે,અમે જિવીયે એ ખાસ છે
ચરે છે એ જનાવરો,સાંજે ઘરે આવવાની વાત છે
સજાવટ બધા કરે છે,ઘરના બારી-દરવાજા ને ભીંત
ઘર ત્યારે કહેવાય,મહેમાનને આવકારવાની વાત છે
દર દસ કવિતામાં કવિઓ મૃગજળની વાતો લખે છે
આ બધું આભાસ છે,લોકોને સમજાવવાની વાત છે
સંબધોનાં સમિકરણ ભૌમિતિક રીતે વિસ્તાર પામે છે
એક રેખા ટુંકી છે,તો બીજીને લંબાવવાની વાત છે
દુનિયામાં સંબંધને સાચવીને ચાલવું કામ અઘરુ છે
તું દુર રહે છે છતાં તારી નજીક રહેવવાની વાત છે
(નરેશ કે.ડૉડીયા)
******************************
નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા દરેક સવાલનો મનગમતો જવાબ છે ચહેરો
નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તું કહે તો પ્રેમથી હારે એવો લાજવાબ છે આ ચહેરો
…
સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો
માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો
કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો
તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો
(નરેશ કે.ડૉડીયા)
******************************
રૂપસુંદરીનો હાથીયો અમસ્તા કોઇ પર ન વરસે
હોય ભાદરવાનો તરસ્યો તો જ રૂપના કામણ વરસે
(નરેશ કે.ડૉડીયા)
******************************
શિકાયત શું કરું મારી વ્યથાની તમારી પાસે
શંકા છે આ મારા દર્દનું નિવારણ છે તમારી પાસે
જીવનમાં ઘાવ સહેતા રહેવાની આદત પડી છે
છુપાવો છો મુજ ઘાવનું આવરણ છે તમારી પાસે
…
મનની અભાગી તરસ કદી નહી છીપી શકે
પ્યાસ બુજાવાનું મસ્ત વાતાવરણ છે તમારી પાસે
શંકા તમારા પ્રતી અમસ્તી વધતી નહી હોય
શંકાનાં સમાધાનનું એ સમીકરણ છે તમારી પાસે
બુજાવું કંઇ રીતે ઉરમાં ઉઠતી અગનજવાળાને
અગનને કાબુંમા લેવાનું વશીકરણ છે તમારી પાસે
મિલનની ઝંખનાને કયાં સુધી ઢાકીને રાખીયે?
છુપાવો નહી હ્રદયમાં પ્રેમપ્રકરણ છે તમારી પાસે
(નરેશ કે.ડૉડીયા)
***********
મૃત્યુની કિંમત તમે જાણી ના શક્યા હોત
પ્રેમમાં વિરહના દર્દની સજા હોવી જોઇએ
મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને કારગત આ કલા હોવી જોઇએ
…
ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે
તો યે પ્રેમીઓને રાહમાં મજા હોવી જોઇએ
દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમીઓ માટે સનમ ખુદા હોવી જોઇએ
દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
કાંટા વચ્ચે ગુલાબની અદા હોવી જોઇએ
પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ
એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવા માટે રજા હોવી જોઇએ
(નરેશ કે.ડૉડીયા)
*******************
સમય પણ બેપળ રોકાયને ચાલે છે
જ્યારે શરમાળ આંખલડી ખોલે છે
ફૂલોને તો શું ડાળૉને ઝૂકવુ પડે છે
બાદશાહત એના રૂપની બોલે છે
ખુદાને તીણી નજરથી જોવું પડે
જગમાં કોન એના રૂપની તોલે છે
ગજબ છે આ માનૂનીની શોખઅદા!
સાદગીમાં કેવું મજાનું સૌંદર્ય પલે છે
બેં ઘડી તું પણ રોકાય જા’નરેન’
એનું હ્રદય પણ તને જોઇ ડૉલે છે
(નરેશ કે.ડૉડીયા)
******************************
મનમૌજી મૌસમને હવે ટલ્લે ચડાવવાની તક છે
શણગાર સજીને આવો,મૌસમને રંજાડવાની તક છે
વંસત પણ એના વ્હેમમાં ફરે છે વ્હેત એક ઉંચી
હોઠોને ફફડાવો,વંસતનો વ્હેમ દુર કરવાની તક છે
…
ચાંદ તો ચાલાકી કરે છે વાદળો પાછળ છુપાયને
છત પર આવો જરા,ચાંદને શરમાવવાની તક છે
ભંવરાઓ ભાન ભૂલીને અભિમાની બની ગયા જુઓ!
એક આહ ભરો,ભંવરઓને ભાનમાં લાવવાની તક છે
બુઢા અરીસાને તો ભૂતકાળના ચહેરાનું અભિમાન છે
અદા બતાવો તમારી,વર્તમાનમાં લાવવાની તક છે
માનવિય સૌંદર્યને ભૂલીને શાયરો પથ્થરને પૂજે છે
ઝલક બતાવો,શાયરોને હવે લલચાવવાની તક છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
કંઇક તો છે તારામાં એવું જે મને સતત ગમે છે
દેવી સ્વરૂપે કોઇ તો એવું છે જ્યાં સૌંદર્ય નમે છે
પાંપણો પલકારો ચુક્યાં વિનાં નિરખ્યા કરે રૂપને
આંખોથી ઉતરી જનારાના કમાલ હ્રદયમા ધડકે છે
…
દમામ છે એના ઐશ્વ્રર્યનો,જ્યાં જવાની પાણી ભરે
ગઝલો શરાબી અવસ્થામાં એની આસપાસ ભટકે છે
કોઇ આયખાની નમતી સાંજોને તોરણે સજાવી ગયું
હર સાંજોનો મિજાજ એની મિજાજી માયાને ખમે છે
અદભૂત અનૂભૂતિ છે,પરમસમિપે જઇને નિહાળવું
નજર ચૉરી એની અદા નિરખવી હવે એને ગમે છે
આંમ તો સદા સ્મિતને હોઠે ગુલાબી રંગે સજાવી ફરે
ક્યારેક ઉદાસ હોય ને અમારા તો ચિતડા સહમે છે
દૂરતા હોય છે પણ શબ્દદેહે આસપાસ રહે,નરેન
એકાંતમાં એની યાદ આવતા અમસ્તું મુખ મલકે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
કશું તને હવે કહેવું નથી.
તારા વિના હવે નથી ગમતું
કોઇ સંબધોનાં બંધન વિનાં લાગણી ફકત અને ફકત
તારા માટે જ કેમ ઉછળે છે,
શું છે એવું તારા માં!
એવી દુનિયા છે,એમાંથી
નથી નિકળી શકાતું બહાર,
બસ!
એક ઇન્સાની નાતે મારી એક અરજ છે!
એ દુનિયામાંથી મને બહાર નિકળી જવાનું ન કહેતી.
જિંદગીમાં એક વ્યકિતને જ દિલફાડીને પ્રેમ કરી શકાય છે
કદાચ મારી જિંદગીમાં તું મોડી આવી,
કે મારો પ્રેમ મોડૉ પડયો
ભગવાનને ગમ્યું તે સાચુ!
બસ તને ચાહવું અને સતત ચાહતું રહેવું
આ બાબતે મારી બુધ્ધિ,
મારી સમજ!
મને કામમાં નથી લાગતી
બસ મારા હ્રદયમાં મુકેલી તારી ઝંખના કરતી એક વ્યકિત છે
જે ફકત તને પ્રેમ કરે છે
– દિલફાડીને
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
કેટલુ તડપાવશે
કેટલું દોડાવશે
કેટલું રડાવશે
મૃગ નથી હું
માનવી છું હું
એક તરસ માટે
તું મને કેટલું ભટકાવશે?
અકારણ,અકથ્ય,આ વેદનાઓને
કંઇ રીતે થંભાવશે?
મારું ભરપૂર ચોમાસું તું
મારો તપતો ઉનાળૉ તું
મને ઠારી નાખતો શીયાળૉ તું
મારું ઉછળતું ઝરણૂં તું
મારી બલખાતી નદી તું
મારી આયખાની તરસ તું
મારી ના કહેવાયેલી વ્યથા તું
મારા કૈંક જન્મોની કથા તું
મારી દોસ્તથી લઇ દુવાં તું
ના સહેવાઇ એવી દર્દોની દવાં તું
પ્રેમ અને દોસ્તીથી પર એ બંધન તું
ના કહેવાયેલું મારું માનીતું કાવ્ય તું
કદી ના અનૂભવાયેલી સંવેદનાં તું
સન્મુખ નહી છતાં મારું સુખ તું
કોઇ સંબંધ નહી છતાં બંધન તું
દુનિયામાં એક સંધબના ચોમાસા કાજે
તરસતું જન્મોથી પ્યાસું ચાતક હું
એક ભરપૂર ભીંજાયેલી,લથબથ,
નદી માટે વલખા મારતો દરિયો હું
તારા નામ અને તારા કાજે
સુખ ને દુઃખને સહેતો નામી આદમી હું
જિવનમાં તું આવી પછી સખત દિલફાડીને
તને દોસ્તી ને પ્રેમથી ઉંચ્ચકક્ષા એ ચાહતો રહું
એ મજાનો નાજુક દિલનો શાયર હું
(નરેશ કે.ડૉડીયા)
————————————-
મૌનની મૌસમ સદી ગઇ છે,આ સારી છે રીત
માફક આવી ગઇ મોઢું ફેરવીને બોલવાની રીત
અણગમાનો અણસાર ન આપો તો હવે ચાલશે
માફક આવી ગઇ છે તમારી ન ગમતી પ્રીત
સમજવામાં તમને આમ તો સદી ચાલી ગઇ
માફક આવી ગઇ આપણી વચ્ચેની મૌન ભીંત
મારી ભાગ્યરેખામાં રહેવાનું ગમ્યું નહી ભલે તો
માફક આવી ગયું હવે,સરળતાથી થૈ જવું ચીત
સત્ય ભલે હવે બુકાની પાછળ સંતાય જાય
જુઠની ગોલીથી ક્યારેક સત્ય પણ થાય વ્યથિત
નથી અમે યોધ્ધા અમે તો છીએ સીધા શાયર
માફક આવી ગઇ છે,રણચંડી જેવી તમારી જીત
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
ડાળખીમાં તો ખીલી પડે છે પર્ણો વંસતની રાહમાં
અસમજ પર્ણો જુવો!જરી ગયા પાનખરની ચાહમાં
સમયનું જરા ભાન નથી સુકાયેલા ઝાડના ઠુઠાને
બાજુના ઘરડા થડૉ ઢળી ગયા કઠિયારાની આહમાં
સમજાવો,ઠુઠાને ઉડી ગયેલા પંખીઓ નહી આવે જ
સજાવી બેઠા નવું ઘર મૌસમી યૌવનસભર ડાળમાં
નહી હોય આજુબાજુ બાગમાં કોઇ પણ ચહલ પહલ
પંતગીયા રંગીન બની ગયાં તાજી કળીની રાહમાં
કાળની થપાટૅ ભલભલા મૂળસોતા ઉખડી જાય છે
અડીખમ રહેવાની જિદમાં,સુકાઠુઠા ખોવાયા રાખમાં
(નરેશ કે.ડૉડીયા)
——————————
એવો આયનો કયાં છે જેમાં આંસુના પ્રતિબિંબ જોઇ શકાય
સપનું પોતિકું હોઇ છે જેમાં એનું જ મુખારવિંદ જોઇ શકાય
-નરેશ કે.ડૉડીયા.
————————————————-
ઉદાસીઓ બધી એની ગલીઓમાં મુકી આવ્યો
મને તો એમ લાગ્યુ કે પવિત્રધામે ઝુકી આવ્યો
નહોતી મૌજ આવી જોઇ એ આવી પહેલા કદી
નશાની ચલમ એના નામથી તો હું ફુકી આવ્યો
હવાને ચાતરી અંદર અમારા શ્વાસ બનતા ગયા
ભિતર નો આહલેક જગાવ!કવનોમાં સુફી આવ્યો
ઘણું દોડી છતાં હાંફી નહી મારી કલમ પણ જો
વિસામો એક તારા નામનો,ખુદને ભુલી આવ્યો
જિતે એ બાદશાહ ગઢ ઇડરીયો તો અમોને શું?
સમય એની પનાહોમાં અચાનક તો ડુકી આવ્યો
નથી હોતી બધાની જિંદગી જીવી ગયો હું એ
મુલાયમ હાથને હોઠ અડતાં મૌજે ઝુમી આવ્યો
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
વરસવુ વરસાદની વર્ષો જુની આદત છે
તું સામે ન આવ આખોને તારી લત છે
નામ કે સરનામું ન હોય ને આવી ચડે છે
મને મળેલો લાગણીથી છલોછલ ખત છે
વાંચી છે મારી ગઝલો વાંરમવાર એમને
દિલખૂશ થાઇ તો કહે છે’વાહ સખત છે’
પહેલા લખી ગઝલો કોરી કલ્પનાના નામે!
એના નામની ગઝલોમાં ખૂદાઇ બરકત છે
આમ તો કરકસરીયા વ્હાલના વહેવારોમાં
રૂઠે અચાનક ખબર ન હોય શું બાબત છે?
આવી ચડે છે રોનકદાર માનવી એવા કે
એને જોયાં પછી લાગ્યું સૌંદર્યમાં સત છે
નાક,નકશી,આંખમાં એવું કંઈક જોયું મેં!
બહું ઓછા માનવીઓને આ સવલત છે
મહોતરમાં આમ તો બહું સરળ છે’નરેન’
એને ટલ્લે ચડાવવામાં તમારી ગફલત છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
હુંફની હોડી હવે મધદરિયા તરફ ભાગે છે
પ્રણયનું તોફાન મધદરિયે ઉઠયું લાગે છે
સમયના શ્વાસ થંભી જાય છે રોમાંચોમાં
પ્રતિક્ષાના તીરો જ્યારે દિલમાં વાગે છે
અનૂભૂતિ ને અનૂભવ દાવ માંગી લે છે
ભલભલા ખેલાડીઓ પ્રેમમાં ફીફા ખાંડે છે
અકારાણ જ થઇ જાય જો આંખો ચાર તો
બાવરા નયનો એને નજર સામે માંગે છે
દુઃખોનો એક દરિયો હોય તો પાર કરીએ
સાત સંમદર પાર રડતી આંખો જાગે છે
ના કરજો કોઇને પ્રેમ જે વિરહ ના ખમે
પ્રેમનાં અનૂભવ વિના તો કવન લાજે છે
વિરકતી હોય કે આશકિત હોય જે હોય તે!
વરસે નહી,એક તરફી પ્રેમ ફકત ગાજે છે
ના આપો નરેન કોઇને સલાહ પ્રેમ વિશે
તમારી વાતોને ક્યાં હવે પ્રેમીઓ ગાઠે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
કોઇની કમી મહેસુસ ના કરી તને મળ્યા પહેલા
હતી ઘણાની આવન-જાવન તને મળ્યા પહેલા
દોસ્તોની દુનિયામાં વફાદારીનો માપદંડ જુદો તો
વફાદારીને ના સમજી શકો,પ્રેમમાં પડ્યાં પહેલા
એક અધુરપ વહેલી મોડી સમજાય જ્યારે કોઇને
હીરો ના પારખી શકો કદી દાગીને જળ્યા પહેલા
માનવી અજાણ્યાં માનવીમાં એવું શું ભાળી જાય?
ઇશ્વરે મુકે છે કરામત દરેક માનવી ઘડ્યા પહેલા
કૈં સમજાતું નથી સંબધોનાં આંટાપાટા ભીતર મહી
લાત-કે બાત ન સમજો,પુઠે કે કાને પડયા પહેલા
એંકાત અકારણ શા માટે વહાલું લાગે એ કહો જરા!
યાદોનો ઉત્સવ હોય સમજો તો,આંશ્રું દડયાં પહેલા
ક્યાં હતી જમાવટ આવી અક્ષરો શણગારની પ્રથામાં?
મહોતરમાં જેવી સજે છે કલમ,ગઝલ લખ્યા પહેલા
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
ફેસબુકમાં એક એની પ્રોફાઇલ જે મારા માટે સારી છે
એનો પ્રોફાઇલ ફોટૉ મારા કવનને સતત આભારી છે
કહેવાઇ અંગ્રેજીમાં જેને વોલ,કોઇ ખાલી કે ભરેલી હોય
આમ જુઓ તો ઘણા-ખરા માટે એમાં ખાસ બારી છે
જયાં જુઓ ત્યાં ફિમેલોની વોલમાં ચિતરે છે કલાકારો
ચરકની જેમ ચિતરાય વોલ,એમની ખાસ કલાકારી છે
હેકર્સ અને ટેગર્સ વચ્ચે કોઇ ફરક ના હોય એવું લાગે
ફોટાવાળી બાઇનું સૌંદર્ય બે લીંટીના શેરને સાભારી છે
નોક-જોક અને પોક-પોક ક્યાં કોઇને દેખાઇ છે અહિંયા
કોણે પોક મુકી છે એવાં આંસુદાર સ્ટેટસ પણ જારી છે
સાત સંમદર પારથી આવીને કોઇ સળી કરી જાય જો
ગમી જાય તો સાળી છે,ના ગમે તો કહે ફ્રેન્ડ સારી છે
લચ્છેદાર,ગુચ્છેદાર વાળ ને ઝબ્બાવાળા કોઇ નથી અહીં
શાનદાર કપડામા કવિનો ફોટૉ જોઇ લાગે કે કારભારી છે
સુંદરતા પણ અહિંયા બાધાંરૂપ બની અમુક સૌંદર્યવતીને
ભૂલથી કોમેન્ટ મુકે તો રીકવેસ્ટોની શરૂં થતી મહામારી છે
લડે છે ઝઘડે છે,ડાઘુંઓ જેવા સ્યુડૉ સેકયુલર લોકો જાણે
પાકિસ્તાનની જેમ ફેસબુકની દુનિયા પણ એને પ્યારી છે
વેપાર કરતાં કરતાં તમે ક્યાં આવી ચડયાં અહિં’નરેન’
લોગ-ઇન કર્યા વિના પ્રેમ થઇ શકે એ સમજણ સારી છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————–
હમણા નભ અને આંખોને કંઇક સંબધ છે
બધાને ખબર છે કે તારું મળવાનું બંધ છે
ખબર જ નથી કે ભૂલ કોને કહેવાય છે ને
બધાં કહે પ્રેમી ને પાગલ વચ્ચે સંબધ છે
કહેવું જ હોઇ કશું મોઢે જ પરખાવી દો ને
સંકેતોનાં ન સમજે એવા લોકો તો અંધ છે
મળીને ના મળવું એવા ઘણા કિસ્સાઓ છે
ને મળ્યા પહેલા છુટી જવું એવો પ્રંબંધ છે
જો સમજાય તો બીજી વાર શા માટે પુછે!
કાને સંભળાય નહી તો નાક કહે કે ગંધ છે
ચાહતોની પરિક્ષાનાં પરિણામ જાહેર ન હોય
ચાહતા રહો જ્યાં સુધી આ કલમમા દમ છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
સહજીવન છે એટલે હું સમજું એની સાથે જીવવું પડે છે
સહજીવન છે એટલે તે મને સારી રીતે સમજીને જીવે છે
જીવનની દરેક ઘડી મારા માટે સુખ-દુખ ભરેલી હોય છે
એનાં માટે દરેક ઘડી મારા માટેના સુખની શોધ હોય છે
કયારેક એ પણ ઉદાસ હોય છે દુઃખી હોય છે એવું મને લાગે
પણ હું ઘરમાં પ્રવેશ કરું છું
ત્યારે!
કેમ ખબર નહી!
એની ઉદાસી અને દુઃખ અચાનક ગાયબ થઇ જાય છે
અજબની સુખની લકિરો એની આંખોમાં ચમકતી હોય છે
(નરેશ કે. ડોડીયા)
——————————————-
મને ચાહનારી આખી દુનિયા નજર સામે પડી હતી
મારે તને ચાહવી હતી,માટે ઇશ્વરે તને ઘડી હતી
નજર સામે હોય ને જે જોઇ શકતા નથી એવું કૈંક
ગાંઠ સમજતાં હતાં સ્પર્શતા એ સરકંણી ગડી હતી
શોધતા જે નથી મળ્યો,એ ઇશ્વરનો અંશ કદી મને
કૈક ગેબી હતું,જ્યારે કિસ્મત થૈ તું સામે ખડી હતી
અડધી જિંદગી વિતિ જાઇ સંસારની આંટીધૂંટી વચ્ચે
જ્યારે મળી તો લાગ્યું કે તું સુખને જોડતી કડી હતી
માનવી ખળભળી જાય છે,ઉમરનાં તકાજાના ટકોરાથી
યૌવન હિસાબો ભૂલે છે,તું મધ્યાને ખિલતી કળી હતી
સાચવો એને મખમલી સંવેદના સમજીને કોમળતાથી
એમ સમજો કેં મિજાજી માયા તમારા કાજે જડી હતી
નવતર પ્રંસગો કેમ તમારા કાજે બને છે,નરેન,શું છે?
જાણે એક બીજાની લાગણીઓ હંફાવા મેદાને પડી હતી
(નરેશ કે.ડૉડીયા)
———————————————
મરી ગયાં પછી કોણ કોને ફરીથી યાદ કરવાનું છે
જીવતા હશું તો સંબધોનાં સરનામે ફરી મળવાનું છે
માનવી જ માનવીને સહજ ને કડક બનતા શીખવે!
શીખો એ મિજાજ પારખતા,એના તાપે તપવાનું છે
હોય દિલમાં કૈંક ને હોઠો પર વાંસલડીના સુર હોય!
છેટા રહેજો આ કસબીના મીઠાશના ડંખે મરવાનું છે
નવાઇ ના પામશો,માનવીના અચાનક બદલાવથી!
સહજ બની જજો,એને જ મુળ સ્વરૂપે ઢળવાનું છે!
નવરંગ પછી માનવીમાં પણ એક દસમો રંગ હોય!
આંખ સામે જે ચિત્ર છે,એંમાથી જ તર્ક તારવાનું છે
માનવી કિસ્મતને ભાંડે,ને કિસ્મત માનવીને માંપે છે
બધાં જયાં ઝૂકે છે,ત્યાં એક વાર આપણે ઝૂકવાનું છે
કસમયનાં કહેણને વધાવતાં પહેલા સો વાર વિચારો!
મિત્રતા,પ્રેમ,દુશ્મની કરતા પહેલા તો વિચારવાનું છે
થાકી જશો નરેન,પરાણે કૈં મળતું નથી માંગવા છતાં
હજું શરૂઆત છે,તમારે બિજા કાજે ઘણું લખવાનું છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
કહેવાની વેળાએ અમે કશું જ બોલી શક્યાં નહીં
એ એટલું કહી ગયાં કે અમે તોલી શકયાં નહીં
ચાહવું ન ચાહવું એ હ્રદયના હુકમને આધિન છે
લાગણીના ઉફાણૉમાં હ્રદયદ્રાર ખોલી શકયા નહી
કશું જ ન મળ્યું છેવટે માનવિય ખોળીયું ખોળીને
જે ગમતું હતું એ અંત લગી ખોળી શકયા નહી
માંગવાંથી મોત મળે છે,ચાહવાથી શું મળે છે?
એના વિના જીવાશે એ કારણ શોધી શકયા નહી
દિવાનગી ને ચાહત કદી ના પરખાઇ ગઝલોમાં
લિલાતોરણે આવેલી લાગણીને પોંખી શકયાં નહી
માણતાં રહો મજા કે સજા વિરહની તમે’નરેન’
મીરાં જેમ કોઇ મહેલની મજા છોડી શકયા નહી
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
મારી નોવેલ’નયનાદેવી’ની એક કવિતા.
————————–
વ્હાલી ગ્રેસ,(નયના)
નહી સમજાય તમારા દિવાનાની દિવાનગી આપને
…આપી છે દેવી તરીકે બિરાજવા પરવાનગી આપને
આજે તું એ સ્થાને બિરાજમાન છો,
જે સ્થાને અન્ય કોઇ બિરાજમાન ના થઇ શકે,
અન્ય કોઇ આ સ્થાન બેસી પણ ન શકે
એક ઉચ્ચ તબ્બક્કો છે,આ ચાહત નો,
જેની ચરમસિમા છે,
કદાચ અન્ય કોઇ તને ચાહે કે તું કોઇને ચાહે,
કશો ફર્ક ના પડે કે ઇર્ષા જેવું કશું થાય.
કારણકે હું જે સ્થાને છું,
એ સ્થાનની કલ્પના કરવી
અન્ય માટે કલ્પના બહારનો વિષય છે.
ભલે હું મારા દિવાનગીનાં કેફમા બોલતો હોંઉ વ્હાલી,
પણ સત્ય હોય એ સત્ય જ રહેવાનું છે.
તારા દેવી સાનિધ્યમાં મારામાં દેવીગુણ આવતા જાય છે.
ઇર્ષા.ખાર,દ્રેષ જેવી વસ્તુંઓ મારામાંથી જાણે અદ્રશ્ય થઇ ગઇ છે.
માનવિય ગુણૉથી પર આપણી વચ્ચે ઇશ્વરીય ચાહત છે.
રોમાંચ,આંનદ,સર્વોતમ સાનિધ્યની ભેટ,
શરીરથી નહી પણ મનથી સતત આંલિગન કરી શકું છું,
હ્રદયથી લઇ આત્મિય રીતે ચાહી શકું છું.
તારી ઝંખનાં કરુંને મારી આંખ સામે
શબ્દદેહે તું હાજર થઇ જાય છે.
ના કોઈ કોઈક ના થી દૂર હોય છે,
ના કોઈ કોઈક ની નઝીક હોય છે,
ઝીંદગી પોતે જ નઝીક લાવી દે છે,
જયારે કોઈ કોઈક ના નસીબ માં હોય છે.
મારી કવિતા અને ગઝલ તારી પ્રસાદી છે,
લખું છું ત્યારે એમ લાગે જાણે હું કોઇ
પવિત્ર કાર્ય કરી રહ્યો એવું લાગે છે,
જાણે દોરામાં ફુલોને પોરવીને તારા માટે
અક્ષરોની માળા બનાવી રહ્યો હોવ એવું લાગે છે.
અને હું જાણૂં છું,તારામાં એ શોધી કાઢી છે,
જે સુષુપ્ત અવસ્થામાં કોઇ નદી દટાયેલી હોય.
એ બાલિસ છે,નાદાન છે,નખરા કરવા ગમે છે,
જિદ કરવી ગમે છે,એને સહેલાવે,એને પટાવે,
એને વ્હાલ કરે….
ટૂંકમાં આ માનુનીને બાળક જેવી જિદ કરવી ગમે છે.
હા!પણ એ બહું સમજદાર છે.
અને એ તારું વ્યકિતત્વ અત્યાર સુધી દબાયેલું જ રહ્યું છે,
જ્યાં સુધી મારા માનવાં મુજબ કોઇ પહોંચી શક્યું નથી.
મને તારું એ નવું વ્યકિતત્વ છે એ બહું ગમે છે,
ચિરકાલિન યૌવનનાં આર્શિવાદ પામેલી કોઇ દેવી
સાક્ષાત મારા માટે ઇશ્વરે મોકલી હોય એવું લાગે છે.
વ્હાલી નયના!તને પ્રેમ કરી શકાય,ચાહી શકાય,
તને જાણી શકાય,તને માણી શકાય,
અને છેલ્લે છેલ્લે તારા કદમોને ચુમી શકાય.
તારી પવિત્રતાંથી બંધાયેલો દેહ તારું શારિરક સૌંદર્ય છે,
કાજળની રેખાંથી દેદીપ્યામ ઐશ્વ્રર્યથી ઓપતી
આંખોની ભાષા સમજતાં શીખી ગયો છું.
જે પોતિકું છે એ જ આ ભાષાની લિપિ ઉકેલી શકે છે.
સપનામાં તને વિટળાઇને વ્હાલ કરતો
તારો દિવાનો
——————————————–
तसल्ली तुम्हारे रोने से मुजे नही होगी
बात तुम्हारे मेरे बनने से ही सही होगी
कुछ बाते होती,जो जबाने नही जानती
हम समजे थे आपकी आंखोने कही होगी
जवाब नही मिलेगा तुमे उन सवालो का
फिर भी उन जवाब की आश रही होगी
कभी कभी उन को याद किया करे आप
ख्वाबो मे कभी हलचल तो मची होगी
इस दुनिया मे वो दुनियां नही मिलेगी
तुम्हारी चाहत की दुनिया दुर बसी होगी
चाहनेवालो की तुमने कहां फितरत देखी
शादीवाली लडकी की आंखे मे नमी होगी
थकना मनां है,लिखनां मना नही’नरेन’
मेरी गझलो में उनकी हमेंशा कमी होगी
(नरेश के.डॉडीया)
————————————–
નશીબમાં અન્નજળપાણી લખેલા હોય કોને ખબર
હસ્તની રેખાઓના વહેણ વંઠેલા હોય કોને ખબર
તકદીરનાં ભરોસો કયાં સુધી બેઠા રહેશો વિચારો
ચાહતોના ઘડાઓ છે એ ફૂટેલા હોય કોને ખબર
ના ચાહો,કોઇની લાગણીનાં તળને માપ્યા વિના
ને તળીયે,પ્રેમનાં અક્ષરો ઘુટેલા હોય કોને ખબર
એ હવે હોઇ કે ના હોઇ શુ ફરક પડે છે કહોને?
ના દેખાઇ એવા બંધનો છુટેલા હોય કોને ખબર
ફૂટે પણ ખરી જો લાગણીના અંકુર દબાયેલા હોય
લાગણીના જીન દિલમાં પુરેલા હોય કોને ખબર!
ના દેખાય નરી આંખે ચાહતોની જાદુગરી તમને
નજરને ગમતા લોકો દૂર વસેલા હોય કોને ખબર
આવજો કહેવાની પરંપરા કદી નીભાવી નહી તમે
અમુક લોકો માટે દરવાજા ખુલેલા હોય કોને ખબર
આવશે એ તમારા રસ્તે સાથ આપવા,કદી’નરેન’
તમારા હમસફર જો ભાન ભૂલેલા હોય કોને ખબર
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
અમસ્તો જ આ લાગણીનો રેલો કદી ના ઉતરે
કોઇક રૂપેરી કોરવાળું વાદળ ઘેરાયું હશે ભિતરે
રંગીન પંખીઓને વરરાજાની જેમ શણગારે કોઇ
કોણ છે એ ચિત્રકાર,હ્રદયને ગમતું સદા ચિતરે
મળીને ખૂશ થાઇ છે,કોઇ લડીને ખૂશ થાઇ છે
દુઃખ હોય કે સુખ,એની અસર આંખોમાં નિતરે
મનગમતું હાસ્ય મારું ગમતું ગીત બનતું ગયું
એની યાદોમાં સુખની તો અનેક તરજો ઉતરે
ઇશ્વર એની કમાલની સાબિતી આપતો રહે છે
એના સાનિધ્યમાં દિલ કહે નથી આવું સુખ રે!
આવી ગયું આંખોમાં ગમતું કોઇ,સાચવજો તમે
પછી નહી ગમે બીજા કોઇનું દેદીપ્યામ મુખ રે!
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
उस के आशीकाना मिजाज से गजलो मे महेकता रहेतां हुं
मुजे कहेतां है,में तेरी ख्वाहिशो क़ी माला गुनता रहेता हुं
वोह हमे होंसला देकर कहेता है इस लिये में दूर रहेता हुं
फांसला बहुंत है लेकिन कहेतां है, दिल धडकता रहेतां हुं
वो कहेता है,में तेरे ख्वाबो को अकसर छेडता रहेता हुं
पुछा तो हसके बोला,इसी बहाने में तुजे जगाता रहेता हुं
गुफतुगु नही हमारे दरमियां फिर भी गूनगूनाता रहेता हुं
हक्कीत बन गइ है फसाना मेरा,फीर भी हसतां रहेतां हुं
दुर रहेके भी जान लेने की अदा की तारिफ करता रहेतां हुं
ये उनका शोख है या हुन्नर,वो सोच के चाहता रहेतां हुं
मालूम है वो आयेगा नही,फिर भी उम्मीद पे टीका रहेतां हुं
मिलो की दूरी से उनके नाम का एक दिया जलातां रहेतां हुं
(नरेश के.डॉडीया)
——————————————————-
સમયની રાહ પર કશું મળશે નહી
ખંભે હાથ રાખી દે,કશું નડશે નહી
દોસ્તી,પ્રેમનો સંબધ એકબાજૂ મુકો
તું છે તો કશાની ખપ પડશે નહી
ભરી લેવાની ખૂશી ખોબે સમાઇ જે
તું છે તો મને તો દુઃખ અડશે નહી
એક જ ફૂલ તારી વેણીકાજે જોઇએ
જીવનની વંસતો પછી ખરશે નહી
દુઃખ દુલ્હનની જેમ સજીને જવાનું
તું છે તો એની ગરજ સરસે નહી
આંસુમાં ડુબેલાં દિવસો ગયા હવે!
ઉદાસસાંજો હવે પછી અડશે નહી
માગવુ હતું સધળું મળી ગયું ને
હવે કોઇ ચોકટે સર નમશે નહી
હવે વિરહની ગઝલો લખજો નહી
સુખ સિવાઇ બીજુ કૈં લખશે નહી
‘નરેન’ફૈંસલા કાજે કૈં મુદતો પડી
મહોતરમાં સિવાય કૈં ખપશે નહી
(નરેશ કે.ડૉડીયા)


3 responses to “Lady Greace”
vpj100
August 14th, 2011 at 13:49
***તમારા નસેનસમાં પ્રેમ વસે છે કે શબ્દો?
આ વિષે થોડી ચોખવટ તો કરજો…!
***”વાહ-વાહ” તો હવે ચવાય ગયું…
લાગે એ તો તમારી સાથે જ ચણાઈ ગયું છે….!
***લાગે છે જુદો નથી આ જીવ બધાથી,
ઉગી નિક્ળે છે શબ્દો હ્રદયની ભિનાશથી…!
——“વિshaल”——
Bhumika Shah
August 14th, 2011 at 15:14
રંગ છે
waahhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh
Bhumika Shah
August 17th, 2011 at 10:44
બસ મારા હ્રદયમાં મુકેલી તારી ઝંખના કરતી એક વ્યકિત છે
જે ફકત તને પ્રેમ કરે છે