lady grace-2
કશા કારણ ના હોય ને એની સાથે લડું છું
છતાં જુઓ!ફરીફરીને તો એના ગળે પડું છું
ઇશ્વરે કેવી સોગઠી બનાવી જગમાં મુકયો છે
એના મનની ચોપાટે વારંવાર હુ જ ખડું છું
ખબર જ નથી કે હું રખડું છું કે કશે અટકું છું
ન ખેંચાયેલી લક્ષ્મણરેખાને જોઇ અટકું છું?
લાગણી જેવું હોય તો એનું બંધન ના હોય
તો પણ એના હ્રદય ને મન વચ્ચે ભટકું છું
નિશાન ન હોય ને હ્રદયકમાનેથી તીર છોડું
નિશાની છોડવા એની આખોમાંથી ટપકું છું
ઉદાસીના ગાઢ જંગલમાં ભૂલો પડી ગયો છું
ખુદ હું શીકાર અને શીકાર માટેનું છટકું છું
છેવટનો રસ્તો જ કલાકારોનું અંતિમ હોય છે
કશું ન થાય તો ઉદાસીને ગઝલમા પટકું છું
તમારી જાતને બે હિસ્સામાં વહેંચી નાખી છે!
નરેન ખુદ કહે છે,હું હ્રદય ને મનને ખટકું છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————
સંબધોમાં હોય શૂન્યતાં તો થર ભરવાનું બંધ કર
એકડાઓની માન્યતાને ઘુટવાનું ઘુંટવાનું બંધ કર.
સંબધોનુ એ ગણિત ન હોય જે તું કંઠસ્થ કરી શકે
માટે વેપારી પેઢીની જેમ જાંગડ લખવાનું બંધ કર
એક હદ માન્યતાની હોય છે દરેક સંબધોમાં સમજો
થાકી ગયેલા એ સંબધોને હવે દોડાવવાનું બંધ કર
સંબધોનું આકાશ હોય છે હથેળીમાં ચાંદ-તારા મઢેલું
દિવસે સુરજનુ મોં ચઢેલું તું આભ તાકવાનું બંધ કર
મળે નહીં સંબધનું અખિલ એ બ્રહ્માંડ જેને તું ઝંખે છે
ને ઉપગ્રહો ટકરાય છે મતભેદમાં એ જોવાનું બંધ કર
સંબધોનાં પરિમાણ માપવાના કોઇ યંત્ર કદી ના હોય
દરેક માટે હ્રદયની માપપટ્ટીથી તું માપવાનું બંધ કર
(નરેશ કે.ડૉડીયા)
————————————————
શ્વાસોની ધટનાઓની આરપાર કદી જવું નથી
સ્વપનાઓની મરૂભૂમિનું ખેડાણ હવે કરવું નથી
ખડકોની કઠણભાષા જાણવા મહેનત કરી હતી
માહ્ય પોલું ભાળી આશાના બીજનું ફૂટવું નથી
ભૂલી જઇએ એ ઘટનાસ્થળને ગોકુળ ગણીને જ
ને દોઝખની યાદવાસ્થળીનું પ્રમાણ ધરવું નથી
અભિલાષા તો હવે કોઇ નવું પ્રસ્થાન કરશે નહી
સ્વપનભૂમિમાં નવું એક પણ ડગલું ભરવું નથી
મરણ પછી અમારું શું થશે એ તમેં ભૂલી જજો
કદી આ જગતભણી સપનામાં પણ સરવું નથી
(નરેશ કે.ડૉડીયા)
———————————————
નદી જેવી નદીને દીકરી થઇ ભમવું પડે છે
બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે
પ્રસંગો અનેક આવે હસવા ખેલવા કાજે તો
વ્યસક પિતાનેં હસતા રહીને રડવું પડે છે
સ્વચ્છ આકાશ અનેક તારલીયાથી ટમેટમે
ત્યારે કેમ એક સિતારાને આથમવું પડે છે
વાનપ્રસ્થ પિતાને તો કદી માં યાદ આવે
દિકરી થૈ દાદી જેમ પિતાને મળવું પડે છે
ઉગી નીકળે અંસખ્ય ફૂલો પરિવારની ડાળે
દિકરી નામનાં પુષ્પને બપોરે ખરવું પડે છે
જિંદગીભરનો ખાલિપો દીકરીનાં નામે બોલે
ને કઠણ કાળજાના ભડને ડુસકું ભરવું પડે છે
જગમાં બધા’માં’નાં ગુણગાન ગાતા રહે ને
માં થવાં માટે દીકરી બની જનમવું પડે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
સપનાઓનો ભાર ઝેલતી આખોને કહો આરામ કરે
લો બોલો તો,પાપણ જાગરણ સાથે કેમ કામ કરે?
તારે ટાણાટક વિનાં મારી આંખોમાં ફરતું રહેવું હોય
ને અકારણ સપનાંમાં આવી યાદોને ચક્કાજામ કરે
કોઇ નહી નેં તું કેમ હ્રદય ને મનને અથડાયા કરે
મનમાં તુ જલશાં કરે ને હ્રદયમાં પણ આરામ કરે
દુર જ રહેવું હોય તો સપનાંમાં આવે છે શા માટે?
તારા જ કારણે જો ને આંસુઓ આંખોમાં જામ કરે?
ચાહતોનાં કારણોને કોઇ કન્ડીશન લાગુ નથી પડતી
લાગણી એકવાર રેઢી મુકી દે તો જ એનું કામ કરે
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
કદી પથ્થરો પર પાણી વહ્યું હશે
કદાચ એને પણ કૈક તો થયું હશે
ન સમજાય એ માણસ જિંદગીમાં
એની અંદર તો કોઇ તો ગયું હશે
લાગણીને દર્શાવી કોને ખબર પડે?
છતા દિલમાં તોફાન તો મચ્યું હશે
માંગવાથી ખૂશી ન મળે જો કદી
પ્રેમમાં કર્યા વિના કેમ જાણ્યું હશે?
સમજે નહી સંબધોને તો શું કરીએ?
તુટયાં પહેલા એને ઘણું સાંધ્યું હશે
નરેન,શું સમજો છો તમારી જાતને?
પ્રેમ કરતાં પહેલા એને પુછયું હતું?
(નરેશ કે.ડૉડીયા)
———————————-
કોઇને એટલું ના ચાહો કે એના વગર જીવી શકો નહી
એને ખબર કેમ પડે જ્યાં સુધી એની સામે બકો નહી
બને તો એને સામેથી તમે કહેજો મળવા માટે આવે
પેટ્રોલના પૈસા બચે,તમારે ત્યા જવાં માટે ધક્કો નહી
બહું બગાડ્યા છે બાપનાં પૈસા તે છોકરીઓની પાછળ
આવું ન કરો તો ઇશ્કવિશ્કની દુનિયામાં તમે ટકો નહી
રેસ્ટોરા મોંઘી છે,લારી-ગલ્લા પાસે જ મળવાનું રાખો
પાણીપૂરીથી પતી જૈ તો દહીવડાનો ઓર્ડર દેતો નહી
મહેનત સતત કરજો મોટાબાપની છોકરીને શોધવા ને
કડકીમાં કામ લાગશે ડૉબા જેવા,એનાં જેવો ટેકો નહી
મોબાઇલનો ઉપયોગ એના પુરતો રાખજે વેવલા જેવા
એની ફ્રેન્ડને હરખપદુડૉ થૈ મોબાઇલ હાથમા દેતો નહી
સ્પેરવ્હિલની આદત લગ્ન પહેલા સારી નથી હો બકલા
પરણીને પંચર કરાવી લેવું પણ,સ્પૅર ટાયર લેતો નહી
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
वफादारी का ताल्लुक हद से गुजर गया है
एक नाम दिल से रूह तक उतर गया है
कहा खिलते गुल शाखो से मुहोब्बत करे!
खिलते है वो हि शाख से बिखर गया है
नहीं मिलती नफरत जितनी मे चाहता था
चाहतो का एक जखिरा मेरी अंदर गया है
रोया था कभी उनकी तस्वीर से लिपट के
तब से तस्वीर में मेरा रंग उभर गया है
अकसर खुदा मुज से नाराज से रहेते है ?
मेरे सजदे युं देखे है तब से डर गया है
क्यां बता के आप उन से मिलने जाते हो
‘नरेन’उनसे मिलने चाहतो के शहर गया है
(नरेश के.डॉडीया)
————————————
માનવી જેમ ભૂલવાની આદત હું હવે પાડતો જાંઉ છું
શાયરીની દુનિયા બહાર નવી પગલી પાડતો જાંઉ છું
રાતપૂરતાં પ્રકાશિત થયેલા મીણ ને આગના સંબધોમાં
ને સવારે સંબધોમાં હવે મીણની જેમ જામતો જાંઉ છું
અધુરી કહાનીમાં આલેખી ના શકાય એવી શકયતામાં
શીલાલેખો જેવી લિપિમાં સંવેદના થૈ થંભતો જાંઉ છું
દુરતા સારી હતી કે તમારી વધું પડતી એ નિકટતા
સંબધોનાં કોષ્ટકને ગણતરીમાં હું ખોટૉ પડતો જોઉં છું
માનવીય સંવેદનાઓને માનવ જ જાણી શકે છે તો
એ સચ્ચાઇને ફરી તારા સંબધોમાં આલેખતો જોઉં છુ
ખુદા ને સનમ જેવાં સુફી સંબધોની પાવન દુનિયામાં
આજે ફરીથી તારા જ હ્રદયમા ખુદને ઘડકતો જોંઉ છું
(નરેશ કે.ડૉડીયા)
————————————————
ઍટલી હક્કીત તો તમેં આંખોમાં છુપાવી છે
સપનાની કરેલી હરકતો વાતોમાં છુપાવી છે
એટલી હક્કીત તો તમે દિલમાં છુપાવી છે
તમે સુંદર છો,એવાત આઘાતોમાં છુપાવી છે
એટલી હક્કીત તો તમેં સંબધોમાં છુપાવી છે
ચુંબનોની વાત મખમલી રાહતોમાં છુપાવી છે
એટલી હક્કીત તો વિલુપ્તતાની છુપાવી છે
લુપ્ત થવાની એ વાત ચાહતોમાં છુપાવી છે
એટલી હક્કીતનો તો મે કાગળમા છુપાવી છે
ગઝલોમાં એ પળૉ માસુમ શેરોમાં છુપાવી છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
ना जाया करो वहा कोइ सहारा नही
तुम्हारे नसीब में कोइ किनारा नही
ना सोचा करो तुम हद से ज्यादा
तुम्हारे लिए खुदा का इशारा नही
ना बढाया करो अपनी औकात को
तुम्हारे जैसा दुनिया मे बेचारा नही
ना छेडॉ राग किसी को पंसद नही
एक बार मे समजो तो दुबारा नही
ना करो बाते ऐसे लोगो को सामने
ये लोगो के जहन में कुछ भरा नही
ना करो शेरो-शायरी मे बाते ज्यादा
जंग में कभी दुश्मन को मारा नही
ना लिखा करो ऐसी किताब’नरेन’
पढे लिखो का वकत बेसहारा नही
(नरेश के.डॉडीया)
————————————–
एक खूबसूरत औरत एक आदमी का हिस्सा बन जाती है
लोगो के मुंह पे खूबसूरत कहानिया किस्सा बन जाती है
उसे पाने की उम्मीद लिये बेठे दिवानो को जिने के लिये
उजालेमे नये मयखाने की राह रोशन फिझा बन जाती है
कोइ दिवाना बन जाता है शायर तो कोइ बनता है फकिर
तकदीर के मारो के लिए पुरी जिंदगी परिंशां बन जाती है
कही किस्से बन जाते है,कुछ जाने और कुछ अनजाने से
लिखे हुवे कागझ और आंसु मिशाले रिश्ता बन जाती है
उम्मीद पे टीकती है ये दिलजले और दिवानो की दुनिया
गझलो मे उन की यादे तो मत्ला या मकता बन जाती है
दर्द मुहोब्बत का बेवफाइ के किस्से मे तबदिल नही होता
तब तक उनको पाने की कभी ना कभी मंशा बन जाती है
(नरेश के.डॉडीया)
———————————————–
જિંદગીમાં તું હોય તો આ જિંદગી કહેવાઇ છે
તું નથી તો જિંદગીને જિંદગી થોડી સહેવાઇ છે?
તું નહોતી તો સીધી સરળ રાહ હતી અમારી
તું ઉભી છે ત્યાં વળ્યા વિના ક્યાં રહેવાઇ છે?
મારગ છે કાંટાળો છે છતાં દર્દ સહેતા રહીશું
દર્દ દુર ના થાઇ એવી દવા કયા શોધાઇ છે?
મજા જ માણવી હોય તો એકલા માણી શકાય
સાથે રહીને મજાની સજા ક્યાં માણી શકાઇ છે?
તારે કૈં બોલવું નહી,જાણે મેનાનું મૌનવ્રત હોય
તું સમજે એ ભાષામાં શાયરી કયાં લખાઇ છે?
રહસ્યો ખોલી ગયાં લોકો પોપટ થૈ મારી સામે
સ્ત્રીઓના એક તું છે,મને કદી ક્યાં સમજાઇ છે?
આશ એક જ છે જિંદગીમાં,મહોતરમાં હવે તારી
તું નો’તી પહેલા કૈં આવી ગઝલો કયાં લખાઇ છે
તારી શરતો,તારા બોલ,તું કહે બધું મંજુર બોલ!
તારા આગમને કવન શોભે,તો કયાં કાંચું કપાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
ખૂશ્બુની સફર ફૂલોને ચગદી નાખવા તો કાજે અટકી ગઇ
વાત બગીચાની હતી,એ જ વાત ભમરાઓને ખટકી ગઇ
કેવી આ કરૂણતા છે યાદોના ફૂલોનો ભાર અસહ્ય લાગે
વંસતને ખંભે લઇને ફરનારાની જાત પાનખરે ભટકી ગઇ
કોને ખબર તમે કેમ વિતાવી જિંદગી છે અમારા વિના?
જીવો છો તમે અક્ષરમા,એ જાણીને તો ગઝલ હરખી ગઇ
અમારા આંસુની ચમક જોઇને તમે ચમકી ન જશો કદી
લોકોના ઉજળા ચહેરાને કાજે કલમની રોશની ચમકી ગઇ
શકયતાઓના ઉંબરાઓ ટપવાની વાત સરળ હતી ને તો
ભવોભવની વ્યથાને કાજે તો,લખવાની આદત પડતી ગઇ
(નરેશ કે.ડૉડીયા)
———————————————————
रोज मिलकर भी कयुं दूर नही होती है दो दिलो की दुरीया
हम दोनो में से कोइ बताये,आखीर क्यां है ये मजबूरीया
कुछ अपनी कहे,हम अपनी सुनाये,युंही फासले कम करे
माहोल कुछ ऐसा बनाये,जैसे पहेले बजती थी तेरी चुडीया
कुछ सख्ती की पांबदी लगी है ऐसा महेसुह करने लगा हुं
ऐसा मिजाज मखमली बनाये जैसे मख्खन में चले छुरीया
चाहत की ये आग में दोनो तरफ फिर से देखना चाहता हुं
नहीं चाहता हमारे बिच कोइ भी बात कभी ना रहे खुफिया
मजबुरीया किस इंसान की नही होती,कोइ तो हल होता है
दिल की गीराह खोल दो,कभी ना रहेगी आफत की पुडीया
मुहोब्बत को मुहोब्बत रहेने दो,अहेसान का नाम ना दो
ऐसे गले मिलो यार!मिट जाए हमारे बिच की आपखूदीया
अहेसान गर चाहते हो,बेपनाह मुहोब्ब्त करो जान ए हयात
महोतरमां आप को देख ,लोग कहे ये है नरेन की दुनिया
(नरेश के.डॉडीया)
—————————————————–
નરી આંખે ન દેખાયું,એ તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું
તારી ચર્ચા હતી,તારા રૂપનો પરચમ છવાયો હતો
ઉછળતી નદી જેવા સ્વરૂપનું રહસ્ય કૈંક અધીર હતું
ન કળી શકાય,એ ભાષા,જે શબ્દકોષમા મળે નહીં
તારી લાગણી સમજવાં હ્રદયનું કર્ણપટલ બધીર હતું
આમ તારું કોઇ નહી,ને બધાને તારી ચિંતાં થાય?
સંબધોની માછલીની આંખ વિંધે એવું કયું તીર હતું?
નહીં સમજાય એ પ્રકૃતિ જેવા તારા એ રહસ્યો મને
ઉછળતી તારી લાગણીનું સ્વરૂપ માટે શાંત નીર હતું
શું લખતા રહ્યાં નરેન તમે,એ શું સમજતા રહ્યાં ને
કહો એની ચાહતોને અભિષેક કરેલું અક્ષરોનું ક્ષીર હતું
(નરેશ કે.ડૉડીયા)
ક્ષીર – દુધ
——————————————————
મારી સમજણને તારૂં જ વિચારવાની આદત પડી હતી
સાચું ખોટું શું એ વિચારવું નહી એવી આદત પડી હતી
અંતિમ સુધી કદી ના પહોંચી શકયો હું તને સમજવામાં
હમેંશાં મને લાગ્યું કે તું સૌંદર્યની પ્રતિમા થઇ ખડી હતી
હૈયા મિલાવે એ ઘડી સમયે પણ સંતાડી દીધી હતી ને
જ્યારે પણ મારું દિલ ખોલ્યું ત્યારે તારી છબી જડી હતી
એવી લાગણી દર્શાવી ન શકી જેમા મારો ભાવ જ હોય
મને જાણે એવું લાગ્યું કે તું સાપ્તાહિક વાર્તાની કડી હતી
અંત આવશે એ આશાએ તને હપ્તાવાર વાંચતો રહ્યો હું
રસ જળવાઇ માટે ક્રમશઃ લખવાની એ આદત નડી હતી
અમસ્તી અમસ્તી તુટે જ નહી આપણી સમજણની સાંકળ
ને અણીના સમયે તુંટે નહી એવી તે સમજણ ઘડી હતી
નરેન તડપતો રહેશે અઢીઅક્ષરના શબ્દો સાંભળવા કાજે
આંખોને ગમવાની સાથે,આખેઆખી તું નશોમાં ચડી હતી
(નરેશ કે.ડૉડીયા)
————————————-
જિંદગી તો આમ બહું ટૂકી છે
લીલી ડાળ અંદર તો સુકી છે
થૈ હતી ચાર આંખો તો ભેગી
અંતે બે આંખ તો ઝૂકી હતી
સમજાય નહી નયનોની ભાષા
જ્યારે આંસુએ પોક મુકી હતી
હારી ગયા તો આંખ ઝૂકે નહી
ને આંખે ડહાપણદાઢ ફૂટી હતી
કહે સમજો નહી આંખની ભાષા
ને આંખોમાં નાવ તો ડૂબી હતી
કહે મૌનને તો તમે સમજો નહી
બોલીને સંબધોની ડૉર તૂટી હતી
ગમી ગઇ તું,બીજૂ હવે શું થાઇ?
તારા ભરોસે જ જિંદગી સુખી હતી
આમ જ અણસમજ રહેશો નરેન
મહોતરમા એ કારણે દુઃખી હતી
(નરેશ કે.ડૉડીયા)
———————————–
આવશો નહી,આવશો નહી,મારી પાછળ આવશો નહી
કદી પણ હસતા માણસને રડાવતા તમે ફાવશો નહી
જે રસ્તાની ખબર નથી,એ રસ્તે આપ જશો નહી ને
પછી તમારા નકશાની અંદર જ તમે ખુદ જડશો નહી
રોશનીનું કિરણ અંધારાને વિંધીને જ પાર થઇ શકે છે
અમી પાયેલા તીરથી કદી કોઇના હ્રદયને વિંધશો નહી
વસવું હોય તો એનાં દિલની મંજુરી લઇને જ વસજે
આંખથી દિલનો પથ બંધ છે તો એ બાજું વળશો નહી
કલ્પના અને હક્કીત વચ્ચે જિંદગી ને મોતનો ફરક છે
સુરજને તો ઠીક,ભૂલથી ચાંદ સામે અરીસો ધરતો નહી
આભાર જો માનવો જ હોય તો એની સચ્ચાઇનો માન!
અસત્યનો બોજને કદી સત્યનાં ખંભે ભૂલથી મુકતો નહી
જોજનો દુર મૃગજળ હોય,નજીક જતા જળ બનશે નહી
માનવી થઇને તમે મૃગની જેમ અકારણ તો તરસો નહી
કીસ્મતની માછલીને વિંધી શકે એવું તીર શોધાયું નથી
અશક્ય હોય એ માછલીની આંખોનું નિશાન તાકજો નહી
સંબધોની ચોપડીમાં લખેલા શબ્દો જો સમજાય નહી તો
એવા શબ્દોને એના હ્રદયકોષમાં કદી પણ શોધશો નહી
સફરને જારી રાખજો નરેન!અટકજો નહી મંજીલ કાજે ને
મહોતરમાને જે સ્થાને બેઠી છે,કોઇને ત્યાં બેસાડજો નહી
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
ભીની ભીની વરસાદી સાંજે એકલતાંમાંથી કૈક ટપકે છે
આખો બંધનમુકત થૈ તને જોવાની તક માટે તડપે છે
વરસાદી રાતે અમાશ-પૂનમનો ભેદ છુપાવે છે વાદળૉ
યાદોનાં ઝબકારે એ પૂનમનાં ચાંદસમો ચહેરો ચમકે છે
કદી અનૂભવી નહોતી બોઝીલ લાગતી વિજોગણી સાંજો
અંદરથી એક સ્પંદન શ્વાસોની સતહે વાંરમવાંર ફરકે છે
શું ખબર વિરહી દર્દને સમય કે વયનુ ભાન હોતું નથી?
મારી કેડીમાં અજાણ્યા પગલા સંગ મુજ પગલા ભટકે છે
સવારે કે સાંજે,કશી વસતિ ન હોય એવું વેરાન લાગે છે
ભયાનક દિવસની એકલતા ને રાતે ઉંઘમાં કેવું મલકે છે!
એ કહે વરસાદી રાતે શીતળતાનું સામ્રાજય છવાય જાય
રાજા!તારા વિના હ્રદય સિંહાંસનને તારો ખાલિપો ખટકે છે
ખબર નહી એક મુલાકાત હજારો જનમની પ્યાસ ભડકાવે?
તારા નામની તરસ આયખાની અંધુરપની સતહે અડકે છે
મહોતરમાં,પ્રેમનાં સુખના હપ્તા કયાં સુધી ભરતા રહીશું?
છુપાવેલી પ્રેમનાં દોલત પર કંઈ જાતના તાળા લટકે છે?
(નરેશ કે.ડોડીયા)
——————————————
તારી જ વાત હોય ને તારા સહવાશની આદત હોય
તું ન હોય તો મન અને શબ્દોની પણ ખિલાફત હોય
વાર લાગે છે અસ્તિત્વમાંથી કોઇને અલગ થતા જાણો
એમાં બે મળેલા જીવોની કેટલીયે યાદોની રંગત હોય
ભટકી જવું હોત તો કેટલી નશીલી આંખોનાં દ્રાર હતાં
નજર જુકાવી છે અમે,અમુક આંખોનો સંગ ગલત હોય
સપના જેવી જિંદગી એક તબ્બકો પૂરો થઇ ગયો હોય
ને યાદોની ભૂતાવળની જ્યાં જુઓ ત્યાં વકાલત હોય
જે આંખો વંસતે વિહરતી હોય એને ચોમાસું નડી જાય
પાંપણની આડસમાં પણ આંખોને ભીંજવતી છાલક હોય
જરા નવરાશ મળે ને શબ્દદેહે તારી હાજરી પૂરાઇ જાય
ગઝલ ને કવિતામાં તારી સામે શબ્દોની અદાલત હોય
મળતી નથી કોઇની કિસ્મત માંગવાથી ઉધાર સમજાયું!
બે લોકો જીવે છે,એની કિસ્મતનું કારણ એક છત હોય!
અફસોસ કાં કરો તમે નરેન!બહું શબ્દોને વગોવ્યા તમે
આપ કશું બોલો નહી,ચુપ રહેવામાં જ તો સરાફત હોય
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
કોઇને પૂછો કે પ્રેમ કરે છે એની આંખોમાં કેમ ઘેન હોય છે?
એ તો એમ કહે છે જાગતા રહેવામાં તો મજાનું ચેન હોય છે
ઇશ્વરને ભૂલી જાય છે કહે છે હવે મારી પાસે ક્યાં સમય છે?
જાણે પ્રિતયતમાંનું સાનિધ્ય એના માટે ઇશ્વરની દેન હોય છે
ઉદાસી દૂર કરવા માટે હવે એ આમતેમ ભટકવાનું ભૂલી ગયો
પ્રિયાની હાજરી ન હોય તો એનું મન તો જરા બેચેન હોય છે
કોણ સમજાવે પ્રેમીઓને એના સિવાઇ એક દુનિયા વસે છે
મૌજુદા હાલતથી એનાં હાલાત ખરાબ છે એવા વ્હેમ હોય છે
લખે છે કૈંક ગઝલકારો આખી જિંદગી પ્રિયાને કાજે ગઝલો એને
એવી સમજ ક્યાંથી આવે કે બધો ખુદાઇસનમનો રહેમ હોય છે
તમે પણ કંઇ કમ નથી,મહોતરમાંને ખૂબ ચગાવી છે કવનમાં
શું કરી એ!એના કાજે લખીએ તો લાગે બધું કુશળક્ષેમ હોય છે!
કેટલા પૂરાવા આપે નરેન!બોલો હવે શું અલગ કરીને બતાવું?
આંમ ઝેરનાં કટૉરા ન ભરાવો,ન પુછો આ કારણ કેમ હોય છે?
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
तेरे नाम की आश है,बस कुछ उम्मीद की प्यास है
तुं नहीं तो जिंदगी के साथ ये आलम भी उदास है
जिंदगी मे कितने लोगो से मुलाकातो का दोर चला
तुजे मिल के लगा,चहेरे के साथ ये नाम भी खास है
झुंझलाहट मे लगता है,खुद मेरा वजुद भूल चुका हुं
मुज में तुं नहीं तो खुद तो क्यां वजुद भी आभास है
अजीब कशीश है तेरी,अजीब कश्मकश तुजे पाने की
दोस्ती से इश्क के सफर में कितने दुर और पास है
बहुत उलझ गया,तेरे ख्यालो और सवालो के घेरे मे
तेरे चहेरे के सिवा ना और कोइ चहेरा मुजे रास है
मुहोब्बत एक गुना है,जमाने से लोग कहेते आये है
तुजे देख के लगा,गुनाह करना भी खूबसूरत राझ है
हुस्नवालो की ताकझाक से मे अकसर बचता रहेता हुं
ये कदम रुके है तो,वजह सिर्फ तेरे दिलकश अंदाज है
कितने बेचेन है हम,पलको की छाव मे बसने के लिए
मरने के मेरी गजले तो कहेगी उपर भी तेरी आश है!
(नरेश के.डॉडीया)
———————————————————
ચાહી’તી,ચાહી છે,એટલે તો બધી તબાહી હતી
ખુદા જાણે હવે,મારી ચાહતોની એ ગવાહી હતી
પી ગયો હતો એ શું હતું ન જાણ્યું બંધ આંખોએ
ઝહર હતું,જામ હતું,તારી જ ભરેલી સુરાહી હતી
એક પછી એક ખરતાં ગયાં મણકાઓ શા માટે?
ચાહતોની માળા શું તુંટવા માટે જ ગુંથાણી હતી
લઇ લેવો જ હતો લહાવો અમારે તો પ્રેમ કરીને
પાણી આવે એ પહેલા જ તો પાળ બંધાણી હતી
કોઇ કોઇને કહેશે નહી કશું,મુંગી મનમાં જ રહેશે
અનેક શકયતાએ દેકારો-બાપામારી મચાવી હતી
ભણકારા હજું વાગે છે,સિલસિલા-બંધ સંવાદોનાં
સંવાદોમાં અણસમજ કાં તો ભેખળે ભરાણી હતી
જવાબો મળે જ નહી,ભગવાને પુછેલા સવાલોના
સવાલોએ જાણે મુશાયરો-મહેફિલ કૈ સજાવી હતી
આવતું રહે છે કહેણ ફરીને,નરેનને ફાવતું રહે છે!
કહો!મહોતરમાંએ એવી શું જાદુગરી બતાવી હતી?
(નરેશ કે.ડૉડીયા)
—————————————
લાગણીઓની ભીડભાડમાં અહલ્યા થવાની સજા હોઇ છે
સત્ય સમજાયું,સ્પર્શમાં હવે ક્યાં પહેલાની મજા હોઇ છે
કોણ કોનાં માટે શું કરે છે એ જોવા ન બેસીયે તો ચાલે
ગણતરી કરીયે તો ચહેરે ન સમજાઇ એવી લજા હોઇ છે
અધુરી કિસ્મત લઇ શા માટે પાકેલા ફળની શોધ કરીએ
બિન મૌસમે ફળ પકવે એવા ઝાડનાં ક્યાં ગજા હોઇ છે
આમ જ ભટકતા રહીએ છીએ સંબધોનાં સરનામે આપણે
સરનામું મળે માટે ભગવાનના મંદિરોને જ ઘજા હોઇ છે
ગુફતુગું કરવી હોય તો કોઇ પણ જગ્યા આપણા માટે છે
છત નીચે તકરારો થાઇ,મૌન પારેવા માટે છજા હોઇ છે
આવી જા તું,બાંધી ના રાખ મને અનેક સવાલો કાજે તું
ભલે ન બોલે પ્રેમ કરું છું,આંખોનાં અનેક લહજા હોય છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
युं हीं हसते हसते जुदा होने का मजां कयुं लेना है?
चाहनेवालो को हिज्र में रहेने के सजा कयुं देता है?
रूकता नही यादो का कारवां दिन रात कहां देखता है
उन की आंखो मे देखो,नमी का दरिया कयुं बहेता है
इश्क कबूल ना करे तो उन को तौहिन नहीं समजो!
फिर भी एक तरफा मुहोब्बत में दर्द कयुं सहेता है?
कहेते है खुदा तो यहां सब लोगो का ख्याल रखता है
फिर भी हर चाहनेवाले सनम को खुदा कयुं कहेता है?
हर एक बात पें कयुं उन का जिक्र आता है बोलो!
बोलो दिल में रहेनेवालो नाम जबा पे कयुं आता है?
जुदा होने का असर जाना नही है गझल लिखनेवाले!
फिर जुदाइ के सबब किस्से गझलो मे कयुं लिखता है
कभी इश्क किया नही,नरेन,फिर गझले गुलाबी कयुं?
तस्सवुर के वाकीए,फिर सच्चाइओ मे कयुं बदलता है
(नरेश के.डॉडीया)
—————————————————-
ના કરજો તમે બે ફુલોના ઝઘડામાં મધ્યસ્થી
તમને ઇજા પહોચાંડવાનું ફુલોનું કારસ્તાન છે.
(નરેશ કે.ડૉડીયા)
શું એના ઉતારે જ આ આયખુ રોકવાનું હશે?
આ કવન પણ એના કાજે જ લખવાનુ હશે?
કેમ એનાં ઉંબરે આવીને અટકવાનું છે મારે?
લાગે છે મન એની આસપાસ ભટકવાનું હશે?
જિંદગી એક આશ કાજે કેમ થંભી જતી હશે?
યાદનાં પંખીના ભારથી ડાળ બટકવાની હશે
ઉધારી કરીને બધું ચાલે,આ શ્વાસ કેમ ચાલે?
બટકણા શ્વાસોથી આયખું કદાચ ટકવાનું હશે?
આવો મારી કિસ્મતની લકિર બની જાંઉ તમે!
આવું કહીએ તો નસીબ થોડું બદલવાતું હશે?
ચાહવી હતી તને એકને જિંદગીના અંત સુધી
મારી સમજણ હતી,બીજાને થોડું કહેવાતું હશે?
તપાવી ગયો પ્રેમનો સુરજ અંદરની ભીનાશને
એમાંથી બાકીની જિંદગીનું અંકુર ફૂટવાનું હશે?
એવી સમજણ એને આપજે ખુદા જે મને જાણે
જવા દે ખુદા!મારું દુઃખ તને થોડું સમજાતું હશે?
દેખવું નહી દાઝવું નહી પછી દુઃખ શાનું થાઇ?
આવું કરવાથી તમારું માનસ થોડુ બદલાતું હશે?
ભાથામાં રહેલું છેલ્લું રામબાણ પણ છુટી ગયું!
રાખી દે ધનુષ!એને કમાનાકારે વળવાનું હશે?
તમે બહું લખ્યું છે!થોભો ને રાહ જુઓ,’નરેન’
હમેશાં એક પાનું એના નામે કોરું મુકવાનું હશે?
(નરેશ કે.ડૉડીયા)
————————————————
કંઇ નહી કહી અમે,હવે બધા પોતાની રીતે રહીએ
મજા હોય કે દર્દ.હવે બધા પોતાની રીતે સહીએ
કારણો શું પુછવાનો હોય કોઇને પણ કારણો વગર
કોઇ પુછે તો વિના કારણ કોઇ કારણ શાને બનીએ
ભલે આપણે આવ્યા હતા એ પ્રસંગ ઉજવવા કાજે
જતી વેળા તો સમજીને બધા એકલા પાછા ફરીએ
દોસ્તી ને પ્રેમના માલિકીહક્કના કદી દસ્તાવેજ હોઇ?
જેટલો હિસ્સો હોય એ સમજીને આપણે હક્ક ભરીએ
અમસ્તું ના ગમીએ તો કોઇનું તો ભારણ ન બનીએ
ને વ્યથા તો હમેંશા આપણી ગમતી વ્યકિતને કહીએ
એવું તો જરૂરી નથી જેને ચાહો છે તમોને પણ ચાહે?
શું ફરક પડે!ગુપચુપ રીતે એને સતત ચાહતા રહીએ
બનતું રહે છે ઘણૂં ના સમજાય એવું રહસ્યોની ભીતર
બોલીને છુટા પડવું નહી ને વફાદારીને પ્રેમથી વરીએ
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
आप जाँच लीजिये मुझको,आप परख लीजिये,
गर माल चौकस लगे तो दिल मे रख लीजिये
अच्छाइ,बुराइ,पहेले मुज मे देख लीजीये आप
काम होने के बाद कबाडी के पास मत भेजीये
किस्मत ने कहीं का नही छोडा है आप जानीये
कुछ न करे तो,किस्मत के भरोसे छोड दीजीये
सुनो!कुछ लोगो के आने से किस्मत बदलती है
ऐसा नही हुवा तो,जाने भी दो ये बात छोडीये
बताये आप!ये शायर अपनी चाहत कैसे जताये?
चाहो नही तो,दुर जाने का रास्ता तो दिखायीये
कयां है’नरेन’कैसा दिवानगी का पागल दोर है!
रूठनेवालो के गझलो से नही प्यार से मनायीये
(नरेश के.डॉडीया)
——————————————-
કોણે કહ્યુ પરવાના કાજે સમા હોવી જોઇએ
ને પરવાનાને બળવાની તમા હોવી જોઇએ
પ્રેમની આગ બંને બાજુ હોવી જરૂરી તો
પ્રેમમાં વિરહના દર્દની સજા હોવી જોઇએ
મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને કારગત આ કલા હોવી જોઇએ
ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે છે
તો યે પ્રેમીઓને રાહમાં મજા હોવી જોઇએ
દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમીઓ માટે તો સનમ ખુદા હોવી જોઇએ
દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
કાંટા વચ્ચે ગુલાબની અદા હોવી જોઇએ
પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ
એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવાને રજા હોવી જોઇએ
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
चाहना हि मेरी खवाहिश थी तो तुम्हारी क्यां मजबूरी थी
गर मजबूरी नही थी तो हमारे बिच कयुं इतनी दूरी थी
बंयाबा सी जिंदगी को कोइ ख्वाहिश नही कि बारिस कि
प्यास भडक उठी,एक निगाह से तब से हालत बूरी थी
बडी शीद्दत से तुजे पाने का सफर का आगाझ किया था
चाहतो से सजायी सफर जो,जरूरत से ज्यादा जरुरी थी
जिंदगी के मिजाज और तौर-तरीके ऐसे तो ना थे पहेले
कैसा दोर आया,के तेरे आने से पहेले जिंदगी अधुरी थी
कभी सोचा,चाहनेवालो की हालात कया होती अकेले मे?
एक पल कटती थी,जैसे गले पे किसीने रखी छूरी थी
ना तुम्हे बेवफा कहे,ना हमने बेवफाइ की,ये दूरी कयुं?
कोनसे तस्कीन की तहद सोच लिया ये कहानी पुरी थी
तुम्हारे चाहनेवालो की कमी नही है.मेरा मिजाज कुछ है
बर्दास्त नही होता,यकीनन ये मेरी चाहत की मगरूरी थी
हैरतअंगेझ कारनामे की तरह चाहत को देखा था लोगोने
मेरी गझले लिखाइ नही,सिर्फ आप के नाम की नूरी थी
(नरेश के.डॉडीया)
—————————————-
મને જે ગમી તે તારી પ્રિત હતી
મને ના ગમી તે તારી રીત હતી
અથડાતો રહેતો હતો હું વારંમવાર
અંજવાળે જોયું તો એક ભીંત હતી
અણસમજ હતી કે એ મારી સમજ
સમજાયું ત્યારે તે તારી જીત હતી
સચ્ચાઇ હું જાણું છુ ને એક ઇશ્વર
લાગ્યું કે સાચી લાગણી ચીત હતી
લહાવો લઇ સમજાયું તો કંઇ નહી
બુધ્ધી કરતાં લાગણી ઉચીત હતી?
હવે કોના કાજે લખશો’નરેન’તમે?
તમારી તો એક જ મનમીત હતી
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
देखी नही मैने जिंदगी मे ऐसी खुदाइ राहत
कि जन्नत के शायरने भेजी हो अपनी चाहत
तेरे साथ दो कदम चल दिये लोग परींशा है
तेरे चाहनोवालो के लिये बन गया में आफत
…
सहेमे से माहोम में तेरा चहेरा नजर आया!
ना जाने कहां गायब हो जाती थी वो आहट
सरेआम चाहत जताना झूनूनी पेशा बन गया
पिंदार ए मुहोब्ब्त में गझले देती थी दावत
हर चमन,मुशायरे में तेरा हि जिक्र होता था
मुश्कुरा के बोलता था महोतरमा तो है यासम
जब भी तुम्हे उदास पाया,मायुश हो जाता था
तुं मुश्कुराती तो लगता था जैसे खुदाइ रहेमत
तेरी रानाइ का गुमान गझले बंया करती थी
कया पता!कलम चलती या रानाइ नजाकत
कोन जानता था नरेन,चाहतो के दोर से पहेले?
हैरत है लोग,गझलो मे पायी है कैसी महारत!
(नरेश के.डॉडीया)
यासम – जुइ का फूल
रानाइ -खूबसूरती
——————————————–
बहाने और भी है दुनिया मे मशहुर होने के लिये
एक पल मुजे दे,तेरी आंखो का नूर होने के लिये
कीसीने मुहोब्बत मे अफलातुन सलुक पाया नही है
कुछ हांसिल किये बिना हो चला,जुज होने के लिये
लिखता गया,लिखता गया गझले उन के नाम से,
लोगो के नजरो वो बन गया महरूम होने के लिये
मुहोब्बत करके कया पाया,क्यां खोया सोचा नही था
प्यार ना पाया तो,मशहुर तो हुवा गुम होने के लिये
पता नही था रानाइ खवातिनो के अंदाजेबंया के राझ?
पता चला,तो बेचारा चल पडा मगलूब होने के लिये
पता नही महोतरमा का इश्क मकसुम होगा के नही?
नरेन होंसालां रखो,पैमाने भरलो,मखमूर होने के लिये
(नरेश के.डॉडीया)
जुज-
महरूम-
मगलूब-
मखमूर
—————————————————————-
શ્વાસને સરભર કરવાની રમતમાં આયખા વટલાઇ ગયાં
કીમિયાગર એવાં નિકળ્યા કે અમેં ઉંઘતા જડપાઇ ગયા
ગમતાં નગરમાં અજાણ્યા ઘરમાં એક ચહેરો જોયો ને તો
ખાવાઇ ગયેલા બધા સ્મરણૉ ફરી એ સ્થળે પકડાઇ ગયા
આમ તો સદા હસતા રહેવાની એની આદત હોય છે ને
યાદ કરાવ્યું જુનું સ્મરણ ને એ અકારણ એ અકડાઇ ગયા
જાણે કશું જ ના બન્યું હોય એવો અધ્ધરતાલ ચહેરે હોય
અજાણ્યા થઇ જતા જાણીતા ચહેરે ભાવતાલ અંકાઇ ગયા
ઉત્ખનન કરતાં હોય ને પુરાતન ચીજો મળી આવતી હોય
સામે આવીને ઉભા રહે સ્મરણૉ,ઘણા ચહેરા ઝંખવાઇ ગયા
અમસ્તું ના બનતું હોય કશું જગતમા,રમત મજાની જો તું
નામ ના દે એવા સંબધોને જે ભૂતકાળમાં સચવાઇ ગયા!
કૈક ચાલ્યા ગયાં,રોશની ફેલાવનારા મીણબતીના માણસો!
જે ચીરાગો જલવાને આદી નોતા,મુળસ્થાને ગોઠવાઇ ગયાં
સાહસો એને કહેવાઇ ‘નરેન’જેનું પરિણામ ખબર ન હોય!
પહેલા તું જો મહોતરમાના નામે ગઝલ-કવ્યો લખાઇ ગયાં
(નરેશ કે.ડૉડીયા)
———————————————————-
શા ને કમરાની જેમ અમોને અલાયદા કરો છો?
દરવાજાને અન્યાય ને બારીને ફાયદા કરો છો ?
વાતોને શા માટે સુતરની જેમ પીંજીં નાખો કેમ?
ને પછી છાનાછપના એમાંથી કૈં કાત્યા કરો છો ?
સમજાતું નથી હોતું જે સમજવા જેવું હતું તમારે!
સમજાય એટલે તમે અકારણ ઠાગાઠૈયા કરો છો?
રદ કરવાના હોય તો મોઢે કહીને રદ કરો તમે?
અકારણ શું દિલને બદલે ચહેરો પઢયા કરો છો?
મારી નિંદર છીનવી લેનાર જરા એ તો વિચારો!
અને તમે સપનામાં મળવાના વાયદા કરો છો?
કલ્પના ને જુઠને અમો કવિ બરાબર પીછાણીયે,
એ ન પુછો કે કોના નામે ગઝલ લખ્યા કરો છો ?
(નરેશ કે.ડૉડીયા)
————————————————
मौत से नही डरते,जितना तेरे दुर जानेसे डरते थे
हिज्र की शब में यादो के साये आसपास घुमते थे
ना हम समज शके चाहतो के आलदरज्जे के फन!
एक ही पल मे मुजे’तुम’नही ‘आप’ बना देते थे
कैसी बेरुखी है जो चाहनेवालो की समज के बहार है
बोलने से दिल बहेल जाये,आप है के चुप रहेते थे
दोस्ती और चाहत मै सुरज और चांद जैसा फर्क है
पता नही दिन-रात सिर्फ आपको कयुं हम चाहते थे
जो तरीका खुदा के पास वो तरीके से कैसे मनावुं?
इस लिये आपकी चौकट पे हम बार बार रुक़ते थे
वफादारी के माइने बहेतरीन तरीके से निभाते गये
चाहतो मे मसले हुवे गुल इत्र बन के महेकते थे
(नरेश के.डॉडीया)
————————————————————
ના જઇએ એ પ્રંસગે,જ્યાં હાજરીની નોંધ લેવાતી નથી
લાગણીની ખેંચ હો ત્યારે સમજ્યાં વિના ખરચાતી નથી
ઇંતેજાર રહેતો હોય એ સમાચારનો,જેમાં સાર હોય છે
સમય વિતે આવેલા જવાબમાં સચ્ચાઇ પરખાતી નથી
…
ચાહત નો ધક્કો એકવાર લાગે,લાગણીઓની ભીડભાડમાં
વળીને જોઇ લો પછી ધક્કો દેનાર વ્યકિત દેખાતી નથી
એ અવસ્થા આવે માનવીની,જ્યારે સહવાશ ઝંખતો હોય
બને એવું કે,માનવીની એ ઝંખના કદી પૂરી થતી નથી
નથી ટકોરાબંધ માનવી જેની આરપાર નજર ઉતરી જાય
દુરથી દેખાતી હતી સચ્ચાઇ,નજીક જવાથી દેખાતી નથી
ફૂલોની આસપાસ ભંવરાઓ હમેંશાં પ્રકૃતિદત રીતે મંડરાય
પ્રિય ફૂલોની સુંગધ કાજે,ખૂશ્બૂની સફર કદી અટકતી નથી
આવી જાય,ને ચાલ્યા જાય,જગમાં કાળામાથાના માનવી
નજરમાં વસી વ્યકિત જિંદગીભર નજર બહાર જતી નથી
પરિચય,લાગણી,મોહ વિનાં માનવી જંગલમાં વસતો હતો
એટલે તો જંગલી બનવાની પ્રકૃતિદ્દત આદત ભૂલાતી નથી
આવી જ રમતો ક્યાં સુધી આપણે રમતા રહીશુ,મોહતરમાં
તું જીતાતી નથી,હું હારું કહું,તો હાર તારાથી ખમાતી નથી
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
એવું જ નથી કે સત્ય પાસે જુઠ પાણી ભરે છે
ક્યારેક તો જુઠની સામે સત્ય ગુનેગાર ઠરે છે
મિત્રતાં ઇશ્કનો ફર્ક સમજવો બહું અઘરો નથી
ને કંગાલ સુદામાને દ્વારકાધીશ બાથમાં ભરે છે
…
દિવાનગી જ માત્ર ઇશ્કનો પ્રચાર નથી હોતો
ઇશ્કનાં નામે ફાલતું લોકો શેરો-શાયરી કરે છે
ઇશ્કને દરિયો સમજીને કૈક નાવો ખાબકે તો છે
ને ડુબવાને બનેલી નાવો પણ મસ્તીથી તરે છે
ના દેખાડૉ બધાને તમારો અરિસો,છુપાવી રાખો
વિપરિત સંજોગોમાં સુરજ પણ અરિસાથી ડરે છે
હેલારે ચડી જાય છે લાગણીઓ કોઇ ગમતા કાજે
ને વિચારોની હેલી સતત એની આજુબાજુ ફરે છે
મહોતરમાં લાગણીની ઝપટમા આવી જ ગયા તો
નરેનની લાગણીઓ રોજ ગઝલોનો પ્રસાદ ધરે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
તને અળગી તો કરી નહોતી,દિલમાં છુપાવી હતી
અત્યાર સુધી તારી ચાહતને અમસ્તી છુપાવી હતી
આવી ગઇ યુવાનીનું એક સપનુ હોય એ રીતે તું
તે દિવસથી જાણે જાગવાની આદત નિભાવી હતી
…
અમસ્તાં ના બદલે માનવીનાં રૂપ,રંગ ને મિજાજ
ભાદરવાંમાં તે દિવાળી જેવી ચાહત દિપાવી હતી
અત્યાર સુધી જે નદીનું વ્હેણ શાંત સમજતો હતો
નજીક જોયું તો એક દરિયાએ એને સતાવી હતી
ચાહતા રહો,બીજુ ન વિચારો,તકાજા ન કરો કદી
પછી તમે જ કહેશો કે એને નાહકની વતાવી હતી
આમ તો ધીરગંભીર ને ઠાવકા લાગે છે વ્યવાહરમાં
રહી રહીને સૌંદર્ય ને બુધ્ધિની ઝલક બતાવી હતી.
કેમ સમજો નહી,એનાં સંકેતોની ભાષા કવિ થઇને?
કોશિશ તો કરી,પછી એને સરખી રીતે તપાવી હતી
નાઝનિનોની અદાને સમજવી એ પણ કલા હોય છે?
મહોતરમાંએ તમારી કલાની પરખ પણ કરાવી હતી
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
શું લઇ જશે વિદા ટાણે,એની જવાની?
જવાની તો અમારી દિવાની થવાની!
કશું બોલ્યા વિના મુંગા ચાલ્યા જશો,
સત્યની શકયતા બોલો ક્યાં શોધવાની?
બોઝ આવશે અચાનક નવા પ્રકારનો
તાકાત સલામત છે ખંભામાં ખમવાની?
રંગત તો નહી હોય જે પહેલાની હતી
માનવી ભલે ન રહે નિશાની રહેવાની!
એ સમય આંખોની અંદર થંભી જશે!
આંસુમાં ધોવાયેલી છબી રોજ જોવાની!
આયખાનો અલખ જગાવી તો ગઇ તું!
આદત રહી ગઇ તારા કાજે લખવાની.
અફસોસ કશાનો નહોતો કર્યો આજસુધી
તને ગુમાવ્યા પછી આદત પડવાની!
કહે છે સમય બધું ભૂલાવી ઘા રુઝાવે!
ને આદત નથી એ સમયને ભૂલવાની!
કહેતી હતી પ્રેમ તો તપાવી જાય છે!
ઘડી આવી છે સુરજની જેમ તપવાની!
દિવાનાઓ ઘણા હોય,પ્રેમી એક હોઇ,
મૌસમ આવી છે દિવાનાને જલવાની!
આવી જજે દરવાજે,ટકોરો ન મારજે
રાહ જુવે છે નરેન તારા પધારવાની!
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
ચાલને મનવાં એકાંતમાં જઇને થોડી વાતો કરીએ
એ બહાને વર્ષો પછી જાત સાથે મુલાકાતો કરીએ
ચાલને વ્હાલનાં વિષયો પર ફરીથી ચર્ચા કરીએ
વિરહમાં વિતાવેલી બધી યાદોની સખાવતો કરીએ
કશું સમજ્યાં વિનાં અણસમજું થઇને છુટા પડયા
હતા એવા થઇએ,ને કરેલી ભૂલોને દેશવટો કરીએ
કોનો અહમ હતો,કોન પોષતું હતું,કોને ખબર હતી
ભૂલી જઇ બધું,રસ્તો આપણો ફરી મનગમતો કરીએ
અજાણતા જે થયું ને સચ્ચાઇ આપણે જાણીએ છીએ
ભરમ-ભેદને ભૂલીને આપણો મેળ દિલચાહતો કરીએ
આવી એક વાર,ગઇ એક વાર,બીજા પગલા નથી!
ને એકબીજાને સમજાઇ એવો માહોલ ચાહતો કરીએ
મહોતરમા,તમને દુઃખી કરી,અમે થોડા સુખી રહીએ?
સહિયારા પ્રયાસોથી ચહેરાની દુર એ સિલવટો કરીએ
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
વિતતો નહોતો એક સમય તારી યાદોનાં ભારમાં
હવે વિતે છે દિન એકલતાની અનોખી સારવારમાં
મરી ગયાં બધાં અરમાન એક પછી એક હરોળમાં
મન પણ કહે છે મરી ગયેલાને બસ વધું મારમાં
આવી હતી મજાની ક્ષણોની ઝોલી ભરી તું પાગલ
ખાલી થયેલી ઝોલી જોઇ હ્રદય કહે કશું તું ખોલમાં
આવીને પાછું જવું હતું તો આવી મારી કને શાને?
મન શું જાણે,સચ્ચાઇ છે તારી એકલીની જાણમાં
શું લડીએ અમે નાજુક દિલનાં કવિઓ શસ્ત્રો વિનાં
આવ પાછી,તારી કાજે લડવૈયો બનીશ,કશું બોલમાં
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
माशुक गर तुमसा खूबसूरत होता,इश्क नही जंग का मैदान होगा
ऐसा होता तो हर आशिक का जंग ए झुनून में एक पैदान होता?
खुशनसीब वोह इन्सांन है,उन का वास्तां चाहतो से पडा नही है
ऐसा होता तो हर माशुक के लिए सनम तो खुदाइ खैरात होता?
दिवाना कहेतां है,लड जांउगां मेरे रकिब के साथ मरते दम तक
ऐसा होता तो,हर हुस्नवालो पे कितने कतलो का इल्जाम होता?
खूबसूरत आंखोवाले,कालीघने बालो वाले,’एक नजर इधर भी’
बरसो पहेले सुना होता,आज हमदोनो का मिजाज जवान होता
जनानाओ की रानाइओसे,रुस्वा करता रहा,जब से तुम्हे देखा है
गर हुस्न का खौफ गझल लिखते वकत सामने ना तैनात होता
लगता है के तुम्हारी खूबसूरती किसी अनजाने खुदा की तौकीर है
गझलो मे तेरा जिक्र देखके खुदा बोला हमे ये नही बरदास्त होता?
(नरेश के.डॉडीया)
————————————————————
ઝંખનાની બેડીઓને કેમ લગામમાં રાખું?
તું નથી આ આયખાને ઝાંખુંઝાંખું કૈં તાકું!
આવી હતી કોઇ નવાચોધડીયે શું કરીએ
આ સંબધોને તું કહે હવેં શું નામે ભાંખું?
મળીએ છીએ છતાં નથી મળતા રૂદીયા
કહોંને દિલની ચોપાટે કયાં પ્યાદાને ફેંકું?
રેખા બધાની એક સરખી હોય જ નહી?
મારા હાથની રેખાંમાં બસ તને જ દેખુ!
સમજું છું અધુરે આયખે દેખાઇ કૈં ધુંધળું
જવાન અરમાનો ચોખા દેખાય,કેમ સાંખું
રૂપરંગી વરણાગી થવાની મૌસમ નહોતી
અરીસે મારા ચહેરામાં નવું જ કૈંક પારખું
મૌસમની આવવાની હવે રાહ ન જોઇએ
ચાલ બારમાસી બનાવી આપણું આયખું!
મોહતરમાં જોઇ’નરેન’કેમ મન ચળે છે?
મન કહે હુંફના તાપણે ઠંડી ઇચ્છા તાંપું
(નરેશ કે.ડૉડીયા)
————————————–
નક્કી જ હતું કે એ દિલમાંથી દેશવટૉ આપશે
યાદોમાં જિવન વિતાવવાનો અમરપટો આપશે
પોતાને ન સમજી શકે એ મને થોડા સમજશે!
બધું સમજુ,પણ મને અણસમજનો બટો લાગશે
એનાંમાંથી સાંગોપાંગ નીકળી ગ્યા સમજે એવું!
એકલો જોઇ,લોકો પોતાનો ગમતો અર્થ સારસે
અંદાજ હતો જ્યારે તારી ચાહતમાં પલતો હતો
જિંદગીનો મજાનો માહોલ હતો હવે કોણ માનશે?
ભલે અમે કોઇ એવી કમાલ કરી બતાવી નથી
કોઇ પંખી ટહુકશે તો મારી ગઝલ યાદ આવશે
સદાને માટે તને ભૂલી જવું શકય જ નથી ને
અશકય છે તને ચાહીને નરેન બીજાને ચાહશે!
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
દવા અને દુવાની બહું જોરઆઝામાઇશ થઇ ગઇ
તારો ચહેરો જોયો ને હકીમની આબરૂ લૂટાંઇ ગઇ
હક્કીત ને સપના વચ્ચેનું જોજનોનું અંતર ઘટયું
દિવસે તું મળી ને રાતે સપનામાં વિંટળાઇ ગઇ
હોય છે,નથી હોતી,ઇચ્છાઓની વળગાડની લત!
છબીમાં તારા લલાટે અક્ષરોમાં ઇચ્છા ઘુંટાઇ ગઇ
પૂરી કરવાં નીકળ્યો હતો ગઝલોની કલ્પનાઓને!
તું રૂબરૂ મળી અને હક્કીતમાં ગઝલો લખાઇ ગઇ
શબ્દો શોધ્યાં ના મળે મનને દોડાવી થાક્યો હતો
તારા ચહેરો જોયો,ને શબ્દોની ખાણ શોધાઇ ગઇ
દુઃખ ને સુખનાં પ્રકારો શોધવા જઇએ તો ન મળે
ને વિરહ-મિલનમાં સુખદુઃખની શૈલી પરખાઇ ગઇ
કદી અણધારી આવી જતી લહેરો દોડતી નસ મહી
ઉન્માદનો કંસુબો પીધો હોય એમ નસ ફૂલાઇ ગઇ
અરમાનોના ઉતારે લાગણીએ ડેરાતમ્બુ તાણ્યા જોને
તમારી પલકોની છાંવે લાગણીથી સોડ તણાઇ ગઇ
નાં ખપે મહોતરમાં તમારી ખુશી સિવાઇ’નરેન’ને
આયખાની અધુરપ તમારા સાનિધ્યમાં સમાઇ ગઇ
(નરેશ કે.ડૉડીયા)
————————————————
इझहार ए मुहोब्बत गझलो मे हम बताते रहेते थे
फांसलो की दुरी से भी लगातार वो सताते रहेते थे
जितने रास्ते थे,सभी रास्तो से गुजर के देखा मैने
मिलो के पथ्थर मे नाम उन का लिखते रहेते थे
कैसे समजाये उन को दिल की बेकरारी का आलम
एक एक शेर में मेरी हालत अपनी बताते रहेते थे
काश कोइ ऐसा इल्म खुदा से जो मिल जाये अगर
ऐसा इल्म जो नजुमी हुबहुं आदमी बनाते रहेते थे
कयुं नही होती है,उन के दिलो की हालात बेकरार
वो ख्वाब उन की आंखो हो,जो मुजे जगाते रहेते थे
किसी दिन तो उन को भी लगे कोइ मुजे चाहता है
एहसास हो, कयुं सब चाहतो किस्से सुनाते रहेते थे
खवाब जो गझलो मे लिखते है,कभी पुरा नही होता
फिर भी प्यासी आंखो से ख्वाब शायरे देखते रहेते थे
किस्सा जो कागजो पे लिखनेवाला पुरा हो जाये गर!
वो ही शायरकी कब्र पे फुल अकसर खिलते रहेते थे
(नरेश के.डॉडीया)…..
————————————————
વિતતો નહોતો એક સમય તારી યાદોનાં ભારમાં
મળીને હવે હરખ સમાતો નથી નવી સારવારમાં
જીવતા થૈ ગયા અરમાન એક પછી એક હરોળમાં
મન પણ કહે છે હવે રાહ થોડા તમે સાનભાનમાં
…
આવી હતી મજાની ક્ષણોની ઝોલી ભરી તું પાગલ
ખાલી થયેલી ઝોલી જોઇ હ્રદય કહે રહો માનમાં
આવીને પાછું જવું હતું તો આવી મારી કને શાને?
તારી સુંગધ રહી જાય,ઉરનાં અંદર સરસામાનમાં
શું કરીએ અમે નાજુક દિલનાં કવિઓ કલમ વિનાં
આવ,તારા ટેરવાનો સ્પર્શે ગઝલો આવશે તાનમાં
(નરેશ કે.ડૉડીયા)
———————————————
એવું પહેલી વાર બન્યું ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું કે ‘શું છે નામ તમારું’?
એ પછી ખૂદથી ખોવાયો ને,નથી રહ્યો મારામાં
હ્રદય કહે છે એ અહીં રહે છે,શું છે કામ અમારું?
ઉતરી ગયાં અંદર સંળગ રસ્તો ગુલાબી કૈં થયો
મન કહે એક માનવી ગમે પછી બીજું શું ગમાડું?
જીવતર જીવવાની કૈ ઔર મજા આવી જાઇ છે
એ જ છે જીવતરનો સાર,બીજું શું એનાથી સારું?
આવા ગુલાબી રહેજો,જેમાં રંગત અમારી જામે છે
ગુલાબી લાલીને નમી ગયા પછી જાત ક્યા નમાડું?
જિંદગીને જાણે ફરીવાર મૌસમે લપેટમાં શું લીધી
તારા સાનિધ્યમાં બાળક થૈ અરમાનોને હું રમાડું
મહોતરમાં લીબાસની જેમ કસોકસ માપે થઇ જશું
આંખે અડાડી લો નમણ જેમ,પછી મારું શું કે તારું
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
બાંધી ન મને રાખ લગાતાર સવાલોમાં
હોઠે ન રહ્યાં ઉતર અધુરા વરતારાઓમાં
અફવાની જેમ હાલતાચાલતા ન સતાવ
હું પુછું તો,લાગે હું નથી તારા જવાબોમાં
તહેવારોની અછત હમેંશા ભોગવતો રહ્યો
આડા દીવસોની પ્રથા નિભાવે રજાઓમાં
તું જ અટકી ગઈં છે આંખ,કાન,હ્રદયમાં
હવે નથી થંભતાં ગુંજારવો ઝંખનાઓના
ભરતીની જેમ અચાનક સપનામાં આવે
ઓટ નથી આવતી પછી તારા વિચારોમાં
કોઇ જ ઉપાય નથી,તને પામવા કાજે
લખું છું નામ તારું ગઝલ થકી પ્રચારોમાં
એક જવાબ માંગું છું હમેશાં તારી પાસે
કેટલા જન્મ લેતો રહું હું તને પામવામાં
વિસ્તાર વધતો રહે છે તારી ચાહતોનો
હ્રદયને પુછ દેવો છે અધિકાર ચાહવાનો?
(નરેશ કે.ડૉડીયા)
———————————–
મસ્તકને ઝંઝોડી નાખે એવો દર્દીલો આસવ પીધો છે
ગઝલનાં પ્રસવ કાજે અસહ્ય વેદનાએ દાવ લીધો છે
ઝંખનાઓનાં ગુંજારવોમા અનેક ખળભળાટ અનુભવ્યા
અટકળની આહટોને અંતે શબ્દોએ જાકારો દીધો હતો
અનૂભવી નહોતી ઇશ્કની મસ્તીમાંની અસહ્ય વેદનાને
અમે નાજુકાઇનો અભ્યાસ આ પહેલા ક્યાં લીધો હતો
અંતે જે હતું એ મનગમતું મળી જાય એવું બધા કહે
અંતે તે કહ્યું,લળી પડાય એવો મસ્ત બોલ કીધો હતો
ચાહકો તો ઘણા છે,જાદુ છે તારા સૌંદર્યનાં ઐશ્વર્યનો
તકલીફ પડે દિલને,આંખોનો સવાલ મારો સીધો હતો
અનુભવહીન પંતગની જેમ હવામાં ફંગોળાઇ ગઇ જાત
આવી દોર તારા હાથમાં,પછી હું તારો ચાહિતો હતો
દશાહિન,દિશાહિન,કવન મારું ભટકતું રહેતું કલ્પનામાં
તારા નામે ગઝલ લખી,પછીં હું શાયર જાણિતો હતો
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
એક તું જ છે દુનિયાંમાં જે મારા સ્મિતનું કારણ છે
તારી હુંફ તો મારી લાગણીના સદા તપતા રણ છે
હર ક્ષણે દરિયાનાં મોજા કિનારે પાછા ફરતા રહે છે
કિનારે આવી ચડેલી કોઇ નદીને શોધવાનું ભારણ છે
ભીતર હ્રદય સિવાઇ કશું નથી,જે લાગણીને સમજે
લાગણી બહાર ન આવે બોલો,હ્રદયનું શું તારણ છે?
ખબર છે તું નથી ને આસપાસ હોવાની ઝંખના કરું
મસ્તિકમાં છપાયેલી તારી છાપ રોજની સકારણ છે
આશાં છે મને મળી જશે મૌનની ભાષાનો શબ્દકોષ
વાંચીને તો જ ખબર પડે કે મૌનનું શું વ્યાકરણ છે?
વ્યથાં અને પ્રથાઓને આપણી વચ્ચે જ કેમ ફાવે છે?
ઇલાજ છે કોઇ,તો લાગે કે વ્યથા ને પ્રથાનું મારણ છે
બીજું તો કશું કરી શકે નહી’નરેન’ગઝલો લખ્યા કરે!
દુનિયાની ખારાશ વચ્ચે શાહી જ લાગણીનું ઝરણ છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
अपने दिल की बात उसे कहे नहीं शकते
उसे कहे बिना रहे भी नहीं शकते
अय खुदा तुं ऐसी तकदीर बना दे
वो खुद आ कर हमशे कहे
‘हम आप के बिना रहे नहीं शकते’…:):)
(नरेश के.डॉडीया)
———————————–
સીધો ને સરળ પરિચય મારો લોકને ગળેના ઉતર્યો
તારું નામ જોડાયું તો મારા હોવાનો કૈંક અર્થ સર્યો
નહોતી લખી ગઝલ કે કવિતાં અમોએ ખરા દિલથી
તારો શું ખુમાર ચડયો ને એ નશો કલમમમા ચડયો
સોળેકલાએ ખિલતી ગઇ પ્રાસમા અક્ષરોની લિલોતરી
‘મહોતરમાં’શબ્દ લખાયો ને મત્લા મનમાં મલક્યો
જીવવાનું ભજવતો હતો હું નાટકનું નામ હતું’એકાંકી’
દ્રીઅંકી જિવન થયું ને,એકાંકી નાટકનો પડદો પડયો
અનુભવો થતાં રહયાં સહજ રીતે મિલન ને જુદાઇના
અનુભવ મેં ખુશીથી લઇ આંસું બની ગઝલોમાં લખ્યો
જિંદગીની એકલતાંનું રહસ્ય હવે મને સમજાઇ ગયું છે
ગેરહાજરીમાં હું તારી સોતન કલમની બાહોમાં ખિલ્યો
પરિચય ને પરિણયની પ્રથાથી પર ક્ષિતિજો વિસ્તારી
મિત્રતા,પ્રણયની દુનિયાંથી દુર અષ્ટપદી સંબંધ રચ્યો
આવી જ રહેજે,નરેનને ગમતી ને કયારેક અણગમતી
મહોતરમાં તને મનાવવાં મેં કૈક જાતનો અભિનય કર્યો
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
कभी कभी तनहाइया सरेआम मेरे वजुद से लिपटती है
जब तुम्हे सामने चाहु,एक खूश्बू गजल में सिमटती है
रबने भले तुजे मेरे लिये नही बनाया,ये अब किक्र नही
इस लिए चाहनेवालो की अर्ज खुदा के पास अटकती है
मकसद जिंदगी का है तुजे चाहना,कया खोना,कया पाना
चाहतो में अच्छे अच्छो कि नियत बिच रास्ते भटकती है
जुदाइआ क्यां है सुफीबंदो के लिए,तेरे सजदे करता है
बंदा तेरे नाम से बंदीशे छेडे तो सारी फिझा महेकती है
सारी रुसवाइआ तुं मेरी तनहाइ के नाम कर के देख ले
तस्वीरो मे तुजे मुश्कुराती देख के मेरी गजले बहेकती है
हसरते और भी जवान होती तेरे लिबासो के रंगो जैसी
लिबास कोइ भी पहेने जिंदगी तेरी चाल सी थीरकती है
घोसंलो में परींदे की तरह तेरी पनाह मे महेफुझ रहेता हुं
तेरी खातिरदारी मे मेरी इंसानी जात परींदे सी चहेकती है
कैसा दोर है,दिमाग में तेरे ख्यालो के सिवा कुछ नही है
पता है नरेन,महोतरमां की आंख़े भी बार बार छलकती है
*नरेश के.डॉडीया
————————————————–
तुम मेरे नही हो जानता हुं,फिर भी तुमसे मुहोब्बत है तो है
लिखता हुं गझले भी तेरे नाम से,शायर की महारत है तो है
हक्कीत है कें मेरा वजुद तुंज में नही,पर तेरा अक्स जैसा है
अगर चाहे या ना चाहे तेरे साथे चलने की खसलत है तो है
यकीन खुदा पे करता हुं उसी तरह ये यकीन तुज पे जिंदा है
गर काइनात में खुदाइ नही,मुज पे तेरी खुदाइ रहेमत है तो है
वास्ता चाहे किसी गैर के साथ हो,कोइ फर्क नही पडता मुजे
आंखरी सांस तक तेरा वजुद हुं में,ये मेरी काबिलियत है तो है
कैफियत अकसर सुनता रहेता हुं,तनहाइ पंसद करने लगी है!
बेंइंतिहा मुहोब्बत से डर लगता है,फिर भी मेरी चाहत है तो है
महोतरमां,इतनी बेरूखी से मुजे डर सा लगने लगा है समजो
रुसवा नही कर शकता तुज से नरेन,समजो मिन्नत है तो है
(नरेश के.डॉडीया)
———————————————————
કિસ્મતના પંખીની પાંખને વિંધવા દર્ષ્ટી કલાની લાવ્યો છું
શુભેચ્છાની નવલી તાજગી ભરવા ગઝલ મજાની લાવ્યો છું
ભલેને દુઃખ પડે કે હજારો કષ્ટ વેઠવા પડે આ પંથને કાજ
શૌર્યથી ભરપૂર ગઝલમાં હું કાઠિયાવાડી જુબાની લાવ્યો છું
દિવસો જયાં ટુંકા પડે એવા સુખોનો ભારો લઇને આવ્યો છું
છંદ,આછાંદસ,રદીફ-કાફિયાની માશુકા લેખીની લાવ્યો છું
મનભરીને માણો એટલી શકયતાઓને ગુંજે ભરી લાવ્યો છું
દિન દો ગણી,રાત ચો ગણી,માણી લો મહેમાની લાવ્યો છું
સૌવને કાજે હુ નાચીજ શાયર બાદશાહી મિજાજે આવ્યો છે
ઉડતી ઝુલ્ફોવાળી ને કાજળભરી આંખોની કહાની લાવ્યો છું
ગમતી નથી,ફાવતી નથી,જામતી નથી એ વ્યથા ભુલાવા
ગમતા વેત ગમી જાય એવી એ નઝમ મસ્તાની લાવ્યો છું
શું ફાવશે નહી મહોતરમા,એકવાર ગળે લગાડી જુઓ મને,
વરણાગી વંસત ઓઢીને ફરીને મસ્તાની જવાની લાવ્યો છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
રૂદનનો અર્થ બધા લોકો પોતાની રીતે સમજાવી ગયા
ગઝલમા સુખ શોધવું બધા પોતાની રીતે લખાવી ગયા
દુઃખ એ વાતનું જ હતું ને લોક સુખની વાતો કહી ગયાં
સુખની વાતો કહી તો લોકો પોતાનું દુઃખ બતાવી ગયાં
નકાબનું ક્રૂર સત્ય એ ખૂબસૂરત ચહેરાઓ સમજાવી ગયા
જ્યાં જન્નત છે ત્યાં લોકો દોજખનો નજારો સજાવી ગયા
પ્યાસાઓ પીને ધરાય જયાં એક પ્યાસનું બુંદ છોડી ગયાં
એક બુંદ કાજે લોકો આસાનીથી પ્યાસોઓને લડાવી ગયાં
અનાદી કાળથી લોક વ્યથાઓને રૂદન સાથે કહેતાં ગયાં
‘નરેન’તમેં તો હસતાં-હસતાં રૂદનનો અર્થ જતાવી ગયા
(નરેશ કે.ડૉડીયા) ..
—————————————————
હૈયા કયાં હાથમાં રહે હાથમાં છે તમારો છે હાથ
ભીના ભીના કોલની મૌસમ સજાવીશું તમારે કાજ
ચકચૂર હૈયામાં હેલી આવી ચડી છે પ્રેમની આજ
તું વરસાદી વાદળી ને હું બની જંઉ ધરતી આજ
આંખોમાં ઉન્માદનો દરિયો બન્યો છે તોફાની આજ
ને પ્રણય કેરી નાવડીમાં દરિયે સફર ખેડીયે આજ
વર્ષો વિત્યા છે ખાસ પ્રંસગોને ઉજવવાને તો કાજ
આપના આગમને ચકચુર થવાનો મોકો મળ્યો આજ
એકલપંડે રાત ગુજારી છે જેની કદી ન પડી કાલ
મધુમાસના પૂષ્પોની ખીલવાની મૌસમ આવી આજ
ગાંડીઘેલી,કાલીઘેલી ફરી થશે ભૂલી ગયા જે વાત
મહોતરમાં જો વિરહના વખને કસુંબીએ ઘોળ્યો આજ
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
એવું નથી કે હું તને ગમતો નથી
એ તો હું વારતહેવારે નમતો નથી
એક મજાનો સમય ફરીથી શોધીયે
મનગમતો સમય ફરી જડતો નથી
હોય છે લાગણીઓ તો બંધન મુકત
કે પાલવે બાંધેલો બોજ હટતો નથી
મૌન પડતું રાખો એ સારું નથી ને
એટલે વધું સવાલોમાં પડતો નથી
રમવું હોય તો પુરી રમત રમી લે
અધુરી રમતે ઉઠે મોહ છુટતો નથી
વિજળીના ચમાકારો જોઇ લેજે તું
અજાણ્યા પ્રકાશે રસ્તો જડતો નથી
કેટલું જલાવશે એ મીણબતીને તું?
બળેલો જીવ તો ફરી બળતો નથી.
મૌસમો ચાલ બધી તારા નામે કરૂં
ન કહેતી ગુલાબી રંગ જચતો નથી
તારા નામે બધી જાહોજલાલી બોલે
ચાહી છે તને,બીજાને ચાહતો નથી
જુઠ જેને બોલવું હોય એ બોલ્યા કરે
ચાહીતા કાજે કદી જુઠ બોલતો નથી
રૂઠી જવું એ સ્ત્રીસહજ પ્રકૃતિ તમારી
એટલે તો ખોટા નખરા કરતો નથી
તારી લાગણીમાં ભ્રમરવૃતિ શાંત છે
ચિતમાં તારો વિચાર નીકળતો નથી
સમય છે હજું તમારી પાસે વિચારો
દિલને ફાવી એ જગા બદલતો નથી
આવી જા મહોતરમાં પાછલા બારણે
ના કહેતી કે નરેન’હવે લખતો નથી
(નરેશ કે.ડૉડીયા)
—————————————
શ્વાસ વલખા મારે ત્યાં જુગલબંધી કરી રળવશે શું?
ઇચ્છાઓની જ્યાં નશંબંધી કરી છે ત્યાં ફળવશે શું?
તારી જ ગલીમાં એક મુકામ કાજે ભટકતો હતો ને
સરનામું બદલી ગયું તારું હવે આયખું તરસશે શું?
એક વિચાર બની તારા હ્રદયે સદાય ધબકતો હતો
શકયતા શોધું!ફરીથી તને મારો વિચાર આવશે શુ?
અવાજોના સંવવન થકી કૈક લાગણીઓ જન્મી હતી
એ અવાજની માર્દવતા જો ફરી મારા કાને પડશે શું?
તારી તોલે કોણ આવે,મારું દિલ સરખામણી કરે તો?
રખેને તારી તોલે કોઇ હોય,દિલ બિચારું શરમાશે શું?
આપણું હોવા પણું પવનનું લહેર નથી,જે ઉડી જાય
પથ્થરોના શીલાલેખોમાં જોડે લખેલા નામો ભુંસાશે શું?
જિંવતતા આવી હતી નિર્જીવ અક્ષરોમાં બધા જાણે છે
હવે એ જાનદાર રચના તારી ગેરહાજરીમાં લખાશે શું
તારા પરિચયની મૌસમ હ્રદયની આબોહવા બની ગઇ
ને રણ સમ તપતા હ્રદયમાં કદી શીતળતા છવાશે શું?
શકયતાઓને તું તારી રીતે સાધમાં,ખુલ્લા દિલે વિચાર
હજું વિચાર જિંવત છે મારી જેમ તું કદી વિચારશે શું?
યાદ રાખજે!મારું કવન સદાય ભટકેલું રહેશે તારા માટે
તારી લાગણીની તરશે,નરેન,એ મૃગની જેમ ભટકશે શું?
(નરેશ કે.ડૉડીયા)
——————————————————-
આવ તારા ચહેરે ચાંદનીના નામે ગઝલ લખી નાખું
ઝુલ્ફોને ખોલો,રાતને નામે અંધારી સફર લખી નાંખું
ચમકતા ભાલે ટીલડી તારલીયા સમ ચમકે છે જુઓ
હોઠેથી તારા ભાલ પર એક ગુલાબી ડગર લખી નાંખું
સંતાતી રહે છે નશીલી આંખો ઝુલ્ફોની ધુંપછાવ મહી
એક પ્યાલી પીવા દે,ફરી નશીલી નઝમ લખી નાંખું
જમાવટ કરે છે તારા ગાલે ગુલાબી મૌસમનો ડાયરો
આંખો બંધ કર!સ્પર્શ નામે સાહસ જબ્બર લખી નાંખું
જવાન ઉંમગોને ઉમરબાધ નથી નડતો કોઇ પણ વયે
ફેલાવો બાંહોને!સ્પર્શના નામે અનેક ધરમ લખી નાંખું
હાવી થઇ છે તારી કાજળભરી આંખોની કરામતી અસર
આંખોની કરામતને માફક આવે એવા અક્ષર લખી નાંખું
આયખાની ચોકટ પર તારા પગલાની છાપે ફુલો ખીલે
તારા હોઠને ચુમ્યા પછીની ઝાકળની કસર લખી નાખું
રેશંમી યાદોની કિનખાબી કિતાબ ફરીથી ખોલી નાખીયે
ચાલ મહોતરમાં!રેશમનાં નામે નવું પ્રકરણ લખી નાંખું
મારા અરમાનોની દાદાગીરી સરેઆમ ચાલે વિચારોમાં
મહોતરમાં તારા નામે ફરીથી ગઝલ અમર લખી નાંખું
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
इश्क में दुनिया बदलती है ये जमाना बदलता है
जान ए हयात मगर दिल कहा पुराना बदलता है
रस्म,रिवाझे,दिवारे,दुरिया,सरहदे ये बाते है सब
माशुक से नाम से जमाना हर दिवाना बदलता है
कितने जनम की प्यारकी प्यास तुज से जुडी गइ
इश्क तो पुराना होता है सिर्फ अफसाना बदलता है
दर्दे आशोब* जैसे इश्क साथे जुडके आता रहेता है
ये दोस्ती का इश्क के नाम से ठीकाना बदलता है
दिल में आवाजेपा* सुनाइ देती अनजान शख्स की
आयना पुराना रहेता है सिर्फ कयाफा* बदलता है
कमबख्त इश्क कीसी नही छोडतां मंदिरे-मस्जिद मे
पुजारी की आरती या आलिम का कलमा बदलता है
काफिला जुड गया कलम-शाहि के सरो-सामान से
सिर्फ तेरा नाम लिखता हुं,सिर्फ खामां* बदलता है
गजाला सी तेरी आंखो में क्यां मासुमियत देखी मैने
रुबारुं मे’नरेन’का शिकारी जैसा ये इमां बदलता है
(नरेश के.डॉडीया)
आवाजेपा*-पाव की आहट
कयाफा* – चहेरा-शकल
खामां* – कलम
————————————
ઝાકળ જેમ ફૂલોનો પ્રહરી થઇ ગયો
સપનામાં જોઇ હાલે ફકીરી થઇ ગયો
વેદનાની જેલમાં હું કૃષ્ણ જેમ જન્મી
જાતને વિંધીને હું બાંસુરી થઇ ગયો
સમયની ધારે સતત ઘસાતો આવ્યો
એવી એક ક્ષણમાં આખરી થઇ ગયો
પાણી સમ જિંદગીના બુદબુદામાં હું
કાંકરીના ચાળાથી ભ્રમરી થઇ ગયો
આ નશીલી કલમના લડકપન જોઇને
જુઓ મિજાજ કૈક દિલદારી થઇ ગયો
યૌવન ને બુઢાપાની રાહની વચ્ચે હું
લીલ પરણાવવાની તૈયારી થઇ ગયો
વિતાવી એક રાત ફૂલોને સંગ જુઓ
ને સુરજને હવાલે આખરી થઇ ગયો
જન્નતના ખ્વાબ જોતો મજાનો શાયર
પલદોપલમાં તો હારાકીરી થઇ ગયો
એક મજાની પલ કાજે જિંદગીનો આ
અડધો હિસ્સો શેરો-શાયરી થઇ ગયો
એક ઝલક મહોતરમાની જોઇ શું લીધી
નરેન એના મિજાજને જારી થઇ ગયો
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
ભલે રેલ્વેની પટરી જેમ અલગ રહીયે છીએ
યાદોની રેલનો બોજો બંને સાથે સહીયે છીએ
મળીએ છીએ નથી મળતા કશા એવા તાગ
હાથમાં હોય અને હવાને બાથો ભરીયે છીએ
ડુબવાનું જ હોય તો એની બે આંખો બસ છે
ડૂબવું નથી તો અશ્રુનાં દરિયામાં તરીયે છીએ
પંથ સરળ સમજી સહિયારી સફર આદરી હતી
છતા અડધે રસ્તે આપણે કેમ આખડીયે છીએ?
ભટકવાની આદત નહોતી પડી અત્યાર સુધી
તારી ગલી જોઇ સંજોગોવસાત ભટકીયે છીએ
ગ્રહો,નક્ષત્રો,કુંડળી,અચાનક કામે વળગી ગયા
જે અશકય છે માટે નશીબને દોષ દઈયે છીએ
અટકળૉ,મુંજવણોનો પાર નથી આપણી વચ્ચે
તો યે ક્યાં અમે એકબીજાનો વાંક દેખીયે છીએ
એક તું છે મારી સામે,છતાં તું નથી લાગે કેમ
ક્યારેક આપણે જ આપણી જાતને છળીયે છીએ
જોતા રહીએ છીએ જે નજરસામે થયા રાખે છે
જાણી ને આપણે અજાણ હોવા ડૉળ કરીયે છીએ
મહોતરમાં મૌન રહી કેટલું દુઃખ ભોગવતા રહેશો
સરેઆમ કહી દો એક-બીજાને પ્રેમ કરીયે છીએ
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
અચાનક ગમતા સપના રેશમીદોર જેમ સરી જાય છે
તું નથી તો લાગણી છાના-છાના ડુસકા ભરી જાય છે
કદીક કહેતો હતો તારી લાગણીને ખીલે બાંધીને રાખ!
અડધી રાતે મારા ઉભી ગઝલના ભેલાણ કરી જાય છે.
…
તરફડતી વેદનાઓને શાંત કરવાં અંતિમ ઉપાઇ શોધું!
સાંભળ્યું હતું કે નાખુદા વિનાં કૈક નાવો તરી જાય છે
ટહુકા કરવાની આદત હોય એ કોકિલ કેમ શાત કરવો
મુંગી સંવેદનાની કોયલને જોઇને ટહુકાઓ ઠરી જાય છે
મૌન જે એક સમયે મનગમતું ને મારકણું લાગતું હતું
તારી મુંગી દીધેલી દાદમાં ફરીથી ઇચ્છા ચરી જાય છે
સાંભળ્યું છે કે આપ એંકાંતમાં મારી ગઝલોને પઢો છો
મને યાદ છે આદત મૂજબ’સખત’શબ્દ સરી જાય છે
આભ ભલે અંસખ્ય તારલાઓથી ઝળહળતું લાગે તો શું
સુનુસુનુ લાગે જ્યારે મનગમતો સિતારો ખરી જાય છે
મહોતરમાં મૌનમાં અણગમતાં સંવાદોનો ભાસ થાય છે!
મીઠૉ બોલ બોલો તો,લાગે કે ફુલો ખૂશ્બૂ ધરી જાય છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
कितने महान थे वोह लोग,जो दिलकश गझले लिखकर गये
क्यां पतां!किसी की मुस्कुराहट पे अपना फन लूटा कर गये
राह चलते न जाने कितने देरो-हरम हमे नजर आते रहेते है
जब तेरी चोकट से गुजरे है,हम तो सजदे कर के गुजर गये
रोज आना जाना लगा रहेतां तेरी गली से मुसाफीर की तरह
एक दिन आंख मिल गइ,और मंजिल समज के ठहर गये
पतां नही था हुस्न कयां चीज है,किताबो मे किस्से पढते थे
बहिश्त की हसीनां जैसी शकल देख आप दिल में उतर गये
अंदाज बदलने कां हमे हुन्नर कहां आता थां मिलने से पहेले
एक झलक क्यां देखी आप की,अंदाझेबंया हमारे बदल गये
बहारे हमारे लिए बशारत बन के आती रहेती थी सालो साल
बरकत ए बहार बन के आप आयी है,मौसम जैसे संवर गये
गुलाबी रंगो से लबरेज लबो पर लर्जिश पंसदीदा लगने लगा
रूठ जाती थी तब दांतो से दबे लबो को देख हम बिखर गये
हसरते कां मुसलसल दोरा चलता रहा तेरी पनाहो मे हमारा
तेरे करम से हुस्न की खूबीयावाली गझले बस लिखकर गये
कयां पतां कल इस महेफिल में नाचीज का नाम रहे ना रहे,
महोतरमां तेरे नाम से नरेन के कलम कें रंगढंग निखर गये
(नरेश के.डॉडीया)
——————————————–
આ તો દુનિયા બહું નાની છે
તું નથી એટલે પરેસાની છે
મલતુ રહેવું અને હસતું રહેવું
બધાને એક દુખની કહાની છે
તું સાથે હસે તો સ્વર્ગ લાગશે
નહી તો દોઝખની રવાની છે
ચોરાસી અવતારો બધું શું છે
એક અવતારમાં પરેસાની છે
ઇચ્છાઓની ભરમાર છે સતત
તારા મનની મે ક્યાં જાણી છે?
તારા મુખે સુખને શું ભાળ્યું મે
શાયર થવાની માનતા માની છે
તારા દુખે દુખી,તારા સુખે સુખી
એ જ સાચી મજા ચાહવાની છે
કદી ન રૂઠો નહી નાની વાતે
એવુ ન લાગે કે મનમાની છે
જીવતા હશું એ સરનામે મળશું
જ્યાં મળ્યા હતા એ નિશાની છે
એક ચાહત કાફી છે તમારી મને
વાત હસીનાઓની પરેસાની છે
જ્યારે તારા સુખે સુખી હતો હું
હસવાની મે મજા પણ માણી છે
જ્યારે મારા લીધે દુખી હતી તું
આંસુની કિંમત મે પણ જાણી છે
મહોતરમાં તુ છે તો શું જોઇએ
વાત સપનું સાચું થવાની છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
रूठ जाओगे तुंम ऐसी तो कोइ बाते नही
भुल जाओ तुंम ऐसी कोइ मुलाकाते नही
तुटके हम से कभी कहे ना पाओगे तुम
याद नही किया तुमे ऐसी कोइ राते नही
…
ये ना सोचो के इश्क को हम भूल जायेंगे
इश्क तुम से कियां औरो से चाहते नही
जुठ ना बोलेंगे तुम से ये ना सोचो तुम
तुम को ऐसा लगे बाते ऐसी करते नही
हम ना चाहेंगे तुंम किसी से मिला करो
किसी से इश्क हो ऐसा हम सुनते नही
ये ना सोचो के हम कभी बेवफाइ करेंगे
चाहते है उन को ख्वाबो मे छोडते नही
रबने युं मिला दिय़ा है महोतरमा दिलसे
कुछ करम है,अरमां हमारे रुक़ते नही
मुसलसल लिखते है तुम्हारी चाहतो मे
तेरा हि नाम है,दुसरा नाम लिखते नही
ऐसी समा नही,उन के परवानो नही है
सचमे फरिशता हुं,इस लिए जलते नही
सिलसिले रुक़े नही चाहतो के शुरुं हुवे
खुदा करे चाहतो के सिलसिले तुटे नही
(नरेश के.डॉडीया)
—————————————
ઢળેલી આંખોથી એને સંમદરને ચેતાવ્યો’તો
ઉઠાવી આંખ ને એને સંમદરને સતાવ્યો’તો
સજાવી દીધીતી એને આંતરમનની આલમારી
નજાકતી એના સ્પર્શે આતમને શણગાર્યો’તો
…
ડુબવાની આશાંએ જીવનસાગરમાં તરતો હતો
રહસ્ય અકંબંધ છે શા માટે મને બચાવ્યો’તો
એક આશાએ માનવી ભવસાગર તરી જાય છે
ભવસાગર પાર કરી એને ફરી તડાપાવ્યો’તો
કશું હતું નહી અક્ષરોની લય ને બાંધણી જેવું!
એની ચાહતોમાં જુઓ,પાસને મે ગજાવ્યો’તો
આદતવશ કદી વાજ આવે શકયતાઓ નહીં
હસવું કે રડવું ન સમજો એવો ભરમાવ્યો’તો
સઘળામર્મ સાચવી રાખે કિંમતી વસ્તુની જેમ
મર્મો ચોરવા ગયો ને રંગેહાથ હું પકડાયો’તો
મહોતરમાંને સાચવી રાખો એના સ્થાને તમે
નરેન,દિલમાં મહોતરમાં એ ચોકો જમાવ્યો’તો
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
में समजता था चाहनां मेरी अकेले की मजबूरी थी
पता चला!मेरे सिवा और लोगो की हालत बूरी थी
जो चाहता गर मिल जाता उन से कुछ कहे बिना
वो नहीं सुनना चाहते लबो से जो कहानी अधुरी है
…
बात वफादारी की होती हमारा दरज्जा अवल रहा था
मुजे पता है,ये बात खूद उनकी जबां से कबुली थी
जझबा हमारा नेक था आलादरज्जे की मुहोब्बतो मे
फिर भी हमे महेसुस हुवा के हमारी कुछ कसुरी थी
कारवां कहा अटका,कयुं अटका,किस जगह पता नही
अंजान रास्ते की सफर के आगाज की तैयारी पुरी थी
अब बात करने से बात बनती नही है हम कया करे
ऐसा लगा के सामने भरी जाम से होठो की दूरी थी
थक चुके है हमारे अशरार पहेलीबार महेसुस किया है
वोह बात कयुं दोहराते हो नरेन,जिस बात पे रूठी थी
(नरेश के.डॉडीया)
———————————————-
મૌન જ્યારે રડે ત્યારે એંકાતે એને સાચવવું પડે છે
શબ્દો જ્યારે માથું કુટે ત્યારે શાયરે થાકવું પડે છે.
તુટી જાય સંબધોની સાકળ અણસમજના હથિયારે
તો સમજણ સામે અણસમજને મૌન રાખવું પડે છે
દિલને આઠેપ્રહર સ્પર્શતી ગમતી વ્યકિતની યાદોને
એના અણગમાના લીધે યાદોમાથી રદ થવું પડે છે
ધખધખતો પહોર કે બળબળતી બપોર કે સમીસાંજે
એનો સંવાદ છલકેને શીતળતાને છવાઇ જવું પડે છે
ના કહેવાઇ,ના સહેવાઇ એવા દર્દોનાં ઇલાજ શું છે?
જે દવા હતી એની સામે નાછુટકે દર્દ રડવું પડે છે
કોણ સમજાવી શકે અમારી વેદનાઓ ઇશ્વર સિવાઇ
નાછુટકે ઇશ્વરને અમુક માનવીના પગે પડવું પડે છે
શુ હતું,શું થઇ ગયું,અણસમજનાં તોફાનો આવતા
વેરણછેરણ થયેલી લાગણીને ક્યાંક છુપાવું પડે છે
અભિમાન હતું અમોને દિલકશ વ્યકિત્વના પરમત્વે
જેના કારણે સર ઉચું હતું આખરે ત્યાં ઝુકવું પડે છે
લખાશે શું,રડતું હ્રદય કરામતી કલા ભૂલી જશે તો?
રડતુ હ્રદય કહે કે મહોતરમા કાજે તો લખવું પડે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
તું નફરત કરે કે વ્હાલ કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
તું સાચવે કે મને બેહાલ કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
રતન જેમ સાચવે કે ચીથરેહાલ લાગણીને તારતાર ભલે કરે
તુ જ વિચારોમાં વિહાર કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
ચાહતોનાં પ્રથમ ભલે અટકી ગયા,જાણવું અમુક જરૂરી હોય
કૈ લાગણી તને તારતાર કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
જવાબો સતત શોધતો રહું છું,જાણું છું તારી મનસુફીને પણ
ના ગમે કોઇ જે સવાલ કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
પંસદગીનાં દરેક પ્રકરણે તારું નામ લખેલુ હોય પછી શું થાય
તને અમુક પ્રકરણૉ ભાર કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
કેટલું ટટળાવશો,મહોતરમાં આખરે સ્ત્રી હ્રદય એની રીતે બોલે
એકાંતે દિલ મારું આભાર કરે,પણ તારી સાથે પ્રેમ છે તો છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
જિંદગીમાં તો અનેક સંબધોની હારમાળા હોય છે
ને અનેક લોકો સાથે જાતજાતના પાલા હોય છે
એક વ્યકિત આવે છે જેને નફરત ન કરી શકો
બહું જુજ લોકોને આવી વ્યકિતના સહારા હોય છે
ચાહવું ન ચાહવું કિસ્મત ને હ્રદયને આધારીત છે
ને આ બાબતે જુજ લોકોનાં નસીબ સારા હોય છે
વેદનાઓને ઉત્સવ મનાવી આંનદ પામતા શીખ્યા
ને બધી વેદનાઓનું મુળ મારા ને તમારા હોય છે
સપના ને હક્કીતનું અંતર કાપી વિસામો પહોચ્યો
અમુક વિસામે પહોચવાં રસ્તાઓ પરબારા હોય છે
કયાં સંજોગે ને ચોધડીયે આપણું મિલન થયું હતું?
પહેલી મુલાકાત પછી માથે યાદોનાં ભારા હોય છે
કિસ્મતને દોષ ન આપો,ખુદાઇ બેદરકાર હોય તો?
પહેલા સાંભળ્યું નહોતું,નદીનાં જળ ખારા હોય છે
હક્કીત ને અટકળૉ વચ્ચે ઉલજી જાય છે સંબધો
સમજો છો!દોસ્તી ને પ્રેમનાં અલગ ધારા હોય છે
દર્શન હોય કે બંદગી,આ અલગારીએ તારી કરી!
ખબર પડી કે દેવી કાજે ઇન્કંલાંબી નારા હોય છે
બસ કરો નરેન!વાસ્તવિકતાની સપાટીને ન અડકો
કદીક વાસ્તવિક ઘટનાને રોકે એવા કિનારા હોય છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
સીધો ને સરળ પરિચય મારો લોકને ગળેના ઉતર્યો
તારું નામ જોડાયું તો મારા હોવાનો કૈંક અર્થ સર્યો
નહોતી લખી ગઝલ કે કવિતાં અમોએ ખરા દિલથી
તારો શું ખુમાર ચડયો ને એ નશો કલમમમા ચડયો
સોળેકલાએ ખિલતી ગઇ પ્રાસમા અક્ષરોની લિલોતરી
‘મહોતરમાં’શબ્દ લખાયો ને મત્લા મનમાં મલક્યો
જીવવાનું ભજવતો હતો હું નાટકનું નામ હતું’એકાંકી’
દ્રીઅંકી જિવન થયું ને,એકાંકી નાટકનો પડદો પડયો
અનુભવો થતાં રહયાં સહજ રીતે મિલન ને જુદાઇના
અનુભવ મેં ખુશીથી લઇ આંસું બની ગઝલોમાં લખ્યો
જિંદગીની એકલતાંનું રહસ્ય હવે મને સમજાઇ ગયું છે
ગેરહાજરીમાં હું તારી સોતન કલમની બાહોમાં ખિલ્યો
પરિચય ને પરિણયની પ્રથાથી પર ક્ષિતિજો વિસ્તારી
મિત્રતા,પ્રણયની દુનિયાંથી દુર અષ્ટપદી સંબંધ રચ્યો
આવી જ રહેજે,નરેનને ગમતી ને કયારેક અણગમતી
મહોતરમાં તને મનાવવાં મેં કૈક જાતનો અભિનય કર્યો
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
સમયની સાથે હું ના ચાલી શકયો કદાચ મારી નાદાની હતી
એ ઘડીને હું ના બાંધી શકયો કદાચ એ મારી નાકામી હતી
સાઝીસ ન હોત દોસ્તોની તોય આસમાની સુલતાની હોતી
રહેમ ના હોય રાહબરની,કલમ મારી રહેમની આસામી હતી
લોહીની મુકિત માંગે છે ગઝલની બાંધણીની દરેક નિશાનીઓ
પંખીની જેમ ગોખમાંથી હ્રદય લપકે,જીવવાની નિશાની હતી
જિંદગી અમારી અધારાઓના શણગાર ને અજવાળાનું વૈધ્વય
ગધ્ધાવૈતરૂ કરવું કલમને ખંભે નાખી આ જિંદગી નશાની હતી
શું ખબર ક્યારે મોત પણ અમારી આ ગઝલનું બંધાણી બને?
મુશાયરો ગોઠવવાનો છે જન્નતે એવી બાતમી મળવાની હતી
આ જિંદગીમાં દોસ્તોની કમી નથી,એ દુશ્મનના મોહરા તળે
સરકી આયખાની દોર ને તૈયારી મારી ગળે લગાડવાની હતી
મારગમાં છે શત્રુઓ અનેક,સતત એના ઘાવથી બચતો રહેજે
મુસીબતમા આંસુ નહી સારતો,મુસીબતોને તારે ઘેરવાની હતી
સુખેથી શ્વાસ લેવાની ઘડી નહી આવે,ને પવનથી લડતો રહે
ઉછીના સપનાનો ભાર નહી જીલી શકે,આંખોને લુછવાની હતી
મહોતરમાં તું નહોતી તો જિંદગી જાણે મારા ગજાની નહોતી
આવી ગઇ ગઝલનાં પહેરા વચ્ચે,જિંદગી તો બસ મજાની હતી
(નરેશ કે.ડૉડીયા)
———————————————————-
પૂરજોશ હવામાં ભલે તું બારી થઇને પછડાતી રહે
બારસાખ જેવો અડીખમ છું તું તારે ભટકાતી રહે
આદતોથી મજબૂર હમેંશાં મને તું મજબૂર કરે છે
ઝંખનાઓની ઝોળી ફેલાવુ ને મનમાં મલકાતી રહે
સંવેદનાંઓને વારંમવાર છેડછાડ કરતી રહે છે તું
ને પછી લાગણી છેપટ સુધી તારે સામે તાકી રહે
આવી મજબૂરી હોય નહી,ઇશ્ક છે કે અકળામણ
તારી મસ્તીમાં અકારણ સાચી મજા છુપાતી રહે
કેમ આવી બની પંખીણી,યૌવનની પાંખે ઉડનારી
ને મસ્તીથી જોયા કરૂં,ને બાહોમાં તું સમાતી રહે
તું કહે ઝંખનાઓને કઇ બેડીથી બાંધીને રાખું હું
છેડાછેડી વિનાં તું જ કહે કૈં લાગણી બંધાતી રહે?
આવ નહી ચાલશે,છબીઓનાં સહારે જીવી જઇશું
જાણે છે કે તારી છબી મારા આંસુથી ભીંજાતી રહે
કારણ વિનાં તને બાલસહજ જીદ કરવી કેમ ગમે?
આવી નરી નિર્દોષતા જોઇ પુખ્ત ઇચ્છા દબાતી રહે
જાણ છે ને અજાણી બને મહોતરમાં તારી લાગણી!
બસ નરેન ચાહે છે કે આવીને આવી મજાની રહે
(નરેશ કે.ડૉડીયા) .
————————————————
આદી ને અંત સુધી અમો તમારી સાથે રહીશું
આભ નીચે છો,સુરજ-ચાંદની જેમ માથે રહીશું
વિચાર કદી ના કરશો કે તમોને ભૂલી જઇએ
રૂબરૂમાં નહી તો સપનામાં અમે સંગાથે રહીશું
મારું અસ્તિત્વ કાયમ તારામાં જ રહે છે સમજ
પડછાયા બની તારા સંગે હમેંશા પ્રવાશે રહીશું
કાયમ તારી યાદોમાં રહેવું મને તો ફાવતું નથી
રૂબરૂ આવ ત્યારે થોડા દૂર નહી તો પાસે રહીશું
તું જ એક છે કાળામાથાનાં માનવીના ટૉળામાં
માનવી છું મહોતરમાં સદા તારી આશે રહીશું
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
એના જુઠને સાચું માનીને સદા ગઝલ લખતો રહું છું
સ્ત્રીની આદતવશ એની ના ને હું હાં સમજતો રહું છું
એ મને કહે કે મને તમે કેમ દેવી કહીને બોલાવો છો
અને હું ભાવક થઇ એના દેવીસ્વરૂપને નિરખતો રહું છું
એ મને કહે કે ગઝલોમાં મારું નામ શા માટે લખો છૉ
મેં કહ્યું તારા નામના પ્રતાપે લોકોને હું ગમતો રહું છું
એ મને કહે કે તમે મને ચર્ચાસ્પદ બનાવી દીધી છે
મેં કહ્યું કે એટલે તો હું બીજી સ્ત્રીઓને ખટકતો રહું છું
એ મને કહે કે તમે દુરભાષના માધ્યમથી સતાવો છો
મેં કહ્યું કે તારી નજીદીકીનો અહેસાસ જતાવતો રહું છું
એ મને કહે કે મારી આંખોમાં તમે શું શોધ્યા કરો છો
મેં કહ્યું કે એ બહાને હું આંખોની ભાષા શીખતો રહું છું
એ મને કહેં તમેં મારા વખાણ કરીને બહું ફટવી નાખી
મેં કહ્યું કે હું દિવસનાં રૂપની જયોતીમાં જલતો રહું છું
એ મને કહે છે તમેં અકારણ કોઇ બહાને સતાવો નહી
મેં કહું કે દુર રહીને પણ તારી યાદોમાં રમતો રહું છું
એ મનેં કહે કે હું તમારી સાથે અબોલા લઇ લઉં તો?
મેં કહ્યું એટલે તોં હું મર્દ થઇને તારાથી ડરતો રહું છું
એ મનેં કહે કે આપણાં સંબધનું નામ શું આપશો કહો
નામ ન આપે માટે તો જાતથી વધું પ્રેમ કરતો રહું છું
એ મને કહેં કે મહોતરમાં કહો ત્યારે આંખો કેમ ચમકે?
મેં કહ્યું તારા નામે ગઝલકાર તરીકે હું ચમકતો રહું છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
એક વાર તો શું,અનેક વાર મનાવીશ ને તને હસાવીશ
પ્રેમ કર્યો છે તને તો હું હમેંશાં પ્રેમથી જ તને મનાવીશ
પહેલી નજરમાં તું ગમી પછી તો સપનાની આદત પડી
યાદ રાખજે તું!ક્યારેક તો હું એ સપનાને સાચું બનાવીશ
હજારો ચહેરાઓની ભીડમાં તારા ચહેરે જ નૂર દેખાયું મને
તારા નૂરનાં પ્રતાપે હું ગઝલ લખી મારી ફરજ બજાવીશ
એક વ્યકિત પામવા માટે આટલી તડપ હોય એ સમજાયું
તડપ શું છે એ ના સમજાય તો લખીને તને તડપાવીશ
જીંદગીમાં પહેલીવાર કોઇને ચાહવાની નોબત આવી ગઇ
યાદ રાખજે!સવાર-સાંજ મારી ચાહતોનું નોબત વગાડીશ
અધુરૂં હોય કે મધુંરૂ હોય,કોઇને ચાહવું બહું અઘરૂ હોય છે
સરળતાથી ચાહતા માટે રાહમાં આવતી અડચણૉ હટાવીશ
પ્રેમ ક્યાં જુવે છે,નાત-જાત,વરણ અને વાન,સમજે છે?
માનવી છું તને હું માનવિય સંવેદનાથી ભરપૂર સજાવીશ
મારી ચાહતોની ગુંજ સદાઇ તારા કાને પડવી જ જોઇએ
મારી ગઝલોને મોબાઇલનાં રીંગટૉનમાં ડાઉનલોડ કરાવીશ
પરિક્ષા પાગલોની ના લેવાઇ કદી,એ ડાહ્યાઓનું કામ છે
પાગલ છું પણ તારા કાજે તો સદા સમજદારી બતાવીશ
મહોતરમાં ચાહતોની ગરમીમાં અરમાનો કેમ ઠંડા પડ્યા?
થોડી નજદીક આવો,તમારા અરમાનોને પ્રેમથી ઓગાડીશ
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
એક વ્યકિતને ચાહવા માટે જિંદગી છે એ કાફી નથી
તને ચાહવા માટે મારી જે બંદગી છે એ કાફી નથી
ચાહવી જ હતી તને અને દિલફાડીને ચાહતો રહીશ
મનેં નારાજ કરવા તારી નારાજગી છે એ કાફી નથી
અમસ્તી કોઇ વ્યકિત આંખોથી હ્રદયમાં ઉતરતી નથી
એના માટે તારા સૌંદર્યની તાજગી છે એ કાફી નથી
જિંદગી તો બધાં જીવી જાણે તુટેલી ફૂટેલી હાલતમાં
મરવા માટે નબળા દિલમા માંદગી છે એ કાફી નથી
તુંટી જાઇ છે વેરવિખેર થઇને કૈંક લાગણીના નગરો
નફરતની આંધીની એક તારાજગી છે એ કાફી નથી
ગમતું રહેવાં માટે ઘણા અવગુણૉ સાથે ગુણો જોઇએ
પંસદગી પામવા ફકત જો સાદગી છે એ કાફી નથી
તારી ચાહતો કાજે જ અંતિમ સુધી લડીશ’મહોતરમાં’
રૂઠેલાને રીજવવા જે તારી માંગણી છે એ કાફી નથી
ક્યાં સુધી આવી ને આવી મજાની રહીશ જરા કહોને
પછી તું ના કહેતી કે મારી લાગણી છે એ કાફી નથી
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
આભાર માને છે એક સ્મિતથી,આ તરીકો મજાનો છે
કેવાં કંજુશ છે,એના ઉરમાં સ્મિતનો છુપો ખજાનો છે
હમેંશાં મિજાજ આસમાને રાખવો અધિકાર સમજે છે
મનાવીને થાકી ત્યારે લાગે કે પ્રકાર કોઇ સજાનો છે
આમ તો બધા લોકો સાથે સરળ વ્યવાહર છે એમનો
આમ તું હું ગમું છું એટલે વ્યવાહર મારા ગજાનો છે
માનૂનીની તમારી સામે અહમ ભૂલીને અમે આવીએ
કબૂલ કરો કે ના કરો તમે,સવાલ આપની રજાનો છે
ચાહિને કોઇને ભૂલી જવું એવું અમોને ફાવતું જ નથી
મિજાજ જુદો અમારો,એમ ન સમજો જેમ બધાનો છે
ગણતરી ના કરશો અમારી,ભલે ચાહકો અપાર હોય
કંઇક અલગ કરી બતાવવાનો ખેલ મારી અદાનો છે
ભજવું હોય તો ઇશ્વર છે,ચાહવું હોય તો માત્ર તું છે
બધા ચાહકો કરતા નરેન,આશિક ઉચ્ચા દરજ્જાનો છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————
એક માણસની ગેરહાજરી કેવી ભયાનક રીતે વરતાઇ આવે છે
એક જીવતા અંગને પક્ષઘાતની અસર શું છે દેખાઇ આવે છે
માનવી જ માનવીઓના દર્દ અને લાગણીઓને સમજી શકે છે
સંગાથે ચાહિતાઓ હોય તો સ્વર્ગની કલ્પના સમજાઇ આવે છે
…
પરખાતી નથી માનવીની પ્રકૃતિ એના બહારી દેખાવો જોઇને
બે વ્યકિતની તૂલનામાં કોઇ એકની સચ્ચાઇ પરખાઇ આવે છે
પ્રેમ કરીને પામવાની જીજીવિષામાં માનવી ભાન ભૂલી જાય
દરિયાની જાણ બહાર નદીનાં વહેણ અચાનક ફંટાઇ આવે છે
ધારેલી હોય છે અમુક ધારણાઓ એ ક્યારે સાચી પડી જાય?
તુટેલા ધાગાઓ ધારણા કરતાં ચાહતોમાં ફરી ગુંથાઇ આવે છે
જિંદગીની મજાની ક્ષણૉને ફકત તારા જ નામે લખી જવી છે
બસ આવી ક્ષણૉની કલ્પનામાં અનેક ગઝલો લખાઇ આવે છે
તારી જિદ ને તારી રૂઠવાની અદાઓની તારીફ શું કરું વ્હાલી
ને અછોઅછોવાના કરવામાં મર્દની નાજુકાઇ છલકાઇ આવે છે
મહોતરમાં ચાહતોની પરિક્ષાની સાંગોપાંગ ઉતરી આવ્યા છીએ
દોસ્તી કે પ્રેમમાં નરેન જાત ભૂલી તારા રંગે રંગાઇ આવે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
मेरे एहसासो में अभी तक उनकी यादे अटकी हुवी है
जैसे मेरे जिस्म से मेरी रूह मुज से भटकी हुवी है
बरदास्त नही होता है अपनो का अपनो से रूठ जाना
जैसे वकत की शाख पे अपनी जिंदगी लटकी हुवी है
एक शाम पहेले होती थी,अब वो शाम कहा होती है
वकत से पहेले,वकत के बाद तकदीर उलजी हुवी है
असुल और सच्चाइ पर चलने से पहेले पीछे देख लो
आप की शकल से ओरो की शकल मिलती हुवी है?
तकदीर के मेदान में चारो और बयाबां सा लगने लगे
किसी की आंखो में देख लो एक झिल बहेती हुवी है
नझरीया बदल के भी देख लो नफरतभरी निगाहो मे!
शायद निगाहो में दोस्ती की एक मशाल जलती हुवी है
इश्क करना गुनाह नही है,तरीकामंद बनना जरूरी है
कोइ काजलभरी आंखोवाली की सांसे भी थंभती हुवी है
प्यार करो या दोस्ती करो,रिश्तो की एहमियत समजे
मौसम की तरह खिजा के बाद बहारे महेकती हुवी है
बदलता नही है,महोतरमा का रिश्ते निभाने का तरीका
जब भी देखो,लबो पे रिश्ते कि बुलबुल चहेकती हुवी है
(नरेश के.डॉडीया)
————————————————
આંખ ખુલે ને આંખ બંધ થાય એક ચહેરો સામે હોય છે
અને જિંદગીમાં મળેલા સુખ આ ચહેરાના નામે હોય છે
બંધ હોય કે ખુલ્લી હોય આંખોને કોઇ પડદા હોતા નથી
સ્વપનમાં આવે એની ખબર પણ કોઇ સરનામે હોય છે
મળી જતી હોય આંખો બીજા પર માંડેલી હોય અને એ
થવાનું ને બનવાનું હમેંશા એના સમય પ્રમાણે હોય છે
આંખોમાં ઉતરી જતી વ્યકિતની ભાળ હ્રદયમાં મળે તો
સમજી જવું કે એના નામનું તોરણ હ્રદયકમાને હોય છે
આંખોથી આપણી ભાષા સમજનાર આપણું ચાહિતું હોય
હોઠેથી બોલી ન સમજો તો ભાષામાં મૌન કામે હોય છે
આંખની ઓળખાણ પણ વિપરિત સંજોગોમાં ખપ લાગે છે
જિવતાજીવ કામ ન લાગ્યા એવા લોકો સ્મસાને હોય છે
નરેન,મળેલા જીવોને મળવાનું કારણ ચાર આંખો હોય છે
એવાં સંબધોનું બંધન ગાંઠે નહી,સમજણની સાંખે હોય છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————–
કૈંક તો છે તારામાં એવું જે મને સતત ગમે છે
અક્કડ રહેતું આ સર એના કારણે તને નમે છે
લેણાદેણી કશી નહી,નથી કોઇ એવો સંબધ જો
છતાં તને જોઇને લાગણી અચાનક ધમધમે છે
…
ગમવા ન ગમવાનાં કારણોને હવે ક્યાં શોધીશુ?
હ્રદયપટ્ટ પર તારા સિવાઇ બીજી ક્યાં રમે છે?
ઉત્સવ જેવું મનાવતો રહ્યો તારા આવ્યા પછી
રંગોથી સજ્જ લાગણી તારી આસપાસ ભમે છે
આસુંની કિસ્મતમાં વહીને સુકાઇ જવાનું હોય છે
બધા સુખો વચ્ચે તારા વિરહમાં આંખ ઝરે છે
અડધું આયખું વિનાં વિલંબે વિતી ગતું જુઓને
બાકીનું આયખું હવે તારા નામે તો જ ભટકે છે
નથી એવો નશો મન ને મગજ પર ચડી જાય
આઠોજામ ને નવરસનો નશો તારા નામે ચડે છે
એકાંતવાસ બહું ગમે છે તારી છબીના પરમત્વે
રંગીન સાડીમાં તને જોઇ હોઠ અકારણ મલકે છે
મહોતરમાં બસ કરો!બહું મમત કરી લીધી તમે!
અસ્તિત્વથી લઇ ગઝલ હવે તમારી શરમેધરમે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
જિંદગીને હું મારી રીતે જીવું છું
શરાબ નહી તો આંસુને પીવું છું
સપનાઓ સરકી ન જાય માટે
પાપણૉને મારી રીતે સીવુ છું
અડકી નહી છતાં લજ્જિત થઇ
લજામણી જોઇ હવે હું બીંવું છું
જાણે છે અંખડ અસ્તિત્વ આપણું
છતાં આજે હું એકલો જીવું છું
અતિસય પ્રેમ જો ખમાતો નથી!
લાગણીથી ડરું એવો હું ભીરું છું
કારણો શોધ નહી હવે જુદાઇનાં
કારણો વિના હું આંખોને બીડું છું
એક પાનખરે હું નહી ઝડી જાંઉં
વંસત થૈ અડી લે,પાન લીલું છું
(નરેશ કે.ડૉડીયા)
————————————-
પણછ કયાં સુધી માછલીની આંખ સામે તાકી રાખું
તુ કહે તો રામની જેમ ધનુષ તોડવાનું બાકી રાખું
ચાહતોમાં રોજબરોજ સરવાળાની આદત તે પાડી
ઉંધી ગણતરી ન ફાવે તું કહે ક્યાં બાદબાકી રાખું?
થાકી જાય રોજ-રોજ રણનાં આભાસી પ્રવાસો થકી
અભાગી તરસ કાજે ક્યાં સુધી સફરને જારી રાખું?
તાળા મળતા નથી જે આંકડો તે હથેળીમાં લખ્યો?
શુન્ય સિવાઇ વંચાય નહી,એકડા ક્યાં સતાડી રાખું?
જાણી જોઇ હવે અમારી પરિક્ષા શા માટે લે છે તું?
અણગમતા લોકો સાથે તારા કાજે સારાસારી રાખું?
દિલની ચોપાટે મારી સોગઠી ઉડે ને જાણબહાર હું
તારી ગમતી સોગઠીની જગાએ સોગઠી મારી રાખું?
તારી સાથે રહી લાગણીની જાત વાદીલી થઇ ગઇ
તારા જેવી જિદીલી લાગણી ક્યાં સુધી છુપાડી રાખું
ભારીભરખમ એકલતાનો બોજો ઉઠાવીને થાક્યો હવે
મહોતરમાં કયાં સુધી મારૂ કવન તારું આભારી રાખું?
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
નથી મળતી ઉદાસી માંગવાથી કોઇની પાસે
ન તો સપના મળે જો જાગવાથી કોઇની પાસે
હમેંશાં ગઝલમાં તારું જ રટણ કરું સમજ આવી
નહી બદલે કિસમત કદી જોડવાથી કોઇની આશે
તરીકા જે હતા મારા હમેશાં એ જ હોવાના
નહી બદલે તરીકા તાકવાથી કોઇની આંખે
રમત તે આદરી છે તો પુરી પણ તું કરેતો શું
અમોને ફાવતું ફાવે નહી તો કોઇ ની ફાવે
કથીત કથા કહેવાનો હક્ક તો આપનો તો છે
બને જે સારથી તો કોક ગાથા કોઇની ગાશે
(નરેશ કે.ડૉડીયા)