
સમયની જાહોજલાલી આપણે બે હાથે લુટી છે
ફરી ફરીને એ સમય નહી આવે જાહોજલાલીનો.
દુઃખનો સમય સમયની જેમ થોડૉ સતત ચાલે છે
આપણો પણ સમય આવશે ત્યારે સમયને રોકીશુ.
શીદને વિરહના આંસુ સારે સમયે સમયે દુઃખના
મુસીબતના એ દહાડા કેટલા ચાલશે સમયને પુછો.
પાણી તો સૌવના મપાય જાય છે સમયે સમયે
સુકાયેલા ઝરાઓ આંસુથી ભરવા આંખો થાકે છે.
ગગન ગોંરભાય ત્યારે તારી યાદોની ઘટા છવાય છે
ચાતકે નયને રાહ જોતી પ્રિયતમાની આંખ ઘેરાય છે.
રાતલડીના આભાસી ખ્વાબોમાં ક્યારેક તું મલકાય છે
ઉગતા સુરજની લાલીમા આશાનુ કિરણ દેખાય છે.
ક્યારેક તો આપણે સમયને થાકવા મજબુર કરીશું
ફરીથી એક વાર મળીશું એ સમયની મોટી હાર હશે.
(નરેશ ડૉડીયા)

મારી યાદોની ગુંજ તને આવતા જન્મમાં પણ સંભળાશે.
નથી મારી કિસ્મતમાં તારી કિસ્મતની એ લકીર
.ભલે મળીશુ આપણે આ જન્મારા પુરા થયા પછી,
તારી યાદોની યાદીની ટિપણ બની છે લાંબી.
સ્વર્ગમાં પણ આપને ક્યાં સુખ ચેન મળે કયાંથી,
ત્યાં પણ હશે અનેક કિસ્મતના ફુટેલાનૉ જમાવડૉ.
ઈશ્વર સાથે હું પણ લડીશ બસ તારો સાથ જરૂરી,
માંગી લઇશ હું તને બેસીને ઉપવાસી છાવણીમાં.
પછી હું પણ જોઇશ કે મારો પ્રેમ સાચો કે ઇશ્વર,
રામનાં નામે જિંદગી જીવી ગાંધીની અસર કેટલી.
ગાંધી ચીંધ્યા માર્ગની અસર કેવી જોઇ લઇશું
ઇશ્વર સામેની અહીંસક લડતની લડાઇ થકી.
ભલે આ જન્મમાં મારી ન બની શકી તું,
આવતા જન્મની આઝાદીનો સુરજ જોઇ શકીશું.
(નરેશ કે. ડૉડીયા)

ફુલોની ભરપૂર મૌસમમાં વંસત બનીને આવ,
વરસતા વરસાદમાં મેઘદુતની યક્ષકન્યા બનીને આવ.
ભર ઉનાળે આંબે બેઠેલા મોર બનીને આવ,
ભર શીયાળાની રાત્રીમાં મખમલી રજાઇ બનીને આવ.…
ભેખ લીધો છે તારા પ્રેમનો તું જોગણી બનીને આવ,
સમાધી લગાવી સાધુ વેશે તું મેનકા બનીને આવ.
મીઠા મધુરા સપનામાં સપનાની રાણી બનીને આવ,
ધુણી રે ધખાવી તારા નામની તું આહેલેક બનીને આવ.
અંધારી અમાસની રાતે તું પૂનમનો ચાંદ બનીને આવ,
જિવન કેરી નાવને કીનારે લગાવવા તું નાખુદા બનીને આવ.
જીવનને સજાવવા તું અવનવા રંગોની રંગોળી બનીને આવ,
ભવસાગરને પાર કરવા તું જીવનનાવ બનીને આવ.
મહેફિલ સજાવી છે તું નજરોના જામ છલકાવીને આવ.
મદિરાને જાકારો દઇ દેશુ તું હોઠોની પ્યાસ બુજાવા આવ.
જિવનના સફળ કરવા શુભ ઘડીએ લક્ષ્મી બનીને આવ
કોરી કુવારી ચોકટમાં કકુપગલા કરવા નવી વહુ બનીને આવ…
(નરેશ ડોડીયા)

સમજણને ઘોડે હું ક્યા ચડી વાલમજી,
હજીં તો આંખ્યુમાં મારી બચપણ આંટાફેરા કરે.
અને તમે પણ થોડા અણસમજુ
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.
બચપણને રમવા દીયો.
વાલમ, આંમ આંટાફેરા ન કરો.
શ્વાસોને હજું ભીનાસ છે માટી કેરી પ્રીતની
હાથોને અડવા દો એ ગારમાટીની ઢીંગલીને.
વાલમ,આમ પ્રીતયુને પનારે ના પાડો
હજું તો સોળની સળ ક્યાં ઉકલી.
ને તમારા સપનાની વળ ચડી
મારી સાહેલડીના આમના રોકો
મારા ખબર એને ન પુછો
દલડાની વાત આમ ઉઘાડે છોગે ન બોલો.
વાલમ,હજુ બચપણ આંખ્યુમાં આંટાફેરા મારે
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.
(નરેશ કે.ડૉડીયા)

તમે છો તો આ દુનિયા મને એક ઉપવન લાગે છે,
તમે નથી તો આ દુનિયા મને એક ઘટનાક્ર્મ લાગે છે.
તમારો ચહેરો જોઉં છું તો આ ફુલોને સ્પશવા બહું ગમે છે,
તમે નથી તો આ ફુલોના સ્પર્શમાં પણ કાંટા લાગે છે.
તમે છો તો આ સૃષ્ટિનો નજારો શાનદાર લાગે છે,
તમે નથી તો આ સૃષ્ટિનો નજારો કૃત્રિમ લાગે છે.
તમે છો તો અડધી રાતલડીના સપનાઓ આવે છે,
તમે નથી અડધી રાતલડીના સપનાઓ ડરામણા લાગે છે.
તમે છો તો આ દુનિયા દિવાની લગાતાર લાગે છે,
તમે નથી તો આ દુનિયા દુઃખની વણજાર લાગે છે.
તમે છો તો મને ખૂબસૂરતીની બોછાર નજર આવે છે,
તમે નથી તો બધી મૂરજાયેલી મુરત નજર આવે છે.
તમે છો તો આ સકળ સંસારમાં સૌંદર્ય નજર આવે છે,
તમે નથી આ સકળ સંસાર ફક્ત એક વણજાર લાગે છે.
તમે છો તો પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.
તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.
તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
તમે નથી મારા અસ્તિત્વને વૈધવ્યનો અણસાર આવે છે.
તમે છો તો ફુલોના ગજરા અને વેણીઓના વિચાર આવે છે,
તમે નથી તો આ ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે
—————————————————————————————————————–

लब्झोसे मे बोलु के प्रेम है,वोह ‘प्रेम है’
दिलमे उठती चाहतके लब्झ कम पडॅ तो वोह ‘प्रेम है’
साथ रहेने से एहसास दुरीका रहे तो वोह ‘प्रेम है’
और मिलनेक़ी लगातार आस रहे तो वोह ‘प्रेम है’
दे भले दुःख दुरीका कलेजेमे नासुर बनके
स्मित बनके आंसुमे आकर मिल जाये बोह ‘प्रेम है’
मै भी कुछ नहिं,तुं भी कुछ नहीं,साथ जो अस्तित्व है
कहा से भी ऐसी समज आये के हम एक है वोह ‘प्रेम है’
ओट जो आ जाये दिलके समंदरकी लहेरॉ मे
और तुं पुनम बनके आ जाये तो वोह ‘प्रेम है

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !
આમ નદી આટલી રેતીથી લથબથ ન હોય
નક્કી તે રણની વચ્ચેથી પસાર થઇ હશે !
આમ ન હોય તમારા સ્મિતમા આવકાર
નક્કી અમારી કિસ્મતની લકિર બદલી હશે !
આમ ન હોય ભર ઉનાળો વંસતનો માહોલ
નક્કી તમારો પાલવ હવામાં લહેરાયો હશે !
આમ ન હોય આંખોમાં ઉજાગરાનો થાક
નક્કી રાતના સપનામાં મળ્યાનો ભાસ છે!
આમ ન હોય તમારા જોબનમાં મસ્તિનો માહોલ
નક્કી અમારા સ્પર્શની જોરદાર અસર બોલે છે !
(નરેશ કે.ડૉડીયા)

લાગે છે આજે મેં તને ફરિસ્તાની આંખે નિહાળી છે;
એટલે જ તારૂ સૌંદર્ય દિવ્ય મને અનુપમ લાગે છે.
લાગે છે આજે મેં તને પ્રેમીની આંખે નિહાળી છે;
એટલે જ તારી આંખોમા તોફાની સમુદ્રની લહેરો નિહાળી છે.
લાગે છે આજે મેં તને કવિની આંખે નિહાળી છે;
એટલે જ તારી રૂપમાં ગઝલની મસ્તી નિહાળી છે.
લાગે છે આજે મેં તને શિલ્પીની આંખે નિહાળી છે;
એટલે જ તારા કમનિય વળાંકોમાં કોતરણી નિહાળી છે.
લાગે છે આજે મેં તને ઝેસલની આંખે નિહાળી છે;
એટલે જ તારા અસ્તિત્વમાં સતીત્વની ઝલક નિહાળી છે.
લાગે છે આજે મેં તને ક્રિષ્નાની આંખે નિહાળી છે;
એટલે જ તારા વર્તનમાં રાધાની સાધના નિહાળી છે.
લાગે છે આજે મેં તને કાલિદાસની આંખે નિહાળી છે,
એટલે જ તારા શરીરમાં મેઘની ભીનાશ નિહાળી છે.
લાગે છે મેં તને મારા ખૂદની આંખે નિહાળી છે;
એટલે જ મેં તારા આંખોમાં મારી દુનિયા નિહાળી છે.
(નરેશ કે. ડૉડીયા)

મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
ગુંથીને ગઝલ બનાવનાર કોમલ હસ્તિની,
તને હું શું નામ આપું ?
મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
ઉપવન જેવી બનાવનાર,
ફુલો જેવી નાજુક નાર,
તને હું શું નામ આપું ?
મારી બંધ્ આંખોમાં સપનાના વાવેતર કરનાર,
મારા સપનાની રાણી,
તને હું શું નામ આપું?
મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
તારા પગ પાસે ઝુકાવનાર,
ગુલાબી પેનીની માલિકણ,
તને હું શુ નામ આપું ?
મારા તોરીલા મિજાજને ,
એક પલમાં નિખાલસ બનાવનાર,
તોરલ જેવી સતી ,
તને હું શું નામ આપું ?
એક વાર તો બોલ
તને હું શું નામ આપું ? ( naresh dodia)

પ્રેમદિવાનાઓને સપના શું હોય કે શું હક્કીત હોય;
ના હોય મદિરા તો પ્રિયતમની આંખોના જામ છલકાવે છે.
પ્રેમદિવાનાઓને મિલનની શાશ્વતતા શું હોય કે દુરતા;
વિરહની રાતોને વાગોળીને શબ્દોના કુચડા કાગળમા ઉતારતા.
પ્રેમદિવાનાઓને પ્રિયતમાની નિકટતા હોય કે દુરતા
દિવાનાઓને કયા ફરક છે હોય મિલન કે દુરતા.
સદા ગીત ગાતા એ દિવાના પ્રિયતમાના તાનમા;
નાચતાને ગાતા એ સુફીબંદાના અંદાજમાં
હોય ખુદાકે પ્રિયતમાનું સાનિધ્ય આ દિવાના માટે;
ચોકટે ચોકટે સજદા કરતા દર દર ભટકતા દિવાના.
વગર ચોમાસે વરસાદ વરસાવતા એ પાગલ દિવાના;
ગોરંભાતું આકાશ સદા દીઠતા કાળી ઝુલ્ફોના છાંવમાં.
પાપણૉમાં સદાય મસક ભરી રાખતા પાણીની દિવાના;
રાતોમાં વેદનાની તરસ છીપાવતી મસકો પાણીની.
દુનિયાદારી ભૂલીને પ્રેમમાં પાગલ બનતા આ દિવાનાઓ
જમા થતાં મયખાનામાં કિસ્મત ફૂટેલાના જમાવડા.
(નરેશ કે.ડૉડીયા)