ગઝલ-૪
-
-
અઢી અક્ષર કાજે શાયરનું આયખુ ખૂટી જાય છે
લાગણીની જાત કાજે માનવ જાત ખૂપી જાય છેઆટલા વર્ષે હવે સમજાયું કે પ્રેમ એ ચીજ શું છે?
પ્રેમસાગરમા કાબેલ નાખુદાની નાવ ડુબી જાય છેમેં તો અઢી અક્ષરની પ્રેમની ગઝલ રજૂ કરી’તી
અઢીઅક્ષર કાજે ત્રણ અક્ષરનું જીવન ટુટી જાય છેબેચાર ઘડીનો એ કેવો સહવાશ કેવો મજાનો હશે?
ને આ મજાની માયાવી સૃષ્ટિથી મન ઉઠી જાય છેપરિણામોની ચિંતા કરવાથી હવે કશો ફાયદો નથી
ચાહત કાજે ચમરબંધી નારીને પગે ઝૂકી જાય છેનહી ગમે એનાથી ચમકતા ને ખૂબસૂરત ચહેરાઓ
એક મહોતરમા કાજે કેટલીયે માનૂની રૂઠી જાય છેનહી જ મળે તમોને,એ કિસ્મત પાસે જે માંગો છો
ટકોરાબંધ કિસ્મતવાળાની કિસ્મત પણ ફૂટી જાય છેસુરજનાં તાપથી વધું જલાવી જાય એ તો પ્રેમ છે
પરવાનાં આવે નહી તો મિણબત્તી જ બૂઝી જાય છેકોઇ મનોમન મલકે ને કોઇની આંખોમા આંસુ છલકે
એક વ્યકિત જ જીવનમાં અમિટ છાપ મુકી જાય છેસમયસર પકડી લેજો,પછી આ તક મળે કે ન મળે!
સમયસર હોય તોયે પ્રેમની ગાડી લોક ચુકી જાય છે!એ પંખીને હવે ડાળનો આસરો કદી મળવાનો નથી
ચાહીતી ડાળ સાથે અચાનક અન્નજળ છુટી જાય છેચાહતનું નામ હોય,કે પ્રેમની દેવીની કલ્પના હું કરૂં?
મને જોઇ લોક કહે,મહોતરમાનો દિવાનો સુફી જાય છે(નરેશ કે.ડૉડીયા)
-
——————————————
ભટકતા રહેવાને લીધે જિંદગી હવે પ્રવાશ લાગે છે
જિંવત હોવા છતા,આ હોવાપણું હવે લાશ લાગે છે
રંગ ને રૂપની બહું ચાહત હતી કદી,એની નજરોમાં
ને હવે ગુલમહોરી રસ્તે કાંટાઓની બિછાત લાગે છે?
ચાહી જવાની વાત એને સરેમામ કેમ ઉચ્ચારી હતી?
લાખો ચહેરાની ભીડમા એક જ ચહેરે લાલાશ લાગે છે
મિરાં,રાધા ને પીંગળાના દેશની વાતો ખુબ કરી,તોયે
… અંતિમ વાતમા લાગ્યું કે ગેરુંવા રંગની વાસ લાગે છે
ના ટકી શકયો શાંત ને સ્થીર થૈને કોઇના લલાટે કદી
ચીપકીને ઉખડે છે,કોઇ ભાલ એને કયાં ખાસ લાગે છે
જિંદગીમાં જો સુખ નસીબ ના હોય તો માનવી શું કરે?
દોસ્તની જેમ વળગી રહે,દુખને એની તલાસ લાગે છે?
જુકવાની રસમ ફકત એના કાજે જ નિભાવી હતી કદી
કદી એવુ ના લાગવા દીધું,ભાવકને કૈક આશ લાગે છે?
શું હતું તમારી પાસે,અમસ્તા લખીને દુખ જતાવો છો?
પૂનમના ચાદના ચાહકને આજે કેમ અમાસ લાગે છે?
(નરેશ કે.ડૉડીયા)
————————————————
બોલે છે એના કરતા અસર વધું એનો છણકો કરે છે
લાગે છે એના મૌનની માળામાથી એક મણકો ખરે છે
આગ ના કરે,એ કામ દિવાસળી જેવા શબ્દો કરી શકે
મો ફેરવીને બોલી ગ્યા શબ્દો,જાણે કોઇ તણખો ઝરે છે
ફાવી જવું,ને ફાવવા દેવું,એની પંસદગીમાં રહેવાનું છે
કોઇને કદી એવું ના લાગે કે બે જણા આપસમાં લડે છે
અહમ તો હવે ઓગળી બરફ સમ થંડૉ થઇ જામી ગ્યો
તોયે લાગે છે કે અંદર છાની આગની જવાળા બળે છે
રીવાજોને અનુસરીને સંબધો ટકાવા,થોડું મુશ્કેલ તો છે!
ને નજીક રહેવા આ મન-મગજ અવનવા તુક્કા ઘડે છે
અંતે તો રૂદન તરફ વળે છે,નબળાઇ અમારી જાણે છે
પીછાની જેમ સાચવવી પડે,જ્યારે જયારે હિબકે ચડે છે
ના સમજી શકો એ સ્ત્રીને ચોરાસી અવતારો ભલે ને લો
આ એક એવી ચોકટ છે,જ્યાં દેવો ખૂશી-ખૂશીથી નમે છે
એ લખે છે ગઝલો ને કવિતા એક દમદાર માનૂની કાજે
મહોતરમાનાં નામ લખીને નરેન એની ગઝલ પૂરી કરે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
પ્રશ્ર્ન એક કરી કરીને થાકયો છે તો શું?
નબળી ડાળે જ આંબો પાકયો છે તો શું?
રાખેને એ ભલે એમની રીતે તો શું થયું?
ને ભલે!અવેજીમાં તને રાખ્યો છે તો શું?
તું નથી એની હસ્તરેખામાં તો શું થયું ને
પથ્થરની લકિરમાં ચીલો ફાટ્યો છે તો શું?
અંધારા ને અજવાળાનો ફર્ક એને પુછો ને
કંઇક રાતો ખુલ્લી આંખે જાગ્યો છે તો શું?
એને તો ફકત તારું નામ જ લખ્યું હતું ને
તે દી’થી કવિને લોકોએ જાણ્યો છે તો શું?
કાકલુદીનાં તમાંમ પ્રકારો કરીને થાક્યો છે
ને તારા નામે માહોલ સજાવ્યો છે તો શું?
નસીબ ઉધાર ન મળે એને સમજાય ગયું!
ખુદ કિસ્મતે એના તાપે તાપ્યો છે તો શું
બસ એ લખતો રહે છે,ગઝલો ને કવિતા
નસીબે મૌનનો આદેશ આપ્યો છે તો શું?
એને તમોને માંગ્યા હતા,મહોતરમાં સમજો
બાકી તો ઘણાએ દિલથી માંગ્યો છે તો શું?
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
હવે તું એને લગાતાર પામવાની કોશિશ ન કર
આયનામાં તસવીરને શોધવાની કોશિશ ન કર
ખુદાએ રસ્તાઓ અને મંજીલ અલગ બનાવી છે
મંજીલ નથી,ખુદને ભટકાવાની કોશિશ ન કર,
જિંદગીના દરેક રંગોની કહાની છે અલગ અલગ
મેઘધનુષને ઉનાળામા માણવાની કોશિશ ન કર
અક્ષરોની બાંધણી તો ગઝલ કે કવિતામાં ઉતારું
કિસ્મતની લકિરોમાંથી છટકવાની કોશિશ ન કર
માંગી લેવાના તને ઇચ્છા અને અરમાન હતાં
કિસ્મતના પાત્રમાં તું માંગવાની કોશિશ ન કર
ઇચ્છાઓના નગરમા અરમાનો અબજોપતી હતાં,
અરમાનોને તું રગોથી સજાવવાની કોશિન ન કર
જીવાડે પ્રેમથી એરાહબરની હવે ક્યાં તલાશ છે
સરસ્વતીના ઉપાસક તું લખવાની કોશિશ ન કર
એને પામીશ તો એ તને કશુ નહી દઇ શકે કદી
કચડાયેલા આ કવિને તું રડાવવાની કોશિશ ન કર
યાદ આવીશ તને,તો મારી ગઝલોને વાંચી લેજે
આંસુના ટીપાને સંમદર બનાવવાની કોશિશ ન કર
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
એના પરિચયની મૌસમ હજું શ્વાસોમાં છલકે છે
એક નદી તરફ દરીયો જુઓને ધીરેધીરે સરકે છે
સંદેશાઓની સુંગધથી તરબતર હવાને કોઇ પુછો
એના દ્રારેથી ફરીને કેમ હવાં મનોમન મલકે છે
રંગોની મૌસમ તો એ હમેંશા સાથે લઇને ફરે છે
મધ્યા થૈ તો યે લાલ રંગ એને જોઇને ભડકે છે
નિષ્ફળ પ્રયણૉનાં કિસ્સાઓ અખબારમાં છપાયા
સફળ પ્રણયગાથા કૈક લોકોની આંખોમાં ખટકે છે
હું કૈ અખબાર નથી કે રોજ સાંજે જુનું થઇ જાંઉ
જિંદગીનું એ પાનું છું,જ્યાં યાદો ખુદ ભટકે છે
મહોતરમાં,લાકડીના માર્યા પાણી કદી જુદા પડે?
આંખોના દરમાં જુઓ,ત્યાં યાદોનાં એરૂં સરકે છે
મૌસમ શું હોય તારા નામે,તું તો સદાબહાર છે
છબીમાથી તારું માર્દવ સ્મિત આંખોને અડકે છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————-
હવે ભીતે મોર ના ચીતરાવીયે ઓણમોસમને ભૂલી જઇએ
હાલ્ય સખી જાત્રાએ મનખાનો ભાર ઉતારીને ખૂલી જઇએ
સઘળા દરદાગીના ને કાપડાના ભાર હવે જીલાશે જ નહી
સઘળા અભરખા ઉતારીને કરતાલ ને મંજીરે જૂલી જઇએ
ટીલડી લાગે હવે કાળીમેશ સમી અભાગી આરસીએ લાગી
રેગાડા થૈ આંખ્યુંના આંસુડા,દુઃખો સઘળા કીયે ડૂકી જઇએ
નૈ આવે અવસર,એના હારે અન્નજળ ખૂટયા આ આયખાના
… કોઇ ના આવે અસોઅસોવાના કરવા,અભરખાને મૂકી જઇએ
સખી નૈ હવે દલડાને દુખાવીયે,કઠણ કાળજાના માણહકાજે
ધોળા કાપડાને ઑઢીને,કોઇ ધોળી ધજાવાળી મઢૂલી જઇએ
ના કરીએ જિવતર રૂડૂ કોઇનું,જે દલડાના દરદ ના સમજે
આજે ધરતી જો ફાટે,તો સીતા જેમ સતી થઇ ખૂપી જઇએ
નરેશ કે.ડૉડીયા
———————————————————
રૂપકી જયોતી સમ આજ રાધા કા રૂપ દીસે
કાના કા પુરા ચંચલ મન આજ રાધા કે હીસ્સે
મટુકી ના માથે લેના કાના કહે રાધાકે કાન
શરમ કી મારી રાધાકી નજર ઢલ જાયે નીચે
…
કેસર,ચંદન લેપ લગાયે રાધા,કાન સમીપે હો
રાધા કા આધા કાન કી નજર કહી ના ખીસે
કાના બોલા,આજ તો નહી જાવે ગૈયા ચરાને
નટખટ રાધાને તો દ્રારીકાનાથ કે કાન ખીંચે
રાધા કી આંખો મે દેખ કાના બોલા,ઓ રાધા
ગોકુલ,ના વૃન્દાવન,મુજે તો બસ રાધા દીખે
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
દિલમાંથી નીકળતા શબ્દોને તમે સલામ કરો
દિલની ભાષા ના સમજો તો તમારૂં કામ કરો
એ ચાહે કે ન ચાહે,પ્રેમથી જ નફરત સમે છે
જેને ચાહો છો એની ભકિત તો સુબહશામ કરો
શકિતના માર્ગે ચાલનારો જો ભકિતમાર્ગે ચાલે
ભજતા રહો,ને ગઝલ-કાવ્યના નામે ધામ કરો
કરો બંદગી,સુફીની જેમ સનમને ખુદા બનાવી
ખૂદાઇ સનમના સજદા હવે તમે સરેઆમ કરો
ઇશ્વરીય અહેસાસ હોય પ્રેમનો ચારે દિશાઓમાં
કોઇ પણ તરફી પ્રેમ કરો ને દિલમાં રામ કરો
ન સમજો પ્રેમની સચ્ચાઇ આંસુમાં છુપાઇ ગઇ
જેને ચાહો,એને કાજે તમારા આસુંને જામ કરો
રાધા,મીંરાં,સીતાના રૂપે એ જન્મી દુખ સહેવા
લખો ગઝલ-કવિતા અને મહોતરમાને નામ કરો
(નરેશ કે.ડૉડીયા)
————————————————
ક્યાંથી આવે છે,એ ખબર નથી,ને એ કયાં જાઇ છે?
એ જ નદી માટે દરિયો લગાતાર કિનારે પછડાઇ છે
લહેરોની મૌજની ભીનાશની સુંગધમાં ઉદાસી બોલે છે
મોજાની રંગતમાં એટલે કૈક ગંભીર ખામી વરતાઇ છે!
હતું દરિયાનું અસિત્વ બહું મસ્ત-મજાનું અને બેફિકર
કિનારેથી નદી પાછી વળી એટલે કેવો એ પસ્તાઇ છે
નથી હવે એની પાસે એ નદીના મીઠાપાણીની તાકત
મહેરામણની સિકસ્ત જોઇને ખાબોચીયા કૈક મલકાઇ છે
નહિ હોય નાખુદાની નાવોમાં દરિયાય ગીતની રંગત
એને ખબર છે અશ્રુના દરિયામાં નાવ લઇને ડુબાઇ છે
ખુદ દરિયાને ખબર નથી કેટલી નદીનું કરજ ચુકવશે?
દરિયાએ કદી ક્યાં જોયું છે એને ખાતે કેટલું મંડાઇ છે?
મૌસમની રાહ છે,ઓણ સાલનાં ચોમાશાને આવવા દો
પછી જુઓ કેટલી યે નદીના વેણ આપોઆપ ફંટાઇ છે
ધારી હતી એનાંથી અણધારી કૈક આફતો સહેતો રહું છું
કૈક રહસ્યોનાં અસહ્ય બોજથી થાકી મૌન પણ મુંજાઇ છે
નથી એ ઝલક હર સાંજે મહોતરમાંના નામે બોલતી’તી
ઉર્મિશીલ કવિથી વિરહમાં જ ઉદાસીની ગઝલો લખાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————
ઇચ્છાઓને નવા પગરખા પહેરાવી દોડાવી છે
સાંભળ્યું કે તારી ગલી આડે નહેર ખોદાવી છે
ઝંખનાં કદી અટકી તો નથી,જો બધા સંવાદો
દેવી સિવાઇ બીજા કોઇ નામે તને બોલાવી છે
અજાણતા કશું બની જાઇ જો જાણી ગયા તમે?
એટલે જ આ કિસ્મતની બંધબાજી ખોલાવી છે
સુણાવે રાખું છું વ્યથા કાગજીશેરોની કૃત્રિમતાને
ને લોહી નીકળે ત્યાં સુધી જિંવતતા જોવાની છે
અસ્તિત્વવાદ,ફિલોસોફીને ગોળી મારતા શીખ્યો
ને ખબર પડી કે પ્રેમમાં પણ પ્રથા રોવાની છે
તારી ને મારી વાતનો અંત તો કદી આવે નહી
ને બેજીવોને મળવાની બધી પ્રથાઓ તોડાવી છે
જાન લે એ બિમારી હોય તો માનવી પણ શું કરે
જે રોગની દવા ન હોય એ દવા હવે શોધાવી છે
આપણું આયખું હવે કિસ્મતની હડફેટે ચડી ગયું!
બાકીની જિંદગીની જાન ખુદાને ઘેર જોડાવી છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
યાદ આવતો રહીશ,રોજ એવી ચાહત જગાવતો રહીશ
દિવસે નહી તો રાતે સપનામાં હું તને સતાવતો રહીશ
નહી પડે ચેન તને,દિવસ અને રાત બંને ભુલાવી દેશે
મીંચાશે નહી આંખ,તને દિવસ રાત હું જગાવતો રહીશ
અત્યાર સુધી ચાહતો હતો એ જ રીતે ચાહતો રહીશ હું
દુનિયાની બૂરી નજરથી સદા હું તને બચાવતો રહીશ
નહીં રહેવા દંઉ દુઃખ ને ઉદાસીના પડછાયાને કાયમી
તારા કાજે જન્મેલી કલાથી મરણપર્યત હસાવતો રહીશ
ના સમજાય ચાહત જે વ્યથાંમા કાયમી સમાય જાય
તારી બેપનાહ ચાહતોથી મારી કલમ સજાવતો રહીશ
એક વાર કાળામાથાનાં માનવીમાં ઇશ્વરનો અંશ દેખાઇ
ઓ દેવી!તારી છબીની સામે સદા સર જુકાવતો રહીશ
નથી એકલો,એકલતાનાં અભિશ્રાપમાંથી મુકત થયો છું
દરેક સાંજોને ફરીથી તારી ચાહતોથી મહેકાવતો રહીશ
સુરજ,ચાંદ,સીતારા,દિવડાની રોશનીથી પર વાત છે
બધાથી પર તને ગઝલોની રોશનીમા ચમકાવતો રહીશ
કુવામા રહેતા શું જાણે દરિયાની મૌજની મસ્તી શું છે?
દિલદરિયાના દરેક ઉફાણે મોજાની જેમ ઉછાળતો રહીશ
તારા કાજે લખ્યું છે ને તારા કાજે લખતો રહીશ સદા
‘મહોતરમા’નામનો પરચમ ગઝલોમા લહેરાવતો રહીશ
નાં જોઇ શકે ચાહતોની ચકાચૌંધ રોશનીને નરી આંખે
તારા ચાંદ જેવા મુખ સામે દિવડાઓને જલાવતો રહીશ
વેદનાની ચમક સભર પ્રેમ જ સંતોષ આપી જાય છે!
તારા કાજે કલમ પાસે ખુશહાલ ગઝલ લખાવતો રહીશ
(નરેશ કે.ડૉડીયા)
————————————————-
તું હોય તો મારી જિંદગીને જિંદગી કહેવાઇ છે
તું નથી તો મારાથી જિંદગી થોડી સહેવાઇ છે?
તું નહોતી તો સીધી સરળ રાહ હતી અમારી
તું ઉભી છે ત્યાં વળ્યા વિના ક્યાં રહેવાઇ છે?
મારગ છે કાંટાળો છે છતાં દર્દ સહેતા રહીશું
દર્દ દુર ના થાઇ એવી દવા કયા શોધાઇ છે?
મજા જ માણવી હોય તો એકલા માણી શકાય
સાથે રહીને મજાની સજા ક્યાં માણી શકાઇ છે?
તારે કૈં બોલવું નહી,જાણે મેનાનું મૌનવ્રત હોય
તું સમજે એ ભાષામાં શાયરી કયાં લખાઇ છે?
રહસ્યો ખોલી ગયાં લોકો પોપટ થૈ મારી સામે
સ્ત્રીઓના એક તું છે,મને કદી ક્યાં સમજાઇ છે?
આશ એક જ છે જિંદગીમાં,મહોતરમાં હવે તારી
તું નો’તી પહેલા કૈં આવી ગઝલો કયાં લખાઇ છે
તારી શરતો,તારા બોલ,તું કહે બધું મંજુર બોલ!
તારા આગમને કવન શોભે,તો કયાં કાંચું કપાઇ છે?
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
તારી નફરતને પ્રેમમાં તો બદલવી પડશે
નહીતર પ્રેમની પ્રથાને ફરી ધડવી પડશે
નહી માંગી શકું હવે એ જુની પ્રથાઓને
રસમોને જ રીવાજોથી પર કરવી પડશે
ચાલતા અટકવું,એને થાકી જવું ના કહે
તરસ્યા કાજે પાણીની મસક ધરવી પડશે
તારા બોલનાં બંધાણી બન્યા પછી શું કરૂં
રોજ મને ગમે એવી વાણી બોલવી પડશે
તું જે કહે એ કબુલ કરતો આવ્યો હમેશ હું
ને મારી જિંદ સામે અક્કડતા નમવી પડશે
રોજ અમસ્તું ના લખી શકાય તારા કાજે
ને બીજીને ગમે એ કવિતા લખવી પડશે
શકયતાઓને તું તારી રીતે જ શાધે રોજ
લાગણીઓને જોળી તો રોજ ભરવી પડશે
ફરી ફરીને તારા ચરણે જ આવવુ પડે છે
વાદીલી જાત તોયે નરેનને ગમવી પડશે
કયાં સુધી ચલકચલાણું રમીશું મહોતરમા?
કદીક તો થપો દેવાની રમત રમવી પડશે
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
રોજ સવારે સંભળાતો એક ટહુકો ખોવાયો છે
ભર વંસતે જો પાનખરનો ભાવ ઉચકાયો છે
નથી સુખનું એ કલરવ ઝરણું રોજ વહેતું’તું
પંખીને ખુદને ડાળનો પતો હવે ભૂલાયો છે
ઉદાસીની એક પછી એક વાછટોથી ભીંજાઇ
પાપણૉનો રસ્તો અશ્રુઓથી સાફ ધોવાયો છે
ટહુકાનાં પ્રેમી ટૉડલાના મોર ભીતે ચિતરાયા
ટુટી પડે હાથિયો વિના મૌસમે ગોંરંભાયો છે
કહેતા ને બોલતા બોલાય ગયું હતું એ નામ
નામને કાજે અનેક નામીનો ભોગ લેવાયો છે
હતી જ્યાં બેધડકક આવન જાવન અમારી
હવે સીમમા પ્રવેશબંધીનો લીંટૉ તણાયો છે
લખવાની પ્રથા એ પથ્થરનો ચીલો સમજો
તારા નામનો પથ્થર એ જ રસ્તે ખોડાયો છે
ભરી પી લેવી હતી,કસુંબા સરીખી વંસતને
આદતોને વશ ભેદી કસુંબા કાજે મુંજાયો છે
પરિચય અને પરિણયની મૌસમ તાજી જ છે
મહોતરમાં હજું તો નરેન તારો જ હેવાયો છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————–
તારી ઝંખનાઓનું વિશાળ આકાશ જોઇ હું દંગ છું
જાણે એવું લાગે ત્યાં ઉડતો હું એક માત્ર પતંગ છું
નથી નંમણ તોયે નમતો રહું છું સદા તારી તરફ
તારી તરફ ખેંચી રાખતાં શ્વાસોનાં પવનથી તંગ છું
પાડતા પડી ગયાં છે કન્ના તારા નામની દોર કાજે
ઉડુ છું હું તારા વિશાળ નભે,લાગે કે તારી સંગ છું
નથી મારું નામ પંતગની જેમ,જેં રંગોથી ઓળખાઇ
ને બધા જાણે છે તારી લાગણીનો લથબથ રંગ છું
ઉજવું છું દરેક સાંજોને ઉત્સવની જેમ યાદોનાં સંગે
તારા નામે ઉજવી શકાય હું એ તહેવાર સંળગ છું
પરિચયને જરા પ્રેમની હવાનો સાથ મળવો જોઇએ
દિલની દોરથી બંધાયેલું જાણે હું તારું જ અંગ છું
કપાયેલી પંતગ થૈ મન દિશાહીન ભટકે તારે કાજ
સંભાળી લે,તારા શ્વાસોને મહેકાવી શકું એ તરંગ છું
(નરેશ કે.ડૉડીયા
————————————————–
ઝંખનાઓને વિવેક કે સંસ્કારીક ઢાંચામા ઢાળી ન શકું
ઇચ્છાની કમર લચકીલી ને જ્યાંત્યાં હું વાળી ન શકું
લાગણીને સીંચી છે,લોહી ને આંસુંઓને પાઇ પાઇ મેં
લીલીછમ હૈયા કેરી વાડી,તું કહે તો હું બાળી ન શકું
આંસુને સંબધ હોવો જ જોઇએ હ્રદયની ધડકન સાથે
તારા નામના લોહીના ઉન્માદી પ્રવાહને ખાળી ન શકું
પ્રેમીને ભલે લોક કહેતા આંધળૉ ને બહેરો કે પાગલ?
તારી બે આંખો વિનાં સુરજની રોશનીમાં ભાળી ન શકું
કિનારે ઉભા રહીને દરિયાનાં પાણીથી પગ ન પલાળૉ
તારા પગે રેલો પહોચ્યાં પછી કદી હું પખાળી ન શકું
પુછજે તું એ નદીને પર્વતો-મેદાનોને ટપીને આવી છે
કિનારે નદી જોઇએ સાગર કહે જાત હું સંતાડી ન શકું
ઉન્માદનો મહિમાં કવિ જાહેરમાં ક્યાં સુધી લખતો રહે?
શબ્દવૈભવ કૈકનું આકર્ષણ બને તો,એને ટાળી ન શકું
આવી જા ખુલ્લેઆમ પછેડી-બુરખાના લિબાસો ફગાવીને
તારા કાજે આહલેક જાગ્યો,બીજી કાજે હું જગાવી ન શકું
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
પડછાયાના નગરમાં અસ્તિત્વનો સવાલ થઇ ઉભો છું
નદીની સામે ખુદ દરિયો કહે છે હું બાલ થઇ ઉભો છું
સન્નાટાને ચીરી નાંખે એ ભેકારતાના ભેખડૉની નીચે હું
વિરહે છોડેલા વેદનાના તીર સામે હું ઢાલ થઇ ઉભો છું
અંતિમ ન હોય કોઇની પ્રેમમાં લાગણી ભરી માંગણીઓ
એક વ્યકિત સમજે ને બીજા માટે બબાલ થઇ ઉભો છું
પળે પળે છેદે છે હ્રદયની સપાટીને એ પ્રતિક્ષાના તીર
જિલ્યા કરે હ્રદયને ઢાકીને એવી હું ખાલ થઇ ઉભો છું
વરસોનાં વરસો સુધી ચાલે એવું હું તારીખિયું બન્યો છું
એના ગયાં પછી,ના બદલી શકે એ સાલ થઇ ઉભો છું
કેકટશ ઉગી નીકળશે તારા ટેરવે એક દિવસ તું જો જે
ઉર્મિકાવ્યનો કવિ કહે છે લોહીનો રંગ લાલ થઇ ઉભો છું
સતત તું એને જ ઉચકજીવે રાખીને લખતો તો રહ્યો?
સવારને સાંજ હતો,તેઓની હું ગઇ કાલ થઇ ઉભો છું
(નરેશ કે.ડૉડીયા)
———————————————–
ના સહી શકાય એ વેદનાં મુંગે મોઢે સહન કરૂં છું
ભાર સહી ના શકે એવા દુખોને પણ વહન કરૂં છું
વેદનાઓને સ્મિતના લિબાશ પાછળ છુપાવ્યે રાખું
એવું લાગે જાણે હું ખુદને ધીરે ધીરે હનન કરૂં છું
પ્રથમ વાર પનારો પડયો છે અજાણ્યા દુખોનો તો
તું જે વ્યથા ભોગવે છે જાણે એનું હું મનન કરૂં છું
ના તુ કહી શકે,ના હું કહી શકીશ,એ શું બન્યું હતું?
જે સત્ય ઢંકાયેલું છે એને મૌન રહીને ગહન કરૂં છું
બેવફા ન હતાં છતા વફાએ જફા સતત સહન કરી!
સમજશે લોક,બંધ આંખોથી સત્યનું હું વજન કરૂં છું
વૃક્ષોની પીડા પંખીઓ સિવાઇ કોણ સમજી શકયું છે?
અજાણતા હું બેસવાની ડાળૉને સમજીને કમ કરૂં છું
રડી રડીને એક માણસ જિંદગીમાં કેટલું રડી શકશે?
આંખોને લાગે કે લીલી લાગણીના સ્થાને રણ કરૂં છું
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
પરિસ્થિતીનો તાગ મેળવીને મને જીવતા આવડે છે
મને સત્યને જુઠ સાથે બાખુબીથી સિવતા આવડે છે
સમય જ કહી દેશે પડદા પાછળની સઘળી હક્કીત
લાગણીના બાગમાં પ્રિતના ફૂલને ખિલતા આવડે છે
એ તો હમેશાંની માફક ચુપ રહેવાનું પંસદ કરે છે
એ મૌન સંવાદો મને એકને જ જિલતા આવડે છે
ખુટી નથી,એના કાજે તો સાચવી રાખેલી લાગણીઓ
રખે એ માંગે તો,મારી રીતે મને ધીરતા આવડે છે
ઝંખનાઓનો પાર આવે નહી,ને દરેક સાંજ એને માંગે
પ્રેમની જાતને ભૂતકાળ તો સરસ વાગોળતા આવડે છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
એની હયાતીનો ભેદ હવે ખૂલી ગયો છે
હવાને જોરે ઉડતો પરપોટો ફૂટી ગયો છે
માફી માંગીનાર દુનિયામાં મહાન નથી
એ માફી દેનારનું સર્વસ્વ લૂટી ગયો છે
કૈફ ને ગુમાન હતું કૈક હોવાપણાનું એને
દુખ આપી એ ભોળપણમાં ભૂલી ગયો છે
મિત્રતાના નામે ભાવ ભરપૂર મળતો હતો
ત્યાં રૂદનનું દુઃખ પારાવાર મુકી ગયો છે
કેટલા જ્ન્મની વેદના એક પંળમાં દીધી
સુખ ને ખૂશીનું ત્યાં ગળૂં ટૂપી ગયો છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
વેદનાઓને ઉતસ્વ માનીને હું મનાવતો રહ્યો
માનવ થૈ ઝંખનાઓનું તાપણું તપાવતો રહ્યો
લગાતાર દુઃખ સહે છે અણસમજનાં પ્રહારોથી
સમજણ આવી ત્યાં સુધી એને સતાવતો રહ્યો
ગંજાવર ભૂલ કરીને તમે પસ્તાવો ન કરો હવે
માનવ થઇને ઇશ્વરની ઉપેક્ષા સદા કરતો રહ્યો
અંત આવશે નહી તે આપેલી વેદનાઓનો કદી
કારણવિના અકારણ એને સદા સતાવતો રહ્યો
પસ્તાવાના ઝરણ તો ઠીક સાગર સુકાઇ જશે
આખી જિંદગી રડી શકે એ ફરજ બજાવતો રહ્યો
કહે છે હર ઝખ્મને સમયનો મલમ રૂઝાવે છે
દરેક સમયે નવા ઝખ્મોને તું સજાવતો રહ્યો
ના હોય મૌસમી માહોલ એના વિના કવનમાં
માનવ થઇ તું કિસ્મતને પણ પડકારતો રહ્યો
(નરેશ કે.ડૉડીયા)
——————————————–
ઝંખના હવાની કરૂં છું ને તું ખૂશ્બૂ બની વિખરાઇ છે
વિના મૌસમે ફૂલ જેવું સ્મિત મારા હોઠે હરખાઇ છે
સુખ,આંનદ મારી જિંદગીના અભિન્ન હિસ્સા બન્યા છે
તારા વર્તનમાં મારું હોવાપણું સ્પષ્ટ વરતાઇ જાઇ છે
એક ધારી સાંજો વિતાવી અંતે નવી સંધ્યા દેખાણી
રોજ સાંજે તારી યાદોનાં રંગીન પાલવ લહેરાઇ છે
અતિતના ઘાવનું અસ્તિત્વ વિલિન થયું તારા સ્પર્શે
ત્યાં આજે તારા સ્પર્શની ગુલાબી તાજગી છલકાઇ છે
અંત આવે નથી તારી રોજની અવનવી જાદુગરીનો
કલમ પકડુ ને દિલમાંથી શબ્દો કાગળમા લખાઇ છે
મૌસમની માફક તું સદા છલકાતી ને મલકાતી રહે
જરા ઉદાસ થાઇ ને જોને આંખ અમસ્તી ભરાઇ છે
સૌદર્ય સાથેની સાદગીમાં માનવતા તું સદા મહેકાવે
તું હુકમની અધિકારી છે,ને તારાથી સોરી કહેવાઇ છે
મહોતરમાં લાગણીની રેલમછેલમ તો રહેવી જોઇએ
તુ એકવાર મલકે,જોને સો-વાર આયખું મલકાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————
પરિસ્થિતી પહેલા જેવી યથાવત રહેતી નથી
પ્રેમ કરીને કહે છે કે હું કંઇ પ્રેમ કરતી નથી
એક જ સમસ્યા હોતી નથી આપણા બે વચ્ચે
આ જાત એવી છે મરવાનાં વાંકે મરતી નથી
આગ લગાવી છે રૂપની જયોતીએ આ દિલમાં
આગ ચાહતની એક વાર જલી તો ઠરતી નથી
તારે કદી નજીક નથી આવવું દરિયાને પામવા
નદી જોઇ સાગરમા ન ઉઠે એવી ભરતી નથી
જરા સી દૂરી રહે ને તારાથી સહન થતી નથી
કહે છે હવે આવી સમસ્યાઓથી હું ડરતી નથી
ચોમાસું તો એક બહાનું હોય છે ભીંજાવા કાજે
ભીંજાયને નિખરે નહી એવી કોઇ ધરતી નથી
મહોતરમાં નહી લખી શકે તારા નામ સિવાઇ
વાદીલી કલમ ચાલી તો પાછી ફરતી નથી
સજાવી છે તારા જ નામની જિંદગીની વંસત
તારા વિના આ ગઝલની ફસલ ફલતી નથી
નરેનને પામવા કોઇ બાધા ને આખડી રાખે
જોને મારા માટે લીધી માનતા ફળતી નથી
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
જીવનમાં એક ગુનાહ કરવાની સજા જીવનભર ભરવી છે
કોઇ ખૂબસૂરત ઓરતના દિલના દર્દની લૂટફાંટ કરવી છે
લાગણીની લપેટે લેવી,જેમ ઝાડને લતા વિંટળાઇ જાય
ને પછી બારેમાસ એ લાગણીની મૌસમ મારે લણવી છે
અછોઅછો વાના કરીને એને સદા ખૂશ રાખવી છે મારે
પાણી માંગે તો એને દિલની શરાબની પ્યાલી ધરવી છે
રંગોનાં અનુભવ ઓછા પડે મેઘધનુષી,એમ ચિતરવી છે
એની ખૂબસૂરતીના બધા રંગોની રંગીન ગઝલ લખવી છે
એના મિજાજની માયાને મન ભરીને માણી લેવી છે મારે
ઇશ્વરીય કેફ ભરેલી એ માનૂનીની દરેક અદાને ખમવી છે
પ્રત્યેક અદા પરમ-સમિપે નિહાળવાનો મોકો ચુકવો નથી
ચિત્રકારની અદાથી એ દરેક ખૂબીને બાખુબી ચિતરવી છે
એ કાજળભરી આંખોમાં કૈક કાવ્યોના ઉતારા હોવા જોઇએ
ભવસાગર પાર કરાવે મારા માટે એ આંખોમાં વૈતરણી છે
એ કહે તો મૌસમ બનીને સદા વરસતો ને તરસતો રહું
બારેમેઘ ખાંગા બનીને વરસી જવાઇ એવી એ ધરણી છે
મહોતરમા,સદા તમારા શરણે રહેવામાં રંગત જ રહેવાની
આખી જિંદગી મૌજથી ભરતો રહું એવી તું મારી ખંડણી છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
અકારણ આ દુનિયામાં કદી કોઇ પ્રેમ કરતું નથી
પ્રેમ થયા પછી દિલને સાચું કારણ મળતું નથી
રોકી શકાય તો રોકી લો તમે અનેક વાડ બાંધી
પ્રેમ થયાં પછી દુનિયાનું કોઇ બંધન નડતું નથી
કરે ભલે વાયદા અને વચનોની લહાણ તો લોકો
સાચા પ્રેમની દુનિયામાં બોલીને કોઇ ફરતું નથી
પ્રેમનું પુષ્પ હમેશાં વિશ્વાશની ડાળ પર જ ખીલે
અને અનેક પાનખરો પછી પુષ્પ કદી ખરતું નથી
ભલે જલે અબુધ પરવાના સમાની જલતી જાળે
પ્રેમનું દિવ્યકિરણ તો અંધકારથી પણ ડરતું નથી
જલાવે ને તપાવે છે,ઔકાત ખપાવી જાય પ્રેમ
વિશ્વાસથી થાય પ્રેમ,કોઇ વાત એ સમજતું નથી
પ્રેમી તો આંખેથી આંધળા ને કાનેથી બહેરા હોય
બે ધડકતા દિલોને આંખ-કાન સાથે બનતું નથી
લખનારા લખી ગયા પ્રેમની મીઠી મજાની વાતો
પ્રેમની દુનિયામાં આવી વાતો કાને ધરતું નથી
મહોતરમાં,શું તમને પણ અકારણ લોકો પુછે છે?
પ્રેમમા આવા સમિકરણૉનું કારણ તો સરતું નથી
ના ડરો તમે દુનિયાનાં તીખા કટાક્ષ ને વ્યંગથી
પ્રેમ સુરજનું કિરણ છે,છુપાવાથી એ છુપતું નથી
તું જ ગમી છે સળંગ હ્રદય સુધી મહોતરમાં મને
તારા સિવાઇ કોઇનું સ્થાન હ્રદયને જ ગમતું નથી
જલી જઇશ,મરી જઇશ,જાન આપીશ તારા માટે
પ્રેમમાં લડવાથી કે મરવાથી વાતોથી વરતું નથી
ગજબ કરી છે તારા નામની જાદુગરીએ મહોતરમા
તારા નામ વિનાની મારી ગઝલ કોઇ પઢતું નથી
(નરેશ કે.ડૉડીયા)
——————————————
અભિમાન ના થયુ મશહુર થવાનું મને
ગમે છે તારા નામે મગરૂર થવાનું મને
અંત ને આદી સુધી તો તને માની છે
ગમે છે તારા નશે ચકચુર થવાનું મને
નથી મળ્યો એવો મોકો કદી જુકવું પડે
તું કહેશે તો ગમશે મજબુર થવાનું મને
અંધારામાં વિતાવી છે જિંદગીની સાંજ
ગમશે તારી સવારનું નુર થવાનું મને
પાસોપાસ નહી તો યાદોમાં રહેજે તું
નહી જ ગમે તારાથી દુર થવાનું મને
તાલ,લયમાં જાત ને અક્ષરો આવ્યા
ગમશે તારા ગીતોના સુર થવાનું મને
મહોતરમા,તારા પેરની આહટ બનીશ
ગમશે ગોરા પગનું નૂપૂર થવાનું મને
(નરેશ કે.ડૉડીયા)
———————————————————–
નથી ભરવી અંજલી,ન રહી તાકાત પારકા પૂન્યમાં
મારા સર્વ કર્મનું ફળ છે,એને પ્રેમ કરવાના પુન્યમાં
રહેતો હતો કયારેક હું તોરતરીકા ને અસલ મિજાજે
એને મળી ને લાગ્યું,કે સાચી મજા છે અહંકારશૂન્યમાં
અભરખાઓની ઉછામણી રોજ રોજ બોલાવા લાગી છે
કાનમાં ફૂંકેલા શબ્દોનું પરિવર્તન થયું મંત્રના મૂલ્યમાં
રોજ આવે છે ને જાઇ છે અંસખ્ય ખૂબસૂરત ચહેરાઓ
નથી જચતો કોઇ ચહેરો મહોતરમાનાં ચહેરાના તૂલ્યમાં
એની પરમસમિપે રહેવામાં જ કેમ ધન્ય અનૂભવો છો
પ્રેમિકા સિવાઇ એનું સ્થાન પણ હોવું જોઇએ પૂજ્યમાં
(નરેશ કે.ડૉડીયા)
—————————————————————
તને યાદ છે!આ દિવસે શીશીરની સવારે તને જોઇ હતી
એ દિવસથી જ તને ચાહીને મેં મારી સહજવૃતિ ખોઇ હતી
નહોતો ત્યારે મારી આંખોને જળ સાથે કોઇ જાતનો સંબધ
અને પછી તારા વિરહમા આંસુઓથી મેં આંખોને ધોઇ હતી
…
આ ગઝલ કવિતા તને મળ્યા પહેલાં શોખથી લખતો હતો
તારા નામે લખેલી ગઝલ એ શાયરની પહેલી જનોઇ હતી
હાલ મારી ચીતવૃતિનો ખળભળાટ પહેલા જેવો સહજ નથી
આ લાગણી ઝંઝોડી એવી તારા જેવી બીજી કયાં કોઇ હતી?
બધા સંબધોનું નામ હોવું જરૂરી નથી,જે બે વ્યકિતને જોડે
એવાં સંબધોનું નામ પાડે એવી દુનિયામાં કયાં ફોઇ હતી?
ના જાઇએ એવી જગા એ જ્યાં પ્રેમ-દોસ્તીનું મુલ્ય ન હો
વફાદારી ને સમજણ ન હોય એ સંબધોમાં આંખો રોઇ હતી
અમસ્તું કશું બનતુ નથી,અહિંયા એના કારણૉ શોધો નહી
મહોતરમાં લાગણી સીવી શકે એવી તારી પાસે સોંઇ હતી
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
જિંદગીને જીવી જવાની હવે બહું મમત છે
તમારી લાગણીનું એક જ કારણ સખત છે
ઉંમગોની ઉછામણી રોજ અહિંયા થાઇ છે
જીવંત જીનાલયમાં તારા નામે બરકત છે
રોજ રાતે સપનાંમાં કોઇ ખાતર પાડે છે
અમોને ખબર છે કે તમારી જ હરકત છે
અમોને જાણ થઇ કે એકલતા સતાવે છે
કારણ જ એ રહસ્યમય અને રસપ્રદ છે
ના મળવાના બહાનાં બહું બતાવ્યા તમે
આવોને તમે મૌસમ મસ્ત ને ફૂરસદ છે
કોઇ બંધનનાં નામનું જોખમ તો છે નહી
તારા નામે કંઠી પહેરી ને નરેન સંત છે
કોઇ પ્રકારનાં લખાણૉ આપણી વચ્ચે કયાં?
ને બેહ્રદયે છુપા લાગણીના દસ્તખત છે
કયાં સુધી છુપાવી રાખશો બાવરી નદીને
જેને દરીયાની પ્યાસની મીઠી આદત છે
ભારે કરી છે મહોતરમાં તમારી આદતોએ
દોસ્તીના નામે પ્રેમમાં કેટલી મસક્ત છે
ખૂશ હોય કે ઉદાશ,તારી હાજરી જરૂરી છે
બધા જાણે,મહોતરમાં નરેનની વંસત છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
આસપાસ એક જ વ્યકિતનું હોવું કેમ લાગે છે?
એની પ્રતિક્ષાનું તીર હ્રદયને જ કેમ વાગે છે?
વિજોગણી સાંજ,વિધવા એકલતા કેમ ભાસે છે?
ને ઉદાસ આંખો એની છબીને જ કેમ તાકે છે
પરિસ્થિતી યથાવત રહેતી નથી ઉર્મિની ત્યારે
એના આગમને નવા જ પ્રકારની ઉર્મિ જાગે છે
સંજોગો આવે છે માનવીના જીવનમા એક વાર
ને કોઇને ફરજિયાત ચાહવાની પડઘમ ગાજે છે
મન,મસ્તક ને સજોગે લયબધ્ધ રીતે વર્તે છે
આંખમા વસનારાની લય ધડકનની તાલે છે
દૂર રહેવું જરા પાલવે નહી તોય દૂરી સતાવે
ચાહતોની ગુંજ દૂર રહેનારાને નજીક લાવે છે
લખીને લખીને કેમ એક જ શબ્દ ઘુટયા રાખો?
હું તો ઠીક આ કલમ પંણ મહોતરમાને ચાહે છે
તમારી દિવાનગીની ચર્ચા સરેઆમ કેમ ચાલે?
મહોતરમા,નરેન પોતાની જાતથી વધું ચાહે છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————
તમને જ કેમ ચાહવું એવી તમે આદત પાડી છે
ને લગાતારા મને તમોને ચાહવાની લત પડી છે
સુકાભઠ જેવી સંવેદનાં કયાં વહેંચી શકવાનો હતો
ખબર નોતી બરફ જેવા માનવીની અછત પડી છે
તમારામાં એવું તે શું ભાળી ગયો હું માનવી થઇ
તમોને દેવી સ્વરૂપે ભજવાની ભેદી હાકલ પડી છે
અભિમાન હું મારૂં ક્યાં સુધી ટકાવી રાખીશ બોલો
નમી જઇશ તમારા પગમાં મારી ચાહત પડી છે
કેમ તમારૂં જ નામ ચર્ચામાં ચકડૉળે ચડતું રહે છે
ને કૈક માનૂનીઓની મારી પાછળ આફત પડી છે
લાગણીઓને લણવાની બારેમાસની મૌસમ પણ તું
તમારે કાજ ગઝલ લખવાની જરૂર સખત પડી છે
મધ્યા બની તોયે રૂપરંગની રેલમછેલ તું બોલાવે
મારા કાજે મને લાગ્યું જાત તારી અક્ષત પડી છે
રોજરોજ તું મળતી રહે છે નવાનવા વિચારો જેમ
તોયે લાગે કે હજું પણ તારામાં કૈક રંગત પડી છે
એક કારણથી કોઇને ચાહવુ,એ કારણ દેખાઇ નહી
તને ચાહવાના કારણોની તારામાં લાગત પડી છે
મહોતરમા,ચહેરાની લાલીનું રહસ્ય સમજાઇ ગયું
નરેનની ચાહતની અસર ચહેરે બહું મસ્ત પડી છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————
મારી ભીતર એને છાનુંમાનું પચાવી પાડેલું સ્થાન છે
અને હવે એ સ્થાનેથી મારી લાગણીઓના પ્રસ્થાન છે
રણસમાં સુકાભઠ જેવો મારા આત્માનો ઉતારો જે હતો
ત્યાં એના આગમને લીલીછમ્મ લાગણીઓનાં ઉધાન છે
કિસ્મતનાં ખેલને સમજવાનો મોકો મને રોજ આપે છે
એની હથેળીની રેખાનો મારા ટેરવેથી નવાં સંધાન છે
એક એક લુગડુ એની કાયા પર સજવા આતુંર હોય છે
સજાવટ જાણે એવી કે વસ્ત્રો નહીં રંગોનું પરિધાન છે
યતિમ હતા જે મારા અરમાનો આજે ખિલખિલ હસે છે
મહોતરમાને એ રીતે વળગે છે જાણે હેતાળ ધામ છે
ચો-દીશામાં ભટકતી નજર આજે એક દિશામાં સ્થિર છે
એનાં ચહેરા પર ટકી રહેવા માટે નજરને પ્રાવધાન છે
નરેન,કેટલું કલમ લખશે નારીનાં કાયમી સ્થાન માટે
મહોતરમાનાં નામે જ લખવું એવું દિલમાં સંવિધાન છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
એક વિતેલી વંસતની લાગણીનું સંતાન છું
તારા કાજે પાનખરમાં ટકી ગયેલું પાન છું
વિતી ગયેલી કાલને પગતળે દબાવી રાખી
દિવસનાં પહેલા ચોધડીયાનું અભિમાન છું
પહેચાન શબ્દોની રોજ કરાવતો રહીશ તને
લાગણીની તર્જોમાં સજાવેલું મધુરું ગાન છું
ચોતરફ તારા વિજયી પતાકા લહેરાવીશ
તારા ઘાવોને ખૂશીથી સહેનારી હું ઢાલ છું
તારા સૌંદર્યનું તેજ ઝળહળતું રહે એ કાજે
સુરજ જેમ ચમકું હું,રાતોનું અપમાન છું
ભૂખ ને દુઃખ સદા દૂર કરી શકું એ કાજે
તન ને મને તૃપ્ત કરવા સદા સભાન છું
ઇશ્વરને પણ મૌજ પડે છે ધરતીને જોઇને
લાગણીની ધરતીનું પ્રકૃતિદત્ત ઉધાન છું
તારા પડછાયો બની રહેવાની ખસલત છે
ફાવેન ફાવે,તારું જ હું માન-અપમાન છું
મૌજની લહેરોની સફર હવે આસાન લાગે
ગઝલખેડુંની હલેશા જેવી કલમની શાન છું
તાલ,માલ,તાસીરો જુદો તરી આવે મારો
કૈક માનૂનીને ગમે એવું ખૂદાઇ ફરમાન છું
ભલે ભટકતો રહું વણજારો થઇ ચોદિશામા
તું મંજીલ છે એટલે મારામાં ગુલતાન છું
મહોતરમાં તારો પરચમ લહેરાવી દીધો છે
તારા નામની ગઝલોથી સજેલી કમાન છું
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
મારી હસ્તીની પરવા કરતો નથી તને મળ્યા પછી
અહલ્યા સમ લાગણી રડશે નહી તને સ્પર્શ્યા પછી
જાણી નહોતી મેં આંસુની કિંમત તને મળ્યા પહેલા
પૂરી કિંમત ચૂકવી છે વિરહમાં એ આંસુ ખર્યા પછી
અજાણ્યા માનવીમાં લાગણીના ફૂલ કેમ ખિલતા હશે
સુંગધી થઇ હતો,મારા માટે તારું સ્મિત સર્યા પછી
એક વેંત ઉંચાં ચાલવાની આદત મારી હમેંશાં હતી
દંડવત થઇ ગયો હતો,મારી દેવી તને નમ્યા પછી
લાગણીના દરિયાની ઉંડાઇ તારી માપી ન શકયો હું
લાગણીભીનો થઇ ગ્યો,લાગણીનો દરિયો તર્યા પછી
પરિચય એનો થયો નહોતો ત્યાં સુધી અમાશ હતી
ચમકી ગ્યો કવિ મહોતરમાં નામે ચાંદ ખિલ્યા પછી
આમ તો તમે સંળગ ગમો મને,તો યે ફરીયાદ કરૂં
પ્રેમમાં મજા આવે પ્રેમીને ખોટી ફરીયાદો કર્યા પછી
ઓ જિંદગીનાં પ્રથમ પ્રેમ મારી જાન આપી તો દઉ
મારી કબરમાંથી તને ચાહતો રહીશ સદા મર્યા પછી
કિસ્સા નહી લખાઇ આપણા પ્રેમનાં છુટક છુટક વ્હાલી
એક ગ્રંથ બનશે તારા નામે મારી ગઝલો લખ્યા પછી
નરેન,દિવાનગીમાં હદ વટાવી દીધી મહોતરમા કાજે?
મળી છે મસ્ત મહોતરમાં મને પૃથ્વિ આખી ફર્યા પછી
(નરેશ કે.ડૉડીયા)
———————————————————
અંત્યત નરમાશ ને મૃદુતા જેની વાણીમાં છલકાઇ છે
મીઠું મજાનું બોલીને મારી સામે મનોમન મલકાઇ છે
આયખાની અધુરપ શ્વાસોની ગરમાહટમાં ઓગળી ગઇ
ને આંગળીનાં ટાંકા ભીડવામાં ખાલી જગા પૂરાઇ ગઇ
સૌંદર્ય પ્રસાધનોનાં ઇસ્તિહારો ફિક્કા લાગે એ હસે તો
ગુલમહોરી રંગોની અસલિયત એના ગાલે હરખાઇ છે
અવાજમાં કસક સાથે માસુમિયતને માણતો રહું સદા
ને મોબાઇલ કાને મુકતાં હ્રદયમાં વાઇબ્રેસન થાઇ છે
મહોતરમાં કેટલી પ્રસંશા કરતો રહું છું સદાઇ ગઝલમાં
તારી છબી જોઇ અક્ષરોને અચાનક તાન ચડી જાઇ છે
જિંદગીમાં હરખનાં પ્રસંગોનાં હેલી તહેવારો સમી લાગે
તારા મજાના વહેવારોમાં દિનરાત દિવાળી ઉજવાઇ છે
આમ તો આપણું હોવું કોઇ બે કરતા એકનુ લાગે હવે
દૂરી છે છતાં તારા દિલમાં મારૂં હોવાપણું પરખાઇ છે
ગઝલ,કવિતા તારા કાજે લખવી મારી દિનચર્યા બની
માનુનીઓ વચ્ચે’મહોતરમા’ કોણ એ ચર્ચા ચર્ચાઇ છે
કશું વિવિદાસ્પદ હોતું નથી બે દિલોને મળવું જ હોય
બાંસુરી ક્રિષ્નાની બાજે તો’રાધા’નામ જ સંભળાઇ છે
પરિણામોની ચિંતા કરવાની હવે આદત રહી નથી મને
લાખો ખૂબસૂરત ચહેરા ભૂલી’મહોતરમાં’શબ્દ લખાઇ છે
‘નરેન’ખુલ્લેઆમ કવનોમાં એનું નામ કેમ લખ્યું તમે?
આંખોની ભાષા સમજનારને જ મારી ગઝલો વંચાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————–
એક કવિ કવિતાને લખવા દિલમાથી શબ્દો સેરવે છે
જાણે ઉચકેલા ગોવર્ધનનો સઘળૉ ભાર એના ટેરવે છે
જરા પણ દલિતપણું દેખાંતું નથી એના શબ્દવૈભવમાં
કૈંક શબ્દોનાં સોદાગરનાં ગઢનાં કાંગરા એ ખેરવે છે
…
લોહી ભીના પ્રાસ વચ્ચે એની પોતિકી વંસત મનાવે
ઉર્મિકવિતા રચીને માનૂની પાસેથી એ ફૂલો મેળવે છે
એક નારી કાજે લખવાની કસમ ખાધી એમ લાગે છે
એ જ સ્ત્રીમાં અપ્સરાથી દેવી સુધીના ભાવ ભેળવે છે
અંહકારને મિથ્યા માનનારો એ નિંરકારી અલગારી છે
તો યે કૈક માનૂની એની જ ચાહતોની માળા ફેરવે છે
વખતસર એની હાજરી પૂરાવે છે એના ચાહિતા કાજે
મહોતરમા શોધતી નજર હોય,ને એના હાથ નેજવે છે
પ્રેમનું માપ ના હોય આખરે એને પણ સમજાઇ ગયું
તો યે કિસ્મત હમેંશાં બધાના ગજા પ્રમાણે વેતરે છે
મકતાનો શેર એ માનૂનીનો ઇજારો હોય એવુ લાગે છે
બધા જાણે છે મહોતરમાંની ચાહત નામે શું રેળવે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————–
અંત્યત નરમાશ ને મૃદુતા જેની વાણીમાં છલકાઇ છે
મીઠું મજાનું બોલીને મારી સામે મનોમન મલકાઇ છે
આયખાની અધુરપ શ્વાસોની ગરમાહટમાં ઓગળી ગઇ
ને આંગળીનાં ટાંકા ભીડવામાં ખાલી જગા પૂરાઇ ગઇ
…
સૌંદર્ય પ્રસાધનોનાં ઇસ્તિહારો ફિક્કા લાગે એ હસે તો
ગુલમહોરી રંગોની અસલિયત એના ગાલે હરખાઇ છે
અવાજમાં કસક સાથે માસુમિયતને માણતો રહું સદા
ને મોબાઇલ કાને મુકતાં હ્રદયમાં વાઇબ્રેસન થાઇ છે
મહોતરમાં કેટલી પ્રસંશા કરતો રહું છું સદાઇ ગઝલમાં
તારી છબી જોઇ અક્ષરોને અચાનક તાન ચડી જાઇ છે
જિંદગીમાં હરખનાં પ્રસંગોનાં હેલી તહેવારો સમી લાગે
તારા મજાના વહેવારોમાં દિનરાત દિવાળી ઉજવાઇ છે
આમ તો આપણું હોવું કોઇ બે કરતા એકનુ લાગે હવે
દૂરી છે છતાં તારા દિલમાં મારૂં હોવાપણું પરખાઇ છે
ગઝલ,કવિતા તારા કાજે લખવી મારી દિનચર્યા બની
માનુનીઓ વચ્ચે’મહોતરમા’ કોણ એ ચર્ચા ચર્ચાઇ છે
કશું વિવિદાસ્પદ હોતું નથી બે દિલોને મળવું જ હોય
બાંસુરી ક્રિષ્નાની બાજે તો’રાધા’નામ જ સંભળાઇ છે
પરિણામોની ચિંતા કરવાની હવે આદત રહી નથી મને
લાખો ખૂબસૂરત ચહેરા ભૂલી’મહોતરમાં’શબ્દ લખાઇ છે
‘નરેન’ખુલ્લેઆમ કવનોમાં એનું નામ કેમ લખ્યું તમે?
આંખોની ભાષા સમજનારને જ મારી ગઝલો વંચાઇ છે
(નરેશ કે.ડૉડીયા)
——————————————————
દોસ્તી પછી પ્રેમ થાઇ તો લાગે ગોડ તો ગ્રેટ છે
ને એ સાબિતી રૂપે મારી સામે માત્ર તું એક છે
દર્દ ટપકાવે છે ગઝલ-કવિતામાં કવિ ને શાયરો
તારા નામે ખૂશી છલકાવવી,એવી મારી ટેક છે
દરેક કિસ્સો જિંદગીમાં કેમ અધુરો લાગે છે મને?
તારા વિનાં સતત લાગે કે જિંદગી મારી ફેક છે
મળી જાઇ ઇશ્વર તરફથી અચાનક ગમતી ભેટ!
મને લાગ્યું કે ઇશ્વરીય બેંકનો તું બ્લેન્ક ચેક છે
સૌંદર્ય ને અદભૂત કેશ તારી ઓળખાણ નથી
માનવિય મુહોબ્બતથી છલકતો તું મારો કેફ છે
ફેસબુકમાં ફરીફરીને કેટલી પ્રોફાઇલ ફરતો રહું?
વિસામાં માટે તારી પ્રોફાઇલ મનગમતું પેજ છે
ગમતા રહેવાં માટે લાઇક કે કોમેન્ટ કાફી નથી
કોમેન્ટમાં છુપાઇ જાઇ છે,સંબધ આપણૉ પેક છે
ચાંદનીની જેમ ધવલદેહને ચમકાવતો રહીશ હું
તારા નશીબનાં શુક્રનાં તારાનું નરેન તેજ છે
દરિયા પાર એક પરવાના કાજે જલે સમાઓ
ચિરાગ અને સુરજમાં મહોતરમાં કૈક તો ફેર છે
એવા ક્યાં કારણથી તને ચાહવી એ ફરજ બને
એક જ કારણ નથી,કારણૉ તો એવા અનેક છે
બળી બળીને શુ કરીએ,અંતે આયખે ઠંડક અડી
તારા સમીપે હિમાલયની શીત પગદંડી ઠેઠ છે
વિધાતાને લેખ બદલવા પડે છે ચાહનારા કાજે
તારું મને મળવું એ વિધિના બદલાયેલા લેખ છે
આયખું જાણે કેમ ટુકુ પડે રે મારૂં ઓ ગીરધારી
મહોતરમાં જાણે રાધા ને મીરાનો જ મનેખ છે
(નરેશ કે.ડૉડીયા)
—————————————————–
જિંદગીને જીવી જવાની હવે બહું મમત છે
તમારી લાગણીનું એક જ કારણ સખત છે
ઉંમગોની ઉછામણી રોજ અહિંયા થાઇ છે
જીવંત જીનાલયમાં તારા નામે બરકત છે
રોજ રાતે સપનાંમાં કોઇ ખાતર પાડે છે
અમોને ખબર છે કે તમારી જ હરકત છે
અમોને જાણ થઇ કે એકલતા સતાવે છે
કારણ જ એ રહસ્યમય અને રસપ્રદ છે
ના મળવાના બહાનાં બહું બતાવ્યા તમે
આવોને તમે મૌસમ મસ્ત ને ફૂરસદ છે
કોઇ બંધનનાં નામનું જોખમ તો છે નહી
તારા નામે કંઠી પહેરી ને નરેન સંત છે
કોઇ પ્રકારનાં લખાણૉ આપણી વચ્ચે કયાં?
ને બેહ્રદયે છુપા લાગણીના દસ્તખત છે
કયાં સુધી છુપાવી રાખશો બાવરી નદીને
જેને દરીયાની પ્યાસની મીઠી આદત છે
ભારે કરી છે મહોતરમાં તમારી આદતોએ
દોસ્તીના નામે પ્રેમમાં કેટલી મસક્ત છે
ખૂશ હોય કે ઉદાશ,તારી હાજરી જરૂરી છે
બધા જાણે,મહોતરમાં નરેનની વંસત છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————
જેમ જેમ હું તારો થતો ગયો એમ કલમ સજતી ગઈ
નાજુક નદી જોઇને દરિયાની પ્યાસ જાણે વધતી ગઇ
ચોવીસ કલાક તારા વિચારોમાં ઘડીના કાટા જેમ ફર્યો
અંતે કમાન જેને લાગણીની કહેવાઇ છે એ છટકી ગઇ
…
કઈ જાતની કમનિય વંસતનો માહોલ છવાતો પ્રાસમાં
તારા નામની ગઝલથી કવનવૃક્ષની ડાળી નમતી ગઇ
પરિણામોની પરવા ને ચિંતા કરવાની છોડી દીધી અમે
તારા પર મારી લાગણીની પકડ ધીરે ધીરે કસતી ગઇ
ના જોઇ એવી સૌંદર્યની નજાકત તારા એકમાં જોઇ ને
મારી સીધી નજર કાજળભરી આંખો જોઇ છટકી ગઇ છે
બહું મજાની લાગે દુરસંચાર થકી ગોઠડી તમારી સાથે
સંવાદો થકી સંવેદનાંઓ તારી જાતમાં સરતી ગઇ છે
મહોતરમાં સૌંદર્ય હોય ત્યાં ખૂબસૂરત રહસ્યો સદા રહે
મારી ગઝલો એ ખૂબસૂરતીના રહસ્યોમાં પલતી ગઇ છે
અકકડ થઇને ફરતો હતો આ અલગારી પોતિકી અદામાં
મહોતરમાં તારી ખૂશી કાજે મુખે દુવા નીકળતી ગઇ છે
દુર રહી બેજીવોને જોડી રાખવાની તારી કલા કમાલ છે
સહિયારા ગીતોની ધુન પોતિકી તરજોમાં ઢળતી ગઇ છે
નથી સમજાતા આ બંધનના રહસ્યો નરેન જેવા કવિને
ગઝલોમાં મહોતરમાં નામની વંસત હવે ખિલતી ગઇ છે
તારી આદત હ્રદયની જેમ મારા ટેરવાને પડી ગઇ છે
મોબાઇલના કીપેડમાં આ ટેરવાની જાત ભટકી ગઇ છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————
મારા પ્રેમની સહસ્મિત અસર પડવાની,
હું તને ચાહું બધાને એ ખબર પડવાની;
નામ તારું જ લેતો રહીશ મહેફીલો મહી
તારી હાજરી પર લોકોની નજર પડવાની
છુપાવી રાખું કયાં સુધી ખાનગી રેખાને?
હથેળીમાં ના દેખાઇ ત્યાં કસર પડવાની
પરિક્ષા લીધા કરે છે એ ઇશ્વરના નામથી
રોજ તારા નામે નવી અચરજ પડવાની
તું કહે દેવી,માનવમાંથી દેવ બની શકું
ને દેવલોકમાંથી દેવની અરજ પડવાની
મહોતરમાં રિવાજોને કોરાણે મુકતા શીખો
પછી જે થાય,જમાનાને ગરજ પડવાની
તારા નામે લખી મુસલસલ ગઝલો અમે
મને જોઇ મીઠું હસવાની ફરજ પડવાની
(નરેશ કે.ડૉડીયા)
————————————-
તુ હવે મારી છે કહેવામાં નાનપ નથી
લાગણીને તારા સિવાઇ કૈં જંપ નથી
ચાતરવામાં ને કાતરવાનો ફર્ક સમજો
હવાને કોઇ પણ જાતની કૈં લપ નથી
તું કહે એમ કરવાની આદત પડી ગઇ
હ્રદયને તું જો,દિમાગની આદત નથી
નથી જોઇતો મારે પ્રકાશનો પડછાયો
હવાને હવે બુઢા ચિરાગની ખપ નથી
રંગ ભલે બદલો,સંગ ના બદલો તમે
પ્રેમ કરનારો દરેક માણસ સંત નથી
માંગવાની આદત પહેલીવાર પડી છે
આપણૉ વહેવાર હવે કંઇ અંગત નથી
ભલે જાકારો આપે,કે દિલમાં પુરી દે
તું પણ કહેશે તારા જેવી રંગત નથી
સમજવું હોત ને સમજાવવું હોત તને
હું લખી શકુ એ લાગણીનો ખત નથી
તારૂં ના હોવું ને નિર્જીવ કવિતા બને
વિનાં તારા ભાવ એવો’સખત’નથી
મહોતરમાં,જિંદ અને વાદ તને ફાવે
નરેન જેવો કો મહોતરમા-પરસ્ત નથી
(નરેશ કે.ડૉડીયા)
———————————————-
એક ટહુકા કાજે અમે વંસતને છેહ દીધો
લીલા દુકાળમાં અમે આંખોથી મેહ પીધો
એક જ પીંગળા નહોતી ફરતી આસપાસ
ક્રીષ્નાથી ભરથરીનો અનુકુળ વેશ લીધો
…
ઝંખનાની ટંકોરી વગાડતા રહ્યા અકારણ
લસરી ગયો ખંભેથી અમારો ખેસ સીધો
ડૂબતા સુરજને ચાંદની કેમ ખટકી ગઇ’
સુરજને કહ્યું તને તો સદા ડૂબતો દીઠો
એક દિવસ એને કહ્યું રૂબરૂ આવી મળૉ
કશું બોલ્યા નહી ને દરવાજો બંધ કીધો
પુછીપુછીને બધા થાક્યા મહોતરમા કોણ
જવાબ નહી મળે,આ કવિ તો છે મીંઢૉ
(નરેશ કે.ડૉડીયા)
————————————————
બસ હવે તો તારી જ મુહોબ્બત કાફી છે
લાગે છે ખુદાની પણ સાચી ઇન્સાફી છે
એક પણ ગુનાની સજા મને મળશે નહી
ઇશ્ક કરનારાઓને ખુદા તરફથી માફી છે
લાગણીની ખાતાવહી ખતવીને થાક્યો છું
રોજ જોંઉ છું,તારી ઉધારી જ બાકી છે
દેતા દેવાઇ જાઇ છે કસમ અને વચનો
અમલ કરે ન કરે તારી જ મનમાની છે
નમવાની આદત તને જોઇને જ પડી છે
મુળમાં અમારી જાત પણ અભિમાની છે
જાત ભલે ને મારી હિંદુની રહી મુલ્લાઓ
સુફી જેવા ઇશ્કમાં અંદાજ મુસલમાની છે
કાફીર કહેશો તો યે કોઇ ફિકર નથી હવે
બંદગી સનમની એ,ખુદાની ફરમાની છે
તને ચાહવાની મે ભારી કિંમત ચુકવી છે
ખૂબસૂરત માનૂનીઓ માટે તું પરેસાની છે
અદાકાર નહોતો મહોતરમાં,તમારૉ આશીક
કૈક માનુની આજે પણ નરેનની દિવાની છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————
હ્રદય પર હાથ રાખો અમે ત્યાં ધડકતા મળીશું
આંખ બંધ કરો અમે ત્યાં સદા સરકતાં મળીશું
ભલે તમે અમોને મળૉ સદા સપનામાં તો શું?
રાતનું હોય કે સવારનું અમે મલકતા મળીશું
તમોને ભલે ના ગમે અંધારી અમાશની રાત
કદી ના આથમે તારક,એવા ચમકતાં મળીશું
અમીભરી દ્રષ્ટિ કાજે જિંદગી વિતાવી નાખીશું
ને અંમૃતકુંભ સામે અમે સદા તરસતા મળીશું
આજે ભલે દિલમાં ના વસાવી શકો અમોને
કાલે તમારી આંખોમાંથી અમે વરસતાં મળીશું
ચાતકની જેમ અમારી તરસ જાગે તો કહેજો
વાદળૉની પાછળ અમે સદા ગરજતા મળીશું
મોકો આપો પવનની જેમ અદ્રશ્ય ર્સ્પશવાનો?
ને પછી તમારી ઊડતી લટૉમાં ફરકતાં મળીશું
એક વાર વ્હાલનો હવાલો અમોને આપી જુઓ
ને સદા તમારી લાગણીને કાજે ભટકતા મળીશું
લાગણીની ખાતાવહી કોરી ના રહે તમારી,નરેન
ને’મહોતરમાં’તમારી માંગણીને ખતવતાં મળીશું
(નરેશ કે.ડૉડીયા)
——————————————————————–
જિંદગીમાં એક વ્યકિતને કેમ આટલો પ્રેમ કરવો પડે છે
કદી કોઇને ન સમજાઇ એવો ખાલિપો કેમ ભરવો પડે છે
સંળગ તકદીર સાથે રહે એવા માનવી ઓછા જોવા મળે
લાગણીના ખાબોચિયાને દરિયો સમજીને જ તરવો પડે છે
હોય ઇશ્વર તો છપ્પનભોગ ધરીને એને મનાવી શકાય છે
ચાહિતાને કાજે તો અંતિમ લાગણીનો ભોગ ધરવો પડે છે
ગમતા ગમી ગયા,સંળગ ગમતા રહેવું અંત્યત જરૂરી છે
ગમતા રહેવા કઠણકાળજાનો માનવી પણ નરવો પડૅ છે
દૂરી સહન થાય નહી,લાગણીનો પ્રવાસ લાંબો રહેવાનો
દુર રહીને નજીક રહેવા,હ્રદય કાજે ધારો ઘડવો પડે છે
અટકળૉનો અંત કદી આવે નહી,અહિં અંતિમ કઇ નથી
ગમતી ડાળીઓમાં ધારણાથી વધું ફળૉનો ઢગલો પડે છે
ચાહતા જ રહેવું છે,ચાલ આજે તને ઇશ્વર કહી દઉ છું
એટલે જ મારે કવનમાં’મહોતરમાં’શબ્દ લખવો પડે છે
(નરેશ કે.ડૉડીયા)
————————————————————
આપણા સંબધની દુનિયા બહુ નાની બનતી જાય છે
હ્રદયમાં વસતી વ્યકિત પાપણે આવી લટકી જાય છે
હતો સહિયારો માહોલ,જ્યાં દિવાલો પડદા સમ હતી
હવે રોજ દિવાલોની લબાંઇ પહોળાઇ વધતી જાય છે
લાગણીઓના રસ્તાઓ પર નિરંતર સફર ખૂટતી નહી
હ્રદય ચોકે લાગણીને માપતી નિશાની બનતી જાય છે
આંસુની કિંમત અમુલ્ય ગણાતી જે માંની આંખનુ હોય
ને ઘરડાધરોમાં ઘરડાયુગલોની પથારી સજતી જાય છે
વેદનાઓની કિંમત એક સમયે દરેક માણસ સમજતો
બીજાની વેદના સમજનારાઓની વસતિ ઘટતી જાય છે
આંખોનાં પરિચયનું એક સમયે ચલણ ચાલતુ તું જ્યાં
આ ચલણ છાપતી ટંકશાળની નિશાની મિટતી જાય છે
નિરાકારી ઇશ્વર એક જ હોય એ દરેક ધર્મો કહે તો છે!
ને મંદિરોમાં આરતી,મસ્જિદોમાં નમાજો થતી જાય છે
એ તો મને જ્યારે મળે ત્યારે કહે છે’આવજો જરૂર ઘરે’
પ્રવેશંબંધી નોતી એ ઘરે જતા જાત કેમ ડરતી જાય છે
માનવતાના નાટકમાં એ અભિનય સરસ કરી જાણે છે!
બે ભાઇઓના ઝઘડામાં સરકારી નોટીસ બજતી જાય છે
આ કલમને તો શું,જેમ કહો એમ કર્યા કરે છે બાપડી
આજે ફૂરસદમાં દરેક ઝખ્મોને સરવાળે લખતી જાય છે
બનાવટી આંસુ,ને લાગણીની ઝેરોક્ષની દુકાન શોધું હવે
દિલથી લખવાની આદત’નરેન’ને મોંધી પડતી જાય છે
(નરેશ કે.ડૉડીયા)
———————————————————
પહેલી નજરમાં જ એ જ અમોને ગમી ગયા
કોઇ દેવી જોઇ ભાવક જેમ અમે નમી ગયા
જરા સરખી ટકોર સહન કરી ન શકીએ અમે
એના કાજે દુનિયાની અવગણના ખમી ગયા
જિંદગી રખડપટી પ્રવાસ સમી હતી અમારી
એના ઉતારે આવી અમે પ્રવાસી ટકી ગયાં
કિસ્સા કહાની બોલે હજુ હવાની રોજનીશીમા
ક્ષણૉની વાતોને જમાનાની કલમે લખી ગયા
બેપનાહ મુહોબ્બતની અસર કૈક બેફામ હતી
સીધા સાદા શાયરના તોરતરીકા છકી ગયા
પરમસમિપે અદભૂત લાવણ્યમય છટા હતી
એના દર્શના કાજે કૈક દેવદુતો અટકી ગયાં
રેશમી પ્રકરણૉની કિનખાબી માવજતો હતી
એ મસ્ત આંખોમાં તોરણ બની લટકી ગયા
ફૂલોને એની વેણીમા સજવાનું ગુમાન હતું
કંઇક ભંવરા સુંગધી સફર કાજે ભટકી ગયા
એ સૌંદર્યનું અંતિમ રહસ્ય એવું હશે જાણે!
એ નજાકતમાં હેલી બની અમે વરસી ગયા
નહોતી આવી વરણાગી અસર આ કલમમાં
એ મિજાજે કલમના તોરતરીકા છટકી ગયા
એવું શું અદભૂત રહસ્ય પામી ગયા’નરેન’?
‘મહોતરમા’નામે એક મહાકાવ્ય લખી ગયાં
(નરેશ કે.ડૉડીયા)
——————————————————–
ઝંખનાઓની જાન ખુદાને ત્યાં જોડવી છે
એની ડેલીએ કિસ્મતની લકીર મોડવી છે
જરા વ્હાલ દેખીને એ તો નમી જાઇ છે
હવે એને ફાવે એ લાગણીમા તોલવી છે
…
જોવી રાધાની ભકિત,ને મીરાની શકિત
ખાલી કે ભરેલ,એક મટકી તો ફોડવી છે
ખાટા કે મીઠા,ફળ કિસ્મતના ઝાડે ઉગે
ફળ ન મળે તો આખી ડાળ તોડવી છે
જીવતા જીવ નહી મળે તો વાંધો નથી
મરીને એના પાદરે જ ખાંભી ખોડવી છે
એ તો કદી બોલશે નહી મારે કાજે વેણ
એને ગમે એવી મારે વાણી બોલવી છે
ના થશે મજા કે ના મળે હવે જો સજા
એનો નશો હોય એવી બોટલ ખોલવી છે
હથેળી જોડી છે હવે મારે મિલાવી પડશે
ને જોડી રાખે એ રેખા મારે શોધવી છે
સુફી જેવો મિજાજ લઇને ફરે છે’નરેન’
કૈક માનુની ગમે એ મિજાજી મૌલવી છે
(નરેશ કે.ડૉડીયા)