પડતર રહે છે તોય આ  લાગણીની જાત છે
અડતા અડી લો તો સદા માંગણીની જાતછે

સાચી અદાની તો ખબર કેમ પડશે એમની
છંછેડશો તો જાણશો નાગણીની જાત છે

દળ્યા કરે છે રોજ જે ઓરવામાં આવતું
દીમાગ છે કે કોઇ એ ઢાકણીની જાત છે?

માપી શકો તો માપ લઇ લો તમે ખોલી હદય
સંવેદના મુંગી છતા માપણીની જાત છે

બળતા રહીએ ભર બપોરી સરીખા સાંજનાં
તાપી શકો ઇચ્છા તમે તાપણીની જાત છે

આવી શકો મારા નગરમા તમે પણ આવજો
રંગીન દિલમા જોઇ લો બાંધણીની જાતછે

-નરેશ કે.ડૉડીયા