સવાલો તું ઘણા કરીને થાકયો છે તો શું?
તુટેલી ડાળ પર જ આંબો પાકયો છે તો શું?

તને રાખે ભલે ગમે એ રીતથી તો શું થ્યું?
અવેજીમાં તને ભલેને રાખ્યો છે તો શું?

… નથી તું એમની હથેળીમા ભલે ને તો શું
કદી તારા નસીબથી તું રૂઠ્યો છે તો શુ

હવે અંધારને કદી તો ના પુછૉ મારું કૈ
ઘણી રાતો સુધી કદી તું જાગ્યો છે તો શું

અમે તો નામ તારું ઝંખ્યું તો હતું તો શું થ્યું
તમારા નામથી મને પીછાણ્યો છે તો શું?

પ્રકારો તો તમામ અજમાવી ચુક્યા તો શું થ્યું
ગઝલમાં ભાવ એક તારો નાખ્યો છે તો શું?

નથી મળતા નસીબના સાથ જાણૉ છો ને?
તને તકદીરના પનામાં માપ્યો છે તો શું

સદા લખતો રહે ગઝલને આપના તો નામે
નસીબે મૌનનો હુકમ જો આપ્યો છે તો શું?

મહોતરમાં તને અમે માંગી હતી તો પણ શું?
ઘણા એ તો મને કદી તો માંગ્યો છે તો શું?

(નરેશ કે.ડૉડીયા)

—————————-

મને હું જ હમણા મળતો નથી
અરીસો મહીં પણ જડતો નથી

બગીચે જતા ડર લાગે મને
ટહુકો જુનો એ જડતો નથી

હવે આંખમાં છે ખાલી-પણું
વિરહની ગઝલ હું લખતો નથી

સુનામી નદી ના લાવી શકે
હવે આહ દરીયો ભરતો નથી

હવે દમ નથી જે મારો હતો
હવે ખ્વાબમાં હું સરતો નથી

(નરેશ કે.ડૉડીયા)

————————————

લગાગાગા-લગાગાગા-લગાગાગા-ગાગાગા

જમાનાની બધી વાતો કહી ક્ષણની ભાષામાં
તરસની એ ગઝલને મેં લખી રણની ભાષામાં

લખેલા હોય છે કાવ્યો-ગઝલ ઝાડે ને પાંદે
તમોને વાંચતા ફાવે કદી જળની ભાષામાં?

બધા શોધી અને થાક્યા પવનની ભાષા શું છે?
ઉતર મળશે કદી રણમા,હશે ડરની ભાષામાં

બધી આશા અમે છોડી નહી દઇએ ઓ દરિયા!
કિનારેથી ઉતર દઇએ અમે ભડની ભાષામાં

સુનામીઓ હવે શુ આવશે મારા શ્હેરોમાં
ધરાને પણ જવાબો દઇ અમે તળની ભાષામાં

હજુ તો આ ધડી આગાઝની છે જાણી લેજો!
ઉતર છે ઝંખનાને જિંદગી-ભરની ભાષામાં

(નરેશ કે.ડૉડીયા)

——————————–

ગાલગાગા-ગાલગા-લગાગાગા-લગા-લગા

જિંદગી-ભર એકલા-પણે જીવાઇ તો નહી
આંખ ભારી હોય તો રડી લેવાઇ તો નહી

પાણી જાતા હોય તો ન પાળૉ બાંધતા તમે
ને નદી દરીયા વચ્ચે કશું બંધાઇ તો નહી

જાણકારી એ બધી ધરાવે, તોય ના કહે
ખાનગી વાતો કદી બધી બોલાઇ તો નહી

મૌનનો એ મર્મ જાણતા ના હોય તોય શુ?
આરશીમાં જાતને કશું બોલાઇ તો નહી.

ને યથાવત તો કશું રહેવાનું નથી કદી
આ ગઝલમા જે લખ્યું,કદી જીવાઇ તો નહી

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-લગાલગા

આ આસું મારા જોઇ એને દર્દ ટપકયું હશે?
નામ કોતર્યુ ઉર મહી કૈ દર્દ તો થયું હશે?

ઝંખના એની જિંદગીભર એ કહે કર્યા કરું
એ મૃગ પણ રણમાં કદી જળ સારુ ભટકયું હશે

એ કહે તો હું જિંદગીભર રણ બની તરસ બનું?
રણમા પણ વરસાદનું પાણી કદી પડ્યુ હશે?

એ તો સિતમગર થઇ અને આદત-વશે છળે મને
ને ચુંમવા ધરતી કદી આ આભ ઝૂકયું હશે?

ચોસલા ભીતરમાં કદી હ્રદયતણા ન થઇ શક્યા
એમને માંરા દર્દ જોતા કૈક ખટક્યું હશે?

પ્રેમી જગતમાં છે ઘણા,તેઓ કદી મળ્યા નથી
ને આજ લગ મનને ગમે એ જણ ક્યાં બન્યું હશે?

-નરેશ કે.ડૉડીયા

—————————————

ગાલગાગા-ગાગાલગા-ગાગાગા-ગાગાલગા-લગા

શાંત એંકાતે મૌનનો ધેરાવો પથરાય જાય છે
જિંદગી એવા અંજવાળે વટથી જીવાય જાય છે.

એ વહેતી જાતી સરીતાને ચોમાસું અડી પડે
સાગરોની રાહે નદીના વેણૉ ફંટાય જાય છે
…
કોઇ તો માણસ છે,શુકનવંતા અવસર જેવા બને
ને ઉજવવામાં ચોઘડીયાઓ તો ભૂલાય જાય છે

એ ઘાવને રૂજાવતા જાણે છે, મરહમ થાય તો?
ચહેરો ગમતો કોઇનો આંખોમાં જોવાય જાય છે

લોક બોલે છે પાંચ શેરોમા ના સમજી શકો કદી?
ભીતરે છેદો તો ગઝલ લોહીમાં વંચાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)

————————————

લગાગાગા-ગાલગાગા-ગાગાલગા-લગાગા-લગા

શ્વાસોની યોજનાઓની આરપાર જાવું નથી
અને સપનાંની ધરાનું ખેડાણ હાથ ધરવું નથી

ખડકની ભાષા કઠણ જાણી તોડવા મહેનત કરી
અને અંદર પોલું ભાળી આશાનુ બીજ ફુટવું નથી

ચલો ભૂલી જાઇ,એ ઘટના યાદ ના કરીએ કદી
નરકની એ યાદવાસ્થળીનું પ્રમાણ ધરવું નથી

નવી આશાઓ હવે તો ના કોઇ પ્રસ્થાનો કરે
હવે થી તો એકપણ પગને કોઇ ડગલુ ભરવું નથી

મર્યા જાણીને અમારું શું થાય એ તમે ભૂલજો
જગતમા તો ભૂલથી સપનામાં કદીય સરવું નથી

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

નથી મળતી ઉદાસી માંગવાથી કોઇની પાસે
ન તો સપના ફળે છે,જાગવાથી કોઇને માટે

ગઝલમા હું રટણ તારું જ આદરતો રહું શાને?
નહી બદલે હવે રેખા ગમી તો કોઇ ના જામે

તરીકા જે હતા મારા હમેશાં એ જ હોવાના
નહી બદલે તરીકા તાકવાથી કોઇની આંખે

રમત તે આદરી છે તો પુરી પણ તું કરેતો શું
અમોને ફાવતું ફાવે, નહી તો કોઇ ના ફાવે

કથાઓને કહેવાનો હકો તારા રહેવાના
બને જે સારથી તો કોઇ?ગાથા આપણી ગાશે

તમારા જે ઇલાજો છે,નથી એ કોઇની પાસે
તમો એ જે ઊડાડ્યા પક્ષી ના આવશે પાસે!

(નરેશ કે.ડૉડીયા)

——————————————

ગાલગાગા-લગાગાગા-ગાલગાગા ગાલગા લગાગાગા

દેવ જાણી પથ્થરોને પૂજવાની ટેવ છોડવી પડશે
માણસોમાં હવે માણસ જાણવાની ટેવ પાડવી પડશે

જિંદગીની હવે છેલી એ ઘડીમાં કોણ આવશે ખપમાં
સાકળૉ એ સંબંધોની તો સલામત છેક રાખવી પડશે

લાગણીની અહીં ભાષાને જુદી રીતે જ બોલવી પડશે
લાગણીની નવી ભાષા આપને તો વીકસાવવી પડશે

સંબધોનું નવું નભ તો લાગશે સોહામણું તમે જાણૉ
સ્નેહની આ પંતગોને સાચવીને તો ચગાવવી પડશે

કાંધ દેનાર માણસ તો ચાર મળશે,આ જગત નિરાળું છે
ને ચિતામાં તમારે ખુદ જાતને આખી જલાવવી પડશે

(નરેશ કે.ડૉડીયા)

————————————-

ગાલગાગા ગાલગાગા ગાલગા

મને પૂછો નહીં સગપણ તમે
આંખની ભીનાશનું કારણ તમે…

કોઇને તો આભમાં વાદળ ગમે,
છૉ અમારી આંખનાં શ્રાવણ તમે.

કોઇ જો પૂછે અનુભવ પ્રેમનો,
તો અમારી હા અને ના પણ તમે

હુ તમારામાં મને શોઘ્યા કરું,
ને હતા બસ કોઇનાં દર્પણ તમે.

જે સફર તારા ઇશારે નીકળી
કારવા ભટકી ગયા એ રણ તમે

જીવવામા લોકને શું જોઇએ?
જે ખુટે છે આયખે એ જણ તમે

(નરેશ કે.ડૉડીયા)

———————————

ગાલગા-ગાલગા-લગાગાગા-લગા

જિંદગી આમ તો બહું ટૂંકી હતી
ડાળ લીલી ભિતર લગી સૂકી હતી

ને કદી ચાર આંખ ભેગી થૈ હતી
અંતમા આંખ બે રડી ઝૂકી હતી

હારતા તો ગયા છતા ઝૂકી નહી
ને પછી આંખમાં સમજ ફૂટી હતી

એ કહે જોઇ ના શકો ઉંડાઇને
આંખમા નાવ તો પછી ડૂબી હતી

એ કહે મૌનને તમે સમજો નહી
બોલયા,પાળ મૌનની તૂટી હતી

તું ગમી ગઇ પછી કશું તો ના થશે
એ ભરોસા થકી મતી ભૂલી હતી

આમ જો અણસમજ રહેશો ના તમે
એ જ કારણ થકી કદી દુઃખી હતી

(નરેશ કે.ડૉડીયા)

———————————————

લલગાલગા-લલગાલગા-લલગાલગા-લલગાલગા

નયનો જરા,નભમા અડે,વરસી પડી કવિતા ગઝલ
હર હાલમાં રણમાં ફર્યા,તરસી મળી કવિતા ગઝલ

દર પૂનમે નિખરે,અમાશ થતાં ધરી પર આથમે
હર ચાંદના ભિતરે જુઓ!ચમકી જતી કવિતા ગઝલ

નખરા કદી કરતા નથી,છળથી ડર્યા ન અમે કદી
ન ડરી,ન હાર ખમી,અને વટથી લખી કવિતા ગઝલ

ન અમે સલામ ભરી,અને ન તમા કરી,મરતા સુધી
ધરતી નભે,વચમાં રહી,ભગિની ઠરી,કવિતા ગઝલ

ફરતા રહ્યા,અલગારની જલતી મશાલો,ઘરી અમે
ગઢ ગીરનાર ફરી,મનોજ સખી બની કવિતા ગઝલ

દર સાલ એ મળતી હતી,ન મળી કદી,ન જડી પછી .
કબરે દિવા ઠરતા ગયા,જલતી કરી કવિતા ગઝલ

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

ગાગાગા-લગાગાગા-લગાગાગા-ગાલગાગા-લગાગા

તું આવી પહેલા કોઇ ખૂશીનો ગાળૉ મજાનો નહોતો
તું આવી પહેલા કોઇ ખૂશીઓનો તો ખજાનો નહોતો

મારી એ ગઝલને જોઇ લે!દાસ્તાને ઇશ્કમા ગણે છે
જાણે છે બધા!શાયર કદી હું મોટા ગજાનો નહોતો

દુનિયામાં સબંધોમાં ઘણા લોકો છેતરાતા ગયા છે
દેવી નામથી આવી પહેલા માણસ મજાનો નહોતો

મારી આ કથાનો અંશમાં તારો સાર દેખાઇ આવે
પામીને દુખો દેવા,પ્રકારો એ પરગજાનો નહોતો

એંકાંતે હવે હું કેટલી રાતોને ગુજારું કહો ને?
આવો પ્રેમનો ધારો કદી કાનુંની સજાનો નહોતો

આ આગાઝ છે,ઇતિહાસને તો મારો ફરીથી લખીશું
પ્રેમીની બુલંદીના વિષયનો નાતો પ્રજાનો નહોતો

(નરેશ કે.ડૉડીયા)

——————————————————

ગાલગાગા-ગાલગા-લગાગાગા-લગાગા-લગાગાગા

આયખાની ચોકટે કદી આ દેહ તારો ઢળી પડશે
ના કશું થાશે અને તરસની વાટ તારી ઠરી પડશે

ઝંખના તું એમની ભલે કરતો રહે જિંદગીભર તું
ચાહનામાં એમની અકારણ તું ડરીને છળી પડશે

સાલમા તું જોઇલે,બધી મૌસમ ફરી જાય છે જાણૉ
જિંદગીની ડાળ તો કદી તો પાનખરમા ખરી પડશે

એ હકોને,ઓગળી,જવા દે તું,નથી તો નથી તારું
ને ભુલી જા ડાળ પારકી,ફૂલો કદી તો ખરી પડશે

પામવાની એમને અપેક્ષા ભૂલ તો જા,ભજી લે તું
જો જગતમાં છે ખુદા,કદી એના નયન પણ રડી પડશે

એમની પાસે કદી તરસને બારમાસી ન લઇ જાશો
ચાતકો જેવી પ્યાસ લઇને તું જશે તો છળી પડશે!

(નરેશ કે.ડૉડીયા)

——————————————

ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા

સાથમાં આવે નહી ને સાથમાંથી જાયના
જાત સપનાની મળી જે રાતમાંથી જાયના

પારકા પાદર મજા તો માણતા જાતા હતા
પોતિકા આપે સજા તો જાતમાંથી જાયના

આવતા આવે કહેણૉ,કારસા થાતા રહે
પ્રેમથી બાથો ભરી તો ધાતમાથી જાયના

પાંખ ફેલાવી વિહંગો આભ લેવા નીકળ્યા
આભ બોલ્યું આ હવાઓ પાંખમાથી જાયના

રાખવું છે સર અમારે તો ઉચું,તો શું કરું?
લખ ગઝલ કે,નામ તાંરું પ્રાસમાંથી જાયના

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

લગા-લગાગાગા-ગાલગાગા-ગાગાલગા-ગાલગા

બની ઠનીને બેસી રહેવાથી ફાયદો શું થશે?
ઢળી જશે તારું આયખું તો શીકાયતો શું થશે?

ચિતા મસાણે એ માણસોની બાળી પછી શુ થશે?
બળી ગયેલી દોરી જીવા દોરી થાય તો શું થશે?

કળી ન જાણે ફૂલો બનીને ચોળાય જાશે કદી
પુષ્પો ભલા જો ના મોહરે તો બાગાયતો શું થશે?

અમે હવે ઘાવો પારકા છાતીમાં ખમી તો ગયા
નહી લખીએ જો આ ગઝલને તો શાયરો શું થશે?

ચિતાર તારો આપી જશે તો દુનિયા તને માનશે
ઉડાન છોડી પંખી જ પીંજર પૂરાયતો શુ થશે?

અમે કલમની પીંછી ભરી દુનિયા રંગતા જાઇશું
અને પછી ઝાંખા ઝાંઝવા ના દોરાયતો શું થશે?

(નરેશ કે.ડૉડીયા)

—————————————————

ગાલગાગા-લગાગાગા-લગાગા-ગાગા-લગાગા

જિંદગીની સફરમાં કોણ કોના માટે મળે છે
કોણ જાણે પછી તો કોણ કોના માટે રડે છે

ના ખબર હોય ને આ જિંદગીનો ધારો નડે છે
ચાહિતો કોઇ માણસ વાડ થઇને સામે નડે છે

કોઇ મીઠી નજરની મોહતાજી હોતી નથી ને
ને જયા આ કદમ માંડું અને તું સામે જડે છે

કોઇ કાજે તરસ કે કોઇ પ્રકારે આશ નો’તી
એક સાંજે મળી ગઇ તું,અને દરિયો ટળવળે છે

આ ઉધારી ન ફાવે!આ શ્વાસો તું રોકડા લે
ને હવે એ શ્વાસોની જરૂરત મારે પડે છે

શાયરીઓ લખીને આપની તકદીરો ફરી ગઇ
ટેરવે એમની રેખા ગઝલ તો તારી લખે છે

(નરેશ કે.ડૉડીયા)