Love You Rain….

સમાવી અમે જાતને વરસાદમા છત્રીને તો શરમાવી દીધી
એને તો ફકત આંખ જ માંડી,મેં તો હેલી વરસાવી દીધી,
કોરા કોરા કંઇક વર્ષોના હિસાબ ફકત પલમા સરભર કીધા
અને બાકી બચેલી સિલક પણ મેં એના હોઠે ચોટાડી દીધી
…
કોરો કાટ થયો હું અને તો યે વરસાદ મને કહે છે વન્સમોર
પછી તો શું થાય?અમોએ વચ્ચે છત્રીની આડસ ધરી દીધી
વરસાદ નામે કંઇક ખેલ થયાને છત્રી કહે’મારું શું છે કામ?’
તું મોજ માણે છે? એમ કહીને મેં છત્રીની આડસ હટાવી દીધી
છત્રી કહે ’આ તો નાઇનસાફી કહેવાય,હું એક ને તમે બે?’
નિર્વસ્ત્ર હવા સાથે મેળાપ કરાવી છત્રીને કાગડૉ બનાવી દીધી
ભીંજાતા ભીંજાતા એકબીજાને અડકતા જોજનો દુર નીકળી ગયા
રૂઠવાની મનાવવાની બધી રસમોને વરસાદમા વહાવી દીધી
(નરેશ કે.ડૉડીયા)
—————————————————-
દ્રાક્ષાસવનો અમલ અષાઢે હળવા હાથે કરતા રહીએ
આષાઢી સાંજે એક-બીજાને અડકીને ચાલતા રહીએ
ભીંજાતા ભીંજાતા એક-બિજાને જોતા રહીએ અને
ફોગટ-ફેરો નથી જગમા બધાને સમજાવતા રહીએ
આમ તો આપણી ભીંજાવાની મૌસમ હોતી નથી
ભીંજાતી જોઇ તને આંખને ઠંડક પહોચાડતા રહીએ
હૈયામા દબાયેલી ઉર્મિઓનો અંત કદી આવશે નહીં
સંગાથે તમારા ઉર્મિઓમાં કૈં રંગ નવા ભરતા રહીએ
ફૂટે રોજ રોજ આ નવા નવા કિરણ મારા કવનોમાં
સુરજ ઉગે ના ઉગે,આપણે એકબીજાને ગમતા રહીએ
(નરેશ કે.ડૉડીયા)
————————————————
રૂપાળી કોરવાળું વાદળું બનીને આકાશે ઉપસી આવું
હુ તારી પાસે આવુ ને શ્રીકાર વરસીને તરસી આવું
નરેશ કે.ડૉડીયા .
————————————————
મલપતિ ચાલે રાતે અચાનક વરસી ગયો મેઘ
ભીંજાયને કોરીકાટ ધરતીના નીખર્યા અંગેઅંગ
જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
છલક્યા ખુશીના જામ શબનમી રંગે અંગેઅંગ
લીલા રૂપ ધરતીના જોઇ આંખોમા જોબન છલકે
એકી સામટા ટહુકી ઊઠે દિલડાના મોર અંગેઅંગ
જોબનને જાણે લાગી લીલી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત અંગેઅંગ
ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી કુપળો
લીલા ઘાસમાં નીખરી ગઇ ભીનાસ અંગેઅંગ
ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો નવો રંગ
સુહાગરાત પછી જાણે નવોઢાના નવો રંગ અંગેઅંગ
ધોળા દેખાતા વનફુલો બની ગયા કેવા લાલચોળ
સુકાયેલી નસોમાંથી પાનખર જાણે ગાયબ અંગેઅંગ
નમણી નવલલિતા કેરી મહેકી રહી છે હવા સારી
જાણે કોઇ નાજુક હસીના સ્પર્શ રહી છે અંગેઅંગ
વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
સુકી નદીઓને નવપલ્લિત કરી ગયો અંગેઅંગ
(નરેશ કે.ડૉડીયા)