ગાગાલગા લગાગાગા ગાગાગા લગાગાગા લગાગા

ના બાંધ મૌનની દીવાલો,સંવેદના અકડાય જાશે
સંવેદના વડે સોંસરવી દીવાલ તો વિંધાય જાશે

ના ખેંચ આટલી રેખાઓ લાંબી,આપણે બેની વચ્ચે તું
દુઃખો ભરી બધી આહટથી રેખા ફરી ફંટાય જાશે

ના બાંધ તું બધી પાળ દરિયાઓ ઉછળતા હોય ત્યારે
તોફાન એક આવે તો એકીસાથમાં ઘસડાય જાશે

ના ખેચ તું રસ્સી ખેચી લેવાની રમત,હારી જશે તો?
ને એક ઝાટકે રેખાઓ તારી બધી બદલાય જાશે

ના ફેંક આટલા પાસાઓ તું પ્રેમની ચોપાટ છે આ?
મારી બધી શકૂની ચાલોથી દાવ એ પલટાય જાશે

ના બાંધ આટલી લાંબી સરહદ તું સબંધોની પછીતે
નાદાન મન ક્યાં જાણે છે સરહદ કદી વટલાય જાશે

ભરમાવ ના ફુલો જેવા દેખાવો અને ઝાકળ મ્હોરે
ને રસજ્ઞ ભ્રમરા જાણે છે,સાંજે ફુલો કરમાય જાશે

(નરેશ કે.ડૉડીયા)

——————————————————————–

લગાગાગા-લગાગાગા-લગાગા-લગાગાલ -ગાલગા-લગા

કવન મારું તમારી લાગણીથી ભલે તારતાર હોય છે
તમારી હાજરી ના હોય તો ખાલિપો આરપાર હોય છે

શબ્દોના દેહ હો કે રુંબરું,ઝંખનાભાર તો સતત છે
ગઝલમાં આ બધી વાતો લખેલી વિગતવાર સાર હોય છે

તમારી હાજરી મારા કવનમા લગાતાર પ્રાણ લાવશે
દિલોમાંથી શબ્દો રેલાય જાણે કવન મારફાડ હોય છે

કયાં આવું લખાતું’તું હતું આપની ગેર-હાજરી મહી
અક્ષરોમાં તો અમીરી આપના નામથી આરપાર  હોય છે

ચડાવી બાય ફરવાની મને તો હવે ટેવ પાડતા પડી
મહોતરમાં તમારા નામના કેફમા તો ખુમાર હોય છે

(નરેશ કે.ડૉડીયા)

——————
લગાગા-લગાગાગા-લગાગા

પળે-પળ ઉન્માદો તો ઠરે છે
હવે જાત નાહકની બળે છે

અમે તો ખુદાને દોષ ન દઇએ
દડા થઇ બધા જાતે દડે છે

હવે ઝાડને શાંતી ખલે છે
પંખી તો ચહેકીને ડરે છે

નથી ફાવતા લીબાસ એને
કદી કાતરો ભૂલો કરે છે

ખમી એ ગુમાવાની ક્ષણૉ ને
ગઝલ એ બધો બોજો ખમે છે

હવે બંધ,આંસુ પાડવાના!
અને સાંફ આંખો શું હસે છે!!

(નરેશ કે.ડૉડીયા)

—————————————————-

લગાગાગા-લગાગા-લગાગાગા-લગા-લગાગાગા

તમારી આંખમા ડૂબવાની ઘાત છે ખબર ન્હોતી?
અને એ આંખમાં સાગરોની પ્યાસ છે ખબર ન્હોતી?

કિનારા કોણ તારે,નદી સામે ચડી પુકારે તો?
નદી માટે નકી કોઇ એવી વાસ છે ખબર ન્હોતી?

ન જાણે એ પહાડૉ,નદીની રાહ કૈ તરફ જાશે?
અને સાગર-નદીના રસ્તાઓ ખાસ છે ખબર ન્હોતી?

ખબર છે અંતમા તો નદી ખારાસમા ભળી જાશે
અને સાગર ખમે એ નદીમાં કાપ છે ખબર ન્હોતી?

અને ભરપૂર ચોમાસુ કાફી છે નદી વહેવાને
સુકાયેલી નદી કાજ મૌસમ રાસ છે ખબર ન્હોતી?

નદીના જળ અને સ્ત્રી,ન જાણૉ એ ક્યાં વહી જાશે
નદી ને સ્ત્રી વચ્ચે તો સમાનુપ્રાસ છે ખબર ન્હોતી?

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

જતાવી ના શક્યો એ ચાહતોને હું બતાવું છુ
તમારી ચાહતોની વાત ગઝલમાં હું તરાસું છું

ઘણા દી’થી છુપાવીતી દિલોમા વાત બોલું છું
તમારી આંખમા એનો ખુલાશો હું તપાશું છું

તમારી યાદનાં પડઘા પડે છે સાંજની વેળા
તમોને તો ખબર છે,દુઃખને કેવા છુપાવું છું?

પળો જે ના વિતે એના હિસાબો યાદ રાખું છું
ઇશારાઓ કરીને એટલે ચાહત જતાવું છું

ખબર નો’તી અમોને,પ્રેમ એ બંધન સમયનું છે
પડીને પ્રેમમાં હું તો,સમયને પણ સતાવું છું

કદી નો’તા ગમ્યાં એ ગીતને ગાતા રહીએ ને
અને એની તર્જોમા પણ તમોને તો સજાવું છું!!

(નરેશ કે.ડૉડીયા)

———————————–

લગાગાગા-લગાગાગા-ગાલગાગા-લગાગા

ઉદાસીની ઘણી સાંજો સાચવેલી પડી છે
ગુજારેલી બધી યાદો સાદ પાડી રડી છે

હવે મૌસમ બધી રૂઠીને ટલ્લે કૈ ચડી છે
અને તારા વિના મૌસમને ઉદાસી ચડી છે

મિલનની એ તરસ મારી મૃગ થૈને ખડી છે
અને એ મૃગની જાતો તો રણૉમા મરી છે

સદીઓ જીવવાની જે હામ ભીડી હતી એ
ઘડીઓ માછલીઓની જેમ તો તરફડી છે

બધી એ યાદના બોજાઓ ઉઠાવી અમોને
સુકા રણમાં ભટકવાની આદતો જો પડી છે

અમારા ભાગ્યો ફૂટેલા હશે કોણ જાણે?
અને આ કામના પાછી એટલે તો ફરી છે

તમે દ્વારે કદી આવે એ લખેલું હતું ને?
હવે ચાલો લખેલું એ ભુંસવાની ધડી છે!!

(નરેશ કે.ડૉડીયા)

———————————————-

લગાગા-લગાગાગા-લગાગાગા-લગાગા-લગા

ફરે છે નશોમાં જે અસર એની હવે કમ નથી
ભલેને સતાવે ગમ,હવે એનો મને ગમ નથી

મળે ના મળે તો,કોઇની સોબત હવે ચાલશે
મજાએ હતી પણ,એ સતાવે વાતમા દમ નથી

સફરમાં હવે તો કોઇ સંગાથી મળે પણ નહી
હવે કોઇની આશા ન રાખો,આપ પણ કમ નથી

છુટી ગાંઠ બંધાશે,કદી આશા મુકી તો નથી
ફરી આવશેની આશ ,છાપાના લવાજમ નથી

ગઝલમાં તમે એવું કશું તો કૈ ઉકાળ્યું નથી
તમારી ગઝલમાં ખાસ કૈ એવું અવેસમ નથી

(નરેશ કે.ડૉડીયા)

———————————–

લગાગા-લગાગાગા-ગાગા-લગાગા લગાગા-ગાગા

સદા રેલના પાટા જેવા અલગ થૈ રહીએ છીએ
અને યાદની રેલ્વેનો બોજ સાથે સહીએ છીએ

મળી એ છતા મળતા ના હોય એવા ઘણા છે લોકો
કશું હોય ના તો યે બાથો હવાને ભરીએ છીએ

હશે ડૂબવાની વાતો,તો તમારા નયન કાફી છે
અકારણ અમે આસુંના સાગરોમાં તરીએ છીએ

અમે પંથ સીધા જાણીને બન્ને સાથમા ચાલ્યાતા
છતાં યે અમે અડધા પાથે અકારણ ખડીએ છીએ

નથી આદતો મારી ભટકી જવાની છતા ખોવાયા
ગલી જોઇને તારી શા ને અમે ભાટકીએ છીએ

નક્ષત્ર-ગ્રહ તો જાણે મારા વિરોધી થતા જાતા’તા
નથી જો હથેળીમા તો,જાતને દોષ દઇએ છીએ

હવે મુંજવણનો તો આરો નથી ને મથીએ છીએ
છતા આપણે તો સાથે જાતને તો છળીએ છીએ

અને આપણી સામે જે થાય તે આપણે જાણીએ
અને જાણતા ના હો પણ ડૉળ કેવો કરીએ છીએ!

તમે મૌન રાખી મોઢે કેટલા દુઃખ છુપાવો છો?
કહી દો!અમે મુંગા મોઢે ઘણું તો કહીએ છીએ!

(નરેશ કે.ડૉડીયા)

———————————-

લગાગાગા-લગાગાગા-ગાલગા-લગાગા

નથી માંગી અમે તોયે માનતા ફળે છે
હવે સાંજો ઉદાસીની રોજ તો ઢળે છે

અમોને તો કદી માંગીને મળે નહી ને
અને એને સદા માંગીને બધું મળે છે

કમર છે આ ઇચ્છાની તો,જાણતા વળે ના
છતાં એ કોઇનાં માનીતા થવા વળે છે

ડરીને જીવવાનું તો ફાવતું નથી ને?
અને જોને અકારણ કારણ વિનાં ડરે છે

અમોને જો મળે કારણ એમનાં દુખોનું?
મળે ના દુઃખનું કારણ એટલે રડે છે

(નરેશ કે.ડૉડીયા)

————————–
લગાગાગા ગાલગાગા ગાગાગા લગાગા ગાગા

બધી યાદોનું અમારી આંખમાં નવું સરનામું છે
અશ્રુંઓની એ તવારીખોમા તો તમારૂ પાનું છે

વિરહને હું તો કરૂણા કાજેની દુઆઓ માનું છું
સદીઓ તો જો હવે મારા માટે ક્ષણોનું ખાનું છે

ભલે સપનામાં તમારી આભાસી ચહેરાની માણું
ચહેરે મારા બધું કામણ તારી નવી આશા નું છે

ભલે ભીતર આશની રાત્રી લાબી થતી જાતી છોને
તમે જો આવી શકો તો મારૂં એ કિરણ આશા નું છે

સુણાવું છું દુઃખણાઓ મારી આ ગઝલમાં જાણો છો
છતાં મારું કામ તો લોકોને પ્રેમથી ગમવાનું છે

(નરેશ કે.ડૉડીયા)
————————-
લગાગા-લગાગા-ગાગાગા-ગાલગા

લખી છે ગઝલને મીરાનાં નામથી
ઉદાસી મળી છે પીડાનાં નામથી

નહી દે હવે હોકારો મેવાડથી
ઉદાસી ઝણી છે વીણાના નામથી

કરી પ્રેમ એ મનમાં કાનાને વરી
ભણી પ્રેમ પાઠો ગીતાના નામથી

પુરૂષો-તમોને પામીને શુંમળ્યું?
સતી થાય છે એ સીતાના નામથી

ભુલે સૌવ મીરા,રાધા તો કાનની
ધરે ભેખ એ પ્રતીક્ષાના નામથી

કહે જો હવે એ દ્રારીકાનાથને
મળે કાન મીરા,લીલાના નામથી

(નરેશ કે.ડૉડીયા)

———————————
લગાગાગા-લગાગાગા-લગાગાગા

કદી વાતો કરી મનને મનાવે છે
નહી તો યાદમાં જીવન વિતાવે છે

સરળ ના હોય જીવન,એ વિતાવે છે
છતાં ઉરમાં બગીચાને સજાવે છે

કદી સમજાય ના એનાં વિધાનો ને
છતાં જીવન સરળ છે એ બતાવે છે

સરળ માર્ગ નથી,આ પ્રાસ છોલે છે
લખીને એ બધા ધાવો છુપાવે છે

બધા એ દુખની ભાષા રૂદન તો છે
હસીનેએ નવી ભાષા બનાવે છે

(નરેશ કે.ડૉડીયા)

———————————–

લગાગાગા લગાગા ગાગા લગાલગા

કદી પ્હાડો ઉપરથી પાણી વહ્યું હશે?
નકી એ પ્હાડને એથી કૈ થયું હશે?

ન તો જાણી શકો એનામાં કશું હશે?
કદી તો કોઇ તો એનામાં ગયું હશે

ન જાણે લાગણીઓ શાને ઠરી હશે?
કદી તોફાન એનામા તો ઉઠ્યું હશે?

કદી ખૂશી લડીને પામી શકો નહી!?
બધુ આ જ્ઞાન ચાહતમા તો જડ્યું હશે?

નહી સમજે સબંધોને,શું કરી શકો?
કદીતોઆં ખમાંથી આંસું સર્યું હશે?

કદી તો જાતને જાણોને,પછી પુછો?
તમે ચાહી પહેલા એને પુછ્યું હતું?

(નરેશ કે.ડૉડીયા)

———————————

ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા

રૂપાળી જાતનો આત્મા રૂડા હોવો જરૂંરી છે
નથી જે દેહમાં એ માણસોની જાત બૂરી છે

ઝલક એ પારખી લેવી,કદી માણસ નબી ના હો
હશે માણસ-તણી સદભાવના તો ખૂશખબરી છે

બચ્યા ના હોય રબના અંશ જગત-મહી તપાશોને
તમારી જો શ્રધ્ધા હો તો દિલોમા જે સબૂરી છે

અમે તો જોઇ લીધા શંખ!રણ-મેદાન ફુંકાતા
અને પૂજાય છે દેવાલયોમાં જાત ભૂલી છે

નમે તું મંદિરે જૈ ને,મસ્જિદોમાં દુઆં માંગે
તમારી હોય માનવતા,ખુદાએ તો કબૂલી છે

(નરેશ કે.ડૉડીયા)

————————————–

ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા

એક આશાના ઇશારે માનવી ફાવી જાય છે
કૈંક તો છે ગંધ એવી એમને આવી જાય છે

ના કશું હો ને અચાનક તો ફરી જાતા હોય છે
પ્રેમ તો જોને સુરજના તાપને માપી જાય છે

આંખ લાખો લોકની છો તાકતી હો એને ભલે
ને ચહેરા એક માટે આયખું તાકી જાય છે

જો લકીરો ખેલતી ના હોય તો લોકો શું કરે?
દીલ ડૉલી જાય છે ,જે માણસો ફાવી જાય છે

કુદરતોની આ કરામત કોઇ જાણી તો ના શકે?
ને ચહેરો કોઇ ગમતો આંખમા જામી જાય છે

લાગણીઓ કોઇની કોરી ચિઠીમાં વંચાઇ છે
લાખની ભેટૉ ઘણાની હોય ને પાછી જાય છે

હાથ ફેલાવી ભલેને માંગતો રબ સામે ભલે
માણસોના નામથી રબ હાથને થામી જાય છે

શું બન્યું છે,ને બને શું? એ કદી ના જાણૉ તમે
ખાસ ગમતા માણસો તો જિંદગી તારી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

—————————————

લગાગાગા-લગાગાગા-લગા-લલગા-લગા

સમયની રાહમાં તો કશું મળશે નહી
ખંભે આ હાથ રાખી દો,કશું નડશે નહી

સબંધો પ્રેમ-દોસ્તીના કશા ખપનાં નથી
તમે છો તો ગુનાઓની સજા પડશે નહી

હવે સંભાળ હું લેતો રહીશ ડરો નહી!
તમે છો તો,મને મારા દુખો અડશે નહી

તમે આવી ગયા છો તો કશું ખરશે નહી
ઉમ્ર-ભરની વસંતો જો હવે  રડશે નહી

દુખો મારા ફરી પાછા અહીં ફરશે નહી
તમે છો તો દુખોને તો અહીં ગમશે નહી

અશ્રુંઓમાં ડુબે એવા અહી દિવસો નથી
ઉદાસી સાંજની જો ને  હવે ઢળશે નહી

મને જે જોઇએ છે એ બધું મળતું ગયું
હવે આ જાત મારી કોઇને નમશે નહી

હવે તો ફૈસલા કાજે નવી મુદતો નથી
‘મહોતરમાં’સિવા મારે,કશું ખપશે નહી

(નરેશ કે.ડૉડીયા)

—————————————

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગા લગા

સમયની આ બબાલોમાં હું ખોવાયેલું ખ્વાબ છું
અગર માંગો મને તો આપનો ગમતો જવાબ છું

કરોડોની રિયાસતને  ગુમાવાનો ખુમાર છે
અગર માંગો મને તો આપનો ગમતો નવાબ છું

થશે પૂરા જમાનાના બધા દુઃખો  હવે જુઓ
બધા પાને સુખોના પ્રકરણ-વાળી  કિતાબ છું

મળે છે આઠ-પ્રહરની ખુમારી આપથી મને
અગર માંગો મને તો આપનો ગમતો શરાબ છું

જિવી જાશું તમારી ચોકટૅ માથું જુકાવતા
અગર માંગો મને તો આપનો ગમતો રુઆબ છું

ન પૂછો ને,મિજાજો!આ અમારા શેરના તમે
અગર માંગો મને તો આપનો ગમતો ખિતાબ છું

ભલેને ચાતરીલો આપ મારાથી નજર તમે
તમારા માપમાં બેસી જતો સાચો હિજાબ છું

(નરેશ કે.ડૉડીયા)
——————————–
લગાગા-લગાગાગા-લગાગાગા-લગાલગા

પ્રવાહી બની આંસું સુરાહીમાં ભરાઇ છે
રડી લે પછી આંશું શરાબોમાં ગણાઇ છે

કદી હાથ એને હાથમાં થામી જવાઇ ને?
કહોને કદી યે એકલા સાગર તરાઇ છે?

હવે એમની સાથે કશી માયા રહી નથી
અને આં ગઝલ તો એમ નામે કાં લખાઇ છે?

ફરી ને ફરી તું એ જ વાતો દોહરાવ ના
ઇચ્છાની કમર છે ને,અકારણ તો જુકાઇ છે

ભરી લો હવે સામાન યાદોના ધરાઇ ને
મસાણે ચિતામા જાતથી જાતે બળાઇ છે

લખી લે રમી લે આખરી ખેલો કલમ બળે
અને ભૂલમાં તો,ભલભલા ખાં માર ખાઇ છે

હવે તો ન દે,એને કસમ નામે’નરેન’ની
અહી નાં અહી તો,આ હિસાબો ચેક થાઇ છે

(નરેશ કે.ડૉડીયા)

—————————————–

લગાગાગા-લગાગાગા-લગાગાગા-ગાલગાગા

કશા કારણ નથી ને તોય એની સાથે લડું છું
છતા જોને ફરીથી હું ગળે તો એના પડું છું

ખુદાએ સોગઠી કેવી બનાવી ફેક્યો તો છે
અને હું એમની શતરંજમાંથી જો ને ખડૂં છું

ખબર છે કે કશા કારણ વિનાં ભટકું-આખડું છું
ન ખેંચાયેલ રેખા જોઇ કારણ વીના ડરૂં છું

કદી તો લાગણી એની ઉફાણે તો આવશેને?
અને હું એમના મનમાં અને ઉરમાં ભાટકું છું

કલાકારો કરીને શું કરે ?અંતિમ પાથ શું છે?
કશું ના થાય તો,દુઃખો ગઝલમા તો ઝાપટુંછું

તમારી જાત બે-ભાગે વહેંચી નાખી હવે શું?
હવે ઉરની અને મનની વચ્ચે તો હું આખડું છું

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.

જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.

અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.

બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.

ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
તમારો જો કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.

(નરેશ કે.ડૉડીયા)

———————————————-
ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાગાગા

શેરની કાગજી ત્રાડ તો પ્રાસમાં જારી છે
આ ગઝલ જોઇ!!કેવી ખતરનાક શીકારી છે?

આપ મારી સમજને પુરી જાણમાં રાખો ને!
અંલકારો મઢેલી ગઝલ તો, નિરાકારી છે!

આપ માટે અશ્રુઓ જ જીવન બની ગ્યુ છે ને!
આંખની છાલકોથી અમે જિંદગી તારી છે

પાંચ-છે શેરમાં જિંદગી તું સમજી ના જાણે?
ને અમે એક-બે શેરમાં જિંદગી માણી છે?

આપની જાણમા આ ગઝલ-આસવો પાણી છે
ને મને કેફમા રાખતી એ નશાકારી છે

(નરેશ કે.ડૉડીયા)

———————————–

જોઇ છે અતરની સુવાસો તો,ફૂલોની માલિપા જા
જોઇ છે ભિતરનો વિસામો તો,દિલોની માલિપા જા

(નરેશ કે.ડૉડીયા)

—————————————

બાવરા બનીને કદી દરદર ભટકશો નહી
ના મળે તમોને હમસફર તો અટકશો નહી

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

લાગણીની કમાનો છે તને જોતા જ છટકી જાશે
માંગણીનો જમાનો છે અમારી માંગ વધતી જાશે

(નરેશ કે.ડૉડીયા)

———————————-

લગાગાગા-લગાગાગા-લગાગા-લગાગાગા)

હવે ચાલો તળેટીએ! ભભૂતો લગાડીએ
અલખના ઓટલે જઇ કીરતારો વગાડીએ

ધખાવીને ધુણીઓ જાત થૉડી તપાવીએ
અલખ-નીરંજનો નાદ ગામે ગજાવીએ

કમંડળ હાથમા તું જાલ!સંસાર ભૂલીજા!
બની જોગી જટાળૉ રાવણીયો વગાડીએ

હવે ભૂલી જજે તું મોહ માયા અને કાયા
પરમ-પ્રભૂ સમીપે જીવડાને વળાવીએ

વગાડી શંખ-મંજીરા અને તું ભજન ગાજે
હવે બ્રહ્મ અને આ ભ્રમનો ડર ભગાડીએ

ઉતારી જાતને છેપટ અને તું ભજી લેજે
ભરીને ભાવ ભક્તિના ગઝલને ગજાવીએ

ચલમને તું ફુકી લે,શીવ ને જીવ જાણીલે
મસાણેમાં મહેફીલો ગઝલની સજાવીએ

(નરેશ કે.ડૉડીયા)

————————-

ગાલગા ગાલગા ગાલગા ગાગાગા

જિંદગી જોઇ લે,કેમ હું જીવું છું?
દારૂ જો ના મળે તો અશ્રું પીવું છું?

આંખમાં કોઇ સપના સરે ના માટે
… પાપણૉ જોઇ લે કેમ હું સીવું છું?

મેં કદી તો અડી પણ નથી તોયે હું
કો લજાની પુત્રી જોઇ ને બીંવું છું

જાણ છે ને તને એક હોવું એ શું?
ને છતાં આજ તો એકલો જીવું છું

પ્રેમ તો જો વધું થાઇ તો ડર લાગે
લાગણીથી ડરું એટલો ભીરું છું

કારણો શોધ તો એ કદી મળશે ના
કારણૉ હો ન હો આંખને બીંડું છું

પાનખરમાં કદી ના ખરૂં ઝાડેથી
તું મને જો અડે તો પર્ણ લીલું છું

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

લગાગા લગાગા લગાગા લગાગાગા ગાલગાગા ગાગા

નથી આવતો અંત એવી અમે વ્યથા ભોગવીએ છીએ
બરફ થઇ અમોને જુઓ,તાપમાં કેવા ઓગળીએ છીએ

ક્યારેક છેપટ સુધી આ ઉદાસીઓ ગોંરભાતી હો તો
કરીને અમે શું કરીએ?,ગઝલમાં રંગો ભરીએ છીએ

તમારા વિચારો અને તારણૉને તો આપ નાં ફેલાવો
વિચારો થકી આપની ભાવના સાચી પારખીએ છીએ

તમે તો,ફરો છો,ચરો છો,નજરમાં રાખો બધાના કામો
અમે ખાસ છીએ તમારા!સદા એવું સાંભળીએ છીએ

મને લાગતુંતું હવે આપને તો આરામની ખપ પડશે?
તમે ખોટુ ના માનતા હો!! વિવેચકને’ભા’કરીએ છીએ

કિસમ તો અમારી રહી છે સદા અલગારી!!કરીએ પણ શું?
ચલમને ભરી ગીરનારી તળેટી જઇને ફુકીંએ છીએ

ભલેને તમો રાખતા હો તમારી રાનાઇનો આ ફાંકો
ઘણી માનુનીને અમે આયનો સામેથી ધરીએ છીએ

(નરેશ કે.ડૉડીયા)

———————————–

લગાગા લગાગા ગાગાગા લલગા

મને જે ગમી તે તારી પ્રિત હતી
મને ના ગમી એ તારી રીત હતી

કુટાતો રહેતો એની એ જ જગા
સવારે નિહાળી તો એ ભીત હતી

ન સમજી શક્યા એની વાત અમે
તમારા ટહુંકાની એ જીત હતી

સત્યોને તમે જાણ્યાનો ગમ ન કરો
બધી લાગણી તારી ચીત હતી

લહાવો તમે લઇને પણ શું કરશો?
અમારી મતી તો થોડી જિવિત હતી

ગઝલ એમના માટે લખતા જ ગયા
હતી તો હતી મારી મનમીત હતી!

(નરેશ કે.ડૉડીયા)

——————————–

લગાગાગા લગાગા લગાગાગા લગાગા

નજર સામે વિખેરાઇ જાતા જોઇ લીધા
સબંધો તો સમેટાઇ જાતા જોઇ લીધા

અકારણ તો ગમે છે,પછી કારણ ન શોધૉ
મળે મોકો,લપેટાઇ જાતા જોઇ લીધા

ગમે એના લક્ષણ,તો પછી પાનો ચડાવો
અડીખમ લોક અંટાઇ જાતા જોઇ લીધા

પરબ માંડી ધણાં મંદિરો સામે અમોએ
અમે શ્રીફળ વધેરાઇ જાતા જોઇ લીધા

ભલે ફાવે નહી વાત કરતા એ ડરે છે!
ઘણાની જીભ છોલાઇ જાતા જોઇ લીધા

હવે એ ભલભલાને પછાડીને પડે છે
જિતેલા મેચને ટાઇ જાતા જોઇ લીધા

ગણીકાએ ઘરો મંદિરોસામે બનાવ્યા
શ્ર્લોકો-મંત્ર ભૂલાઇ જાતા જોઇ લીધા

(નરેશ કે.ડૉડીયા)

———————————

લગાગાગા લગાગાગા લગાગા ગાગા ગાગા

રહી ને મૌન બોલો હાથ કોને જોડી આવ્યા
જુકેલી આંખ લઇને સાથ કોનો છોડી આવ્યા

બહું ફાંકો હતો,એ માણસો મોટા છે ને
બજાવીતી તમેકુરનિશ ત્યાંશું ઢોળી આવ્યા?

પટૉ એના ગળે શોભે,મજાનો લાગે છે હો!?
એની પાછળ ફરી બોલો!તમે શું શોધી લાવ્યા?

ગમે છે ને હવે,થેંકયું કહેતા સાંરું લાગે!?
હવે લાઇક થવાનું એ બહાનું ખોળી લાવ્યા

અમસ્તા ના ગમો,કારણ કહેતા ડર લાગે છે?
નમેલી ડાળથીફળ કેમ કાચા તોડી લાવ્યા!!?

(નરેશ કે.ડૉડીયા)

———————————–

લગાગાગા-લગાગાગા-લગાગા-લગા

વિતેલી કાલના ગાણા વગાડૉ નહી
સુતેલા એ સર્પને તો જગાડૉ નહી

જમાનો તો વાતને ભૂલી શકે તો નહી?
અકારણ કોઇને કારણ બતાવો નહી

નથી ગમતા છતા ચાહત જતાવો નહી
તમે એને અકારણ તો સતાવો નહી

તમે એ નામથી પૂરી ગઝલ તો લખી
હવે એ નામને જીભે રમાડો નહી

તમે થાકી જશો,ટકવું સહેલું નથી
કલમ છે એ,નથી ઘોડો,થકાવો નહી

ન થાશે કોડ પૂરા,ઝંખના ને કહો!
અકારણ આંખમાં આંસું વહાવો નહી

તમે જાણે જગતમા એક દુઃખી નથી!
બધાને આપના દુઃખો જતાવો નહીં

કરમ વાંકા હતા તો કેમ ભૂલી ગયાં?
કબૂલી લો તમે ભૂલો છુપાવો નહી

(નરેશ કે.ડૉડીયા)

—————————–

ગાગાગા લગા લગા ગાગા

ના થઇ એ કદી સજા જેવી
ના થઇ એ કદી મજા જેવી

છોડૉ ને હવે ચર્ચા રૂપની
ના થૈ એ કદી નશા જેવી

ના કરને હવે ચર્ચા,છોડૉ!
એ તો ના બની ચર્ચા જેવી

સપનામાં મને મળે છે ને
ને એ તો નથી હવા જેવી

તારી વાતમાં મને ના લે
ને કે છે,નથી કર્યા જેવી

વાતે વાતમાં નમે નયનો
વાતો તો કરે લજા જેવી.

એ જો ને રડે કશા દુઃખે
એની વાત છે દવા જેવી

સાંભળતા હસી પડી બોલો?
વાતો તો નથી ગજા જેવી

(નરેશ કે.ડૉડીયા)

——————————

લગાગાગા-લગાગાગા-લગાગાલ

ટુકી ટચ વાત, ના કર તું અશ્રુંપાત
પહેલા તું કરી લે જાત ને જ્ઞાત

નહી મળશે તને!, જે શોધ સંગાથ?
ફળે આશા! જગત શાને કરે વાત?

નથી તાંરું નથી મારું જરા જાણ
અમારા તો નથી તો,છે જ ને ધાત

રડે છે વૃક્ષ પંખીડા વગર બોલ!?
નથી એને કશા સાથે પક્ષો-પાત

કદી નાતો નથી આવી ક્ષણોનો જ
મળી ગઇ તો મને જાણે હાથો-હાથ

ન જાણે જાનકીનો નાથ પીડા જ
પુછી લેતો ફરી એની રજુઆત!?

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

લગાગાગા-લગાગાગા-ગાલગાગા-ગાલગાગા

ભળી જાશે નદી સાગરમાં તમે રોકી શકો છો?
જુદા જળ પાડવા,બોલો લાકડી ઠોકી શકો છો?

નહી જાણી શકો બે દેહો વચ્ચેની કેમિસ્ટ્રીને
લહુંના રંગ ભાળી ને ગ્રુપને શોધી શકો છો?

ધરામાથી ફુટે,જાણી છે એ બિજોની એ કરામત?
ગઝલમા તો પહાડૉમાં કૃપણૉ ફોડી શકો છો?

તમેજાણૉ સુનામીઓ એમ ના આવી શકે ને
ધરા-સાગર મળે છે જ્યાં,એ જગા ખોળી શકો છો?

કરામત તો મુકે છે રબ માણસોની જાતમા ને
હથોડી મારતા આભે વાદળા તોડી શકો છો?

(નરેશ કે.ડૉડીયા)

—————————————–

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગા

હશે તારા વિચારો તો,અમારાથી જુદા એ પણ બને
નથી હોતા જગતમાં માનવી નામે ખુદા એ પણ બને

ભલે છોડી જગતને તો,અમે લાતો ધરી ચાલ્યા જશું
નથી હોતા નભોની રાહમાં,કો નાખુદા એ પણ બને

જફા કોણે કરી’તી કોણ જાણૅ? છે જગત કાજી બધા!!
છતા ઘાવો ભરાતા જાય,કોની છે દુઆ એ પણ બને

બધાને એ કહેતો હોય છે આ પ્રેમ-દોસ્તી એ શુ છે?
ચહેરા તો રૂપાળા હો,ન હો પ્રેમી રૂડા એ પણ બને

તરી ને તો કદી એ પાર સાગરની જવાનો છે અને
ત્યાં છે કાબા સરીખા માનવી,શાને લુટાં એ પણ બને

ભરી પી લો,હવે ઓવારણા લો,જામના છેલા તમે
ન કર ગમ!ઘરાથી તો થવાનું છે છુટા એ પણ બને

(નરેશ કે.ડૉડીયા)

—————————

ઉદાસીની હવે મૌસમ સરી ગઇ છે
હવાઓ કાનમાં કંઇક કહી ગઇ છે

અમે બાથો,ભરી થડને,લતા જાણી
વસંતોને હવે ડાળૉ મળી ગઇ છે

વિતી ગઇ રાતનો ધોખો કરે છે કાં?
સવારો તો સુરજ સાથે ભળી ગઇ છે

ન ગમ કર તું,થવા-કાળે બને છે કૈ?
હતી એ લાશ યાદોમાં બળી ગઇ છે

ચગાવી તો ખરી એને વિના દોરે
હવાઓને અદા એની ગમી ગઇ છે

મળે ના કોઇને આ પ્રેમ માંગીને
મહોતરમાં નયનમો જો વસી ગઇ છે

(નરેશ કે.ડૉડીયા)

————————————–

લગાગા-લગાગા-લગાગાગા-લગાગા-લગા

ખુમારી કલમમાં ભરીને જે લખે એ ગઝલ
ગઝલ વાંચતા આંખમાં ખૂશી ભરે એ ગઝલ

વિરહમાં ડુબેલી સનમની આંખની આંશને
… પિયુ આવશેની ખબર કાને પડે એ ગઝલ

ઉદાસી છલો-છલ ભરેલી વાંઝણી સાંજના
પિયાલા ભરી જો સનમ-સાથે મળે એ ગઝલ

સરે આંખથી બિંદું કાગળમાં અશ્રુંઓ બની
ઉદાસી જ્યારે કલમ સાથે રડે એ ગઝલ

નવી જોડના હાથમાં બાંધે સમયને ભરી
સબંધો નવા એ વર્તુળૉને રચે એ ગઝલ

પહેલા ટીપાના મિલનથી જે ધરા ફાડતી
ઉગી આવતી કૃપણૉ ભીની હસે એ ગઝલ

બધી મૌસમોની મુલાયમતા સભાને ભરે
પઢી શાયરીને ખુમારી જે ચડે એ ગઝલ

બની ઝાંકળૉ રોજ ફૂલોમા ભરે છે અને
ઉધાને પુષ્પોની સુંગંધોમાં ઝરે એ ગઝલ

સુફી સંત ને ગીત ગાતા બંદગી એ કરે
સુફી બંદિશોમાં સનમ-ખુદા બને એ ગઝલ

ખભે લૈ ફરે છે બચ્ચાઓ બોજ મણમણ તણા
છતા સ્મિત સાથે નિશાળે જૈ ભણે એ ગઝલ

——————————————–

કદી વાતો કરી મીઠી રુઠ્યાં મનને મનાવે છે
કદી એ પીઠ પસવારી ઝખમ તાજા રુઝાવે છે

મળે છે તો મળ્યાના માનમાં આંસુ વહાવે છે
અને છુટા પડી અમને એ યાદોમાં રડાવે છે

છે એવા લોક પણ આ લોકમાં જે પ્રેમને ખાતર
જગતને ઠેસ મારીને પ્રણયગંગા વહાવે છે

ભલે હો આંસુઓથી સાવ ભરચક આંખ તોં શું છે?
પ્રણયની વાટને પ્રેમી હસીને ઝગમગાવે છે

નજાકતથી ભર્યા નયનોમાં ડૂબીને જરા જોજો
કે આંખોને એ કેવા વ્હાલથી દરીયો તરાવે છે

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

ના પુછો એને દુખોના કારણૉ!એ બાવરો છે
આ ગઝલમાં તો બહાના કાઢવાના કારણો છે

આમ તો એને બધા લોકો ગમે છે કારણૉ વિણ
અંત આવે એ સબંધોમાં બધાના તારણો છે

એમને શું? ચારણીની જેમ વીંધાતો રહું છું
જાણતા વીંધાઇ માણસ નામનો એ ચારણૉ છે

આવતા આવી જશે એના કહેણૉ કારણૉસર
ભાવતા એ સંબધોના નામ સાથે ભારણો છે

સાવચેતી કેટલી રાખી શકો એ માણસોથી
એમને જો ના ગમેતો માનવી હર પારકો છે

(નરેશ કે.ડૉડીયા)
ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

—————————–

પસંદીદા તમે મારા બની ગ્યા છો
પહેલાથી તમે સારા બની ગ્યા છો

તમેં ગુંથી,પરોવાતા ગયા છીએ
ન તુંટે જે,તમે માળા બની ગ્યા છો

હતા જે વમળ જેવા પાથ દૂરીના
તમે એ પાથ પરબારા બની ગ્યા છો

હવે સરહદ સદી ગઇ છે સબંધોની
સંબધોમા તમે પ્યારા બની ગ્યા છો

અમે ભૂલી શકીએ,વાતને છોડૉ
અમારી આંખના તારા બની ગ્યા છો

તમો પાળી શકો એવા નિયમ છીએ
ગમે છે એ તમે ધારા બની ગ્યા છો

હતી આંખો મહી કોરી કલ્પનાઓ
તમે મારી’નયનતારા’બની ગ્યા છો

(લગાગાગા-લગાગાગા-લગાગાગા)

(નરેશ કે.ડૉડીયા)

———————————–

જવા દોને!તમે આવી લવારી ના કરોને
રહેવા દો!ડબલ ઘોડે સવારી ના કરોને

ગમે તો ઠીક છે!વાતો કરી એને મનાવો?
કહો એને!તમે આવી,ખુમારી ના કરોને

ઘણું છોડી શકો,દાવો,ધરાવો છો,તમે તો?
અકારણ તો બધી વાતો બિજાની ના કરોને

પછી એતો કહેશે કે તમે ભૂલી શકો છો
જવાબો શોધવા માટે સવાલી ના કરોને

વફાદારી કરીને એ મહાસાગર તરી ગ્યા
તમે નારી બની આ વાત જારી ના કરોને

સકળ રાખો તમારૂં મૌન,શા માટૅ ડરીએ?
હવે એ હોઠ ખૉલી,આપ બારી ના કરોને

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગા)

———————————————

અનૂભવની હવે લાંબી કતારો થઇ ગયેલી છે
મજા જેને કહેતા,એ જફાઓ થઇ ગયેલી છે

મજા માણી હતી એની અદાઓની નજાકતથી
નહી ભૂલાઇ એ યાદો સજાઓ થઇ ગયેલી છે

કરે પણ શું ? મહાસાગર સ્વયં ભૂલો પડેલો છે
નદીઓ જે હતી એ પાટ ખારો થઇ ગયેલી છે

કદી આવી ચડે એ આશમા જીવી જશે માણસ
લખેલી એ ગઝલ,ઠાલો..પથારો થઇ ગયેલી છે

હતો અંદાજ તોફાની,મહોતરમાં,લખે ત્યારે
ગઝલમા એ મહોતરમા સિતારો થઇ ગયેલી છે

ભરી પીધી હતી એને વસંતોને કસુંબામાં
હતી હળવી બધી યાદો જ ભારો થઇ ગયેલી છે

(નરેશ કે.ડૉડીયા)

—————————————

સતાવી શકે એવા દર્દમાં સાર લાગે છે
જતાવો પડે એ પ્રેમ તો આભાર લાગે છે

મને ના કહી શકતા હતા એ વાતને છોડૉ
રહો મૌન તો,દિલમાં તમારા ખાર લાગે છે

યથાવત કશું ના હો,જગતમાં આપ માણસ છો
ફરીથી જુવો તો બદલતો આકાર લાગે છે

નથી જાણ જગની ને સફર તો ખેડવી પડશે!
પછી રોકશો તો,લાગણી ઓજાર લાગે છે

વિનંતી નવા પ્રકારે કરીને ફાયદો શું ને?
હવે તો તમારી માંગણી બેકાર લાગે છે

સબંધો મિયાનોમાં હવે તલવાર જેવા છે!
રહે સાથ બે તલવાર,એની ધાર લાગે છે

(નરેશ કે.ડૉડીયા)

————————————-

બદલતી તો નથી એ હાથની રેખા
છતાં એ તો ગઝલકારો બની બેઠા

ઉદાસી-પંથની તો અસર રહેવાની
જમાતો કૈ અઘોરીની કરે ભેગા

ભરી લીધી કલમ,એને ચલમ જાણી
પછી આવક બતાવે,ધુળ અને ઢેફા

પડી આદત,હવે ભૂખ્યાં રહેવાની
નહીં ચાખે સબરનાં બોર એ એઠા

ગમે છે વાહ,લલનાના મુખે નિકળૅ
શબદનાં ઉંટ ભાળીને બને શેખા

હવે મૌસમ કદી બદલે નહી એની
પહેરે ઓશને,ઉતરે પછી રેલા

ગમે કે ના ગમે,એને ખિલે બાંધો!
ન લલકારો,પછી ખાશો તમે ઠેલા

(નરેશ કે.ડૉડીયા)

લગાગાગા-લગાગાગા-લગાગાગા

————————

હાથમાંથી હાથ ખોવાનો વખત આવી ગયો,
જે હતો સંગાથ ખોવાનો વખત આવી ગયો .

આંસુઓથી પાપ ધોવાનો વખત આવી ગયો
માંશુકોનો સાથ ખોવાનો વખત આવી ગયો

પ્રાસમાંથી આશ ખોવાનો વખત આવી ગયો
ને ગઝલમાં તાલ ખોવાનો વખત આવી ગયો

સાથ બેસીને લગોલગ હાથ પકડ્યો એમનો,
જે હતો સંગાથ ખોવાનો વખત આવી ગયો

નાવડીને જો કિનારો ફાવતો હો તો ભલે,
નાખુદાને રાસ ખોવાનો વખત આવી ગયો

ધાર કાઢીને સજાવી બેસવાથી શુ વળે?
ના લખીને ધાર ખોવાનો વખત આવી ગયો

બસ કરોને ભાઇ!છોડૉ આપ ગઝલો-શાયરી
છંદમાથી જાત ખોવાનો વખત આવી ગયો

એક વેળા ડાળ સાથે ચીપકીને બેસતા
આજ વ્હાલી ડાળ ખોવાનો વખત આવી ગયો

(નરેશ કે.ડૉડીયા)

તમારી આંખની હરકત હવે રંગત જમાવે છે
જુઓ છો ને!ઇશારાઓ કરી કાવ્યો લખાવે છે

(નરેશ કે.ડૉડીયા)

———————————–

વેદનાને દરેક ખુણે કોતરી જાણું છું
હું કલમની નગ્નતાને ખોતરી જાણું છું

જાત મારી તપાસી લીધી તમે,શું મળ્યુ?
જાણ હોવાં છતાં દુખને નોતરી જાણું છું

માંગતા તો કદી મળશે બેઘડી અજવાળા
દિપકતળે હવાઓને ચાતરી જાણું છું

સામનો જો,થશે એનો રૂબરૂમાં શું બોલે?
એમના તો દરેક લક્ષણ ઓળખી જાણું

માણતાં તો બધી માણી ક્ષણ અમે સંગાથે
એમની હર અદાઓને બાખુબી જાણું છું

ના મળે એ,પહેલા જે રીતથી મળતા’તા
પ્રેમ તો શું,ઝહરને પણ પારખી જાણું છું

(નરેશ કે.ડૉડીયા)

———————————————-

પ્રાસમાંથી હાથ ખોવાનો વખત આવી ગયો છે
ને ગઝલમાં તાલ ખોવાનો વખત આવી ગયો છે

આંસુઓથી પાપ ધોવાનો વખત આવી ગયો છે
માંશુકોનો સાથ ખોવાનો વખત આવી ગયો છે

સાથ બેસે એ લગોલગ તો જ એનો હાથ પકડો
જે હતો સંગાથ ખોવાનો વખત આવી ગયો છે

નાવડીને જો કિનારો ફાવતો હોય તો ભલે ને?
નાખુદાને રાસ ખોવાનો વખત આવી ગયો છે

ધાર કાઢીને સજાવી બેસવાથી ફાયદો શુ?
ના લખે તો ધાર ખોવાનો વખત આવી ગયો છે

બસ કરોને ભાઇ!છોડૉ આપ ગઝલો-શાયરીઓ
છંદમાથી જાત ખોવાનો વખત આવી ગયો છે

એક વખતે ડાળ સાથે ચીપકીને બેસતા’તા
ખગ રડે છે,ડાળ ખોવાનો વખત આવી ગયો છે

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)
(નરેશ કે.ડૉડીયા)

—————————-

નથી માંગી અમે તો યે માનતા ફળે છે
હવે સાંજો ઉદાસીની રોજ જો ઢળે છે

અમોને તો કદી માંગી લેવાનું ન ગમ્યું
અને એને સદા માંગ્યા વગર જો મળે છે

કમર છે આ ઇચ્છાની તો,જાણતા વળે ના
છતાં એ કોઇનાં માનીતા થવા વળે છે

ડરીને જીવવાનું તો ફાવતું નથી ને?
… અને જો ને અકારણ કારણ વિનાં ડરે છે

ન મળવાનું કદી કારણ એ કહે નહી ને
અનાયાસે મળે તો યે મોઢુ તો ચડે છે

અમોને જો મળે કારણ એમનાં દુખોનું?
જુઓ છો ને નરેન એના કાજ તો લખે છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

સપના મહી આવી મને સજાવે છે
અટકળ હવે આવી મને જ ફાવે છે

મળતો નથી એને હવે લહાવો એ
સાંચું નથી તો શર્ત કાં લગાવે છે?

પામી જવું એને સહેલુ ના હો તો?
ચાહે નહીં તો કેમ એ સતાવે છે

જામી જશે આંખો મહી જ ચોમાંસું
વરસે જ ને એ પ્રેમ જો રડાવે છે

એને પડી તો આદતો કહે લોકો
દેવી કહી એ રોજ જો મનાવે છે

પ્રેમી નથી,એ છે સુફી સરીખો ને
એ આહલેક જ રોજ જો જગાવે છે

(નરેશ કે.ડૉડીયા)

———————————

અમે કામ ગમતા જ કરતાં રહ્યાં
અને વટથી જગમાં વિહરતા રહ્યા

પીંછી કલ્પનાની લઇ રાત દી
અમે શબ્દમાં રંગ ભરતાં રહ્યા

છે ઉંડાને અઘરા છતાં હાંક દઇ
સબંધોના દરીયાઓ તરતાં રહ્યાં

સવારે ફૂલો જેમ ખીલ્યા પછી
કશું પણ કહ્યા વિણ ખરતા રહ્યા

અમે તો તમોને ફક્ત પ્રેમ આપ્યો
તમે કેમ મારાથી ડરતા રહ્યા ?

ન રુબરુ મળ્યા એના ગમમા નરેન
ગઝલમાં તમોને સમરતા રહ્યાં

લગાગા લગાગા લગાગા લગા

(નરેશ કે.ડૉડીયા)

————————————-

લાગણીનો પ્રવાસ જારી છે
જાત થાકી જરા ના હારી છે

આંખમાં એકદમ નજાકતથી
મે છબી આપની ઉતારી છે

મંદીરે જઇને સર ઝૂકાવાની
આ પ્રથા ખૂબ ખૂબ સારી છે

કો ગઝલકારની અદાથી મેં
જિંદગીને સતત મઠારી છે

આપની એક પણ અપેક્ષાને
મેં કદી ભૂલથી નકારી છે ?

ગાગાલગા લગાલગા ગાગા

(નરેશ કે.ડૉડીયા)

————————————-

આપણી ક્યાં કશી કામના હોય છે
તોય આખા જગતની ઝફા હોય છે

રોજને રોજ એ ખુબ લંબાય છે
આપના પણ ખરા વાયદા હોય છે

હોય છે સાવ નિષ્ઠૂર રાતો બધી
ને દીવસ પણ બધા વાંઝણા હોય છે

રંગ કે રુપ તો એક છલના જ છે
હોય છે શું બીજુ ચામડા હોય છે

હોય બીજું કશું હાલ ઓસડ દઉ
પ્રેમની તો ભલા ક્યાં દવા હોય છે

————————————————

આજ તો વરસાદમાં છત્રીને શરમાવી દીધી
આભની સાથે જ મેં આંખોય વરસાવી દીધી

એ વીતેલી કાલના ગાતા રહ્યા ગાણા અને
હોઠ પર હળવેકથી મેં આજ ચીપકાવી દીધી

સહેજ ફણગાવીને મીઠો શબ્દ એની આંખમા
મૌનની સદીઓ પુરાણી ગાંઠ ખોલાવી દીધી

મેં જરી ઝુલ્ફો હટાવી કાનમાં એને કહ્યું,
એમણે આંખોને બીજે ક્યાંક સરકાવી દીધી ..

એકબીજાને અડકતા વહાલસોયા સ્પર્શથી
વાત મનની મૌનની ભાષાથી સમજાવી દીધી

(નરેશ કે ડોડીયા)

——————————

આજ મેહને મીઠે સંગ
પલળ્યાં ધરથી કેરા અંગ

આજ આભલે ખેલાયો
વાદળનો વાદળથી જંગ

વ્રુક્ષ વેલને ભેટી ન્યાલ
પર્ણે પર્ણે વહ્યો ઉમંગ

કામીનીની ભીંજી કાય
ધ્યાન થયુ યોગીનું ભંગ્

કામણનું એવું કમઠાણ
જોતા બેઉ આખો દંગ

(ગાગા ગાગા ગાગા ગાલ)

(નરેશ કે.ડૉડીયા)

————————————————

————————————-

સુગંધોનાં ઉપવનમાં ખિલતા રહીશું
બની પુષ્પ ફોરમ પીરસતા રહીશુ

વસંતોને અવસર ગણી આપ ઉજવો
અમે પાનખરને મમળતા રહીશું

તમરાથી છેટા થવાને બહાને
તમારી જ પાસે સરકતા રહીશું

ડૂબી ઇંતજારીની ઉંડા વમળમાં
અમે શ્વાસની માળા ગણતા રહીશું

નભે જેમ વિહરે નજાકતથી પંખી
અમે એમ જગમાં વિહરતા રહીશું

લગા લગાગા લગાગા લગાગા

(નરેશ કે.ડૉડીયા)

——————————————-

અતિશય લાગતા વ્હાલા એ જ્યારે કૈક બોલે છે
હલાવી ચાંદ શું મુખડું અદાથી સહેજ ડોલે છે

ફૂલોની પાંખડી શાં હોઠને હળવેકથી ખોલી
હસી ને સહેજ એ ભીતરના નાજુક ભેદ ખોલે છેએ

ના ગરબામાં ના ગોરીમાં ના ગોરીની અદાઓમાં
અમારું ધ્યાન કેવળ અને કેવળ આ ઢોલે છે

છે સંગમ સાદગીનો સ્મિતનો સૌદર્યનો અનુપમ
અમારી પ્રેયશીનો પ્રેમ તો ઇશ્વરને તોલે છે

(નરેશ કે.ડૉડીયા

————————————–

અમે કામ ગમતા જ કરતાં રહ્યાં
અને વટ્થી જગમાં વિહરતા રહ્યા

પીંછી કલ્પનાની લઇ રાત દી
અમે શબ્દમાં રંગ ભરીતાં રહ્યા

છે ઉંડાને અઘરા છતાં હાંક દઇને
સબંધોના દરીયાઓ તરતાં રહ્યાં

સવારે ફૂલો જેમ ખીલ્યા પછી
કશું પણ કહ્યા વિણ ખરતા રહ્યા

અમે તો તમોને ફક્ત પ્રેમ આપ્યો
તમે કેમ મારાથી ડરતા રહ્યા ?

ન રુબરુ મળ્યા એના ગમમા નરેન
ગઝલમાં તમોને સમરતા રહ્યાં

લગાગા લગાગા લગાગા લગા

(નરેશ કે.ડૉડીયા)

———————————————

સુગંધોનાં ઉપવનોમાં સદા ખિલતા રહેવાના
તમે સપનાં મહી આવી મઘમઘ થતાં રહેવાના.

તહેવાર ઉજવે લોકો વસંતોનો અવસર ગણી
ચમનમાં બારમાસી ફૂલ તો ખિલતા રહેવાના
…
કુદરત કદી નહીં આપે પુષ્પોને ડંખ કાંટાનો
જગતમાં પ્રેમનાં અંકુર સદા ફુટતાં રહેવાના

નથી આસાન દુનિયામાં સરળતાંથી કવન લખવું
લપસણી ભૂમિને કારણ ઝખમ મળતા રહેવાના

કશ્તી ડૂબે નહીં તોફાન સાગરમાં ઉઠે ત્યારે
અહી ઉરમાં સતત તોફાન તો ઉઠતાં રહેવાના

‘નરેન’તમે પુષ્પો જેવી નરમ ભાષા નહી બોલો
રૂપાળા ફૂલ પણ ઝખમો સદા દેતા રહેવાના

(નરેશ કે.ડૉડીયા)

——————————————

કદી વાતો કરીને મન મનાવે છે
નહી તો યાદમાં જીવન વિતાવે છે

લખે છે ગઝલ તોયે દરદ હાંફે છે
દુખી હ્રદયે હસીને કૈં છુપાવે છે
…
નથી એ સરળ જીવન એ વિતાવે છે
છતાં ઉરમાં બગીચાને સજાવે છે

કફી સમજાય ના એનાં વિધાનો
છતાં જીવન સરળ છે એ બતાવે છે

સરળ માર્ગ નથી પ્રાસ પથરાળો છે
છતાં કવિતા મહી સુખ છલકાવે છે

ગઝલકાર બનવું એનું નવીન નથી
દુખી થઇ હું સુખી છું એ જતાવે છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા)

—————————————-

રૂબરૂ જે હું કહીં શક્યો નહી એ વાત બોલું છું
તમારી ચાહતોની વાત ગઝલોમાં તરાસું છું

ઘણા દિવસો સુધી જે વાત છુંપાવી હતી દિલમાં
તમારા નયનમાં એનો ખુલાશો હું તપાશું છું

તમારી યાદનાં પડઘા પડે છે સાંજની સાથે
તમોને ખબર હોવી જોઇએ દુઃખને સતાવું છું

નથી વિતતી પળો એનો હિસાબ બરોબર કરું છું
ઇશારાઓ કરીને એટલે ચાહત જતાવું છું

મને ખબર ન હતી કે પ્રેમ એ બંધન સમયનું છે
પડીને પ્રેમમાં હું સમય ને બંધક બનાવું છું

અમોને ગીતો જે ગમતા નહોતા એ ગણગણું છું
ગમે જે ગીત એની તરજમાં તુજને સજાવું છું

(નરેશ કે.ડૉડીયા)

—————————————–

અમોને ઘર ભલે આપે,દિવાલો એ સજાવે છે
મળે છે ઘાવ જગમાં,પ્રેમથી કેવા રૂઝાવે છે?

સદા ખિલતા રહે છે આંગંણે ફૂલો લહેજતથી
સવારે કોણ આવીને શબનમી વાઘા સજાવે છે?
…
ઉદાસી છેપટ ઉતરતી રહે છે અંધકાર મહી
જરા મલકે અને જાણે ઉદાસીને ભગાવે છે

નથી સામે અને હેત વરસાવે દુર રહીને એ
જગતમા દુર રહેનાર પણ યાદોમાં હસાવે છે

સુખતણા સુરજ રોજ ઉગે નહી જગમાં પરોઢીયે
સવારે કોણ લાલાશ ઘરમાં સુખની સજાવે છે?

નિશાને સંગ ગઝલ લખતો રહું છું શ્યામશાહીથી
ઉઠીને જોઉ તો મારી ગઝલને એ મઠારે છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————-

નહીં પાછી વળે સરિતા સવાલ વટે ચડેલો છે
મહાસાગર વગર વાંકે જગત આંખે ચડેલો છે

સુનામી એમજ નથી આવતી સાગર મહી સોચો
જગતભરના દુખો જોઇ દરિયો કાઠે રડેલો છે
…
ભજવતા જાઇ છે નાટક રબ-સમા માનવીઓથી
જગતમા એક-એક કણંમા ઇશ્વર જાણે હટેલો છે

નથી મળતું સુખ જગતમાં બધે દુખની કહાણી છે
મળે છે સુખ પણ સંગાથે દુખોનો ઢગ પડૅલો છે

કરે છે માનવીઓ જાત જાત તણી ભવાઇ ભવ્ય
ભજવતા જાઇ નાટક પણ કલાકાર ખખડેલો છે

કદી પાગલપણાનો ભાર લઇ દરિયો ઘુમે જગમાં
કિનારેથી નદી પાછી વળી એનો જમેલો છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

——————————————

મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ

આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક

લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત

મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક

આ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણી
કંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખ

એ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથી
રદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)

————————————————–

ઘણું છોડી શકું છું હું,તમે છોડી બતાવો ને
તમે આવો નહીં,એ વાતને ટુકમાં પતાવો ને

તહેવારો હમેંશાં હું ય યાદોનાં મનાવું છું
વિના જે આપના ઉજવાય એ ઉત્સવ બતાવો ને

જરા ચાલો તમે,જે રાહ મારી ના બની કો’દી
બને આ રાહ એક જ આપણી એવું કરાવો ને

સરળ ના હોય જીવનને સજાવાની કદી રીતો
અમારા પર કદી અધિકાર પોતાનો જતાવો ને

હવે ઘરનું જ માણસ ઘર મહીં જડતું નથી કો’દી
‘અમારા સમ’કહીને આપ કોળીયો ભરાવો ને

(નરેશ કે.ડૉડીયા)

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

————————————————

રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે

રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે

થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમવગર ફસકી જાય છે

દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે

ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે

શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

————————————————–

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

મારા ઉપર મીઠી દયાની નજર હોવી જોઇએ
ના જોઇએ દોલત તમોને કદર હોવી જોઇએ,

બદલે મૌસમ ને મિજાજ સમયની તાલે ભલે
પણ પ્રેમની આ લાગણી તો સંમદર હોવી જોઇએ

તાકાત શું છે લોહમાં સોનું બની ચળકે નહી
આ પારસમણીના સ્પર્શમા કસર હોવી જોઇએ

સંમદરમાં ભરતી ઊઠે અવરીત દિલના તંરગતણી
એને લગાતાર મુહબ્બતની અસર હોવી જોઇએ,

જીવી જશું જીવન તમારી નજર સામે મસ્તથઇ
મારી કબર સાથે તમારી કબર હોવી જોઇએ

જીવી ગયા હરજનમ યુગયુગથી તમારી સોબતે
તરસ્યા રહેવાની મજા હરજનમ હોવી જોઇએ

(નરેશ કે. ડૉડીયા)

————————————————–

રૂપાળા દેહમાં દિલ પણ રૂપાળું હોય જરૂરી છે
પણ નથી દેહમાં એ દિલ,ઇન્સાની જાત બૂરી છે

ઝલક એની પરખવી જોઇએ,માનવ નબી ન બને
હશે માનવતણી સદભાવના તો ખૂશખબરી છે

બચ્યા ના હોય રબના અંશ જગતમહી તપાશ કરો
અમારી જો શ્રધ્ધા ટકશે,દિલમહી જો સબૂરી છે

અમે પણ જોઇ લીધા શંખ જે રણભૂમિ ફુંકાતા
જુઓ,મંદિરમહી પૂજાય છે એની મજબૂરી છે

નમે તું મંદિરે જઇ કે,મસ્જિદમાં દુવાં માંગે
તમારી હોય માનવતા,ખુદ ખુદાએ કબૂલી છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————————-

ગમતી ગઝલનો એક જ હું શબ્દ થાઉં બસ
દુઃખી હ્રદયનું સ્મિત કદી ફક્ત થાઉં બસ

પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું
હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ

જીવન તણો કંઇક પછીથી અર્થ તો સરે,
હૈયા મિલાવી જાય હું એ શખ્સ થાઉં બસ

શત્રુના હૈયે સ્નેહની સાંકળ બની શકું,
હું પ્રેમના આ દેવનો જો ભક્ત થાઉં બસ

કોઇ અજાણ યાત્રીનો રસ્તો જો થઇ શકું
લોકોને કાજ સહેજ હવે વ્યસ્ત થાઉં બસ

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)

————————————————-

મને હું બહુ ગમું જયારે તમારી સંગ હોઉં છું
તમારી આંખમાં ત્યારે હું મારી જાત જોઉં છું

અરીસે સાવ એકલતા મને લાગ્યા કરે તેથી
બનું છું બિંબ ત્યારે આંખમાં તમને પરોઉં છું

તમારી ઘૂઘરાળી લટથી રમવાનો મને છે શોખ
લટો લટકો કરે છે ત્યારે મારા હોશ ખોઉં છું

તમે પાવન નદી સમ રૂપ લઇ દરરોજ આવો છો,
તમારી સંગ રહીને જાણે મારા પાપ ધોઉં છું.
– નરેશ કે. ડોડિયા

———————————————-

અમારી આંખમાં એની મહોબતની અસર બોલે
અમારું આ વદન બોલે, હ્રદય બોલે, નજર બોલે

અદાઓમાં તો એની ઉપવનોની જાણે લહેજત છે
કળી ખીલે ને મારા હૈયા કેરો આ ભ્રમર બોલે

બધી મોસમ તણો મિજાજ તુજ ઝૂલ્ફોના તાબામાં
ઢળે છે રાત ત્યારે ચાંદની પણ તરબતર બોલે

ખુલી ચાલ્યા નસીબના તાળાં આ સાંનિધ્યમાં તારાં
લકીરો જીવતી થઇ જાય છે ને આ અધર બોલે

મને પૂછો નહીં કેવી મહોબતની અસર થઇ છે
પડયો છે ઇશ્કના કુંડાળે પગ એ ઉમ્રભર બોલે
– નરેશ કે. ડોડિયા

——————————————-

ખુશીના ચાકડે તારી તમન્નાઓને ખુશ કરવા
હું આ નાજુક વળાંકોવાળી ને સુંદર ગઝલ લાવ્યો

તું જો શબ્દોની માટીમાં મેં લોહી ભેળવી દીધું
અને તેથી જ તો હું આટલી સધ્ધર ગઝલ પામ્યો

ઉદાસી સાંજની વધતી ગઇ સૂર્યાસ્તની સાથે
ઉદાસી દૂર એની કરવાને ખાતર ગઝલ લાવ્યો

નિરાશાઓની વચ્ચે ડૂબતી કસ્તી બચાવા લ્યો
જીવનની આ બધીયે વેદનાથી પર ગઝલ લાવ્યો

કહીને ‘આવજો’ પાછા ન આવ્યા જે સ્વજન મારા
બધાની યાદ એમાં સંઘરી સરભર ગઝલ લાવ્યો

ખમીરવંતી ધરા સોરઠના આ હાલારથી મિત્રો
‘નરેન’નામે તમારો સાથી આ નવતર ગઝલ લાવ્યો

(નરેશ કે.ડોડિયા)

—————————————————

મને આદી બનાવ્યો છે તમે આંખોથી પાઇને
નશો આવો ન પામ્યો મયકદે સાકીના પ્યાલામાં

નસીબદારીના સઘળા ભેદ ખૂલે તારી ખાતિરમાં
ફરીશ્તાનું નસીબ લાવે છે મારી હસ્તરેખામાં

બુલંદી હૂશ્નની અમથી નથી પામ્યો આ આશિક કંઇ
અસર કેવી હશે એના હ્રદયની તમાન્નામાં

‘નરેન’કહે છે અમસ્તી તો નથી કોઇ ગઝલ બનતી
વહે છે કેટલાયે સોણલા આંસુની ધારામાં

ભર્યા છે વિશ્વમાં મુફલિસ, તવંગર એકસાથે જયાં
રહું છું બાદશાહી લઇ ફકીરોના ઇલાકામાં

(નરેશ કે. ડોડિયા)

———————————————

હવે આ બૂમ અને પડઘાઓનો બહુ ભાર લાગે છે
વધારે બોલવું એ પણ હવે બેકાર લાગે છે

બધા આ દાખલા ખોટા તમારા વાયદાઓના
કરો ના વાયદા કે એય અત્યાચાર લાગે છે

વિનવશો નહિ હવે ઓ ડાળખીઓ આ વસંતોને
અરે નાજુક કળીઓને હવાનો ભાર લાગે છે

તમે આ મુખવટો ઝાકળનો પહેરી રાખશો ક્યાં લગ?
રવિના તાપમાં એને જતા ક્યાં વાર લાગે છે?

તમે ફૂટેલા કિસ્મતનો સહારો લઇને જીવો છો
અહીં મહેનત કરે એ સુખ તણો હકદાર લાગે છે

(નરેશ કે. ડોડિયા)

—————————————

સમયની આ બબાલોમાં ફસાયેલો સવાલ જ છું

અગર માંગે મને તો તુંજને ગમતો જવાબ જ છું

દુહાઇ ખપે નહીં તકદીરનો બળવાન માણસ છું
અગર માંગે મને તો,તુંજને ગમતો નવાબ જ છું

થશે પૂરા જમાનાના દુખ દર્દ તુંજ સંગાથે
અગરમાંગે મનેતો,તુંજને ગમતો સહવાસ જ છું

ફુટી નિકળે ખુમારી આઠપ્રહરની તુંજ સહવાસે
અગર માંગે મને તો,તુંજને ગમતો શરાબ જ છું

જિવી જઇશું તમારી ચોકટૅ સજદા અમે કરતાં
અગર માંગે મને તો,તુજને ગમતો રૂવાબ જ છું

પુછો જ નહી મિજાજ મને અમારા શેર-શાયરનાં
અગર માંગે મને તો,તુંજને ગમતો ખિતાબ જ છું

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

———————————————-

રૂપાળા એ જવાબોમાં અમુક રૂપ લાજવાબ હતાં
રૂપાળા એ ચહેરામાં રૂબાઇ તણા રૂઆબ હતા

ખુબી એ છે બગીચામાં ખુદાના જાદુઇ ફુલોની
નિખરતા હોય રંગતણા રૂપ,શબનમી હિજાબ હતાં

નમે છે ડાળખી એના પગ બગીચે પડે ત્યારે
મને ગમતાં હતા એના અધર જાણે ગુલાબ હતાં

કલાકારો તણી હો એ કલા ખિદમત કરે રૂપની
ઋષિ તપોભંગ થઇ જાય રૂપ એના બેહિસાબ હતાં

‘નરેન’તમે પણ ખરારૂપતણા સપના ધરાવો છો
મળી મલિકા તમોને રૂપ તણા એ આફતાબ હતા

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે

રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે

થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમ વગર ફસકી જાય છે

દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે

ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે

શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

————————————————

જેટલા એ પામવા માટે મને આતુંર હશે?
ચાતકનું પણ સજળનયને તૃષા-તરસ્યું હશે?

ઝંખના હું જિંદગીભર એ કહે તો કરતો રહું
મૃગ પણ મૃગજળ કાજ રણ મહીં ભટક્યું હશે?

એ કહે તો જિંદગીભર રણ બની તરસ્યો રહું
રણ મહીં વરસાદનું પાણી પણ વરસ્યું હશે?

સિતમગર થઇને ભલે તડાપવતા આદતવશે
ચુંમવા ધરતી ભલભલું આભ પણ ઝૂકયું હશે?

ચોસલા ભીતર મહીં હ્રદયતણા થઇ ના શક્યાં
એમને પણ આંસુ માંરા જોઇને ખટક્યું હશે

જગતમાં પ્રેમી હશે ક્યાંરેય એ મળતાં નથી
આજલગ મનને ગમે એ પાત્ર ક્યાં સર્જાયું હશે?

(નરેશ કે.ડૉડીયા)

માપ-ગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

——————————————-

નથી માણસ છતાં કેવું મજાનું વ્હાલ કરે છે
જનાવર હું કહું તો જાત કેમ સવાલ કરે છે
નથી દરિયો છતાં દરિયાદિલીના વ્હેમમાં છે
છતાં ખાબોચિયામાંથી જ કેમ બબાલ કરે છે
નહીં માપી શકો પોલાણ,પોલાદી નથી એ
જરા તાપી જુઓ,અમસ્તો જ ધમાલ કરે છે

જુવો મારા કવનની રાહને આપ નિરખીને
હજુર!ઝાકી જુઓ,અક્ષરો કૈં કમાલ કરે છે

હસીને વાત કરવાની મને પ્રથા ગમે છે
રૂદનનો માણસ પણ કેમ ઇસ્તેમાલ કરે છે

મઠારી જાત મારી મે,પણ સુધરી જ ન શકી
અમે કબુલાત આપી તો ય લોક મલાલ કરે છે

-નરેશ કે.ડૉડીયા

——————————————–

તમારી દયાની નજર જોઇએ છે,
નહીં માગું દોલત, કદર જોઇએ છે.

આ સાગરમાં આવે છે મોજાંની ભરતી,
લગાતાર એવી અસર જોઇએ છે.

સદા હું તમારી નજર સામે જીવ્યો,
તમારી સમીપે કબર જોઇએ છે.

યુગોયુગ અહીં આવવાનું મળે બસ,
તરસ એટલી તરબતર જોઇએ છે.

ઘડી બે ઘડી પ્રેમ આપો, ન ચાલે,
અમોને તો આઠે પ્રહર જોઇએ છે.

(નરેશ કે.ડૉડીયા)

———————————

ધગધગતી બેફામ ગતિએ આવે તારી યાદ
મારા નાજુક હૈયે આગ લગાવે તારી યાદ.

બેચેની દઇ સુખચેન લૂંટે તારી યાદ,
અંગઅંગ ને રોમ રોમમાં ફૂટે તારી યાદ.

સાગરના મોજાંની જેમ ઉછળતી તારી યાદ,
મારા સઘળા લોહીમાં ઓગળતી તારી યાદ.

આવે દિવસ–રાત જો નિરંતર તારી યાદ,
મારા સઘળા શ્વાસો રાખે અધ્ધર તારી યાદ.

રાતે સપનામાં પણ કાયમ ખીલતી તારી યાદ,
મારા ગીતો–ગઝલોને પણ ઝીલતી તારી યાદ.

હેયે પલીતો ચાંપી ખિલખિલ હસતી તારી યાદ,
વેગીલા અશ્વો સાથે ધસમસતી તારી યાદ.

(નરેશ કે.ડૉડીયા)
————————————
ફૂલના રંગો દબાયા ખુશ્બૂ કેરા ભારથી,
સ્વપ્ન જોવા આંખડી ઘેરાય છે અત્યારથી.

સૂર્ય રંગાઇ ગયો આ સાંજના રંગો થકી,
હૈયું શોભે છે તમારી યાદના શણગારથી.

ઊર્મિઓ હૈયાની ઓછી સ્હેજ પણ ના થઇ શકી,
શ્વાસ ઓછા થઇ રહ્યા છે રોજની તકરારથી.

શબ્દની સોદાગરીમાં કેટલું ભટક્યો છું હું,
જાઉં છું આ પારથી ને આવું છું તે પારથી.

સૌને ખટકે એક વેપારી કવિ થઇ જાય તો,
કેમ કે મતલબ બધાંને આપણા વેપારથી.

(નરેશ કે.ડૉડીયા)

——————————————

નથી માણસ છતાં કેવું મજાનું વ્હાલ કરે છે
જનાવર હું કહું તો જાત કેમ સવાલ કરે છે

નથી દરિયો છતાં દરિયાદિલીના વ્હેમમાં છે
છતાં ખાબોચિયામાંથી જ કેમ બબાલ કરે છે
…
નહીં માપી શકો પોલાણ,પોલાદી નથી એ
જરા તાપી જુઓ,અમસ્તો જ ધમાલ કરે છે

જુવો મારા કવનની રાહને આપ નિરખીને
હજુર!ઝાકી જુઓ,અક્ષરો કૈં કમાલ કરે છે

હસીને વાત કરવાની મને પ્રથા ગમે છે
રૂદનનો માણસ પણ કેમ ઇસ્તેમાલ કરે છે

મઠારી જાત મારી મે,પણ સુધરી જ ન શકી
અમે કબુલાત આપી તો ય લોક મલાલ કરે છે

-નરેશ કે.ડૉડીયા

————————————–

અમારા દરદ કેમ કરીને છુપાવી રાખવા સમજો
ગઝલમા જાત મારી મેં ખુબ છુપાવી હવે ખમજો

જવાબો શોધ જ નહીં તું અમારા આ સવાલોનો
તમે ખુદ ઉતર છો મારા સવાલોના તમે સમજો
…
નથી હોતું અમારી પાસ, એકલતા સતાવે છે!
જરા રોકો,નહી જીવી શકો ઓ કવિ તમે નમજો

નથી કૈ અંતિમ જિવનમાં જરા સમજો તમે જાણૉ
તમે કોઇ વખત રડીને પણ જિવનની તમા કરજો

નથી હોતી ઉદાસી કાયમી ધોરણ મુજબ જાણો
જરા એને સુખી જોવા ગઝલ નિત્ય તમે લખજો

દિલ મહી આ ઉદાસી પણ હટે જ નહીં કરીએ શું?
તમોનેએ જરૂર મળશે પછી ખુબ પ્રેમ પણ કરજો

-નરેશ કે.ડૉડીયા

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

————————————————-

જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.

જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.

અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.

બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.

ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
તમારો જો કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.

(નરેશ કે.ડૉડીયા)

————————————————-