બાળકોના અભ્યાસ માટે માર્ગદર્શન તથા પ્રોત્સાહન
તારીખ-૧-૬-૨૦૧૬ ને બુધવારે અમારા ગ્રુપનાં સભ્યોનાં બાળકો તથા અન્ય બાળકોને સારા અભ્યાસ માટે અને જીવન માટે માર્ગદર્શક તથા પ્રોત્સાહક બને તેવા વક્તવ્ય/ચર્ચાસભાનું આયોજન કરાયું. ગ્રુપનાં જ સભ્ય એવા રાજેશ્વરીબહેન શુક્લએ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુણ પાડતું વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ ચર્હાસભા પણ યોજાઇ.લગભગ ૪૦ લોકોએ તેમાં ભાગ લીધો.
બાળકોના અભ્યાસ માટે માર્ગદર્શન તથા પ્રોત્સાહન
ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં વર્કશોપ
ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં વર્કશોપ
તારીખ ૨-૫-૨૦૧૬ તથા તારીખ ૩-૫-૨૦૧૬ ને સોમવાર તથા મંગળવારે અમારા ગ્રુપની બે બહેનો સોનલબહેન સોની તથા નિમીષાબહેન લાલપુઋઇયા દાહોદ નગરમાં આવેલી ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં ગઇ અને છોકરીઓને જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવતા શીખવ્યું.
ગણગૌર તહેવારની ઉજવણી
ગણગૌર તહેવારની ઉજવણી
તારીખ ૩-૪-૨૦૧૬ ને રવિવારે અમારા ગ્રુપનાં સભ્ય મનીષાબહેન અગ્રવાલની દીકરી અક્ષીતાએ તથા તારીખ-૫-૪-૨૦૧૬ ને મંગળવારે સીમાબહેન અગ્રવાલની પુત્રવધૂ નેહાએ ગણગૌર તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ બંને પાર્યક્રમોમાં ગ્રુપની બધી બહેનોએ ભાગ લીધો. ગણગૌરની પૂજા, ગરબા, ડાન્સ કર્યા અને ભોજનને માણ્યું.
રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી
રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી
તારીખ ૮-૪-૨૦૧૬ ને શુક્રવારે દાહોદનગરના રેડક્રોસ ભવન પર “પતંજલિ યોગસાધના સમિતિ દ્વારા રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. તેમાં ગ્રુપની કેટલીક બહેનોએ ભાગ લીધો.
ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી
તારીખ ૧૯-૩-૨૦૧૬ ને શુક્રવારે દાહોદ ભગિની સમાજ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી માટે મનીષાબહેન શર્માના વ્યાખ્યાન અને મ્યુઝીકલ હાઉસીનું આયોજન કરાયું હતું. ામારા ગ્રુપની બહેનોએ પણ તેમાં ભાગ લીધો.
જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવવા.
જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવવા.
તારીખ ૧૬-૩-૨૦૧૬ ને બુધવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. અગાઉથી નક્કી કર્યા મુજબ બધી જ બહેનો જૂના કપડા, સોય, દોરો, કાતર લઇને આવી હતી. તેમાંથી તેમને પગલૂછણીયા કેવી રીતે બનાવવા તે દર્શાવાયું અને દરેકે તે બનાવવાની શરૂઆત કરી.
મારા જીવનનો કોઇ એક સુખદ યાદગાર પ્રસંગ
મારા જીવનનો કોઇ એક સુખદ યાદગાર પ્રસંગ
ગ્રુપની બહેનોને અગાઉથી ફુલસ્કેપ પેપર પર “મારા જીવનનો કોઇ એક સુખદ યાદગાર પ્રસંગ” વિષય પર લખાણ લખી લાવવા જણાવ્યું હતું. તેના સંદર્ભમાં તારીખ ૨૬-૨-૨૦૧૬ ને શુક્રવારે દરેક સભ્યે પોતે લખી લાવેલ પ્રસંગ વાંચ્યો અને લખાણ જમા કરાવ્યું.બધી જ બહેનોને આ પ્રોગ્રામમાં ખૂબ જ મઝા આવી.દરેક સભ્ય વાંચતી વખતે ભૂતકાળની તે સુખદ ક્ષણો માણી રહ્યા હતા.
ગ્રીટીંગકાર્ડ બનાવવાની સ્પર્ધા.
ગ્રીટીંગકાર્ડ બનાવવાની સ્પર્ધા.
તારીખ ૯-૨-૨૦૧૬ને મંગળવારે ગ્રુપની તમામ બહેનોને એકએક ડ્રોઇંગપેપર આપવામાં આવ્યું અને તની પર તે પોતાના ઘેરથી ગ્રીટીંગકાર્ડ બનાવી લાવે તેવું સૂચન કરવામાં આવ્યું. અને તે સ્પર્ધા માટે છે તેમ પણ જણાવ્યું.
તારીખ ૨૬-૨-૨૦૧૬ ને શુક્રવારે આ બધા તૈયાર થયેલા ગ્રીટીંગ કાડ ભેગા કરવામાં આવ્યા.
સંગીતાબહેન કોઠારી અને તુલસીબહેન શાહને નિર્ણાયક તરીકે નિયુક્ત કરી ત્રણ ઇનામો જાહેર કરાયા. તે ઉપક્રમે
પ્રથમ ઇનામ-પૂનમબહેન થાવરાની-રૂ-૧૦૦
દ્વિતીય ઇનામ-રચનાબહેન અગ્રવાલ-રૂ-૭૫
ત્ત્રૂતીય ઇનામ-જ્યોતિબહે શાહ-રૂ-૫૦
અને આશ્વાસન ઇનામ-રૂ-૨૫/-પ્રગતિબહેન પવાર ( આ ઇનામ સંગીતાબહે કોઠારી તરફથી આપવામાં આવ્યું)
ચોથો વાર્ષિક સ્નેહમિલન સમારંભ
તારીખ્-૨૪-૧-૨૦૧૬ ને રવિવારે સાંજે ૫ થી રાત્રિના ૯ વાગ્યા સુધી સંગાથ ગ્રુપનો ચોથો સ્નેહમિલન સમારંભ “અગ્રસેનભુવન”, ગોદીરોડ, દાહોદ મુકામે યોજાયો.
(૧)ઉદઘોષક તરીકે સ્નેહલતાબહેન માહેશ્વરીએ ખૂબ સુંદર રીતે પોતાની ફરજ બજાવી.
(૨)મંગલવંદના ગ્રુપની બહેનોએ કરી.તેમાં હેમાબહેન સોલંકી, રચનાબહેન અગ્રવાલ, મનીષાબહેન અગ્રવાલ, સરોજબહેન પોરવાલ, સપનાબહેન સોલંકી,, લતાબહેન તલરેજાનો સમાવેશ થાય છે.
(૩)મુખ્ય મહેમાન જબીનબહેન જાંબુઘોડાવલા તથા અન્ય આમંત્રિત મહેમાનોનો પરિચય રાજેશ્વરીબહેન શુક્લએ આપ્યો.
(૫)સંગાથગ્રુપનો પરિચય જ્યોતિબહેન શર્માએ આપ્યો
(૬)મુખ્ય મહેમાનનું શાલ ઓઢાડીને સ્વાગત પ્રીતિબહેન સોલંકીએ કર્યું
(૭)મુખ્ય મહેમાનને ચોકલેટ બકેટ આપી કરીશમાબહેન વાઘેલાએ
(૮)મુખ્યમહેમાનને ફ્લવરનો બુકે સોનલબહેન રાજપૂતે આપ્યો
આ જ વખતે ઉપસ્થિત તમામ મહેમાનોને પ્લાસ્ટીકન પર્સમાં મૂકીને પેનસ્ટેન્ડ(પેપરટ્યુબમાંથી જાતે જ બનાવેલા),પેન, ડાયરી પણ આપવામાં આવ્યા. આ પ્લાસ્ટીકના પર્ અમારા ગ્રુપનાં સભ્ય સ્નેહલતાબહેન માહેશ્વરીનાં પતિ શ્રી કનૈયાલાલ માહેશ્વરી અને પુત્ર ભાવિનભાઈ માહેશ્વરી દ્વારા ભેટ અપાયા.
(૧૦) મુખ્ય મહેમાનનું ઉદબોધ- જબીનબહેન જામ્બુઘોડાવાલાએ ખૂબ સુંદર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું.
(૧૧)અર્ચનાબહેન અગ્રવાલે આભારવિધી કર્યો-
ત્યારબાદ ગ્રુપની બહેનોએ બે ડાન્સ રજૂ કર્યા.
૧- જ્યોતિ કલશ છલકે….
૨-મન મોર બની થનગાટ કરે…
ત્યારબાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો.
દરેક બાળકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું
અને છેલ્લે બધાએ સહભોજન લીધું.
આમ અમારો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
અમારા આ કાર્યક્રમ માટે
(૧)પ્રીતિબહેન સોલંકીએ. રૂ-૫૦૦૦/-
(૨)પવનકુમાર અગ્રવાલે રૂ-૩૦૦૦/-
(૩)કનૈયાલાલ માહેશ્વરીએ રૂ-૩૦૦૦/-
(૩)સત્યેન્દ્રભાઇ સોલંકીએ રૂ-૩૦૦૦/
(૪)દિલીપભઇ શુક્લએ રૂ-૩૦૦૦/-
(૫) લખનભાઇ રાજગોરે રૂ.૩૦૦૦/-
ભેટ સ્વરૂપે આપ્યા. જે બદલ અમે સર્વે તેમના આભારી છીએ.
વાર્ષિક સ્નેહમિલન સમાર્ંભની પૂર્વ તૈયારી
આખો ડીસેમ્બર મહિનો સંગાથગ્રુપના વાર્ષિક સ્નેહમિલન સમાર્ંભની પૂર્વ તૈયારીમાં ગયો.
સૌ પ્રથમ મુખ્ય મહેમાનની પસંદગી કરવી, અન્ય મહેમાનોનું લીસ્ટ તૈયાર કરવું, તમામને આપવા માટે આમ્ંત્રણ પત્રિકાઓ તૈયાર કરવી, મહેમાનો તથા અમારા દરેક સભ્યના જીવનસાથીને આપવા માટે પ્રતીક ભેટ તૈયાર કરવી, બધી બહેનોને બે ડાન્સ કરવા હતા. તે માટે ગીતની પસંદગી અને પ્રેક્ટીસ, બાળકોને પણ ભાગ લેવો હતો તેમને તૈયાર કરવા, ભોજનનું મેનુ નક્કી કરવું, કર્યક્રમ માટેનું સ્થળ નક્કી કરી તેનું બુકિંગ કરાવવું.
વાર્ષિક સ્નેહમિલન સમારંભ તારીખ- ૨૪-૧-૨૦૧૬ ને રવિવારે યોજવાનું નક્કી કર્યું અને મુખ્ય મહેમાન તરીકે “સહજ” સંસ્થાના સ્થાપક અને સંચાલક જબીનબહેન જાંબુઘોડાવાલાની પસંદગી કરિ તેમની તે માટે પરવાનગી લીધી.