h1

ડાકલાં વાગ્યાં (ગઝલ)

30/07/2013

ધૂણીને દો જવાબ, ડાકલાં વાગ્યાં,

દેખાડી દો રૂઆબ, ડાકલાં વાગ્યાં.

 

બોલવા ટાણે બોલો, પછી જશે ટાણું,

દૂર કરો નકાબ, ડાકલાં વાગ્યાં.

 

વેરશો કાંટા તો ખુદનેય વાગશે,

આપો બધે ફૂલછાબ, ડાકલાં વાગ્યાં.

 

વધો આગળ, ડરો ન અંધકારથી,

રાહ ચીંધે મહેતાબ, ડાકલાં વાગ્યાં.

 

ભલેને ડરાવે ‘સાગર’ ગાજ-વીજ,

છોડતા નહિ ખ્વાબ, ડાકલાં વાગ્યાં

 

–         ‘સાગર’ રામોલિયા

One comment

  1. પ્રા. દિનેશ પાઠક's avatar

    “ભલેને ડરાવે ‘સાગર’ ગાજ-વીજ,

    છોડતા નહિ ખ્વાબ, ડાકલાં વાગ્યાં”

    સરસ! 🙂



પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free