h1

તૂટે છે

18/04/2020

(ગાx8)

દીવાલોનાં દિલ તૂટે છે,
માણસમાં માણસ ખૂટે છે.

દીવાલોની પીડા જોઈ,
ઊંચી છત માથાં કૂટે છે.

જોઈ આવી અફડાતફડી,
તળિયે પરસેવો છૂટે છે.

નાકે છોડી સઘળી લજ્જા,
કાપ્યું તેવું તે ફૂટે છે.

‘સાગર’ના મનમાં છે ચિંતા,
કોને કો’ આજે લૂટે છે.

– ‘સાગર’ રામોલિયા

પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free