Archive for જુલાઇ, 2010

h1

મળી જાય

29/07/2010

ગુંડા તો ચારેકોર મળી જાય,
કેરી માગો તો બોર મળી જાય.

પડે જો કૂતરા સાથે પનારો,
મફત રૂડો શોર મળી જાય.

ખુશ થiય કપાયેલા પતંગે,
પછી કહે જો દોર મળી જાય.

નશાની દુનિયામાં મૂકો પગ,
વગર પીધે તોર મળી જાય.

મન કહે ‘સાગર’ ન હરખાતો,
બલા કોઈ કઠોર મળી જાય.

– ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો