Archive for જુલાઇ, 2013

h1

ડાકલાં વાગ્યાં (ગઝલ)

30/07/2013

ધૂણીને દો જવાબ, ડાકલાં વાગ્યાં,

દેખાડી દો રૂઆબ, ડાકલાં વાગ્યાં.

 

બોલવા ટાણે બોલો, પછી જશે ટાણું,

દૂર કરો નકાબ, ડાકલાં વાગ્યાં.

 

વેરશો કાંટા તો ખુદનેય વાગશે,

આપો બધે ફૂલછાબ, ડાકલાં વાગ્યાં.

 

વધો આગળ, ડરો ન અંધકારથી,

રાહ ચીંધે મહેતાબ, ડાકલાં વાગ્યાં.

 

ભલેને ડરાવે ‘સાગર’ ગાજ-વીજ,

છોડતા નહિ ખ્વાબ, ડાકલાં વાગ્યાં

 

–         ‘સાગર’ રામોલિયા

h1

ભીંજાઈ લે!

13/07/2013

લે, આવ્યો વરસાદ, ભીંજાઈ લે!

કુદરતે કર્યો નાદ, ભીંજાઈ લે!

 

ટાણું છે આ આનંદ લૂંટવાનું,

શીદને રહે બાદ, ભીંજાઈ લે!

 

મનને મારી મળશે નહિ કૈં,

રોક નહિ ઉન્માદ, ભીંજાઈ લે!

 

ભીંજાવું તો ભીંજાવું, એમાં જીદ શેની?

કર્યા વિના વિખવાદ, ભીંજાઈ લે!

 

‘સાગર’ કરી દીધાં મનોરથ પૂરાં,

પૂરી આપી દે દાદ, ભીંજાઈ લે!

 

‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો