Archive for ફેબ્રુવારી, 2014

h1

કરો ખમૈયા (હઝલ)

09/02/2014

(લગાગા લગાગા લગાગા લગાગા)

 

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા!

ગયા કાન પાકી, કરોને ખમૈયા!

 

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,

બધી એબ ઢાંકી, કરોને ખમૈયા!

 

ન મૂક્યા ક્દી’ પથ્થરોનેય આઘા,

જશે એય થાકી, કરોને ખમૈયા!

 

લગાવ્યા, હતા એટલા દાવપેચો,

ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા!

 

કહે વાત આવી ભલે ખૂબ ‘સાગર’,

હવે છે શું બાકી? કરોને ખમૈયા!

 

‘સાગર’ રામોલિયા

h1

આનંદ થશે (ગઝલ)

02/02/2014

મનને મુક્ત રાખીને આવ, આનંદ થશે!
મુખને મલકાવીને આવ, આનંદ થશે!

ગોઠડી થશે મીઠી, એમાં હશે નહિ રંજ,
ચિંતાઓ બધી છોડીને આવ, આનંદ થશે!

સુખી થવા માટેનો છે એક જ રસ્તો અહીં,
ફરિયાદો દૂર મૂકીને આવ, આનંદ થશે!

હરિયાળું હો’ મન, તો હરિયાળી દુનિયા,
શુષ્કતાઓ ખંખેરીને આવ, આનંદ થશે!

‘સાગર’ની આ દુનિયામાં મોજ છે મોજાંની,
આવ, તું મસ્ત બનીને આવ, આનંદ થશે!

–    ‘સાગર’ રામોલિયા

Design a site like this with WordPress.com
શરૂ કરો