બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

Categories: ગઝલ | ટૅગ્સ: | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “બસ એટલી સમજ મને પરવરદિગાર દે,”

  1. પિંગબેક: દરેક પોસ્ટ « લાપાળીયા

પ્રતિસાદ આપો

Create a free website or blog at WordPress.com.

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free