Monthly Archives: જૂન 2012

સાધક અને જીવનસાથી

યોગ માર્ગે જવું જો હો એનાથી અન્ય રીતમાં,
તમને કો જવા પ્રેરે ‘ના’ કહો દ્રઢતાથી ત્યાં.
દુભાતા દિલ બીજાનું એવું કઈ કરવા જતા,
પ્રેમ ઊંડો હદે ધારી એવાને સમજાવવા.
સાથીનો સાથ લેવાનો સાથ દેવા કહ્યા કરી,
આપણે  તો રેવાનું સ્વમાર્ગે દ્રઢતા ધરી.
એકની એક વાતે તે ઝાઝું ત્યાં નહી ચૂંથવું,
સ્પષ્ટ કે’વાતું જે હોયે, તે કહી શાંત ત્યાં થવું.
બીજું તો માગતું રહેશે એની રીતે ચલાવવા,
આપણે તો ડગવું ત્યાં ના રે’વું મક્કમ ત્યાં સદા.
જેને જે જોઈતું હોય લેવા દ્યો તેમને બધું,
નિ:સ્પૃહી આપણે રે’વું ભાગ આવેલ તે કરી.
સંડોવાઈ જવાનું ના કશામાં થાય આપણું,
એ રીતે વર્તવાનું છે સ્વસ્થ શાંતપણે જ શું!
                                             -મોટા
(જીવનપાથેય આ.-૩, પૃ.૧૧૯-૧૨૦)
Categories: Uncategorized | Leave a comment

અનોખો અનુભવ

   આજે જેના વિષે વાત કરવાની છે તેમનું નામ મિ.રોબિન આર્મસ્ટ્રોંગ છે. તેઓ આમ તો મૂળ કેનેડાના, પણ અમેરિકામાં રહેતા હતા. ૧૯૭૦મા તેમના શરીરની ઉમર માંડ ૨૫ વર્ષની હશે. યુવાનીમાં અમેરિકાના યુવાનોમાં પ્રસરેલી ટેવોમાં ફસાઈ ગયા હતા.(એલ.એસ.ડી., ગાંજો, ભાંગ વગેરેનું સેવન કરતા હતા.) તેવામાં અમેરિકામાં એમણે આપણે  ત્યાં બોલાતી ધૂન એમણે સાંભળી ને તેવી ધૂન તે બોલવા લાગ્યા. અમેરિકાના જે બધા યોગના આશ્રમો હતા ત્યાં તે ફર્યા, પરંતુ તેમને ત્યાં પૂરો સંતોષ ન મળ્યો; એટલે યોગભક્તિના મૂળ ધામ ભારત આવવા નીકળ્યા. પાસે પૈસા ન મળે એટલે જ્યાં ત્યાં મહેનત મજુરી કરતા કરતા છેવટે ભારત આવ્યા ને ભારતમાં પંજાબના ફિરોજપુર શહેરમાં તે આવ્યા. ત્યાં એક મૌનીબાબા (શ્રી રાજ કે. મૌની)ને તેઓ મળ્યા. ત્યાં ફીરોજ્પુરમાં એક ભાઈ પૂજ્ય શ્રીમોટાના નડીયાદ-સુરતના હરિ:ॐ આશ્રમમાં છે તેવું જ મૌન મંદિર ચલાવે છે તે જગ્યા તેમણે બતાવી. ત્યાંથી તે ખોળતા ખોળતા સુરત આવી પહોચ્યા. સને ૧૯૬૮મા ૯૮ દિવસ હરિ:ॐ આશ્રમ-સુરતમાં એકધારા મૌનમાં બેઠા.એમને તો જ્ઞાન થાય ત્યાં સુધી ઘણા લાંબા ગાળા સુધી મૌન-એકાંતમાં બેસવું હતું, તેથી દક્ષિણ ભારતમાં કુંભકોણમ હરિ:ॐ આશ્રમમાં તેઓને મોકલ્યા. ત્યાં એકધારા ૧૩ માસ ૩૮૮ દિવસ મૌન-એકાંતમાં રહ્યા.

   તેમણે આપણાં શાસ્ત્ર કે એવું બીજું કઈ વાંચ્ય નથી. માત્ર ‘હરિ:ॐ’ના જપ જ કર્યા હતા. તેમાંથી આ ભાઈને અંતરની-હૈયાની સમજણ અંતરમાં અંતરથી જ ખુલી ગઈ. માત્ર નામસ્મરણના પ્રયોગથી અંદરનું નવું સ્વરૂપ કેવું પ્રકટે છે, તેનો આ રોબિનભાઈ પ્રયોગાત્મક પુરાવો છે. હાલ મી.રોબિન વયોવૃદ્ધ અવસ્થામાં છે છતાં આજે પણ તેઓ નિયમિત રીતે હરિ:ॐ ધૂન કરે છે. કોઈ પણ સ્વજન તેમનો ઇમેલ દ્વારા સંપર્ક સાધી શકે છે. તેમના કેટકાલ ફોટાઓ અને વિડીઓ પણ અત્રે મુક્યા છે. તેમની વેબસાઈટ hariomhariom.com/ પરથી પણ આપ તેમના વિષે માહિતી મેળવી શકો છો.
Categories: Uncategorized | Leave a comment

ગુરુપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમ

   પૂજ્ય શ્રીમોટા પ્રેરિત હરિઃૐ આશ્રમ -નડિયાદ તેમજ સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વજનો દ્વારા ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેનો  કાર્યક્રમ આ મુજબ છે.

નડીયાદ:
તારીખ ૨ જુલાઇ સોમવારઃ

સાંજે ૫થી૮ પ્રસાદ
સાંજે  ૮થી સવારે ૫ સુધી હરિઃૐ નામસ્મરણ

તારીખ ૩ જુલાઇ મંગળવારઃ

સવારે ૭થી૯ ગુરુવંદના
       ૯થી પ્રસાદ

સ્થળઃ હરિઃૐ આશ્રમ
       દ્ખ્ખણિયો ઓવારો
       શેઢી નદીના કિનારે
       બિલોદરા ગામ પાસે
       નડિયાદ-ક્પડવંજ હાઇવે
       નડિયાદ
ખાસ વિનંતિઃ બહારગામના સ્વજનો જે આગલા દિવસે આવવાના હોય તેમણે અગાઉથી જાણ કરવા વિનંતિ જેથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં સરળતા  રહે……  ફોનઃ શ્રી રાજેન્દ્ર્ભાઇ રાવલઃ ૯૯૭૮૪૦૫૨૩૧
                 શ્રી નિતીનભાઇ રામીઃ ૯૮૨૫૦૩૮૧૦૧
                 શ્રી હિમાંશુ ભાવસારઃ ૮૦૦૦૯૦૯૬૯૬

સુરત:
         તારીખ ૩ જુલાઈ મંગળવાર


          સવારે ૫:૫૫ થી ૭:૦૦ પ્રાર્થના અને ગુરુવંદના

          ૭:૦૦ થી બીજા દિવસ સુધી ૨૪ કલાક અખંડ હરિ:ॐ નામસ્મરણ

           સાંજે ૫:૦૦ પ્રસાદી

સ્થળ: હરિઃૐ આશ્રમ
          કુરુક્ષેત્ર મહાદેવ મંદિર પાસે,
          જહાંગીરપુરા, રાંદેર, સુરત.
Categories: Uncategorized | Leave a comment

શ્રધ્ધા વિષે

   જ્ઞાનાત્મક શ્રધ્ધા કદી આંધળી હોઈ શકાતી નથી. સાચી શ્રધ્ધા આંધળી ન હોય અને અંધશ્રધ્ધા એ સાચી શ્રધ્ધા નથી.
   શ્રધ્ધાના ત્રણ પ્રકાર છે: તામસિક, રાજસિક અને સાત્વિક. આદર્શ શ્રદ્ધા એનાથી પણ આગળની વાત છે. આદર્શ શ્રધ્ધા તો એવાને મળતાની સાથે એક ક્ષણમાં દિલ આપોઆપ એવાનામાં ચોંટી જાય. તેય પછી કદી તેવા પરત્વે કોઈ જાતના સંકલ્પ-વિકલ્પ જ ઊઠે નહિ; એનું નામ આદર્શ શ્રધ્ધા.
   સાધનાના ક્ષેત્રમા જીવન હેતુને ફળાવવાને અર્થે ભાવનાગત જે એકધારો અભ્યાસ પ્રગટ્યા કેરે છે, તેથી કરીને જે શ્રધ્ધા એકનિષ્ઠાથી શક્તિસ્વરૂપે પ્રકટે છે, તે બધું કાંઈ એકદમ ઓચિંતું બની જતું નથી.
(જીવનસંશોધન, આ.૧, પૃ.૨૯૫)
   સાધકની લક્ષવૃત્તિ દ્રિધાપણે કામ કરતી રહે તો તે જીવનવિકાસ માટે ખતરનાક છે. પ્રેમપૂર્વક અથાગ ને અતાગ શ્રમ કર્યા વિના પરમભાવના અનુભવની ઈચ્છાને સેવ્યા કરવી તેય શ્રધ્ધાનું સાચું સ્વરૂપ નથી; એ તો માત્ર શેખચલ્લીના વિચાર ગણાય. જેની શ્રધ્ધામાં પ્રાણ પ્રકટેલા નથી, એવાની શ્રધ્ધા જીવનવિકાસના કર્મમાં ખપ લાગતી નથી. હદયપૂર્વકની ભાવનાથી થતા જતા પુરુષાર્થમાં કાળે કરીને સમજણ અને અનુભવ પ્રકટવા માંડે છે એવી સમજણ છે. અનુભવની પરંપરામાંથી પ્રકટતી શ્રધ્ધાના બળે તેના જીવન-ધ્યેયમાં એને એક પ્રકારનું આત્મબળ પ્રકટે છે અને એવા આત્મબળના આધાર વડે અનુભવની શ્રેષ્ઠતામાં પ્રવેશીને, શ્રધ્ધાને ભાવમાં પરિણીત કરાવીને, પછી એવા ભાવથી હદયમાં તત્વને પ્રીછી શકે છે.
   કોઈના પરની શ્રધ્ધા એટલે એના સર્વ પ્રમાણમાં વિચાર રહિત, મૂઢપણે જે થયા કરે, યંત્રની જેમ જે થયા કેરે તે નહિ, પરંતુ તે તો જડતા ભર્યું અજ્ઞાન છે. એને શ્રધ્ધા ન કહી શકાય. શ્રધ્ધા એટલે તો આંતરદ્રષ્ટિ. અંધશ્રધ્ધા કરતા તો શ્રધ્ધા ન હોય તેવી સ્થિતિ સારી.
(જીવનમંથન, આ.૨ પૃ.૩૫૩)
Categories: પૂજ્યશ્રીનું માર્ગદર્શન | Leave a comment

હરિભાવ june-2012

વહાલાં સ્વજનો,
  હરિ :ૐ આશ્રમ-સુરત દ્વારા જુન માસના હરિભાવનો અંક વેબ સાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંક પીડીએફ ફાઈલ સ્વરૂપે વાંચવા માટે આપ નીચેની લીંક  પર ક્લીક કરીને વાંચી શકો છો.
http://www.hariommota.org/read_literature.php?haribhav=true&id=142
   આ ઉપરાંત આ બ્લોગના વાંચકોની સરળતા માટે બ્લોગના હરીભાવ પેઝમાં પણ આપ આ અંક વાંચી શકો છો. પેઝ્ની લીનક નીચે મુજબ છે.
http://www.saintpujyashreemota.co.cc/p/blog-page_14.html

હરિ:ૐ

Categories: Uncategorized | Leave a comment

ત્રણે ગુણના લક્ષણો

   સાધકે પોતાના જીવનમાં ક્યારે ક્યો ગુણ કામ કરી રહ્યો છે તે સમજવું જોઇએ, ને તે સમજી સમજીને તેને ગુણોની અસરથી ભાવના બળ પ્રકટાવીને મથવું જોઇએ. એક જ દિનના ગાળામાં ઘડીક તમસ, ઘડીક રજસ અને બહુ જ ઓછો કાળ સત્વગુણ પ્રવર્તેલો હોય છે.
   તમોગુણમાં આળસ, જડતા, પ્રમાદ, નિર્બળતા, અશ્રધ્ધા, શિથિલતા, અશક્તિ, અકૌશલ, બસ પડ્યા જ રહેવું, ઉમંગનો અભાવ, બેળે બેળે થવું, શંકાકુશંકા, નિરાશા, વિષાદ, રોદણાં, મંદતા, અગ્રહણાત્મક સ્થિતિ, સાનમા સમજી જવાની અશક્તિ, ખાંખત ને ખંતનો અભાવ, અચોક્કસતા, બેપરવા, બેદરકારી, અનિયમિતતા, સાતત્યનો અભાવ, યદ્દાતદ્દાપણું, થાક, મોહ, અજ્ઞાન, આળસ, ઠંડા ને વાસી પદાથ્-ખાદ્યવૃત્તિ, મંદગતિ, ભુલકણાપણું, રગશિયાપણું, નિર્બળતા, મંદ સૌંદર્ય ગ્રહણશક્તિ, મંદરસવૃત્તિ, લાગણીના મર્યાદિત પ્રત્યુત્તર આદિ હોય છે.
   રજસમાં વેગ, ગતિ, શક્તિ, કુશળતા, ચપળતા, પરિસ્તિતિને કાબુમા લેવાની ઇચ્છા, સક્રિયતા, સબળપણું, હોંશ, પુરુષાર્થ કરવાની ખેવના, આશાવાદ, એક ને એક સ્થિતિમાં રહેવાની અનિચ્છા, ઝઝૂમવાની વૃત્તિ, આગ્રહો, નેતા થવાની વૃત્તિ, अहमનું જોશ, કીર્તિની ઝંખના, ચોક્સાઇ, નિયમિતતા, સાતત્ય, ખંત, શીખવાની આતુરતા, સર્જનશક્તિ, ઉમંગ, ગ્રાહકતા, આવેગ, આવેશ, કામના, આશા, ઇચ્છા, અપેક્ષા, ચંચળતા, સ્ફૂર્તિ, તરવરાટ, આસક્તિ, ધાંધલ, પ્રવૃત્તિ પ્રિયતા, હરીફાઇ, લોભ, હિંસાખોરી, અભિમાન, તીખુ-ખારુ ખાદ્યવૃત્તિ, અનુદારતા, બુધ્ધિની હઠીલાઇ આદિ હોય છે.
   સત્વમાં સમતા, શાંતિ, આનંદ, પ્રેમ, પ્રસન્નતા, મુલાયમતા, સ્થિયતા, નિરાગ્રહ, સરળતા, સત્યપ્રિયતા, ક્ષમા, કરુણા, નમ્રતા, નિર્દોષતા, અભય, અહિંસા, ઇન્દ્રિયદમન, દાન, શાસ્ત્રાભ્યાસ, ત્યાગ, નિર્લોભતા, અદ્રોહ, અવિચળતા, કોમળતા, ન્યાય, બ્રહ્મચર્ય, પવિત્રતા, ભક્તિ, આરોગ્ય શક્તિપ્રદ ખાદ્યવૃત્તિ, સહિષ્ણુતા, અમાનિત્વ, સર્વભૂતહિતરતપણું, બુધ્ધિશાળી અને સપ્રમાણ મન, બુધ્ધિ અને સૌંદર્ય રસવૃત્તિથી પ્રેરાતી સંકલ્પશક્તિ, આત્મસંયમ, સંસ્કારિતા, સપ્રમાણતા, મધ્યમમાર્ગ પ્રવણતા આદિ હોય છે.
-શ્રીમોટા
Categories: જીવનવિકાસ | Leave a comment

Create a free website or blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો