જે जीव મનની ચાલબાજી સમજે છે, તે મનના નચાવ્યા પ્રમાણે નાચવાની ના પાડી શકે છે. એવી રીતનો જે जीव સ્વસ્થ, તટસ્થ, શાંત, પ્રસન્નચિત્ત રહી શકે છે, એવો जीव આજ નહી તો કાલ જરૂર ઉપર આવી શકવાનો છે. જે जीवની ખરેખરી જીવનને ઊંચે આણવાની તમન્ના જાગેલી નહી હોય ,તેવો जीव થોડા થોડા આ બાજુના પ્રયાસ કરીને બેસી જવાનો છે. એવાને તો કશું જ મળવાનું નથી. આ માર્ગમાં તમન્ના હોવી અને તે હદયની ખરેખરી હોવી તે ઘણું ઘણું મહત્વનું છે.ગરજ ને સ્વાર્થ પાક્યા વિના કોઈને કોઈ મળતું પણ નથી ને કોઈને શોધતું પણ નથી. તેવી રીતે જીવનની ગરજ પાકવી ઘટે છે. જેને ગરજ જાગે છે, તે તો તે પ્રમાણે વર્તે છે. આપણને હજી ખરેખરી, પૂરેપૂરી તમના જ પ્રકટેલી નથી ને સાચી ગરજ જાગેલી નથી. તેથી હજી સાચા અર્થમાં ખૂપી જવાનું બનતું નથી ને બાથોડીયા મારવા પડે છે. તેથી હજી મનને પૂછ્યા કરવાનું છે કે 'ભાઈ સાહેબ ! કયે માર્ગે જવું છે તેનો પાકો નિર્ણય હજુ કરી લેવાની જરૂર છે.' માટે, ચેતીને ચાલવાની જરૂર છે. જેની દિશા જીવનની નક્કી થઇ જાય છે, તેમાં તો મરણીયો નિર્ધાર પ્રકટે છે. તેવા जीवની ગતિ ને તેની દિશા, ને તેની સમજણના પ્રકાર પણ જુદા જ તરવરે છે ને તેરી આવે છે. જે जीव પોતાના માટેના કર્મોમાં ને બનતા પ્રસંગોમાં ને મળતા સંબંધોમાં કે થતા વર્તનોમાં કેટલી ને કેવી ભાવના જીવતી રાખવી ઘટે એનું હદયથી પૂરું જ્ઞાનભાન રાખી શકવાને તે પ્રેરાયેલો રહ્યા કરે છે. એવા जीवની જાગૃત્તિની ચમક અને ઝલક ઓર પ્રકારની તરી આવે છે. એના જીવનવિકાસ માટેનો થનગનાટ માત્ર ખાલી ખાલી હોતો નથી. એવા जीवને કશાથી હાલી ઊઠવાનું હોતું નથી. એને નિરાશા શેની હોય ? એ તો જીવન સમસ્તને ઊલટાવી નાખવાને જ્યાં કટિબદ્ધ બન્યો હોય છે, એના જોમ, હામ, સાહસ, બળ, ભાવ એ બધાની બરોબરી કયો સંસારી जीव કરી શકે ? જો સાધનામાં પ્રવેશ પામવું હોય, તો તો તે માર્ગ નર્યો મુશ્કેલીઓથી, વિઘ્નોથી ને એવી અનેક પ્રકારની સ્થૂળ અને સૂક્ષ્મ યુદ્ધ પરંપરાઓથી ભરેલ છે. ને તે બધાને ઓળંગવાને કાજે જેની હદયની ખરેખરી ગરજ જાગી હોય, તો પોતાના સદ્દગુરુને પોકારી પોકારી હદયમાં હદયથી પ્રાર્થના કરી કરી, એને આપણામાં જિવાડવાની તાકાત હોય ને એવું શૂહુર પ્રકટાવવાનુ ખમીર હોય, તો જ आ માર્ગે પગલા દેવાનું યોગ્ય છે. માટે ગુરુએ આદેશ આપેલ છેકે ચેતીને ચાલવું. માટે, જાગીને તે પણ પ્રત્યેક પળે ચાલવાની, જીવવાની પ્રથમ શરત હોય ને સદ્દગુરુની ભાવનાને હદયમાં જીવતી કરી રાખવાની પાકી, પૂરી ને સાચી દાનત હોય પ્રકટાવવાની હોય, તો જ કઈ કામ સાધી શકાય. બાકી તો અંધારામાં બાથોડીયા માર્યા કરવાના છીએ, તે નિશ્વે કરીને સમજવું.
(જીવનપ્રવેશ, પૃષ્ઠ-૧૪, આવૃત્તિ ચોથી)
તાજેતરની ટિપ્પણીઓ