ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,

ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … ભુતલહરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … ભુતલભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … ભુતલધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે … ભુતલએ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … ભુતલ 
– નરસિંહ મહેતા
Categories: ભજન | ટૅગ્સ: | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,”

  1. પિંગબેક: દરેક પોસ્ટ « લાપાળીયા

પ્રતિસાદ આપો

Blog at WordPress.com.

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free