Ahmedabad Mirror

મુંબઇમાં હું જ્યારે હતો ત્યારે રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે મુંબઇ મીરર ટેબ્લોઇડ પેપર પણ મફતમાં મળતું હતું. અત્યારે ખબર નથી કે મુંબઇ મીરર હજી પણ ટાઇમ્સ સાથે મફતમાં મળે છે કે નહીં. પરંતુ હમણાં એક નવી વાત જાણવા મળી કે હવે અમદાવાદ માટે લોકલ અમદાવાદ મીરર પણ ચાલુ થયું છે. મારા જેવા પરદેશમાં વસતા માણસને તો આનો ખ્યાલ જ નહોતો.આજે પહેલી વખત અમદાવાદ મીરર ઓનલાઇન વાંચ્યું પણ એટલી મઝા ના આવી. લાગે છે જી મુંબઇ મીરરના લેવલ પર આવતા વાર લાગશે પણ શરૂઆત થઇ એટલ ખુશ છું.

પ્રતિસાદ આપો

Design a site like this with WordPress.com
શરૂ કરો