Policies of Singapore Govt.

આ પોસ્ટમાં સિંગાપોર સરકારની અમુક પોલિસીઓ વિશે વાત કરવી છે.

Forced Conversion

મને ઘણાં બધાં લોકો દ્વારા સાંભળવા મળ્યું કે સિંગાપોરની સરકાર હવે PR (Permanenet Recidency) ની reneweal માટે આવતી અરજીઓને મંજૂર નથી કરી રહ્યી પણ PR renew કરવાના બદલે અરજી કરવાવાળાઓને સિટીઝનશીપ લેવાનું કહે છે. લાગે છે સિંગાપોર સરકારનો વસ્તી વધારવાનો નવો નૂસ્ખો છે આ :).  મને નથી લાગતું કે આ કારગત નીવડે. વફાદારી અને દેશદાઝ એવી વસ્તુ છે કે એ દબાણથી કે લાલચથી ના લાવી શકાય. દરેક દેશ પોતાના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડે એ બરાબર છે પણ સિંગાપોર સરકારની આ નીતિ મને યોગ્ય નથી લાગતી. અહીં તો સરકાર ઓલોમ્પિકમાં મેડલો જીતવા માટે પણ ખેલાડીઓ આયાત કરે છે.

P for Productivity

આ વખતના સિંગાપોર બજેટમાં સરકારે Productivity એટલે કે કાર્યદક્ષતા પર ભાર મૂકીને ડોલરની લ્હાણી કરી છે. સરકારી આંકડાઓ મુજબ અહીંના સ્થાનિક કામદારો બહુ કાર્યદક્ષ નથી. વચ્ચે અહીંની સરકારના એક મંત્રીએ ઉદાહરણ આપ્યું કે તેઓ જ્યારે જર્મની ગયા હતા ત્યારે ત્યાંની કોફી શોપમાં જે મહિલા કામ કરતી હતી એ બધું એકલા હાથે કામ  કરી રહી હતી એટલે કે ઓર્ડર લેવાનું કામ, ગ્રાહકોને કોફી આપવાનું, બિલ બનાવવાનું, વગેરે વગેરે. આ મંત્રી સાહેબ સિંગાપોરના લોકોને આવું ઉદ્દાત ઉદાહરણ આપીને સમજાવતા હતા કે તમારે પણ કાર્યદક્ષ બનવું જોઇએ એ મહિલાની જેમ. બહુ સરસ વાત કરી મંત્રી સાહેબે. ખાલી મારે એમને એક સવાલ પૂછવો હતો કે એ કોફી શોપમાં કામ કરતી મહિલાને કલાકના કેટલા યુરો મળે છે અને અહીં કોફી શોપમાં કામ કરનારને કલાકના કેટલા મળે છે? અહીં કેશિયર જેવી જવાબદારીવાળા કામ માટે પણ કલાકના 5-6 ડોલરથી વધૂ કોઇ આપતું નથી. જો તમે મહેનતાણું આપવા તૈયાર ના હો તો પછી કામની આશા કંઇ રીતે રાખી શકો? પણ આવા આવા ઉદાહરણો આપીને સરકાર લોકોને ઉંઠા ભણાવે. હવે બજેટમાં સરકાર બિલીયન ડોલર્સની લ્હાણી કરશે અને બતાવશે કે તેઓ કામદારોને કાર્યદક્ષ બનાવશે અને એમ કરવાથી કામદારોને સારુ મહેનતાણું મળશે અને સિંગાપોરમાં આયાતી કામદારો નહીં લાવવા પડે. મહેનતાણા અને કાર્યદક્ષતા વચ્ચેનો સીધો સંબંધ સરકારને કેમ નથી સમજવો એ અઘરી વસ્તુ છે સમજવી મારા માટે? મારા મત મુજબ સરકારે Minimum Wage program શરૂ કરવો જોઇએ.

PRs feeling left out

નજીકના ભવિષ્યમાં સિંગાપોરમાં ચૂંટણીઓ યોજાવાની છે. એટલે હવે સરકાર દ્વારા નાગરિકોને ખુશ કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જો કે આ બાબતમાં સિંગાપોર સરકારનો અભિગમ એવો  છે કે PRને નાના બતાવીને સિંગાપોરના નાગરિકોને મોટા બતાવવાના. PRને અપાતી બધી સવલતો હવે સરકાર કાપી રહી છે. સરકાર એ ભૂલી રહી છે કે ટેક્ષ લેવામાં સરકાર PR અને Citizen વચ્ચે ફરક નથી રાખતી. અમુક હદ સુધી PR અને Citizen વચ્ચેનો ફરક યોગ્ય છે પણ હવે આ ફરક અન્યાયનું સ્વરૂપ લઇ રહ્યો હોય એવું લાગે છે. જો આમ જ રહેશે તો લોકો સિંગાપોર આવવાનું કદાચ પસંદ નહીં પણ કરે અને એ સમયે કદાચ સરકારને પોતાની ભૂલ સમજાશે.

Absence of credible opposition

કહેવાય છે કે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે વિરોધપક્ષ કેટલો સક્ષમ છે. આ બાબતમાં સિંગાપોરની લોકશાહી મરવા પડી છે. 1965થી એટલે કે જ્યારથી સિંગાપોર અસ્તિત્ત્વમાં આવ્યું છે ત્યારથી એક જ પક્ષ અને લગભગ એક જ ખાનદાન સિંગાપોર પર રાજ કરી રહ્યું છે. આજ દિન સુધી સરકારે  સિંગાપોરમાં વિરોધના સૂરને મિડીયા કે લોકો સમક્ષ નથી આવવા દીધો. જો કોઇ વિરોધનો સૂર ઉઠે તો તરત એના પર એટલા law suit ચારે તરફથી નાંખી દેવામાં આવે કે બિચારો જીવતા જીવ ઉકલી જાય. સંસદ હોય કે કામદાર સંગઠનો હોય બધે એક જ પક્ષનું એકચક્રી શાસન ચાલે. બજેટ આવે એટલે કામદાર સંગઠનો સરકારના બજેટની પ્રશંસા કરે (દલા તરવાડીની વાર્તાની જેમ). જો હું ખોટો ના હોઉ તો સિંગાપોરની હાલની સંસદમાં માત્ર 1-2 વિરોધ પક્ષના સભ્યો છે. સિંગાપોરના વિરોધપક્ષની વેબસાઇટ અહીં છે. આ વેબસાઇટ સરકાર ચાલવા દે છે એની મને નવાઇ લાગે છે.

હાલ પૂરતું અહીં વિરમું છું. ફરી ક્યારેક આ વિષય પર વધૂ લખીશ.

મોટા એટલા ખોટા

ગઇ કાલે રાત્રે રુહીને હું ખૂબ વઢ્યો અને પાછળ એક લગાવી પણ દીધી. અમુક વખતે લાલ આંખ કરવી જરૂરી છે કારણ કે થોડી ઘણી શિસ્તની આદત બાળકમાં રાખવી જરૂરી છે. ડેડીનો ગુસ્સો જોઇને રુહી રડતા રડતા એની મમ્મી પાસે જતી રહી અને મમ્મીને ફરિયાદ કરવા લાગી. પછી થોડા વખતમાં એની મમ્મી સાથે એ સૂઇ પણ ગઇ.

સવારે તો રુહી ઉઠે એ પહેલા હું ઓફિસ જવા નીકળી ગયો હતો અને સાંજે લગભગ 8:30 વાગ્યે હું ઘરે આવ્યો. જેવો હું દરવાજામાં આવ્યો કે રોજની આદત મુજબ મને જોઇને રુહી “ડેડ્ડી” કહીને કૂદકો મારીને મને વળગી પડી. (રોજ રુહી પાસેથી આટલું વ્હાલ પામીને ડેડ્ડીનો તો આખા દિવસનો થાક ઉતરી જાય છે.) બસ પછી અમે સાથે જમવા બેઠા અને નીચે બોલ લઇને બાસ્કેટ બોલ કોર્ટમાં રમવા ગયા. રુહી અને હું બહુ રમ્યા અને પછી ઘરે આવીને રુહી મારી સાથે cheers (જ્યુસ પીને) કરીને સૂઇ ગઇ.

જો કે આ આખા ઘટનાક્રમે મને વિચારતા કરી મૂક્યો. મને વિચાર આવ્યો કે જો કોઇએ મારી સાથે આવું કર્યું હોત (એટલે કે ઝઘડો કરવાનું, બોલાચાલી કરવાનું, વગેરે)  તો હું એ ભૂલી જઇને એ વ્યક્તિને માફ કરીને પહેલાની જેમ જ એની સાથે વ્હાલથી રહી શકીશ? જવાબ ચોક્ક્સ છે ના. આનું કારણ છે હવે હું મોટો થઇ ગયો છું. હું વધારે પડતો બુધ્ધિશાળી થઇ ગયો છું. હું વધારે પડતો વિચારતો થઇ ગયો છું હું વધારે પડતો અભિમાની થઇ ગયો છું. વગેરે વગેરે. મોટા થઇએ એટલે જાણ્યે અજાણ્યે સમજ સાથે આ બધા ગુણો કે અવગુણો આપણામાં આવી જતા હોય છે. આપણે પોતાની જાતને બીજાથી ઉપર સમજવા લાગતા હોઇએ છીએ. નાના છોકરાઓને હજી એવી વિચારશીલતા છે નહીં એટલે જ તેઓ બધું ભૂલી જઇને બધાં સાથે પ્રેમભાવથી રહી શકે છે. બાળકોનું હ્રદય એકદમ ચોખ્ખું છે. જ્યારે આપણે મોટેરાઓ આવો શુધ્ધભાવ નથી રાખી શકતા. એટલે જ કદાચ ગુજરાતીમાં કહેવત પણ છે કે “મોટા એટલા ખોટા”. અંગ્રેજીમાં આજ વસ્તુના સંદર્ભમાં કહેવાય છે કે “Ignorance is bliss”. જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી સુખી છીએ. એક વખત સારા નરસાની ખબર પડવા લાગે એટલે આપણે કેવા દુ:ખી થવા લાગીએ છીએ.

ઘણાં વખત પછી આ પ્રકારનું મનોમંથન કર્યું.

મોદી સાહેબ ફોર્મમાં છે

‘મને બારૂદ આપો,પૈસા આપવા તૈયાર છું,ત્રાસવાદને ગુજરાત તો નિપટી લેશે’ – Divya Bhaskar

મોદી સાહેબને બોલવામાં તો કોઇ નહીં પહોંચી શકે 🙂  એક માત્ર રાજકારણી દેશમાં એવો છે જે ખૂલ્લે આમ નિર્ભય રીતે પાકિસ્તાન વિશે સત્ય બોલી શકે છે.

Outing @ECP & Chill out

આજકાલ ચાઇનીઝ લોકોના નવા વર્ષની (Lunar New Year) રજાઓ છે એટલે રખડપટ્ટી ચાલી રહી છે. ગઇકાલે લીટલ ઇન્ડિયા ગયા હતા. બહુ ઘરની વસ્તુઓની ખરીદી કરી અને નવી ખૂલેલી શુધ્ધ શાકાહારી હોટલમાં જમીને V Dayની ઉજવણી કરી.

આજે East Coast Park જઇ બીચ પર રખડપટ્ટી કરી. સૌ પ્રથમ bowling કરી. બહુ વખત પછી bowlingની મઝા માણી. વિભાએ તો પહેલી વખત આ રમતની મઝા માણી. મેં બે વખત સ્ટ્રાઇક સાથે 10 પ્રયત્નોમાં 114 પોઇંટનો સ્કોર કર્યો. (Well Done man!! 🙂 ) વિભાનો સ્કોર સૌથી ઓછો રહ્યો અને બહુ પ્રેકટિસ કરવાની જરૂર છે. 🙂 Bowling પછી રુહીને ત્યાં આવેલી રાઇડોમાં બેસાડીને મઝા કરાવી. ચૂ ચૂ ટ્રેનમાં બેસવાની એને બહુ મઝા આવે છે. પછી મિત્ર સાથે બોર્ડ ગેમ રમીને પ્રાઇઝ મેળવવાની રમત રમી. એમાં એક રોબોટનું રમકડું અને રમકડાની તલવારોનો સેટ જીત્યા. ત્યાર બાદ દરિયા કિનારે જઇને બેઠા અને થોડા નાસ્તા પાણી કર્યા. થોડી રખડપટ્ટી કરીને પછી Komala’sમાં જમવા ગયા. મને Komala’s ના ફૂડમાં બહુ મઝા નથી આવતી પણ બીજા કોઇ શાકાહારી ભોજનના વિકલ્પના અભાવે Komala’s માં જમીને કામ ચલાવવું પડ્યું. ડીનર પછી Brazilian Salsa ના કાર્યક્રમનો આનંદ માણ્યો. Salsa નૃત્યકારો અને એમણે રજૂ કરેલો પ્રોગ્રામ મને એટલો અદ્દ્ભૂત ન લાગ્યો પણ હું બ્રાઝિલમાં નહીં પણ સિંગાપોરમાં છું એ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને મન મનાવી લીધું. પછી ઘરે પાછા. મઝા આવી ગઇ. રીચાર્જ થઇ ગયો થોડો.

આવતી કાલે પણ રજા છે. કાલે મ્યુઝિયમ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. મુધલ સમયના ઘરેણાઓની થીમ પર ગેલેરી ઉભી કરવામાં આવી છે એટલે મારી અંદર રહેલા historianને થયું કે ચલો એક આંટો મારતા આવીએ. સાથે સાથે સિંગાપોરમાં મને સૌથી વધારે ગમતી જગ્યાની મૂલાકાત પણ થઇ જશે.

Just Chill… Chill…

સિંગાપોર આજ કાલ

    • સિંગાપોરમાં હવે ભીડભાડ વધતી જાય છે. સવારે તમે ઘરેથી નીકળો એટલે પબ્લિક ટ્રાંસપોર્ટમાં ભીડનો બરાબર અનૂભવ થઇ જાય. ગયા અઠવાડિયે મારે સિટી હોલથી પીક અવર્સમાં પાછા આવવા માટે ટ્રેન પકડવાનું થયું. પહેલા પ્રયત્ને હું અસફળ રહ્યો અને બીજા પ્રયત્ને પણ હું માંડ માંડ સફળ થયો. થોડા વખત પહેલા જ્યુરોંગથી આવવાનું થયું હતું ત્યારે જ્યુરોંગ સ્ટેશન પર ચાર લેયરમાં લોકોની ભીડ હતી ટ્રેનમાં ચડવા માટે. મુંબઇ જેવી જ સ્થિતિ હવે અહીં પણ થઇ રહી છે. અહીં ફક્ત એક વાત સારી છે કે ટ્રેનના દરવાજા બંધ હોય છે એટલે કે લોકો મુંબઇની ટ્રેનોની જેમ લટકીને નથી જઇ શકતા એટલે અકસ્માત થવાનો ભય નથી રહેતો. બસ સર્વિસની પણ આમ જ હાલત છે. હું થોડા વખત પહેલા સવારના 6:30 વાગ્યે બસમાં જવા નીકળ્યો હતો તો પણ સવારના પણ આખી બસ ભરેલી હતી અને બસ કેપ્ટનને બૂમો પાડીને લોકોને અંદર ધકેલવા પડ્યા હતા.
    • સિંગાપોરની સરકાર હવે અહીંના નાગરિકોને વ્હાલા કરવામાં લાગી છે. સિંગાપોર સરકાર હવે રેસિડન્ટ લોકોને અપાતી સવલતો પર કાપ મૂકીને એ ફાયદો સિટીઝન લોકોને આપવાની કવાયત કરી રહી છે. રેસિડન્ટ લોકો માટે હવે મેડીકલ સારવાર મોંધી થઇ રહી છે. શાળાની ફીમાં પણ 2011થી વધારો થઇ રહ્યો છે. આમ જોવા જઇએ તો આ પ્રકારનો ભેદભાવ અમુક હદથી વધારે યોગ્ય નથી. જો આમ જ ચાલુ રહેશે તો સિંગાપોરમાં કોઇ આવીને રહેવાનું પસંદ નહીં કરે. સિંગાપોર પશ્ચિમી દેશોની જેમ સારી લાઇફ સ્ટાઇલ અને કમાણી આપી શકવા સક્ષમ નથી અને એમાં પણ જો સરકારની આવી નીતિઓના લીધે કમાણી કરતા ખર્ચા વધી જશે તો કોણ સિંગાપોર આવવાનું પસંદ કરશે? જો કે અહીંની સરકારનું આમ કરવા પાછળ કારણ છે અને એ કારણ છે કે નજીકના ભવિષયમાં અહીં ચૂંટણીઓ યોજાવાની છે એટલે સિટીઝન લોકો કે જેમના મત લેવાના છે એમને વ્હાલા કર્યા સિવાય છૂટકો નથી. (કાગડા બધે કાળા જ છે નહીં? 🙂 )
    • સિંગાપોરનો સૌ પ્રથમ કેસિનો આ રવિવારથી ખૂલી રહ્યો છે. સિંગાપોરમાં નજીકના ભવિષ્યમાં 2 integrated resorts ચાલુ થઇ રહ્યા છે. સેન્ટોસા રિસોર્ટ મહદ અંશે ખૂલી ગયો છે. કેસિનો સાથે સાથે થીમ પાર્ક અને યુનિવર્સલ સ્ટુડિઓ પણ ચાલુ થઇ રહ્યા છે. મને લાગે છે સિંગાપોર વિશ્વ કક્ષાએ Tourist City તરીકે નંબર 1 બનવા તરફ આગળ વધી રહ્યું છે. પર્યટનની દર્ષ્ટિએ જોઇએ તો અહીં બધું જ છે. કેસિનો છે, શોપિંગ experience છે, F1 race છે, થીમ પાર્ક છે, મ્યુઝિયમો છે, થોડા ઘણા અંશે નાઇટ લાઇફ પણ છે. મને લાગે છે કે perfect tourist destination. મારે હજી રિસોર્ટની મૂલાકાત લેવાની બાકી છે. હું હજી રાહ જોઇ રહ્યો છું કે એક વાર બધું ખૂલી જાય એટલે મૂલાકાત લઉં.
    • આજ કાલ સિંગાપોરમાં हर ऐरा गैरा नथ्थु खेरा પાસે iPhone આવી ગયો છે. 500 ડોલરમાં લગભગ અનલિમિટેડ ડેટા પેકજના પ્લાન સાથે iPhone મળતો હોય તો એકદમ મસ્ત deal કહેવાય. અહીંની ટેલ્કો કંપનીઓના ગજવા iPhone ના લીધે ભરાઇ ગયા છે. હું જે ટેલ્કો કંપનીની સર્વિસ હું વાપરું છું એણે 2009માં 320 મિલીયન ડોલરનો નફો કર્યો છે. iPhoneએ ખરેખર બધાંના ગજવા ભરી આપ્યા.

શિવસેના વિ. શાહરૂખ

છેલ્લા કેટલાય વખતથી ભારતીય સમાચાર માધ્યમોમાં એક જ વાત છવાયેલી છે અને એ છે શાહરૂખ ખાન અને શિવ સેના વચ્ચેની ચડસા ચડસીની. આમ જોવા જઇએ તો આ વાત એકદમ શુલ્લક છે અને થોડા લાગણીશીલ થઇને વિચારીએ તો ખૂબ સંવેદનશીલ પણ છે. આખા વિવાદમાં બે મૂદ્દા મને મુખ્ય લાગ્યા : રાષ્ટ્રપ્રેમ અને વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય હક્ક.

રાષ્ટ્રપ્રેમ :

વિવાદ શરૂ થયો શાહરૂખે બતાવેલા પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યેના પ્રેમના લીધે. શાહરૂખને પાકિસ્તાનના ખેલાડીઓને IPLમાં ના સમાવવામાં આવ્યા એનું ભરપૂર દુ:ખ થયું પણ એમ તો ઓસ્ટ્રેલિયાના પણ કોઇ ખેલાડીઓને નથી લેવામાં આવ્યા તો એનું દુ:ખ કેમ ના થયું? ખાન ભાઇને પાકિસ્તાનના ખેલાડીઓ વિશ્વ વિજેતા લાગે છે તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શું નકામા છે? IPLની 6 ટીમોના માલિકોને પાકિસ્તાનના ખેલાડીઓ હોય કે ના હોય એનાથી ફરક ના પડ્યો ખાલી શાહરૂખને જ એમ લાગ્યું કે પાકિસ્તાનના ખેલાડીઓ રહી ગયા. શાહરૂખ ભલે એમ કહે કે હું પહેલા ભારતીય છું અને મારી દેશદાઝ પર કોઇએ શંકા કરવાની જરૂર નથી પણ શાહરૂખની આવી બયાનબાજી સાંભળીને કોને શાહરૂખના રાષ્ટ્રપ્રેમ વિશે શંકા ના જાગે? શાહરૂખ ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને શાંતિ, ભાઇચારા અને મહેમાનગતિની વાત કરે છે. તો આ શાંતિ, ભાઇચારા અને મહેમાનગતિની વાતો ખાલી પાકિસ્તાનના ખેલાડીઓને જ કેમ લાગુ પડે? પાકિસ્તાન જે રીતે ભારતને ભાઇચારો બતાવે છે છાશવારે એ જોઇને ક્યા રાષ્ટ્રપ્રેમીને પાકિસ્તાન સાથે ભાઇચારો કરવાની ઇચ્છા થાય એમ છે?

શાહરૂખના બયાનથી મને તો એમજ લાગે છે કે એ પાકિસ્તાની દલાલ છે. આ સંદર્ભમાં મને લાગે છે કે શિવસેનાએ ઉગામેલો દંડો યોગ્ય જ હતો. એમ કરવાથી થોડા ઘણા અંશે પાકિસ્તાની દલાલો પાકિસ્તાનની દલાલી ખૂલે આમ કરતા પહેલા બે વખત વિચાર તો કરશે?

વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય હક્ક :

ભારતીય બંધારણ દરેક નાગરિકને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપે છે. શિવસેના કાયમથી આ બંધારણીય હક્ક પર તરાપ મારવા માટે પ્રખ્યાત(કુખ્યાત) છે. શિવસેના દ્વારા વેલેંટાઇન ડે ની ઉજવણી ના કરવા દેવી એ વર્ષો જૂનું ઉદાહરણ છે. શિવસેના દર વખતે લોકોને બંધારણ થકી મળેલા વાણી સ્વાતંત્ર્યના હક્કની ઠેકડી ઉડાવે છે અને તો પણ સરકારી તંત્ર ઠાકરે અને કંપનીનું કંઇ બગાડી શકતું નથી. ઠાકરેના ત્રાસવાદને લીધે સરકારની પૂરી સુરક્ષાની ખાતરી હોવા છતાં પણ કોઇ થિયેટરના માલિકો શાહરૂખની ફિલ્મ દર્શાવવાનું જોખમ લેવા તૈયાર નહોતા. શરદ પવાર પણ ઠાકરેને સમજાવવા ઘરે જાય આ કેટલી હદે નિર્માલ્યતા કહેવાય? શું મહારાષ્ટ્રમાં કોઇ સરકારી તંત્ર છે જ નહીં? બાલ ઠાકરે નામનો ઘરડો સિંહ લવારી કરે રાખે ને બધાંએ એના ઇશારે નાચે રાખવાનું એ કેટલી હદે વ્યાજબી છે? અમુક બાબતમાં લવારી યથાર્થ હોઇ શકે પણ મુંબઇ-બોમ્બે નામનો વિવાદ કે પછી વેલેંટાઇન ડે નહીં ઉજવવા દેવાના ફતવા, મરાઠી માણૂસના ડાકલા વગાડે રાખવા કે મુંબઇ મારા બાપનું છે એવો દંભ આ બધું શા માટે? આજે જ મેં સમાચાર વાંચ્યા કે બેંગ્લોરના ઠાકરે મુતાલિકનું લોકોએ મોં કાળું કર્યું. વાંચીને મને મઝા આવી અને સારુ લાગ્યું કે ચલો દેશમાં થોડી ઘણી જાગૃતિ તો છે. આવી જ રીતે ઠાકરે બંધુઓનું મોં પણ કાળું થવું જોઇએ. આ વિવાદમાં રાજ ઠાકરેએ એક સરસ વાત કહી. શિવસેના પાકિસ્તાન અને પાકિસ્તાનીઓનો વિરોધ કરે છે તો પછી દરેક બાબતમાં વિરોધ થવો જોઇએ. શાહરૂખને પાકિસ્તાની ઠેરવીને શિવસેના જે રોકકળ કરી એવી જ રોકકળ શિવસેના શા માટે અમિતાભ બચ્ચન બાંદ્રા ફોર્ટ પર પાકિસ્તાની કલાકાર સાથે કવિ સંમેલનના કાર્યક્રમો કરે છે ત્યારે નથી કરતું? સવાલ એકદમ વ્યાજબી છે પણ મહારાષ્ટ્રના ગંદા રાજકારણમાં બધાં પોતપોતાની રોટલી શેકવામાં વ્યસ્ત છે. કાગડા અહીં બધાં કાળા જ છે.

આજે જો કે ડંકે કી ચોટ પર “માય નેમ ઇઝ ખાન” મૂવી મુંબઇમા રિલીઝ થઇ અને શો બધાં હાઉસફૂલ રહ્યા. જે બતાવે છે કે ઠાકરેઓની ગુંડાગીરી પ્રજાને હવે નથી ખપતી. આશા રાખીએ કે પ્રજાના આવા પ્રતિભાવથી ઠાકરે બંધુઓની શાન ઠેકાણે આવશે નહીં તો શું ખબર એક દિવસ એવો પણ આવે કે કરુણાનિધિની જેમ બાલ ઠાકરેને પણ માતોશ્રીમાંથી ટીંગાટોળી કરીને બહાર લઇ જવાશે અને ઉદ્ધવભાઇ જોતા રહી જશે. (જો કે મહારાષ્ટ્ર સરકારની નિર્માલ્યતા જોઇને આવું કોઇ દિવસ થશે એવું લાગતું નથી)

મહારાષ્ટ્ર સરકારની નિર્માલ્યતા જોઇને પણ મને દુ:ખ થાય છે. દર વખતે કેટલી રાષ્ટ્રીય સંપત્તિનું નુકશાન થાય છે, લોકોના રોજીંદા કામકાજ રઝળી પડે છે પણ સરકારના પેટનું પાણી પણ ક્યાં હલે છે? આટલો હલ્લો શિવસેના મચાવે તો પણ કોઇ જાતની કાનૂની કાર્યવાહી નહીં શિવસેના કે મનસે સામે? નાના કાર્યકર્તાઓને પકડીને શું બહાદુરી બતાવે છે મહારાષ્ટ્ર સરકાર? જેમ નરેન્દ્ર મોદીએ કર્યુ એમ એક વખત ખાલી લાલ આંખ કરીને સીધા કરી નાંખવાની જરૂર છે ઠાકરે બ્રધર્સને. પછી જુઓ કોણ છાશવારે ફતવાઓ બહાર પાડે છે?

-:અસ્તુ:-

this weekend

ત્રણ મૂવી જોયા બે દિવસમાં.

1) રોકેટસિંઘ – સેલ્સમેન ઓફ ધ યર

2) પા

3) વેક અપ સીડ (બીજી વાર)

મૂવી જોયા અને ઘરે આરામ.

हर कूत्ते का दिन आता है

આજે અહીંના સમાચાર પત્રમાં ફૂજી ફિલ્મના નવા ડિજીટલ કેમેરાના મોડેલ FinePix Z700 EXR ના રિલીઝ વિશેના સમાચાર વાંચ્યા.

41-ifif-QXL__SL210_

 

 

 

12 મેગા પિક્સલ, 5X ઝૂમ અને 3.5" ટચ સ્ક્રીન સાથેનો આ કેમેરા આમ તો સામાન્ય ડિજીટલ કેમેરા જેવો જ છે પણ આ કેમેરામાં એક ખાસ ફિચર છે અને એ છે Pet’s face detection એટલે કે તમારા પાલતુ પ્રાણીઓના ચહેરાને પણ કેમેરો ફોટામાં ઓળખી બતાવશે. આ ફિચર વિશે નીચે પ્રમાણે કહેવું છે ફૂજીનું :

 

 

Pet Detection
For those who enjoy the company of four-legged friends, the FinePix Z700EXR comes equipped with Fujifilm’s brand new Pet Detection technology, allowing users the ability to detect up to 10 faces of dogs or cats and automatically optimize the focus. The FinePix Z700EXR is programmed to recognize 57% of the Fédération Cyno Logique Internationale (FCI) registered dogs, 80% of the Top 20 Dogs in the American Kennel Club (AKC) Ranking and 60% of The Cat Fancier’s Association (CFA) breeds. Pet Detection works by matching various dog or cat data of facial parts with patterns to detect the dog or cat being photographed.

આજકાલ લગભગ દરેક ડિજીટલ કેમેરામાં Face detection ફીચર હોય છે પણ એ માણસો માટે જ હોય છે અને ફૂજીનો આ કેમેરા કદાચ પ્રાણીઓના face detect કરનાર પહેલો કેમેરા છે. (હું કદાચ ખોટો પણ હોઇ શકું છું). આ કેમેરાની કિંમત છે 280 US$ આસપાસ. કેટલાય પ્રાણીઓના શોખીન લોકો પોતાના ડોગી અને કેટોના ફોટા પાડવા માટે આ મોડેલ પર 12-15 હજાર રૂપિયા ખર્ચી નાંખશે. ફૂજીને પણ આમાં કોઇ ધંધો દેખાયો હશે ત્યારે જ આવું મોડેલ બહાર પાડ્યું હશે ને?

આજકાલના જમાનામાં હવે તો ડોગીઓ અને કેટોને બહુ જલ્સા છે. અહીં સિંગાપોરમાં તો ડોગીઓ રસ્તે રખડતા ના જોવા મળે પણ કારોમાં જ ફરતા હોય. વિદેશોમાં કૂતરા બિલાડાઓના ફેશન શો યોજાતા રહેતા હોય છે એમાં કદાચ આ કેમેરા કામ લાગી શકે. આજથી લગભગ 3 વર્ષ પહેલા સિંગાપોરમાં મારી કંપનીમાં જ ડોગીઓનો ફેશન શો રાખવામાં આવ્યો હતો. નીચે એ ફેશન શોનો વિડીયો છે.

 

છે ને ડોગીઓને જલસા? સાચ્ચે જ કહ્યું છે કે हर कूत्ते का दिन आता है….

આને કહેવાય ખબર

આજે દિવ્ય ભાસ્કરમાં "હોલીવૂડ” વિભાગમાં નીચેની ખબર છે.

જાહેરમાં વા છૂટ થતાં જેસિકા ક્ષોભમાં મુકાઈ

મને ખબર વાંચીને હસવું તો આવ્યું જ સાથે સાથે આપણા કથળતા જતા મિડીયાના સ્તર પર દયા પણ આવી. શું ખબર એક સમય કદાચ એવો પણ આવે કે જ્યારે આવી ખબરો હેડલાઇન તરીકે છપાશે.

Design a site like this with WordPress.com
શરૂ કરો