નીચેનું ચિત્ર બોલતો પૂરાવો છે કે ભાષામાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે.
(આ ચિત્ર મને ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર જોવા મળ્યું હતું).
Filed under: ગુજરાતી, ટાઇમપાસ | Tagged: ગુજરાતી ભાષા, વિરામ ચિહ્નો, વ્યાકરણ | 3 Comments »
નીચેનું ચિત્ર બોલતો પૂરાવો છે કે ભાષામાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે.
(આ ચિત્ર મને ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર જોવા મળ્યું હતું).
Filed under: ગુજરાતી, ટાઇમપાસ | Tagged: ગુજરાતી ભાષા, વિરામ ચિહ્નો, વ્યાકરણ | 3 Comments »
10થી પણ વધારે વર્ષોની મારી કારકિર્દીએ મને અમુક બોધપાઠો શિખવ્યા છે. આજે આ બોધપાઠોને અહીં મૂકી રહ્યો છું.
Filed under: રોજનીશી | Tagged: કંપની, કારકિર્દી, નોકરી, બોધપાઠ | 7 Comments »
ઘણી વખત હરતા ફરતા તમારી નજરો અમુક વસ્તુઓને જોતા જ એના તરફ આકર્ષાઇ જાય છે અને આ પોસ્ટ આ બાબત વિશે જ છે. આ પોસ્ટ છે બે મૂર્તિઓ વિશે છે જે મેં તાજેતરમાં જોઇ અને મને એ મૂર્તિ પાછળના વિચાર અને એ વિચારોની અભિવ્યક્તિ મને ખરેખર ગમી ગઇ.
પહેલી મૂર્તિ છે ગણપતિ બાપ્પાની. ફોટામાં દેખાય છે એમ મૂર્તિકારે ગણપતિબાપ્પાને એકદમ સરકારી બાબુ જેવા ગેટ અપમાં બનાવ્યા છે. માથે સરસ ટોપી, હાથમાં બેગ, એકદમ સરસ પહેરવેશ અને વરસાદથી બચવા માટે છત્રી પણ છે. બનાવનાર કલાકારના દિમાગમાં આ પ્રકારની મૂર્તિ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો એ તો એ જ જાણે પણ મને આ વિચાર અને એનો અમલ ખરેખર સરસ લાગ્યો. આ મૂર્તિ દિવાળી બજારમાં વેચાણ માટે રાખેલ હતી. દિવાળી બજારમાં બીજી પણ ઘણી કલાત્મક મૂર્તિઓ હતી પણ આ મૂર્તિ મને એના પાછળ રહેલા વિચારના લીધે વધૂ ગમી ગઇ.
સિંગાપોર સુંદર શહેર છે અને શહેરની સુંદરતા તમે અમુક વિસ્તારોમાં ફરતા હો તો ઉડીને આંખે વળગ્યા વગર રહે નહીં. સિંગાપોરને સુંદર બનાવવા માટે ઘણા સ્થળોએ સરસ સ્થાપત્યો મૂકાયા છે અને આજે આવા જ એક સ્થાપત્યને જોવાનો મોકો મળ્યો. જેમ ફોટામાં જોઇ શકાય છે એમ સ્ત્રીને આ પ્રકારના પોઝમાં કંડારવાનો વિચાર અદ્દ્ભૂત છે અને વિચારનો અમલ પણ સરસ કર્યો છે. સ્ત્રીને આ પ્રકારની મૂદ્રામાં કંડારવાનો શું ઉદ્દેશ્ય હશે એ તો ખબર નહીં પણ મને આ સ્થાપત્ય કામ ખરેખર સરસ લાગ્યું.
હમણાં ઘણા વખતથી કેમેરાને હાથમાં લીધો જ નથી અને સિંગાપોર શહેરની સુંદરતાને ચિત્રોમાં કેદ નથી કરી. ફરીથી ફોટોગ્રાફિક વોક માટે જવાનો વિચાર મગજમાં આકાર લઇ રહ્યો છે.
Filed under: રોજનીશી, સિંગાપોર | Tagged: કલા, મૂર્તિ, સિંગાપોર, સુંદરતા, સ્થાપત્યો | 1 Comment »