નેટની દુનિયામા વિહાર કરતા ગઇકાલે રાત્રે ફેસબુકમાં મિત્ર દિપાલી સોમૈયાની પ્રોફાઇલ વિઝિટ કરતાં જાણવા મળ્યુ કે “સા-રે-ગ-મ-પ” માં ત્રણ ગુજરાતી ગાયકો સેમિફાઇન સુધી પહોંચ્યા છે. આનંદ થયો. સાથે સાથે આ જ વાત પર દિલીપ મહેતા સાથે ધણી ચર્ચા થઇ. નૌશાદ તેમજ શંકર-જયકિશન કેન્દ્રમાં હતા. ચર્ચા રાષ્ટ્રવાદ તથા બીજા રીલેટેડ ટોપીક પર ચાલતી હતી પરંતુ ફરી ક્યારેક. કંઇક નવું જાણવા મળે પછી એ વિશે વધારે જાણકારી મેળવવા હું કાયમ તત્પર હોઉં છુ. બસ આ જ વિચારો સાથે બે-પાંચ આર્ટીકલ વાંચ્યા. Interesting ….
મુળ ગુજરાતી એવા જયકિશન વિશે આટલી બધી ખબર ન હતી. એક સંગીતકાર તરીકેની ઓળખાણએ આજે “એક ગુજરાતી”તરીકેનું વિશિષ્ટ સ્થાન લીધુ.
આજથી 40 વર્ષ પહેલા, સન 1968માં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનુ fusion કરીને “RAGA JAZZ Style” નામનો concept પૂરો પાડનાર સૌ પ્રથમ વ્યક્તિ એટલે જયકિશન. અને એ પણ ભારતમા. આ પહેલા આવુ fusion ઉસ્તાદ રવિશંકરે કર્યુ હતુ પણ તે અમેરિકામાં. આ સમયે ફિલ્મ ઉધોગના સંગીતકારો કોઇ કારણોસર હડતાલ પર હતા. બધા જ સંગીતકારો ઘરે બેઠા હતા…આવામાં HMV ના શ્રી વિજયકિશોર દુબેના મનમાં એક પરિકલ્પનાનો જન્મ થયો અને તેમને આ વિશે શંકર-જયકિશનને વાત કરી. શંકરજીને આ વાત બહુ જામી નહી તેથી તેમને વિરોધ કર્યો. જયકિશને આ વાત યોગ્ય લાગી, તેઓએ શંકરજીના વિરોધ છતાં આ ચેલેંજ ઉપાડી લીધો અને કઇક ક્રીએટીવ કરવાનું નક્કી કર્યુ. આ વાતને સ્વીકારી લીધા બાદ તેમની આખી ટીમ કાર્યરત થઇ. લોકસત્તાના સહયોગથી પ્રાપ્ત થયેલ નીચેની તસ્વીરમા આ આખી ટીમનુ કામ જોઇ શકાય છે.

પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ રઇઝ ખા , મશહૂર સેક્સોફોન વાદક મનોહર દાદા (કાળા ચશ્મા લગાયેલ મહાશય), ડ્રમ પર છે ડ્રમબોય ગોવિંદા અને જમણી બાજુ જયકિશનજી. આ સિવાય બીજા અન્ય વાદક કલાકારોએ પણ પોતાનુ હુનર બતાવ્યુ હતુ.
જેમા,
અનંત નૈયર તેમજ રમાકાંત (તબલા)
જોન પરેરા (Trumpet)
એ ડી ટ્રેવર્સ (Bass)
દિલીપ નાયક તેમજ કેસ્ટ્રો (Electric ગિટાર)
સુમંત (Flute)
શાસ્ત્રીય રાગમાં પ્રસિધ્ધ રાગ તોડી, રાગ ભૈરવ, રાગ માલકૌંસ, રાગ કલાવતી, રાગ તિલક કામોદ, રાગ મલ્હાર, રાગ વૈરાગી, રાગ જયજયવંતી, રાગ મિશ્ર પીલૂ, રાગ શિવ રંજની તેમજ રાગ ભૈરવીનો સમાવેશ થાય છે.
આવો આ બધામાંથી “રાગ તોડી” સાંભળીયે. શાસ્ત્રીય સંગીતને સમજતા સમજતા આખી જીન્દગી પસાર થઇ જાય એમ છે. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તેમ શાસ્ત્રીય સંગીત જાણનારાઓ પાસેથી જાણવા મળ્યુ. આ બારીકતાને તો આપણે ન ઓળખી શકીએ પણ સિતારમાંથી રેલાતા સુર જ્યારે હવામાં પ્રસરાય છે ત્યારે ખરેખર દિવ્યાનુભૂતિ થાય છે.
આપણને આવા “Indo-Jazz Recording” થી પરિચિત કરાવનાર શ્રી જયકિશનને સલામ !

Dear Dipu,
Nice to Read this…
I also Like to share something abt them.
India got so talented composers lyk shankar-jaykishan..
શંકરજીના તબલા અને જયકિશનજીનુ હાર્મોનિયમ પસંદીતા વાધ્યો હતા. શંકરજી મધ્યપ્રદેશથી તેમજ જયકિશનજી પંચાલ વલસાડ જિલ્લાના વાસંદા ગામના હતા.બન્નેનો ભેટો વિનાયક રાવ તામ્બે સંગીત ક્લાસ,મુંબઈમાં થયો હતો. બન્ને શાસ્ત્રીય સંગીતના ગજબના જાણકાર હતા.એટલે જોડી જામવી એ નિસંદેહ હતી..
આ જોડીનુ શ્રેષ્ઠ સંગીત ફિલ્મ ‘બસંત બહાર’માં આપ્યુ હતુ. જેના દરેક ગીતો શાસ્ત્રીત રાગ આધારિત હતા. જેમાં વાંસળીના સૂર સર્વોત્તમ વાંસળીવાદક પન્નાલાલ ઘોષે આપ્યા હતા. જેમણે 30સેન્ટિમિટરની વાંસળીની અમુક ખામીઓ દુર કરવા 75 સેન્ટિમીટર લાંબી વાંસળી બનાવી હતી જે પંડિત હરિપ્રસાદજી વગાડે છે.
થેંકસ ડીયર.
પહેલી વાત કહી એની જાણ હતી.. એમાં જ ઉમેરુ તો સ્વામી સચ્ચીદાનંદ શંકર-જયકિશનના ચાહક હતા, આ જ કારણોસર તેઓએ સ્વખર્ચે વાસંદા ખાતે જયકિશનજીની પ્રતિમા મુકાવી છે. ths is also quite interesting …બાકી આજકાલના પ્રોફેશનલ લોકો પ્રચાર અને પોલીટીક્સમાંથી જ ઊંચા નથી આવતા. આ જ મહિનાની 4થી તારીખે જયકિશનની જન્મતિથી હતી… કોણે યાદ હતું ?? અને યાદ હશે તો કોણે યાદ કર્યા હશે. વેલ આ બાબત બહુ ચર્ચા માંગી લે તેમ છે. હજી આપણે (થોડા) નાના પડીએ આમાં.
“બસંત બહાર” ની માહિતી આપવા બદલ ……..આભાર નહી કહુ માય સુરતી 🙂
Really NICE Post..
arey yaar..મારી ટાઈપીંગ મિસ્ટીકનુ correction કોઇએ ના કર્યુ..?? બીકે યાર…!! :D…
30મિટર નહી 30સેન્ટિમીટર આવે.. 🙂
હા હા … ગુડ ઓન યુ બેબી.
અમે કરી દઇએ હા ..તમારા દ્વારા લખેલુ “મિસ્ટીક” નુ અમને “મિસ્ટેક” કરવાનુ પણ ગમશે. 🙂
આફટર ઓલ “બી.કે” નું “રાઝ” ખબર પડી ગઇ !! 🙂
વાહ સ્વીટહાર્ટ..
આભારમ, 🙂
તારા સત્કર્મો તો અગણિત,અમૂલ્ય જ છે ને..! નિસંદેહ..!! 😀 🙂
shankar jay kisan ni badhi j filmo na geeto ( ekad be ne baad karta) nu collection vadodara na emna mota chahak sri ambrish shulla pase chhe .mobile NO.9974096227.lajwanti, halaku ane amrapali na geeto mane khub gamya chhe.
I HAVE SEEN JAYKISHANJI IN VANSDA ,MY AGE WAS 10 YEAR.HE CAME AT PRATA P TALKIES.
I HEARD HIS SONG OF FILM GABAN “AHESAN MERE DIL PE TUMHARA A DOSTO A DIL TUMHARE PYARKA MARA A DOSTO”HE PLAYED THIS SONG ON HARMONIUM.MY UNCLE AND OTHERS ARE HIS FRIEND.I AM STAYING AT VANSDA NEAR JAYKISHAN CHOWK OPPOSITE TOWER.HER SISTERS SON EVN TODAY RUNNIG BAKERY.