Monthly Archives: સપ્ટેમ્બર 2010

શ્રીમોટા પુનરાવતારની રાહમાં

વહાલા સ્વજનો,
આપણે અગાઉ વાંચ્યું કે શ્રીમોટા સ્રી અવતાર ધારણ કરશે. પણ ક્યારે ?ક્યા ? તે અંગે તેઓશ્રીએ જે કહ્યું છે તે તેમના જ શબ્દોમાં વાંચીએ.
હું ફરી જન્મવાનો પણ તેની વાર લાગશે. ત્યાં સુધી બધો વહેવાર કરવાનો. છોકરા જન્માવાનો વહેવાર નહીં ! કારણ કે જે જે જીવોનો સમાગમ મારે જોઇએ તે બધા જીવો હું જન્મુ ત્યારે હાજર હોવા જોઇએ. ત્યાં સુધી i shall have to wait.(મારે થોભવું પડશે.)
ત્યાં સુધી ફર્યા કરીશુ. કોઇ ઠેકાણે જઇશું. કોઇની સાથે સમાગમ કરીશું. પેલો જાણશે નહીં. પણ મને તો મળ્યાનો આનંદ થાયને, અને એક વાત એવી છે કે આ અત્યારે શરીર સાથે આત્મા જેટલો બળવાન છે તેના કરતા શરીર વગરનો આત્મા વધુ બળવાન છે. અત્યારે હું કંઇ તમારામાં પ્રવેશી ના શકું. માનસિકપણે પ્રવેશું. પણ તમારામાં હું વિચાર કરું, ધારણા કરુ, પ્રાર્થના કરુ, છતાય પણ તમારામાં પ્રવેશાય નહીં અને પેલુ અનુભવી પુરુષનું સુક્ષ્મ શરીર અથવા તો એની સુક્ષ્મતા-એનું એબ્સ્ટ્રેક્ટ બીઇંગ (અમૂર્ત અસ્તિત્વ) તે તમારી મરજી હોય કે ના હોય તે તમારામાં પ્રવેશી શકે છે. અને એ પ્રવેશીને કામ તો કરે, પણ એની ભૂમિકા તૈયાર ના થઇ હોય એટલે એ ચિત્તના સંસ્કારમાં મોટો ભાગ ભજવે. ત્યારે ચિત્તની અંદર એની સભાનતા જગાડવામાં એ મોટી મદદ કરે છે.
આ જ પૃથ્વી ઉપર આ બધુ બને છે. પહેલા મને લાગતું હતું કે હું દક્ષિણમાં જન્મ લઇશ. હવે એમ નથી લાગતું. મને સ્થળનું નક્કી નથી લાગતું. મને દક્ષિણનો દેશ ગમે તો બહું, પણ આવી રીતનું નક્કી નથી લાગતું. But I shall have to wait. (પણ મારે થોભવું પડશે.) એમ લાગે છે.
હું તો આજે છેલ્લી વાત કહીં દઉં છું. એમ તો ભગવાનની કૃપાથી મળીશું. પણ મારામાં દિવ રાખવું. તો કહે કે ‘તમે જ રાખોને !’ તો હું તો મારી રીતે રાખુ છું. સૌ કોઇ પોતપોતાની રીતે રાખતું હશે, પણ મને સંતોષ થાય ત્યારે મને આનંદ થાય. આજ સુધી હું કહેતો ન હતો. પણ હવે જેમ લાગવું હોય તેમ ભલે લાગે. એટલે હું કહી દઉં-સમજાવું.
‘અ’ સામાન્ય સંસારી છે. ‘બ’ રિયલાઇઝડ્ (સાક્ષાત્કારી) આત્મા છે. ‘અ’ અને ‘બ’ની વચ્ચે દિલ મળેલું છે. વેગળા રહે છે. કોઇ નિમિત્તને કારણે ‘બ’ને ‘અ’ની યાદ આવે તો ‘બ’ના આંદોલનો ‘અ’ પાસે જાય. ત્યારે ‘અ’ અને ‘બ’નું દિલ મળેલુ હોવાથી પેલા આંદોલનો પકડે છે. કેટલી બધી વાર અ પ્રક્રીયા ચાલતી હોય છે. એટલે રીસેપ્ટીવ-સ્વીકારાત્મક છે. રિસ્પોન્સીવ-પ્રતિભાવાત્મક બોથ-બંને થાય છે. દિલ મળેલું હોય તો બંને થાય છે. એટલે આ બધું સરળ છે એમ બુધ્ધિ કબુલે છતા એ પ્રમાણે કોઇ વર્તી ના શકે.

Categories: પૂજ્ય શ્રી વિષે જાણવા જેવું... | Leave a comment

શ્રીમોટાના લગ્ન

ઈશ્વરસ્મરણ અને ભજનકીર્તન કરતા કરતા મોટાને લાગ્યું કે જો આ માર્ગે જ જવું હોય તો લગ્ન ન કરવું.
 એકવાર શ્રીમોટાને બાએ લગ્ન સબંધે તેમનું મન જાણવા પૂછ્યું તો ઘસીને ના પાડી. શ્રીમોટાના બા તે વખતે તો કઈ બોલ્યા નહિ ને ચુપ રહ્યા, પણ થોડા દિવસ બાદ પાછી એક દિવસે વાત કાઢી. તેમણે કહ્યું:’ ચુનીયા, તું લગ્ન ન કરવાની વાત કરે છે તે કેમ ચાલે ? દુનિયામાં બધા લગ્ન કરતા નથી ?’
 મોટા બોલ્યા:’બા, બધાની વાત જુદી છે ને મારી વાત જુદી છે. તેમણે લગ્ન કરવા હતા એટલે કર્યા. મારે લગ્ન નથી કરવા એટલે નહિ કરું.’
 પરંતુ શ્રીમોટાની વાતને તેના બા એમ મચક આપે તેવા ન હતા.વળી તેમણે વાતને ફેરવી અને કહ્યું:’તારા મળમુતર ધોઈને મેં તને મોટો કર્યો તે આટલા માટે ખરુંને ?’
 શ્રીમોટા શું બોલે ? છેવટે તેઓ બોલ્યા:’બા, તારી બીજી બધી વાત માનીશ, પણ લગ્નની વાત માટે આગ્રહ ન કરતી.’
 શ્રીમોટાના બાએ વાત તાણતા તૂટી ન જાય અને અને શ્રીમોટા બીજી રીતે હા પાડે તેમ કરવા વિચાર્યું.
 નડિયાદમાં સંતરામ મંદિરની પાસે એક ચાંગેશ્વર મહાદેવ છે. ગોદડીયા સ્વામી નામે સંત જયારે નડીયાદ પધારે ત્યારે તેઓશ્રી આ મહાદેવની ધર્મશાલામાં જ ઉતરે.આ સંત માટે શ્રીમોટાને ખુબ માન હતું, તેની શ્રીમોટાના બાને ખબર હતી.એટલે એક દિવસ તેઓશ્રી નડિયાદમાં છે તેવું જાણતા શ્રીમોટાના બા તેમની પાસે ગયા અને બધી વાત કરી. ‘છોકરો પરણવાની ના પાડે તે કઈ માને ગમે ?’ માટે,ચુનીલાલને સમજાવો કે તે પરણવાની હા પાડે. શ્રીમોટાના બાએ સંતને ભાર દઈને કીધું.
 મોટાને મહારાજે કહ્યું:’ જે માતાએ તારા મળમૂત્ર ધોઈ કેટલાયે દુખો વેઠીને તને મોટો કર્યો તેનું તું ન મને તે કેવું લાગે ? તેની બિચારીની માંગણી એ છે કે મારો દીકરો લગ્ન કરીને સુખી થાય. તારી માતાની વાતને ઠુંકારાવીશ નહિ, હા પાડજે.’
 આ રીતે મોટાએ લગ્નની હા તો પાડી પણ પછી શું થયું તે જોઈએ…
 નડિયાદથી અમદાવાદ જાન ગઈ. શ્રીમોટા વરરાજા હોવા છતાં સામાન તેની માતાને ન ઉપાડવા દીધો, બધો પોતે જ લઇ લીધો !! લગ્ન વિધિ શરુ થઇ છેલ્લે.આ વખતે મોટા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા:’ હે ઈશ્વર લગ્ન તો મારે તારી સાથે કરવા હતા.તેના બદલે આજે આ શું થાય છે ?’ ત્યાં મહારાજે ‘વરકન્યા સાવધાન’ની બૂમ પાડી, પણ કશી હલચલ થઇ નહિ એટલે ગોરમહારાજે વરરાજા તરફ જોયું તો વરરાજાની આંખોમાંથી આંસુ ટપકતા હતા… હોહા થઇ ગઈ કે આ શું ? કોઈકે કહ્યું કે ઘણી વખત શ્રી મોટાને આવું થાય છે. એ રીતે લગ્ન થઇ ગયા.

કહેછે કે તેમના પત્ની ૧ વર્ષ રહ્યા પછી પિયર ચાલ્યા ગયા અને કદી પરત ન ફર્યા.ક્ષય રોગમાં તેમનું અવસાન થયું.

Categories: પૂ.શ્રીની પત્રપોથી | Leave a comment

જાત સાથે લડો

 પ્રિયભાઈ,
 તમે તમારી સાથે લડવાનું રાખજો. બીજા સાથે લડવા જવામાં કઈ માલ નથી. એમાં તો ઉલટા કલેશ અને કંકાસ વધે છે. આપણી જાત સાથે લડવામાં આપણને આપણી જાત વિશેની પૂરી સમજણ પડે છે અને આપણી ચાલની પણ સમજણ પડે છે. આપણું અંતર્જ્ઞાન વધે છે ને આપણને તેમ વર્તવું તેવી સૂઝ પડે છે. એટલે આપણે તો અંતરમાં જ લડ્યા કરવાનું રાખવું.

‘લગ્ન’શું છે ?

 આપણે બધા પ્રેમ પ્રેમ કર્યા કરીએ છીએ, પરંતુ પ્રેમની ઉન્મત ભાવનાની આપણને હજુ પુરેપુરી ગમ પડી નથી. આપાણા અત્યાર સુધીના જીવનની સમજણથી તથા સમાજમાં પ્રચલિત થયેલા પ્રેમના માપથી આપણે બહુ તો તેવી કલ્પના કરીએ છીએ.પતિપત્નીનો સબંધ એ દિવ્ય સબંધ છે.તેમાંથી દૈવી સર્જન થઇ શકે. તેના સર્જન માટે તો ઋષિઓએ આ પ્રથા ઉપજાવી. આપાણા સમાજમાં પતિ-પત્નીના દિવ્ય સબંધની કલ્પના ભાગ્યે જ કોઈ કરતુ હશે. આપણે કોઈને બાંધવા નથી પણ આપણે પોતે બંધાવાનું છે. એવી દ્રષ્ટિ જો આપણે રાખીશું તો આપાણા સ્વજનને આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું એવું આપાણા વિચારમાં પણ આવશે નહિ.

સાબરમતી, તા.૩૦-૪-૧૯૪૨

Categories: પૂ.શ્રીની પત્રપોથી | Leave a comment

પૂજ્ય શ્રી સાથે સ્વજનો નો વાર્તાલાપ..

 મિત્રો,અહી પૂજ્ય શ્રી મોટા સાથે સ્વજનોએ કરેલા વાર્તાલાપ મુકેલ છે.જેમાંથી પૂજ્ય શ્રી ની સ્વજન ના જીવન વિકાસ કરવા માટેની તાલાવેલી છતી થાય છે.

  પૂજ્ય શ્રી, જીવન મા આવતા સામાજિક ઉતર ચઢાવ ને પણ આધ્યાત્મિક માર્ગે કેમ અને કેવી રીતે વાપરવું તેનું ખુબ જ સુંદર માર્ગદર્શન આપતા હતા.ખરેખર,ખુબ જ સરળ અને સાદી ભાષા મા મોટા એ બધા વેદ અને શાસ્ત્રો નો સાર સ્વજનોને હાથવગો કરી આપ્યો.આપણે બધા ખરેખર કોઈ સંચિત પુણ્ય કર્મ ના ફળરૂપે જ આવા સંત ના વચન નું અમૃત પામી શકીએ છીએ.
પ્રશ્ન: પત્ની કજીયાળી હોય તો પતિ એ કેવું વલણ અખત્યાર કરવું ઘટે?
શ્રીમોટા: પતિ એ પ્રેમથી,કળથી તેને સમજાવવા પ્રયત્ન કરવો,ગૃહકાર્ય મા મદદ કરવી.આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો પત્ની નું જે તે સહેવાની તૈયારી રાખવી-પ્રેમથી-આનંદથી.તેનાથી આપણાં અહમ પર ફટકા છોને પડે!આ બધું સહેવું તે એક પ્રકાર ની સાધના છે.અરે!હું તો કહું છું પત્ની ને શરણે જાવો.કોઈ કિસ્સા મા પતિ એવો હોય તો આજ શિખામણ પત્ની ને લાગુ પડે છે.જેને જીવન વિકાસ(આધ્યાત્મિક પ્રગતિ) કરવો છે તેને માટે આ સલાહ છે.
***
પ્રશ્ન : પતિપત્ની તરીકે જોડાતા બે જીવ નો સંબંધ અસ્ક્મિક હોતો હશે?
શ્રીમોટા: ના,એ બે જીવોનો સંબંધ અનેક જન્મ મા કોઈ ને કોઈ રીતે ચાલુ રહ્યા કરેલોજ હોય છે.એટલે એક વખત લગ્ન થી જોડાયેલા બે જીવોનો સંબંધ કદી છૂટી શકતો હોતો નથી.એક જન્મ મા જે પતિ હોય તે બીજા જન્મ મા પતિ તરીકે જ જોડાય તેવું ચોક્કસ નહિ,એ પત્ની તરીકે પણ જોડાય.
***
પ્રશ્ન: ઘણા લોકો “શ્રી સત્ય નારાયણ ની કથા”કરાવતા હોય છે,તેથી કંઇ ફાયદો થાય ખરો?
શ્રીમોટા: બ્રાહ્મણો પાસે કથા કરાવવાનો કશો અર્થ નથી.એના કરતા ભગવાન નું સ્મરણ કરીએ એ ઉત્તમ!ભગવાન ની આવી પૂજા,પાઠ અને કથા આપણે જાતે કરીએ તે ઉત્તમ..
***
પ્રશ્ન:જીવન પ્રતિ ક્ષણે બદલાતું હોય છે,એ કેવી રીતે?
શ્રી મોટા: નદીના પ્રવાહ ની જેમ જીવન પ્રતિ ક્ષણ પલટાતું જાય છે.ને છતાં તે પલટા જૂનાના આધાર પર જ થતા રહેતા હોય છે.તેથી ઇન્દ્રિયો ના સામ્રાજ્ય હેઠળ માનવીઓ કર્મના પોટલા,સંસ્કારના પોટલા બાંધીને ચાલતા થાય છે.આમ,જીવન છિન્ન ભિન્ન નથી,પણ અવિચ્છિન્ન પણે એકજ છે.
***
પ્રશ્નઃ મ્રુત્યુ નો ડર કાઢવા શુ કર્વુ જોઇયે?
શ્રી મોટાઃ મ્રુત્યુ એટ્લે શુ તે પહેલા સમજી લેવુ જોઇયે.અત્યારે જે પલ વિતિ રહિ છે ને ભુતકાલ નિ અનન્ત છાયા મા જઇ રહિ છે તે પન મ્રુત્યુ પામે છે.આપ્ણી આગળ પા્છ્ળ્ નુ બધુ જ પરિવર્તનશિલ છે.આ ક્ષણૅક્ષણ થતા પરિવર્તન ને આપ્ણૅ મ્રુત્યુ કહિયે છિયે.જયા મ્રુત્યુ છે ત્યા નુતન જિવન પણ છે.બકિ,મ્રુત્યુ પાછ્ળ શોક કરવાનિ પાછ્ળ્ તો નરી આશક્તિ જ છે અને અજાણિ પણ ઉંડિ સ્વાર્થ વ્રુતિ પણ હોય છે.
***
પ્રશ્ન: મોટા,આપને કોઈ સ્વજન નો રોગ લાગુ પડી જાય છે,તેને આપ શરીરમાંથી વિદાય ના આપી શકો?
શ્રીમોટા: ભઈલા!જે હેતુથી આ રોગ આવ્યો તે હેતુ જ્યાં સુધી સરે નહિ,ત્યાં સુધી તે જાય શી રીતે?
***
પ્રશ્ન:કેટલાક સાધુમહાત્માઓ સ્ત્રી સ્પર્શથી અભડાઈ જતા હોય તેમ વર્તે છે,તે બરોબર છે?
શ્રીમોટા: સ્ત્રીસ્પર્શ નો સંકોચ હોવો તે પણ યોગ્ય નથી,સર્વ પ્રકારની ભડક અને ફડકમાંથી મુક્ત થવાનું છે,શરીર તો સાધના માટે છે. 
***
પ્રશ્ન:એક મહારાજ સ્ત્રીનું મોઢું જોતા ના હતા પણ પછી પરણી ગયા..!
શ્રીમોટા: કઈ નહિ,ફરીથી જાગશે,જીવદશાની ગતિમાં ચઢઉતર થયા કરવાની.
***
પ્રશ્ન:’આપે સન્યાસ કેમ ના લીધો ?’
શ્રીમોટા:’ માત્ર ભાગવા પહેરવાથી સન્યાસ નથી લેવાતો. પહેલેથી જીવન અને કર્મનો સ્વીકાર કર્યો હતો.

Categories: પ્રશ્નોત્તરી | Leave a comment

પ્રભુની કૃપા

માળખુ માનવીનું મળ્યું તે પ્રભુની કૃપા,
માનવી દેહને તો કો ગુમાવો ના કદી વૃથા.

મનખા દેહ સદ્દભાગ્યે મળેલો ચેતવા હદે,
કૃપા રાખી ઊંડો ખ્યાલ યાચું તે જીવજો હદે.

“માનવી જિંદગી કેવી પ્રભુની ભેટ !” જાણીને,
એને સર્જાવીને પૂરી સાર્થ તે કરજો પદે.

પ્રભુનો પ્રેમ લેવાને જન્મેલા આપણે છીએ,
તે વિના કો બીજો હેતુ છે ના જીવનનો ખરે.

નિષ્ઠા જેને પુરેપુરી એવી બેઠેલી છે હદે,
માનવી જન્મની તે શી યથાર્થતા પિછાનશે.

માનવી દેહથી માત્ર સૌ વિકાસ થવા તણી
-શક્યતાઓ ભરેલી છે ધન્યતા એથી એની શી !

-શ્રી મોટા

Categories: પદ્યપ્રસાદી | Leave a comment

પૂ. શ્રીમોટાને પ્રિય પ્રાર્થના

પ્રભુ સદ્દબુદ્ધિ તું દેજે હદયની પ્રાર્થના તુજને,
અમારું શું થવા બેઠું;પરસ્પર શા લડી મરીએ !

ખુદાની ભાવના પ્યારી ખુદાને પામવા ખાતર
મળ્યું જીવન અમે એને કરીએ સાવ બરબાદ.

પ્રભુ વસજે કૃપા કરીને હદયમાં સર્વને ઉતરી
થતું કલ્યાણ જે રીત હો હદય પ્રેરાય તે રીતથી.

અરે વિશ્વાસ ગુમાવી અમે બેઠા પરસ્પર શા !
હવે તો માત્ર આધાર રહ્યો તારા પરે આમ જ્યાં.

ઉતરજે બાપ ! આ વેળાં કટોકટીની અમારી છે
વિના તારા ના અમારો કશો ગજ વાગવાનો છે.

અમે ઇન્સાન તારા ગળા શા એકબીજાના
અરેરે ! કાપવા બેઠા ! નજર કરીને નજર કર ત્યાં !

ખુફાતાલા અમારામાં ખુદાઈ નેકદિલ દેજે
પરસ્પર એકબીજામાં વહેવા પ્રેમ તું દેજે.

પ્રભુ તુજ નામની ખાતર સમર્પણ સર્વ ભાવેથી
થયા કરવા અમારામાં દીધા કરજે હદય શક્તિ.

અમારા પ્રેમ-ઔદાર્ય જીવન સંસ્કારના ભાવે
અદા કરવા બધી રીતે ખુદા તું પ્રેરણા દેજે.

પ્રભુ તું માનવી મનને ગતિ શી શી કરાવીને
જીવન વિચાર પ્રેરવા મથાવે શો માંથાવીને.

પડ્યા રહેલા જગત જીવને અસાધારણ સ્થિતિ જગવી
ઊંડું મંથન થવા કાજે પ્રભુની પેરવી શી શી..

ખુદાતાલા તું એક જ છે ખુદા રહેમાન એક જ છે,
અમે સંતાન તારા સૌ, રહમ કરજે રહમ કરજે

Categories: પદ્યપ્રસાદી | Leave a comment

ક્રાંતિ

પ્રિય ભાઈ,
 પ્રભુ કંઇ અંતરમાં અને બહાર જુદા નથી.આપણામાં જે શુદ્ધ લાગણીઓ ઉભરાતી જાય ને એનો ઉપયોગ આપણે કરતા જઈએ અને સેળભેળ સોનાને તપાવીને જેમ શુદ્ધ કરવામાં આવે છે,તેમ આમાં પણ જો આપણે કરતા જઈએ તો પરિણામે જે સ્થિતિ ઉદભવશે તે ભગવાનના ભાવની રહેશે.અંતર ને બહારમાં એમ તો કશું જુદું નથી.બહારનું દેખાય છે તે પણ આપણી જેવી દ્રષ્ટી તેવું દેખાય છે.આપણને એક માણસ અમુક જાતનો લાગતો હોય ,પણ બીજાને તે તેવો જ નથી લાગતો.માણસ એક જ છે.આમાં ફેર પડવાનું કારણ તે જુદી જુદી દ્રષ્ટિના ફર્કનું છે.એટલે જેટલા પ્રમાણમાં આપણી દ્રષ્ટી અંતર્મુખી હશે તેટલા પ્રમાણ મા બહારમાં ફર્ક પડવાનો જ છે તે જાણશો.આપણે જેમ જેમ અંતરમાં શુદ્ધ ભાવનામય થતા જઈશું તેમ તેમ ભાવ આવિર્ભાવ પામતો જ જશે;ને આપનાં વિશ્વાસ ને શ્રદ્ધા જે અત્યાર સુધી માત્ર કલ્પના ઉપરના પ્રદેશમાં હતા તે વાસ્તવિકતાના પ્રદેશમાં પરિણમશે.
 ભગવાન નો તો શો પાડ માનવો!આપણે જો ચક્ષુ ખોલીને જોઈએ તો એણે આપણને શું નથી આપ્યું?જે અનેક લોકોને બિચારાને મહેનત કરી કરીને મરી જતા નથી મળતું તે એણે આપણને આપ્યું છે.જોકે એમાં તો આખી સમાજની રચનાનો દોષ છે.પણ આવી સ્થિતિ પણ વ્યક્તિઓના માનસને લીધે જ આવે છે.વ્યક્તિઓનું માનસ જેવું જેવું થતું જશે તેવી તેવી ક્રાંતિ સમાજમાં થયા કરશે.એ વ્યક્તિઓના માનસમાં આખા સમાજને લગતી બાબતોમાં જેટલા પ્રમાણની ને જેવા પ્રકારની ધગશ રહેતી હશે,તે પ્રમાણે ક્રાંતિમાં પણ તેવી ધગશ રહ્યા કરશે.આવી ક્રાંતિ સમાજની બધી વ્યક્તિઓ આણી શકે છે એવું કંઇ નથી.પણ સમાજની થોડી વ્યક્તિઓના માણસ એવી ઉત્કટ તમન્ના વાળા હોય છે કે તેવો એવી ક્રાંતિ માટે સમાજને તૈયાર પણ કરાવે છે.-જેમ શાંત તળાવમાં પત્થર ફેંકવાથી ગોળ ગોળ કુંડાળા થાય છે તેમ.પણ એ તો સનાતન કાલ એવું ચાલ્યાજ કરવાનું છે.એટલે આપણે તો આપણી જ ક્રાંતિમાં પડી રહેવાનું છે.આપણી ક્રાંતિ જેટલા પ્રમાણમાં આપણામાં થાશે તેટલા પ્રમાણમાં બહાર પણ થશેજ.

Categories: પૂ.શ્રીની પત્રપોથી | Leave a comment

Blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો