મને બારૂદ આપો, હું પૈસા આપીશ : મોદી

17 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ઇન્ટરનલ સિક્યોરિટી પ્રસ્તાવને સમર્થન આપી મુખ્યમંત્રી પરિષદમાં છવાઇ ગયા.
દિલ્હી સલ્તનતને મારી ચેતવણી છે જાગી જાય નહીં તો સંઘર્ષ થશે: પાકિસ્તાન સાથે ચર્ચાના પ્રયાસમાં વોશિંગ્ટનનું દબાણ હોઇ શકે છે:નરેન્દ્ર મોદી

કેન્દ્રની યુપીએ સરકાર તેના સરહદી રાજયોની સલામતી રાખી શકતી ન હોય તો હું ગુજરાતનો મુખ્યમંત્રી ગુજરાતનું રક્ષણ કરવા તૈયાર છું તેવો પડકાર ફેંકી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સીધો પ્રહાર નવી દિલ્હી ઉપર કર્યો છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી રોકવા માટે કેન્દ્ર પાસે નાણા ન હોય તો હું કેન્દ્રને માગે તેટલા પૈસા આપવા માગું છું, તેના બદલામાં તેઓ મને આતંકવાદ સામે લડવા આધુનિક શસ્ત્રો આપે, ગોલા બારૂદ આપે, કારણ કે નિદોઁશ નાગરિકો સાથે ભાજપ સરકાર કોઇ ખિલવાડ ચલાવી લેવા માગતી નથી.

ઇન્દોરમાં પાર્ટીની રાષ્ટ્રીય પરિષદમાં બીજા દિવસે પસાર કરવામાં આવેલા દેશની ઇન્ટરનલ સિક્યોરિટી અંગેના પહેલા પ્રસ્તાવના સમર્થનમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત એક સરહદી રાજય છે. કોસ્ટલ અને બોર્ડર વિસ્તારના નાગરિકો માટે વર્ષોથી ઓળખકાર્ડ બનાવવાની કામગીરી ચાલે છે પરંતું તેમાં વેરીફિકેશન થતું નથી તેથી પાકિસ્તાનના નાગરિકોને પણ કાર્ડ મળી જાય છે. પરદેશી વ્યક્તિ પણ નાગરિક બનીને દેશના રાજયોમાં ખુલ્લેઆમ ફરી શકે છે.મેં કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો પણ મને હજી સુધી મળ્યો નથી. ગુજરાતને તો હું નપિટી લઇશ પણ દેશના અન્ય રાજયોનું શું થશે તેની મને ખબર નથી.

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં સલામતી અંગેનો પ્રસ્તાવ રાજયસભાના વપિક્ષના નેતા અરૂણ જેટલીએ રજુ કર્યો હતો. તેમણે ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અલગ કાનૂનને મંજુરી આપવા સાથે કાશિ્મર સહિતના રાજ્યોની ગંભીર સ્થિતિની ચર્ચા કરી હતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇના આક્રમણ સામે તૈયાર રહેવા અને જનમત જાગૃત કરવા આહવાન કયું હતું. આ પ્રસ્તાવને અનુમોદન આપવા ઉભા થયેલા મુખ્યમંત્રી મોદીએ બાજી મારી કેન્દ્ર સામે આકરા પ્રહારો ચાલુ કયૉ ત્યારે અધિવેશનમાં તાલીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશની એકતા અને અખંડિતતા માટે કોઇ કોમ્પ્રોમાઇઝ થઇ ન શકે તેવું કહી મોદીએ કેન્દ્રની યુપીએ શાસનની વોટબેન્કની રાજનિતીના ચિથરા ઉડાવ્યા હતા. પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવાની છુપી ટેકનિક સામે વિરોધ ઉઠાવી તેમણે કહ્યું હતું કે હિલ્હીની સલ્તનતને પાકિસ્તાન સાથે ચર્ચા કરવાનો સમય છે પરંતું સંસદમાં બેઠેલા વપિક્ષ સાથે દેશની સલામતીની ચર્ચા કરવાનો સમય મળતો નથી. ભારતે જ્યારે જ્યારે પાકિસ્તાન સાથેના સબંધોમાં પરિવર્તન કયું છે ત્યારે ત્યારે અમેરિકાનો કોઇ ડિપ્લોમેટ ચૂપચાપ ભારત આવીને પરત ગયો છે. મને લાગે છે કે પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં પણ વોશિંગ્ટનનું દબાણ હશે.

કોંગ્રેસની વિદેશનિતીમાં મને રાષ્ટ્રહિત નહીં વોટબેન્કની સુપ્રિમ નિતી દેખાઇ રહી છે. આ દેશમાં કાનૂન રાજ હોવુ જોઇએ. આતંકવાદ સામે લડવા એવો કડક કાનૂન બનાવો કે જેનાથી દુશ્મન પણ કાંપી જાય. ગુજરાતના ગુજકોકને ચાર ચાર વાર પાછો મોકલવામાં આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં બિન્દાસ આવો કાનૂન લાગુ કરાયો છે. હું દિલ્હીને કહેવા માગું છું કે રાજયો માટે અલગ અલગ કાનૂનની જગ્યાએ કેન્દ્રએ એક મજબૂત કાનૂન બનાવી દેશની રક્ષા કરવી જોઇએ. આતંકવાદ સામે લડવા માટે આખા દેશનો એકસૂર હોવો જરૂરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક આદેશની ટીકા કરતાં મોદીએ કહ્યું હતું કે કેન્દ્રએ રાજયોને એવું કહ્યું છે કે આપણી પાસે બજેટ નથી. બારૂદ ઓછો છે તેથી પોલીસને શસ્ત્રોની પ્રેક્ટિસ વર્ષમાં એકવાર કરવવામાં આવે છે તે બંધ કરીને હવે ત્રણ વર્ષે એકવાર કરાવો. આ છે આપણી સલામતીની ફોમ્યુંલા. બીજી તરફ આતંકવાદીઓને તેમના આકાઓ દરરોજ ત્રણ વખત બંદૂક તાકીને નિશાન લેવાની પ્રેિકટસ કરાવે છે. આ રીતે દુશ્મનો સામે કેવી રીતે લડી શકાય તે પ્રશ્ન મને સતાવે છે.

શસ્ત્રો સાથે વાર્તાલાપ કયારેય થઇ ન શકે તેવું વાજપેયીએ પાકિસ્તાનને અગાઉ કહ્યું હતું પરંતું ત્રાસવાદને પોષતા પાકિસ્તાન સાથે વાર્તાલાપ કરવાનો પ્રયાસ ભયાનક પરિણામ લાવી શકે છે. ભારત સરકાર પાકિસ્તાન સાથે ચર્ચાના દ્વાર બંધ નહીં કરે તો ભાજપનો કાર્યકર તેના ધર્મ અને કર્તવ્યને સમજી સંઘર્ષ કરવા બહાર નિકળી જશે.



.

    Local News

    Today Weather Update

    Our Group Site Links