Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label મનોવૈજ્ઞાનિક સમાચાર. Show all posts
Showing posts with label મનોવૈજ્ઞાનિક સમાચાર. Show all posts

11 August 2024

“PSYCHOLOGY CORNER”

સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં “PSYCHOLOGY CORNER”
શરૂ કરવામાં આવ્યો.

 





શ્રી સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ-ભાવનગર ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મનોવિજ્ઞાન વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.જીજ્ઞેશભાઈ એ.વેગડ દ્વારા વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનના વિષય પ્રત્યે રસ અને રુચિ વધે તે માટે એક નવતર પ્રયોગના ભાગ રૂપે શાળામાં “PSYCHOLOGY CORNER” શરૂ કરવામાં આવ્યો હતો.જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોવૈજ્ઞાનિક કૃતિઓનું સર્જન થતાં તેઓમાં આ વિષય પ્રત્યે જિજ્ઞાશા વધે, વિષય પ્રત્યેનો ભય દૂર થાય,આ વિષયમાં ઉચ્ચ અભ્યાસની પ્રેરણા મળે, મનોવિજ્ઞાનના પરિભાષિત શબ્દોની સમજ કેળવાય, મનોવૈજ્ઞાનિક ફિલ્મો જોવાનો દ્રષ્ટકોણ બદલાય વગેરે છે. “PSYCHOLOGY CORNER”માં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ દર સોમવારે રજૂ કરવામાં આવશે. જેમ કે, વિવિધ મનોવૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ સાથેના જીવન-કવનની સંક્ષિપ્ત રજૂઆત, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, ચિત્રો-આકૃતિઓ, મનોવૈજ્ઞાનિક દિવસોની ઉજવણીના અહેવાલ, મનોવૈજ્ઞાનિક સમાચારો, મનોવૈજ્ઞાનિક લેખો, મનોવૈજ્ઞાનિક કસોટીઓના નમુનાઓ, વર્તમાનપત્રમાં આવતા લેખોના કટિંગ (મનોવૃતિ, મનોરોગ, માનસ વગેરે), મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણો, મનોવિજ્ઞાનના પુસ્તકોનો પરિચય વગેરે. જેનું ઉદ્ઘાટન તા.05/08/2024ને પવિત્ર શ્રવણ માસના પ્રથમ સોમવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે શાળાના આચાર્ય શ્રી હિતેશભાઇ દવે અને સુપવાઇઝર શ્રી યુ.બી.ડોડીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય દ્વારા ડો.જિજ્ઞેશભાઈ વેગડના આ નવતર પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.






23 September 2021

મનોનાટક પ્રસ્તુતિ

મનોનાટક પ્રસ્તુતિ

મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના જીવન અમૂલ્ય છે મનોનાટક પ્રસ્તુતિના નાટકો વિવિધ શાળા, કોલેજ તેમજ ભવનના વિદ્યાર્થીઓ એ નિહાળ્યું


તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આપઘાત નિવારણ ના સંદર્ભે મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સયુંકત ઉપક્રમે મનોનાટક દ્વારા આપઘાત અંગેની જાગૃતિ લાવવાં માટે બે દિવસના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ બે દિવસમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્લોટમાં આપઘાત નિવારણ જાગૃતિ લાવતા વિવિધ નાટકો રજૂ કર્યા હતા. આ બે દિવસના નાટક પ્રસ્તુતિકરણ માં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, ડો.અતુલભાઈ પંડ્યા, શ્રી અતુલભાઈ પંડિત, ડો.હરદેવસિંહ જાડેજા, ડો.નિદત બારોટ, મનન પંડ્યા, અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્વ નિર્ભર શાળા સંચાલન મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતાએ કર્યું હતું.

*કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી* મનોવિજ્ઞાન વિષય વ્યવહારુ વિજ્ઞાન છે તે મનોવિજ્ઞાન ભવને સાર્થક કર્યું છે. યુનિવર્સિટીને શાળા સુધી પહોંચાડી મનોવૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે.

*ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી* મનોવિજ્ઞાન ભવનને જેટલા અભિનંદન આપીએ ઓછા પડે. સતત કાર્યરત ભવન અને સમાજ ઉપયોગી કાર્ય કરતું રહ્યું છે.

*શ્રી અતુલભાઈ પંડ્યા* બાળકોએ સતત એક્ટિવ રહેવું જોઈએ. છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ આવી શકે બસ આત્મ વિશ્વાસ કેળવવાની જરૂર છે.

*શ્રી અતુલભાઈ પંડિત* બાળકોને આ જીવન કેટલું અમૂલ્ય છે તે શીખવવું અને સમજાવવું ખૂબ જરૂરી છે જે મનોવિજ્ઞાન ભવને કર્યું તે બદલ અભિનંદન. સહનશક્તિ કેળવવાની ખૂબ જરૂર છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

*ડો.નિદત બારોટ* પ્રાણી ક્યારેય આત્મહત્યા કરતા નથી જેમાંથી માનવીઓએ શીખવાની જરૂર છે. હતાશા એ થોડા સમયની હોય છે જેને કન્ટ્રોલ કરતા શીખવાની જરૂરી છે.

રાજકોટની ખ્યાતનામ 14 શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના તેમજ યુનિવર્સિટી વિવિધ ભવનોના આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ એ આ નાટક નિહાળ્યું હતું

આભારવિધિ ડો.યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન ડો.ધારા આર.દોશી, ડો.ડિમ્પલ રામાણી અને ડો.હસમુખ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.

ડો.મીરા જેપાર તેમજ તૌફિક જાદવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી. વિવિધ ભવનના અધ્યક્ષ, અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા... .આજકાલની જનરેશન નાના બાળકોથી લઈને વૃદ્ધોમા આત્મહત્યાનુ પ્રમાણ દિનપ્રતિદિન વધતું જાય છે જેની જાગૃતિ અંગે થોડા નાટકો મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીઓ દ્વારા જીવન કેટલું અમૂલ્ય છે તેની પ્રસ્તુતિ કરી . આત્મહત્યા કરવા પાછળના કારણો ક્યા ક્યા જવાબદાર છે તેની થીમ લઈને નાટકો 10 સ્લોટમાં રજુ થયા . જેમાં......

1) નિષ્ફળતા : વ્યક્તિને એકવાર નિષ્ફળતા મળે છે તો જાણે જીવન સમાપ્ત થઇ ગયું એવુ માની આત્મહત્યા કરી લે છે. 

(2) એક પક્ષીય પ્રેમ અને પ્રેમમા મળતો દગો :- પ્રેમ જાણે સર્વસ્વ હોય એમ પરિવારનું ન વિચારતા બે પાર્ટમાં આ ડ્રામા કરવામા આવશે. 

(3) આર્થિક તંગી અને આર્થિક બોજો :- ઘણીવાર આત્મહત્યાનું કારણ આર્થિક પાસું પણ જવાબદાર હોય છે. 

(4) નશો :- આજકાલ ગેઈમિંગ ના નશાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિને મોબાઈલ સિવાય જાણે દુનિયામાં કશું છે જ નહિ. લોકો આ ગેઈમિંગ નશામાં એટલા ડૂબી જાય છે કે તેને કશું ભાન રહેતું નથી. 

(5) રેગિંગ :- રેગીંગનું પ્રમાણ આજકાલ શાળા કોલેજોમા વધતું જાય છે. જેના કારણે વ્યક્તિ માનસિક ત્રાસથી આત્મહત્યા કરવાનું વિચારી લે છે.

19 August 2021

"મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ" વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક વિમોચન

મનોવૈજ્ઞાનિક સમાચાર

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક *મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ* નો વિમોચન સમારોહ યોજાયો..


તારીખ 28-08-21 ને બુધવારે સાંજે 6 કલાકે મનોવિજ્ઞાન ભવનની ટીમે તૈયાર કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું. આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિના ડો. નીતિનભાઈ પેથાણી ના અધ્યક્ષ સ્થાને તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના સહઅધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો. સમારોહમાં *સ્વાગત પ્રવચન ડો. ડિમ્પલ જે. રામાણી* એ કરેલ અને બધાજ મહેમાનોને સત્કારૈલ.




કાર્યક્રમની રૂપરેખા *ડો. ધારા દોશી* એ વર્ણવીને જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન લાસ્ટ બે વર્ષથી સતત લોકસેવા કરી રહ્યું છે તેનાં પરિણામ સ્વરૂપે પુસ્તક લખાયું છે. કોરોના કાળમાં મનોવિજ્ઞાન ભવને આ ચોથું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો ગૌરવ છે.

*જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો જનકસિંહ ગોહિલે* પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવનની ટીમે પ્યોર સાયન્સની સાથે સામાજિક વિજ્ઞાનને મુકી દીધું છે એક સમય હતો કે માત્ર સાયન્સનુ મહત્વ હતું પણ આ ભવનની ટીમે સતત કામ કરીને સામાજિક વિજ્ઞાન તેમાં ખાસ મનોવિજ્ઞાનની સામાજિક ઉપયોગીતા લોકો સુધી પહોંચાડી છે. આવનાર સમયમાં મનોવિજ્ઞાનની ખુબ જ જરૂરિયાત ઉભી થવાની છે. કોરોના કાળમાં રાજકોટ દેશમાં પ્રથમ એવો જિલ્લો હતો કે ત્યાં મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર પ્રથમ ખુલ્યું હતું. તેનો શ્રેય મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને તેમની ટીમને જાય છે. અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ છે તેમાં મનોવિજ્ઞાનની તાતી જરૂરિયાત છે પણ ત્યાં આપણા મનોવિજ્ઞાન ભવન જેવું કામ કરતા લોકો નહીં હોય એટલે તેમની સ્થિતિ વઘુ વિકટ થશે.

અમદાવાદથી ખાસ પધારેલ *ડો. નવિન પટેલે* જણાવ્યું કે રાજ્યની જ નહીં દેશની એકપણ યુનિવર્સીટીમાં આવું કામ થયું નથી માટે જ મનોવિજ્ઞાન ભવનને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પ્રાપ્ત થયું. દેશની મોટી મોટી યુનિવર્સીટી ફિફા ખાંડતી રહી ત્યારે સૌરાષ્ટ્રએ તેનું ખમીર બતાવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુક્ત *સિન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્ય* એ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે નિષ્ઠા, ખંત, ધીરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે મનોવિજ્ઞાન ભવન. તેમણે ભજનની કડી ગાઈને જણાવ્યું કે નથી મફતમાં મળતા એના મુલ ચૂકવવા પડતા એની જેમ મનોવિજ્ઞાન ભવનના વખાણ આજે થાય છે પણ અગાઉ આ લોકોએ દિવસ રાત અને જાતની પરવાહ કર્યા વગર સતત મહેનતનું મુલ આપ્યું છે. કોવીડ કેર સેન્ટરમાં સતત તેઓએ કોરોના પોઝીટીવ વ્યક્તિનું માર્ગદર્શન કર્યું છે તેનો હું સાક્ષી છું.

*સિન્ડીકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી* એ જણાવ્યું કે એકમાત્ર કાયમી એક અધ્યાપક અને બાકીના ત્રણ હંગામી અધ્યાપકો છે છતાં આ ભવને જે કામગીરી કરી છે તે કાબિલેદાદ છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના હાઈસ્કૂલના શિક્ષક *ડો. કૌશિકભાઈ શુક્લ* એ જણાવ્યું કે મને મારાં વિદ્યાર્થી પ્રત્યે ગૌરવ થાય છે, 91-92 માં ભણતો આ બાળક આટલો મોટુ વિરાટ કાર્ય નો સુકાની બનશે એવું ત્યારે મેં કલ્પ્યું નહોતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ *ડો. વિજય દેશાણી* એ જણાવ્યું કે આ પુસ્તક આવનાર સમયમાં ગીતા સાબિત થશે. હજુ આ મનોવિજ્ઞાન ભવનની શરૂઆત છે વિશ્વ લેવલે ભવનની નોંધ લેવાય એવા કાર્યો આ ભવન કરશે એવી મને ખાત્રી છે. મનોવિજ્ઞાન ભવને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે, આ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અમૂલ્ય ઘરેણું છે. મને આ ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, તૌફીક અને નિમીષા પ્રત્યે ખુબ જ લાગણી અને ગૌરવ છે.

*કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી* એ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે 126 આર્ટિકલનો સંગ્રહ એવું આ પુસ્તક 1 +2+6=9 નો ટોટલ નવ થાય છે એટલે ચોક્કસ આ પુસ્તક નવસર્જન કરશે, આ ભવન નવસર્જન કરશે. મનોવિજ્ઞાન ભવને આફતમાં અવસર શોધીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે તેની મને કુલપતિ તરીકે આનંદ છે. સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોનું તેઓએ બુકે દ્વારા સન્માન કરીને પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

પુસ્તક વિમોચક *ડો. ભાલચંદ્ર જોશી* એ મનોવિજ્ઞાન ભવનને અભિનંદન આપતા કહે છે કે મનુષ્યમા નિહિત શક્તિ પડેલી છે. આપણા દેશના ઋષિઓ અને ગુરુઓ દ્વારા અપાયેલા શાસ્ત્રો જ ઘણું જ્ઞાન આપી દે છે. કેળવણી શું કરી શકે? એનું જો કોઈ મોડેલ જોઈતું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવને covid -19 દરમિયાન કરેલી સેવા છે તે મોટો પુરાવો છે. ત્યારબાદ રવિશંકર મહારાજની વાત કરતા લોહીના સંસ્કાર અને આપણી સંસ્કૃતિના સંસ્કારની વાત સમજાવી. આ સંસ્કાર મનોવિજ્ઞાન ભવન દ્વારા જાગૃત થયાં. વિશ્વમા કોરોના ભયંકર ઘટના છે જે કોઈ ભૂલી શકે એમ નથી. આ સ્થિતિમા ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ સેવા કરી છે. સરસ વાણી થકી લોકોને માનસિક સધીયારો આપ્યો છે. આ પરિસ્થિતિમા કોઈ કોઈને કેમ છે એ પૂછવા તૈયાર ન હતા ત્યારે આ લોકોએ મનોવિજ્ઞાન વિષય થકી બીજાને સંભાળ્યા. લોકોના મનને સાંભળ્યું, લોકોને શાંતિથી સાંભળ્યા અને આનંદ કરાવતા માનસિક રીતે સહકાર પૂરો પાડ્યો. સૌરાષ્ટ્રની ધરતીને શોભે તેવું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આ મનોવિજ્ઞાન ભવને કર્યું છે. આ કાર્ય કરવા બદલ હું ભાઈ જોગસણને, ધારાને, ડિમ્પલને, હસમુખને અને પુરી ટીમને અભિનંદન પાઠવું છું. આશીર્વાદ આપું છું. શિક્ષકની તોલે કોઈ આવી શકે નહિ. શિક્ષિત હોવું અને સફળ શિક્ષક હોવું તે ખૂબ મહત્વની વાત છે. હવે એવુ લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ધરતીમા એવુ ખેતર તૈયાર થઇ ગયું છે કે સરસ પાક ઉગશે. ડિપ્લોમા કેન્દ્ર શરુ કરો એવી ટકોર કરી. ત્યારબાદ ડૉ. નવીન પટેલના પુસ્તક વિશે થોડી માહિતી આપી અને અભિનંદન આપી આશીર્વાદ પાઠવ્યા.
મનોવિજ્ઞાન ભવને ડો. ભાલચંદ્ર જોશી અને ડો. નવિન પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરેલ. ડો. કલાધર આર્ય, ડો. દીપકભાઈ મશરૂ, ડો. જનકસિંહ ગોહિલ, ડો. નેહલ શુક્લ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ધરમ કાંબલીયા વિગેરેનો શિલ્ડ અને શાલ દ્વારા આભાર પ્રગટ કરેલ.

કાર્યક્મની આભાર વિધિ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ *ડો. યોગેશ જોગસણ* દ્વારા કરવામાં આવી.

આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી સાહેબ, ઉપકુલપતિશ્રી ડૉ. વિજય દેશાણી સાહેબ,ડૉ. ભાલચંદ્ર જોશી,ડો. નેહલ શુક્લ, ડો. ધરમ કાંબલીયા, ડૉ. ગિરીશ ભીમાણી,ડૉ. કલાધર આર્ય ,જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ ડૉ. નવીન પટેલ,ડો. દિનેશ પંચાલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી ડી. વી. મહેતા, પૂર્વ પ્રમુખશ્રી અજયભાઇ પટેલ, મહામંત્રી પરિમલ પરડવા, રાણાભાઇ, હર્ષદ જલુ, જયદીપ જલુ, એલ. આઈસી. ઓફિસર અનિલભાઈ વિંઝુડા, ડૉ. જયદીપસિંહ ડોડીયા,કિરણ મોર્યની, ડો. એસ. જે. પરમાર, ડો. ભરત કટારીયા, ડો. જે. ઍમ. ચંદ્રવાડીયા, ડૉ.નિકેશ શાહ, દિપક મશરૂ, ડૉ. જયસુખ મારકણા, ડૉ. રેખાબા જાડેજા,ડૉ. ભરત ખેર, ડૉ. ભેદી, ડૉ. પિયુષ સોલંકી,ડૉ. આર. સી. પરમાર અને બીજા ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા મીડિયાના કર્મચારીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જુદા જુદા વિભાગના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

08 August 2021

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનવર્સિટી - વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા

મનોવૈજ્ઞાનિક સમાચાર

*મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનવર્સિટીની યશ કલગી માં વધું એક રંગીન પીછું.* 

*વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં એક સાથે બબ્બે રેકોર્ડ નોંધાયા.*



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોરોના કાળ દરમિયાન અને આજ દિન સુધી ૮૧,૦૦૦ થી વધુ લોકોનું ટેલિફોનીક તેમજ રૂબરૂ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કર્યું, ૧૨૬થી વધુ સમાજ ઉપયોગી સર્વે તેમજ સંશોધન લેખો લખ્યા. ઉપરાંત ગ્રામ્ય પ્રજામાં કોરોના વિશે ની સાચી સમજ તથા રસીકરણ જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડવા ૫૪ થી વધુ ગામડાઓ માં સ્વખર્ચે મુલાકાત કરી.

આ બાબત ની વર્લ્ડ રેકૉર્ડ ઓફ ઇન્ડિયાએ નોંધ લઈ ભવન ના નામે પ્રથમ રેકૉર્ડ નોંધ્યો.

તદઉપરાંત મનોવિજ્ઞાન ભવન દ્વારા આયોજિત રાષ્ટ્રિય મનોવિજ્ઞાન મેળા ને પણ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

અત્યાર સુધી માં સમગ્ર રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ મનોવિજ્ઞાન મેળાની ૯૦૦૦ લોકો એ મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ છે.
આ પ્રસંગ એ ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલગુરુ ડૉ. નિતીન પેથાણી એ ભવન ના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ ગૌરવવંતી ઘટના સમગ્ર યુનિવર્સિટી માટે પ્રેરણાદાયી બની રહશે અને ઉમેર્યું કે આ તો માત્ર શરૂઆત છે અને ભવન હજુ ઘણા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી સાહેબ એ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદર્ભ ટાંકતા જણાવ્યું કે સત્કર્મ કરી ભૂલી જાવ તો ફળ આપવાની જવાબદારી પરમાત્મા ની રહશે. મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા આપે ઘણા ના જીવ બચાવ્યા હશે અને સધિયારો આપ્યો હશે તેઓ ની દુઆઓ તમને સતત હિંમત અને સફળતા આપતી રહશે.

UGC HRDC ના ડિરેક્ટર ડૉ. કલાધર આર્ય એ મનોવિજ્ઞાન ભવનને અન્ય ભવનો માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ની સખત મેહનત ની પ્રશંસા કરી.

કાર્યક્રમમાં ઉપસ્થિત અંગ્રેજી ભવનના ડૉ. જયદીપસિંહ ડોડીયા એ જણાવ્યું કે લોકડાઉન માં આરોગ્ય ની કે અન્ય કોઈ બબત ની પરવાહ કર્યા વિના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એ લોક સેવા ના કાર્ય નું બીડું ઝડપી લીધું.

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી પાવન સોલંકી એ પોતાનાં પ્રાસંગિક ઉદબોધન માં મનોવિજ્ઞાન ભવન ને બિરદાવતા કહ્યું કે મારા આટલા વર્ષોના અનુભવ માં કોઈ શૈક્ષણિક સંસ્થા એ આટલું ઉમદા કાર્ય કર્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે એટલે એક સાથે બબ્બે વર્લ્ડ રેકોર્ડ ભવન ને પ્રાપ્ત થઈ રહ્યા છે એ વાત ની ખુશી અને ગર્વ છે.

આ પ્રસંગે ગુજરાતી ભવન ના અધ્યક્ષ ડૉ. મનોજ જોષી, મારવાડી યુનિવર્સિટી ના ડૉ. દિપક મશરુ તેમજ અંગ્રેજી બોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ચેરમેન ડૉ ઇરોસ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

16 June 2021

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: .....અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:સૌ.યુનિ. ટીમ ચોટીલામાં, 54% લોકોએ કહ્યું- કોરોના મટતા અમે માનતા પૂર્ણ કરવા આવ્યા, 72%એ કહ્યું- અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


ચોટીલામાં ઉમટેલું માનવ મહેરામણ.
  • ચોટીલામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને તેઓ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. દર્શન કરવા આવેલા મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ચોટીલામાં આ લોકો કોરોનાની માનતા પુરી કરવા અને ત્રીજી લહેર ન આવે તે માટેની માનતા લેતા નજરે પડ્યા હતા. આ લોકોને પૂછતા 54 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે કોરોના મટતા માનતા પુરી કરવા આવ્યા છીએ. બીજી તરફ 72 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે વેક્સિન લીધી નથી અને લેવાના પણ નથી.

દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી

આજે મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા લોકોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યુ છે તે જાણવા ગઈ હતી. દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના 9થી 12 વાગ્યા સુધીમાં લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને ન થાય એ માટે માનતા લીધી હતી. જેમાંથી 54% લોકોએ સ્વીકાર્યું કે અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ તેનાં જવાબમા 72% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી અને કરાવવું પણ નથી.

વેક્સિનને લઇને લોકોના મનમાં ઘર કરી ગયેલી વાતો

કારણ પૂછતાં કહ્યું કે વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? મનોવિજ્ઞાન ભવનનું સૂચન આસ્થા અને શ્રદ્ધા એ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો શ્રદ્ધા એ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.


ચોટીલામાં દર્શન કરવા આવેલા મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા.

જસદણ પંથકમાં બહાનાબાજીનું જોર જોવા મળ્યું

જસદણ પંથકમાં 45 ટકાથી વધુ લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. પરંતુ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રસી ન લેવા માટે લોકો દ્વારા આરોગ્ય કર્મીઓ સમક્ષ અનેક બહાનાઓ આગળ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં અમુક લોકો કહે છે કે, અમારે માતાજીની આડી છે, અમારા ભુવા ના પડે છે એટલે એ લે તો અમે લઈએ, અમારા ગામમાં કોરોના હતો જ નહીં એટલે અમે રસી ન લઈએ, સરકાર બધાને મારી નાખવા માંગે છે, 3 વર્ષમાં બધા રસી લેવા વાળા મરી જવાના છે, રસી લીધા પછી 3 દિવસ સુધી પથારીમાં રહેવું પડે છે, અમે વાડીયુંમાં કામ કરવાવાળા અમને કોઈ દિવસ કંઈ થયું જ નથી તો રસી શું લેવી? અમે કોઈ દિવસ ઈન્જેક્શન નથી લીધું એટલે અમે આ રસી નહી લઈએ. જેવા અનેક જવાબો લોકો દ્વારા આરોગ્ય અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે.

ઉપલેટાના અમુક ગામમાં તો સરપંચ જ ગામમાં આવવાની ના પાડી દે છે

એવું પણ જાણવા મળ્યું હતું કે ઉપલેટા પંથકના અમુક ગામમાં કોરોના સંક્રમણ બાદ મોત થતાં લોકો એટલા બધાં ડરી ગયા છે કે રસી લેવાની પણ ના પાડી દે છે અને ગામના સરપંચ જ આરોગ્ય કર્મચારીને કહી દે છે કે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. અમારા ગામમાં કોઇને રસી લેવાની નથી.

જેતપુરમાં હેલ્થકર્મી સાથે ગેરવર્તન

જેતપુર પંથકમાં ઘરે ઘરે વેક્સિન આપવા જતા હેલ્થ કર્મચારીઓને ખૂબ જ કડવા અનુભવ થાય છે તો ક્યાંક અપમાનિત થવું પડે છે અને કેટલાક કિસ્સામાં શારીરિક હુમલો થયાના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. જેમાં કર્મચારીઓ જીવ બચાવીને ભાગવું પડ્યાના દાખલા મળ્યા છે. જે લોકોમાં અક્ષરજ્ઞાન નથી તેને સમજાવવા મુશ્કેલ જ નહી પણ જાણે કે લોઢાના ચણા ચાવવાથી પણ કઠીન કામ બની ગયું છે. લોકો નીતનવા બહાના કરીને રસી લેવાનું ટાળી રહ્યા છે. લોકો સુધી સરકાર અને તંત્ર વેક્સિન પહોંચાડી શક્યા પણ તેના​​​​​​​ માટે ની જાગૃતિ ન હોવાના લીધે તંત્રના હાથ હેઠાં પડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર - રાજકોટ 

15 June 2021

ચોટીલા: મંદિર ખૂલતાની સાથે કોરોનાની માનતા પૂરી કરવા......

ચોટીલા: મંદિર ખૂલતાની સાથે કોરોનાની માનતા પૂરી કરવા ઉભરાયાં ભક્તો, ત્રીજી લહેર ન આવે તે માટે કરી પ્રાર્થના

મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા લોકોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યું છે તે જાણવા ગયા હતા.


રાજકોટ: જે રીતે કોરોનાનનું સંક્રમણ હવે ધીમે ધીમે હળવું પડી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સરકાર દ્વારા પણ ધીમે ધીમે હવે લોકડાઉનમાંથી બધી છૂટછાટ મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે રાજકોટના અલગ-અલગ પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આવી જ ભીડ ચોટીલા ખાતે માતાજીના દર્શન માટે પણ જોવા મળી હતી.

રાજકોટના મનોવિજ્ઞાન ભવનની ટિમ ચોટીલા ખાતે પહોંચી હતી અને ત્યાં દર્શનાર્થે આવનાર લોકોને રસીકરણ જાગૃતિ માટે સમજવાવ્યુ હતું. મનોવિજ્ઞાન ભવનની ટિમને ચોટીલા ખાતે એક અલગ પ્રકારની જ વાતો સામે આવી હતી. જેમાં મોટાભાગના લોકો કોરોના કાળ દરમ્યાન લીધેલી માનતાઓ પૂરી કરવા માટે પહોંચ્યા અહીં દર્શન માટે પહોંચ્યા હતા. તો ઘણા લોકો હવે ત્રીજી લહેર ન આવે તેના માટે પણ માતાજીને પ્રાર્થના કરવા પહોંચ્યા હતા.દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના 9થી 12 લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને પણ કોરોના ન થાય એ માટે માનતા લેવામાં આવ્યા હતા.


દર્શનાર્થે આવેલા 54% લોકોએ સ્વીકાર્યું કે, અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ, તેનાં જવાબમા 72% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી કરાવ્યું અને કરાવવું પણ નથી. કારણ પૂછતાં કહ્યું કે, વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે, તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? આવા તારણો સામે આવ્યા હતા.

મનોવિજ્ઞાન ભવનનું સૂચન

આસ્થા અને શ્રદ્ધાએ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે, જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો શ્રદ્ધાએ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.