Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label ફિલ્મ સમીક્ષા. Show all posts
Showing posts with label ફિલ્મ સમીક્ષા. Show all posts

28 August 2019

SUPER 30 - ફિલ્મ સમીક્ષા


SUPER 30 - ફિલ્મ સમીક્ષા 



શ્રેણી :- આત્મકથા

નિર્માતા:- સાજીદ નડિયાદવાલા (નડિયાદવાલ ગ્રાન્ડસન એન્ટરટેનમેન્ટ), ફેન્ટમ ફિલ્મ્સ,રિલાયન્સ એન્ટરટેનમેન્ટ

નિર્દેશક :- વિકાસ બહલ 

લેખક :- સંજીવ દત્તા

કલાકાર :- ઋત્વિક રોશન, મૃણાલ ઠાકુર, વીરેન્દ્ર સક્સેના, નંદીશ સંધુ, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ ત્રિપાઠી

રજૂઆત તારીખ:- ૧૨/૦૭/૨૦૧૯

સમય:- ૧૫૫ મિનીટ

        "सपनोको पूरा करनेकी सच्ची कहानी "



“शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है”


                 ચાણક્યની ઉપરોક્ત ઉક્તિને સાર્થક કરતુ આ ચલચિત્ર એટલે સુપર ૩૦. આ ચલચિત્ર ગણિતશાસ્ત્રી આનંદકુમાર અને તેના શૈક્ષણિક કાર્યક્રમ સુપર ૩૦ ઉપર આધારિત છે..આ સમગ્ર ઘટના બિહાર ની રાજધાની પટનામાં આકાર લે છે. આ ચલચિત્રનું કેન્દ્રબિંદુ શ્રી આનંદકુમાર કે જે એક નીચલા વર્ગનો વિદ્યાર્થી છે અને તેને ભણવાનો ખુબ શોખ છે અને તે સારો પણ છે. આ ચલચિત્રમાં તેના જીવનની સંઘર્ષગાથા દર્શાવવામાં આવી છે. આનંદકુમારએ તેમના વિદ્યાર્થીકાળમાં ગણિત વિષયમાં ખુબજ પ્રતિભાશાળી હતા. એક વખત તેઓ જયારે શિક્ષણમંત્રી (પંકજ ત્રિપાઠી) ના હસ્તે રામાનુજમ શિષ્યવૃત્તિ મેળવે છે ત્યારે શિક્ષણમંત્રી તેમને કહે છે કે તારે જે કઈ પણ સહાય જોઈતી હોય તે આવીને મારી પાસેથી આવીને મેળવી લેજે. પટનાના પુસ્તકાલયમાં રહેલા ગણિત પુસ્તકમાંના એક વણઉકેલ્યા કોયડાનો તે જયારે ઉકેલ મેળવીને તે ઉકેલ વિશ્વમાં જે મહાવિદ્યાલયનું આદરપાત્ર સ્થાન છે એવી કેમ્બ્રીજ યુનિવર્સીટીમાંથી શિષ્યવૃત્તિ મેળવે છે. પરંતુ તેમને ત્યાં જવાય એટલી આર્થિક સગવડ ન હોવાથી તે શિક્ષણમંત્રી પાસે પહોચે છે અને તે ત્યાં રાજનીતિનો ભોગ બને છે. આ ઘટના ને લીધે આનંદકુમારનાં પિતાજીનું હદય રોગના હુમલા થી અવસાન થાય છે.પરિણામે તેઓ તમામ અભ્યાસ છોડીને માતાને પાપડ વહેચવામાં મદદ કરવા લાગે છે. એક દિવસ જયારે તેઓ પાપડ વહેચવા જતા હોય છે ત્યારે તેમની સાયકલ “ પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ” ઉક્તિ ને સાર્થક કરતા અને શિક્ષણ મંત્રીના નજીકના એવા લલ્લન સિંહ (આદિત્ય શ્રીવાસ્તવ)ની ગાડી સાથે અથડાય છે અને તે આનંદ  કુમાર ને પોતાના કોચિંગ ક્લાસ , એકસેલન્સ કોચિંગ સેન્ટરમાં   ગણિત વિષય શીખવવાનું કહે છે અને સાથોસાથ તમામ ભૌતિક સુખસગવડ પણ આપે છે. પરંતુ એક ગરીબ બાળકને સ્ટ્રીટ લાઈટ નીચે રસપૂર્વક અભ્યાસ કરતા જોઇને તેનું હ્રદય પીગળી જાય છે.  આ બાળક પોતાની ગરીબીને કારણે કોચિંગ કલાસ છોડીને ચાલ્યો ગયો હતો. તેથી તે વિચારે છે કે ગરીબ બાળકોને પણ ભણવાનો અધિકાર છે. આથી તે કોચિંગ ક્લાસ છોડીને પોતાનું ગરીબ બાળકો માટેનો ટ્યુશન ક્લાસ શરુ કરે છે જેમાં તે એક સમયે ૩૦ બાળકો ની નોંધણી કરે છે. આ બાળકોને તે વ્યવહારિક જ્ઞાન સાથે સંકલ્પનાઓ મનોરંજક રીતે શીખવે છે, આ રીતે તે બાળકોને મફતમાં ભણાવીને IIT સુધી પહોચાડવાનું નક્કી કરી લે છે. તે બાળકોને કહે છે કે "अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, वही राजा बनेगा जो हक़दार होगा" પરંતુ આ પગલું ભરતાની સાથે તેમને અનેક પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પણ ગુજરાતીમાં કહેવાય છે ને “ જે ભગવાનની ભેરે ભગવાન એની ભેરે”. આમ અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ તમામ ૩૦ વિદ્યાર્થીઓને IIT સુધી પહોચાડે છે.

“ऐसा बहुत दरवाजा है दुनियामे जो सिर्फ इसलिए नहीं खुलते क्योकी लोग May I come  in नहीं कह पाते”

ડો.જીજ્ઞેશ એ.વેગડ & હરિત ડી.ભટ્ટ



05 May 2019

ફિલ્મ સમીક્ષા - "એક વિલેન"

        ek villain



          એક વિલેનની સ્ટોરી સાધારણ છે. પણ ફિલ્મના દમદાર પાત્ર અને મોહિત સૂરીના સારા પ્રદર્શનને કારણે ફિલ્મ જોતી વખતે સમય સારી રીતે કપાય જાય છે. આ ફિલ્મ કોરિયન મૂવી 'આય સા ધ ડેવિલ"(2010) થી પ્રેરિત છે. જેમા ભારતીય દર્શકોની પસંદ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે.


      ફિલ્મમાં એક હીરો એક હીરોઈન અને એક વિલન છે જેમની આસપાસ બોલીવુડની મોટાભાગની કોમર્શિયલ ફિલ્મો ફરે છે. એક પાત્રે એવુ છે જેનુ મોત નિકટ છે અને મરતા પહેલા તે પોતાની કેટલીક ઈચ્છાઓ જેવી કે વરસાદમાં મોરનુ નૃત્ય જોવુ, એક દિવસ માટે પ્રસિદ્ધ થવુ કોઈની જીંદગી બચાવવી વગેરે પૂરી કરવા માંગે છે તે આશાવાદી છે. મોહિત સૂરીનુ પ્રસ્તુતિકરણ શ્રેષ્ઠ છે. તેમણે ફ્લેશબેકનો સારો ઉપયોગ કર્યો છે. ફિલ્મ અતીત અને વર્તમાનમાં સતત જમ્પ કરતી રહે છે. મોહિતે પોતાના પાત્રોને ઝીણવટોથી સમજ્યા અને તેમની મનોદશાને સ્ક્રીન પર સારી રીતે રજૂ કર્યા. તેમના સારા નિર્દેશનને કારણે જ ફિલ્મ બાંધી મુકે છે. એક ગુંડાના જીવનમાં પ્રેમનુ આગમન અને તેના માનસિક વિચારો બદલવાના અહેસાસને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. 



          જ્યા સુધી સ્ક્રિપ્ટનો સવાલ છે તો કેટલીક ખામીયો છે જેવી કે વિલેન સુધી ફિલ્મનો હીરો ખૂબ જ સહેલાથી પહોંચી જાય છે. ગાંડાની હોસ્પિટલમાંથી એક વૃદ્ધને ભગાવવાનો સીન કમજોર છે. હોસ્પિટલમાં રિતેશ અને સિદ્ધાર્થની ફાઈટવાળો સીન હાસ્યાસ્પદ છે. આનાથી વધુ ચર્ચા નથી કરી શકાતી કારણ કે સસ્પેંસ ખુલી શકે છે. 

         આઈટમ સોંગની ફિલ્મમાં કોઈ જરૂર નહોતી. કારેલા પર લીમડો ચઢી ગયો હોય એવુ ત્યારે લાગ્યુ જ્યારે આ આઈટમ ગીતમાં પ્રાચી દેસાઈ જેવી ઠંડી અભિનેત્રી જોવા મળી. 

            પ્રોમો અને પ્રચાર દ્વારા ફિલ્મ થ્રિલર હોવાનો આભાસ કરાવે છે. પણ આ ફિલ્મને થ્રિલર કહેવી ખોટી હશે કારણ કે સસ્પેંસ પણ નથી કે વિલન સુધી પહોંચવા માટેની ભાગાદોડી પણ નથી. બધુ જ સ્પષ્ટ છે કે કોણ વિલન છે અને કેમ તે આ બધુ કરી રહ્યો છે. 

         ફિલ્મનુ સંગીત અને પાર્શ્વ સંગીત પ્રસ્તુતિકરણને દમદાર બનાવે છે. મોહિતની ફિલ્મોનુ સંગીત આમ પણ કાયમ હિટ રહ્યુ છે. કહેવાય છે કે તેમના ઘરે જો કરોડો રૂપિયા લઈને ફિલ્મ નિર્માતા આવી જાય તો મોહિત તેમને મળવાનો સમય નથી આપતા પણ જો કોઈ સ્ટ્રગરલ મ્યુઝિશિયન કે સિંગર આવી જાય તો તેઓ તેને તરત જ મળી લે છે. અંકિત તિવારી, મિથુન અને સોચ બૈંડે સારૂ કામ કર્યુ છે અને ગલિયા.. બંજારા જરૂરત જેવા ગીત મધુર બનાવ્યા છે. 

             એંગ્રી યંગ મેનના પાત્રમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જામ્યા છે. તેનુ જે લૂક છે તે પાત્ર પર સૂટ કરે છે. શ્રદ્ધા કપૂરે બબલી ગર્લનો રોલ ભજવ્યો છે. કેટલાક દ્રશ્યોમાં તેના અભિનયનો પ્રયત્ન જોવા મળે છે તો કેટલાક દ્રશ્યમાં તે સહજ છે. રિતેશ દેશમુખ એક લાંબા સમય પછી આવા રોલમાં જોવા મળ્યા. જેમા તેને કોમેડી નહોતી કરવાની અને રિતેશે પોતાના પાત્ર સાથે પુરો ન્યાય કર્યો છે. આ ત્રણેયને છોડીને બીજા કલાકારોની પસંદગી સારી રીતે નથી કરાઈ. આમના શરીફ, રેમો ફર્નાડિસ, પ્રાચી દેસાઈ પોતપોતાની ભૂમિકા સાથે ન્યાય નથી કરી શક્યા. વગેરે પૂરી કરવા માંગે છે તે આશાવાદી છે.

25 April 2019

તારે જમીન પર-દરેક બાળકો મહત્વના છે

Image result for તારે જમીન પર


નિમાર્તા અને દિગ્દર્શક: આમીર ખાન
ગીત: પ્રસૂન જોશી 
એન્જીનીયર, વીપીન શર્મા, લલીથા લાઝમી
સંગીત : શંકર અહેસાન લોય, શૈલેન્દ્રા બાર્વે
કલાકારો : આમીર ખાન, તનય છેડા, દર્શીલ સફારી, ટીસ્કા ચોપરા, સચેત 
રીલીઝ : 21મી ડિસેમ્બર 2007


                 નાના-નાના બાળકો આપણા દેશની વસ્તીના ખૂબ મોટો હિસ્સો છે, તેમછતાં તેઓને લાયક ફિલ્મો બહુ ઓછી આવે છે. આમિર ખાનના સાહસના વખાણ કરવા જોઇએ કે જેણે આટલું મોટુ રિસ્ક લઇને ફક્ત આઠ વર્ષના બાળકને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવી નાખી... આઠ વર્ષનો ઈશાન (દર્શીલ સફારી)એક એવો છોકરો છે જેને રંગો, માછલીઓ, ચમકતી વસ્તુઓ, કૂતરા, બરફગોળા, સ્પેસશીપ,અને પતંગો ખુબ ગમે છે. તેને પેઈન્ટિગં કરવી ગમે છે. ઈશાન ખુબ બિન્દાસ છોકરો છે. પરંતુ તેને ક્યારેય કોઈ બિરદાવતુ નથી. તે તેની મસ્તીમાં જ મસ્ત હોય છે. ઈશાનના માતા પિતા તેનાથી કંટાળીને તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે છે. તેઓ ઈચ્છે છે કે ઈશાન શીસ્તબધ્ધ બને. 

          ઈશાનને બોર્ડિંગ સ્કૂલમાં જવું ગમતું નથી. તે ક્લાસમાં હોય ત્યારે કશું સીધુ ચાલતું નથી. બોર્ડિંગ સ્કૂલમાં પણ તેને એજ વાતાવરણ જોવા મળે છે જે તેને પોતાના ત્યાં જોવા મળતું હતું. તેના માટે કશું નવું બનતું નથી.


        બિચારા છોકરાઓ ધમાલ મસ્તી કરે અને શિક્ષકોની વઢ ખાધા કરે. આવા સમયે શાળામાં એક નવા શિક્ષકનું આગમન થાય છે રામ શંકર નીકુમ્ભ (આમીર ખાન). આ કળાનો શિક્ષક કઈ અલગ જ માટીનો બાળકોને લાગે છે. રામ શાળાના બાળકો સાથે એકદમ હળીમળી જાય છે અને તેમને તેમની જ ભાષામાં કામ કરતા શીખવે છે. 



       બાળકોને હકારાત્મકતાથી વિચારવાનું, સ્વપ્ના જોવાનું, કલ્પના કરવાનું જણાવે છે અને બાળકો આ નવા શિક્ષકથી ખુબ પ્રભાવિત થાય છે.

      પરંતુ એક માત્ર ઈશાન જ એવો છે જેને આ નવા શિક્ષક ગમતા નથી.ધીરે ધીરે રામને એવું લાગે છે કે ઈશાન ખુબ નાખુશ છે. આખરે તે ખુબ જ કાળજીપૂર્વક અને ધીરજથી ઈશાનની નાખુશીનું કારણ શોધી નાખે છે. અને ઈશાનને તે ખુબ જ મદદરૂપ થાય છે.

      શું કારણ છે કે ઈશાન પોતાના નવા શિક્ષક રામ શંકરથી નાખુશ રહે છે... બધા બાળકો રામને ખુબ ચાહે છે ત્યારે ઈશાન તેમનાથી કેમ દૂર ભાગે છે.... રામ શંકરને ઈશાનના આવા વર્તનનો સાચો ઉત્તર કેવી રીતે મળે છે... ઈશાન રામ શંકરથી પ્રભાવિત થાય છે ખરો? કેવી રીતે રામ શંકર ઈશાનની સમસ્યાનો તોડ મેળવે છે? 

     આમીરના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ પહેલી ફિલ્મ છે. આમીર આ ફિલ્મ બાબતે ખુબ ઉત્સાહિત છે. આમીર એક પરફેક્શનીસ્ટ છે. માટે ફિલ્મમાં તેણે ચોક્કસ માવજત કરી હશે.