હે ઇશ્વર, ખોટુ ન લાગે તો તને એક વાત કહું ? હું તને તું કહું ? મિત્ર ભાવ સાથે થોડોક નજીક આવીશ તો દિલ ખોલીને વાત કરવી છે. ખાલી અર્જુનને જ, હે સખા, હે સખા સંબોધીને ઘણી વાતો કરી. અર્જુન ઘણા પ્રશ્નો કરવાના ભુલી ગયો અને તને મજા પડી ગઇ. તને નહીં આ પૃથ્વીના માણસોને પણ મજા પડી ગઇ. જે વાત તે નથી કરી એ બધુ થાય, બધું કરાય, એમાં અધર્મ જેવું કાંઇ નહી, તે કરેલી વાત સાથે માણસને કોઇ નિસ્બત નથી પણ જે નથી કરી તે બધું તેને યાદ છે.
હવે તને શું પ્રશ્નો કરૂ ? જવાબ આપવા તો તારે પાછો અવતાર લેવો પડે ને ? આ અવતારની વાત કરવામાં તું પોતે જ પકડાઇ ગયો છે. संभवामी युगे युगे । આ વાતમાં જ અમે ભરમાઇ ગયા. ઇશ્વર તારે ઘડીએ ઘડીએ આ જ કામ કરવાનું ? તું એક જ વારમાં, એક જ અવતારમાં ધર્મની સ્થાપનાનું કામ પુરૂ કેમ ન કરી શક્યો ? તારી સીસ્ટમમાં ક્યાંક ખોટ છે. તને લાગતું નથી કંઇક ગડબડ છે ?
તે આ અવતારની વાત કરી અને લુચ્ચા અને લફંગા માણસો ભગવાનના અવતાર બની બનીને આવવા લાગ્યા.
સામાન્ય માણસની જેમ જ ખાતા પીતા, બે પગે ચાલતા અને ઊંઘી જતા માણસો પોતાને ભગવાન સાબીત કરવા માંડ્યા ! તેલ વગર દિવા પ્રગટાવે ! હાથમાંથી ભભૂતી કાઢે ! મુઠ્ઠીમાંથી વીંટી કાઢે ! આવા મદારી જેવા નાના નાના જાદુના ખેલ કરીને લોકોને બેવકુફ બનાવવા લાગ્યા. તને વિચાર ન આવ્યો કે કંઇક ઓળખ પત્ર જેવું તારી સીસ્ટમમાં હોવું જોઇએ ? જેમ અમારે આધાર કાર્ડ હોય છે. PAN CARD હોય છે ?
PAN CARD પરથી યાદ આવ્યું. ઇન્કમટેક્ષ ન ભરવો એ કંઇ પાપ થોડું ગણાય ? તે કોઇ ધર્મ ગ્રંથમાં ઇન્કમટેક્ષ વિષે ઉલ્લેખ કર્યો છે ? અર્જુન પણ શું પુછે ? ઇન્કમટે વિષે તેને પણ શું ખબર હોય ! તારી ભુલને કારણે અંહીયા કોઇ ઇન્કમટેક્ષ ભરતુ નથી. અરે હા, તું તો KING MAKER હતો તને KINGDOM સિવાયની બીજી કોઇ વ્યવસ્થાનો વિકલ્પ પણ ક્યાંથી ખબર હોય ! અમારે અંહિયા લોકશાહી છે અને લોકશાહીની બધી ગડબડો છે, ભ્રષ્ટાચાર છે, ચુટણી અને ચુટણીની ગડબડો છે.અર્થ-વ્યવસ્થા શું કહેવાય તને ખબર છે ? હોત તો ક્યાંક તો તેનો ઉલ્લેખ કરત ને ? અર્થ-વ્યવસ્થા સ્વસ્થ ન હોય તો સમાજમાં વર્ગ-ભેદ થઇ જાય છે, પછી સામ્યવાદ, સમાજવાદ. આવા વાદોમાં માણસો વહેંચાઇ જાય છે. બધી ગડબડનું કારણ તું જ છે. યુગે યુગે અવતાર લઇને આ બધું ઠીક કરવાના ભ્રમમાં અમે તો કામથી ગયા.
તે પ્રકૃતીથી અમને ભરપૂર આપ્યું છે. હવા, પાણી, પર્વતો, નદીઓ, ધાન્ય, ફળ, ફુલ પણ વિતરણ કરવાની વ્યવસ્થા કરવી ભુલીગયો. તને ખબર છે ? માણસ આ બધી વસ્તુનો માલિક બની બેઠો ? હજી પણ મહાભારતનેય વટીજાય તેવા યુધ્ધો ફાટી નીકળે છે. કેવા ધર્મની સ્થાપના કરીને તું ગયો છું ?
ચીનના એક નાસ્તિક વિચારક નિત્શેનું એક વિધાન વિચાર કરતા કરી દે છે. -” માણસ ઇશ્વર નથી , કારણકે માણસને પેટ છે. ઇશ્વરને પેટ નથી એટલે કોઇ ચિંતા નથી. ઇશ્વરને બીજા ઇશ્વર સાથે જીવવું નથી પડતું. માણસને બીજા માણસ સાથે જીવવાની બહુ મોટી સજા છે. આ સજા માણસને ક્યારેય ઇશ્વર બનવા નહીં દે ”.

જ્યારે માણસની વાત આવી ત્યારે ફ્રાંસના ફિલોસોફર અને મહાન લેખક સાર્ત્રની વાત સમજવા જેવી છે. તેનું મનોવિજ્ઞાન કોઇ દર્શન શાસ્ત્રથી જરાય ઓછું નથી. Self Consciousness Needs “The Other” to prove ( display ) its own existence, માણસને પોતાનું અસ્તિત્વ વ્યક્ત કરવું હોય તો બીજો માણસ અનિવાર્ય છે. સાર્ત્ર કહે છે કે પોતાના અસ્તિત્વને વ્યક્ત કરવાની માણસમાં જે લાલસા હોય છે, તે જાતિય આવેગ જેવી જ બળકટ હોય છે. માણસ વ્યક્ત થવાની લાલસાને રોકી નથી શકતો, and He needs Other, વ્યક્ત થવા માટે બીજા માણસની હાજરી અનિવાર્ય છે.
બીજો માણસ “Other person” જ્યારે સામે હોય છે ત્યારે તે ઉદ્દીપકનું કામ કરે છે,તેને સમજવા કે જાણવા માટે જે જાગૃત અવસ્થા Consciousness પ્રતિક્રીયા કરે છે, તે મૂળ જાગ્રત અવસ્થા નથી હોતી. સાર્ત્ર તેને Reflective Consciousness કહે છે. “પ્રતિક્રીયાત્મક સભાનતા” , આ પ્રતિક્રીયા વખતે માણસ પોતાનું મૂળ રૂપ કે મૂળ સ્વભાવ જાળવી નથી શકતો. પરિણામે માણસ જે વ્યક્ત થાય છે તે શરતી conditional પરિસ્થીતી હોય છે દંભ હોય છે. આપણી દરેક પ્રતિક્રીયાનો જવાબદાર બીજો માણસ હોય છે The Other અને એટલેજ સાર્ત્ર કહે છે કે
The Hell is Other people. માણસ આ મનો વિજ્ઞાન સમજીને દંભ વગર Unconditional, પારદર્શી થઇ ને વ્યક્ત થશે તો સ્વર્ગ અંહી જ છે.સ્વર્ગ માટે ઇશ્વરને આજીજી કરવાની જરૂર નથી.
નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક ’હરમન હેસ ’ એક પ્રોટેસ્ટેંટ ધર્માવલંબી પરિવારમાં જન્મ્યા હતાં, એક પાદરીને તેમણે પ્રશ્ન કર્યો હતો કે ઇશ્વર જો વિદ્યમાન છે અને બધાજ કામ તેની મરજી મુજબ થાય છે તો ફક્ત સારા કર્મોની જવાબદારી જ કેમ લે છે ? ખરાબ કર્મોની જવાબદારી ઇશ્વર કેમ લેતો નથી ?
આજ સુધી પૃથ્વી નામના ગ્રહ પર માનવી નામનું પ્રાણી ઇશ્વર વિષે એક મત કેમ થઇ શક્યું નથી ? અણદેખ્યા ઇશ્વરના વિવાદમાં બંદુકો લઇને લોકો નીકળી પડ્યા છે, આખી પૃથ્વીને ધમરોળી રહ્યા છે, તલવારની અણી ઉપર ધર્મ બેસી ગયો છે અને તારા પેટનું પાણી પણ હલતું નથી !
ખુદા વિષે ઘણુ પુછી પુછીને લોકો ગાલીબને પરેશાન કરતાં ત્યારે ગાલીબ બહું સરસ જવાબ આપતા.
खुदा है अगर तो फिक्र क्युं ?
गर नहीं है तो फीर जीक्र क्युं ?
પણ અમે ગાલીબ નથી ને ! અંદરથી ઉત્પાત મચેલો હોય ત્યારે જાત જાતના સવાલો મનમાં આવે.
મુર્ગીઓને માછલીના ઇશ્વરો હોતા નથી,
બકરીઓ સામે કદી, કોઇ ખુદા જોતા નથી.
જગજીત સિંહે એક ગઝલ ગાઇ હતી..
तेरे होते कोइ किसी के जान का दुश्मन क्युं हो ?
जीने वालो को मरने की आसानी दे मौला ।
બાકી હે ઇશ્વર ! તારી સીસ્ટમનો એક વાર રીવ્યું કરજે, માને તો ઉપકાર, વધારે લખાઇ ગયું હોય તો માફી .
બ્લોગ-૧૩૪
ગૌરી તારા ગણેશને મધુરા સમરે મોર…


પ્રેમીનું તો ભલુ પુછવું, પાપણથી પહાડ ઉપાડે તો પણ નવાઇ નહીં. આ પ્રેમીએ પોતાની પ્રેમીકાને નામે અપૂર્વ ગ્રંથ રચ્યો. આજથી લગભગ ૩૫૦ વર્ષ પૂર્વે જુન્નર નામના ગામમાં દિવાકર ભટ્ટ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ઘણી ઉમર વિત્યા પછી મોડે મોડે એક સ્વરૂપવાન પુત્રનો જન્મ થયો. તેનું નામ લોલીંબરાજ રાખ્યું. પુત્ર એકદમ અકડ, મુઢ અને મનસ્વી બન્યો. યુવાનીમાં પ્રવેશતા પહેલા જ પિતાનું મૃત્યું થયું. પછી તેની કોઇએ સંભાળ લીધી નહી અને તે કામી અને લંપટ બની ગયો. સમાજે તેનો તિરસ્કાર કર્યો એટલે તેને પશ્ચાતાપ થયો અને સાતપુડા પર્વત પર જઇને સરસ્વતી દેવીની આરાધના કરી. દેવીએ તેને વચન સિધ્ધીનું વરદાન આપ્યું અને કહ્યું કે તને વિદ્યા અને સુંદર ભાગીરથીનો પ્રેમ પણ મળશે. વચન સિધ્ધીને કારણે તે જે કંઇ બોલે તે સત્ય સાબિત થતું. એક વાર તે વખતના બાદશાહે શરત લગાવી અને બાદશાહ હારી ગયો. બાદશાહે ખુશ થઇ તેની મુરાસા નામની કુંવરીને તેની સાથે પરણાવી. લોલીંબરાજે તેનું નામ ” રત્નકલા ” રાખ્યું અને દેવીના આશિર્વાદ પ્રમાણે જ તેને ખુબ જ પ્રેમ મળ્યો.
મોતી જેવાં શ્લોકોનો અનુવાદ મુકવાનો ઇરાદો હતો, એટલે આ સંદર્ભ લખવો જરૂરી હતો.
આપણો તો બાપ છે સુરજ, એમ કહિયે તો તેમાં ખોટું શું છે ? સૂર્ય પુત્રો છીએ આપણે સૌ, સૂર્યવંશી કહો તો પણ ચાલે, ધારો કે હું ભગવાન બગવાનમાં નથી માનતો, નાના માછલી ઘરની બે માછલી ઓની વાતો સાંભળવા જેવી છે. એક માછલીએ બીજીને પુછ્યું ” તું ભગવાન બગવાનમાં માને છે ? ” એટલે બીજી માછલીએ જવાબ આપ્યો, – ” ગાંડી છે ને તું ! આ રોજ આપણને પાણી નાખે છે, રોજ ખાવાનું નાખે છે, એ ભગવાન નથી તો કોણ છે ? ” બસ આ વાત જો ગળે ઉતરે તો સુરજ આપણો ભગવાન છે.આપણા જીવનની દોર, જીવવા માટે નો શ્રોત, અન્ન, જળ, હવા આ બધું સુરજને લીધે જ ખરૂં કે નહીં ? જેમ બેટરી ડાઉન થઇ ગયેલા મોબાઇલને રીચાર્જ કરવો પડે તેમ સુરજ પૃથ્વીને ચાર્જ કરતો રહે છે.
ગતિમાન થાય , વાદળો ઉમટે , વર્ષા ધરતીને ભીંજવે, ધરતી ધાન્યથી ભરપૂર લસલસે , વનની વનરાજી ખીલી ઉઠે, પાણીના ધોધ અને ઝરણા, ઘુઘવતો સાગર, શાંત થઇ બેસી ગયેલી લીલુડી રસાળ ધરા અને પૃથ્વી પર રહેલા દરેક કલબલાટ અને કીલ્લોલ કરતા જીવો, મોરના ટહુકાઓ, ધાન્ય લણાતા પાક, ઘાંસ ચરીને રૂષ્ટપુષ્ટ થતા દુધાળા જાનવરો, આ બધું જોઇને સુરજ મલકાતો નહી હોય ? આ બધું સુર્યદેવની મહેરબાનીથી જ તો ! સાત ઘોડાના રથપર સવાર થઇને, સાત સમંદર પાર કરી સાતમાં આસમાનેથી સુરજ દેવ આવે. આ માન્યતા હિન્દુ સંસ્કૃતીની કેટલી આલ્હાદક છે ? સાતની સંખ્યામાં પણ કંઇક રહસ્ય જેવું ખરૂ. સુરજના સફેદ કીરણો વક્રીભવન થાય એટલે સાત રંગોનું મેઘધનુષ રચાય.


( ઘણા સમય પહેલા એક સત્ય ઘટના વાંચેલી, થોડીક મહેનત લઇને ફરી માહિતી મેળવી અને એક ટૂંકી વાર્તાનું રુપ આપવાનું મન થયું, મેં નક્કી કર્યું વાર્તા રુપે જે વિચાર મનમાં સ્ફૂર્યો છે, તો વાર્તા લખવી જ )
JORA TRANG
આધ્યાત્મીક છાંટ વાળી અને ફિલસુફીથી ભરેલી “નાઝિર”ની ગઝલો, રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ પ્રસંગોપાત સંગીત સાથે કથામાં ઘણી વખત ગાય છે. મેં પોતે બેત્રણ વાર સાંભળી છે. શ્રી મોરારી બાપુ લાડથી બોલતા ” અમારો ભાવનગરનો નાઝિર….” અને સંગીત સાથે તેમના સુરીલા અવાજમાં ગઝલ શરૂ થતી….


મારા પિતાશ્રિ ના સાચવેલા ન્યુઝ પેપરના કટીંગ્સ ક્યારેક નજર ફેરવું તો કમાલના નીકળે છે. ૧૯૮૪ , ૨૩ -નવેમ્બરનું મુંબઇ સમાચારનું કટીંગ હશે તેવું લાગે છે. કારણ કે હેડીંગમાં લખેલ છે ” સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરતા બક્ષી ” 