Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2015

આજે થોડો વિચિત્ર વિષય છેડ્યો છે, પણ મજાનો છે. હવે નિવૃતીના સમયે જ્યાં સુધી શરીર સક્ષમ હોય ત્યાં સુધી પ્રવાસ કરી, દુનિયામાં જેટલું જોવા લાયક, જાણવા લાયક અને માણવા  લાયક હોય તે જોઇ લેવું અને માણી લેવું. એવા હાસ્યા-સ્પદ વિચારે  દૃઢ્ઢ્તા પક્ડી અને યુરોપ ટૂર મારવાનો નિર્ણય લિધો છે.

હવે યુરોપ ટૂર લઇ જવા વાળા ટુરીસ્ટ-ઓપરેટરોના લિસ્ટમાં એફિલ ટાવર તો હોય જ, હું તેને જોવાના વળગણથી મુક્ત કેવી રીતે હોઇ શકું ?

હવે મુદ્દાની વાત પર આવું છું. આજે વાંચતા વાંચતા ગાંધીજીએ પણા ક્યાંક એફીલ ટાવર વિષે લખ્યું છે એ જાણીને આશ્ચર્ય થયું. વાંચીને માજા પણ આવી.

ગાંધીજીના શબ્દોમાં-   ”  એફિલ ટાવર હાલ શો અર્થ સારે છે તે હું નથી જાણતો, તેના વિષે ઘણી સ્તુતી સાંભળી છે.  નીંદા પણ સાંભળી છે. નીંદા કરવામાં અગ્રસર   ’ટોલસ્ટોય’  હતાં એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મુર્ખાઇનું ચિન્હ છે. તેના જ્ઞાનનું પરિણામ નથી ! તેમના લેખમાં તેમણે જણાવ્યું હાતું કે દુનિયામાં ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે. જે  ગાંડપણ કરવાની હિમ્મત દારૂ પીવાથી ન આવે તે બીડિ પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે. જ્યારે બીડી પીનારની અક્કલને ધુમ્મસ ચડે છે.  ને તેથી તે હવાઇ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે. એવો ’ટોલસ્ટોયે’  પોતાનો અભિપ્રાય  જાહેર કર્યો હતો. images

એફિલ ટાવરમાં કશું સૌદર્યતો નથી જ, પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય, એક નવી વસ્તુ છે, મોટી વસ્તુ છે. તે જોવાને હજારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું.  ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે બાળક છીએ. એ વસ્તુ આ ટાવર સિધ્ધ કરે છે.  તમે તેની ઉપયોગીતા ભલે માનો ”

આ વાંચ્યા પછી મને એમ લાગે છે કે હું મારા યુરોપ પ્રવાસમાં, બાળક બનીને પણ એફિલા ટાવર તો જોઇશ જ !

 

બ્લોગ-૧૨૫

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો