Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2011

છેલ્લો શક ..

હવે તો શક પડે છે ભારતીઓના લોહી પર ..ભારતીઓના વંશ અને નસ્લ પર..

                 કાગળના જેવી ઉધાઇ ગઇ રે સાવ માણસની જાત,

                                અંદરથી આખી ખવાઇ ગઇ રે સાવ માણસની જાત.   –   મુકેશ જોષી

દેશને વેંચી ખાનારા ઘોટાળે બાજ દરિંદાઓ, સફેદ ચોરો…, રોજ એકને એક ઘોટાળાના સમાચાર, રોજ દૈનિકના પહેલા પાને નવા નવા ચોરના નામો.કાળુ નાણું વિદેશી બેન્ક ભેગુ કરનારા રાષ્ટ્રદ્રોહીઓ…., ૨૦૦ વર્ષમાં અંગ્રેજોએ જેટલો આ દેશને નથી લુંટ્યો એટલો આ દેશ દ્રેહીઓએ ૬૦ વર્ષમાં લુંટ્યો છે. દ્રૌપદીના ચીર ખેંચાતા જોઇ રહેલા લાચાર સભાજનો જેવા આપણે નપુંશક લોકો છીએ. એકાદ દેશ દાઝ વાળો સન્યાસી કે સાધુ હિંમત ભેર વિવાદ છેડે છે ત્યારે આપણે ટી.વી પર જોઇને તાલીઓ બજાવી છીએ. મને તો હવે આપણી નસ્લમાં જ કોઇ ખામી દેખાય છે. આપણું લોહી જ સડેલું અને ખરાબ છે એવું લાગ્યા કરે છે.

નાના પટેકરનો એક ફિલ્મનો સંવાદ સોએ સો ટકા સાચો હોય તેવું પ્રતિત થયા કરે છે. ” सौ में से नीन्यानबे बे-ईमान, मेरा भारत महान ”  આમીર ખાનની ફીલ્મ “રંગ દે બસંતી” જોયું હતું. દેશના ક્રાંન્તિકારી શહીદો પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા આવેલી એક વિદેશી છોકરી સાથે કામ કરતા કરતા આ લબર મુછીઆ જુવાનીયાઓને આપણા જ દેશને ઉધઇની જેમ ખાઇ જનારા અને કરપ્ટેડ નેતાઓ અને સરકારી અધિકારીઓ સાથે પાલો પડે છે અને તેમને પાઠ ભણાવવા ખાતર અને દેશની જનતાને વાકેફ કરવા માટે બધાએ શહીદી વ્હોરવી પડે છે. શહીદોને આતંકવાદીઓ તરીકે ખપાવવાની ભરપૂર કોશીષ કરવામાં આવે છે. ફિલ્મ ન જોઇ હોય તો એક વાર જરુર જોજો, તમારો રાષ્ટ્ર પ્રેમ છાતી ફાડીને બહાર ન આવે તો કહેજો.

આ દેશની ધર્મીકતા પર કોઇ શક નથી ધર્મમાં રાષ્ટ્રધર્મનું મહત્વ શીખવે તેવી વાતો બહુ ઓછી છે. કારણકે આર્થીક પરિબળોએ સમાજ પર ઘણી મજબુત પકડ રાખી હતી. મહાભારતનો જ દાખલો લો,  ભિષ્મ, દ્રોણ, વિદુરજી જેવા ધુરંધરો પણ સત્યના પક્ષે રહી ન શક્યા કોઇક આર્થિક મજબુરી અને નમક ખાધાની ખોટી ફીલોસોફીને વળગી રહ્યા. રાષ્ટ્રધર્મ માટે સત્યના પક્ષે ઉભું રહેવું જરુરી હતું. કૃષ્ણે એટલે જ  અર્જુનને કહ્યું હતું ” તું એક એકને વિણી વિણીને માર આ બધા જ સજ્જન પુરુષો અસત્યના પક્ષે ઉભા છે.” 

 જ્યારે કૃષ્ણે દુર્યોધનને પસંદગી માટે બે વિકલ્પો મૂક્યા કે એક તરફ હું અને બીજી તરફ મારી અક્ષૌહીણી સેના, જે પસંદ હોય તે નક્કી કર. હવે મૂળ વાત પર આવું, આ અક્ષૌહીણી સેનાનો એક જણ પણ એવો ન નીકળ્યો ? કે જેણે છાતી ઠોકીને કૃષ્ણને કહી દીધું હોય કે હું સત્યના પક્ષે ઉભો રહીશ ! નહી એવું ન બન્યું કારણકે આ દેશમાં આ પરિસ્થિતી હજારો વર્ષથી ચાલી આવે છે. પેટીયું રળવામાંથી જ  બહુ મોટો વર્ગ ઉંચો નથી આવ્યો. તેવા લોકોનો પહેલો ધર્મતો કુટુંબનું ભરણ પોષણ થઇ પડે છે, રાષ્ટ્રધર્મ કોરે મુકવો પડે છે.

એક વાર શ્રી જય વસાવડાના લેખમાં વાંચવા મળ્યું હતું કે શ્રી જદુનાથ સરકારના સચોટ તવારીખ વર્ણન મુજબ ૧૮ મી સદી સુધી તો આ દેશનો મોટો વર્ગ ભાડૂતી અને ધંધાદારી સૈનિકોનો જ હતો, પોતાને જ્યાં નોકરી મળે ત્યાં જ બધી વફાદારી, પછી તે રાજા હિન્દુ હોય કે મુસલમાન કે પછી  અંગ્રેજ. જ્યાં પેટીયું રળવા મળે તે ધર્મ,  જો ક્યાંય નોકરી ન મળે તો લૂંટફાટ કરતા, તેઓને શું રાષ્ટ્રપ્રેમ ? કે શું રાષ્ટ્રધર્મ ? આવા લોકોને તો પોતાના ગામ પ્રત્યે પણ પ્રેમ ન હતો. મોટા માથાના વેપારીઓ પણ પોતાની સલામતી માટે અંગ્રેજોના ખોળે બેસી જતાં. વિદેશીઓ સાથે રહીને પોતાના જ દેશના માણસો સામે લડ્યા હોય તેવો આ એક જ દેશ છે. દુનિયાના ઇતિહામાં આવા દાખલા ક્યાંય જોવા નથી મળતાં.

કોઇક વિરલા જ ભગતસિંહ, ચંન્દ્રશેખર આઝાદ જેવા પાક્યા, ગાંધીજી કે સ્વાત્યંત્ર સેનાનીઓ ખરા પણ ભારતની વસતીના કેટલા ટકા ?   મને છેલ્લો શક એજ છે કે, જે દેશને લુંટી રહ્યા છે તેઓ આ ભાડુતી સૈનિકોની નસ્લના જ ઉતાર વંશજો  હોવા જોઇએ, તેમની પાસેથી રાષ્ટ્ર્પ્રેમ કે રાષ્ટ્ર્ધર્મની આશા રાખવી ઠગારી નિવડે તેમ છે. અને  રહી વાત  આપણા જેવા તમાસો જોઇ રહ્યાછે તેમની , ભિષ્મ કે દ્રોણ કે વિદુરજી જેવા લાચાર સજ્જનોની કક્ષામાં આવીએ. બન્ને જાતીઓ અંતે તો અધર્મના પક્ષે જ. મારો છેલ્લો શક ખોટો હોય તો કહેજો.  દેશની પ્રજા જ જાણે ઉતરતી કક્ષાની નસ્લનુ પરિણામ હોય તેવો શક થયા કરે છે.

                       ” જનની જણ તો જણજે, કાં દાતા કાં શૂર, નહીં તો રહે જે વાંઝણી, મત ગુમાવીશ નૂર ”  

આ પડકાર તો છેવટે માતાઓને જ છે, કે તેઓએ  કેવા પુત્રો રાષ્ટ્રને આપ્યાં. માતા ન બની હોત તો કમસે કમ આ દેશ માટે બહું મોટો રાષ્ટ્રધર્મ નિભાવ્યાનો સંતોષ તો મળત !

બ્લોગ-૯૧

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો