Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2010

( એક મિત્રે, ઇ-મેઇલમાં પાઠવેલી મુકેશ જોષીની સુંદર રચના,પહેલા વરસાદની કવિતા )

બાઝી પડ્યો રે વરસાદ.. 

                                                                         

 લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં

 માંડેલી અચરજની વાટ

 ધરતીને સીમમાં જોઇ એકલીને એને

 બાઝી પડ્યો રે વરસાદ…

                           પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ

                           ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક

                          ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં

                           કોયલના કંઠમાં નીકળી ગઇ કુક

                           આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી

                                          ધરતી આવી ગઇ યાદ…     બાઝી પડ્યો રે..

                                         

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને

નદીઓ પણ દોડી ગઇ દરિયાની પાસે

એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને

પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે

ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી

                                   આભલામાં જાગ્યો ઉંન્માદ…   બાઝી પડ્યો રે ….

 

બ્લોગ-૮૩

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો