વાત ૧૭૫૦ થી ૧૮૧૩ ની આજુબાજુની છે.મુન્નીજાન દિલ્લીની બહુજ જાણીતી તવાયફ ગણાતી, રાજા મહારાજાઓ અને નવાબોની તવાયફ ગણાતી. તે વખતે પણ તેના એક મુજરાની કીંમત દશ હજાર રૂપિયા હતી. અંદાજ તો લગાવો ! આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલા દશહજારની કિંમત ? યસ, આ ગપગોળા નથી, રજાશાહીમાં અર્થતંત્ર આવુંજ હતું ફ્ક્ત રજવાડા, નવાબો, મહારાજાઓ જ માલામાલ હતા. સામાન્ય પ્રજા એકદમ ગરીબ અને શોષિત હતી. એક વાર મુન્નીબાઇ દિલ્લીથી મુર્શીદાબાદ એક રાત માટે દશ હજાર રૂપિયાની કિંમત લઇ મુજરો કરવા આવેલી અને મુર્શીદાબાદના નવાબ મિર જાફરની નજરમાં વસી ગઇ, અને નવાબે તેને મહેલમાં મુન્નીજાન માંથી મુન્નીબેગમનો દરજ્જો આપી દીધો.

વોર્ન હેસ્ટીગ
મોટા લોકોની નબળી કડી તવાયફો ન પકડી શકે તો તે તવાયફ શાની, હવેતો બેગમનો દરજ્જો મળી ગયો હતો. અંગ્રેજોની નસતો તેને ક્યારનીએ પારખી લીધી હતી. અંગ્રેજોની મહેરબાનીથી તેણે પોતાની દૌલત દિન દુગુની ચાર ચૌગુની કરવા માંડી. તે વખતે ઇસ્ટ-ઇન્ડીયા કંપનીના ગવર્નર જનરલ વોર્ન-હેસ્ટીંગ્ઝ પર લંડનના હાઉસ ઓફ કોમન્સમાં ભ્રષ્ટાચારનો કેસ ચાલતો હતો ત્યારે કોર્ટમાં બ્રિટીશ-પ્રવક્તા એડમંડ-બર્કે જણાવ્યુ હતું કે મુન્નીબેગમ તાડી, અફીણ જેવી ચીજોની હેરાફેરી અને તસ્કરીનો કરોબાર ચલાવે છે અને લખલૂટ પૈસા બનાવી રહી છે.એટલું જ નહી તેને યુરોપની બ્રાંડી અને શરાબની ઠેકેદારી પણ મેળવેલ છે અને આ બધા ગોરખધંધામાં ખુદ ગવર્નર જનરલનો હિસ્સો છે.વોર્ન-હેસ્ટીંગ્ઝ ભ્રષ્ટ ગવર્નર જનરલ સાબીત થયો હતો.
મીર જાફરના મૃત્યુ પછી વોર્ન-હેસ્ટીગ્ઝે મુન્ની બેગમને બધી બેગમોમાં સૌથી ઉંચો દરજ્જો આપી અને તેને વર્ષના એક લાખ ચાલીસ હજાર રૂપિયાની કંપની સરકાર તરફથી આવક બાંધી આપી હતી. તેને કારણ બતાવ્યુ હતું કે મુન્ની બેગમ કંપનીના કારોબારમાં ઘણી મદદ રૂપ છે માટે મે તેને આ સુવિધા આપેલ છે. પણ એજ વખતે લંડનની કોર્ટમાં કોઇએ સાક્ષી આપી કે મુન્ની બાઇએ વોર્ન-હેસ્ટીગ્ઝને દોઢ લાખ રૂપિયા ની રીશ્વત આપી છે. આ વાત ઉપર લંડનમાં ઘણો ઓહાપોહ થઇ ગયો પરિણામ સ્વરુપે વોર્ન-હેસ્ટીગ્ઝને સસ્પેન્ડ કરીને લંડન પાછો બોલાવી લેવામાં આવ્યો.
વોર્ન-હેસ્ટીગ્ઝની જગ્યાએ લોર્ડ-ક્લાઇવને મોકલવામાં આવ્યો. મુન્ની-બેગમે લોર્ડ-ક્લાઇવને પણ પાંચ લાખ રૂપિયાની રીશ્વત આપી, મીર

લોર્ડ-ક્લાઇવ
જાફરના પંદર વર્ષના પુત્ર નજમુદૌલાને બંગાળનો નવાબ ઘોષિત કરી દીધો હતો અને પોતે બધી જ મિલ્કતની વારસ બની બેઠી હતી.
તે વખતે લંડન-ટાઇમ્સ નામના સમાચાર પત્રમાં મુન્ની બેગમે જાહેરનામુ બહાર પાડ્યું હતુ કે સ્વર્ગીય નવાબ મીર જાફર અલીખાની વારસ હોવાને નાતે તેમની વસિયત અને કહેવા મુજબ મે તેમના ખાસ મિત્ર લોર્ડ-ક્લાઇવને તેમની દૌલત માંથી સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા અને દોઢ લાખ રૂપિયાની કિંમતના હિરા જવાહરાત ભેટ તરીકે આપેલ છે.
કહેવાય છે કે અંગ્રેજોના ભલભલા ખેરખાઓ, ગવર્નર- જનરલો અને વાઇસરોય કક્ષાના અમલદારોને મુન્ની બેગમે દૌલત અને રીશ્વતના જોરે આંગળીના ઇશારે નચાવ્યા હતાં. લોર્ડ-ક્લાઇવના એક સ્ટેટમેન્ટને મુન્ની બેગમે એક જગ્યાએ જેમનું તેમ ( As it is ) લખેલ છે કે મીર જાફરના મૃત્યુ પછી લોર્ડ-ક્લાઇવ મને મળવા આવ્યા હતાં અને મને શાંત્વના આપેલી કે ” અમે ંનવાબ શ્રી મીર જાફરને પાછા તો ન લાવીશકીએ પણ હું ખરા દિલથી કહું છું કે, હું અને અમારા અંગ્રેજ અફસરો તમારા દિકરા સમાન છીએ અને તમારી ખિદમતમાં હંમેશા હાજર છીએ.
ખરેખર મુન્ની બેગમે અંગ્રેજ કંપનીના અમલદારો પર રીશ્વતનું જાદુ ચલાવ્યું હતું. ૧૦-જાન્યુઆરી- ૧૮૧૩ માં તે મૃત્યુ પામી ત્યારે લંડનમાં ફોર્ટ વિલીયમ દ્વારા મુન્ની બેગમના અવસાનના શોકમાં ૯૦ તોપોની સલામી આપવામાં આવી હતી અને અંગ્રેજ કંપની સરકારની લંડન, મુર્શીદાબાદ અને કલકત્તામાં આવેલી ઓફિસોમાં બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમ જ યુનિયન જેક અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
ઇસ્ટ-ઇન્ડીયા કંપનીના અફસરોને રીશ્વતમાં લખલૂંટ દૌલત લૂંટાવ્યા પછી પણ તેના મૃત્યુ પછી જે ખજાનો જાહેર થયો તે નીચે પ્રમાણે હતો.
૧- નગદ સોના ચાંદીના સિક્કાની કિંમત – ૫ લાખ, ૭૬ હજાર, ૫૧૦ રૂપિયા સાડા બાર આના.
૨- હિરા જવાહરાત અને ઘરેણાની કિંમત – ૬ લાખથી વધારે.
૩- બેન્કર્સ ખાતામાં – પ કરોડ રૂપિયા.
૪- રેશમી અને કીનખાબી કપડા અને ઘરવખરી્ની કિંમત – ૨૨ ્લાખ રૂપિયા.
૫- મકાન, દુકાન અને બગીચાઓની કિંંમત – ૧૧ હજાર રૂપિયા.
સમરથકો નહિ દોષ ગુંસાઇ.. શું કહિશું આપણા મહાન ભારત દેશના ભ્રષ્ટ લોકોને ? લાગતું નથી કે આપણે અંગ્રેજ પાસેથી ઘણું શીખ્યા છીએ ?
( આ લેખની ઐતિહાસિક માહિતી 1-sept-1983 Sarika ના અંક માંથી લીધેલ છે, જે મેગેઝીન ઘણા વર્ષોથી બંધ થઇ ગયેલ છે. જેના સંપાદકો શ્રી કમલેશ્વર, કનૈયાલાલ નંદન જેવા હિંદી સાહિત્યના ધુરંધર લેખકો રહિ ચુકેલા છે )
બ્લોગ-૧૩૦

OK Thanks