ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

૨.  પ્રેમ અભાવ ..ચાલુ ..

[૨ ]   પ્રેમ વિહીન જીવન મૃત્યુ છે ..

તમારા જીવનમાં જો પ્રેમ નહી હોય તો તમારામાં એ ચેતન પણ નહી હોય જે પ્રેમીમાં હોય છે ..જો માત્ર કર્તવ્ય જ હશે અને પ્રેમ નહી હોય તો તમને લાગશે કે તમારી ભીતરે કશુક મૃત  થી રહ્યું છે .પ્રેમ વિહીન મનોદશામાં તમે અનુભવો છો કે -તમે ચાલો છો પણ હવે એ ચાલમાં નૃત્ય નથી .બોલો છો પણ બોલમાં એ ગીત નથી .જુઓ છો પણ આંખોથી કશું વરસતું નથી .આંખો કોરી અને ખાલી છે ..

સ્પર્શ કરો છો પણ સ્પર્શમાં ઉષ્મા નથી ,જાણે મડદાના ઠંડા  હાથ ,જેમાં કોઈ ભાવદશા નહી …..કોઈ લ્હેર નહી ..કોઈ સ્પન્દન નહી . આવી વ્યક્તિ એક ઝાડનું ઠુંઠું છે જેમાં ણ પાંદડા છે ,ન ફળ છે ,ન ફૂલ છે .એ રાહ જોઈ રહ્યો છે મૃત્યુની ..

અમેરિકાની અદ્દ્ભૂત વિભૂતિ શ્રી હેન્રી થોરોને એક વ્યક્તિ મળવા આવી .હેન્રી થોરોએ ખૂબ જ પ્રેમથી હસ્તધૂન કર્યું …પરંતુ બીજી જ પળે થોરોએ એ વ્યક્તિનો હાથ જટકા સાથે છોડી દીધો …અને આંખો બંધ કરી લીધી ..પેલી વ્યક્તિએ આશ્ચર્યથી  પૂછ્યું -શાથી આં રીતે તમે હાથ છોડાવ્યો  ? હેન્રી થોરોના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા ..તે રડવા લાગ્યા ..પેલી વ્યક્તિએ તેઓને ફરી પૂછ્યું -શાથી રડો છો  ? થોરોએ અશ્રુ ભીની આંખે કહ્યું :”તને ખ્યાલ નથી ,શું થયું  છે ?  જયારે તારો હાથ  મેં હાથમાં લીધો ત્યારે હતું કે એક  માણસ સાથે હસ્તધૂન કરું છુ ..પરંતુ મને એ પળે અનુભવ થયો કે મેં એક લાશનો  હાથ પકડી લીધો છે …મને લાગ્યું કે કોઈ સૂકાયેલા વૃક્ષની ડાળીથી  હાથ મિલાવું છુ …જ્યાં ન પ્રેમ છે ..ન કરુણા છે ..ન સૌહાર્દ્ય ,ન મૈત્રી ..તારા તમાં રસ ન હતો ..ન કોઈ જીવંત પ્રવાહ ,એક મડદાંનો હાથ પકડી લીધો જાણે …

ભોજનના અભાવથી શરીર મરે છે

પ્રેમના અભાવથી આત્મા મરે છે ….

પ્રેમ જ આત્માનો શ્વાસ છે ….ભોજન વગર જેમ તેમ કરીને કદાચ શરીરને ટકાવી શકાય પરંતુ પ્રેમના મૃયું પછી જીવંતતા શક્ય નથી ..પ્રેમ વિહીન જીવન મૃત્યુ સમાન છે .

વૈજ્ઞાનિકોએ શોધવા પ્રયત્ન કર્યો કે ,શું માતાના ધાવણ વગર બાળક જીવી શકે ખરું  ? તેઓએ બાળકને માંથી અળગું રાખી ,માત્ર અન્ય દૂધ પર રાખ્યું ,તો જોવા મળ્યું કે બાળક સૂકાઈ ગયું છે ..દૂધ શરીરને પોષણ આપે છે દૂધ જીવન નથી .દૂધ સાથે માતાના સત્નોથી પ્રેમની ધારા પણ વહેતી હોય છે …દૂધ વગર બાળક જીવી શકે ,પરંતુ માતાના પ્રેમ વગર તે મુડદાલ બની  જીવશે …

ક્રમશઃ

Posted in વિશેષ | Tagged | Leave a comment

આઈ.જે. ગઝલ -૨

38-hisabo-copy35-dildar-copy

Posted in વિશેષ | Leave a comment

આઈ.જે. ગઝલ ૧

AAV JRA PAS

Posted in વિશેષ | Leave a comment

હ્રદયને મગજ હોય છે

હ્રદય પાસે પણ મગજ છે

જગતની મોટાભાગની સમસ્યાઓ દિમાગની દેણ છે. મનુષ્ય મસ્તિષ્ક પ્રધાન રહ્યો છે. કુદરતે તેને
દિલ અને દિમાગ સમાનરૂપે પ્રદાન કર્યા ..પણ માણસ દિલ કરતાં દિમાગથી વધુ પ્રભાવિત રહ્યો અને
એનું પરિણામ એ આવ્યું કે પ્રેમને ખોઈ દીધો અને પરમાણું બોમ્બ બનાવ્યો .. મગજની કુટનીતિને લીધે
જ પ્રેમધર્મને બદલે ધર્મને પ્રેમ કરવાની ચતુરાઈ સર્વોપરી રહી ..

પરંતુ છેલ્લાં ત્રણ દાયકાથી હ્રદયની ઉર્જા અને તેની ક્ષમતા પર વિશ્વના વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે.
૩૦ વરસથી હ્રદયને મગજ સમોવડું ગણી અમેરિકાની HEARTMATH નામની એક સંસ્થાએ ઘણું કામ
કર્યું છે. આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે- જયારે વ્યક્તિ પોતાનાં મહ્યલાની –હ્રદય બુદ્ધિ સાથે
ઊંડાણથી જોડાય છે ત્યારે વ્યક્તિ ઉચ્ચ મનોશારીરિક ઐક્યનો અનુભવ કરે છે.
આ મનોદશા મોટાભાગના વિકારોને ભગાડે છે.

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે હ્રદય પાસે પાવરફુલ વિદ્યુતચુંબકીય ઉર્જા છે. આ ઉર્જા શરીરની ફરતે ૩-૪ ફીટનું
અને 360 ડિગ્રીનું ઓરા મંડળ ધરાવે છે. હ્રદય મગજ કરતાં વધુ ઉર્જાવાન છે. મગજ કરતાં અનેક ગણી
વિધુત શક્તિ હ્રદય પાસે છે. હ્રદયની ચુંબકીય ઉર્જા મગજ કરતાં 5000 ગણી વધારે છે.

આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હ્રદય પાસે પણ મસ્તિષ્ક જેવા જ્ઞાનતંતુઓ છે. જે મસ્તિષ્કથી પણ વધુ સત્ય
સમજાવી શકે છે.

આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આપણે હ્રદય અને મસ્તિષ્ક વચ્ચે સંતુલન સાધતા શીખી જઈએ તો જીવનમાં
મોટાભાગના પરિતાપોથી મુક્તિ મેળવી શકીએ …

આઈ.જે. સૈયદ

Posted in વિશેષ | Leave a comment

મુસ્લિમ તલાક અને હલાલા

મુસ્લિમ તલાક અને હલાલા

મુસ્લિમોમાં અંગે ત્રણ બાબતો પ્રચલિત છે : તલાક ( છૂટાછેડા) વધુ, સંતાનોની સંખ્યા વધું, અને ઓછું શિક્ષણ .
આજે અહીં મુસ્લિમ તલાક અને હલાલાની, મારી મર્યાદામાં ચર્ચા મૂકું છું…..

તલ્લાકની આંકડાકીય માહિતી પ્રમાણે સાઉદી અર્બીયામાં છેલ્લા વર્ષમાં 7000૦ લગ્નો થયાં તેમાંથી ૧૩૦૦૦ના તલાક કોર્ટમાં નોધાયા.
અહીંની કોર્ટ રોજનાં 40 માંથી 20 નાં ડિવોર્સ કરી આપે છે. તાજેતરના આંકડા પ્રમાણે આ બાબતે મક્કા સૌથી ટોપ પર રહ્યું હતું. ક્તરમાં ૫૦ ટકા,ટુનીસિયામાં ૫૦ ટકા, કુવેતમાં 45 ટકા, ઈરાનમાં 80 ટકા યુગલો પ્રથમ પાંચ વર્ષમાં ડિવોર્સ લે છે. ઈજિપ્તમાં નવા પરણેલા યુગલો
માંથી ૩૦ ટકા તલાક લે છે. નાઈજીરિયામાં સૌથી વધુ બાળ નિકાહ થાય છે. પાકિસ્તાનના માત્ર લાહોર શહેરમાં રોજના 100 કેઈસ કોર્ટમાં
આવે છે. યુનાઇટેડ અરબ અમીરાતમાં 46 ટકા પ્રમાણ છે. દુનિયાના મુસ્લિમોમાં સૌથી ઓછો તલાક રેટ ભારતીય મુસ્લિમોનો અને સૌથી વધુ રેટ નોર્થ અમેરિકન મુસ્લિમોનો છે.

એક બેઠકે ત્રણ તલાક અને હલાલાની સમસ્યા

ઇસ્લામમાં પુરુષને તલાકનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે પરિણામે જાહિલ અને ક્યારેક શિક્ષિત મુસ્લિમો પણ પત્નીઓને નાના –મોટા કારણોસર ધડો ધડ ત્રણ તલાક એક સાથે આપી દે છે..અને પછી પસ્તાવો કરે છે. એક મત પ્રમાણે ગુસ્સામાં, મજાકમાં, નશાની અવસ્થામાં કે મનોમન પણ એક સાથે ત્રણવાર તલાક શબ્દ પત્ની માટે ઉચ્ચારી નાખે તો એ જ ક્ષણે સંબંધોનો અંત આવે છે. અહી પત્ની વિના કારણે છૂટાછેડાનો ભોગ બની જાય છે. મુસ્લિમ સ્ત્રીઓને આ દેખીતો હળાહળ અન્યાય છે.

હવે આવા પતિ-પત્નીએ પૂનઃનિકાહ કરવા હોય તો હલાલા નામની વિધિ કરવી પડે. જેમાં પત્નીનો બીજા મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરવામાં
આવે છે ત્યાર બાદ આ નવો પતિ તેણી સાથે સૈયા સુખ માણે છે અને એની મરજી પડે ત્યારે તેણીને તલાક આપે છે..ત્યાર બાદ પહેલો પતિ તેણી સાથે પુનઃનિકાહ કરે છે. અને આ રીતે હલાલા પછી પતિને પત્ની પાછી મળે છે. આ હલાલા વિધિ કોઇપણ પત્ની માટે નર્ક સમાન અને અત્યંત આઘાતજનક –અપમાનજક હીન કૃત્ય છે. અને કોઇપણ સ્વમાની પતિ આવું ન કરે ….છતાં હકીકત છે કે આવા હલાલા ભારત ,પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોમાં થાય છે. કહેવાય છે કે જયારે આવા કેસ બને છે ત્યારે કેટલાંક મોલવીઓ આવા હલાલા કરાવી આપે છે તેઓ પાસે તેના શિષ્યો કે અન્યો લોકો હોય છે જે નિકાહ કરી ને બીજે –ત્રીજે દિવસે તલાકઆપી દે છે ..એટલે કે હલાલાના દુલ્હા બની મજા કરી લે છે. કેટલીક જગ્યાએ તો ખુદ મોલ્વી સાહેબ જ દુલ્હામિયા બની જાય છે ..આ વિધિ માટે પૈસા અને દેહ બન્ને મળે છે ! પાકિસ્તાનમાં આવા હલાલા કરાવવા માટે મસ્જીદ ની આસપાસ ‘’હલાલા સેન્ટરો ‘’ ચાલે છે. એક જાણકારી પ્રમાણે એક મોલ્વી સાહેબે ખુદ દુલ્હા બની આશરે 300 હલાલા કરાવ્યા !

તલાક અને હલાલાની સાચી હકીકત

ઇસ્લામમાં નિકાહને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તલાકને નિંદનીય કૃત્ય ગણવામાં આવ્યું છે.
મહંમદ પયગમ્બરનું ફરમાન છે કે – ‘’ સંબંધોના ટુકડા કરનાર જન્નતમાં પ્રવેશ પામી નહી શકે ..તથા જે પતિ પત્ની સાથે વધું ભલો હશે તે પુરુષોમાં શ્રેષ્ઠ છે .’’ ઇસ્લામમાં નિકાહની જેમ જ તલાક આપવાની નમૂનેદાર વિધિ કુરાન અને શરીયત –હદીસના ગ્રંથોમાં સ્પષ્ટ આપવામાં આવી છે. પરંતુ યોગ્ય માર્ગ દર્શન ,શિક્ષણ અને અજ્ઞાનને લીધે હલાલાની વ્યાખ્યા વિકૃત અને અમાનવીય બની ગઈ.

જયારે લગ્ન જીવન સાચે જ ઝેર બની ગયું હોય અથવા કોઈ કારણસર છૂટાછેડા અનિવાર્ય બની જાય ત્યારે મુસ્લિમ પતિ-પત્ની સરળતાથી લગ્ન સંબંધનો અંત લાવી શકે તે માટે કુરાન –શરીયત મુજબ તલાક આપી છુટા પડી શકે છે. કુરાનમાં દર્શાવેલી તલાકની વિધિ મુજબ તલાક ઇચ્છતા દંપતીએ પહેલા પરસ્પર સમજણપૂર્વકનો સંવાદ કરવો જોઈએ. એક બીજાને સમજવા અને સમજાવવાનો પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ. સગા –સ્નેહીઓએ પણ સમજાવવાના દિલથી પ્રયત્નો કરવા જોઈએ. જયારે સંવાદના બધાં જ પ્રયાસો નિષ્ફળ થાય અને સંબંધ વિચ્છેદ કરવો હોય તો પતિએ તલાક આપી શકે છે. પતિ તલાક આપે ત્યારે કેટલીક શરતો દર્શાવામાં આવી છે. પત્ની પવિત્ર અવસ્થામાં હોય ,પતિએ તેણી સાથે સંભોગ ન્ કર્યો હોય, તલાક વખતે અન્યોની સાક્ષી હોય અને પતિનો તલાક આપવાનો પાકો ઈરાદો અને નિર્ણય હોય એ સ્થિતિમાં પતિ પત્નીને તલાક આપે ત્યારે તે પ્રથમ તલાક થાય છે. અને એ જ ઘડીથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. હવે તેણી તેની પત્ની ગણાતી નથી

હવે અહી સમજવાની વાત એ છે કે આ તલાક આપ્યા પછી પતિને ત્રણ માસનો સમય (ઇદ્દ્ત ) સંબંધ ફરી રીન્યુ કરવાનો મળે છે. ત્રણ માસની અંદર પરસ્પર સંવાદ થાય ભૂલો સમજાય પ્રેમનો અહેસાસ થાય તો પતિ ફરી પત્નીને આવકારી અપનાવી લે છે ત્યારે ફરી પતિ –પત્નીનો સંબંધ સ્થાપિત થાય છે.

હવે ફરી ભવિષ્યમાં જયારે લગ્ન વિચ્છેદની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ફરી ઉપરોક્ત દર્શાવેલ વિધિ કરવી પડે. આ બીજી તલાક ગણાશે.આ વખતે પણ જો બન્ને વચ્ચે જો સુલેહ થઈ જાય તો સબંધ બચી જાય છે.

પરંતુ જયારે પતિ ત્રીજીવાર તલાક આપે છે ત્યારે નિશ્ચિત જ સંબંધનો નો અંત આવે છે. હવે કોઈ પણ રીતે તેઓ ફરી એક બીજા સાથે સંબંધમાં આવી શકતા નથી. સંબંધની ત્રણેય લાઈફ લાઈન અહી પૂરી થાય છે. પત્ની અન્ય લગ્ન કરી પોતાનું નવ જીવન શરુ કરે છે ..પતિ પણ એને જે કરવું હોય તે કરી શકે છે.પરંતુ જો પત્ની બીજા લગ્ન કરે અને ત્યાંથી સ્વભાવિક તલાક થાય અથવા તેણીનો પતિ મરી જાય ,એ સ્થિતમાં ફરી પતિ-પત્ની નિકાહ કરી શકે છે. આ પ્રકારના નિકાહને હલાલા કહેવામાં આવે છે.

પરતું અજ્ઞાન અને આવેશમાં આવી ઘણાં લોકો પત્નીને એક સાથે ત્રણવાર તલાક તલાક તલાક બોલી તલાક આપી દે છે ..આ સ્થિતિએ વિવાદનો જન્મ આપ્યો છે . હ્ન્ફી ફિરકા મુજબ આ પ્રકારની ત્રણ તલાકને ત્રણ તલાક ગણી સંબધનો કાયમી અંત માનવામાં આવે છે. ભારતમાં બહુમત લોકો હનફી સંપ્રદાયના છે તેથી આ શરીયત -કાયદો લાગુ કરવામાં આવેછે.જોર્ડન,તુર્કી,કેનિયા,મોરક્કો ,ઈરાન,મલેશિયા,ઈન્ડોનેશીયા,માલદીવ, વગેરે મુસ્લિમ દેશોએ આ કાયદામાં સુધરા કર્યા છે. પાકિસ્તાને પણ 1961માં જ શરીયત કાનૂનમાં જરૂરી સુધારા કરેલા છે. શિયા મુસ્લિમોની આ બાબતે ભિન્ન માન્યતા છે. અહલે હદીસ, શાફીઇ જેવા મુસ્લિમ ફિરકા નો મત આ અંગે જુદો છે. આ સંપ્રદાયના મત પ્રમાણે એક જ વખતે આપેલી ત્રણ તલાક પણ એક તલાક ગણાય છે. તેથી આ પ્રથમ વારનો લગ્ન વિચ્છેદ જ ગણાશે. તેથી આવા કિસ્સામાં એક જ તલાક ગણી પતિ-પત્ની ઈચ્છે તો ફરી નવેસરથી પોતાનો સંસાર માંડી શકે છે . આ ફિરકા મુજબ તલાક ત્રણ શબ્દો માત્ર નથી . તે લગ્ન વિચ્છેદની ઇસ્લામિક વિધિ છે. જેમાં ત્રણવાર તલાકની વિધિ થાય છે. તેથી હલાલા જેવી ક્રૂર અને અમાનવીય વિધિ ને અહી કોઈ સ્થાન જ નથી.

અન્ય ખાસ નોધવા જેવું એ છે કે ઇસ્લામમાં પત્નીને તલાક માંગવાનો (ખુલ્લા) નો અધિકાર આપવામાં આવ્યો છે.પત્ની પણ પતિ પાસેથી તલાક
લઈ છૂટાછેડા લઈ શકે છે.

મુસ્લિમોની મોટી સમસ્યા એ છે કે કુરાનનું સૂક્ષ્મ અદ્યયન કરતા નથી.કુરાનની ભાષા અરબી હોવાથી, –ભાષા અજ્ઞાન ને કારણે તથા માતૃભાષામાં કે ભાષાંતર વાંચનના અભાવને લીધે મઝહબી જ્ઞાનની વંચિતતાનો ભોગ બને છે

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in વિશેષ | Leave a comment

શે’ર સાથે ‘’સતસંગ ‘’-14

શે’ર સાથે ‘’સતસંગ ‘’-14

“ કોઈ અવકાશ નથી કે એ મને પૂછે કંઇ
જન્મ થઈ જાય તે પહેલાં જ ધરમ્ આપે છે ”

– ભરત વિંઝુડા

ગઝલને ચિલાચાલુ રાહ પરથી મૌલિકતાનાં રાજ માર્ગ પર લઈ જનારાઓમાં શ્રી ભરત વિંઝુડાનું નામ મોખરે છે .ગુજરાતી ગઝલ
ને તેઓએ ખૂબસુરત મોડ આપ્યો છે. નવા યુગની , નવી ગઝલ ચેતનાના તેઓ હીરો છે ….

ગઝલ માનવીય સંવેદનાઓના સત્ય પ્રગટ કરવા ત્યારે જ સમર્થ બને છે જયારે તે પરમ તત્વનાં પ્રેમમાં પડે છે. ગઝલ પછી
ગઝલ રહેતી નથી ..તે પરમ સમિપેનો સંવાદ બની જાય છે .દિલ
અને દિમાગ અનોખિ રીતે અને પોતિકી રીતે વર્તે છે .

ગઝલ સાધના માંહ્યલાને અનોખું સમજણ વિશ્વ બક્ષે છે .કવિનું ભીતરી સંવેદના જગત માનવ પ્રેમી બની જાય છે . “ માનવ” તેના ભાવ જગતમાં કેન્દ્ર સ્થાને હોય છે . તેની માનવ ચાહત પરમની ચાહ્તથી ભિન્ન હોતી નથી .તે માનવને ચાહીને પરમને
ચાહે છે અને પરમની ચાહતમાં માનવની ચાહત ભેળી રાખે છે ..તેના માટે ઈશ્વર પ્રેમ અને માનવ પ્રેમ અલગ અલગ હોતા નથી

જાતિઓ ,જ્ઞાતિઓ ,ધર્મોના ભેદભાવો સૌથી વધું કવિને ખૂચે છે .
તેથી જ તે પરમને એ ભેદભાવ માટે જવાદાર ગણે છે ..દરેક સંવેદનશીલ વ્યક્તિના દિલનો મૂક સંમતી અહીં કવિને આપોઅપ
મળે જાય છે ..અને આ જ વાત શે’રને સમષ્ટિનું સત્ય બનાવી દે છે.

પ્રો. આઈ.જે. સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

બ્લડ ગૃપ અને વ્યક્તિત્વ

બ્લડગૃપ અને વ્યક્તિત્વ

જાપાનની ધરતી પર પ્રથમવાર પગ મૂકો અને તમને કોઈ પ્રશ્ન કરેકે –તમારું બ્લડ ગૃપ કયું છે ? તો, ચોકી ન ઉઠશો. તમારી પાસે એ રક્તદાન નહીં કરાવે .એ તમારા
ગૃપને જાણી તમારા વૈયક્તિક ગુણ –લક્ષણો નક્કી કરવા પ્રયત્ન કરશે .જાપાનીઓ માટે બ્લડગૃપની ચર્ચા રસપ્રદ અને રોમાંચિત હોય છે .તેઓની માન્યતા પ્રમાણે
બ્લડ ગૃપ અને વ્યક્તિત્વ વચ્ચે સંબંધ છે . જ્યોતિષ શાસ્ત્રની જેમ બ્લડ ગ્રુપના આધારે અનેક ભવિષ્યવાણી ત્યાં કરવામાં આઅવે છે . જાપાનના અખબારોમાં રોજ હવામાનની આગાહીની સાથે બ્લડ ગૃપ પ્રમાણે ‘’ આપની આજ ‘’ પ્રગટ કરવામાં આવે છે .

જાપાનની SAITAMA હાઉસિંગ કંપની તથા MISAWA લિ . જેવી કંપનીઓ પોતાના કર્મચારીઓને બિલ્લાઓ પહેરાવે છે , તેમાં નામ વગેરેની સાથે બ્લડ ગૃપ પણ દર્શાવેલા હોય છે .તેઓ માને છે કે તેના વડે ગ્રાહકોને આરામ મળે છે .ત્યાની કેટલીક શાળાઓમાં બ્લડ ગૃપ પ્રમાણે શિક્ષણ પ્રદાન કરાય છે . એ જ રીતે કેટલીક કંપનીઓ વિશેષ બ્લડ ગૃપ વાળા કર્મચારીઓને પસંદ કરી ,અમુક પ્રકારના કર્યો જ તેમને સોપે છે . ત્યાંનાં લોકો પણ મિત્રતા ,પ્રેમ ,લગ્ન ,વ્યવસાયની પસંદગી કરી વખતે બ્લડ ગૃપને ધ્યાનમાં રાખે છે . ૭૫ ટકા જાપાનીઓ બ્લડ ગૃપ અને વ્યક્તિત્વ
લક્ષણો વચ્ચે સંબંધ હોવાનું માને છે .

ખ્યાત ફ્રેન્ચ ,અંગ્રેજ, અમેરિકન અને ભારતીય મનોવિજ્ઞાનીઓ પણ બ્લડ ગૃપ અને વ્યક્તિત્વ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે ,જેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે . જો કે વૈજ્ઞાનિકોનો મોટો વર્ગ આ પ્રકારના સબંધને સ્વીકારતો નથી ,છતાં જાપાનના ટોકિયોમાં પાંચમાંથી ચાર ટી.વી. પ્રસારણોમાં બ્લડ ગ્રુપના કાર્યક્રમો પ્રસારિત થાય છે .

અહીં આપણે બ્લડ ગૃપ અને વ્યક્તિત્વ લાક્ષણિકતાઓ અંગે કેટલુંક જાણીશું .

બ્લડ ગૃપ –‘ એ ’ :

વિશ્વમાં આશરે ૩૪ ટકા ‘ એ ’ પોઝિટીવ અને ૬ ટકા ‘એ ‘ નેગેટીવ બ્લડ ગૃપ વાળા લોકો છે . બ્લડ ગૃપ ‘ એ ‘ ધરાવતી વ્યક્તિ વાસ્તવવાદી ,બુદ્ધિ પ્રધાન અને
સંપૂર્ણતાની ચાહક હોય છે . તે સૌંદર્ય પ્રેમી અને એકાંત પ્રિય હોય છે .તેઓનો સ્વભાવ શાંત ,મિતભાષી , સ્વસ્થ , થોડો શરમાળ અને ચીડીઓ હોય છે . આ ગ્રુપની વ્યક્તિ મોટેભાગે સારા ચરિત્રની ,ભરોસાપાત્ર , વિવેકી અને સહાનૂભૂત હોય છે .તેનામાં સંભાળ લેવાનો ખાસ ગુણ હોય છે તેથી જેના પ્રત્યે સમર્પિત હોય છે તેની આજ્ઞાનું ક્યારેય ઉલ્લઘન કરતી નથી .આ ગ્રુપની વ્યક્તિ નિયમાનુસાર કાર્ય કરવામાં માને છે , કોઈ પણ કામ આયોજન વગર કરવું ગમતું નથી . આ વ્યક્તિની વિશેષતા એ પણ હોય છે કે તે પોતાના આદર્શો પ્રમાણે પોતાની જાતને ઘડે છે .ભીતરથી મૃદુ હોવા છતાં બહારથી કડક હોવાની છાપ ઉભી કરે છે .અન્યોના વાણી વ્યવહાર પ્રત્યે સંવેદનશીલ ,ખોટું લાગવું કે રીસ ચડે એ તેની નબળી બાજુ છે .આ ગૃપવાળી વ્યક્તિ મોટે ભાગે બીજાના મામલામાં માંથુ મારતી નથી ,અને અન્ય કોઈ તેનામાં માંથુ મારે તે પસંદ કરતી નથી .

બ્લડ ગૃપ –‘ બી’ :

વિશ્વમાં આશરે ૯ ટકા ‘બી ‘ પોઝિટીવ અને ૨ ટકા ‘બી ‘ નેગેટીવ લોકો છે . બ્લડ ગૃપ બી ધરાવતી વ્યક્તિ આનંદી ,આશાવાદી ,લાગણી પ્રધાન દયાળુ ,એકાંત પ્રિય અને થોડી સ્વાર્થી હોય છે . ‘બી ‘ ગૃપવાળી વ્યક્તિ અંતર્મુખી અને સ્વમાની હોય છે . તેનામાં સંઘભાવના ઓછી જોવા મળે છે. પોતાની અલગ જ શૈલીથી એ સમાજમાં જીવે છે , અને આનંદ માણે છે. ચીલાચાલુ ઘરેડમાં જીવવું તેને ફાવતું નથી .તેને સામાજિક અવરોધો અને રીત –રિવાજો ગમતા નથી , છતાં આ વ્યક્તિ સમાજમાં હળી – મળી જનારી અને ભાવનામાં તણાઈ જનારી હોય છે . આ વ્યક્તિઓની નબળી કડીઓમાં ,થોડું અવ્યવસ્થિતપણું ,વધારે અવાજ કરવો અને ભૂલકણો સ્વભાવ હોવો છે. છતાં આ વ્યક્તિ સાહસી ,પોતાની રીતે ઝડપથી કામ પાર પાડનારી હોય છે .તેને બીજાઓમાં રસ લેવો ગમે છે .અને બીજો તેનામાં રસ લે તે પણ પસંદ કરે છે .

બ્લડ ગૃપ ‘’ એ-બી ‘’ :

વિશ્વમાં આશરે ૪ ટકા એબી પોઝિટીવ અને ૧ ટકો નેગેટીવ બ્લડ ગૃપ વાળા લોકો છે . બ્લડ ગૃપ એબી ધરાવતી વ્યક્તિ મિલનસાર, સહાનુભૂત ,બુદ્ધિવાદી ,સામાજિક અને અકળ પ્રકારના સ્વભાવવાળી હોય છે . આગળ –પાછળનો વિચર કરનાર ,રચનાત્મક અભિગમવાળી અને રાજકીય કુનેહવાળી હોય છે .તે બુદ્ધિવાદી હોવા છતાં એટલી જ લાગણીશીલ પણ હોય છે .તે બીજાઓની લાગણીઓને સમજે છે ,દરકાર લે છે ,પરંતુ સાથે ગંભીરતા પણ રાખે છે .આ ગ્રુપની વ્યક્તિ સમજદાર છતાં કલાપ્રિય હોવાથી કલાકાર જેવી ધૂની પણ જોવા મળે છે . આ ગ્રુપવાળા કેટલાંક લોકોમાં બહિર્મુખીપણું તો કેટલાંકમાં અંતર્મુખીપણું જોવા મળે છે .કેટલાંક હિંમતવાન તો કેટલાંક શરમાળ જોવા મળે છે .કેટલાંકને ગ્રામ્ય જીવન તો કેટલાંકને શહેરી જીવન પસંદ આવે છે . તેની ખાસ લાક્ષણિકતા એ હોય છે કે તે જે કામ હાથમાં લે છે તેની પાછળ પૂર્ણ શક્તિથી લગાડી દે છે . સમસ્યાને ઓળખી તેનો જલ્દીથી નિકાલ કરવાની વૃતિ ધરાવે છે . અંગત લોકો માટે તે કોમલ અને બહારના લોકો માટે તે કડક હોય છે .તેને ઘણાં મિત્રો હોય છે ,છતાં એકલા રહેવા માટેની ટેવ પણ હોય છે .આવી વ્યક્તિ બીજો સાથે ઓછી ઓળઘોળ થાય છે અને બીજાઓ પણ તનમાં અતિ રસ ન લે એવી ઈચ્છા રાખે છે ;તેથી બાહ્ય રીતે ‘’ એ ‘’ ગૃપ વાળી વ્યક્તિ અને આંતરિક રીતે ‘’બી ‘’ ગૃપ વાળી વ્યક્તિનું તે મિશ્રણ છે .

બ્લડ ગૃપ – ‘’ ઓ ‘’ :

વિશ્વમાં આશરે ૩૮ ટકા લોકો ‘ઓ ‘ પોઝિટીવ અને ૬ ટકા ‘ઓ ‘ નેગેટીવ હોવાનો અંદાઝ છે . આ ગૃપવાળી વ્યક્તિ મહત્વકાંક્ષી ,વિશ્વાસુ , લોકો પર પ્રભાવ પાડનારી –નેત્તૃત્વનાં ગુણો વાળી હોય છે . તે લોકો સાથે જલ્દીથી ભળી જનારી ,બહિર્મુખી ,ખુલ્લા દિલની હોય છે .સમર્પણની ભાવના છતાં સ્વાભિમાની હોવાથી ક્યારેક સંઘર્ષમાં પણ ઉતરી પડે છે .વાસ્તવવાદી અને હકારાત્મક વલણ તેની ખાસ વિશેષતા છે . અન્યના હુકમોનું પાલન કરવું ઓછુ ગમે છે ,તેથી સ્વતંત્ર રીતે જોખમ ખેડીને પણ મહત્વકાક્ષા પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે .પોતિકી માન્યતા હોવા છતાં નવીનતાનો સ્વીકાર કરે છે . આવા લોકો વિષે કહેવાય છે કે એકવાર કોઈને પોતાના માની લે છે ,પછી તેઓ માટે બધું જ કરી છૂટે છે ,અને આવું કરતી વખતે કોઈની પરવાહ નથી કરતા .તેથી જ મોટા દિલની અને પરગજુ વ્યક્તિ તરીકે લોકો તેને ઓળખતા હોય છે . તેઓ બીજા માટે છુટા હાથે પૈસા ખર્ચે છે . આવી વ્યક્તિને સામાન્ય રીતે બધા જ લોકો ચાહતા હોય છે . ખાસ વિશેષતા એ છે કે તે જલ્દીથી મિત્રો બનાવે છે અને સરળતાથી હળી –મળી જાય છે .જોકે આ વ્યક્તિ કેટલીક વાર જલ્દીથી લક્ષ્ય આંબવા જતાં અજાણતા ભૂલ કરી બેસે છે ,તો ક્યારેક વધું પડતી લાગણીશીલ બની વિવાદ ઊભો કરી લે છે .આમ ,છતાં આવી વ્યક્તિ સૌંદર્યની ચાહક હોય છે અને સંજોગો પ્રમાણે ચાલવાનો ગુણ ધરાવતી હોવાથી અને દ્રઢ મનોબળ ધરાવતી હોવાથી એક વિશ્વાસપાત્ર અને અડગ વ્યક્તિત્વની છાપ ઉભી કરે છે . ‘ઓ ‘ ગૃપ વાળી વ્યક્તિ લોકોને પસંદ હોય છે અને લકો તેને પસંદ હોય છે .
મિત્રો ,વિશેષ આપના પ્રતિભાવ પછી …

પ્રો. આઈ. જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

કંટાળાનું મનોવિજ્ઞાન -PSYCHOLOGY OF BOREDOM

કંટાળાનું મનોવિજ્ઞાન ( psychology of Boredom )

કંટાળો આવવો કે BOREDOM એ આજના યુગની સર્વને સ્પર્શતી સમસ્યા બનતી જાય છે .આજે આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ જ્યાં ગમે કે ન ગમે પણ આ કંટાળો સામે આવે જ છે .
આ એવી આવેગિક મન :સ્થિતિ છે જેનો અનુભવ આપણે સૌ
ઓછા કે વધું પ્રમાણમાં કરીએ છીએ .

કંટાળો એ અવિશ્રાંત રસહીન મન :સ્થિતિ કે મનોદશા છે જેના થકી વ્યક્તિ એટલા સમય પૂરતો માનસિક અજંપો અનુભવે છે .

શરૂઆતનાં મનોવિજ્ઞાનીઓ એવું માનતા હતા કે કંટાળો એ અવિરત –એકધારા રસહીન કાર્ય કરવાને લીધે સર્જાતી માનસિક થાકની સ્થિતિ છે .( BRITISH MEDICAL JOURNAL -1926 ) 1930 માં સૌ પ્રથમ વાર બોર્ડમ પર પ્રાયોગિક અભ્યાસ થયેલો એના તારણ મુજબ – વ્યક્તિ અકળાવનારી બાબતોનો વારંવાર અનુભવ કરે ત્યારે થાકીને બોર્ડમમાં સરી જાય છે .પરંતુ 1951 માં બીજા એક અભ્યાસમાં જોવા મળ્યું કે –બોર્ડમ એ વ્યક્તિની સ્વભાવિક જરૂરતો અને ઉત્કંઠ ઈચ્છાઓને સમજપૂર્વક મનમાં ધકેલી દેવાથી ( REPRESSION ) જન્મે છે .આ તારણ પછી મનોવૈજ્ઞાનિકોએ કંટાળાનાં માપન માટે ‘ BOREDOM PRONENESS SCALE – BPS ) ’ ટેસ્ટ બનાવી .જે વ્યક્તિના બોર્ડમનો બનવાની સંભવનાનું માપન માટે વપરાતી હતી . તેના તારણો આવ્યા કે-
કંટાળો વ્યક્તિના સ્વભાવ પ્રમાણેની નીપજ છે .કેટલાક જલ્દીથી તેનો ભોગ બને છે તો કેટલાક લાંબા સમયે કંટાળે છે .એવા લોકો વધું કંટાળાનો ભોગ બને છે –

૧ જે વારંવાર ઉત્તેજનાપૂર્ણ અનુભવની ડીમાન્ડ વાળા હોય .
૨ જે લોકોના જીવનમાં ખાસ લક્ષ્ય નથી હોતું અને જે લક્ષ્યહીન
છે તેઓ વધું કંટાળે છે .

આજનું મનોવિજ્ઞાન એ વાતનો સ્વીકાર કરે છે કે –બોર્ડમ એ ખાસ પ્રકારની સતત કરવી પડતી કે સહેવી પડતી અણગમતી પ્રવૃત્તિ
નો અસુખદ માનસિક અનુભવ માત્ર નથી ,પરંતુ એ પ્રવૃત્તિ સાથે સલગ્ન થવાની ક્ષમતાનો અભાવ પણ સૂચવે છે .

મનોવૈજ્ઞાનિકો એ બોર્ડમનો ભોગ બનવા માટેની ત્રણ અક્ષમતાઓ ( INABILITY ) આપી છે :

૧ કરવી પડતી કામગીરી કે બાબતથી દૂર ભાગવું .

૨ અનિચ્છાએ કાર્ય કે પ્રવૃત્તિમાં સામેલ થયાની સતત લાગણી થવી .

૩ ‘ મને આ કાર્ય કે પ્રવૃત્તિ વિષે માહિતી નથી છતાં આ કાર્યમાં
સામેલ થવું પડ્યું છે ’ એવી સતત લાગણી થવી .

બોર્ડમ એ મનોવૈજ્ઞાનિક ,શારીરિક .શૈક્ષણિક અને સામાજિક સમસ્યાઓ સાથે સંકળાયેલ હોય છે . અભ્યાસોમાં જોવા મળ્યું છે કે –તે એક ‘’ ફરતી રહેતી ‘’ મનોદશા છે .
તેની વ્યક્તિના જીવન પર કેટલીક હાનિકર્તા અસરો જોવા મળે છે
જેમાં –
– નશાનો સહારો લેવો ,ધૂમ્રપાન કે DRUGS નાં રવાડે ચડવું .
– ખંડનાત્મક પ્રતિક્રિયાઓ તરફ વળવું .
– સતત માંદા હોવાની અનુભૂતિ રહેવી .
– ક્યારેક વ્યક્તિ ‘’ ATTENTION DEFICIT DISORDER ‘’નો
ભોગ બની શકે છે .

BOREDOM ની હકારાત્મક અસરો તથા તેનાથી બચવાના ઉપાયોની ચર્ચા હવે પછી ….

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

શે’ર સાથે ”સત્ સંગ -૧૩

શે’ર સાથે ‘’સતસંગ ‘’-૧૩

‘વાંસલડી ડૉટ કૉમ,મોરપિચ્છ ડૉટ કૉમ ,ડૉટ કૉમ વૃંદાવન આખું કાનની વેબસાઈટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં રાખું?
– કૃષ્ણ દવે

કૃષ્ણ દવેનાં કાવ્ય સંગ્રહ ‘’ વાંસલડી ડૉટ કૉમ ’’દરેક યુવા હૈયાએ વાંચવા જેવો છે .આ સંગ્રહ વાસ્તવમાં તમને એક અનોખી
કાવ્ય વેબસાઈટ પર સર્ફિંગ કર્યાનો અલગ અનુભવ આપશે .
કમ્પ્યુટર અને ઈન્ટરનેટના જમાનામાં તે નેટની ભાષામાં આપણી સામે કૃષ્ણ-રાધા અને મીરાંની મનોવ્યથા પ્રગટ કરતો નવો જ ઇન્ટરનેટીયો પ્રયોગ કરે છે .જે યુવા માનસને અંદરથી
ખળભળાવી દે છે .

આ સંગ્રહનાં બીજા એક ગીતમાં તે ક્હે છે –

‘’ધગધગતા સૂરજની સાખે ,બળબળતી રેતીની આંખે
મારે ખળખળ વહેવું છે
બોલો બાપુ શું કહેવું છે શુંકહેવું છે ? ઈચ્છાઓને તોલી શકશો ?બંધ હોઠથી બોલી શકશો?
દ્વાર હ્રદયના ખોલી શકશો ? સાચું કહું એમાં રહેવું છે .
બોલો બાપુ શું કહેવું છે ?’’

બોલો બાપુ શું કહેવું છે ? પ્રશ્ન કરીને કવિ અહીં એક અલગ મિજાજમાં જીવવા માટે પડકાર ફેકે છે …આપણી અંદરની સંકુચિતતાને ખેચીં ફેંકવા આહવાન આપે છે ..ખૂલ્લા હ્રદયના દ્વાર રાખવાના કર્મ તરફ કવિ દોરે છે …ભલે મહેંદી જેવું ઘુંટાવું પડે ,પંખીની જેમ વિંધાવું પડે તો યે બંદાને આખાય વિશ્વનેચાહી લેવું છે ની ઉદઘોષણા ભાનાશીલ વ્યક્તિને સ્પર્શી જાય છે . કવિને વાસ્તવ ગમે છે .જીવનની ક્ઠોરતાને તે ક્હે છે –

‘’મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ
ચાલને રમીએ પળ બે પળ ….’’

કવિ પળમાં જીવી જવાની અને વહી જવાનાં સંદેશનો અમલ કરે છે …બુંદ બુંદમાં ભળી જવા અને ખળખળ વહી જવાની ઈચ્છા માટે તે પોતાની પહેચાન ભૂલી જવા તૈયાર છે .આકાશ બની જવું …અને પીંછાથી સગપણનું નવું સરનામું તરતું મુકવાનું તે નક્કી કરી ચૂક્યા છે .કવિ અનુભવે છે કે આપણે માણસ તરીકેના મહામૂલાં સન્માનને સૂકવી નાખ્યું છે, તેથી તે લખે છે –

‘’ ચલો ચલો મુસ્કાન વાવીએ ,લ્યો આ આંસુ ,
આપો હૈયું ,આપો થોડી હૂંફ –
એટલે એક નવી પહેચાન વાવીએ ,
ચલો ચલો ….’’
.
કવિ માણસના હોઠ પર હાસ્ય જોવાનું સુખ ઝંખે છે …આ હાસ્ય આપણી ખરી પહેચાન છે …આપણે માણસાઈ ખોઈ બેઠા એટલે મુસ્કાનનું આઈ કાર્ડ પણ ખોઈ બેઠા ..અન્યના હ્ર્દયનાં થોડા આંસુ લૂછતા થઈએ ….થોડા થોડા હ્રદયના દ્વાર ખોલીએ ..પરસ્પર હૂંફને આપતા થઈએ તો આપણી મુસ્કાનનું આઈ કાર્ડ પરત મળે એમ છે ..બસ થોડી જરૂર છે શ્રદ્ધાને માર્ગે પાછા ફરવાની ….કવિ આ જ મૂડ અન્ય કાવ્યમાં પ્રગટ કરતાં લખે છે –

‘’ કોઈ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે ,
મને લાગે છે જાણે ભગવાન ઊગે છે ‘’

કવિની રટના છે કે માણસને એનું મૂળ હાસ્ય પાછુ મળે .જેમ ધરતી પર લીલોતરી ઊગે છે ,લહેરાય છે ,એવું જ માણસને તેના મુસ્કાન માટે ,પથ્થરમાંથી પ્રગટતા તૃણ જેવું મથવું પડશે .કવિને
મુસ્કાનમાં ભગવાન દેખાય છે ,તેથી જ હસતાં માણસની ખોજ તે પરમાત્માને પામવાની ઝંખનાની જેમ કરે છે ,તે લખે છે –

‘’ કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક બે જોઈ પગલી જરા
આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?’’

કવિને આસપાસનું સમગ્ર અસ્તિતત્વ સ્પર્શે છે .પ્રકૃતિનાંસાનિધ્યે તેના સુધી સાચુકલી લાગણીઓની ભીની મુસ્કાન પહોંચી જાય છે .કવિના શ્વાસો મ્હેકી જાય છે અને કવિતાનો સંદેશ પણ આપણા દિલ સુધી પહોંચી જાય છે .
કવિમાં દરિયાપણું સતત ઘૂઘવે છે ,તેથી ક્હે છે –

‘’ દરિયો આવીને મને ક્હે ,
નદીયુંના સરનામાં દે ‘’

કવિ કૃષ્ણ દવે અલગારી કાવ્ય યાત્રાના પ્રવાસી છે અને આ યાત્રામાં સૌને સામેલ કરી લે છે …શું તમે પણ નદીયુંના સરનામાં શોધો છો ? તો જરૂરથી ‘’ વાંસલડી ડૉટ કૉમ ‘’ને ઘરે લઈ આવજો ….

પ્રો.આઈ.જે .સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

ઊર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY)

ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા માટે સલામ કરવી પડે …છતાં
કેન્સર ,ડાયાબિટીસ ,હાર્ટ પ્રોબ્લેમ ,જેવા કેટલાંય અસાધ્ય રોગોને
નાથવા અને નાબૂદ કરવામાં તે સફળ થયું નથી .વળી ,કેટલીક
આધુનિક દવાઓ રોગને કન્ટ્રોલ જ કરે છે ,તેથી અમુક રોગોમાં
જીવનભર દવાઓ પર આધાર રાખવો પડે છે તથા આ દવાઓની
આડઅસરોનો ભોગ થવું પડે છે .દવાઓની ઘાતક અસરો હવે જગ જાહેર છે .

આવા સંજોગોમાં ‘’વૈકલ્પિક સ્વાસ્થ્ય સારવાર ‘’ ( ALTERNATIVE MEDICINE ) તરફ સમસ્ત વિશ્વનું ધ્યાન ગયું છે . આજે મનોવિજ્ઞાનની દુનિયામાં પણ વૈકલ્પિક સારવારની દુનિયા બનતી જાય છે ત્યારે ,ઉર્જા મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય સહાયક તરીકે સામે આવ્યું છે .

સાયકોથેરાપિનાં વર્તમાન પ્રવાહમાં ,ઇતિહાસના પાનાંઓ માંથી પાછુ ફરેલું નામ એટલે ઉર્જા મનોવિજ્ઞાન. ઉર્જા મનોવિજ્ઞાન સુખદ
સ્વસ્થ અને શક્તિશાળી તન –મન માટે ઝડપી અને અસરકારક રસ્તાઓનું માર્ગદર્શન કરે છે .તેની ટેકનીક્સ ઉપયોગમાં સરળ ,સલામ અને ઝડપથી સારા પરિણામો આપનારી છે .

ઉર્જા મનોવિજ્ઞાન ઉર્જાનું ભૌતિકવિજ્ઞાન ( quantum physics ) ,મનોવિજ્ઞાન ,પ્રાકૃતિક ઉપચાર અને આદ્યાત્મિક ઉર્જા વિજ્ઞાનનું સંયોજન મનાય છે .ઉર્જા મનોવિજ્ઞાનનો પાયાનો ઉદ્દેશ ‘’માનવીય ઉર્જા તંત્રનું પ્રત્યક્ષરૂપે ,હ્ર્દય ,મન અને શરીરનું સંતુલન સ્થાપવાનો છે.

ઉર્જા મનોવિજ્ઞાનનો મૂળ સિદ્ધાંત એ છે કે આપને સૌ દ્રશ્યમાન દેહ જ નથી ‘’ અદ્રશ્ય ઉર્જા શરીર ‘’ ( INVISIBLE ENERGY BODIES ) પણ છીએ .આ અદ્રશ્ય દેહો આપણા દ્રશ્ય શરીરને સમાંતરે અસર કરે છે .ભારતીય અધ્યાત્મ પણ ક્હે છે કે , આપણે સૌ ઉર્જા છીએ .આપણું મૂળ સ્વરૂપ વિશુદ્ધ મૂળભૂત શક્તિ છે .આપણે બધા ઉર્જાથી જોડાયેલા છીએ .અખિલ સૃષ્ટિમાં ઉર્જાના અણુઓથી બધું જ પરોવાયેલું છે .હવે આજ વાત આધુનિક વિજ્ઞાન પણ કરે છે કે માનવીય બંધારણ ( HUMAN ORGANISM ) માત્ર સૂક્ષ્મ કોષાણુઓ
( MOLECULES ) નું બનેલું નથી ,પરંતુ અન્ય પદાર્થોની જેમ ઉર્જા ક્ષેત્રો ( ENERGY FIELD ) નું નિર્માણ છે ( બ્રેન .૧૯ ) વિલ્યમ એન્ડ મેરી યુનિવર્સીટીની શોધ પ્રમાણે –માનવીય ઉર્જાક્ષેત્ર અને તેની મનોવૈજ્ઞાનિક અવસ્થાને સંબંધ છે .આ ઊર્જા શરીર અને મજ્જાતંત્ર પરસ્પર જોડાયેલા છે .જયારે વ્યક્તિમાં શારીરિક કે માનસિક ફેરફાર થાય છે ત્યારે આ ઉર્જામાં પણ ફેરફાર થાય છે .

ઊર્જા મનોવિજ્ઞાન શરીર -મનની ઊર્જા સાથે કામ કરવાના સિદ્ધાંતો આપે છે .તેનાં ઉપયોગથી આવેગિક ,વૈચારિક ,વાર્તનિક નબળાઈઓ તથા રોગોનો ઉપચાર થઈ શકે છે .
ભય ,ક્રોધ ,નકારાત્મક સ્મુર્તિઓ ,માન્યતાઓ અને દુઃખદ અનુભવો અદેશ્ય ઊર્જા શરીરને બગાડે છે ત્યારે ભીતરે રોગીષ્ઠ અવરોધકો ( BLOCKEGES ) જમા થાય છે. ઊર્જા મનોવિજ્ઞાનની ટેકનિક્સ ભીતરે એકઠી થયેલી આવી નકારાત્મક ,શારીરિક –માનસિક ગાંઠોને તોડી –ફોડી, તેની સફાઈ કરી –‘’ નવ નિર્માણ ‘’ કરવા મદદ કરે છે .

ઊર્જા મનોવિજ્ઞાન ‘’કો –હિલિંગ’’ થેરાપી છે ,તેથી તેને હિલિંગ એન્ટીબાયોટીકસ પણ ક્હે છે .દવારૂપે લેવાતા એન્ટીબાયોટીક્સ
લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે .જયારે ઊર્જા ટેકનિકસ
સ્વયમ અસરકારક કુદરતી એન્ટીબાયોટીકસ બનાવવા ક્ષમતા પેદા કરે છે . અહીં વ્યક્તિ પોતાની ઉર્જાને કામે લગાડી કાયમ સ્વસ્થ રહી શકે છે .
ડૉ.ગ્યામ્પાયરો સુન્ગી ક્હે છે ‘’ HEALING IS YOUR BRITH RIHGT ‘’
હિલિંગ એ આપણો જન્મ સિદ્ધ અધોકાર છે .આપણા ભીતરની જ એક પ્રક્રિયા અને ભાગ છે .અંગ્રેજી હિલિંગ શબ્દનો અર્થ છે –જે આપણું જ છે તેની સાથે એકાત્મતા ( સમગ્રતા ) સાધવી .

ટૂકમાં હિલિંગ એ ભીતરની સમગ્રતા –સાતત્ય સાથે જોડવાની ,પૂન: સંધાનની પ્રક્રિયા છે .
મનોવૈજ્ઞાનિક જ્હોન ફ્રીડમેનનાં મતે –હિલિંગ એટલે સ્વાસ્થ્ય ઉર્જાની પ્રાપ્તિ . જેના વડે વ્યક્તિ –
અંધકારથી અંજવાળા તરફ ગતિ કરે છે
ભ્રમથી વાસ્તવ તરફ વળે છે
સત્યની પ્રતીતિ કરે છે
પૂર્ણતાનો ભાવ અનુભવે છે
તનથી સ્વસ્થ અને મનથી પ્રસન્ન રહે છે
જીવન અને જગત પ્રત્યે સ્વીકૃતિ ભાવ અનુભવે છે
સ્વથી, પર અને પરથી પરમાત્મા સુધી જવાનો પ્રયાસ કરે છે
ભય ,ક્રોધ ,નફરત ઓગળી જતાં હ્રદયમાં પ્રેમ પ્રગટ્યાનો અનુભવ કરે છે .

ઊર્જા મનોવિજ્ઞાનએ પ્રેમ શક્તિ ,વિચાર શક્તિ ,ધ્યાન શક્તિ અને આંતર શક્તિના ઉપયોગથી સ્વાસ્થ્ય ચમત્કાર કરવાની ટેકનીકસ
ને હિલિંગ ક્હે છે .આ તમામ ઉર્જોના સહયોગ માટે વિવિધ સાયકોથેરાપીનો ઉપયોગ કરે છે .કેટલીક ટેકનિકસ નીચે આપી છે –
૧ EFT (ઈમોશનલ ફ્રિડમ ટેકનિક )
૨ TFT ( થોટ ફીલ્ડ થેરાપિ )
૩ HT ( હિલિંગ ટચ )
૪ AIT ( એડવાન્સ ઇન્ટર ગેટીવ થેરાપિ )
૫ BSFF (બી સેટ ફ્રી ફાસ્ટ )
૬ BHLU (હિલિંગ ફ્રોમ ધ બોડી લેવલ અપ )
૭ HM ( હાર્ટ મેથ )
૮ EDTM ( એનર્જી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ મેથડ )
૯ EDMR ( આય મુવમેન્ટ ડીસસન્સેનાંઈઝેશન એન્ડ રિસ્પોન્સીંગ )
૧૦ TAT ( ટેપ્સ એક્યુપ્રેશ ટેકનિક )

ઊર્જા મનોવિજ્ઞાનની ટેકનિકસથી થતા ફાયદાઓ :
-માનસિક તાણ ,વિકૃત ભય –ચિંતામાંથી મુક્તિ
-આઘાતો અને દમિત આવેગોનું વિસર્જન /નિરસન
-વજન નિયંત્રણ
-આહારગત તાણ અને માન્યતા ભોગ બનેલાઓને ઝડપથી રાહત
-સૂચારૂ રક્ત ભ્રમણમાં સહાય અને બ્લડ પ્રેશરથી મુક્તિ
-પેઈન મેનેજમેન્ટ માટે અસરકારક
-હાઇપર ટેન્શનમાં રાહત
-નશાખોરી –બંધાણ ઉપચારમાં સહાયક
-માઇગ્રેનનો સરળ ઉપચાર
-વેપારક્ષેત્રે પ્રભાવ વિસ્તારવામાં મદ્દદ રૂપ
-રમત-ગમત કષ્ટ વૃદ્ધિમાં સહાયક
-નિદ્રા –સુધારણા અને શાંતિ માટેનો સરળ ઉપાય
-વૈક્તિક ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે મિલન કરાવતું માર્ગદર્શન

આમ ,ઊર્જા મનોવિજ્ઞાન અને હિલિંગ આવતા યુગની અગ્રક્રમની માંગ બનશે ,ત્યારે સ્વાથ્ય સુખાકારી ચાહતી દરેક વ્યક્તિએ પોતાની ભીતર છૂપાયેલી અને બ્રહ્માંડમાં વ્યાપ્તએ ઊર્જા સાથે સંબંધ જોડવાના પ્રયાસ રૂપે એક સંકલ્પ કરવો પડશે કે –‘’હિલિંગ મારો જન્મ સિદ્ધ અધિકાર છે .અને આ ઊર્જાને જાણવા સમજવા અને તેના ઉપયોગ માટે આજથી જ હું પ્રયત્ન કરીશ .

પ્રો.આઈ.જે.સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

શે’ર સાથે ”સત્ સંગ ‘-૧૨

શે’ર સાથે ‘’સત્ સંગ ‘’-૧૨

‘’ જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક સમંદર ,થયું એટલેશું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે ‘’
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, ‘’ગાફિલ ’’

રાજકોટમાં જન્મેલા ,માણાવદરનાં વતની અને સન્માનનીય ન્યાયાધીશ રહી ચુકેલા અધ્યાત્મ કવિતાના પ્રવાસી શ્રી ‘ગાફિલ’ સાહેબની આ ગઝલ પંક્તિઓ લોકોને ખૂબ ગમી છે …

વ્યક્તિનો મિજાજ એ માત્ર મૂડ કે મન:સ્થિતિ માત્ર નથી . મિજાજ એ સ્વભાવનો પર્યાય પણ છે . આ મિજાજ કે સ્વભાવ જ જિંદગીઓના પ્રકાર પાડે છે , મિજાજ કે સ્વભાવમાં વ્યક્તિની જિંદગીનું પ્રતિબિંબ પડે છે .

સ્વભાવ એ વ્યક્તિની મોટી પહેચાન છે .વ્યક્તિ કેવી છે તેનું ‘’જાહેરનામું ‘’ છે . માણસ –માણસ વચ્ચેની ભિન્નતાનું માપદંડ છે.

સ્વભાવ ભિન્નતાને લીધે જ –
કોઈ વાતે વાતે લડે છે
કોઈ જિંદગીભર છાનું છાનું રડે છે
કોઈ અન્યને દુઃખી કરી સુખ અનુભવે છે
કોઈ ખુદ દુઃખી થઈ બીજાને સુખી કરે છે
કોઈ રાવણનો ઉતરાધિકારી લાગે છે
કોઈ રામનો અવતાર લાગે છે .

વ્યક્તિનો સ્વભાવ સમસ્ત જીવનને અસર કરે છે .
જેવો સ્વભાવ તેવી જિંદગી …

કોઈનો સ્વભાવ ઝેરી નાગ જેવો તો કોઈનો શિતળ જળ જેવો ,
કોઈનો સ્વભાવ જંગલી જાનવર જેવો તો કોઈનો સ્વભાવ પ્રેમાળ
માવતર જેવો ….

મોટા ભાગના લોકો પોતાના સ્વભાવને કારણે જ સુખી કે દુઃખી
થતા હોય છે .જેવો સ્વભાવ તેવો લગાવ ,જેવો સ્વભાવ તેવો વ્યવહાર ; જેવો સ્વભાવ તેવો દાવ અને ઘાવ , જેવો સ્વભાવ
તેવો અભાવ કે અલગાવ ,જેવો સ્વભાવ તેવો સમભાવ ….

કોઈનું સારું હોવું એટલે તેના સ્વભાવનું પણ સારું હોવું .
અને સારા સ્વભાવનું હોવું એટલે સ્વસ્થ હોવું .
તેથી જ કવિ ક્હે છે કે આ ભવસાગરનો સમંદર તો ,એક છે
અને જહાજ પણ એક છે છતાં જહાજમાં બેઠેલા સમંદર પાર કરનારા મુસાફરો જુદાજુદા છે . આ સ્વભાવ ભિન્નતા જ એ મુસાફરોને અલગ અલગ દિશામાં લઈ જશે .તેઓના સ્વભાવ પ્રમાણે તેઓ સદગતિ કે દુર્ગતિને પામશે …

કવિ ક્હે છે જેવો સ્વભાવ તેવી બંદગી ( સાધના ) અને જેવી બંદગી તેવી તેની નમાજ (પ્રાર્થના ) . સ્વભાવ સાધના પ્રત્યેનું વલણ નિર્ધારિત કરે છે. તે સાધનાની રાહને અસર કરશે .

વ્યક્તિનો મિજાજ કે સ્વભાવ સારો તો બધું સારું .
વ્યક્તિનો સ્વભાવ ખરાબ તો બધું હોવા છતાં જીવન ખારું .
ગમે તેટલી સફળ વ્યક્તિ ,જો સારા સ્વભાવની નહી હોય તો,
ન તે સુખી થાય છે કે ન તેના થકી કોઈ કદી સુખી થાય છે ..એ જ આ શે’રનો સંદેશ છે …

પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ”સતસંગ ”-૧૧

શે’ર સાથે ‘સતસંગ’-૧૧

‘’આ વખતે તો વેશમાંથી નીકળી ગયો છું હું ,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું’’

-રાજેન્દ્ર શુક્લ

પૂજ્ય કવિ રાજેન્ર્દ્ર શુક્લની કવિતા કે તેના શે’ર અંગે કશું કહેવું મારા જેવા માટે ઓવર સ્માર્ટ થવા જેવી વાત છે ..તેથી ક્ષમા યાચના ચાહું છું …..

કવિતા માત્ર શબ્દ સૃષ્ટિનું સર્જન જ નથી, કવિતા ભાવ વિશ્વની સાધના પણ છે .કવિ કલમ વડે, ભાવ વિશ્વને અનેક રીતે અર્ધ્ય
અર્પણ કરે છે; ત્યારે કાવ્ય કર્મના કર્તા તરીકે તેની એક જગત છબી પણ રચાય છે ..અને કવિ પોતાને પ્રાપ્ત ઓળખ મુજબ એ ભૂમિકામાં ઢળે પણ છે …

કલમના કસબી તરીકેનો વેશ કવિ સુપેરે ભજવી જાણતો હોય છે
અને મનની પ્રસન્નતા મેળવતો હોય છે, પરતું ક્યારેક આ કવિતા- કવિ કર્મને હ્ર્દય પરિવર્તનની કક્ષાએ મૂકી દે છે ..ભીતરી વૈરાગ્યની ભૂમિકાએ પહોંચાડી દે છે; ત્યારે આ ભવની ભવાઈ ભજવતા માંહ્યલા પરથી સંસારી મોહના વાઘા સહજ ઉતરી જતા અનુભવાય છે ….
સર્જન યાત્રા ,અંતર યાત્રા ભણી વળી જાય ત્યારે કવિ જાણે ‘’બુદ્ધત્વ અનુભૂતિ’’ માંથી પસાર થાય છે ..

હવે, ‘શબ્દ પ્રદેશ’થી ભિન્ન , ભીતરી વૈરાગ્યનાં દેશના જોગી બનવાનું સદભાગ્ય કવિને જાણે મળી જાય છે ..આ એવો પ્રદેશ છે
જ્યાં વ્યક્તિની બધી જ ઓળખ ઓગળી જાય છે ..અને જે પહેચાન બને છે તે શબ્દનાં વર્ણનથી પર હોય છે.. બસ એટલી ખબર છે કે, એક અનજાન મુસાફર ..અનંત સમિપે ઊભો છે ..જે શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છે …..

પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૧૦

ચક્રનું મનોવિજ્ઞાન -૧૦

(૩) મણિપુર ચક્ર :
તેનું સ્થાન નાભિ બિંદુની પાછળ મેરુદંડની colum માં છે .તેનું નિવાસ સ્થાન નાભિની જમણી બાજુ હોય છે .

તે પ્રાણ ઉર્જાનું વાહક અને અંગોને ઉર્જા પૂરી પાડનાર છે .કેટલાક તેને પ્રાણોનું કેન્દ્ર પણ કહે છે …

તે વ્યક્તિના ‘સ્વ ’નું કેન્દ્ર છે .તે પોતિકી ઓળખ ,વૈયક્તિક અહમ ( personal ego ) ,સમગ્રતા ( uniqueness ) , સ્વ બળ –પ્રસ્થાપન ,સિદ્ધિ અને સ્વ –મૂલ્યાંકન સાથે સંબંધિત માનવામાં આવે છે . કેટલાક તેને ‘પ્રભુત્ત્વ જાગૃતિનું ’કેન્દ્ર પણ ક્હે છે ..

આ ચક્ર “સ્વ –ખ્યાલ ‘’નું નિર્ધારક પણ છે .વ્યક્તિની જગત જોવાની દ્રષ્ટિ અને જગત તેના તરફ કઈ રીતે જૂએ છે તેની સમજણનાં ઘડતર પર આ ચક્ર પ્રભાવ પડે છે ….આ કેન્દ્રે જ ‘’આપણા વ્યક્તિગત સત્યોનો’’ વિકાસ થાય છે ..તેથી જ એક મત પ્રમાણે તે બૌધિકતાનું પણ સહાયક ઉર્જા કેન્દ્ર છે .

તંત્રના મતે –
તે જ્ઞાનેદ્રીય રૂપ આંખ અને
કર્મેન્દ્રિય રૂપ પગ છે …

યોગીઓના મતાનુસાર –
આ ચક્ર પર ધ્યાન ધરવાથી
આંતરિક –દૈહિક તંત્રની સમજણ તરફ
વ્યક્તિ દોરવાય છે ….

બુદ્ધ સાધકોની માન્યતા પ્રમાણે –
કુંડલિની શક્તિ મૂલાધારે નહી ,પરંતુ
મણિપૂરથી જાગ્રત થાય છે . તેથી તેઓ
સીધા –મણિપૂર ચક્રને ધ્યાનમાં લે છે .
તેઓની માન્યતા મુજબ –
કુંડલિની શક્તિની મૂલાધારે માત્ર બેઠક છે .
સવાધિષ્ઠાન ચક્ર તેનું ઘર છે અને
મણિપુર તેનું જાગૃતિનું કેન્દ્ર છે ..

સાધક જયારે આ ચક્રે સહજ કેન્દ્રસ્થ થાય છે અને કેન્દ્રને જાગ્રત કરી લે છે ત્યારે –
અનંત ચેતનાને પામે છે અને તેનું દર્શન કરે છે .
તેના વડે તેનો સંપૂર્ણ દ્રષ્ટિકોણ બદલાય છે .
તે સત્યમ –શિવમ –સુન્દરમને પામે છે ..
વધું ,હવે પછી …

પ્રો.આઈ.જે .સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ ‘-૧૦

શે’ર સાથે ‘સતસંગ’ -૧૦

‘ કોઈ છે ‘ ઈર્શાદ ’કે જેને લીધે
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું ’

-ચિનુ મોદી ‘ઈર્શાદ ’

ગુજરાતી ગઝલને રોશન કરનાર શ્રી ચિનુ મોદી સાહેબનો આ શે’ર સ્નેહના નિખાલસ તાદ્દાત્મ્ય ને વ્યક્ત કરે છે …

મોટે ભાગે આપણું જીવન ,મનની દશા અને દિશા વડે નિયંત્રિત થતું રહે છે . જેવા મનોભાવો તેવી આપણી મન:સ્થિતિ અને જેવી મન:સ્થિતિ તેવા આપણા સંવેદનો …અને જેવા સંવેદનો તેવા સંબધો… અને જેવા સંબંધો તેવું સુખ …

જોકે , સંબંધો સુખની ગેરંટી આપતા નથી ,કારણ કે સુખ મોહ નામની આસક્તિનું ગુલામ છે …

આ ગુલામી માંથી મુક્તિ ત્યારે જ મળે છે ,જયારે સાચો નિજાનંદ મળે છે …

કવિતા નિજાનંદનો એક સ્રોત છે ….
કવિતા મોહ મુક્તિ પણ અપાવે છે …પરંતુ મન એ ભીતરી લગાવ ( દિલથી દિલના બંધન ) માંથી મુક્ત થઈ શકતું નથી …

એ ભીતરી લગાવ છે –પ્રેમ .
હા ,આ પ્રેમતત્વ …આ પ્રેમની પ્યાસ જ સંબંધની ચાહ પાસે ફરી ફરીને લઈ આવે છે …..મોહમાંથી તો છુટી જવાય છે, પણ પેલો પ્રેમ ક્યાં દિલને દિલથી અલગ થવા દે છે ….તેથી જ કવિ ક્હે છે –છૂટવા ઈચ્છું ને બંધાવ છું ….મન જયારે સંબંધોની આસક્તિ માંથી મુક્તિ ઝંખે છે ત્યારે પ્રેમનું બંધન જ બાંધી રાખે છે …અને એટલે જ કદાચ કવિ અન્ય એક શે’રમાં ક્હે છે –

‘’દોસ્ત ,તારા દિલ સુધી પહોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં જાવું હતું ? ‘’

પ્રો.આઈ.જે,સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ ‘-૯

શે’ર સાથે ‘સતસંગ’-૯

‘’ જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ ’
એક તો ઓછી મદિરા છે ,ને ગળતું જામ છે ‘’

-‘મરીઝ’

ગુજરાતના ગાલિબ એવા ‘ મરીઝ ’ સાહેબનો આ શે’ર જિંદગી જીવવા માટે, ચેતવણી સાથે અનોખો સંદેશ આપે છે -કે જાગો ,આ જિંદગી ફરી નહી મળે .. જિંદગીને ભરપૂર ચાહો ,ચાહતા રહો એ જ છે આ જિંદગીનો મકસદ …

આજે મોટા ભાગના લોકો એ ફિલોસોફી જાણે છે કે –
-આ માનવ જન્મ અનમોલ છે ,આ જિંદગી કીમતી છે .
-‘રાત ટૂકી ને વેશ જાજા’ જેવી આપણી સ્થિતિ છે .
-જિંદગી વર્ષોની છે છતાં ,એ પપળપળમાં ક્યારે વહી જાય
છે ,તેની ખબર પણ નથી રહેતી …
– જીવવાનું ‘આજ’માં જ છે .. ‘આજ ’માં જે જીવી શકે ,
તે જિંદગીને પામી શકે …
– જે વર્તમાનમાં જીવે છે તે ‘આજ ’નો આનંદ લઈ શકે છે .
તે પળપળનાં સુખને પામે છે ….

મોટા ભાગના લોકો ઉક્ત જીવન ફિલોસોફી જાણે છે જ .છતાં કલ્પના મુજબનું સુખદ જીવન જીવવામાં નિષ્ફળ રહે છે ….
જિંદગીની ભાગ દોડમાં અને વ્યસ્તતામાં ,ક્યાંકને ક્યાંક ગૂંચવાઈ જવાય છે ..

આ શે’ર એ હ્ક્કીક્ત ભણી ઈશારો કરે છે કે –જિંદગીથી વધું કિંમતી કોઈ બાબત નથી અને જિંદગી મોટી કોઈ પ્રાપ્તિ નથી .

જિંદગીની ‘ચાહ’ જ તમને શાશ્વત સુખ આપી શકે . જિંદગીથી જો પ્રેમ થઈ જાય તો ,જિંદગી એક નશો બની જાય …તેથી જ કવિ ચેતવે છે –સભાન થાઓ ,આ નશો અલભ્ય છે અને જિંદગી ગળતું જામ છે ..સમયના દાયરાની ગુલામીમાંથી જેટલા જલ્દી મુક્ત થશો એટલો વહેલો આ જામનો સ્વાદ પામશો ….

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ ‘-૮

શે’ર સાથે ‘સતસંગ’-૮

‘’ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા ,જીવન કેરો અનુભવ તું કરી તો જો ‘’

-નાઝીર દેખૈયા

નાઝીર સાહેબની ગઝલોનો ચાહક વર્ગ સામાન્યલોકથી સંતો સુધીનો રહ્યો છે ..ઉક્ત શે’ર તેમની લોક પ્રિય ગઝલનો છે …
જીવન પર્યંત અસહ્ય દુઃખો સહન કરતાં કરોડો નિર્દોષ અને સજ્જન લોકોની પીડાનું સત્ય ઉક્ત શે’રમા વ્યક્ત થાય છે .

મોટા ભાગના તત્વજ્ઞાનીઓ કહે છે કે –જિંદગી એક આનંદોત્સવ છે ,તેને ભરપૂર માત્રામાં માણો …જીવતા આવડે તો ,જીવનમાં સુખ જ સુખ છે ..વળી કેટલાક કહે છે કે –તમે ચાહો તો દુઃખમાં પણ સુખ મળી શકે છે …વળી કેટલાક એમ પણ કહેતા હોય છે કે –‘’મોજમાં રે’વું ‘’…તો વળી કેટલાક એમ પણ કહે છે કે –કાયમી સુખ જોઈતું હોય તો જિંદગીમાં કાયમ હકારાત્મક અભિગમ અપનાવો …તો કેટલાક ક્હે છે કે -કભી સુખ કભી ગમ ,તો જિંદગીનો નિયમ છે …

પરંતુ જેના જીવનમાં કાયમ દુઃખો અને પીડાઓ જ રહેતી હોય એવા લોકોનાં દુખોને અનુભવો, તો ખબર પડે કે આ ધરા પર જીવન જીવવું કેટલું દુષ્કર છે …કાયમી દર્દભરી જિંદગીનો અનુભવ ,કોઈ થોડીવાર પણ કરે તો ;ખબર પડે કે સતત દર્દ અને પીડા સહેવી શું હોય છે ?

જીવનદાતા એ આપેલું જીવન કેટલીકવાર કાયમી પીડાઓનો સંગાથ બની જાય છે ત્યારે –રાડો પાડીને કહેવાનું મન થાય છે કે –જીવનદાતા, આ ધરા પર આવીને અમારી જેમ જીવી તો જો …
તો તને ખબર પડશે કે અમે આ પીડાઓ કઈ રીતે સહીએ છીએ .
કાયમી પીડાઓ સાથે જીવવું કેટલું અસહ્ય હોય છે તેની સમજ તો ત્યારે જ આવે છે જયારે એ પીડા સહીએ …ખૂલ્લા પગે ધગધગતી રેતી પર કાયમ ચાલવું પડે તો ? જીવનભર ડગલેને પગલે કાંટાળા માર્ગે ચાલનારને જ ખબર હોય છે કે પગમાં બટકી ગયેલા કાંટાઓ ચાલતી વખતે કેવી પીડા આપે છે ?

થેલેસેમિયા પીડિત પુત્રને રોજ રોજ મરતા ,જોવાનું દુઃખ શું હોય છે ,તે –માતા પિતા જ જાણતા હોય છે ..

એક સાંધો ત્યાં તેર તૂટે એવી આર્થિક બેહાલી વચ્ચે પોતાના સંતાનોનાં સુખ માટે પોતાનું સમગ્ર જીવતર ખપાવી દેનાર માતા પિતાની મનોવ્યથા પોતે જ સમજી શકે …

આ જીવનનું કડવું સત્ય એ પણ છે કે –કેટલાંય લોકો જીવનભર
સુખ નામના પ્રદેશથી દૂર દૂર …પીડાની દુનિયામાં; સુખી થવાનો ઇન્તેઝાર કરતાં કરતાં આ ફાની જગત છોડી જાય છે ….
પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસાગ ‘-૭

શે’ર સાથે ‘સતસંગ’-૭

‘’ જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા ‘’

-સૈફ પાલનપૂરી

સગા –સ્નેહી ,સ્વજન અને મિત્રો પાસે સુખ –શાંતિની ચાહ સ્વભાવિક હોય છે .આપણે મોટે ભાગે નજીકનાં સંબંધોમાંથી સુખની અપેક્ષા રાખીએ છીએ .પરંતુ સંબંધોનું કડવું સત્ય એ પણ છે કે ,તે ઘણીવાર અસહ્ય જખ્મો આપે છે અને એની પીડા જિંદગીભર સહેવી પડે છે .

પેટે પાટા બાંધી ભણાવી ગણાવી સારા નોકરી –ધંધે સેટ કરેલ સંતાનો માતા –પિતાને તરછોડે છે ત્યારે તે એક અસહ્ય જખ્મ હોય છે જેને સંતાડીને માતા –પિતા જીવન જીવી નાખે છે …

સંસ્કારી માતા –પિતાની એકની એક દિકરી મવાલી સાથે લફડું કરી ભાગી જાય છે ત્યારે એ જખ્મ માતા પિતાને જિંદગીભર રડાવતો રહે છે.

સાધુ ચરિત માતા –પિતાનું સંતાન અવળે રવાડે ચડી નશાખોર બની જાય અને સુધરતું નથી ત્યારે માતા –પિતાનો આ જખ્મ નાઈલાજ હોય છે .

સંસ્કારી ,વફાદાર અને દિલથી ચાહતી પત્નીને છીનાળવા પતિના આડા સંબંધો કાયમી સહેવા પડે છે એ કારમાં જખ્મની પીડા અકથ્ય હોય છે.

ખરાબ સ્વભાવની પત્નીનાં કંકાસની આગથી રોજ હૈયું બાળતો પતિ આંસુઓ છુપાવી મુખ પર સ્મિત ચિપકાવી જીવતો રહે છે ..

લોભ અને લાલચ માટે સ્નેહીની પીઠમાં ખંજર ભોકાય છે .સ્વાર્થ માટે સંબંધોનો ભોગ લેવાય છે …
પોતાની મનોકામના સિદ્ધ કરવા વેપારમાં મિત્ર સાથે દગો થાય કે પોતાના સુખ માટે જીગરજાન દોસ્તને નર્કમાં ધકેલી દેવાય છે ત્યારે
સામે પ્રેમવશ પ્રતિઘાત કરી શકાતો નથી અને આ જખ્મો જિંદગીની કિતાબનાં પાનાઓમાં કોતરાયેલા, છાના પડ્યાં રહે છે …જિંદગીની સમી સાંજે પણ તેને સંભારવા અસહ્ય હોય છે ..તેથી જ કવિ કહે છે –

‘’ જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા ‘’

-પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ -૬

શે’ર સાથે ‘’સતસંગ’’-૬

‘’ નથી હોતી બધાના ભાગ્યમાં મસ્તી નથી હોતી
તમે માનો છો મસ્તી એટલી સસ્તી નથી હોતી ‘’

-અમૃત ઘાયલ

શામળદાસ કોલેજ ભાવનગર ખાતે M.A.નાં છેલ્લા વરસમાં ( ૧૯૮૮) હતો
ત્યારે પ્રો.કે.ડી. ભટ્ટ સાહેબે નિવૃત્તિ વેળાએ કહેલી વાત હજી યાદ છે .તેઓ
એ કહ્યું હતું કે “મારી સાથે કોલેજના પટ્ટાવાળા ભાઈ પણ નિવૃત્ત થાય છે ,
હું નિવૃત્તિની પ્રવૃત્તિ શોધું છું ; પરંતુ આ પટ્ટાવાળો એવું કશું જ નહી કરે.
તે શરૂઆતથી જ ભજનો ગાય છે ..ભજનની ચાહતે તેને કાયમી મસ્તી આપી છે …તે ઓફિસની બ્હાર ખુરશી પર બેઠો બેઠો પણ હોઠ બંધ રાખી કંઠમાં ભજનનું ગૂંજન કરતો રહે છે ..અને તેનો આનંદ માણે છે અને હવે પછી પણ એ પોતાની મસ્તી કાયમ રાખશે .’’

આપણે વ્યવહારમાં ‘મજાક-મસ્તી ’ શબ્દ મજાકનાં અર્થમાં બોલીએ છીએ તેથી ‘મસ્તીને પણ મજાક જેવો સસ્તો અર્થ આપી દીધો છે. મજાક ,હળવા
હાસ્યનો નિર્દેશ કરે છે જયારે મસ્તી એ નિજાનંદનો નશો છે .

કુદરતે આપેલા કોઈ પણ આનંદને આપણે નિજાનંદ બનાવી લઈએ
છીએ અને તેને આત્મસાત કરીએ છીએ ત્યારે તે આનંદ મસ્તી બની જાય છે …
પછી એ આનંદ વાંચવાનો ,લખવાનો ,દોરવાનો ,ગાવાનો -વગાડવાનો ,જોવાનો ,સાંભળવાનો કે શોધવાનો ગમે તે હોઈ શકે છે .

શોખ ખાતર વાંચીએ લખીએ ,વગાડીએ ,ગાઈએ સાંભળીએ એ ‘મસ્તી ’
નથી …એ તો અલ્પ સમયનો આનંદ …

જયારે ખરો આનંદ આત્મસાત થાય ત્યારે મસ્તી પ્રાપ્ત થાય..તે તમારા વિચારોમાં વણાઈ જાય ..ભાવોમાં છવાઈ જાય ..વર્તનમાં વ્યક્ત થાય
તમે તેમાં ખોવાઈ જાઓ અને વહી જાઓ …

આ મસ્તી એટલે નિશ્ચિંતતા ,નિર્ભયતા અને જિંદાદિલી ….
જ્યાં જિંદગીથી પ્યાર અને જિંદાદિલીથી જીવવનો ખૂમાર
ત્યાં મસ્તી અપાર …

તેથી જ આ શાયર તેનાં એક અન્ય શે’રમાં કહે છે –

‘’ નહીં મસ્તી નહીં સાહસ ,નહીં પુરુષ ,નહીં ઓજસ
એવી જિંદગીને મોતમાં શો ફેર છે સાકી ‘’

પ્રો.આઈ.જે. સૈયદ

 

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ ‘-૫

શે’ર સાથે ‘’સતસંગ’’-૫

ભલે એ દ્વાર ના ખોલે ભલે એ હાલ ના પૂછે
છતાં એ આંગણે આદિલ તમે પાછા ફરી જાઓ
– આદિલ મન્સૂરી

એક જોક છે કે –એક પતિ રિસાઈને ઘર છોડી ભાગી નીકળે છે આંખો દિવસ રખડી -ભટકી સાંજે ઘરે પાછો ફરે છે…પત્નીને પૂછે છે, ‘’ જમવામાં શું છે ?’’ પત્ની કહે છે ‘’ ઝેર ‘’ પતિ કહે છે,-આપ, મારે ઝેર ખાઈ સૂઈ જવું છે ‘’…

પોતાના ઘરનું આંગણું છોડી ભાગવું સરળ છે ,પરંતુ પછી જે એકલતાની વેદના અને યાતના મળે છે તે અસહ્ય હોય છે ..
બધું જ મળ્યું હોય છતાં ‘ સ્વજન ’નો ખાલીપો હોય તો બધું જ નકામું થઈ જાય છે તે ભણી કવિ ઈશારો કરે છે …

માણસના મનને સાચી શાંતિ બે જ જગાએથી મળી શકે છે
એક પોતાના વતન પાસેથી ,
અને બીજી પોતાના સ્વજન પાસેથી ….

ખરી વાત છે –જગતમાં બધું જ મળી જાય છે
માત્ર ‘મા’ અને સ્વજન જ મળતા નથી …તેથી બીજું બધું ભલે કરો પણ ,સ્વજનને છોડીને ક્યારેય જશો નહી …
તેના દ્વારે જ જિંદગીના સાચા સુખ –સંતોષ અને જીવન સાર્થક્ય છે .

જગતના તમામ એશો આરામ મેળવવામાં સફળ થયેલા લોકોની
આંખોમાં આંસુ જોયા છે …
સ્વજનના હેત અને હુંફ ખરિદી શકાતા નથી …
સ્વજન દુનિયાની કોઈ દુકાનમાં વેચતા મળતા નથી ,
એ તો ,ઘરના આંગણે તમારો ઇન્તેઝાર કરતા બેઠા મળશે …
અને તેથી જ કવિ કહે છે –

ભલે એ દ્વાર ના ખોલે ભલે એ હાલ ના પૂછે
છતાં એ આંગણે આદિલ તમે પાછા ફરી જાઓ…….
 
પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘સતસંગ ‘-૪

શે’ર સાથે ‘’સતસંગ’’-૪

‘વાત દરિયાની કરી ,છલકાય છે
માણસો પણ કેવા કેવા થાય છે

-શ્યામ સાધુ

કવિતા માત્ર ભાવ જગતનો વિહાર કરાવતી ,સવેદના ને લાગણીઓની અભિવ્યક્તિ જ નથી …તે આપણા વાસ્તવને પણ સ્પર્શે છે ..શ્રી શ્યામ સાધુ ,માત્ર પતંગીયા ,ટહુકા અને ઉદાસીના જ કવિ નથી ..જીવનના વાસ્તવને સ્પર્શતી ઘણી રચનાઓ તેમણે આપી છે …
( જુનાગઢ ખાતે હતો ત્યારે સાધુ મારા ઘરે ક્યારેક ક્યારેક પધારતા ત્યારે તેમનું સાનિધ્ય માણ્યું છે ..તે ઉતમ કવિ જ ન હતા ,એક ખૂબ જ ઉમદા અને અલગારી ઇન્સાન પણ હતા ..)

માનવ જાત બહુરૂપી પ્રાણી છે .જિંદગીભર ‘હું ‘નાં પ્રદર્શન માટે અનેક મ્હોરાઓ પહેરી વેશ ભજવતો રહે છે ..અને ‘’હું મોટો ને તું ખોટો ” એ સાબિત કરવામાં આયખું પસાર કરી નાખે છે …

મોટે ભાગે ‘હું’ ને પોષવા -પંપાળવા અને રાજી રાખવા –વાત ,વક્તવ્ય ને વાર્તાલાપોનાં પડઘમ તે જિંદગીભર વગાડે છે ..

ભીનાશથી અળગો રહીને તે વરસાદી ગીતો સંભળાવશે ,
ફૂલોને સ્પર્શ્યા વગર ફૂલોના વર્ણન કરશે …
આકાશની ભવ્યતાને પામ્યા વગર તે ચાંદ –તારાઓની ચર્ચા અને આકાશ ગંગાની કથા કહેશે …
દરિયાના સૌંદર્યને પીધા વિના દરિયા જેમ છલકાવાનો ઉપદેશ દેશે ….
માણસનું હોવું ક્યારેક દંભનો વેપલો બની જાય છે …ત્યારે જ માનવ –માનવ વચ્ચે મનના વ્યવહારો ને બદલે ધનના વ્યવહારો સર્વોપરી બની જાય છે ..આવા સંજોગોમાં કવિ શું કહેશે ? તેનો ઉત્તર સાધુનો આ શે’ર આપે છે –

‘ ભાષાકર્મી ,તરસ આપણી બીજું શું છે ?
નદી નામની બસનું બસ ટર્મિનસ થાવું ’

Posted in કાવ્યાનંદ | Leave a comment

શે’ર સાથે ‘ સતસંગ ‘-૩

‘ જીવનથી મોક્ષ માગે તું ,જીવનને મોક્ષ માનું હું
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે ‘
-મનોજ ખંડેરિયા

શ્રી મનોજ ખંડેરિયાની કવિતા સાધના વિષે શ્રી નિતીન વડગામા લખે છે “ મનોજની કવિતાપદાર્થ પ્રત્યેની સમજદારી અને સજગતા ,
એમની મોટાભાગની ગઝલોમાંથી પ્રગટ થાય છે ‘’ ખરી વાત છે આ સમજદારીની સજગતા જ ઉતમ સર્જનનું શાસ્ત્ર છે. આ ભીતરી શાસ્ત્ર જ શબ્દને શ્લોક બનાવે છે.

સાહિત્ય સર્જનનું એક સત્યએ પણ છે –કે, તે શબ્દના માધ્યમ વડે વિચારને શ્રેષ્ઠતમ રૂપ અને ભાવને સુંદરતમ અભિવ્યક્તિ આપે છે . ઉક્ત શે’ર તેનું ઉતમ ઉદાહરણ છે .

આ જીવનને ફિલોસોફરો ,મોહ –માયા અને લાલસાનું
બંધન ગણે છે અને તેમાંથી મુક્તિ કાજે મોક્ષની વાત કરે છે .
પરંતુ કવિ તો જીવનને જ મોક્ષ ક્હે છે ..આ મળેલું જીવન જ
મોક્ષ છે –મુક્તિ છે …કવિતાનો મર્મ મોહ મુક્તિ અને ધર્મ ,સ્વતંત્ર અભિવ્યક્તિ બની જાય ત્યારે જીવન જ મોક્ષ બની જાય …

આપણે જો કવિતા સમજી શકીએ તો જીવનને પણ સમજી શકીએ ..અને જીવનના સાચા આનંદને પણ પામી શકીએ. જીવનના
આ આનંદને પામવો એ જ મોક્ષ …અને એ જ છે મુક્તિ ….

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શેર સાથે ‘ સત્ સંગ ‘-૨

શેર સાથે ‘સતસંગ”-૨

“રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ ‘’
-સુરેશ દલાલ

આ દુનિયામાં ઝંખેલું બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ કેટલીક મહાન હસ્તીઓએ જિંદગીથી કંટાળીને આત્મ હત્યા કરી,તેનું એક માત્ર કારણ
તેઓને બધું જ મળ્યું પણ પ્રેમ ન મળ્યો ..પ્રેમનો ખાલીપો જિંદગીને
વેરાન રન સમ બનાવી દે છે …બધું જ હોવા છતાં હૈયે હરખ નથી થતો ,
કોઈ અજાણી તરસ માટે તે ટળવળે છે ..જિંદગી જીવવાનો રસ ઉડી જાય છે ..
પ્રેમમાં જીવતી જિંદગી જ ખરી જિંદગી છે ..પ્રેમ વિનાની જિંદગી ક્યારેય આનંદમય ન હોઈ શકે …જિંદગીની સફરમાં જેને પ્રેમ લાધ્યો એને
જિંદગી જીવવાનું ,માણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું …
જે દિલોમાં પ્રેમની જ્યોત પ્રગટે ,તેઓ ગમે તેવા કપરા સમય –સંજોગોમાંથી હસતાં હસતાં પસાર થી જાય છે ..ચાહ્તોની રાહ પર ચાલતા ચાલતા જિંદગી વીતે તો એ માણસ જરૂર મોક્ષે જાય …
‘ચાહવું” નામની ઘટના ઘટે પછી બધી જ એષણાઓ,મહેચ્છાઓ આપોઅપ વિલીન થાય છે .પ્રેમીઓને ખાસ તપ ,સાધના કરવા પડતા નથી …પ્રેમ જ એનું તપ ,એની સાધના એની પ્રાર્થના બની જાય છે ..
જેને ‘ચાહવા’નો આનંદ મળે તેની કોઈ માંગ નથી હોતી ,તે પ્રેમથી તૃપ્ત છે ..તેને તો ખુશીઓ વહેચવાનો આનંદ લેવો છે ..
સાચા પ્રેમ્ માટે કોઈ ખાસ પ્રકારની પ્રેમની વાતો નથી હોતી ,તેના માટે બધી જ વાતો પ્રેમની વાતો હોય છે …તેથી જ તે ક્હે છે –

“ તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ….”

-પ્રો.આઈ.જે. સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

શેર સાથે ” સતસંગ ”-૧

શેર સાથે સતસંગ -૧
મિત્રો ,ગમી ગયેલા કોઈ શેર કે પંક્તિથી જાગેલ સંવેદનની
મૌલિક અભિવ્યક્તિ છે – ‘’ શેર સાથે સતસંગ ‘’

આપી આપી ને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ………
– વિનોદ જોશી

શ્રી વિનોદ જોશીના ખૂબ જ જાણીતા થયેલા ગીતની આ અંતિમ પંક્તિઓ છે …
પ્રેમીજનની શું ચાહ હોય ? સજન સાથે હોય ને સામે હોય ..પરંતુ જયારે એ સજન જોજનો દૂર હોય એનો વિયોગ લાગતો હોય એ વેળાએ, આંખો અને આંસુ વચ્ચેનો સંબંધ શું હોય છે?.
તેની અસલ જાણ થાય છે ..અહીં આંખો દીદારે યારના ઇન્તેઝાર પર જ મંડાયેલી છે ..તે હવે બીજું કશું જોઈ શકે તેમ નથી ..હવે એ આંખો ,આંખો રહી નથી ..દિલની સાથે દ્રષ્ટિ પણ ખોઈ.. .પ્રેમના આ અનોખા અહેસાસે ભીતરે જે દર્દ ભરી દીધું છે,તે ક્યાં માર્ગે વહેશે ? .. તે આંસુઓ રૂપે આંખોથી વહી નહી શકે.. સજનના દર્શન થાય તો જ આ દ્રષ્ટિ પાછી મળે ….અને આંસુઓને વહેણ મળે ..તેથી તે ક્હે છે –
આપી આપી ને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ………

-પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૮

ચક્રનું મનોવિજ્ઞાન -૮

(૨) સ્વાધિષ્ઠાન ચક્ર ચાલુ ..

અચેતનનું નિવાસ સ્થાન :

સ્વાધિષ્ઠાન ચક્રનો એક ભાગ મગજના અચેતન મન સાથે સંબંધિત છે .
તેના સંસ્કારો (મનો ઈમેજ )નું ત્યાં સંગ્રહ સ્થાન છે .તે અચેતનના અનેક
અનુભવો સાથે પરોક્ષ રીતે સંબંધિત છે .

જયારે આ ચક્રમાં ઉર્જા અવરોહણ થાય છે ત્યારે તે અચેતનના અનેક રહસ્યો
ખોલે છે .અહીં અચેતનની ચળવળોનો જમાવડો છે . ચેતન અહીં કામ કરતું નથી .

ઋગ્વેદ પ્રમાણે -સૃષ્ટિની રચનાના ગર્ભમાં અને પછીની સૃષ્ટના સર્જનમાં તથા
વિસર્જનમાં અને સંવર્ધનમાં તેનો હાથ હોય છે .

જયારે ,સ્વાધિષ્ઠાન ચક્ર જાગે છે ત્યારે
અચેતનમાં ધરબાયેલા નેગેટીવ ફેકટર
બહાર નિકળવા માંડે છે .

જાતિયતા સાથેનો સંબંધ :
જાતિય શક્તિ એ મૂળભૂત –આદિમ ઉર્જાનું માત્ર એક રૂપ છે .આ ઉર્જા ક્યારેય
નાશવંત નથી .તથા સમગ્ર દેહમાં ,મનમાં એક યા બીજા સ્વરૂપે રૂપાંતરિત થતી
થતી રહે છે. પરંતુ તે લૂપ્ત થતી નથી .તે હમેશા તન –મન અને ચેતનમાં હરતી-ફરતી રહે છે .
ઉચ્ચ ચેતના અવસ્થાએ પણ
તે હાજર હોય છે, તેથી
ભક્તિ કે ઈશ્વર પ્રિત તેના રૂપાંતરણની ઘટના માત્ર છે .
આ ઉર્જા નીચેથી ઉપર સુધી પોતાનો પ્રભાવ એક યા બીજી સ્વરૂપે બતાવે છે .

સેક્સ એ તો એ ઉર્જાનો એક
અનુભવ માત્ર છે …..

આ શક્તિ જૂદી જૂદી કક્ષાએ જૂદા જૂદા નામથી ઓળખાય છે .તેની ઉચ્ચતમ કક્ષાએ
આદ્યાત્મિક અનુભવ કરીએ છીએ . તેની ઉચ્ચતમ ભાવાત્મક કક્ષાને પ્રેમ કહીએ છીએ અને તેની શારીરિક આસક્તિ રૂપ પરાકાષ્ઠાને સેક્સ નામથી ઓળખીએ છીએ .

સ્વાધિષ્ઠાન ચક્ર એ મૂળભૂત ઉર્જાનું વિતરણ કેન્દ્ર છે .

આ ચક્ર પાસેથી
જાતિય આવેગો –આવેશો ,
માતૃ પ્રેમથી લઈને પ્રભુ પ્રેમ
દૈહિક શક્તિથી લઈને આદ્યાત્મિક ઉર્જા મેળવી શકાય છે .

પરંતુ ,લોકો લાલસા વૃતિ-પ્રવૃત્તિને લીધે આ ઉર્જાને નિમ્ન કક્ષાની ઉર્જામાં રૂપાંતરિત
કરી દે છે અથવા ચક્રને અવરોદ્ધ કે અવ્યવસ્થિત કરી નાખે છે .

ઓશોના મતે આ ઉર્જા ચક્રની બે સંભવના છે :
(૧ ) કામવાસના
(૨ ) બ્રહ્મચર્ય

આ ચક્રની પ્રાથમિક સંભાવના છે સેક્સ ,જે પ્રાકૃતિક છે
અને બ્રહ્મચર્ય તેનું રૂપાંતરણ છે .
ચિત્ જેટલું કામવાસનાને વળગ્યું હશે એટલો જ વિલંબ આ ચક્રના રૂપાંતરણ માટે
થશે .

જયારે કામવાસના પ્રત્યે પૂર્ણભાવથી અને પૂરા ચિત્તથી ,પૂર્ણ સમજથી જાગ્રત
થઈએ છીએ ત્યારે ભીતરે કામની જગ્યાએ બ્રહ્મચર્યનો જન્મ થાય છે .
સાચા અર્થમાં બ્રહ્મચર્ય સધાય તો
વ્યક્તિ આ ચક્રની ઉર્જાથી ક્રાંતિવાન બની શકે છે …..

વિશેષ હવે પછી …

પ્રો.આઈ .જે .સૈયદ

 

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનો વિજ્ઞાન -૭

ચક્રનું મનો વિજ્ઞાન -૭

૨. સ્વાધિષ્ઠાન ચક્ર ( SACRAL CHAKRA )

આ ચક્રનું સ્થાન મેરુદંડ નીચેના અંતિમ હાડકા ( TAIL BONE ) પાસે છે . ગુદાથી ઉપર (સામેના ભાગે ) તે નાના બલ્બ (BULB ) જેવો ભાગ છે .રચનાની દ્રષ્ટીએ તે મૂલાધારથી ખૂબ જ પાસે આવેલું છે

તેનો વિસ્તાર પેઢુના ભાગથી જંગાના હાડકા સુધી છે .
આ ચક્રને પ્રજોત્પત્તિ અને મૂત્ર સંસ્થાન સાથે સમ્બન્ધિત માનવામાં આવે છે .
જળ તત્વનું કારક હોવાથી રક્ત પરિભ્રમણ ,મૂત્ર સમ્બન્ધિત ક્રિયાઓ ,રજો સ્ત્રાવ ,લાળ ,પરાકાષ્ઠા ,આંસુઓ ,સાથે સમ્બન્ધિત છે ,તથા સ્વાદ અને જીભ સાથેનો રસલય પણ છે .

આ ચક્ર પ્રજનન શક્તિનું પાવર સ્ટેશન કે સંગ્રહ સ્થાન છે .તે ગર્ભધાનથી મ્રત્યુ
સુધીના જીવન ચક્રની લયબદ્ધતાને ઉર્જા આપે છે .તે વિજાતીય આકર્ષણ અને જાતીય સુખનું કેન્દ્ર છે .આ ચક્રની ઉર્જા વિજાતીય સુખ અને સંબંધોને અસર કરે છે .
આ ચક્ર આપણી જાતીય અભિયોગ્યતાઓ અને જાતીય વલણનું પણ કેન્દ્ર છે .સ્ત્રીમાં
સ્ત્રેણ ગુણો અને પુરુષમાં પૌરુશ્ય માટે તે ગર્ભિત ફાળો આપે છે ,તથા આ ચક્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેની ઉર્જ્જાનું સંતુલન પણ કરે છે .તે જ લાગણીઓ ઉદ્દીપ્ત કરે છે અને જીવન માધર્ય વધારે છે .

સુખાનુભૂતિનું સ્ટેશન પણ છે સ્વાધિષ્ઠાનનો અર્થ જ છે –‘’મધુરતા .’’
જયારે પ્રાથમિક જરૂરતો તૃપ્ત થાય છે ત્યારે વ્યક્તિ પાંચેય ઇન્દ્રિયો વડે ભૌતિક જગતમાં સુખાનુંભૂતી માટે ગતિશીલ બને છે ,તેના મૂળમાં સ્વાધિષ્ઠાન ચક્રનો પ્રભાવ હોય છે . આ ચક્ર માત્ર જાતીયતા જ નહી મૈત્રી ,આંતર સ્ફુરણા ,રચનાત્મકતા અને આવેગિક બાબતોને અસર કરે છે . તે તમામ પ્રકારના સર્જન સાથે અનુંબંધિત હોય છે ,તે મૂળ સર્જનાત્મક ઉર્જાનું સ્રોત છે .

જયારે તેનું રૂપાંતરણ થાય છે ત્યારે તે રચનાત્મક વિચાર ,લાગણી ,વર્તન ,રહેણીકરણી રૂપે પ્રગટ થાય છે . આ ચક્ર બદલાતી સ્થિતિ અને પ્રવાહોના પરિવર્તન સાથે તાલમેલ રાખતા શીખવે છે .

તે સમૂહ જીવનની આચાર સંહિતાનું સંવર્ધન કરવાનું તથા માતા –પિતાના પ્રેમની પરિપૂર્ણતાનું મનો વિજ્ઞાન છે ..

આ ચક્ર મૂળભૂત રીતે આપણી ‘’જાતિગત પહેચાન ‘’ ઉભી કરવાની સાથે ,વ્યક્તિગત આંતર સબંધો સ્થાપવાનું નિર્ણાયક બળ પણ છે .તેનો સ્વસ્થ પ્રભાવ આપણા જીવનને હર્યું –ભર્યું અને પ્રવાહિત રાખે છે ..

આ ચક્ર પાસેથી ‘’સ્વ- સત્તા ‘’અને સ્વ-નિયમનની શક્તિ મળતી રહે છે ..

વિશેષ હવે ,પછી ..

પ્રો. આઈ. જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૬

ચક્રનું મનોવિજ્ઞાન -૬

મૂલાધાર ચક્ર ચાલુ ..

મૂલાધાર ચક્ર અપાન અને
અન્નમય કોષનું પણ સ્થાન છે ,તે દેહને પોષે છે .તેથી તેને પોષતા આહાર
પર ધ્યાન આપવું આવશ્યક છે . આવા આહારથી તે, પૃથ્વી ઉર્જા દ્વારા
ચુંબકીયબળ વ્યક્તિમાં પેદા કરે છે . તે આપણી સૂક્ષ્મતમ ઉર્જા તંત્રનું મૂળ છે .
તે અન્યો ચક્રને પણ ઉર્જા પહોચાડે છે .તેથી મૂલાધારને ઉર્જાવાન બનાવવવા
અનુરૂપ આહાર લેવો જોઈએ .

મૂલાધાર ચક્રની સ્વભાવિક સ્વસ્થતા માટે નીચે મુજબની બાબતોનું
ધ્યાન રાખવું જરૂરી છે .

૧ * દેહને પ્રેમથી સાચવવું એ મૂલાધાર ચક્રનો માનસિક આહાર છે .
શરીરને પ્રેમથી સ્પર્શ કરો ,દેહની કુદરતી ગતિ અને લયનો અનુભવ
કરો –આવું નહી કરો ત્યાં સુધી આહારની ધારી અસર નહી પડે .

૨ * આપણા વારસાગત આહારને પ્રમુખતા આપો .
સમાજમાં સદિઓથી ખવાતા આહાર અને ખોરાકને
અનૂસરો ..
સારા પ્રયાસરૂપે –કુટુંબના આહાર અને ખાવાની માન્યતાઓની
સમજણ આપો ..તેમાં નવી આહાર શૈલી અને વ્યંજનનોને શક્ય
ત્યાં સુધી શામેલ ન કરો .પરમ્પરાગત આહર લેવાથી મૂલાધાર ચક્ર
બળવાન બને છે .

ટુંકમાં ,મૂલાધાર ચક્ર એ –

•કુંડલીની શક્તિનો પાયો છે ,તેનું ઘર છે.

• તેની ભૂમિકા દૈહિક ઉર્જા તંત્ર અને કુંડલીની શક્તિ એમ
બન્ને માટે સહાયકની હોવાથી તે સંતુલન અને સ્થાયિત્વ સ્થાપન
માટે જરૂરી છે .
• તે PSYCHE- મનોસૃષ્ટિ અવસ્થાનું મૂળ હોવાથી તે વૈયક્તિક ભીતરી
ચુંબકીય ઉર્જા ક્ષેત્ર છે .આ ચક્ર જાગ્રત થતા એક ચુંબકીય શક્તિ કામે લાગે છે

વધુ, હવે પછી …

પ્રો. આઈ. જે . સૈયદ

Posted in મનોવિજ્ઞાન | 2 ટિપ્પણીઓ

ચક્રનું મનોવિજ્ઞાન -૫

ચક્રનું મનોવિજ્ઞાન -૫
મૂલાધાર ચક્ર ચાલુ ..
આપણે આગળ જોયું કે બન્ને નાડીઓનું બેલેન્સ થાય છે ત્યારે મૂલાધાર ચક્ર
જાગ્રત થાય છે ….

જે લોકો ધ્યાનાવસ્થા નો અનુભવ કરે છે તેઓ કહેતા હોય છે કે ,કરોડ
રજ્જુના મૂળથી કોઈ ઉર્જા મસ્તિષ્ક તરફ ગતિ કરી રહી હોય તેવું લાગે છે .
આ પ્રાથમિક અનુભવ છે …જેમાં ઉર્જા મૂલાધારથી વાયા પિંગળા નાડી થઈ
ઉપર ચડે છે …જોકે આ શુદ્ધિકરણનો પ્રયાસ જ હોય છે .

દરેક ચક્રના જાગરણ માટે મુખ્યત્વે નીચેની વિધિઓ વિશેષ ઉપયોગી ગણાય છે.

૧.મન્ત્ર (ખાસ શબ્દ ,વાણી ધ્વની રટણ દ્વારા )
૨. યંત્ર ( ખાસ વિશેષ રંગો )
૩. મુદ્રા ( જેમાં હાથ અને દેહ વચ્ચે વિશેષ વિન્યાસ )
૪. આસન્
૫. પ્રાણાયામ
૬. ધ્યાન વિધિઓ
૭. સંલગ્ન આહાર

મૂલાધાર ચક્ર જાગરણ માટે નીચે મુજબની રિતો વિશેષ ઉપયોગી છે :

૧ * સ્થાન અનુંભૂતી પ્રેક્ટિસ .
૨ * ખાસ કસરત – જેવી કે ,
૧.બન્ને સમગ્ર પગની જુદી જુદી કસરત
૨. પગ નીચે દડો કે કૃપા ચક્ર રાખી રોલિંગ કરવું .
૩. ગોઠણના પાછલા ભાગે એક્યુપ્રેસર કરવું .

૩ * આસન પ્રેક્ટિસ જેમાં નીચે મુજબના આસનો મુખ્ય છે :
*વજ્રોલી મુદ્રા , * અશ્વિની મુદ્રા
* તાડાસન * સલાભાસન *ભુજંગાસન *ગરૂડાસન * જાનુઆસન *સલ્ભાસ્ન
*ઉત્તાઆસન *બાલાઆસન વગેરે ..

૪* નાસિકા દ્રષ્ટિ
૫* કપાલ ભાતી
૬* મૂલ બંધ

મૂલાધારને જાગ્રત કરતી સુગંધ –
• ગૂગળ * લોબાન ,ધૂપ ..
મૂલાધારને જાગ્રત કરતું વાદ્યધ્વની –
* તબલા કે ડ્રમ નો અવાજ

મૂલાધાર ચક્રને શુદ્ધ કરતો આહાર –

૧ * પ્રોટીન યુક્ત દાળો ,શાક ભાજી ,દૂધ ,અને તેની બનાવટો
૨ * મિનરલ્સ યુકત આહાર- જેવા કે લાલ રંગના ખાદ્યો જેવા કે –ટમેટા ,લાલ મરચું ,સ્ટ્રોબેરી બીટ –ગાજર વગેરે ..

વધુ હવે પછી …

પ્રો. આઈ.જે .સૈયદ

 

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૪ .

ચક્રનું મનોવિજ્ઞાન -૪
મૂલાધાર ચક્ર ચાલુ …

મૂલાધાર ચક્રની ઉર્જાનું ફળ :

•મૂલાધાર ચક્ર જાગે તો
વ્યક્તિની વાણી પ્રભાવશાળી બને છે અને વ્યક્તિ
શિક્ષણના ઊંડાણને પામે છે .

•મૂલાધાર ચક્રની યોગ્ય જાગૃતિ ,
જાતીય જીવનમાં સંતોષ અને
મગજને તાણ મુક્તિ આપે છે .
અહીં મનો સંઘર્ષ ટકતા નથી .

•વ્યક્તિ તમામ રોગોથી મુક્ત રહે છે .
અને સદા પ્રસન્નતાને પામે છે .

મૂલાધાર ચક્ર જાગૃતિ –સમતુલન :

આ ચક્ર ખોલવું કે પૂર્ણ સક્રિય કરવું ખાસ અઘરું નથી .તેના માટે અનેક વિધિઓ છે . પરંતુ અસંખ્ય વિધિઓ માંથી સૌથી અસરકારક વિધિ નાસિકા
સાથે સમ્બન્ધિત છે .એક માન્યતા પ્રમાણે આ ચક્ર પૃથ્વી તત્વ સાથે સમ્બન્ધિત હોવાથી તે સીધું જ ગંધ –સુગંધ સાથે અનુબંધિત છે તેથી ‘’નાસિકા દ્રષ્ટિ ‘’વિધિ ખૂબ જ મદદ કરે છે .તેના વડે ડાયરેક્ટ આ ચક્ર જાગી શકે છે .

તમામ ચક્રોનો પરિચય આપ્યા ,બાદ અંતમાં દેરક ચક્રની સાધના
વિધિઓની વિગતો અપાશે ત્યારે ,મૂલાધાર ચક્રની જાગરણ વિધિઓ
પણ વિસ્તારથી સમજવામાં આવશે ..અહીં તે વિધિઓનો માત્ર વિગત
ઉલ્લેખ કરીશું .

વિધિઓની માહિતી મેળવતા પહેલા મૂલાધાર અને નાડી સંતુલન અંગે
કેટલુંક જાણી લેવું જરૂરી છે . આ અંગે બે મત છે :

૧. તંત્રના મતાનુસાર મૂલાધાર એ કુંડલીની શક્તિનું આસન સ્થાન છે .
આ શક્તિ સુષુમ્ણા નાડી મારફત ,કરોડ રજ્જુના માર્ગે સહસ્ત્રાર ચક્ર
સુધી પહોંચે છે .

૨. મૂલાધાર ચક્ર એ સ્થળે છે જ્યાં ત્રણેય નાડીઓ ભેગી મળે છે .
અને કરોડ રજ્જૂના માર્ગે ઉપર તરફ ઉર્જા વહન કરે છે .
કરોડ રજ્જૂના ઉપરના છેડે ત્રણેય નાડીઓ આજ્ઞા ચક્રમાં વિલય પામે છે.
નીચે કરોડ રજ્જૂના અંતિમ છેડે મૂલાધાર સ્થિત રહે છે .

ઈડા નાડી (માનસિક ઉર્જા ) મૂલાધારની ડાબી બાજુ તરફ અને પિંગળા
નાડી (પ્રાણ ઉર્જા ) મૂલાધારની જમણી તરફ તથા સુષુમણા નાડી ( આત્મિક ઉર્જા ) મૂલાધારના મધ્યમાં રહે છે .

તંત્રના મતાનુસાર –
જયારે ઈડા અને પિંગળા નાડીના
પોજીટીવ-નેગેટીવ પ્રવેગ વ્યવસ્થિત /
પૂર્ણ ચાલે છે ,ત્યારે
બન્ને નાડીઓનું બેલેન્સ થાય છે .
જયારે આ બન્ને નાડીઓનું બેલેન્સીગ થાય છે ત્યારે મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે ..

વધુ વિગતો ,હવે પછી ..

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૩

ચક્રનું મનોવિજ્ઞાન -૩
મૂલાધાર ચક્ર ચાલુ …

મૂલાધાર અને શારીરિક સમસ્યાઓ :

જયારે મૂલાધાર ચક્ર દુષિત અને અવરુદ્ધ હોય છે ત્યારે અને પ્રકારની માંદગી
ઘેરી વળે છે .જેમાં મુખ્યત્વે –

રોગ પ્રતિકારકતાને લગતા રોગો –વારંવાર માંદા પડવું
પગ અને હાડકાની સમસ્યા, પગના સ્નાયુની સમસ્યા ,કમરનો દુખાવો
ભુખ ન લાગવી ,કબજીયાત ,કોલાયટીસ ઈટિંગ ડીસઓર્ડર ,બ્યુમિયા
અતિ સ્થૂળતા ,મસાની સમસ્યા ,મોટા આંતરડાની સમસ્યા
માથાનો દુખાવો થતા કેન્સરની સંભવના .

મૂલાધાર ચક્ર અને માનસિક સમસ્યાઓ :

મોટે ભાગે બળ વયે થયેલા આઘત કે વંચિતતાથી આ ચક્ર દુષિત
થાય છે .આ અનુભવો કે અભાવ ગ્રસતતા ચાલુ રહે છે ત્યારે અચેતનમાં
એક વિછીન્નતા આકાર લે છે ..આવા લોકો સફળતા અને સબંધો કાજે
અતિ બાંધ –છોડ કરવાની વૃતિ વાળા થઈ શકે છે .

અન્ય માનસિક સમસ્યાઓ :

-લોકોથી નફરત અને ભયભિત રહેવું .
-સલામતી અને સ્વીકૃતિની ચિંતા રહેવી .
-ઈર્ષાનો અતિરેક ,બળતરા,સામાજિક સંબંધોમાં પીડા .
– વિચાર વાયુ ,કલ્પનાઓમાં વિહરવું .
-હોમ સિકનેસ ,ફેમીલી પ્રોબ્લેમ .
-નશાખોરીની આસક્તિ ,લત ,વસ્તુ પ્રેમી
-સતત બકબક કરવું .
આત્મ હત્યાના વિચારો સતાવે .

એક મત મુજબ કેટલીક સ્ક્રીજોફ્રેનીક અને લઘુ મનો વિકૃતિની સમસ્યાઓ
આ ચક્રની નબળાઈથી વકરે છે .

ટુંકમાં ,-આ ચક્રની ઉર્જા સંતુલિત ન હોય ત્યારે કેટલાક ભય સતાવ્યા કરે છે .
આગળ જતા –તેની આ અસ્વસ્થતા અચેતનને પ્રભાવિત કરે છે ત્યારે વ્યક્તિ
એકલતાની લાગણીથી તીવ્ર રીતે પીડાય છે .

વધુ વિગતો હવે પછી ,,,

પ્રો.આઈ.જે .સૈયદ

–

 

Posted in મનોવિજ્ઞાન | 2 ટિપ્પણીઓ

ચક્ર મનોવિજ્ઞાન (૨ )

ચક્ર મનોવિજ્ઞાન (૨)
મૂલાધાર ચક્ર ચાલુ ..
દરેક ચક્રની અલગ અલગ અવસ્થા કે સ્થિતિ હોય છે. કાં તે અવરુદ્ધ હોય, કાં સમતુલિત કે અસમતુલિત હોય ,કાં નિષ્ક્રિય અથવા અતિ સક્રિય હોય છે. હવે આપણે મૂલાધાર ચક્રનો ટુંકો પરિચય મેળવીશું .
( અ ) અવરુદ્ધ મૂલાધાર ચક્ર :
આ ચક્ર બાળ વયે સ્વસ્થ હોય છે .પરંતુ કેટલાક મનોવૈજ્ઞાનિક પરિબળો તેમાં બગાડ ઉભો કરે છે ..પરિણામે તે દુષિત કે અવરુદ્ધ થાય છે .આ ચક્ર અવરુદ્ધ થાય ત્યારે વ્યક્તિ અનભવ કરે છે કે –
‘’ હું અતુપ્ત અને વંચિત છું .
હું ક્યારેય સલામત નથી .
હું એકલી કે એકલો છું ..
મારું કોઈ નથી …
મારી પાસે પર્યાપ્ત નથી .
હું તરછોડાયેલ અને સ્વછંદ છું ..’’

ખાસ લક્ષણો :
*આત્મ વિશ્વાસનો અભાવ જોવા મળે .
*ધ્યેય પ્રાપ્તિમાં મુશ્કેલી થાય .
*સ્વ તથા અન્ય પર ભરોસાનો અભાવ .
*ઘર ,વતન અને પરિવાર પ્રત્યે પ્રેમ ન થવો .
*રખડતા –ભટકતા રહેવાની વૃતિ –પ્રવૃત્તિ જોવા મળે .
*જાતીયતા અંગે આત્મ વિશ્વાસની ઉણપ જોવા મળે .
*વધુ પડતા ભય અને હ્તાશાની મનોદશા .
*સ્વાસ્થ્ય સંભાળ પ્રત્યે બેપરવાહ .
( બ ) અતિ સક્રિય મૂલાધાર ચક્ર :
અતિ સક્રિય મૂલાધાર ચક્ર વ્યક્તિમાં આવેગાત્મક અસ્થિરતા સર્જે છે .
વ્યક્તિ ને ક્યાંય હ્ખ વળતું નથી ..મોટે ભાગે અશાંત જોવા મળે છે .ઓવર એક્ટિવ જોવા મળે છે .
ખાસ લક્ષણો :
*જિંદગી અને પરિસ્થિતિઓ પ્રત્યે વધુ પડતી ઉત્તેજના દેખાડવી .
*સંગ્રહખોરી અને વધુ પડતી ધન લાલસા જોવા મળે .
*શોષિત અને દબાયેલા રહેવું .
*અતિ ક્રિયાશીલતા જોવા મળે .
*અવિત અને અવિશ્રાંત ઢસરડા કરે .
*પરિવર્તનોથી ડર લાગે .
*વધુ પડતી જડતા અને બંધન પ્રિય .
*મોટે ભાગે ધંધામાં રુકાવટો ,વિઘ્નો ,પ્રગતિમાં અવરોધો .
*એક જ સ્થળે પડ્યા રહેવું .
( ક ) અસમતુલિત મૂલાધાર ચક્ર :
ખાસ લક્ષણો :
*ઉર્જાની કમી .નબળાઈ ,થાકેલા રહેવું .
*મર્યાદાઓનો અતિ આગ્રહ રાખે .
*નાણાકીય બાબતોમાં અતિ ચિંતાતુર રહેવું .
*વ્યક્તિગત અને શારીરિક બાબતે અતિ સવેદનશીલતા.
*ખૂદમાં ,અંતર્મુખી બની રહેવું કે પલાયન વૃતિ રહેવી .
*વધુ પડતી બેચેની રહેવી ,કાયમ અશાંતિ અનુભવવી .
*વાસ્તવિક જગત માંથી રસ ઘટતો જવો .
*આત્મીયતા ઘટતી જવી .મૈત્રી પૂર્ણતા અને સલામતી તરફ દોરી જતી ઉર્જાનો અભાવ .
*વિચાર દબાણ કે વર્તન દબાણની મન :સ્થિતિ .
*જાતીય સમસ્યા કે નબળાઈ રહેવી .
*ટકી રહેવા માટે ,ભવિષ્યની ચિંતા રહેવી .
( ડ ) સમતૂલિત મૂલાધાર ચક્ર :
ખાસ લક્ષણો :
*વ્યક્તિ કેન્દ્રમાં રહે છે .આશાવાદી હોય છે .
*વ્યક્તિના પગ જમીન પર રહે છે
ભૂમિ સાથે અનુબંધ તથા સમસ્ત સાથે ઐક્ય .
*ઘર પરિવારનું સુખ પામે છે .
લગ્ન જીવન અને સંબંધો પ્રત્યે સજગ રહે છે ..સાચવે છે .
બાંધછોડ કરી શકે ..સ્વીકૃતિ ભાવ દાખવે ..તથા અન્ય લોકો
સાથે કાયમી સારા સબંધો ,એકાત્મભાવ , સહાનુભુત અને વ્યવહારુ .
*જાતનું સાચું મૂલ્યાંકન કરે .સલામતી અનુભવે .રીલેક્ષ થઈ શકે .
*સ્વાભિમાની ,આત્મવિશ્વાસુ અને ધીરજવાન દેખાય છે .
*જીવંતતા ,સ્થિરતા અને પવિત્રતા જોવા મળે .
*જીવનમાં આવતા સારા –ખરાબ બદલાવોનો સામનો કરે છે .
*વર્તમાનમાં જીવે છે ..રહે છે .
*વૈશ્વિક સત્તા –ઈશ્વરમા શ્રધા રાખે છે .
*ભૂતકાળથી શીખે છે .
*પ્રકૃતિ અને ધરતી માતાને પ્રેમ કરે છે .

વિશેષ ચર્ચા હવે પછી ..
મિત્રો ..આ લખાણ ક્યાયથી કટ –પેસ્ટ કરેલ નથી…મારા અદ્યયન નો ભાગ છે .તેથી રસ પડે તો જ પ્રતિભાવ આપશો .
પ્રો. આઈ. જે .સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન

ચક્રનું મનોવિજ્ઞાન
ધ્યાન ,યોગ ,સમાધીની ચર્ચામાં સાત કેન્દ્રો કે ચક્રોની ચર્ચા પણ થાય છે ..આ અંગે જિજ્ઞાસુ માટે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે અનેક ગુરુઓ
આ અંગે માર્ગ દર્શન કરે છે ..તેથી તે અંગેની શાસ્ત્રીય ચર્ચા પર ન જતા ..અહીં થોડીક, આ ચક્રો કે કેન્દ્રોની મનોવૈજ્ઞાનિક ચર્ચા રજુ કરી છે :
(૧) મૂલાધાર ચક્ર (root chakra) :

આ ચક્ર ગુદા અને લિંગની નીચે ,કરોડ રજ્જુનાં છેલ્લા મણકાં પાસે આવેલું છે ..તેની મૂળભૂત લાક્ષણીકતાઓ એ છે કે –
તે અનેક શારીરિક અને માનસિક મૂળભૂત ગુણોને સ્પર્શે છે .તે પાંચેય સંવેદન ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવામાં સહાયક છે ..તે નાક અને સુંઘવાની ક્ષમતા ને અસર કરે છે .તેનું મૂળ લક્ષ્ય આત્મ રક્ષણ તથા ભૂમિતળ સાથેનું તાદાત્મ્ય –જીવન રક્ષણ છે .
તેનું પ્રાથમિક કાર્ય –બુનિયાદ બનાવવી .વતન પ્રેમ ,જીવનમાં સ્થિરતા ,જાતીય વૃતિ –પ્રવૃત્તિની સહજતા ,પ્રાણ ઉર્જાનું આદાન –પ્રદાન મદદ કરવી ,ઈચ્છા શક્તિ અને સ્વરક્ષણ ઉર્જા કાયમ રાખવી ,સ્વાસ્થ્ય બાબતે સજગતા –સ્ફૂર્તિ તાજગી બક્ષવી .
આ ચક્ર ઉર્જાનું સંગ્રહ સ્થાન માનવામાં આવે છે .
દૈનિક જીવનમાં વપરાતી ઉર્જા કરતા મૂલાધાર ચક્ર પાસે અનેક ગણી ઉર્જા છે .આપણે તેનો ૧૦ ટકા જેટલો જ ઉપયોગ કરીએ છીએ .જો આ ચક્ર જાગી જાય તો, બાકીની ૯૦ ટકા ઉર્જા પણ જાગે તો શું થાય ?
આ ઉર્જાના આધારે હિમાલયમાં વસતા યોગીઓ ખાધા –પીધા વગર ઘણા દિવસો કે મહિનાઓ પસાર કરી નાખે છે .
આ ચક્ર આપણા સમગ્ર અસ્તિત્વનું મૂળ છે .આપણા દેહ તંત્રનો પાયો છે .તે આપણા સમૂળગા વજુદ પર અસર કરે છે .અહીંથી જીવન બળને ઉર્ધ્વગામી ધક્કો લાગે છે .તે આપણી સાહજિક પ્રેરણાઓ –ભૂખ –તરસ ,ઊંઘ અને દૈહિક ક્રિયાઓ સાથે વિશેષ સમ્બન્ધિત છે .ખાસ કરીને ઠંડી –ગરમી પ્રત્યેની વ્યક્તિની પ્રતિક્રિયાઓ ,મિઝાજ તથા આહાર અને પહેરવેશ પ્રત્યેના વલણને પણ તે અસર કરે છે .તે આપણા રોટી .કપડા મકાન અને સમૃદ્ધિની ઉર્જા છે .આપણા દૈનિક જીવનના પડકારો સામે ઝઝુમવાનો જૂસ્સો આપે છે .વ્યક્તિને સ્થાયિત્વ પૂરું પડે છે .
સંખ્યનાં મત પ્રમાણે તે આપણી મૂળ પ્રકૃતિનું સૂચક છે .આ મૂળ પ્રકૃતિ જ જગતની તમામ રચનાઓ માટે જવાબદાર છે .આ ચક્ર આપણી ભૂમિગત આસક્તિ અને સલામતીની ભાવનાનું ક્ષેત્ર છે .આ ચક્ર યુગોથી દેહની જીવંત રહેવાની જીજીવિષા અને માનવ વજુદને ટકાવી રાખનાર પ્રાકૃતિક પ્રેરણરૂપ બળ સંધાન છે .
તે આપણું જન્મ સ્થળ ,આપણી સંસ્કૃતિ ,આપણા મૂળ સંસ્કારોને પ્રભાવિત કરે છે .તે આપણા કૌટુંબિક અનુબંધો ,મૈત્રી અને ભાવાવેશોનું નિયંત્રણ કરે છે .
તે આપણી નિર્દોષતાનું મૂળ પણ છે
તે આપણો નિર્દોષતાનો ભાવ વ્યક્ત કરે છે ..આ નીર્દોધતા ઈશ્વરીય ગુણ છે .આ ગુણને લીધે જ બાળક ઈશ્વવરનું રૂપ ગણાય છે .વ્યક્તિનું આ ચક્ર જેટલું જાગેલું હશે એટલી તે વ્યક્તિ નિર્દોષ હશે .આ ચક્રની સાધનાથી સાધકમાં સહજ પવિત્રતા પ્રવેશે છે .આ કારણને લીધે જ સંતો બાળક જેવા નિર્દોષ જોવા મળે છે .
મૂલાધારની બીજી વિશેષતા એ છે કે તે કુદરતી ડહાપણનું ક્ષેત્ર પણ છે .તેને કોઠા સુઝ કહેવામાં આવે છે .અભણ કે ગામડાના લોકો આ ડહાપણ –બુદ્ધિથી જ સફળતા મેળવે છે …
( મિત્રો , એક વિનંતી છે ,જો તમને આ વિષયમાં રસ પડતો હોય તો તમારો મત પ્રગટ કરશો ..તો આગળ આ વિષયે મને આગળ લખાણ મુકવાની ખબર પડશે .)

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

વ્યભિચારનું મનોવિજ્ઞાન

લગ્નેત્તર સંબંધો અટકાવવાના ઉપાયો –[૧]
આજે લગ્નેત્તર સંબંધો એક નવિ સમસ્યારૂપે આપણી સામે છે .તે સંબંધોમા તિરાડ,કુટુંબમા ભંગાણ અને છૂટાછેડાનું કારણ બને છે .આવા સંબંધોનાં ઉદાહરણો સમાજમાં ,ફિલ્મોમાં, ટીવી સીરીયલોમાં આજે ખૂબ જોવા મળે છે .આવા સંબંધો પરની એક અંગ્રેજી ફિલ્મને ૧૧ ઓસ્કાર એવાર્ડ મળ્યા હતા .
ડૉ.શિર્લી ગ્લાસના, આ વિષય પરના બે દાયકાના ૨૫ સંશોધનોમાં જોવા મળ્યું કે ૨૫%પત્નીઓ અને ૪૪% પતિઓએ લગ્નેતર સેક્સ સબંધ બાંધ્યો હતો.JOURNAL OF PSYCHOLOGY & CHRISTIANITY નાં અહેવાલ પ્રમાણે અંદાઝે ૫૦-૬૫ ટકા પતિઓ અને ૪૫-૫૫ પત્નીઓએ (૪૦ ની આસપાસની વય સુધીમાં ) લગ્નેત્તર સંબંધો (EXTRAMARITAL AFFAIRS) રાખતા જોવા મળ્યા છે .અન્ય એક અહેવાલ (THE MONAGAMY MYTH ) પ્રમાણે ૬૦% વ્યભિચારી (ADULTERY ) અનુભવો કરી ચૂક્યાનું કબુલ્યું હતું .શિકાગો યુનિવર્સીટી નેશનલ સંશોધનમાં જોવા મળ્યું હતું કે ૨૫%પુરુષો અને ૧૭% સ્ત્રીઓ વિશ્વાસના લાયક હતા .તેનો અર્થ એ હતો કે કુલ વસ્તીના ૧૯ લાખ પતિઓ અને ૧૨ લાખ પત્નીઓ એ AFFAIR કર્યા છે.

ભારતમાં પણ આ અંગે અભ્યાસો ચાલે છે ..પરંતુ અહીં દંભને કારણે ચોકકસ આંકડાઓ સુલભ નથી થતા .
લગ્નેત્તર સંબંધો ન સર્જાય તેના માટેની તેકેદારીઓ:
ડૉ .વિલાર્ડ હાર્લી એ પોતાના ખ્યાત પુસ્તકમા અફેર પ્રૂફ લગ્ન જીવન માટે, પતિ અને પત્નીએ પાંચ –પાંચ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો આપી છે .
(A) પતિએ લેવાની પાંચ તકેદારીઓ :
(૧) સ્નેહપૂર્ણ રહવું : મોટા ભાગની સ્ત્રીઓ પતિ તરફથી સ્નેહ અને હુંફની ઝંખના રાખે છે ,જેથી તે સલામતી ,સંરક્ષણ ,સાનુકૂળતા અને સંતોષ અનુભવે છે .પુરુષના ત્રણ વાક્યો તેને કાયમ માટે સમર્પિત રાખે છે .
૧. હું ગમે તેવા સંજોગોમા તારો બચાવ કરીશ ,તારી સંભાળ રાખીશ .
૨. તારા દુ:ખો –સમસ્યાઓમા તારી સાથે છું ..તારા દુ:ખ મારા દુ:ખ છે .
૩. હું માનું છું કે તું તારું કામ યોગ્ય રીતે કરે છે .તારા પર મને ગર્વ છે .
(૨) વાર્તાલાપ : મોટા ભાગની પત્નીઓ સામ –સામે બેસીને વાર્તાલાપ કરવાની ઝંખનાનો સંતોષ ઝંખતી હોય છે .જયારે પત્ની પ્રત્યે ,તેની વાતો પ્રત્યે પૂરતું ધ્યાન અપાય ત્યારે તેને મનગમતી કંપની મળે છે .તેને મળતા આ સમયને તે યાદો બનાવી લે છે .
(૩) પ્રમાણિકતા અને ખૂલ્લાદીલી : દરેક પત્ની ઝંખતી હોય છે કે પતિ પૂર્ણ પ્રમાણિક હોય .તેનો વિશ્વાસ અટલ રહે ,તથા પતિ એનાથી કશુંય છૂપાવે નહી .તેના આજની ,ગઈકાલની અને આવતી કાલની મોટા ભાગની બાબતો તે જાણતી હોય .આ ખૂલ્લાદીલી તેને પતિથી કાયમ એટેચ રાખે છે .
(૪) આર્થિક બાબતોને લગતી માંગોની વચન પૂર્તિ : પત્ની છે છે કે પોતાનો પતિ આર્થિક બાબતોમાં સુરક્ષા પ્રદાન કરે .તેના માટે જરૂરી ખર્ચ કરે .ભલે તેણી કમાતી હોય છતાં તેના માટે ખરીદી કરે ત્યારે તેને અતિ આનંદ થાય છે .
(૫) કૌટુંબિક વચનબદ્ધતા : દરેક પત્ની ચાહે છે કે પતિ એક જવાબદાર પિતાનો રોલ નિભાવે .મોટા ભાગની સ્ત્રીઓ ઇચ્છતી હોય છે કે પોતાનો પતિ બાળકોના શિક્ષણ ,સંસ્કાર અને વિકાસ માટે ઘરનો આદર્શ મોભી બને .
પ્રો.આઈ.જે .સૈયદ ક્રમશઃ
 

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ભૂતનું મનોવિજ્ઞાન

ભૂત શું છે ?
ભૂત અને ભૂતાવળ યુગોથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે .કેટલાક તેની તરફેણમાં
તો કેટલાક તેના વિરુદ્ધમાં ચળવળો ચલાવે છે .
અહી ,ભૂત –ભૂતાવળ અંગે વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ; આશા છે આપ
સૌને ગમશે .
જે લોકો અકાળે –હત્યા ,અકસ્માત કે આત્મહત્યાથી મુત્યુ પામ્યા હોય એવા લોકોને
જોયાનાં ,તેના અસ્તિત્વ હોવાનાં અનુભવને ‘’ભૂત જોયા કે પ્રતીત કર્યાનો અનુભવ ‘’
[Apparition] તરીકે ઓળખવામાં આવે છે .
આ અંગેનાં મોટા ભાગના સંશોધનોમા જોવા મળ્યું છે કે –આ અનુભવ માટે બે મુખ્ય પરિબળો માંથી એક પરિબળ ભાગ ભજવતું જોવા મળે છે . :
[૧] આત્મલક્ષી ઘટક [SUBJECTIVE] આ ઘટકો પૂર્ણત: મનની ભ્રમણાઓની નીપજ હોય છે .
[૨] વસ્તુલક્ષી ઘટક [OBJECTIVE ] આ ઘટકો એ મન દ્વારા સ્વીકારેલા ભૂતના વજુદના પુરાવારૂપ્ પરિબળો છે .
મનોવિજ્ઞાન અને પરામનોવિજ્ઞાન પણ આ ભૂત અંગેના અનુભવ [Apparitional Experience ] ને વિલક્ષણ અને ભ્રમિત પ્રત્યક્ષીકૃત અનુભવ [Quasi perceptual Experience] તરીકે ઓળખવે છે .તેની સમજૂતી પ્રમાણે તેમાં મુખ્ય બે સિદ્ધાંતો કામ કરે છે .

[૧] TOP DOWN -સિદ્ધાંત : [રિચાર્ડ લેન્ગટન ] પ્રમાણે બાહ્ય જગતમાંથી ભૂત અંગેની માન્યતાઓનું પ્રત્યક્ષીકરણ –પ્રક્રિયા દ્વારા મસ્તિષ્કમાં સ્થાપન થાય છે . સ્મૃતિ અને અપેક્ષાનાં રૂપમાં માનસિક તાણ ભૂત પ્રત્યક્ષીકરણને ઘડે છે .
[૨] BOTTOM UP સિદ્ધાંત : [જે.જે. ગીબ્સન ] પ્રમાણે બાહ્ય ભૌતિક સંવેદન –ઉદ્દીપનોને માનસિક સ્તરે સ્વીકારવાની તત્પરતા દાખવવાનું અને અજ્ઞાત પ્રત્યક્ષીકૃત અનુભવને માન્યતા આપવાનું વલણ ભૂત પ્રત્યક્ષીકરણને ઘડે છે .
યુ.કે.ની હાર્ટફોર્ડશ યુનિવર્સીટીનાં ડૉ.રીચાર્ડ વિશ્મેન અને તેના સાથીઓ દ્વારા ૧૦૦
વ્યક્તિઓ પર ભૂત અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું .
આ સંશોધનમાં એ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે-‘’ ભૂતિયા સ્થળોએ લોકો
બહોત છે એવું મને છે ,પરંતુ –શા માટે સાબિત કરી શકતા નથી ?’’
આ સંશોધન માટે યુ.કે.નાં બે ભૂતોના અડ્ડા તરીકે પ્રચલિત સ્થળો પસંદ કરવામાં
આવ્યા હતા . પ્રથમ સ્થળ હતું –હેપ્ટન કોર્ટ પેલેસ ,ઇંગ્લેન્ડ અને બીજું સ્થળ હતું સાઉથ બ્રીજ
વેંલ્ટસ

ઈડેનબર્ગ ,સ્કોટલેન્ડ .
આ અભ્યાસમાં ,તમામ ભાગ લેનાર ૧૦૦ વ્યક્તિઓને આ સ્થળ વિશેના ભૂતાવળ ભર્યા ભૂતકાળ અંગે માહિતી આપવામાં આવી હતી .
હેપ્ટન કોર્ટ અંગે કથા પ્રચલિત હતી કે અહીં હેન્રી ત્રીજાની પત્ની કેથેરીનની કાવતરાથી હત્યા કરવામાં આવી હતી .ભાગ લેનારાઓને અહીં બેસાડી તેઓને થયેલા અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે –આ સ્થળે ભયનો અનુંભવ થયો .
કેટલાકને ચાલવાના પગલાનો અવાજ સંભળયા , ઠંડી ભયાવ્હ્તાની લાગણીનો અનુભવ થાય છે એવું જણાવ્યું .
સાઉથ બ્રીજ –ઇડેનબર્ગનો અભ્યાસ પણ આ જ પ્રકારની મન :સ્તિથિ વ્યક્ત કરવામાં આવી.
આ સંશોધન પછી યુ.કે.નાં મનોવિજ્ઞાનીઓએ જાહેર કર્યુ કે –‘’આસપાસનાં ચોક્કસ વાતાવરણ પ્રત્યેના શરીર પ્રતિબોધ વડે ભૂત નામનું અર્થઘટન મનમાં પેસે છે
આ સંશોધનનું તારણ હતું કે –
‘’ દિલ ધ્રુજાવ્નારી ઠંડક ,આછું –આછું અંજવાળું ,અને સંમોહિત કરી દે તેવું વાતાવરણ [magnetic filds] આસપાસ ભૂત હોવાની લાગણી જન્માવે છે . પરંતુ આ માત્ર ,લાગણી જ હોય છે ,જે તમારા મસ્તિષ્કમાં પૂર્વેથી ,અપેક્ષિત મનોઈમેજનું જ પરિણામ હોય છે .’’
સંશોધકોના મતે પ્રમાણે ભૂતિયા સ્થળોએ ભૂત હોવાની માન્યતાને લોકો પુરાવારૂપે સ્વીકારે છે .
સદીઓથી જુદી જુદી સંસ્કૃતિમાં તેના હોવાના ,જોયાના ,અનુંભવ્યાના કિસ્સાઓ અને કથાઓ પ્રચલિત હોય છે .ભૂતાવળના આવા સ્થળોની મોજુદગી ભૂત હોવાની –અનુભવવાની વૃતિ –વલણને અનુમોદન આપે છે .ઉપરાંત ભૂતિયા સ્થળે ભૂત હોવાની પ્રતીતિ એ ખરેખર તો મન દ્વારા રચાયેલી સૃષ્ટિ હોય છે .,જે કદાચ વાતાવરણમાંથી સ્વીકારેલી સૂચનવસ્થાનું પરિણામ હોય શકે છે ..

ઉક્ત અભ્યાસ ,ભૂત અંગેના શુદ્ધ સ્પષ્ટીકરણ એટલે કે વસ્તુલક્ષી મનો ઘટના [Objective fenomena] પર આધારિત હતો .આ અભ્યાસનું આંકડાશાસ્ત્રીય તારણ એ નિકળ્યું કે –
[૧] ભૂતિયા સ્થળો વિશેની ડરાવનારી હકીકતો દ્વારા ડરાવી દે તેવું કોઈ સત્ય નોધાયું નથી .
[૨] લોકોની માન્યતા પ્રમાણેનો કોઈ નાનકડોય પુરાવો મળ્યો નથી .
ભૂત અંગેની સમજૂતીનો એક સિદ્ધાંત છે :’’વિભ્રમણાનાત્મ્ક ખ્યાલ ‘’[Hallucination Concept]
આ સિદ્ધાંત મુજબ વિભ્રમ મનોદશા ને કારણે ભૂત ભાળ્યા નો અહેસાસ થાય છે .આ અંગે સીગ્વિક ,જ્હોન્સન અને મેયરે ૧૯૮૬ -૧૯૯૪ વિગતો એકઠી કરી હતી .તેમાં જોવા મળ્યું કે –કુલ ૧૭૦૦૦ વિભ્રમણાનાત્મ્ક મનોદશાવાળા લોકોમાંથી ૨૦% લોકો પ્રાણીઓને ભૂત માની બેઠા હતા .૧૦% લોકોએ સ્વીકાર્યું હતું કે હા ,એ અમારી વ્હેમયુક્ત મનોદશા હતી .જયારે તેમના ૮૩૦ લોકોએ [શરૂઆતી વિભ્રમતાની –મનોદશાવાળા ] ખરેખર મૃત વ્યક્તિના ભૂતને જોયાનું કબૂલ્યું હતું .
આ પ્રકારની મનોદશા કેફી પીણાના સેવનથી ,અમુક ડ્રગ્સથી અને ખાસ માન્યતાવાળા પ્રભાવથી પણ જન્મી શકે છે .માર્વોમેટીસ અને એર્વુંડે [૧૯૮૨-૮૭] પોતાના અભ્યાસોમાં નોંધ્યું હતું કે ,,ભૂતાવળ દર્શન એ મનમાં જન્મતી માનસિક છબીઓ [Mentl imagery ] રૂપ એવી સભાન કે અભાન સ્થિતિ છે જે વાસ્તવિક અનુભવમાં ફેરવાઈ જાય છે .અ સ્થિતિ બે પ્રકારની હોય છે :
[૧] જાગ્રતાવસ્થા [Hypnompic state ] [૨] તંદ્રાવસ્થા [Hpnagogoc state] ભૂતાવળ દર્શનનાં ખ્યાલને સમજાવતી મુખ્ય ત્રણ સ્પષ્ટતાઓ જોઈએ :
[૧] પોષક ગ્રાહ્કતા [Absortion ] :
પોષક ગ્રાહ્કતા એ વાસ્તવિક સ્થિતિને અવગણીને ખાસ વિષય પર ધ્યાનને ખેંચી જવાની મન :સ્થિતિ છે. વ્યક્તિનું મન વિશેષ છબીનું ચિત્રણ કરવા તત્ત્પર હોય છે ,તેથી વાસ્તવિક સમજણને ઓળંગીને અતિશયોકિત પૂર્ણ રીતે ચોક્કસ બાબતને સ્વીકારવાનું પસંદ કરે છે .આવા લોકો પોતાની જરૂરિયાત અને મ્હેચ્છા પ્રમાણે જ બધું બને એવા આગ્રહવાળા હોય છે .આવા લોકોની મનોદશા વાસ્તવિક તપાસની ક્ષમતા અવરોધાયેલી હોય છે .પરંતુ આવા લોકો માનસિક રોગી નથી હતા
[૨] દિવાસ્વપ્ન મનોદશા [Fantasy Proness]
ડૉ .વાસ્મેને શોધ્યું છે કે જે વ્યક્તિત્ત્વ વધુ સંવેદનશીલ ,કાલ્પનિક જગતમાં વિહરનારું હોય છે તથા એ વ્યક્તિમાં પૂર્વેથી માન્યતા દ્રઢ થયેલી હોય છે ,એવા લોકો સામે અવાવરું જગ્યાનું વાતાવરણ ચોક્કસ ભૂત હોવાનો અનુભવ જન્માવી શકે છે .
સંશયવાદીઓ [Sceptics] એ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો છે કે ભૂત જોયાનો અનુભવએ મોટે ભાગે વ્યક્તિ એ સ્થળના ઇતિહાસ અને અકાળે અવગતે ગયેલી લોકોની કથાને માનસમાં સંગ્રહી હોય છે તેનું પરિણામ છે .
વિલ્સન અને બર્બ્રે નોધ્યું છે કે આવા લોકો પૂર્ણ રીતે ભૂતને જૂએ છે .સાંભળે છે .અને સ્પર્શનો અનુભવ કરે છે .તેમાનાં કેટલાક આંખો બંધ કરીને આવો અનુભવ કરે છે .
આવા લોકો મોટે ભાગે માનસિક રીતે રુગ્ણ જોવા મળે છે .વાસ્તવિક રીતે કોઈ વસ્તુને જોવા ,મૂલવવાને બદલે આવા લોકો કાલ્પનિક આધારોથી ચાલવાવાળા હોય છે .
[૩] જ્ઞાનાત્મક વિક્ષિપ્તતા [Perceptual Schizotypy]
આવા લોકો માનસિક રીતે રોગીઓ હોય છે .આવા લોકોને psychosis proneness તરીકે ઓળખવામાં આવે છે .આવા લોકો ચિતભ્રમ ની અવસ્થાને લીધે અનેક પ્રકારના અસામાન્ય [Unusal] અનુભવો કરી શકે છે .તેમાં ત્રણ પ્રકારનાં મનોવિકૃત લક્ષણો જોવા મળે છે .
[૧] જ્ઞાનાત્મક પ્રત્યક્ષીકરણની ખામી [૨] આંતર વૈયક્તિકતાની ખામી [૩] અંતરીક વિઘટનની સ્થિતિ .
ઉક્ત ઘટકોવાળા મનોરોગીઓ મોટે ભાગે ભૂતાવળ ની દુનિયા નિહાળતા હોય છે .
આમ ,ભૂત હોવાનો અહેસાસ એ વ્યક્તિની જ્ઞાનાત્મક –પ્રત્યક્ષીકરણની દૂષિત મન :સ્થિતિ કે વિભ્રમનાંત્મક મનોદશાનું જ ફળ છે .

 

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ભૂતનું મનોવિજ્ઞાન

ભૂત શું છે ?
ભૂત અને ભૂતાવળ યુગોથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે .કેટલાક તેની તરફેણમાં
તો કેટલાક તેના વિરુદ્ધમાં ચળવળો ચલાવે છે .
અહી ,ભૂત –ભૂતાવળ અંગે વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ; આશા છે આપ
સૌને ગમશે .
જે લોકો અકાળે –હત્યા ,અકસ્માત કે આત્મહત્યાથી મુત્યુ પામ્યા હોય એવા લોકોને
જોયાનાં ,તેના અસ્તિત્વ હોવાનાં અનુભવને ‘’ભૂત જોયા કે પ્રતીત કર્યાનો અનુભવ ‘’
[Apparition] તરીકે ઓળખવામાં આવે છે .
આ અંગેનાં મોટા ભાગના સંશોધનોમા જોવા મળ્યું છે કે –આ અનુભવ માટે બે મુખ્ય પરિબળો માંથી એક પરિબળ ભાગ ભજવતું જોવા મળે છે . :
[૧] આત્મલક્ષી ઘટક [SUBJECTIVE] આ ઘટકો પૂર્ણત: મનની ભ્રમણાઓની નીપજ હોય છે .
[૨] વસ્તુલક્ષી ઘટક [OBJECTIVE ] આ ઘટકો એ મન દ્વારા સ્વીકારેલા ભૂતના વજુદના પુરાવારૂપ્ પરિબળો છે .
મનોવિજ્ઞાન અને પરામનોવિજ્ઞાન પણ આ ભૂત અંગેના અનુભવ [Apparitional Experience ] ને વિલક્ષણ અને ભ્રમિત પ્રત્યક્ષીકૃત અનુભવ [Quasi perceptual Experience] તરીકે ઓળખવે છે .તેની સમજૂતી પ્રમાણે તેમાં મુખ્ય બે સિદ્ધાંતો કામ કરે છે .

[૧] TOP DOWN -સિદ્ધાંત : [રિચાર્ડ લેન્ગટન ] પ્રમાણે બાહ્ય જગતમાંથી ભૂત અંગેની માન્યતાઓનું પ્રત્યક્ષીકરણ –પ્રક્રિયા દ્વારા મસ્તિષ્કમાં સ્થાપન થાય છે . સ્મૃતિ અને અપેક્ષાનાં રૂપમાં માનસિક તાણ ભૂત પ્રત્યક્ષીકરણને ઘડે છે .
[૨] BOTTOM UP સિદ્ધાંત : [જે.જે. ગીબ્સન ] પ્રમાણે બાહ્ય ભૌતિક સંવેદન –ઉદ્દીપનોને માનસિક સ્તરે સ્વીકારવાની તત્પરતા દાખવવાનું અને અજ્ઞાત પ્રત્યક્ષીકૃત અનુભવને માન્યતા આપવાનું વલણ ભૂત પ્રત્યક્ષીકરણને ઘડે છે .
યુ.કે.ની હાર્ટફોર્ડશ યુનિવર્સીટીનાં ડૉ.રીચાર્ડ વિશ્મેન અને તેના સાથીઓ દ્વારા ૧૦૦
વ્યક્તિઓ પર ભૂત અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું .
આ સંશોધનમાં એ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે-‘’ ભૂતિયા સ્થળોએ લોકો
બહોત છે એવું મને છે ,પરંતુ –શા માટે સાબિત કરી શકતા નથી ?’’
આ સંશોધન માટે યુ.કે.નાં બે ભૂતોના અડ્ડા તરીકે પ્રચલિત સ્થળો પસંદ કરવામાં
આવ્યા હતા . પ્રથમ સ્થળ હતું –હેપ્ટન કોર્ટ પેલેસ ,ઇંગ્લેન્ડ અને બીજું સ્થળ હતું સાઉથ બ્રીજ
વેંલ્ટસ

ઈડેનબર્ગ ,સ્કોટલેન્ડ .
આ અભ્યાસમાં ,તમામ ભાગ લેનાર ૧૦૦ વ્યક્તિઓને આ સ્થળ વિશેના ભૂતાવળ ભર્યા ભૂતકાળ અંગે માહિતી આપવામાં આવી હતી .
હેપ્ટન કોર્ટ અંગે કથા પ્રચલિત હતી કે અહીં હેન્રી ત્રીજાની પત્ની કેથેરીનની કાવતરાથી હત્યા કરવામાં આવી હતી .ભાગ લેનારાઓને અહીં બેસાડી તેઓને થયેલા અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે –આ સ્થળે ભયનો અનુંભવ થયો .
કેટલાકને ચાલવાના પગલાનો અવાજ સંભળયા , ઠંડી ભયાવ્હ્તાની લાગણીનો અનુભવ થાય છે એવું જણાવ્યું .
સાઉથ બ્રીજ –ઇડેનબર્ગનો અભ્યાસ પણ આ જ પ્રકારની મન :સ્તિથિ વ્યક્ત કરવામાં આવી.
આ સંશોધન પછી યુ.કે.નાં મનોવિજ્ઞાનીઓએ જાહેર કર્યુ કે –‘’આસપાસનાં ચોક્કસ વાતાવરણ પ્રત્યેના શરીર પ્રતિબોધ વડે ભૂત નામનું અર્થઘટન મનમાં પેસે છે
આ સંશોધનનું તારણ હતું કે –
‘’ દિલ ધ્રુજાવ્નારી ઠંડક ,આછું –આછું અંજવાળું ,અને સંમોહિત કરી દે તેવું વાતાવરણ [magnetic filds] આસપાસ ભૂત હોવાની લાગણી જન્માવે છે . પરંતુ આ માત્ર ,લાગણી જ હોય છે ,જે તમારા મસ્તિષ્કમાં પૂર્વેથી ,અપેક્ષિત મનોઈમેજનું જ પરિણામ હોય છે .’’
સંશોધકોના મતે પ્રમાણે ભૂતિયા સ્થળોએ ભૂત હોવાની માન્યતાને લોકો પુરાવારૂપે સ્વીકારે છે .
સદીઓથી જુદી જુદી સંસ્કૃતિમાં તેના હોવાના ,જોયાના ,અનુંભવ્યાના કિસ્સાઓ અને કથાઓ પ્રચલિત હોય છે .ભૂતાવળના આવા સ્થળોની મોજુદગી ભૂત હોવાની –અનુભવવાની વૃતિ –વલણને અનુમોદન આપે છે .ઉપરાંત ભૂતિયા સ્થળે ભૂત હોવાની પ્રતીતિ એ ખરેખર તો મન દ્વારા રચાયેલી સૃષ્ટિ હોય છે .,જે કદાચ વાતાવરણમાંથી સ્વીકારેલી સૂચનવસ્થાનું પરિણામ હોય શકે છે ..

ઉક્ત અભ્યાસ ,ભૂત અંગેના શુદ્ધ સ્પષ્ટીકરણ એટલે કે વસ્તુલક્ષી મનો ઘટના [Objective fenomena] પર આધારિત હતો .આ અભ્યાસનું આંકડાશાસ્ત્રીય તારણ એ નિકળ્યું કે –
[૧] ભૂતિયા સ્થળો વિશેની ડરાવનારી હકીકતો દ્વારા ડરાવી દે તેવું કોઈ સત્ય નોધાયું નથી .
[૨] લોકોની માન્યતા પ્રમાણેનો કોઈ નાનકડોય પુરાવો મળ્યો નથી .
ભૂત અંગેની સમજૂતીનો એક સિદ્ધાંત છે :’’વિભ્રમણાનાત્મ્ક ખ્યાલ ‘’[Hallucination Concept]
આ સિદ્ધાંત મુજબ વિભ્રમ મનોદશા ને કારણે ભૂત ભાળ્યા નો અહેસાસ થાય છે .આ અંગે સીગ્વિક ,જ્હોન્સન અને મેયરે ૧૯૮૬ -૧૯૯૪ વિગતો એકઠી કરી હતી .તેમાં જોવા મળ્યું કે –કુલ ૧૭૦૦૦ વિભ્રમણાનાત્મ્ક મનોદશાવાળા લોકોમાંથી ૨૦% લોકો પ્રાણીઓને ભૂત માની બેઠા હતા .૧૦% લોકોએ સ્વીકાર્યું હતું કે હા ,એ અમારી વ્હેમયુક્ત મનોદશા હતી .જયારે તેમના ૮૩૦ લોકોએ [શરૂઆતી વિભ્રમતાની –મનોદશાવાળા ] ખરેખર મૃત વ્યક્તિના ભૂતને જોયાનું કબૂલ્યું હતું .
આ પ્રકારની મનોદશા કેફી પીણાના સેવનથી ,અમુક ડ્રગ્સથી અને ખાસ માન્યતાવાળા પ્રભાવથી પણ જન્મી શકે છે .માર્વોમેટીસ અને એર્વુંડે [૧૯૮૨-૮૭] પોતાના અભ્યાસોમાં નોંધ્યું હતું કે ,,ભૂતાવળ દર્શન એ મનમાં જન્મતી માનસિક છબીઓ [Mentl imagery ] રૂપ એવી સભાન કે અભાન સ્થિતિ છે જે વાસ્તવિક અનુભવમાં ફેરવાઈ જાય છે .અ સ્થિતિ બે પ્રકારની હોય છે :
[૧] જાગ્રતાવસ્થા [Hypnompic state ] [૨] તંદ્રાવસ્થા [Hpnagogoc state] ભૂતાવળ દર્શનનાં ખ્યાલને સમજાવતી મુખ્ય ત્રણ સ્પષ્ટતાઓ જોઈએ :
[૧] પોષક ગ્રાહ્કતા [Absortion ] :
પોષક ગ્રાહ્કતા એ વાસ્તવિક સ્થિતિને અવગણીને ખાસ વિષય પર ધ્યાનને ખેંચી જવાની મન :સ્થિતિ છે. વ્યક્તિનું મન વિશેષ છબીનું ચિત્રણ કરવા તત્ત્પર હોય છે ,તેથી વાસ્તવિક સમજણને ઓળંગીને અતિશયોકિત પૂર્ણ રીતે ચોક્કસ બાબતને સ્વીકારવાનું પસંદ કરે છે .આવા લોકો પોતાની જરૂરિયાત અને મ્હેચ્છા પ્રમાણે જ બધું બને એવા આગ્રહવાળા હોય છે .આવા લોકોની મનોદશા વાસ્તવિક તપાસની ક્ષમતા અવરોધાયેલી હોય છે .પરંતુ આવા લોકો માનસિક રોગી નથી હતા
[૨] દિવાસ્વપ્ન મનોદશા [Fantasy Proness]
ડૉ .વાસ્મેને શોધ્યું છે કે જે વ્યક્તિત્ત્વ વધુ સંવેદનશીલ ,કાલ્પનિક જગતમાં વિહરનારું હોય છે તથા એ વ્યક્તિમાં પૂર્વેથી માન્યતા દ્રઢ થયેલી હોય છે ,એવા લોકો સામે અવાવરું જગ્યાનું વાતાવરણ ચોક્કસ ભૂત હોવાનો અનુભવ જન્માવી શકે છે .
સંશયવાદીઓ [Sceptics] એ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો છે કે ભૂત જોયાનો અનુભવએ મોટે ભાગે વ્યક્તિ એ સ્થળના ઇતિહાસ અને અકાળે અવગતે ગયેલી લોકોની કથાને માનસમાં સંગ્રહી હોય છે તેનું પરિણામ છે .
વિલ્સન અને બર્બ્રે નોધ્યું છે કે આવા લોકો પૂર્ણ રીતે ભૂતને જૂએ છે .સાંભળે છે .અને સ્પર્શનો અનુભવ કરે છે .તેમાનાં કેટલાક આંખો બંધ કરીને આવો અનુભવ કરે છે .
આવા લોકો મોટે ભાગે માનસિક રીતે રુગ્ણ જોવા મળે છે .વાસ્તવિક રીતે કોઈ વસ્તુને જોવા ,મૂલવવાને બદલે આવા લોકો કાલ્પનિક આધારોથી ચાલવાવાળા હોય છે .
[૩] જ્ઞાનાત્મક વિક્ષિપ્તતા [Perceptual Schizotypy]
આવા લોકો માનસિક રીતે રોગીઓ હોય છે .આવા લોકોને psychosis proneness તરીકે ઓળખવામાં આવે છે .આવા લોકો ચિતભ્રમ ની અવસ્થાને લીધે અનેક પ્રકારના અસામાન્ય [Unusal] અનુભવો કરી શકે છે .તેમાં ત્રણ પ્રકારનાં મનોવિકૃત લક્ષણો જોવા મળે છે .
[૧] જ્ઞાનાત્મક પ્રત્યક્ષીકરણની ખામી [૨] આંતર વૈયક્તિકતાની ખામી [૩] અંતરીક વિઘટનની સ્થિતિ .
ઉક્ત ઘટકોવાળા મનોરોગીઓ મોટે ભાગે ભૂતાવળ ની દુનિયા નિહાળતા હોય છે .
આમ ,ભૂત હોવાનો અહેસાસ એ વ્યક્તિની જ્ઞાનાત્મક –પ્રત્યક્ષીકરણની દૂષિત મન :સ્થિતિ કે વિભ્રમનાંત્મક મનોદશાનું જ ફળ છે .

 

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

૧.પ્રેમનું મનોવિજ્ઞાન
પ્રસ્તાવના ચાલુ ….

આજે પ્રેમનો અભ્યાસ વ્યવસાયિક ધોરણે પણ શરૂ થયો છે .મનોવૈજ્ઞાનિકોએ પ્રેમના અભ્યાસોમાં ફતેહ મેળવી છે .આખરે મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કરી
તેના પર પકડ મેળવી છે .પ્રેમ શું છે ? તેના ઉદભવ કઈ રીતે થયો ? તેનો
વિકાસ કઈ રીતે થયો ? વગેરે પ્રશ્નોના ઉતરો મેળવાયા છે .આ અંગે વિસ્તૃત
મનોવૈજ્ઞાનિક ‘’પ્રેમ સંશોધનો ‘’નો ચિતાર આપતો રોબર્ટ સ્ટર્નબર્ગ અને બારનેસનો સંપાદિત ગ્રંથ- THE PSYCHOLGY OF LOVE ‘’[ યેલ યુનિવર્સીટી –અમેરિકા ] જિજ્ઞાસુઓએ વાંચવો જ રહ્યો ..આ ઉપરાંત ખ્યાત મનોવિજ્ઞાનીઓ
લેવિન્ગ્રર ,હેટ ફીલ્ડ ,બાયરન અને બર્સ ચીલ્ડનાં અભ્યાસોએ પ્રેમ સંશોધનોને
એક નવિ દિશા આપી .ઉપરાંત સમાજ મનોવૈજ્ઞાનિકો શેવર ,હેઝ્ન અને બ્રેડશોએ
કરેલા પ્રેમ સંશોધનોને આવકાર મળ્યો છે .એ જ રીતે બૂસનાં પ્રેમ અંગેના ઉત્ક્રાંતિનો જીવ શાસ્ત્રીય ખ્યાલ અને મનોવિજ્ઞાન ,ડિઓન અને ડિઓનનાં
પ્રેમ ,વ્યક્તિત્વ અને સાસ્કૃતિક માનવશાસ્ત્ર, લેવિંગરના પ્રેમ અને સામાજિક પરિપ્રેક્ષ ,હેટ ફિલ્ડનાં પ્રેમના વર્તનવાદી અભ્યાસ ,તથા હેલન ફિશરનાં એનોટોમી
ઓફ લવ વગેરે પ્રેમ અંગેના માન્ય અભ્યાસો છે .
આટલા વિપુલ પ્રમાણમાં અભ્યાસો છતાં ,હજુ પણ પ્રેમનું વિજ્ઞાન શૈશવ
કાળમાં છે .હજુ તેના ખ્યાલને સંપૂર્ણતાની મહોર લાગી નથી ,કારણ કે ,પ્રેમની વ્યાખ્યા પ્રત્યેક વ્યક્તિએ બદલાય છે .આ અંગે કેટલીક વિરોધી વિચારધારાઓ પણ ચાલે છે .વિરોધીઓ સવાલ કરે છે કે –પ્રેમ વલણ છે ? આવેગ છે ? વર્તન ભાત છે ? કે અંતરંગ અભિમુખતા છે કે બે પત્રોનું મોલન છે ? તે ગંભીરતા છે કે એક કામુક્તાની રમત છે ? આવા તમામ પ્રશ્નોના ઉતરો મેળવવા સંશોધનકારો
એ પ્રયાસ કર્યા છે .
ઘણા વિરોધ છતાં પ્રેમના ખાલોનું એકીકરણ કરવામાં સફળતા મળી છે છેલ્લા વર્ષોમાં સમાજ મનોવૈજ્ઞાનિકોએ પ્રેમ સંદર્ભે નોધપાત્ર અભ્યાસો આપ્યા છે .
સંશોધનો ચાલે છે ..આ અભ્યાસોથી નવા –નવા અભિગમો બહાર આવ્યા છે .આ અભ્યાસોએ પ્રેમના નવોન ખ્યાલોની સમજણ આપવામાં મોટો ફાળો આપ્યો છે .અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં ‘’આવેગ ખ્યાલ ‘’સમજાયો છે ..તેની સાથે ક્રોસ કલ્ચર અભ્યાસો થતા ચીન ,અમેરિકા ,ઇટલી કેનેડા જેવા દેશોમાં પ્રેમ વિશે ક્રોસ કલ્ચર અભાસો થયા છે …પરિણામે પ્રેમના ‘’આવેગિક ખ્યાલ ‘’ની વૈજ્ઞાનિક સમજ –સ્પષ્ટતા વિશ્વને નવિ રીતે પ્રાપ્ત થઈ ..અને સાથે સાથે પ્રેમ અંગેના સૂક્ષ્મ તફાવતોને પણ સ્થાન મળ્યું છે .

ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

પ્રેમનું મનોવિજ્ઞાન ચાલુ ..
પ્રેમની આવશ્યકતા, મનોવિજ્ઞાનમાં ગંભીરતાથી સ્વીકારાય હોવા છતાં સંશોધન સંદર્ભે તેની કરુણ ઉપેક્ષા કરવામાં આવી હતી .જેસુટ ,માર્ટીન અને ડીઅર્સ [૧૯૫૨] કહ્યું હતું ,’’જો આ વિષય પર પ્રાયોગિક શોધની એકતા થાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે તો પ્રેમના ખ્યાલની મોટી સેવા ગણાશે .’’ એ જ અરસામાં હેરી હર્લોએ આ સંદર્ભે અમેરિકન સાઇકોલોજી એસોસિયેશનનાં પ્રથમ પ્રમુખી ભાષણમાં કહ્યું હતું કે ,’’મનોવિજ્ઞાનીઓ પોતાના ખાસ કર્તવ્યોમાં નિષ્ફળ ગયા છે .પ્રેમ અંગે આપણી જાણકારી ઘણી ઓછી હોવા છતાં તે અંગે ઘણું જાણતા હોવાનો દાવો કર્યો છે .સદીની શરૂઆતથી જ મનોવૈજ્ઞાનિકોએ પ્રેમ વિના ચલાવ્યું છે અને હજુ પણ ફેર પડ્યો નથી .આપણે એ અંગે જ લખીએ છીએ તેનાથી વધુ સારું લેખકો કવિઓ અને નવલકથાકારોએ લખ્યું છે .’’ફ્રોઈડથી ફ્રોમ અને પછી મેસ્લોએ પ્રેમની ચર્ચા કરી છે ,પરંતુ કેટલાક અપવાદો સિવાય રોમાંચક પ્રેમ અંગે ખાસ સંશોધનો થયા ન હતા .બોલ્બી અને હારલોએ જે થોડો ઘણો પ્રકાશ ફેક્યો હતો તે સંદર્ભે ઝીક રુબીને [૧૯૬૮ ] સૌ પ્રથમ રોમાંચક પ્રેમના વ્યવસ્થિત સંશોધન માટે પ્રયાસ કર્યો ત્યારે મનોવૈજ્ઞાનિકોએ ખાસ સહકાર ન આપ્યો .તેને પૂછવામાં આવ્યું હતું કે ,’’તમે શા માટે પ્રેમ માપન કરો છો ? જ્ઞાનાત્મક પાસાથી વિરુદ્ધના વિષયમાં ખેડાણ કરવાનો ખાસ મતલબ નથી .’’ આવા પ્રતિભાવોથી ઝિક રૂબીનને આ વિષયમાં આગળ ખેડાણ કરવા માટે નિરાશા સાપડી .ત્યાર બાદ બે દસકા સુધી કોઈ ખાસ ખેડાણ આ વિષય ઉપર થયું નહી .મનોવૈજ્ઞાનિક સ્ટેન્લી હોલે સૌ પ્રથમ વાર પ્રેમને મુખ્ય વિષય ગણવાની મંજૂરી યુનાઇટેડ સ્ટેટ્સ પાસે માંગી .અહીંથી પ્રેમ સંશોધન વિમુખાતાનો ગાળો પૂરો થયો અને મનોવિજ્ઞાનમાં તેને એક સંશોધનનાં વિષય તરીકે સ્થાન પ્રાપ્ત થયું .અનેક મનોવૈજ્ઞાનિકોએ પ્રેમના અભ્યાસમાં ઝુકાવ્યું .

ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન, વિશેષ | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

[૧.] પ્રેમનું મનોવિજ્ઞાન ..
પ્રસ્તાવના : પ્રેમ અંગે સમાજમાં યુગોથી અનેક વિચારો પ્રચલિત રહ્યા છે .યુગોથી વિચારકો અને લેખકો પ્રેમની ગહનતાને સુલઝાવવા મથતા રહ્યા છે ..દંતકથાઓ .કવિતાઓ અને નવલ કથાઓનો લાંબો ઇતિહાસ આ પ્રેમ શબ્દની આસપાસ નોંધાયેલો પડ્યો છે ..
પેમ ? તે કાયમ પ્રશ્નાર્થ છે ..સદીઓથી આ શબ્દનો પરિચય માંગતો રહ્યો છે ..યુગે યુગે પ્રત્યુતર અપાતો રહ્યો છે .છતાં હજારો વર્ષોથી તેના વિશે લખાતું રહ્યું છે ..અને આજે પણ લખાય છે .
સોળમી સદીનાં કવિ જ્હોન સક્લીન્ગે તેના કાવ્યમાં મૂજવણ વ્યક્ત કરી હતી કે ‘’ પ્રેમ એક એવું રહસ્ય છે ,જેને હું શોધી નથી શકયો કારણ કે ,જયારે હું તેને સુન્દરતમ પ્રયત્નોથી સમજી લઉં છું ત્યારે જ મને લાગે છે કે હું વહેમમાં છું ..’’

પ્રેમ લાગણી કરતા ઊંડી બાબત છે .તે અનેકમાં એક છે .અને એકમાં અનેક છે .એસ્કીમોની ભાષામાં બરફ માટે ૬૦ શબ્દો છે .એક બરફ માટે આટલા શબ્દો ?
તેઓ આ શબ્દનો સાચો અર્થ વર્ણવવામાં કેટલી મુશ્કેલી અનુંભવતા હશે ? આપણી ભાષામાં તેના જેવો શબ્દ છે ‘પ્રેમ ‘..ખરેખર માનવીય પ્રેમ જટિલ છે .તેની લાક્ષણીકતાઓ પકડવી સહેલી છે પરંતુ તેનો વસ્તુલક્ષી અર્થ કરવો સહેલો નથી .
પ્લેટોથી માંડી માર્ટીન લ્યૂથર સુધીના તત્વજ્ઞાનીઓ એ પ્રેમની ચર્ચા કરી છે .આપણા ધર્મો ,અદ્યાત્મ અને સાહિત્યમાં પણ તેની સમજૂતી અપાતી રહી છે .પરંતુ પ્રેમ અંગે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનો બહુ ઓછા થયા હતા .
પરમ્પરાગત મનોવૈજ્ઞાનિક સાહિત્યમાં પ્રેમ અભ્યાસ વિષય તરીકે સ્થાન પામેલ નથી .. ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

મિત્રો આજે ,સાંજે વાંચો પ્રેનું મનોવિજ્ઞાન મારા બ્લોગ પર ..આઈ.જે.સૈયદ

Posted in વિશેષ | Leave a comment

પ્રાર્થના -૩

પ્રાર્થના -૩

પ્રાર્થના છે ધૈર્યપૂર્ણ  પ્રતીક્ષા…..

પ્રાર્થના સ્વાદ છે …

પ્રાર્થના સ્વાદ છે ..ધૈર્યપૂર્ણ પ્રતીક્ષાનો ….

જાણે –

અંતરે એક મીઠાશ ભરાય ,

ભીતરે જાણે મધુ કળશ ઢોળાય

રોમ રોમ મસતી છલકાય …

આંખોમાં મદહોશી ડોકાય

ચરણો શરાબીની જેમ લથડવા લાગે

આવી ક્ષણોની પ્રતીક્ષા પ્રાર્થના છે …

પ્રાર્થનાનાં બે અંગો છે .પ્રાર્થના અને પ્રતીક્ષા .

પ્રાર્થના કરતા પ્રતીક્ષાનું મૂલ્ય અધિક છે .

પ્રાર્થના તો ઘણા કરે છે ,

પ્રતીક્ષા ઘણા ઓછા લોકો કરી શકે છે …

અને જે પ્રતીક્ષા કરી શકે છે

તેઓની પ્રાર્થના પૂર્ણ ગણાય છે …

ઓશોની દ્રષ્ટીએ પ્રતીક્ષાનો અર્થ છે :

‘મેં મારી પ્રાર્થના કરી લીધી .’

પરંતુ મારી પ્રાર્થના આ ક્ષણે

પૂર્ણ થાય ,એવી આકાક્ષા પણ નથી ….

પૂરી થાય એવી આશા છે ,

પરતું અપેક્ષા નથી ..હા ,છે તો

બસ ,ધૈર્ય સાથેની અનંત પ્રતીક્ષા …

આજે ,કાલે ,વર્ષો સુધી ,અરે

જન્મોજન્મ સુધી પ્રતિક્ષા નું ધૈર્ય ….આવા અનંત ધૈર્યથી જે

પ્રાર્થના કરે છે ,તેની એ જ ક્ષણે પ્રાર્થના પૂરી થાય છે ..

અને જેણે ધૈર્ય ખોઈ નાખ્યું તેની પ્રાર્થના કદી  પૂરી નહી થાય

કારણ કે ધૈર્ય પ્રાર્થનાનો પ્રાણ છે …

ઓશો કહે છે –

પ્રતીક્ષામાં પણ અનોખું સુખ છે …

એક શાંતિ છે …

અધૈર્ય માં દુ;ખ છે ..તણાવ છે ..ચિંતા છે ..

બેચેની છે …દ્વન્દ્વ છે …

ધૈર્ય નો અર્થ જ છે કે ‘થશે ‘ નિશ્ચિત  થશે ..

ગમે તેટલો સમય થાય ..ત્યાં અન્યાય નથી .

ધૈર્ય તો છે ,તમારી પાત્રતા પૂર્ણ કરવાનો સમય .

બીજ વાવ્યું છે ,કૂપળ ફૂટશે ..

ઋતુ આવશે …સમય આવશે ..બીજ વૃક્ષ બનશે .

બીજ નાખી પાણી પાતા રહો …..

અને પ્રતીક્ષા કરો .

એક દિવસ અવશ્ય ફળ આવશે ……

પરતું જો ઉતાવળ કરી ,તો ભટકાવની સંભવના છે .

ત્યાં ઉતાવળ નહી ચાલે …

ધીમે ,ધીમે પોકાર કરતા જાઓ .

પોકારની તીવ્રતા વધતા જાઓ .

દીવાનગીનું ગીત ગાતા જાઓ .

એક દિવસે એ ગીત તમારા માટે

મિલન ગીત બની જશે .

ક્રમશઃ

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

પ્રાર્થના -૨

પ્રાર્થના -૨

પ્રાર્થના છે સવેદનશીલ હૃદયનો મહાઉત્સવ

 

ઓશો કહે છે –

સવેદનશીલ બનો .પ્રાર્થના સ્વયંભુ પ્રગટશે .

પ્રાર્થના તો છે –

આંખો ખોલી …હ્રદય ખોલી આ અસ્તિત્વનો જે મહોત્સવ ચાલી રહ્યોછે તેમાં ઓતપ્રોત થઈ જવાનું નામ .

પ્રાર્થના છે અનંત વિરાટ પ્રત્યે હ્રદયમાં જાગતો પ્રેમ .

જેઓ હ્રદયના દ્વાર ખોલી પ્રતીક્ષા કરે છે ,તેને  તે પ્રાપ્ત થાય છે .

સવેદનશીલ હ્રદયના અનુભવ થકી

હ્રદયનું કમળ ખીલ્યું એ જ  પ્રાર્થના .

પ્રાર્થના કવિ હ્રદય માંથી  જાગે છે .

પ્રાર્થના કલાત્મક દ્રષ્ટિ છે .

એક સૌન્દર્ય બોધ  છે.

પ્રાર્થના છે હાર્દિક …..

હ્રદયને ન સંપ્રદાય છે ન શાસ્ત્ર ..

હ્રદયનો સંબંધ તો –

ઉત્સવ સાથે છે ,

સંગીત સાથે છે ,

નૃત્ય સાથે છે ..

હ્રદયનું નૃત્ય

હ્રદયનું સંગીત અને

હ્રદયના ઉત્સવનું નામ પ્રાર્થના છે .

ઉત્સવભરી  આંખીથી જગતને જોવાની ક્ષમતા હોય તો –

ચોવીસ કલાકનું  જીવન પ્રાર્થનામાં રૂપાંતરિત થઈ જાય .

અસ્તિત્વ સાથેનો ઓતપ્રોત સવેદનશીલ હ્રદયોત્સવ સૌથી ઉંચી પ્રાર્થના છે .

ઓશો કહે છે –

વૃક્ષ લીલા છે …તમે લીલા થઈ જાઓ ,.

પ્રાર્થના થઈ ગઈ .

ફૂલ ખીલ્યા છે ..તમે ખીલી જાઓ ,

પ્રાર્થના થઈ ગઈ .

આ હવા નર્તન કરી રહી છે ..તમે પણ નાચો ,

પ્રાર્થના થઈ ગઈ .

જેની આંખોમાં ઉત્સવ તરંગો છે ,

તેને પક્ષીઓના ગાનમાં પ્રાર્થના સંભળાય છે .

સવારે ઉગતા સૂર્યમાં પ્રાર્થનાનો આવિર્ભાવ દેખાય છે .

જેને સવારના ઉગતા સૂર્યમાં પ્રાર્થના નથી દેખાતી ,.

તેને કદી ,

પરમાત્મા નહી દેખાય ……

જ્યાં જ્યાં તમને

સૌન્દર્યનો

સંગીતનો

લયબદ્ધતા નો

રસમયતા નો બોધ થાય …..

ત્યાં ત્યાં –હ્રદય ખોલી બેસી જાઓ …

તે જ મંદિર છે ..

તે જ તિર્થ છે ….

સવેદ્ન્શીલતા ભર્યો પ્રાર્થના નો સ્વાદ માણો .

સંવેદ્ન્શીલા જેટલી વધુ ,

પ્રાર્થના નો અનુભ એટલો જ પ્રગાઢ …

આ પ્રગાઢ હ્ર્ડ્યોત્સ્વની ભાવભૂમિમાં –ખરી

પ્રાર્થના નાં ફૂલ ખીલેશે ..અને પછી

આ ફૂલો તમને  જે ,કહે તે કરજો …

આ ફૂલોના સંબધની પાંખે

પરમાત્મા તમારા સુધી આવી પહોચશે …

[ક્રમશઃ ]

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

કાવ્યાનંદ

કવિતા કી કહાની

[૨] હરેશ ‘તથાગત ‘કી કલમ જુબાનની :

હું કવિતા ,આજે હરેશ ‘તથાગત ‘નાં કાવ્યોમાં પ્રગટેલા મારા પરિચયની વાત કરીશ .

‘’ કૈ રહસ્યો ઊઘડે ,એવું બને ,

કોયડાઓ ઊકલે એવું બને .’’

હું ,કવિતા ,કુદરતના કઈ –કેટલાય રહસ્યોને ઊકેલી આપું છું ..હું ,અંતરતમની એવી ઉર્જા છું ,જેના પ્રભાવથી અનેક વણ –ઉકલ્યા કોયડાઓ ઉકેલાય જાય છે ..કવિ કર્મ ક્યારેક સમાધીનાં લયને પામે છે ..ત્યારે ‘હું ‘જ એના અતીજ્ઞાનનો  સહદેવ બનું છું .અને ભીતર છુપાયેલા અનેક સત્યો ને તથ્યોને પ્રગટ કરું છું ..

‘’ રસ સમીક્ષા ફૂલની કલમે કરી

કોઈ સાથે વાંચવાનો આ સમય ‘’

મને બહૂ ઓછા લોકો જાણી  –માણી શકે છે ,પરંતુ જે લોકો મારી દુનિયાનાં સહવાસી બને છે તેઓ જગતથી ભિન્ન એવા સવેદનશીલ માનવીનું સદભાગ્ય મેળવે છે ..તે મારી રસમયતાનું પાન કરે છે અને કરાવે છે ..હું ફૂલોની કલમ બની રસમયતાનો લ્હાવો બનું છું .

‘’ રેતમાં ઘર બાંધવાનું ભોળપણ

હું કરું છું  ને કરો છો આપ પણ ‘’

હું ,કવિતા, રેતમાં ઘર બાંધવાનું ભોળપણ છું …હું તમને પણ આ રેતના ઘરની રમતો નો આનંદ લેવા કાયમ સાદ કરતી રહું છું ..તમે જો રેતમાં છુપાયેલા સ્પર્શને પામો તો …સંસારનાં સન્નેપાતથી મુક્ત રહી શકો છો ..

‘’ધૂપ સાથે છાંવનાં કિસ્સા વણું છું ,

હું મને સંભારવા ગઝલો લખું છું ‘’

હું ,જીવનના તડકા –છાયાની વાર્તા છું ..માનવીય મનની સુખ –દુ:ખની કહાનીઓ ને અમર કરવા ,ગઝલ સંભારણ બની યુગો સુધી કવિના ભીતરમાં ગૂંજન કરતી રહું છું …

‘’વૃતિની પરછાય પણ દોરી શકું

જો ફલક ઉપલબ્ધ હો અવતારનું ‘’

હું ,માનવ મનની દરેક વૃતિની વ્યથાઓ નાં પડછાયાઓનું દર્શન માત્ર નથી ,હું –યુગે  યુગે ‘અવતાર’ નાં અવસરનો ઇન્તેજાર કરું છું …મને ફલક મળે તો ,વિશ્વ માનવીની કથા બનું  છું ..

‘’તટ ,હલેસું ,નાવ ,ને હું  બે ઘડી બધાં ,

લહેરનો સ્વભાવ ને હું બે ઘડી બધાં ‘’

હું જ તટ છું ,હુ જ સાગર છું ,હું જ હલેસું છું ..હું જ નાવ છું ..હું  લહેરનો સ્વભાવ છું ..પરંતુ હું જ્યાં છું –ત્યાં ઘડી બે ઘડી હોવ્ છું ..માનવી મારા સુધી ક્યારેક જ પહોંચે છે ..જગત પંચાતો સાથેનું બંધન એને મારી સાથે લાંબો સમય સંગ કરવા દેતું નથી ..

‘’તું નથી –એવી પળોની  કથા છે

પાપણો પર આંસુઓનાં કારવા  છે ‘’

કે શબ્દો જ સુંઘી મન મનાવો ,

ફૂલના અધ્યાય પૂરા થઈ ગયા છે ‘’

હું ,હ્ડસેલાઉં છું ..એકલી પડી જાઉં છું ..મારો સંગાથ જ્યાં  છૂટી જાય છે ત્યાં  લોકો ઠાલા શબ્દોના ગ્રંથો ભરે છે અને એવા બીજા કેટલાક એના ચૂંથણા કરતા રહે છે ..પરંતુ ત્યાં કશું લાધતું નથી …હું જયારે  વિચારોના લાક્ષાગૃહમાં કેદ થઉં છું ,ત્યારે ફૂલોના  અધ્યાયનું વિસરાતું પાનું બની રહી જાઉં છું ..મારા વજુદથી  મ્હેકેલી જીવન કથાઓની પાપણે , યાદની સુવાસ બની આંસુઓને કીમતી બનાવી જાઉં છું ….

Posted in કાવ્યાનંદ | Leave a comment

પ્રાર્થના- ૧ .

પ્રાર્થના -૧

સંપૂર્ણ સમર્પણ એ જ પ્રાર્થના …

પ્રાર્થના તમારા જીવનની અગત્યની બાબતોમાં પ્રથમ ક્રમે હોવી જોઈએ …

પ્રાર્થના  જ્યારે જીવનમાં પ્રથમ ક્રમે હોય છે ત્યારે જ એ પ્રાર્થના બને છે .

પ્રાર્થનાનું સાર તત્વ છે -‘પરમાત્મા પ્રત્યે સમર્પણયુક્ત લીનાતાનો ભાવ ..

પ્રાર્થનાનો આત્મા છે: સમર્પણ.

સમર્પણમાં બે ભાવ જોવા મળે છે .

પ્રથમ ભાવ છે –

હું અસહાય છું ..અંધ છું .

મારા માટે દ્વાર બંધ છે .મારી સીમા છે .

હું તુચ્છ છું …

હું તમારા શરણે આવ્યો છું ..

જેવો છું તેવો મને સ્વીકારો …..

બીજો ભાવ છે –

તમે પધારો ..તમે આવી શકો છો ….

દ્વાર તો મારા માટે બંધ છે ,તમારા માટે નહી .

હું તમરાથી અળગો થઈ ગયો છું ..

ભટકી ગયો છું ..પરંતુ તમે મારાથી દૂર નથી .

હું તમારા વગર જીવી ન શકું .

તમારા સંગાથ વગર એકલો છું .

તમારો હાથ જોઈએ

તમારો સંગાથ જોઈએ .

‘હું’ ને બદલે ‘તું ‘ દ્વારા સમર્પણ ભાવ વ્યક્ત થાય છે ત્યારે

માત્ર સંગાથની ઝંખના  બચે છે .

આ સમર્પિત સંગાથની ઝંખના કહે છે :

તમારા સંગાથ માટે ,બધુ જ તમારા પર છોડી દીધું છે .

હવે ,તમે જ્યાં ચલાવશો ત્યાં ચાલીશ …

જ્યાં બેસાડશો ત્યાં બેસીસ ..

અને

જ્યારે ઉઠાડશો ત્યારે ઉઠીશ ..

સમર્પણમાં જ મારી મુક્તિ છે .

પાર્થના ત્યારે જ પ્રગટે છે જયારે કર્તાભાવ વિલીન થવ લાગે .

જ્યાં ‘હું ‘ ત્યાં પ્રાર્થના નથી .

પ્રાર્થનામાં ‘હું ‘ નો સ્વર હશે ,તો પરમાત્માનાં દ્વાર બંધ જ રહેશે ….

‘હું ‘ નું તાળું તૂટે તો દ્વાર ખુલે .

‘હું ‘ ને ઉતારી ફેકો ..અને જુઓ ,

તમે પોકાર નહી કરો તો પણ તે પધારશે …

‘હું ‘ ને બદલે ‘તું ‘ સાથેનો સંબંધ પ્રગાઢ બની જાય ત્યારે પ્રાર્થના

એક માત્ર સૌથી કીમતી બાબત બની જાય છે .

જયારે

પ્રાર્થના જ તમારો ભોગ ,

પ્રાર્થના જ તમારું ધન ,

પ્રાર્થના જ તમારા પદ –પ્રતિષ્ઠા બની જાય છે .

જયારે

પ્રાર્થના જ તમારું સર્વસ્વ બની જાય છે ત્યારે જ તમારી પ્રાર્થના

એના સુધી પહોચે છે .

[ ઓશો સાહિત્યના સંશોધન દોહન  માંથી એકત્રિત ]

[ક્રમશઃ ]

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે.સૈયદ

૩.પ્રેમ અવગણના ચાલુ .

[૪] પ્રેમ આંધળો હોય છે …

ઓશો કહે છે –બધા જ પ્રેમ આંધળા હોય છે ,કારણ કે હૃદયની જોવાની રીત અલગ છે .બુદ્ધિ જોડે તેને કોઈ લેવા દેવાં નથી .તેથી તમે દુનિયાને ક્યારેય એ નહી સમજાવી શકો કે તમે શા માટે પ્રેમ કર્યો ,અને ન તો દુનિયા સમજી શકશે કે તમે શા માટે પ્રેમ કર્યો ?

ઓશો કહે છે –પ્રેમમાં દિવાનગીનો અનુભવ થાય છે –અંધાપો આવી જાય છે ,ખબર નથી પડતી કે આ કેમ થયું ? અને ક્યાથી આવ્યું ? અને ક્યાં જશે  આ પાગલપણું ….

અજાણ્યો સાદ છે …

અચાનક તમને એક ક્ષણે લાગે છે કે –

તમે પ્રેમમાં પડી ગયા .કશું જ વિચાર્યું નહી ,જોયું નહી -તે કોણ છે ? શું છે ? બુદ્ધિ બેર મારી ગઈ ..પ્રેમ અચાનક થાય છે ,કોઈ હૈયાનાં તાર છેડી જાય છે .હવે એ કોણ છે ,તે ન પૂછશો ,ગમે તે હોઈ શકે છે …ઓશો કહે છે –પ્રેમીને પૂછશો કે તમે પ્રેમમાં કેમ પડ્યા ? પ્રેમી કહી નહી શકે ,મુશ્કેલ પડશે ..તેથી લોકો પ્રેમમાં પડનારાઓને અંધ કહે છે . તેથી જ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે  ….

લૈલા દેખાવે ખાસ સુંદર ન હતી છતાં મજનૂ તેની પાછળ આંધળો અને પાગલ હતો .આખું ગામ હસતું હતું ,તેની આ આંધળી –દીવાનગી પર …વાત છેક ગામના રાજા સુધી પહોચી .રાજાએ મજનૂને કહ્યું :’’આખા ગામમાં કેટલી સુંદર સ્ત્રીઓ  છે ,તને એ સુંદરીઓમાંથી કોઈ સુંદર નથી લગતી ?’’ મજનૂ એ કહ્યું ‘’પણ ,મને લૈલા સિવાય કોઈ સુંદર નથી લાગતું .’’રાજા બોલ્યો :’શું મને સૌન્દર્ય નથી દેખાતું ,હું આંધળો છું ?’’ મજનૂએ જવાબ આપ્યો ,’’જો લૈલામાં સૌન્દર્ય જોવું હોય તો મજનૂની આંખો જોઈએ .’’

પ્રેમ દીવાનગી અનોખી હોય છે કારણ કે તેઓ બુદ્ધિથી નહી હ્રદયથી જુએ છે .લોકો પ્રેમને આંધળો કહે છે કારણ કે તેઓની તર્કની આખે ,તે દેખાતું નથી .પ્રેમ પાસે તર્ક નથી …પ્રેમ પાસે બુદ્ધિયુક્ત ઉતર નથી .પ્રેમ મસ્તિષ્કથી હદયમાં ઉતરે છે તેથી પ્રેમની આંખમાં સૌન્દર્ય ઉતરી આવે છે .

ઓશો કહે છે –બીજી વાત એ પણ છે  કે –પ્રેમી જેટલો સમર્પિત હોય છે એટલો લોકોને અંધ લાગે છે .જેને પ્રેમ જોવો હોય ,તો પ્રેમની આંખથી જુએ .જો તમે મીરાને ,જૈનની આંખથી જોશો તો ગરબડ થશે .મીરાને જોવી હોય તો મીરાની આખે જ જુઓ .મીરાના ભાવને સમજવાનો છે .

કહે છે કે –આલ્બર્ટ અઈસ્ટીનને તેની પત્નીએ લગ્ન બાદ એક દિવસ કવિતાઓ સંભળાવેલી . કવિતા સાંભળતા જ આ વૈજ્ઞાનિક માથું ધૂણાવવા લાગ્યો ,અને નાં ,નાં  નાં ,કહેવા લાગ્યો …પત્નીએ પૂછુયું ,શું થયું ? ‘’ વૈજ્ઞાનીકે કહ્યું ‘તારા કાવ્યમાં જૂઠાણું છે …’’મારા પ્રેમીનો ચહેરો ચન્દ્રમા છે ‘’-આ પંક્તિ ખોટી છે …ક્યાં વિરાટ ખડકાળ ચંદ્ર અને  ક્યાં માસુમ માણસ નો ચહેરો … આવું બની જ શકે .’’

ઓશો કહે છે –જે માણસ પ્રેમમાં ઘેલો થઈ સમર્પિત થાય છે ,બીજાઓને તે અંધ લાગે છે .કારણકે –ત્યાં તર્ક ,ગણિત દેખાતું નથી .

તર્ક પદાર્થ સુધી પહોચે છે ,

પ્રેમ પરમાત્મા સુધી ……

પરમાત્માનું કોઈ પ્રમાણ નથી ..છતાં લોકો પાગલ જેમ તેને પ્રેમ કરે છે .જે પ્રેમમાં પાગલ બને છે ,તેનું ત્રીજું નેત્ર ખૂલી જાય છે ..જે અદ્રશ્યને જુએ છે ..પરમાત્માને નિહાળે છે ,ધન્યતાની એ આંખો છે ….

ક્રમશઃ

Posted in વિશેષ | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

૩. પ્રેમ અવગણના ચાલુ ..

[૩] પ્રેમમાં હારવું પડે છે :

ઓશો કહે છે –જે બાબતે સંસારને પ્રેમમય બનતા અટકાવી છે ,એ બાબત ભીતરના ઊંડાણમાં, છેક નીચેના તળીયે પગ પસારો કરી બેઠી છે ..મનુષ્યમાં આટલી ઘૃણા ,આટલી ઈર્ષા –દ્વેષ કેમ છે ? તેના ભીતરે આટલો અપ્રેમ કેમ છે ?

મનુષ્ય જાતિને યુગોથી સંમોહિત એ તત્વ છે –મહત્વાકાંક્ષા …જે માણસનું ચિત્ત મહત્વાકાંક્ષી હોય તે માણસ પ્રેમપૂર્ણ ન હોઈ શકે …મહત્વાકાંક્ષા ‘મેળવી ‘લેવાની વૃતિનો સંકલ્પ છે .પ્રેમ, બીજા માટે અર્પણની ઈચ્છાનો વ્યાપ છે .

છેક ,બાળપણથી ; પહેલા ધોરણથી બાળકને મહત્વાકાંક્ષાનું વિષપાન કરાવવામાં આવે છે .તેને કહેવામાં આવે છે કે –‘તારે, હંમેશાં બધાથી આગળ રહેવાનું છે ,હંમેશાં પ્રથમ ક્રમે આવવાનું છે  પાછળ રહેવાનું નથી ..જે બાળક પ્રથમ આવે છે તે પુરસ્કૃત થાય છે .જે બાળક પાછળ રહી જાય છે તે અપમાનિત થાય છે .

ઓશો કહે છે –શું તમને ખબર છે કે પ્રથમ આવવાનું આ ઝેર ,તમારા જીવનમાંથી પ્રેમને હંમેશાં માટે છીનવી લે છે  ? કદાચ તમને એનો અણસાર પણ નહી હોય .કદાચ તમે કહેશો કે આ બાબતને પ્રેમ સાથે શું નિસ્બત છે ? પરંતુ આ બાબતને પ્રેમ સાથે જેટલો સમ્બન્ધ છે એટલો બીજી કોઈ બાબત સાથે નથી .જયારે આપણે બીજાને પાછળ રાખી દઈ, આગળ વધવાનું સુખ મેળવીએ છીએ ,ત્યારે તે સુખમાં બીજાનું દ:ખ પણ છૂપાયેલું હોય છે .મારું આગળનું સુખ બીજાના દુ:ખ પર નિર્ભર છે . અને જો મને બાળપણથી જ આદત પડી ગઈ કે મારું સુખ બીજા પાસેથી મેળવી લેવા પર આધારિત છે ,તો શું મારા જીવનમાં ક્યારેય પ્રેમ હોઈ શકે ?

મહત્વાકાંક્ષા તમને આગળ જરૂર વધારે છે ,પરંતુ સાથે સાથે બીજાને પાછળ જરૂર ધકેલાવું પડે છે ..અને સાથે ધકેલાય છે તમારા જીવનનો પ્રેમ પણ ….નેપોલિયન જેવા મહત્વાકાંક્ષી પણ પ્રેમમાં પડેલો .પરંતુ જ્યાં મહત્વાકાંક્ષા હોય ત્યાં પ્રેમ પાંગરી શકતો નથી .

નેપોલિયને પોતાની પ્રેમિકા જોસેફાઈન ને ઘણા સુંદર  પત્રો લખેલા …ભાગ્યેજ કોઈ પતિએ ,પત્નીને આવા પત્રો લખ્યા હશે …પરંતુ બધા જૂઠા .જોસેફાઈનને આ પત્રો રિઝવી ન શક્યા ..તે એક સામાન્ય સિપાહીનાં પ્રેમમાં પડી .નેપોલિયનને તેણે સંભળાવી દીધું ,’’તમારા પત્રો સુંદર હતા પરંતુ તેમાં નર્યો વાર્તાલાપ હતો ..તને તો અસલ મજા નગરો જીતવામાં મળતી હતી ..હું તો એક બહાનું હતી ..મૂળ ચાહત અને ખુશી તો ,તને નગરો જીતવામાં જ હતી …તમે જગતને જીતવા માટે મને છોડીને ચાલ્યા ગયા ,તમે મને પામવા માટે સંસારને છોડી નહી શકો .’’

મહત્વાકાંક્ષાનો અર્થ છે –જે ડરે છે હું મોટો [મહાન ] થઇશ ત્યારે જ તૃપ્તિ થશે ..પ્રેમનો અર્થ છે –નમવા માટે રાજી …એટલો નાનો થઈ જાઉં કે મારી જાણ પણ ન થાય ..જયારે તમે આવા નાજુક બનો છો –ત્યારે પ્રેમની વર્ષા તમારા પર થાય છે  અને તમે હારીને જીતી જાઓ છો ..

ક્રમશઃ

Posted in વિશેષ | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન આઈ.જે.સૈયદ

૩. પ્રેમ અવધારણા ચાલુ …

[૨] હા, આ પ્રેમ નથી ..

સત્ય ભ્રમ નીચે અને ભ્રમ સત્યની નીચે છુપાયેલું રહે છે ..તેથી જ ભ્રમને સત્ય અને સત્યને ભ્રમ માનવાની ભૂલ માનવી કરતો રહ્યો છે .ઓશો કહે છે –પ્રેમ શું છે ,તે જાણતા પૂર્વે ,પ્રેમ શું નથી તે જાણવું જરૂરી છે ,કારણ કે મોટે ભાગે જેને લોકો પ્રેમ માની બેસે છે ,તે પ્રેમ નહી પણ પ્રેમનો ભાસ હોય છે જેના લીધે પ્રેમ વિકૃત બની જાય છે .પ્રેમને વિકૃત કરનારી ત્રણ બાબતો હોય છે :

૧. રાગ [કામ મૂર્છા ] :

એક યુવાન મારી પાસે આવ્યો અને મારી સલાહ માગી ,તેણે પૂછ્યું ,હું એક યુવતીના પ્રેમમાં છું શું તે મારો સ્વીકાર કરશે ?મેં કહ્યું ,હું તે યુવતી વિષે કશું જાણતો નથી ,પરંતુ પ્રેમને હું જાણું છું ,જો ખરેખર પ્રેમ હોય ,તો તેનો અસ્વીકાર થતો જ નથી ….તું ફરી વિચાર કર ,શું તું ખરેખર તેને પ્રેમ કરે છે ?તે થોડીવાર વિચારે ચડી ગયો ,તેણે કહ્યું ,ચોક્કસ કહી શકું તેમ નથી .મેં કહ્યું ,જો તું અત્યારે ડગું મગુ હોય તો પછી વિચારીને સાત દિવસ પછી પાછો આવજે ….સાત દિવસ પછી તે પરત આવ્યો અને કહ્યું .,ખરેખર હું તેને ચાહતો નથી ..તે મારી વાસના હતી ..

રાગ કામને પેદા કરે છે .કામ પ્રેમ નથી .કામકે યૌન આકર્ષણ તો સંતતિ ઉત્પાદન માટે પ્રયોગમાં આવતું સમ્મોહન છે .હકીકતમાં તે એવી મૂર્છા છે ,જે ઓપરેશન પૂર્વે પ્રયોજાય છે .જો આ મૂર્છા ન હોય તો પ્રકૃતિનો સંતતિક્રમ ચાલવો સમ્ભવ ન થાય .જે લોકો આં મૂર્છાને પ્રેમ સમજી બેસે છે તે ભ્રાંતિમાં પડે છે .આ મૂર્છા માત્ર મનુષ્યમાં જ નથી ,સમસ્ત જીવસૃષ્ટી તેના પ્રભાવમાં છે .કેટલાક જીવો સમ્ભોગ પછી મૃત્યું પામે છે .મધમાખીઓની એક રાની હોય છે ,આ રાની સાથે જે નર મધમાખો સંભોગ કરે છે ,તે સંભ્ગ પછી મ્રત્યુ પામે છે .મૃત્યું પણ યૌન આકર્ષણને રોકી શકતું નથી .મનુષ્યો પણ આ આકર્ષણ પાસે પશુ બની જાય છે ..પરંતુ આ યૌન આકર્ષણ પ્રેમ નથી .યથાર્થમાં કામ ,રાગનું સૌથી મોટું સ્વરૂપ છે .રાગની આ શક્તિ ,જેટલી માત્રામાં વાસનાથી મુક્ત થઈ જાય છે તેટલી માત્રામાં તેનું પ્રેમમાં રૂપાંતરણ થાય છે ઓશો કહે છે –પ્રેમ રાગ નથી ,પરંતુ ,રાગ શક્તિનું દિવ્ય રૂપાંતરણ છે .

૨. લાલસા

પ્રેમને વિકૃત કરનાર બીજી બાબત છે લાલસા .આપણે લાલસા અને પ્રેમને પણ એક જ સમજીએ છીએ .લાલસામાં અધિકારની ભાવના રહેલી હોય છે ,તેથી મનુષ્ય અહીં અધિકાર અને સ્વામિત્વ ખોજે છે .પિતા-પુત્ર ,મિત્ર-મિત્ર ,પતિ  –પત્ની ,વગેરે સંબંધોમાં મોટેભાગે આ અધિકારની ભાવના જોવા મળે છે .

૩. આસક્તિ :

પ્રેમ જો આસક્તિ બની જાય તો ,તો તે  પ્રેમ નથી પ્રેમનો ડોળ છે .એક દગો છે ..મોટા ભાગે આસક્તિને જ પ્રેમ માની લેવામાં આવે છે .તેથી જ વહેલા –મોડા સંતાપ અને સંઘાતનો ભોગ થવું પડે છે .

થોડા દિવસ પહેલા એક વ્યક્તિ મને મળવા આવી હતી .તે અતિ અપરાધભાવ અનુભવતી હતી ..તેણે કહ્યું ,’’હું એક સ્ત્રીને અતિશય પ્રેમ કરતો હતો .જે દિવસે તેનું મ્રત્યુ થયું ,હું ખૂબ રડ્યો હતો ..પરંતુ સાથે જ મને અચાનક એવો અનુભવ થયો કે ..જાણે હું અંદરથી મુક્ત –સ્વતંત્ર થઈ ગયો છું ..જાણે કોઈ મોટો ભાર માથેથી ઉતરી ગયો હોય એવું લાગ્યું …

આ વ્યક્તિની મુશ્કેલી એ હતી કે તેની બહારની અભિવ્યક્તિ ,પત્ની પ્રેમને દર્શાવતી હતી પરંતુ ભીતરે પત્ની પ્રત્યે જુદો જ ભાવ થતો હતો ,તેથી અપરાધભાવ જાગતો હતો ..

ઓશો કહે છે –કશું જ નથી થયું ,તમે કોઈની સાથે દગો થઈ નથી કરી રહ્યા …પ્રેમ જયારે આસક્તિ બની જાય છે ત્યારે ભાર બની જાય છે ,બંધન લાગે છે .પ્રેમ જયારે આસક્તિ બની જાય તો સમજવું કેપ્રેમ ,પ્રેમ નથી ,પ્રેમનો ભ્રમ માત્ર છે .

Posted in વિશેષ | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

૩.પ્રેમ અવધારણા ..

૧. આ પ્રેમ નહી ,વહેમ છે :

ઓશો કહે છે –લોકો પ્રેમના નામે ભ્રમ પાળે છે .ભીતરે પ્રેમને બદલે પ્રેમનો ભ્રમ હોય છે ત્યારે આ પ્રેમ [ભ્રમ  જ જીવનનું સૌથી મોટું દુ:ખ બની જાય છે .મોટે ભાગે લોકો પ્રેમને બદલે જે ભ્રમો સાચવે છે ,તે ત્રણ પ્રકારના જોવા મળે છે :

૧. હું પ્રેમને જાણું છુ :

પ્રેમ અંગેનો પહેલો ભ્રમ એ છે કે આપણે સૌ એવું માનીએ છીએ કે -‘’ પ્રેમને અમે જાણીએ છીએ. ‘’આ મનુષ્ય જાતનો સૌથી મોટો ભ્રમ છે .દરેક માણસને ભ્રમ હોય છે કે હું પ્રેમને જાણું છુ .[હકીકતમાં તે જાણતો નથી ]  ઓશો કહે છે –તમે જે જણો  છો એ પ્રેમ નહી ,ચિતની કોઈ અન્ય દશા હશે ,કારણકે પ્રેમને જે જાણી લે છે તેને કશું જાણવાનું રહેતું નથી .

ઓશો કહે છે –ખરા પ્રેમને  જાણવા માટે ‘હું પ્રેમને જાણું  છુ ‘-એ ભ્રમ ભાંગવો જરૂરી છે. આ ભ્રમ ભાંગતો નથી ત્યાં સુધી પ્રેમની શોધ નકામી છે .

૨. હું પ્રેમ કરું છું :

શ્રી બનવારીલાલ ને તપાસ્યા બાદ ડોક્ટરે કહ્યું : ‘’તમે હવે ઝાઝું નહી જીવો .કાલ  સવારે તમે મૃત્યું પામશો ‘’ બનવારીલાલનાં મોતિયા મરી ગયા ..તેણે  પોતાની પત્ની સીમાને કહ્યું :’’હેં ,પ્રિયે ..કાલે સવારે મારું મુર્ત્યું થશે ..કાલ  તું વિધવા થઇશ ..આપણા હાથમાં માત્ર આજની રાત છે ..ચાલ ,આજની રાતને પ્રેમની યાદગાર રાત તરીકે ઉજવીએ .

બનવારીલાલ અને પત્ની સીમા એ, આખરી રાતને રંગીન બનાવા મથ્યા ..અર્ધી રાત પછી સીમા સુઈ ગઈ ..પરંતુ બનવારીલાલ મૃત્યુના ભયથી જાગતો હતો .જયારે પત્ની ગાઢ ઊંઘમાં ઘોરતી હતી .બનવારીલાલે પત્નીને ઢંઢોળી ,કહ્યું ,-હેં પ્રિયે ..મારી આ અંતિમ રાત્રી છે ..ઉઠ હજુ રાત ઘણી બાકી છે ,છેલ્લી પળોને ,આપણી યાદગાર મિલનની પળો બનાવીએ ‘’ પત્ની પડખું ફેરવી બોલી –‘’બનવારીલાલ ,તમારું તો ઠીક છે ,પરંતુ મારે કાલે સવારે વહેલા ઉઠવાનું છે ‘’

ઓશો કહે છે –પ્રેમ કરવાની બાબત નથી તમારું કરવું હકીકતમાં પરમ નથી .કારણકે જેને પ્રેમ કરીએ છીએ એની પાસેથી જ પ્રેમ માંગીએ છીએ .આપણે સૌ એક બીજાથી પ્રેમ માંગીએ છીએ ,માંગતા રહીએ છીએ .જો તમે માંગતા હો તો પ્રેમ કઈ રીતે થાય ? તમારું પ્રેમ કરવું તો –પ્રેમ માંગવું છે ….

ઓશો કહે છે –જ્યાં સુધી તમારું ચાહવું ,પ્રેમની માંગરૂપે વ્યક્ત થાય છે ત્યાં સુધી તમે પ્રેમ કરો છો એવું માનવું એક ભ્રમ છે .

૩. હું પ્રેમ આપું છું :

આપણે વિચારીએ છીએ કે અમે પ્રેમ આપીએ છીએ ,પરંતુ ભીતરમાં પ્રેમ છે જ નહી તો આપશો કઈ રીતે ? આવું બની જ ન્ શકે .

હમેશા ક્ચ –ક્ચ કરનાર ઘરડી પત્ની મરણ પથારીએ પડી હતી ..તેને કશું જ રુચતું હતું ..ન્ ખાવું ન પીવું ,ન દવાઓ લેવી …સતત બધી  બાબતો પર ક્રોધ ઠાલવતી હતી .તેના ઘરડા પતિના હાથની રસોઈની તે ખાસ ફરિયાદો કરતી ….

એક દિવસ ડોશીને નાસ્તો  કરાવી ,રસોઈ સાફ કરી ,ડોસો પેન અને કાગળ લઈ પત્ર લખવા બેઠો .ડોશીને પેનનો અવાજ આવ્યો ,તેણે પૂછ્યું –‘હવે તમે શું કરૂ છો ? ‘’

‘પત્ર લખી  રહ્યો છું ‘

‘કોને પત્ર લખી રહ્યા છો ?’

‘માસીની દીકરીને ‘

શું લખો છું,તેમાં ?’’

‘’હું તેને જણાવી રહ્યો છું કે ,ડોક્ટરે કહ્યું છે કે તું જલ્દીથી સાજી થઈ જઇશ ..કોઈ ખતરો નથી ‘’

અને પછી, અટકીને ડોસાએ પૂછ્યું ‘’-શ્મશાન કઈ રીતે લખાય’ સ ‘કે’ શ ? ‘

તમે જો પ્રેમ આપવા ઈચ્છતા હો તો –તમારા ભીતરમાં પ્રેમ તો જોઈને ? તમે આપવાની મહેચ્છા રાખો છો પણ ,આપી શકતા નથી કારણકે એ તમારી પાસે જ નથી .

ઓશો કહે છે –અને છતાં જે આપશો ,તે પ્રેમ નહી બીજું કશું હશે ..તમે એવા ભ્રમમાં રહો છો કે તમે પ્રેમ આપો છો .

આપણું આખું જીવન ભ્રમ પર ઉભું છે .સૌથી મોટો ભ્રમ એ છે કે -આપણે  જે આપવા માંગીએ છીએ ,તે હકીકતમાં આપણી પાસે જ નથી .

નથી આપણી પાસે પ્રેમ ,નથી આપણી પાસે શ્રદ્ધા , નથી આપણી પાસે આદર , નથી આપણી પાસે ધ્યાન અને કરુણા ….આપણે આ બધું આપણી પાસે નથી છતાં દેવાં માંગીએ છીએ .અને જયારે ,આ ખોટા સિક્કા ચાલતા નથી તેથી  બાજી વધુ બગડતી જાય છે .બીજાઓ પણ આપણને ,આવા જ સામે ખોટા સિક્કાઓ પકડાવે છે .તેથી જીવનમાં અસંતોષ બેવડાઈ જાય છે .એક તો જેણે આપણે આપવા ઇચ્છતા હતા અને દઈ ન શકયા  એનું દુખ અને જેની પાસેથી પામવા ઇચ્છતા હતા ત્યાંથી પામી ન શક્યા એનું  દુખ –આ રીતે જીવન દુ:ખમાં પરિણમે છે .

આમ ,ભીતરે પ્રેમને બદલે ,પ્રેમનો ભ્રમ છે –

આ ભ્રમ જીવનના દુ:ખનું કારણ છે .

ક્રમશઃ

Posted in વિશેષ | Leave a comment

2૦૧૨ નું વર્ષ સૌના માટે સુખરૂપ બની રહો …

સૌની શુભ કામનાઓ ફળો …

સૌને પ્રેમ ભર્યા જીવનની પ્રાપ્તિ થાઓ ..

આઈ.જે.સૈયદ 

Posted on by ijsaiyad | Leave a comment

કાવ્યાનંદ

૧. કવિતા કી કહાની ……

[૧ ]      રમેશ પારેખ કી કલમ જુબાની ..

હું ,કવિતા છુ ,મને ઓળખી ? હા ,તો  સાંભળો ..નાં ,તો પણ સાંભળો …લોકો મને જુદાં -જુદાં અર્થો ,રૂપો ,અને પ્રકારોથી ઓળખે છે .પરંતુ ,અહીં, હું  એ બધી જ મારી ઓળખાણો અને વ્યાખ્યા ને અળગી રાખી માત્ર કવિતાના શેર રૂપે પ્રગટ થયેલ મારા વજુદ વિષે જ વાત કરીશ .. અને એ પણ કવિ રમેશ પારેખની કાવ્ય પંક્તિઓ  દ્વારા …

‘’ વાવીએ છીએ ક્ષણો , ઉગાડીએ છીએ વરસ

કેટલી   જાહોજલાલી,  કેટલા  સારા દિવસ

વિશ્વનું એકકે ન પુસ્તક દઈ શક્યું ,એનો જવાબ ,

શું છે  આ છાતીને  ખોદી નાખતી ઝીણી કણસ’’

મારું એક નામ – છાતીને ખોદી નાખતી અજ્ઞાત ઝીણી કણસ પણ છે ..આ કણસથી દિલનું ખેતર ખેડાય છે ત્યારે કવિ અનોખી ક્ષણોનું વાવેતર કરી શકે છે ..પછી કવિ હૈયે ક્ષણોની જાહોજલાલી નાં અવસરોની આવન –જાવન આરંભાય છે ..

‘’દ્રશ્યની સોસરવા જવાનું છે ,

જાતની  રૂબરૂ   જવાનું છે ‘’

હું કવિતા ,તમારા ભીતરની આરસી પણ  છું ..તમારા વાસ્તવિક વજૂદને તમારી સમક્ષ ધરું છુ .તમારી જાતને  રૂબરૂ કરું છુ ..કવિ જયારે દ્રશ્યની રૂબરૂ થાય ત્યારે જ દ્રશ્યની સોસરવો જાય છે.

‘’ આ મારો હાથ પઢે કોરા કાગળોમાં નમાજ

ક્લમઘસુને હવે  ખયાલ ખુદાનો  આવ્યો ‘’

હું કવિતા, કવિની બંદગી છુ ..તેની ભક્તિ છુ ..તેની શક્તિ છુ ..હું ચાહું તો કવિ કર્મને પરમ સાધના બનાવી શકુ ..કલમ ઉપડે અને ખુદાનો ખ્યાલ આવે –એ  સ્થિતિ છુ ..

‘’ તારો તું જાણે  પરંતુ સાફ છે મારો હિસાબ

હેં ,કવિવર ,હર કવિતા કાગઝી હોતી નથી ‘’

હેં ,કવિવર ,હું કાગળ પર ચીતરાતી દુનિયા માત્ર નથી ..હું કાગળ પર ઉતરતી દુનિયા છુ ..જેને કવિ જ જોઈ શકે છે અને બીજાઓને  તેનું દર્શન કરાવી શકે છે .

‘’તર્ક ખોટા ,ગણિત ખોટા છે

સ્પર્શ ભાષા વડે ગુણાય નહી ‘’

હું કવિતા ,અસીમ સ્પર્શનો ચેતો –વિસ્તાર છુ ..હું અગમ છુ ..હું નિગમ છું ..હું ધરા છુ ,હું ગગન છુ ..તમે મને કોઈ પણ રીતે માપી કે તોલી ન શકો ..ભાષા વડે તમે મને વ્યક્ત કરો છો ,પરંતુ હું એવો સ્પર્શ છુ જેને પ્રમાણવા ભાષા પણ વામણી પડે …

‘’આજ પંખી બની જવા દે તારા ચરણોને

એક આકાશ છે ,જે ઘાસમાં છવાયું  છે ‘’

હું કવિતા ,કવિનાં મનનું પક્ષી છુ ..તેના ચરણોને પંખીનું રૂપ આપું છુ ,ત્યારે કવિ ઘાસમાં છવાયેલા આકાશને પામે છે ..કવિ એક અલગ ઉડાન અને આકાશનો હિસ્સો બને છે …

‘’ ઠેસ રૂપે જોયો ,જોયો ઈશ્વરની જેમ

પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ‘’

હું કવિતા ,પથ્થરને પથ્થરની જેમ જોવાની દ્રષ્ટિ છુ ..તો ,ઈશ્વરને ઈશ્વરની જેમ જોવાની અનુભૂતિ છુ …ઠેસ વાગે ત્યારે દુષ્ટ પથ્થર અને મંદિરમાં ઈશ્વરની મૂર્તિ એ ભેદ દ્રષ્ટિનું હું વિલોપન કરું છુ ..

‘’ માર્ગ બદલી હું જઈ પહોચ્યો અજાણ્યા શહેરમાં

તે છતાં ગુલમ્હોર  એ અળખામણા સામા મળ્યા ‘’

હું કવિતા ,કવિમાં ઓળઘોળ ગુલમ્હોર છુ .હું કવિને ગુલમ્હોરી સૃષ્ટિનો દ્રષ્ટા બાનાવું છુ .કવિ જ્યાં –જ્યાં જશે, ત્યાં –ત્યાં મારા હોવાનો એકરાર કરશે ..ભલે ,તેને ક્યારેક ખટકે કે અળખામણું લાગે …

હું જીદગીમાં મધુરતા ભરી દઉં છુ ..જીવાતી ક્ષણોને કપૂરના દીવા બનાવું છુ ..મારા સ્પર્શે સદાકાળ યૌવનના અહેંસાસ ને પામો છો …

Posted in કાવ્યાનંદ | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે.સૈયદ

Doc1                                         ૨. પ્રેમ  અભાવ  ચાલુ ….

[૩]  પ્રેમ ખોવાયો છે  , ચાલો  ખોજીએ …

દરેક બાળક પ્રેમ લઈને જન્મે છે  તેથી તે પ્યારું લાગે છે .દરેક બાળક સુંદર અને પ્યારું હોય છે .તમે ક્યારેય બાળકને કુરૂપ જોયું છે ? બાળકના ભીતરે પ્રેમનું સૌન્દર્ય ભર્યું હોય છે .પ્રેમનો દીવડો જગમગે છે તેથી જ બાળક ની નજરમાં સર્વત્ર પ્રેમ છે .જેમ જેમ મોટું થાય છે ,તેનો પ્રેમ ગાયબ થતો જાય છે .

બાળકને સમાજ શીખવે છે સંદેહ કરવાનું ,જગત તરફ અવિશ્વાસથી જોવાનું …નહી તો જગત લૂટી લેશે .જો આ જગતમાં ભોળા રહ્યા તો ગયા ….સમાજ બાળકને ચોતરફ વ્યાપ્ત ,પરમાત્મા તરફ જોવાનું શીખવતો  નથી .સમાજ શીખવે છે ;સમાજમાં વ્યાપ્ત લૂટારાઓથી બચવાની ચલાકીઓ .

સ્વામી રામ જયારે જાપાન ગયા, ત્યારે પ્રથમ વખત તેમણે બોન્સાઇ વૃક્ષ જોયા ….તેમણે ભરોસો ન્ થયો કે ત્રણ સો – ત્રણ સો વરસના આ બોન્સાઇ હશે ….  ઉચાઇ માત્ર છે થી આઠ ઈંચ  અને વરસ ?  તેમણે આ બોન્સાઇ વૃક્ષની કલા અંગે પૂછ્યું .તો જાણવા મળ્યું કે આ વૃક્ષને  શરૂઆતથી જ એવા કુંડામાં રોપવામાં આવે છે ..જેનું તળિયું તૂટેલું હોય છે ..આ તૂટેલા ભાગેથી વૃક્ષના મૂળ ભાર આવે છે ..આ લોકો તેના બહાર નીકળતા મૂળને  સમયે -સમયે કાપતા રહે છે …મૂળને વધવા જ નથી દેતા ….તેથી વૃક્ષની ઉચાઇ પણ વધતી નથી .મૂળ ન વધે તો વૃક્ષ પણ વધતું નથી .મૂળ જેટલા ઊંડા જાય છે એટલું જ વૃક્ષ ઊંચે જતું હોય છે .પરંતુ અહીં તો મૂળ જ કપાઈ જાય છે ..વૃક્ષ ક્યાંથી વધશે ? આ રીતની કલા છે જાપાનમાં વૃક્ષને બોન્સાઇ કરવાની..

જયારે પ્રેમના મૂળ જ કપાઈ જાય છે ત્યાં પ્રેમ ગંઠાઈ જાય છે ..આવા સમાજમાં પ્રેમાળ માણસો કરતા ગઠીયા વધારે જોવા મળે છે …પ્રેમ તો ભોળપણ છે .સમાજને આ ભોળપણ બાળકના ઘડતર માટે ખતરનાક લાગે છે . શિક્ષણ .સમાજ ,સંસ્કૃતિ દ્દવારા તેની પ્રેમાળ નિર્દોષતા ને ખત્મ કરવામાં આવે છે …

બાળક સુરક્ષાનું શીક્ષણ  મેળવે છે  પરંતુ ,પ્રેમ સંકોચાઈ જાય છે .

સમય જતા ,બાળક અપ્રમાણિકતા  શીખે છે  પરંતુ  ,પ્રેમ ખોવાઈ જાય છે .

અને આ રીતે –

સરક્ષા ,અભિમાન ઘડતર .પ્રતિયોગિતા .પ્રાવીણ્ય , મહત્વકાક્ષા  પૂર્ણ કરવાની હોડમાં ધીમેં  ધીમે પ્રેમ ખોવાતો જાય છે …બાળક પોતાના મૌલિક ‘સ્વ ‘થી ખસતો જાય છે ..દિલથી  દિલનો  સંબંધનો રસ્તો કટ થાય છે .

બાળકમાં શંકા -સંદેહનું આરોપણ થવા લાગે છે .બાળક જગતથી બચીને ,ચાલાક બનીને ,સુરક્ષિત બનીને જીવતું થાય ,તેના માટે સમાજ પ્રેમથી તેને અળગો રાખે છે .અને બાળક બની જાય છે ,આક્રમક .સચેત ,પરંતુ પ્રેમને ખી બેસે છે .

આવા ચાલક બાળકમાં ,આગળ જતા શંકાવૃતી ગ્ર કરે છે ..શંકાવૃતી ,દગાબાજી -પ્રેમને ખાઈ જાય છે .પ્રેમનું સ્થાન ભય લઈ લે છે .ભય હશે તો પ્રેમના ફૂલ નહી ખીલે …ભયભીત વ્યક્તિ પ્રેમ કઈ રીતે કરી શકશે ? ભયથી શત્રુતા જન્મે છે .ભયથી તો સુરક્ષા માટેની મથામણ શરૂ થાય છે .

બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ ,સુરક્ષા કવચોમાં તે વિટળાતો જાય છે ..ધનનું કવચ ,મકાનનું કવચ ,વ્યવસ્થાનું કવચ ,-આ સર્વ સુરક્ષાના સાધનો સુરક્ષા તો આપે છે પરંતુ પ્રેમને પધારવાના સર્વ દરવાજા બંધ થી જાય છે . સુરક્ષા પ્રાપ્ત થાય છે પરંતુ પ્રેમ પ્રવેશ અવરુદ્ધ થી જાય છે .

જેટલી વધુ સુરક્ષા તેટલું જ વધુ પ્રેમનું મરણ ….

જેટલો માણસ મરેલો, તેટલો વધુ સુરક્ષા વાળો …

સુરક્ષા કવરનો અર્થ છે -પોતાની કબર સ્વયમ નિર્મિત કરવી .આ કબરમાં તમે તડપશો ,તેમે કહેશો કશુક ખોવાઈ ગયું છે ……

ઓશો કહે છે -કશું ખોવાયું નથી ,તમારા હદયનું ફૂલ ખીલી શક્યું નથી ,તમે પ્રેમને   ઉપલબ્ધ હિત્ય …તમરા મહીનોં પ્રેમ ખોવાયો છે ….

બાળપણમાં જ માતા -પિતા ,શિક્ષકો –

સંસ્કારના બળો થકી ,સમજણપૂર્વે  જ  પ્રેમના મૂળ કાપી નાખે છે ..અને પછી  બોન્સાઇ નાં વનમાં પ્રેમની ખોજ કરવા નીકળે છે …..

ક્રમશઃ

Posted in વિશેષ | Leave a comment

કાવ્યાનંદ

”એક સુખ નિકળ્યું  કવિતાનું

આપણી  આ બધી  વ્યથા માંથી ”

-ભરત વિંઝુડા

માણસ જીવતો રહે તે માટે  કુદરતે  તેનામાં જીવ મૂક્યો ..અને તે જીવંત રહે તે માટે તેને એક દિલ આપ્યું …અને  પછી  એનું  શું  કરવું  તે માણસ  પર છોડ્યું દિલ તારું છે તારે જે કરવું  હોય તે કર …અહેસસોના  તાણાવાણામાં ગુંથાયેલું દિલ સુખ-દુ:ખની  કથા અને જુદી -જુદી વ્યથાની  આંતરિક દુનિયા બની ગયું ….આ આંતર જગતમાંથી આકાર લેતી પ્રબળ અહેસસોની  અભિવ્યક્તિ એટલે -કવિતા ..

કવિતા માહ્યલાનો  આનંદ છે ..એ  એવો   આનંદ  છે જે  વ્હેચવાથી  વધે છે આ એવો  અહેસાસ છે જે ની  અનુંભૂતી  એજ  એનું સુખ છે ..એ  ભીતરનો વલોપાત હોય કે  સુખાનુભાવ  હોય  તેથી  કોઈ ફર્ક પડતો નથી ..

કવિતા દિલનો સ્પર્શ છે ..કવિતા  સીધીજ  આપણા  હૃદય  સુધી  પહોચે  છે.પ્રયાસ રહેશે કે આ  વિભાગ  આપનાં  દિલ સુધી  કાવ્યાનંદ પહોચાડી શકશે …..આવો  એક એવી કવિતાનાં શેર માણીએ ..

”સ્નેહથી મહેકતા અહેસસોનું –

કાવ્ય તો છે ફૂલ બારે માસનું

કોઈ  સૂઘે  કોઈ ચાખે ,કોઈ  માણે

જળ અનોખું  નાં રહે  ભાન પ્યાસનું ..

Posted in કાવ્યાનંદ | Leave a comment

વિચાર અને ચિંતન

૧  વિચાર વિષે ….

આ વિભાગ  વિચાર -ચિંતન નો  છે, તેથી  તેની શરૂઆત  ”વિચાર ” પર જ ચિંતન કરીને કરીશું .

આપણે અસીમ વિચારોના વિશ્વમાં જીવીએ  છીએ … દરેક  માણસ વિચારોના વિશ્વમાં જીવે છે ..વિચાર -સંસ્કૃતિ એક અનોખું વિજ્ઞાન છે ,આ વિજ્ઞાન પ્રમાણે વિચારો જ આપણા જીવનનું નિયંત્રણ કરે છે,ઘડે છે અને ભવિષ્યને આકાર આપે છે .વિચાર એ શાશ્વત શક્તિ  છે ,તેથી તે ક્યારેય નાશ પામતા નથી .માત્ર તેનું પુન: પ્રાગટ્ય ,નવીનીકરણ અને રૂપાંતરણ થુતું રહે છે

ખરેખર આ જગત શું છે ? પરમ શક્તિ [ઈશ્વર] નાં વિચાર સ્વરૂપનું ભૌતિક નિર્માણ છે .વિચારો એ તમારામાં પૂર્વથી સંચિત શાશ્વત શક્તિ છે .આ વિચાર ઉર્જા સમૂહ આપણા સૌમાં સમાયેલી છે .તેને પ્રગટ -પ્રવાહિત થઇ ,ઉર્જા આંદોલનો રૂપે બ્રહ્માંડમાં ફેલાય છે …તેનો ક્યારેય અંત આવતો નથી .કહેવાય છે કે યોગીઓ આ પ્રકારના વિચારોને વાંચી શકે છે ,ઝીલી શકે છે .

આ રીતે વિચાર સાગરની આસ પાસ જીવીએ છીએ …વિચરીએ છીએ ..આપણે ક્યારેક વિચારોને ખેચીએ છીએ તો ક્યારક વિચારો આપણે ખેચે છે ..આરીતે સારા કે ખરાબ વિચારો મગજના તરંગો મફત વાયરલેસ સંદેશાઓની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે .

તમે વિચાર પ્રવેગથી જગત આખું  ખંખોળો છો ..આ વિચાર ઉર્જા એક  માણસથી બીજા માણસ તરફ વહેતી રહેં છે ..તમે જે ક્ષણે યોગ્ય  રીતે વિચારવાનું શરૂ કરો છો  તે જ ક્ષણે તે શક્તિ બહાર આવવાનું શરૂ કરે છે ..

Posted in વિચાર અને ચિંતન | 1 ટીકા

વિચાર અને ચિંતન

આ વિભાગ, વિચાર -ચિંતનનો હોવાથી એ વાતનો મને ખ્યાલ છે કે –

વંચાયેલા અને ચવાયેલા લખાણો અહીં ફરી પાછા  આપને વાંચવા ન મળે …

હું કોઈ મહાન લેખક નથી કે નથી કોઈ સર્જક ,એટલે મને ન વાંચશો તો ચાલશે …પરતું  છતાં તમને એ વાચવાનું ગમે અને સમ-સમભાવ  કયાક હળતો -મળતતો દેખાય તો સહિયારું સ્મિત દાખવતા રહેજો ,

આપના હસતા ચહેરાનું પ્રોત્સાહન, વિચાર -ચિંતનમાં પ્રાણ પૂરશે …

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

૨ .પ્રેમ અભાવ

[૧ ] સદા  પીડે  છે  ખાલીપો  પ્રેમનો …..

પ્રેમ વગર તમારું હોવું અકારણ લાગે છે ,વ્યર્થ લાગે છે .જાણે તમારું હોવું એક દુર્ઘટના છે .અપશુકન છે .તમે કોઈના માટે સૌભાગ્ય નથી .તમે નરકથી ઘેરાઈ જાઓ છો .

ઓશો કહે છે -પ્રેમ વંચિતતાને  લીધે ,વ્યક્તિ હંમેશાં અતુપ્ત  અને બેચેન રહે છે .કશુક ખૂટતું લાગે છે .ખબર નથી પડતી કે શું ખૂટે છે ,કઈ પ્યાસ છે ,કોની પ્યાસ છે .સમજાતું નથી કે શું જોઈએ છીએ ? શેનો અભાવ છે ?  ધન છે ,પદ છે ,પ્રતિષ્ઠા છે ,છતાં ખાલીપો વર્તાય છે .તરથી જ જયારે પ્રેમ વંચિતતા  ઘેરી વળે છે ,ત્યારે જીવનમાં ,પ્રેમના ખાલીપાની પીડા સતાવતી  રહે છે ; કારણ કે પ્રેમ વગર કોઈ તૃપ્ત નથી થઈ  શકતું .પ્રેમ વગરનું જીવન મરેલી  જિંદગી છે .ભાર વેંઢારતું જીવન છે .સાચી તૃપ્તિ  પ્રેમ જ આપી શકે છે .

ફીયોડોર દોસ્તોવ્સ્કીની  વિશ્વ પ્રસિદ્ધ  વાર્તામાં એક નાસ્તિક પાત્ર આવે છે ,જે  જીવનથી એટલો હતાશ અને ભાંગી ગયો હોય છે કે એક દિવસે  પરમાત્માને  ઉદ્દેશી ને કહે છે કે ,”મને  તારામાં ભરોશો નથી કે તું છે કે નહી ,પરંતુ જોતું હોય ,જો તું મને મળે -તો આ તારું દીધેલું  જીવન પાછું -પરત કરવા ચાહું છુ .. આવા જીવન કરતા ,તો જીવન ન હોવું સારું છે ..”

પ્રેમ વગરનું જીવન જીવ્યા કરતા મરવું સારું ….જાણે દીવો ઓલ્વાયેલું  ઘર …જાણે વીણાનાં  તાર તૂટી ગયા ..સંગીતથી રિક્ત -શૂન્ય વીણા ..પ્રેમ વગર જીવન એવું છે જાણે વૃક્ષ પર ફળ -ફૂલ ન બેસે ..વાંઝિયું  વૃક્ષ ..પ્રેમ વિણ જીવન ખાલી -ખાલી ..પ્રેમ હોય  તો ભરાય છે .

જે જીવનમાં પ્રેમ નથી ,તે જીવનમાં એક પ્રકારનો અજંપો  હોય છે અનેક પ્રકારના રોગ હોય છે .પ્રેમના અભાવને કારણે બધી ગડમથલો છે .પ્રેમના રસ સ્ત્રોતથી  સંબધ છુંટી જવાને લીધે જ જીવનમાં સમસ્યા છે .મનોવિજ્ઞાની વિલ્હેમ રેકનું કહેવું છે કે -પ્રેમના અભાવને કારણે જ સઘળી મનોવિકૃતિઓ પેદા થઇ છે .આજના માનવીને પ્રગાઢ પ્રેમનો અનુભવ નથી થતો ,તે સમગ્રતાથી તેમાં ઉતરી શકતો નથી .તેથી તેની અતૃપ્ત મનોદશા અનેક આયામોમાં તૃપ્તિની  ખોજ કરે છે .

ઓશો કહે છે -પ્રેમની વંચિતતા અનેક રોગોને આમંત્રણ આપે છે .તેની વંચિતતા ચીડ ,ક્રોધ ,અને નિષેધક ભાવો પેદા કરે છે . વ્યક્તિમાં ઘૃણા ઘર કરી જાય છે .પ્રેમની ઉર્જા ,સાગર સુધી જવાની હતી ,તે ખાબીચિયું  બની જાય છે .

પ્રેમ વગરના જીવનમાં એક રુદન હોય છે .તમે તેને ઉત્સવથી ભરી શકતા નથી .પ્રેમ વગર કોઈ ઉત્સવને ઉપલબ્ધ નથી થઇ શકતું આ જીવનનો શાશ્વત નિયમ છે .

જીનનો અર્થ છે ,વહેવું ..

સતત સાતત્ય ..અવિરત વહેતા જવું ..

જ્યાં સુધી સાગરને ન મળો ત્યાં સુધી ,રોકાયા વગર વહેતા રહેવું ..

પરંતુ જે ડર્યા ,રોકાય ગયા ,તેઓ   સંકોચાઈ  જશે ..ત્યાં પ્રવાહ -પ્રસરણ બંધ થઇ જશે ..

ઓશો  કહે છે -પ્રેમના અભાવથી ખુશ ન થતા તેનો અભાવ નર્ક છે .ભાવાત્મક બનો .વિધાયક બનો .પ્રેમ નથી તો રાજી ન થશો .દિલના પથ્થરિયા ગ ગઢને તોડો ..પ્રેમનું ઝરણું વહેવા દો ..સંસારનો સ્નેહ હશે તો પણ ચાલશે ,શરીરનો પ્રેમ હશે તો પણ ચાલશે ..શરૂ કરો ..

પ્રેમથી થોડ લોકો ખુશ થાય છે .ઘણા લોકો પ્રેમના અભાવથી રાજી થાય છે .જે પ્રેમના  અભાવથી  ખુશ થઈ ગયા –

તેઓ અંધારામાં અટવાઈ ગયા …

ક્રમશઃ

Posted in વિશેષ | Tagged | Leave a comment

મનોવિજ્ઞાન

૧ .સુખનું મનોવિજ્ઞાન

સુખની ખોજ યુગોથી ચાલે છે ,ચાલતી રહેવાની  છે. સુખ સાપેક્ષ બાબત છે .તે દેશ ,સંસ્કૃતિ, ધર્મ ,જાતિ  અને  વ્યક્તિ સાથે  સંબંધિત અવધારણા છે ,તેથી જ સુખની ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી .

સુખ અંગે અનેક પ્રકારના મતો અને અર્થઘટનો છે .તેની અસંખ્ય લાક્ષણીકતાઓ અને ગુણ ધર્મો છે .તે આત્મલક્ષી ખ્યાલ હોવાથી તેની સર્વગ્રાહી વ્યાખ્યા કરવામાં ઓછી સફળતા મળી છે .સુખની ઓળખ કરાવતા ૧૦૦ કરતા પણ વઘુ શબ્દો છે.

”સુખ એ આપણી આવી મન :સ્થિતિ છે ,જેણે લાગણીઓ ,વિચારો ,આવેગો ,વલણો અને વર્તન સક્રીયતાઓ અસર રે છે .”

”સુખ એ સાહજીક સુખીપણાની આવેગિક સ્થિતિ છે ,જે દુ:ખ અને અસુખદ આવેગમાંથી મુક્તિ સૂચવે છે .”

કેટલાક વિદ્ધ્વાનોનાં મતે સુખ એ એવી મનોદશા છે ,જેમાં દુ:ખ -દર્દ ,ધિક્કાર ,પ્રેમ,જીજ્ઞાશા ,ઈર્ષા ,આશા ,ચિંતા ,ભય અને હીન ભાવનાનો સમાવેશ થાય છે .

આમ ,સુખ એ મન :સ્તિતિ છે -એક માણસ પાસે ૧૦ લાખ રૂપિયા હતા .તેણે ૩ લાખ રૂપિયા ખોઈ નાખ્યા અને તેની પાસે ૭ લાખ રહ્યા . બીજા માણસ પાસે ૪ લાખ હતા ,તે ૩ લાખ રૂપિયા કમાયો અને તેની પાસે ૭ લાખ રૂપિયા થયા .બેઉ પાસે ૭ લાખ રૂપિયાની સમાન રકમ છે ,છતાં પણ એક સુખ અનુભવે છે ,બીજો દુખ અનુભવે છે .

આમ ,સુખ કે દુખ માટે આપણી મન :સ્થિતિ જ જવાબદાર છે ….બાહરી પરિસ્થિતિ પ્રત્યેના આપણા વિચાર ,વલણ કે અભિપ્રાય આપણી મન:સ્થિતિ ને અસર કરે છે .સુખ-દુ:ખનાં આઘત -પ્રત્યાઘાત માનવીના મનમાં પડઘા પાડતા રહે છે .

કેટલાક માણસોને સઘળું પ્રાપ્ત હોવા છતાં સુખ માટે ઝૂરે છે ,અને કેટલાક માણસો પાસે કશુંય ન હોવા છતાં સુખના પ્યાલા ભરી- ભરીને પીવે છે .

ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન | 2 ટિપ્પણીઓ

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ ..

આ જગત પ્રેમમય હોત તો નું ..શેષ ..

આ છોડ પર રોજ ગુલાબ  લહેરાતું  જોવા  મળતું ,’ઘાસ – ફૂલ’ ને  થયું મારી તો શું દશા છે  ? આ જમીનમાં  જ જન્મવાનું  અને  મરવાનું …હું ક્યાં સુધી ‘ઘાસ -ફૂલ ‘રહીશ ? તેણે પરમાત્માને  પ્રાર્થના  કરી  ‘હેં  ..પ્રભુ , મને પણ ગુલાબનું ફૂલ બનાવી  દ્યો ‘ મારા પર  કૃપા  કરો ‘ ..પરમાત્માએ ખૂબ સમજાવ્યું  કે ” આ જંજાળમાં ન પડ ,ગુલાબના ફૂલને  ઘણા કષ્ટો છે …તોફાન આવે  ત્યારે તેના મૂળ ઉખડું -ઉખડું  થઇ જાય છે ,ફૂલો હજુ ખીલે ,ત્યાં  તેને  કોઈ તોડી  છે ….વરસાદ તેની પાંખડીઓને  જમીન પર વિખેરી  નાખે છે ..તું  આ જંજાળમાં  ન પડ ..તું ખૂબ સુરક્ષિત છે ” પરંતુ ઘાસના ફૂલે જીદ પકડી ,મારે જંજાળો  વહોરવી છે …તમે મને ફક્ત એક દિવસ  માટે ગુલાબનું  ફૂલ બનાવો પ્રભું  ”આખરે પરમાત્માએ તેને ગુલાબનું  ફૂલ બનાવી દીધું .

એ સવારે ગુલાબ બની ખીલ્યું ..અને સવારથી  જ એની મુશ્કેલીઓનો  આરમ્ભ થઇ ગયો …જોરથી વાવાજોડું ફૂકાયું ,તેનાં રુંવાડે -રુંવાડે કંપારી છૂટી ગઈ …મૂળિયાં ઉખડવા લાગ્યા .બપોર થતા  સુર્યના તાપથી ફૂલો ક્ર્માવવા લાગ્યા ..વરસાદ આવ્યો ,પાંખડીઓ નીચે પડવા લાગી. વરસાદે જોર પકડ્યું અને સાંજ થતાં -થતાં મૂળિયાં ઉખડી ગયા અને ગુલાબનો છોડ જમોન દોસ્ત થયો ..જમીન પર ઢળી પડ્યો ,સાથે પેલું ફોલ પણ નીચે પટકાયું .આ જોઈ તેના ઘાસ -ફૂલ મિત્રો બોલ્યા, ” પાગલ ,અમે તો પહેલેથી કહ્યું  હતું ,નકામી જિંદગી ખોઈ ..હાથે કરી મુશ્કેલીઓ વહોરી …સાથે  હતા તે  કેવી મજા હતી ..કેવી સુવિધા હતી ..કેવી  સુરક્ષા હતી ..સાથે જીવતા હતા ,બધું બરાબર હતું ”

એ વખતે એ મરતા ગુલબ ફૂલે કહ્યું ,”અણસમજ લોકો ,જિંદગીભર ઇટ ની ઓથમાં છૂપાયેલ ઘાસનું ફૂલ બની જીવવા કરતા ,એક દિવસ માટે  ગુલાબ ફૂલ બની જવું અતિ આંદ્પૂર્ણ છે .મેં મારો આત્મા પ્રાપ્ત કરી લીધો ,મેં તોફાનો સાથે લડી લીધું ,મેં સુરજની સામે ઝ્જુમી લીધું .મેં તોફાનો ની મુલાકાત કરી ..હું  અમેને એમ જ નથી મરતો …હું જીવીને  મરું છુ અને તમે મરીને જીવો છો ….

ક્રમશ :

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ …..

[૬ ] આ  જગત  પ્રેમમય  હોત તો  …

આપણી  બૌદ્ધિક સિધ્ધીઓ આજે   જેટલી  ચરમ અવસ્થાએ છે એટલી  આ પહેલા ક્યારેય ન હતી .સાથે એ પણ સાચું છે  કે પ્રેમની ભાવના ,અનુકમ્પા ,કરુણા અને સુશ્રુષાની  ભાવના આજે નિમ્ન કક્ષાએ  છે એટલી  નિમ્ન કક્ષાએ  ક્યારેય ન  હતી . બૌધિક  સિદ્ધીઓ  ,યાંત્રિક  ઉપકરણો  અને  ભૌતિક  સંપદાઓ  પ્રાપ્ત  કરવાની  પ્રક્રિયામાં , સભ્યતાની ઉંચાઈઓ  સર કરવાની  પ્રક્રિયામાં આજે માણસ જાત વિશેષત :અહંકારી મનની આસપાસ કેન્દ્રિત થયેલી છે .

પ્રેમને બદલે  સમાજે  અહંકાર વિકસાવવા માટે વધુ ધ્યાન  આપ્યું છે .

ઓશો  કહે છે –

આ  જગતમાં  પ્રેમનો પ્રભાવ પ્રસર્યો  હોત તો

પૃથ્વી બીજા જ પ્રકારની હોત …

અહીં  હિંદુ  ન  હોત ,મુસલમાન  ન હોત ,

અહીં  ગોરાઓ  અને  કાળાઓનો  ભેદ ન હોત

અહીં  સ્ત્રી -પુરુષ  વચ્ચે  આટલી અસમાનતા  જ હોત

અહીં  બ્રાહ્મણ  અને શુદ્ર  ન હોત જો  દુનિયામાં  પ્રેમ હોત તો

આ જગતમાં જડતા અને  મૂઢતા ન હોત

આ જગત  પ્રેમમય  હોત  તો ,

મનુષ્ય , મનુષ્ય  હોત ……

પ્રેમથી ભર્યું  જગત  હોત ….તો

મનુષ્ય  હોત ,ઈશ્વર  હોત અને  પ્રેમ  હોત …

ઓશો કહે છે –

” મારું તો માનવું છે કે  મનુષ્યનાં જીવનમાં જયા સુધી  પ્રેમનું  પુષ્પ ખીલતું નથી  ત્યાં સુધી  તેના વ્યક્તિત્વમાં એ રોનક ,એ નમક ઉત્પન્ન નથી થતા ..

તેનું જીવન ફિક્કું -ફિક્કું  બની જાય છે . હું માનું છુ  કે ફિક્કા વ્યક્તિત્વ  કરતા સમસ્યાથી ભરેલા તેજસ્વી  વ્યક્તિત્વનું વધારે મૂલ્ય છે .એક બગીચામાં એક  નાનકડું ‘ઘાસ -ફૂલ ‘ દીવાલની આડમાં ,ઇટોની  ઓથમાં  દબાઈને જીવતું  હતું .તે ઘણું જ સુરક્ષિત અને સલામત હતું .સૂર્યનો તાપ એને ત્રાસ આપી શકતો ન હતો ,પવન કેરા તોફાનો તેને સતાવી શકતા  ન હતા ….વરસાદ તેને  નમાવી ,જમીન ભેગો કરી શકે તેમ ન હતો  કારણ કે તે પ્રથમથી જ જમીનમાં  પથરાઈ પડ્યું હતું …

આ’ ઘાસ -ફૂલ ‘ ની બાજુમાં એક ગુલાબનો છોડ હતો .

ક્રમશઃ

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ …

[૫ ]  પ્રેમને બચાવો ,પ્રેમ તમને બચાવશે ….

ઓશો  કહે છે -પ્રેમને સંભાળી લો,

પ્રેમ બધું સાંભળી લેશે …

પ્રેમ જબરું સંતુલન આપે છે ,પરંતુ તે માટે તમારે પ્રેમને બચાવવો પડશે –

તમે પ્રેમને મરવા ન દેશો .

પ્રેમ  નાનકડો દીપક છે અને આંધીઓ ખૂબ છે .બધી બાજુથી તેને બુઝાવી દેવા તોફાનો જોર કરે છે .

             ગમે તેવી સ્થિતિ હોય

              ગમે તેવા લોકો હોય

              ગમે તેવો પરિવાર

              ગમે તેવા સંબંધી હોય –

તમે એક વાતનો ખ્યાલ રાખજો કે આ બધાની વચાળે તમારે પ્રેમના દીપકને બચાવવાનો છે .કારણ કે તેના વડે જ તમે બચશો .

              જિસસે કહ્યું છે,

              કોઈ તમારો કોટ છીનવી લે ,તો તેને આપી દેજો .પરંતુ પ્રેમને બચાવજો .

             કોઈ તમને એક માઈલ ભાર ઉચકવાનું કહે તો તમે બે માઈલ ઉપાડજો

             પરંતુ પ્રેમને બચાવજો .

             ઓશો કહે છે –

             પ્રેમ એક માત્ર અભેદ્દ્ય સુરક્ષા છે. તેને બચાવી લો …….

મુલ્લા નસરુદ્દીનનાં ઘરે ચોરી થઇ ….મુલ્લાએ ચોરો સામે બાથ ભીડી ….ચોરોએ તેને ખૂબ માર્યો …મુલ્લાએ ઘરની સંપતિ બચાવવા ખાતર જાનની બાઝી લગાવી દીધી …પોતે મોતના મુખમાં ધકેલાઈ ગયો ….હોસ્પિટલમાં મરણ પથારીએ પડ્યા -પડ્યા તેણે પત્નીને પત્ર લખ્યો” તું ચિંતા કરીશ નહી ,સંયોગોવશ એક દિવસ પૂર્વે જ મોટા ભાગનું સોનું બેકમાં મૂકી આવ્યો હતો . થોડું જે ઘરમાં હતું તેણે મેં જાનની બાઝી લગાવી બચાવી લીધું છે …..કશુ જ ગૂમાવ્યું નથી …સિવાય મારા પ્રાણ ..”  આટલું લખી તે મ્રત્યુ પામ્યો ….

મરતી વખતે લોકોની આજ દશા થવાની છે .જીવન સિવાય કશું જ ગુમાવ્યું નથી …બધુજ  બચાવ્યું છે .બધી બેલેન્સ બેંકમાં જમા છે …માત્ર તમે તમારી જાતને ગૂમાવના છો …જીવનને ખોઈ નાખી ,મિટાવી દઈ બધું મેળવ્યું  તો શું મેળવ્યું ?

જે પ્રેમાં જીવે છે તે હમેશા સંન્તુલિત હોય છે .પ્રેમ એક સંતુલન આપે છે .કારણ કે પ્રેમ તમારા વ્યક્તિત્વને એક માધર્ય બક્ષે છે ,એક સ્નિગ્ધતા આપે છે .પ્રેમ તમારા રોમ-રોમને વિશ્રામ -શંતિ અને રસ આપે છે .આ રસને કારણે તમે અતિ તરફ જવાથી બચો છો કારણ કે અતિમાં ગયો તે રસ ભંગ થયો ,રસને લીધે તમે અતિ તરફ ગતી નથી કરતા .

પ્રેમી એ રીતે ચાલે છે જે રીતે ગર્ભવતી સ્ત્રી ચાલે છે .તે બીજાઓ  જેમ દોડી નથી શકવાનો ,કારણ કે તેણે જીવન સંભાળવાનું છે .દોડતી સ્ત્રીને ગર્ભપાત થઇ શકે છે .ગર્ભવતી સ્ત્રી કઈ રીતે ચલે છે ? ખૂબ સંભાળીને ચાલે છે .તેની ચાલમાં એક શાલીનતા હોય છે ,એક ખજાનાને ભીતરની -જીદગીને સાચવીને ચાલશે .પ્રેમી પણ એવું જ જીવે છે ,તેનાં ભીતરનાં પ્રેમના દીવડાને બચાવીને ચાલશે .

ઓશો કહે છે –

                  પ્રેમને તમે બચાવો છો ,તો –

                 પ્રેમ તમને બચાવે છે .

                 પ્રેમને તમે સંભાળો છો તો

                પ્રેમ તમને સંભાળે છે ……

                પ્રેમને  બચાવજો , પ્રેમથી જ સંતુલન  આવશે ….

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે.સૈયદ

પ્રેમ અવગણના ચાલુ ……..

[૪ ]  પ્રેમને તમે પાષણ બનાવી દીધો ..

પ્રેમ સ્વભાવત:સરળ છે પરંતુ –

આપણ ને જે શીખવવામાં આવ્યું છે ,ભણાવવામાં આવ્યું છે ,સમજાવવામાં આવ્યું છે તે બધું પ્રેમ વિરોધી છે .

આપણા સઘળાં સંસ્કારો અપ્રેમના છે.

આપણી સભ્યતા ,આપણી સંસ્કૃતિ ,સમાજ -બધા ધૃણા પર ઉભા છે …….

તેના પાયામાં યુદ્ધ છે …યુગોથી તેના રક્તમાં ઝેર ઘોળાતું રહ્યું છે …….તેથી પ્રેમ બન્યો છે કઠણ …પાષણ …..

સંત ફ્ર્રાન્સીસની મત્યુ વેળા હતી .એ પળે અત્યંત તકલીફ છતાં ,ઊઠીને તેઓ પોતાના ઘરડાં ગધેડા પાસે જઈ -ક્ષમા યાચના કરવા લાગ્યા …તેનો આભાર માનવા લાગ્યા …કહેતા હતાં …તું મારો સાચો મિત્ર છે .તે મારા માટે શું શું નથી કર્યું …જીવનભર એનેક યાત્રાઓ કરાવી ,સાજો -માંદો હતો છતાં મારા બોજને સદા તે ઉપાડ્યો ….તારો ખૂબ -ખૂબ આભાર .મે કેટલીયે વાર અપશબ્દો કહ્યા હશે ,માર પણ માર્યો હશે ….હેં મિત્ર, મને ક્ષમા કરજે ……

પ્રેમ સ્વયમ સરળ છે ,

પરતું આપણે પથ્થર છીએ …

અને તેથી જ પ્રેમના મર્ગે ચાલનાર માટે ભીતરે પથ્થર થઇ જામેલી જડતા અને ગંદગી ખોદી ફેકવી પડે  છે …અને આ જ મોટી કઠણાઈ છે ……પ્રેમને પાષણ બનાવી દીધા, પછી ફૂલમાં ફેરવવો મુશ્કેલ છે …

જીસસને જે દિવસે ફાંસી થઇ અને તેમના હાથોમાં ખીલ્લા ખોસી દેવાંમાં આવ્યા ,એ સમયે જ તેમનાં ચાનારા ફકીરોના હાથોમાં પણ અનાયાસ લોહી વહેવા લાગ્યું હતું …..એક ન માની શકાય એવી ઘટના ઘટી હતી….ચિકિત્સકો પણ આ જોઈના દંગ થઇ ગયા જતા .એક અજાયબ ઘટના ઘટી હતી ……આટલી હદે પરનુંભૂતી ….? એટલી એકાત્મ અનુભૂતિ …? જાણે ઘા જીસસના દેહ પર નહી, તેઓના અંગો પર થયા હતા …આટલી તીવ્ર ભાવાનુભૂતિ ….

પ્રેમનો આ ઓળઘોળ ભાવ જ હદયને  ફૂલ જેવું બનાવી શકે છે …

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર :સંપાદન -આઈ.જે.સૈયદ

૧ પ્રેમ અવગણના ચાલુ ….

[૩ ] જોઈને પ્યાર ,ન છોડ તું સંસાર

સંસારનો અર્થ શો છે ?

જ્યાં પ્રેમ હોવાની સંભવના છે. જ્યાં પ્રેમને અવસર છે .જ્યાં બીજા ઉપસ્થિત છે. જ્યાં કોનું દિલ ક્યાં મળી જાય કોને ખબર …કોની વીણા કોની સાથે વાગી જાય કોને ખબર …કોણ જાણે કોની સાથે પ્રેમ કરી બેસે …/

ચાલો ભાગો ….સદીઓથી વિભૂતિઓ જંગલ અને પહાડો તરફ ભાગતી રહી છે …કોનાથી દૂર ભાગી રહ્યા છે ? તેઓ કહે છે અમે સંસારથી ભાગી રહ્યા છીએ ,પરંતુ ખરેખર તેનું મનોવિજ્ઞાન સમજશો તો જાણશો કે તેઓ સંસારથી નહી ,પ્રેમથી ભાગી રહ્યા છે. પ્રેમની જ્યાં સંભવના છે, પડકાર છે ,ત્યાંથી દૂર ભાગી રહ્યા છે …સંસાર પ્રેમનું બીજું નામ છે.

ઓશો કહે છે -આ સંસાર પ્રેમનો જ વિસ્તાર છે. દુકાને બેઠો દુકાનદાર પ્રેમને કારણે જ દુકાનદારી કરે છે. દુકાન એના માટે પ્રથમ પસંદગી નથી ,ઊંડાણથી જોશો …ભીતરે ખોજ્શો તો પ્રેમ જ કારણ હશે .કોઈ પત્ની ,બાળકો ,માતા-પિતાથી પ્રેમ કરે છે તેથી જ ઉતરદાયિત્વ નિભાવે છે અને હજારો પ્રકારના કષ્ટો અને હતાશાઓ સહન કરે છે.

ઓશો કહે છે -જંગલ પહાડોમાં ,સંસારથી દૂર ભાગવાનું મૂળ કારણ એ છે કે પ્રેમમાં જેટલું સુખ છે તેના કરતા અનેક ગણું  દુ:ખ છે….પ્રેમને કારણે જ લોકોને સંતાપો અને દુ:ખ વેંઢારવા પડે છે ….લોકો તેથી જ દૂર ભાગે છે .પ્રેમથી બચો ..કારણ કે જે પ્રેમથી બચી જાય છે ,તે દૂખથી બચી જાય છે .પરંતુ યાદ રાખો -જે દુ;ખથી દૂર રહ્યો ,તે સુખથી પણ દૂર રહી જવાનો ..

સ્ટેશન પરના વેઇટિંગ રૂમની સાથે જેવો વ્યવહાર થાય છે એવો વ્યવહાર આપણે જીવન સાથે કરીએ છીએ …વેઇટિંગ રૂમમાં ઘડીભર થોભવાનું ,થોડીવારમાં તો તે છોડી જતા રહેવાનું છે .તો એ રૂમનું પ્રયોજન શુ? તેનો શો અર્થ ? ઓશો કહે છે છે -આપણે આ ઘર છોડી દઈશું ,આ મુકામ છોડી દઈશું ,પણ આ જિંદગીનું શું ? તે આપણી સાથે જ રહેશે …તેને બદલવાનો કોઈ ઉપાય નથી .

સવાલ એ છે કે જ્યાં આપણે ઘડીભર થોભ્યા ,તે જગા સુંદર બનાવી, ત્યાં પ્રીતની હવા જન્માવી ,આંદના ગીત ગાયા …સવાલ તો એ છે કે જેણે આનંદના ગીત ગાયા ,એણે પોતાની અંદર ,આનંદની એવી જ વિશાળ સંભાવનાનાં દ્વાર ખોલી નાખ્યા .જેણે એ મકાનને સુંદર બનાવ્યું તેણે મહાન સૌન્દર્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી .જેણે વેઇટિંગ રૂમમાં બે ક્ષણો પ્રેમમાં વિતાવી ,તેણે વ્યાપક પ્રેમને મેળવવાની યોગ્યતા મેળવી લીધી .

ઓશો કહે છે -પ્રેમ એક ઉતરદાયિત્વ છે ….આ ઉતરદાયિત્વ નિભાવવું એ પણ એક ભક્તિ છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનું તપ્ છે. આ તપ અને ભક્તિ જે સસરમાં રહી કરી શકે છે ,તેણે સંસારથી ભાગવાની જરૂર નથી …..

                                                                                                                                                                                                         ક્રમશઃ

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

૧ .પ્રેમ અવગણના ચાલુ …….

[૨ ] પ્રેમ ના મંજૂર રહ્યો :

             જગતના બધા જ સમજો અતિશય વધારે પ્રમાણમાં યુદ્ધ -અભિમુખ રહ્યા છે ,તેથી પ્રેમને મંજૂરીની મહોર મારવા માટે ક્યારેય એક સહમતી ન થઇ .

જો પ્રેમને છૂટ મળે વહેવાની તો

યુદ્ધ અલોપ થઇ જાય ……

જો પ્રેમને મજૂરી મળે ,પ્રેમને ઉત્તેજન મળે અને પ્રેમ ઉગે ,ફૂલે -ફાલે તો ,લોકો અંદરો અંદર લડે અને એક બીજાની હત્યા કરે એવી ગોઠવણ કરવી અસંભવિત બની જાય ..

ઓશો કહે છે -અત્યાર સુધીમાં એટલે કે ત્રણ હજાર વર્ષોમાં પંદર હજાર યુદ્ધો થયા ..દર વર્ષે પાંચ યુદ્ધ ..ઇતિહાસ વિદ્દો કહે છે -એવો દિવસ શોધવો મુશ્કેલ છે જે દિવસે કોઈ ને કોઈ જગાએ યુદ્ધ ચાલી ન રહ્યું હોય …..યુદ્ધ દુનિયાના કોઈને કોઈ ખૂણે ચાલતું હોય છે ..યુદ્ધ ક્યાંક ને ક્યાંક ચાલુ રહેવું જોઈએ જ …માનવતા ક્યારેય સ્વસ્થ રહી શકી નથી .અને જ જયારે યુદ્ધ ન ચાલતા હોય ત્યારે નાના-નાના યુદ્ધ ,ઘરોમાં ચાલતા રહે છે .

એક શિક્ષકે   વિદ્યાર્થીને પૂછ્યું : સૌથી મોટા યુદ્ધનું નામ બતાવ..

વિદ્યાર્થીએ ડરતા ડરતા જવાબ આપ્યો :  સૌથી મોટું યુદ્ધ ,મારા માતા -પિતા વચ્ચેનું છે …

જગત પરના  મહા યુદ્ધો –

માનવીના ભીતરની ઘૃણાનું જ પરિણામ છે. જ્યાં સુધી ભીતરે કલહ -યુદ્ધો રહેશે ત્યાં સુધી આ જગત ,જંપીને નહી બેસે .

પ્રારંભથી જ બાળકોના ધિક્કારનું શિક્ષણ અપાય છે .એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો પ્રત્યે જાણે -અજાણે ધિક્કાર પેદા થાય એ રીતના વ્યવહારો શીખવે છે .એ જ રીતે ભાષાઓ અને જાતિઓ ,એજ રીતે રાજ્યો અને દેશો -દેશો વચ્ચે ધિક્કાર જન્માવી દેવામાં આવે છે .

એવું લાગે છે કે આપણા ઉછેરમાં ધિક્કાર ખૂબ જ સહજતા અને સરળતાથી વણાઈ ગયો છે .આદત જેવો બની ગયો છે. અને પ્રેમ લગભગ અશક્ય બની ગયો છે .આટલા બધા ધિક્કારને કારણે ,આટલા બધા દુશ્મનોને કારણે તમે લગભગ બધાને ધિક્કારો છો .પછી તમે તમારી પત્નીને ,બાળકોને ,માતા-પિતાને કેવી રીતે પ્રેમ કરી શકો ? અને પછી તેમને કહેવામાં આવે છે કે પોતાને પ્રેમ કરો અને બીજાને ધિક્કારો .આ વિરોધાભાસી વાત છે .કાં તો તમે બધાને પ્રેમ કરી શકો અથવા બધાને ધિક્કારી શકો ,તમે ભાગલા ન પાડી શકો .

જે માણસ બાકીના બધાને ધિક્કારે છે તે પોતાની પત્ની કે પતિને કઈ રીતે પ્રેમ કરી શકે ? તેના માટે તે અશક્ય બની જશે .તે ધિક્કાર માટે ટેવાઈ જશે . તેના લોહીમાં ધિક્કાર વહે છે. ..જો તે ચોવીસ કલાકમાંથી  ત્રેવીસ કલાક ધિક્કારમાં જીવે છે અને પછી એક કલાક પત્નીને પ્રેમ કરી શકશે ખરો ?

મુલ્લા નસરુદ્દીનને કોઈએ પૂછ્યું : તમે તમારા લગનીની તારીખ ભૂલી ગયા હો ,એવું ક્યારેય બન્યું છે ?  તેણે જવાબ આપ્યો ,ક્યારેય નહી …

દુ:ખદ ઘટના ક્યારેય ભૂલાતી નથી …સુખ વિસરાઈ જાય છે ..દુ:ખ ક્યારેય ભૂલાતું નથી.

પ્રેમ દુ:ખનું કારણ બની ગયું .છતાં જગતને અહેસાસ થતો નથી કે કેટલી મોટી ગેરસમજણને  આપણે ચૂપચાપ વેંઢારતા જઈએ  છીએ …

ઓશો કહે છે -આપણને તદ્દન અલગ -જુદાં પ્રકારની દુનિયાની જરૂરત છે .જુદાં જ પ્રકારનો ઉછેર ,જ્યાં ધિક્કારનું શિક્ષણ અપાતું ન હોય …..

આપણે હજુ પ્રબુદ્ધોને  સાંભળવા પડશે .જો નહી સાંભળીએ, તો થોડા જ વર્ષોમાં આખી માનવ જાતનો વિનાશ થશે .

” બધા જ જીવનને પ્રેમ કરે ”

લોકો વધારે પ્રેમ કરે તેવી વ્યવસ્થા કરો . પ્રેમમાં આનંદ પામો …

”બીજામાં તમને પોતાને જુઓ ”

‘તમને ‘ બીજામાં જોશો ,તો તમે બીજાને ઈજા પહોચાડી શકશો ?

જયારે લોકો ”પોતાને ”- બીજામાં જોવાનું શરૂ કરશે ત્યારે પ્રેમને આપોઆપ મંજૂરી મળી જશે ….

ક્રમશઃ …………………….

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

                                                                                                                ૧ 

                                                                                                પ્રેમ અવગણના  

[૧] ચિત્તમાં પ્રેમના ભર્યો ……….

          માનવ ચિત્ત સદીઓથી કલુષિત છે .હજારો વર્ષથી પ્રેમ નિંદાની ઊંડી અવધારણા ઠાંસી- ઠાંસીને માનવ મનમાં ભરવામાં આવી છે .

        પ્રેમને આપણે સંસ્કૃતિ કહીએ છે ,ધર્મ કહીએ છે અને સાથે જ મોટા મોટા શબ્દો વડે તેને દબાવી પણ દઈએ છીએ …રૂપાળાં બહાનાઓ પાછળ હંમેશાં -પ્રેમ નિષેધ -જ રહ્યો છે .પ્રેમનો નિષેધ જ મૂલત:જીવનનો નિષેધ બની ગયો ….

     પ્રેમનો નિષેધ એવો છે જેમ કોઈ વૃક્ષના મૂળ પર ઘા કરે  અને તેને કાપે .મૂળ કપાઈ જાય ત્યારે વૃક્ષ આપોઆપ ઢળી પડશે …..સ્વયમ મૃત્યુને આધીન થશે …જો વિષયુક્ત બની જાય તો તમે આપોઆપ જીવન પ્રત્યે ઉદાસીન બની જાઓ છો .જીવનમાં પ્રેમ સિવાય અન્ય કોઈ રસધારા નથી .

      જીવન એટલે જ જીવન છે કારણ કે પ્રેમ પ્રવાહિત છે .

પ્રેમનો દુષ્કાળ હોય ત્યાં જીવન વસંત ન હોય .ત્યાં પાનખરનું સામ્રાજ્ય હોય .જીવન પછી ઠૂઠું બની રહી જાય છે અને આ ઠૂઠાની જ આપણે સદીઓથી પૂજા કરી છે.

                                         જ્યાં જીવન નિષેધ હોય ત્યાં સંકીર્ણતા વ્યાપે છે

                                         અને જ્યાં જીવન વિધાયક હોય ત્યાં પ્રેમ ફેલાય છે .

                                         પ્રેમને બાહો ફેલાવી આવકારો છો ત્યારે –

                                         મન મહીં નવા નવા પર્ણો ,નવા- નવા ફૂલો ખીલે છે .

                                        નવા -નવા ફળ બેસે છે .પરંતુ જો તેના મૂળ કાપો છો ત્યારે ઠૂઠાં રહી જાય છે .

                                       માનવ માનસમાં પ્રેમનો અર્થ જાતીયતાના રૂપમાં રહ્યો છે .

સ્ત્રીનો અર્થ દેહ થતો રહ્યો છે .

જાણે સ્ત્રીને કોઈ આત્મા જ હોય …

માનવ જાતિ ચાર-પાંચ હજાર વર્ષથી માત્ર વાતો જ કરે છે .

                       પ્રેમની વાતો થાય છે ,

                     પ્રેમના ગીતો ગવાય છે .

                   પ્રેમના ભજનો ગવાય છે ,છતાં

                     મનુષ્યના જીવનમાં પ્રેમનું કોઈ સ્થાન નથી .

                    મનુષ્યના પ્રેમની ધારા જ પ્રગટી નથી ……

આજનો માણસ પાંચ -છ કે દસ હજાર વર્ષની સંસ્કૃતિનું ફળ છે .દસ હજાર વર્ષથી જે સંસ્કૃતિ ,જે ધર્મ ,માનવીને પ્રેમથી ન ભરી શક્યો એ સંસ્કૃતિ ,એ ધર્મ આજે ભરી શકશે ? દસ હજાર વર્ષમાં જે નથી થયું  તે શું ભવિષ્યમાં થશે ?  માનવી પ્રેમથી ભરાઈ જશે એવી કોઈ  સંભવના ખરી ?

     જે ભૂતકાળમાં નથી થયું તે ભવિષ્યકાળમાં  પણ નહી થાય ……..

જે થશે તે આજે થશે .

તમારા થકી થશે ,અન્ય કોઈ કરવા નહી આવે ……..

                                                                                        ક્રમશઃ …………          

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન -આઈ. જે. સૈયદ

            ૧ પ્રસ્તાવના ચાલુ …….

ઓશો પાસે જિંદગીને જોવાનો એક અભિનવ દ્રષ્ટિકોણ છે .જે અન્યોથી સદંતર ભિન્ન અને તાજો છે .કરોડો વચ્ચે પણ ઓશોની એક અલગ પહેચાન છે .એમનો એક અલગ મિજાજ છે . જિંદગીને જમીન સાથે જોડી ,આસમાન સુધી જવાનો માર્ગ ઓશોએ નિર્માણ કર્યો છે .ઓશો કહે છે -જીવનને પૂરી સમગ્રતાથી અને તીવ્રતાથી જીવો ,જીવનનો ભરપૂર આનંદ લો .જીવન અને જગતમાં જે કઈ સત્ય ,શિવ અને સુંદર છે તેનું સ્વાગત કરો, આસ્વાદ લો .જીવનને પ્રેમ કરતા શીખો .

                  એક વિરાટ દુનિયા ,જે આપણી આસપાસ ફેલાયેલી છે …..જયારે મનુષ્ય હતો ત્યારે પણ આ દુનિયા હતી અને મનુષ્ય નહી હોય ત્યારે પણ હશે ….મનુષ્યના હોવા ન હોવાથી કોઈ ફર્ક પડવાનો નથી .મનુષ્ય નહી હોય ત્યારે પણ પક્ષો એ જ રીતે ગીતો ગાશે અને વૃક્ષો એ જ રીતે લહેરાશે …ચન્દ્ર એજ રીતે ચાંદની પાથરશે અને સુર્ય એ જ રીતે પોતાનો પ્રકાશ ફેલાવશે ….મનુષ્યનું નક્કી નથી .કાલે તે કદાચ ન પણ હીય …પરતું પૃથ્વી ,ચન્દ્ર .તારા ,સૂર્ય સમાપ્ત થવાના નથી ….આવા હજારો લાખો સૂરજ ચછે ,આવા કરોડો તારાઓ છે …તેની પાર પણ ઘણું છે …તેથી આ વિરાટથી સંબધિત થવાનો એક માત્ર ઉપાય છે -પ્રેમ ….

                   ઓશો કહે છે મારો એક માત્ર સંદેશ છે પરમ ફેલાવો ….પ્રેમ જ પ્રકાશ છે તેથી પ્રેમના પ્રકાશને ફેલાવો …

અમૃતા પ્રીતમે લખ્યું છે –હું તો મહોબ્બત કરું છુ ઓશોને અને એવી મહોબ્બત  કે જેને કોઈ સ્મ્ન્ધનું નામ દઈ શકાય .હું ઈમરોજ ને મળી હતી ત્યારે મારા રૂમનો દીવાલ પર બે લાઈન લખી હતી :

                    બાપ ,બીર ,ન દોસ્ત તે ભાંવજ

                  કિસી લ્બ્જ દાં કોઈ નહી રિશ્તા

                    ઊજ  જદા  મેં પૈન તકિયા

                 સારે અક્ખડ બૂઢે હો ગયે .

બાપ ,ભાઈ ,ભાભી ,દોસ્ત ,કોઈ નામ ,કોઈ શબ્દનો સ્મ્બ્ધ નથી .જયારે તમને જોયા તો બધા અક્ષરો પરાયા થઇ ગયા .તમારી અંદર જો પ્યાર નથી ,પ્રેમ નથી તો તમે ઓશોને કઈ રીતે સમજી શકશો .ઓશો તો છે પ્યારનું બીજું નામ ….

               પ્રેમ સ્વરૂપ ઓશો અમૃતાને ગમ્યા,એટલે તેણે દિલ અને દીવાલ પર લખ્યું …..મેં ઓશોના પ્રેમ શાસ્ત્રનું -અમૃત એકઠું કર્યું …કારણ એટલું જ કે ઓશોના પ્રેમને ,તેના સંદેશને ફેલાવવા આ નાચીજ ને , આ રાહ ગમી ….ઓશોના પ્રેમની મમ્ધુશાલાની ભેટ રૂપે પ્રેમ શાસ્ત્ર તમારા હદય સામે ધરું છુ …મને આશ છે તમને ગમશે …

                                                                                                          ક્રમશઃ ………

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન -આઈ.જે. સૈયદ

                               ૧ . પ્રસ્તાવના ……….

ઓશોનું સાહિત્ય એટલી પ્રચૂર માત્રામાં અને એટલા બધા આયામોમાં વિસ્તૃત છે કે, એના સમ્યક અવલોકન માટે એક આખું જીવન જોઈએ .તેમના હજારો પ્રવચનો ,૭૦૦થી વધુ પુસ્તકોના રૂપમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે .ત્રીસથી પણ વધુ ભાષામાં અનુવાદિત થઈ ચૂક્યા છે …ઓશોની આ વિશાળ દર્શન સમ્પદાનું સૂક્ષ્મતાથી  અવલોકન કરશો તો જોવા મળશે કે -ઓશોનું જે સાહિત્ય ઉપલબ્ધ છે તે બુધિ કરતા હૃદયનું વધારે છે .હદયનો જે ભાવ ઉમટ્યો તે શબ્દરૂપે વહાવતા રહ્યા ..ઓશોએ ક્યારેય કશું લખ્યું નહી .જે બોલ્યા તે ધ્વની મુદ્રિત થયુ કે લખી લેવામાં આવ્યું .તેમની શબ્દ સરિતા ,પ્રેમધારે હદયથી વહેતી રહી ..લોકોએ ગ્રંથસ્ત કરી .

                પ્રવચનોની આ પ્રેમધારા ,જ્યાં જ્યાં આ નાચીજને દ્રશ્યમાન થઇ ત્યાં- ત્યાંથી અંજલિઓ ભરી લીધી ,અંને પ્રેમશાસ્ત્રનો પ્યાલો ભરાતો ગયો …….

તેમના પ્રવચનોમાં પ્રેમ અને ધ્યાનના અમૃત પુષ્પોની જ અવિરત વર્ષા અનુભવી શકો છો …આ અમૃત પુષ્પોની વર્ષાનો અને સુવાસનો લ્હાવો  આ નાચીજે લીધો અને સાથે એ પ્રેમામૃતના સ્પર્શ અને  સુવાસને તમારા સુધી પહોચતી કરવાનું પ્રેમકૃત્ય કર્યું છે …….તેની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે યુગ પુરુષ ઓશો અંગે ફેલાવવામાં આવેલી  ભ્રમણાનું નિરસન પણ થાય ……

ઓશો એ સ્ત્રી-પુરુષના જ પ્રેમની વાત નથી કરતા .તેઓ કહે છે -જિંદગીને પ્યાર કરો.ખુશીઓને પ્યાર કરો .સર્જનાત્મકતાને પ્રેમ કરો .ખુદ તમારી જાતને ,તમારા શરીરને પ્રેમ કરો.તે કહે છે કે મારો પ્રયાસ એ છે કે પહેલા તમને પ્રેમ શીખવું .એટલે જ પરમાત્માની વાત કરતા પહેલા તમને પ્રેમ શીખવું છુ .

ઓશોએ જગતને ખૂબજ પ્રેમ આપ્યો .પ્રેમને જીવ્યા અને પોતાની આસપાસ પ્રેમની એક દુનિયા વસાવી.મુશ્કેલીઓ તેમને પણ આવી .એમણે અમેરિકામાં પણ એક નાનકડું ગામ વસાવ્યું ….ત્યાના લોકોએ એમને ઝેર આપ્યું.અને તોયે આ મસીહા આપણને પ્રેમ અને ધ્યાનનો  પયગામ રહ્યા હતા ..એ પ્યારના મસીહા જે પ્રેમ પુષ્પો વિખેરી ગયા છે એ ક્યારેય ક્ર્માંવવાના નથી .

                                                                                                                               ક્રમશ …..આવતી કાલે

Posted in વિશેષ | Tagged | Leave a comment

આવતી કાલથી -ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન :આઈ.જે.સૈયદ

ઓશો પર ઘણા સમય સુધી

વાંચન,ચિંતન પછી ,ઓશો ના પ્રેમ વિશેના ચિંતન પર

લાંબા સમય સુધી સંક્ષિપ્ત આલેખન કર્યું તેનો કેટલોક ભાગ અહી પસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કયો છે ..

Posted in વિશેષ | Tagged | Leave a comment

મસ્તીનો માર્ગ ….

ક્યારેક  ક્યારેક મન સાવ વિચિત્ર સવાલો પૂછતું   હોય છે જેમ કે –

આપણે બાળક જેવા નર્દોષ ભાવ કેમ અનુભવતા નથી ?

કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવતા નિભાવતા  આપણે કેમ સાવ સૂષ્ક બની ગયા  ?

નીમયબ્ધતામાં કેમ આટલા બંધાઈ ગયા ?

  જયારે માણસ એક યા બીજા પ્રકારે જગત  ફસામણીમાં ફસાય છે ત્યારે ત્યારે તેની સંવેદનશીલતા સુકાતી જાય છે પરિણામે માણસ મસ્તિષ્ક પ્રધાન બનતો જાય છે અને પછી  તેના માટે નિર્દોષ રહેવું શક્ય  બનતું નથી …..

બુદ્ધિમતાની વિકૃત અસરો રૂપે  –

તેને ફૂલો ગમતા નથી ,

તેને બાળકો ગમતા નથી ,

આકાશ ગમતું નથી ..ચાંદતારા ગમતા નથી ..વાદળો ગમતા નથી

ઊગતો સૂરજ -ડૂબતો સૂરજ જોવામાં રસ પડતો નથી ..

વરસાદ સાથે વાંધો પડે છે ..વરસતા વરસાદથી તેનું દિલ ભીંજાતું  નથી …

આવું ઘણી વખત થાય ત્યારે સમજવું કે

તમો જીદગીની બાજી જીતીને હારી ગયા છો …

તમારા કરતા તો એક બાળક વધુ ખૂશી માણે છે ……

તમારે હવા ફેરની નહી મનની મસ્તીની જરૂરત છે

તો……?

તો શું …મસ્ત રહો બસ…………………

                        આઈ.જે. સૈયદ

Posted in વિશેષ | Tagged | Leave a comment

પ્રેમ કી ગંગા

જગતના તમામ ધર્મો  માનવ માંનવ વચ્ચે નફરતનો વિરોધ કરે છે  માનવતા અને ઇન્સાનિયતનો  પ્રચાર કરે છે છતાં એક ધર્મના લોકો બીજા ધર્મ કે મઝહબના લોકો સાથે એવો સમ્બન્ધ ઐકયનો પ્રમાણિક ભાવ રાખી શકતા નથી કે દાખવી શકતા નથી …ક્યાકે ને ક્યાંક અલગાવ રહી જ જાય છે …પરિણામે આ થોડોક ભેદભાવ  વૈચારિક સ્તરે નેગેટીવ થીન્કીગ રૂપે  મસ્તિષ્કમાં સ્થપાય  જાય છે .આ નેગેટીવ થીન્કીગ ના વાયરસનો  કોઈ કાયમી તોડ શોધાયો નથી કે શોધવા ના ઈમાનદારી પૂર્વકના પ્રયાસો થતા નથી ….

મોટા મોટા કારણોમાં ન જતા ,

ટૂકમાં -એટલું કહી શકાય કે -ધર્મો એ ઈશ્વર પ્રેમ પાછળ એટલું ઘેલું લગાડ્યું કે માનવ પ્રેમ સાવ ઉપેક્ષિત થતો ગયો …અને  ધર્મ પ્રેમ પાછળ લોકો એવા અંધ  બન્યા કે ધર્મો માટે થઈને ઉધ્ધો ખેલાયા …ધર્મને બચાવવાના આતંકમાં માનવ હિંસાને  સ્થાન મળ્યું ..મોટા ભાગે નિર્દોષો તેનો ભોગ બનતા રહ્યા ….અહિંસાના ઉપદેશો અપાતા રહ્યા ..પરંતુ  માનવ માનવ વચ્ચેના અંતરને મટાડવાના પ્રયાસો સફળ ન થયા ….જો કે ભારતમાં લોકો વચ્ચે જે ભાયચારો  અને એકતા છે એવો પ્રેમ વિશ્વના કોઈ દેશમાં જોવા મળતો નથી  એ સૂચવે છે કે ભારતવર્ષમાં  ધર્મોએ માનવ  માનવ વચ્ચેના સમ્ન્ધોમાં એકાત્મ્ભાવને  સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતમાં રહેનાર  સર્વ લોકો પોતીકું ચિંતન કરી શકે છે.

સમયે સમયે આત્મ મંથન  કરવું   આ દેશના લોક સંસ્કૃતિ છે.

આ દેશમાં ભેદભાવો ને મીટવાની પરમ્પરા છે …

માત્ર ભારતમાં જ અન્ય ધર્મો પ્રત્યે સાચી સહિષ્ણુતા છે.

મોટા ભાગના લોકો ધર્મિક અને જાતિગત ભિન્નતાને  ધ્યાનમાં લેતા નથી .

અહી ગંગા પ્રેમની સાથે પ્રેમની ગંગાનો મહિમા કાયમ રહ્યો છે …..  આ દેશના લોકોના હોઠો પર સદા એ ગીત રહે છે :   

                  જ્યોત સે જ્યોત જલાતે ચલો ,

                                                                  પ્રેમ કી ગંગા બહાતે ચલો …….

                                               આઈ. જે. સૈયદ

Posted in વિશેષ | Tagged | Leave a comment

જન્મ દિવસ

તા : -૧૨-૧૨ ૨૦૧૧

આજે મારો જન્મ દિવસ છે

આજના આ દિને  

પ્રથમ એ સર્વ શક્તિમાંન , સર્વથી મહાન, સર્વનો પાલનહાર ઈશ્વરનો  આભાર માનું છુ જેણે  આ જીવન આપ્યું  અને મારી સંભાળ રાખી .

એ તમામનો પણ આભાર માનું છુ  જેઓ એ  પ્રત્યક્ષ કે પરોક્ષ   મારા હિતમાં યોગદાન આપ્યું છે .

હે પિતાજી ..તમોએ  જે આપ્યું છે તેનો બદલો વાળી શકાય તેમ નથી

તેથી મસ્તિષ્ક નમાવી એટલું જ પાર્થું છુ કે

મારું જીવન પણ તમારા જેવું પ્રેરણાદાયી બનો …

હે માતાજી ..તે મને જન્મ આપ્યો , તારું ઋણ પણ ચૂકવી શકાય તેમ નથી.

તારા સ્નેહ ,સમર્પણ અને સેવાના ગુણોનું થોડું પણ અનુસરણ કરી શકાય તો પણ હું ધન્ય બની જઇશ .

હે મારા ભાઈ બહેનો ..તમે મારાછો નો  ભાવ  ભાવ   અનન્ય છે.

આપણી વચાળે એકાત્મ ભાવ કાયમ રહેશે અને એક બીજા માટે જીવીશું ને સમર્પિત રહેશું .

હે મારા મિત્રો …તમે ન હોત તો મારું શું થાત ?

મારી જીદગીની કહાનીમાં તમાંરો  રોલ મુખ્ય છે .

તમારા થકી જ જીવન જીવવા જેવું લાગ્યું છે ….

તમે મારા દિલમાં રહ્યા છો ને હું તમારા દિલોમાં રહ્યો છું અમારું આ સિંહાસન  કાયમ રહો .

જન્મ દિવસ એ માત્ર આપણો જન્મ તારીખ નથી

આપણ ને મળેલા અદ્દભૂત માનવ જન્મ ને યાદ કરવાનો દિવસ પણ છે.

માણસ  હોવાના અહેસાસને સંભારી ગદગદિત થવાનો દિવસ પણ છે .

                                આઈ .જે. સૈયદ

Posted in વિશેષ | Tagged | Leave a comment

દીવાનગી

જ્ઞાનથી ભરેલા આપણાં દિમાગનું અદકેરું મુલ્ય છે. મસ્તિષ્ક જ આપણાં આ વિશ્વનું  રચનાકાર છે. જગતમાં માનવીએ  જે કઈ સર્જ્યું છે તે  તેની જ ભેટ છે.આજ નો આ ડાહ્યો માણસ સિદ્ધિની પરિસીમા પર બિરાજમાન છે.  મસ્તિષ્કની  શક્તિએ  આ વિશ્વને અદ્દભૂત, અકલ્પનીય બનાવી આપ્યું છે….પરંતુ માનવીના આ જ મસ્તિષ્કે વિશ્વના વિનાશની પણ વ્યવસ્થા કરી.

                              આખરે માનવીને શું જોઈતું હતું ? 

                             આ કરીને માનવી શું પામ્યો ?          સમસ્ત જગતની શું દશા છે?  યંત્રની જેમ જીવ્ય્રે જતા લોકોની દુનિયા બની ગઈ છે…..માણસ માંથી  માનવી યન્ત્રની  ભૂમિકાએ   પહોચી ગયો …. મસ્તિષ્ક  અતિથી થતા નુકસાનની  સમજણ ન આપી શક્યું … રોટી કપડા અને મકાનની  દુનિયાથી તે એટલો આગળ વધી ગયો કે  તે માણસ મટી ગયો….

     માનવીને કુદરતે મગજની સાથે એક દિલ પણ આપ્યું છે અને  આ દિલમાં  છુપી થોડી દીવાગીનગી  પણ આપેલી છે. પરંતુ દુનિયાદારીની હોશિયારી વડે તેનું ખૂન થઈ જાય છે. પરિણામે સીધા સદા લોકો અલ્પમતમાં  આવી જાય છે અને પેલા દોઢ ડાહ્યા લોકો પોતાનું  સામ્રાજ્ય વિસ્તારીલે છે …પરંતુ આ સામ્રાજ્યમાં છે શું ? માનવજાત માટે અનેક પ્રકારની યાતનાઓ ?

        ચાલો , થોડા દિવાનાઓ ભેગા મળી  પેલી મૃતપાય થતી દીવાનીગીને બચાવીએ …પૈસા ને બદલે પ્રેમને થુડું વધુ મહત્વ આપીએ , બુધિ ને બદલે દિલને થોડું વધુ  ચાહીએ ,નિયમો અને સિધાંતો ને હળવા કરી સંબંધોને પણ એટલું જ મહત્વ આપીએ . કોઈ ને માટે જતું કરવા અને ઓછામાં  ખુશ થવાનું વલણ રાખીએ …જિંદગીને સૌથી ઉપર સ્થાન આપીએ ..પ્રાપ્તિ માટે ખુબ મહેનત કરીએ પરંતુ મળેલાને  માણવાનું ન ભૂલીએ …કાયમ દિલથી જીવવું અને મસ્ત રહેવું ..સિધિઓ કદાચ પ્રાપ્ત થાય કે ન થાય તો વાંધો નહી  તમારું દિલ હમેશા ખુશ રહેવું જોઈએ ..તમને ગમે એ રીતે જો તમે જીવશો તો જ તમે તમારા અસલી વજુદને જાળવી શકશો અને જિંદગીને સાચા અર્થમાં માણી શકશો …કદાચ દુનિયા તમને   દીવાના માનશે  તો પરવાહ ન કરશો  ..આ દીવાનગી  કાયમ રાખવીએ પણ એક સાધના છે….

                  યે દીવાનો કી બસ્તી હૈ , યે બસ્તે બસ્તે બસ્તી હૈ …

                                                                                                        -આઈ.જે. સૈયદ

Posted in વિશેષ | Tagged | Leave a comment

યાદોનો ઇતિહાસ

થોડા આંસુ ,થોડા દર્દ ,થોડા ગમ ,થોડા જખમ વિનાની જીદગી હોય તોય શું અને ન હોય તોય તો શું …નર્યું સુખ શાપ બની જાય છે જયારે માણસની સાહેબી અતિક્રમી જાય છે .સુખોના ભોગની કથાનો અંત અતૃપ્ત અહેસાસ અને અફસોસ વાળો હોઈ શકે છે..પરંતુ જીવન પથ પર મળેલા દુખ દર્દોની કથાનો અંત માનવ જન્મના રહસ્યને પામ્યાના આનંદ સાથે આવે છે. આવા જીવન પાસે યાદોની સોગાદ હોય છે. આ યાદો જ માનવીના દિલોની દર્દ -દસ્તાનો વરસો બને છે. આવી યાદો જ આંસુઓને અમુલ્ય બનાવે છે અને આ રીતે યાદોનો અમર ઇતિહાસ લખતો રહે છે.

Posted in વિશેષ | Tagged | Leave a comment

શાશ્વતની ઝંખના

શાશ્વત ,જ્યાં ન ભૂતકાળ છે ન ભવિષ્યકાળ છે.

જ્યાં ન જન્મ છે ન મુત્યુ છે. જ્યાં માત્ર અમરતા છે.

જ્યાં માત્ર વર્તમાન છે. જ્યાં સમય સ્પર્શતો નથી .

દરેક ધર્મ લોકોને આ સ્થાને  પહોચાડવા  પુરષાર્થ કરે છે.

પરંતુ…. શું આપણે ભૂતકાળ મુક્ત થઈ શકીએ છીએ  ?

                શું આપણે ભવિષ્યકાળ વિના જીવી શકીએ  ?

જ્યાં સુધી આપણે ગઈ કાલ અને આવતી કાળમાં જીવીએ છીએ

ત્યાં સુધી તો એ શક્ય નથી લાગતું .

અને તેથી જ બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ  માનવી કોઈ અજાણી પ્યાસ લઈ

તડપતો રહે છે , આ પ્યાસ એ -શાશ્વતની  ઝંખના છે…….

શાશ્વત પ્રવેશના બે મુખ્ય માર્ગો —

૧ અહમનું સમ્પૂર્ણ ઓગળી જવું .

૨ પૂર્ણ પ્રેમમય બની જવું .

આ બે માર્ગે   શાશ્વત લાધે તો

જેને લોકો સ્વર્ગ કે જન્નત છે  ત્યાં પહોચ્યા જ સમજો …..

Posted in વિશેષ | Tagged | Leave a comment

દિલથી કહું ,માણસ થવું સહેલું નથી.

ધર્મ ,અદ્યાત્મ ,જ્ઞાન ,વિજ્ઞાન  વચાળે જીવાતું  જીવન ભલે  અદ્દભૂત  લાગતું હોય   સાર્થક લાગતું હોય  કે સર્વ સાદ્ય  લાગતું  હોય

પરંતુ  આ જીવન  એટલું જ અતૃપ્ત અશાંત  અને  ભ્રામક  છે.

બધું જ હોવા છતાં  માણસ  પોતાના   માંહ્યલાને  તૃપ્ત કરવામાં  સફળ થયો નથી .

માનવ સંવેદનશીલતાની  સ્વસ્થતા   એક માત્ર  તેનો  ઉપચાર છે.

 પ્રમાણિક સંવેદનશીલ હોવું  અઘરું છે.

અહમની વિકૃતિ , સદા ભીતરની  પ્રકૃતિને દુષિત કરતી રહે છે.

પ્રેમ, કરુણા ,મૈત્રી જેવા શાશ્વત  ગુણો જ  આપણી ખરી પહેચાન છે.

માનવી  આ ત્રણ ગુણો  માંથી એકાદ ગુણ પણ આત્મસાત  કરે તો એ –

આ પુર્થ્વી પરનો  મહામાનવ  બની જાય ……

Posted in વિશેષ | Tagged | Leave a comment

મૈત્રી

મૈત્રી એટલે –

સંબંધોને

શાશ્વતતા માં

પલોટતી

દિલોની

દિવ્યતા ……….

                           મૈત્રી એટલે –

                          દીલોથી

                          જીવ્યાનો

                          અમર

                        ઇતિહાસ ……..

મૈત્રી એટલે

આતમમાં

દીવો

કરવાનો

પ્રયાસ ,

રોશનીમાં

રમવાનો

આયાસ ….

                                મૈત્રી એટલે –

                              વચનો

                              નિભાવનારા

                            વીરલાઓના

                            ખમીરવંતા

                           વારસાની

                            સંવાકતા …………

Posted in વિશેષ | Tagged | Leave a comment

જિંદાદિલી –

જિંદાદિલી એટલે –

જીવનમાં ઉજાસ ,

ભીતરમાં પ્યાસ,

અંતરમાં સુવાસ

મસ્તીનો સહવાસ

હાસ્યનો નિવાસ

દિલથી જીવ્યાનો  અહેસાસ …..

Posted in વિશેષ | Tagged | Leave a comment

આજનો વિચાર સવારમાં ઉઠો ત્યારે હોઠો પર હોય મુસ્કાન તો આખો દિવસ બની જાય આનંદ આનંદ .

Posted in વિશેષ | Tagged | 2 ટિપ્પણીઓ

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can always preview any post or edit it before you share it to the world.
Posted in વિશેષ | Tagged | 1 ટીકા