પ્રેમ અવગણના ચાલુ ……..
[૪ ] પ્રેમને તમે પાષણ બનાવી દીધો ..
પ્રેમ સ્વભાવત:સરળ છે પરંતુ –
આપણ ને જે શીખવવામાં આવ્યું છે ,ભણાવવામાં આવ્યું છે ,સમજાવવામાં આવ્યું છે તે બધું પ્રેમ વિરોધી છે .
આપણા સઘળાં સંસ્કારો અપ્રેમના છે.
આપણી સભ્યતા ,આપણી સંસ્કૃતિ ,સમાજ -બધા ધૃણા પર ઉભા છે …….
તેના પાયામાં યુદ્ધ છે …યુગોથી તેના રક્તમાં ઝેર ઘોળાતું રહ્યું છે …….તેથી પ્રેમ બન્યો છે કઠણ …પાષણ …..
સંત ફ્ર્રાન્સીસની મત્યુ વેળા હતી .એ પળે અત્યંત તકલીફ છતાં ,ઊઠીને તેઓ પોતાના ઘરડાં ગધેડા પાસે જઈ -ક્ષમા યાચના કરવા લાગ્યા …તેનો આભાર માનવા લાગ્યા …કહેતા હતાં …તું મારો સાચો મિત્ર છે .તે મારા માટે શું શું નથી કર્યું …જીવનભર એનેક યાત્રાઓ કરાવી ,સાજો -માંદો હતો છતાં મારા બોજને સદા તે ઉપાડ્યો ….તારો ખૂબ -ખૂબ આભાર .મે કેટલીયે વાર અપશબ્દો કહ્યા હશે ,માર પણ માર્યો હશે ….હેં મિત્ર, મને ક્ષમા કરજે ……
પ્રેમ સ્વયમ સરળ છે ,
પરતું આપણે પથ્થર છીએ …
અને તેથી જ પ્રેમના મર્ગે ચાલનાર માટે ભીતરે પથ્થર થઇ જામેલી જડતા અને ગંદગી ખોદી ફેકવી પડે છે …અને આ જ મોટી કઠણાઈ છે ……પ્રેમને પાષણ બનાવી દીધા, પછી ફૂલમાં ફેરવવો મુશ્કેલ છે …
જીસસને જે દિવસે ફાંસી થઇ અને તેમના હાથોમાં ખીલ્લા ખોસી દેવાંમાં આવ્યા ,એ સમયે જ તેમનાં ચાનારા ફકીરોના હાથોમાં પણ અનાયાસ લોહી વહેવા લાગ્યું હતું …..એક ન માની શકાય એવી ઘટના ઘટી હતી….ચિકિત્સકો પણ આ જોઈના દંગ થઇ ગયા જતા .એક અજાયબ ઘટના ઘટી હતી ……આટલી હદે પરનુંભૂતી ….? એટલી એકાત્મ અનુભૂતિ …? જાણે ઘા જીસસના દેહ પર નહી, તેઓના અંગો પર થયા હતા …આટલી તીવ્ર ભાવાનુભૂતિ ….
પ્રેમનો આ ઓળઘોળ ભાવ જ હદયને ફૂલ જેવું બનાવી શકે છે …