પ્રેમ અવગણના ચાલુ …..
[૬ ] આ જગત પ્રેમમય હોત તો …
આપણી બૌદ્ધિક સિધ્ધીઓ આજે જેટલી ચરમ અવસ્થાએ છે એટલી આ પહેલા ક્યારેય ન હતી .સાથે એ પણ સાચું છે કે પ્રેમની ભાવના ,અનુકમ્પા ,કરુણા અને સુશ્રુષાની ભાવના આજે નિમ્ન કક્ષાએ છે એટલી નિમ્ન કક્ષાએ ક્યારેય ન હતી . બૌધિક સિદ્ધીઓ ,યાંત્રિક ઉપકરણો અને ભૌતિક સંપદાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં , સભ્યતાની ઉંચાઈઓ સર કરવાની પ્રક્રિયામાં આજે માણસ જાત વિશેષત :અહંકારી મનની આસપાસ કેન્દ્રિત થયેલી છે .
પ્રેમને બદલે સમાજે અહંકાર વિકસાવવા માટે વધુ ધ્યાન આપ્યું છે .
ઓશો કહે છે –
આ જગતમાં પ્રેમનો પ્રભાવ પ્રસર્યો હોત તો
પૃથ્વી બીજા જ પ્રકારની હોત …
અહીં હિંદુ ન હોત ,મુસલમાન ન હોત ,
અહીં ગોરાઓ અને કાળાઓનો ભેદ ન હોત
અહીં સ્ત્રી -પુરુષ વચ્ચે આટલી અસમાનતા જ હોત
અહીં બ્રાહ્મણ અને શુદ્ર ન હોત જો દુનિયામાં પ્રેમ હોત તો
આ જગતમાં જડતા અને મૂઢતા ન હોત
આ જગત પ્રેમમય હોત તો ,
મનુષ્ય , મનુષ્ય હોત ……
પ્રેમથી ભર્યું જગત હોત ….તો
મનુષ્ય હોત ,ઈશ્વર હોત અને પ્રેમ હોત …
ઓશો કહે છે –
” મારું તો માનવું છે કે મનુષ્યનાં જીવનમાં જયા સુધી પ્રેમનું પુષ્પ ખીલતું નથી ત્યાં સુધી તેના વ્યક્તિત્વમાં એ રોનક ,એ નમક ઉત્પન્ન નથી થતા ..
તેનું જીવન ફિક્કું -ફિક્કું બની જાય છે . હું માનું છુ કે ફિક્કા વ્યક્તિત્વ કરતા સમસ્યાથી ભરેલા તેજસ્વી વ્યક્તિત્વનું વધારે મૂલ્ય છે .એક બગીચામાં એક નાનકડું ‘ઘાસ -ફૂલ ‘ દીવાલની આડમાં ,ઇટોની ઓથમાં દબાઈને જીવતું હતું .તે ઘણું જ સુરક્ષિત અને સલામત હતું .સૂર્યનો તાપ એને ત્રાસ આપી શકતો ન હતો ,પવન કેરા તોફાનો તેને સતાવી શકતા ન હતા ….વરસાદ તેને નમાવી ,જમીન ભેગો કરી શકે તેમ ન હતો કારણ કે તે પ્રથમથી જ જમીનમાં પથરાઈ પડ્યું હતું …
આ’ ઘાસ -ફૂલ ‘ ની બાજુમાં એક ગુલાબનો છોડ હતો .
ક્રમશઃ
-
તાજેતરની પોસ્ટ્સ
સંગ્રહ
શ્રેણીઓ
મેટા