શું છે Gorakkh?

IMG_0626

{અમારું college નું group …જેનું નામ …બધાની લાક્ષણીકતાઓ જોઈ વિચારીને “GORAKKH ” રાખ્યું છે .ને Group day ના દિવસે અમારા મેડમે પૂછ્યું ક આ Gorakkh નો meaning શું થાય? ત્યારે વિચાર્યું કે આપને Gorakkh કેવા હોવા જોઈએ ને …ત્યારે આ રચના મારા મન જન્મી …ઉપરોક્ત છબી Gorakkh Gang ની છે.}

 

જયારે આવે સાગરો માં તૂફાન ,

ત્યારે સાગર ખેડવાની ઈચ્છા થાય … તે Gorakkh.

જયારે ઉકળે જ્વાળામુખી ના મુખ ,

ત્યારે જેને તાપણું કરવાની ઈચ્છા થાય ..તે Gorakkh.

જયારે ફૂંકાય વાવાઝોડાં નું ફૂંક ,

ત્યારે જેને પવન ખાવાની ઈચ્છા થાય ..તે Gorakkh.

જયારે આવે ધરતી માં કંપન ,

ત્યારે જ ઉચાં મિનારે ચડી દુનિયા નિહાળવાની ઈચ્છા થાય .. તે Gorakkh.

આ તો સપ્તદેહ રૂપી  સચવાયેલા છે ફક્ત માધ્યમો,

કિન્તુ અગન જ્વાળાઓ વચ્ચે પણ અંતે ટકી રહે જે રાખ …તે છે Gorakkh.

જણાવી દીધું તમને થોડાક શબ્દો માં કે શું છે Gorakkh ,

કિન્તુ જ્યાં થી શબ્દો નો ભંડોળ ખુટે ને ત્યાં થી જેનું વર્ણન ચાલુ થાય ….તે છે Gorakkh.

– પ્રશાંત (24/12/2011)

સમય થઇ ગયો છે

આ ધરતી ના ફૂલો ને મુજાવવા દો,

હવે અંત આવવાનો સમય થઇ ગયો છે .

વાવાઝોડા ને રોકશો ના ,

હવે આભ તૂટી પડવાનો સમય થઇ ગયો છે .

કહી દો નદીઓને કે સાગર ના પાણી ને છલકવા દો ,

હવે કિનારા ખસી જવાનો સમય થઇ ગયો છે .

થંભાવી દો હવે આ તેજ શ્વાસ ને,

કેમ કે ,

હવે હૃદય નો ખરો ધબકવાનો સમય થઇ ગયો છે .

હું ખુશ છું કે મરવા દો આ સજીવ ચલ – ચિત્રો ને ,

હવે ખરા માનવ બનવા નો સમય થઇ ગયો છે .

– પ્રશાંત પટેલ (30/10/2008)

હું નથી ઈચ્છતો

lotusPond

હું નથી ઈચ્છતો પંખીઓના કલરવ ભર્યું પરોઢ ,

મને એક પરોઢ નું કિરણ મળે તો ઘણું .

હું નથી  ઈચ્છતો ફૂલો થી ભરેલું ઉપવન,

બસ એનું એક તણખલું મળે તો ઘણું  .

હું નથી ઈચ્છતો તારાઓના સાથી પામેલો ચાંદ,

બસ એની ચાંદની ની જરા શીતળતા મળે તો ઘણું .

હું તો બનવા માગું છું ,

સંઘર્ષમય કમળ એકલતા ના સાથ રૂપી .

“પ્રશાંત ” નથી માંગતો અમૃત ,

બસ એને ખીલવા માટે દલદલ કાદવ મળે તો ઘણું .

– પ્રશાંત પટેલ (18/7/2008)

 

(Image by Vermonter Cathy Stevens Pratt)