ટૅગ્સ
365 Paintings for Ants with Lorraine Loots by Gareth Pon, 5 mètres 80 by Nicolas Deveaux, Animation shorts, Short films, The Alchemist's Letter by Carlos Stevens, The Beard by Michell Moraes, When i grow up by Not To Scale
ખુલાસો ન થાય તેવો ખુલાસો
કાઈ દ્ય્શ ન્હોતી પડતી , તો થયું કે લો તમે પણ લેતા જાવ . . .
ઠપકારી એક નાનકડી શોર્ટ પોસ્ટ ઓન શોર્ટ નોટીસ 😉
The Alchemist’s Letter [ by Carlos Stevens ]
એક પિતા પોતાના પુત્રને પોતાની જ ભૂલોમાંથી જીવન’નાં પાઠ શીખવે તેના જેવો પદાર્થપાઠ તેને કયાંથી મળી શકે !? ભૂલો અને અનુભવો’નું એ ભાથું આ સ્વર્ગીય એનીમેશન’માં તાદ્રશ જુઓ તો દંગ રહી જવાય ! કે જ્યાં ભૂલ’રૂપી અનુભવોનો પારસમણી આવનાર જીવન’ને કંચન’મય બનાવે છે .
એ નજાકત , ઝીણવટ અને સૌંદર્ય એનીમેશન સિવાય જીવંત થઇ જ ન શકે . મસ્ટ વોચ .
5 mètres 80 [ by Nicolas Deveaux ]
જિરાફ એટલે ? થોડુક રહસ્યવાદી થઈને કહેવું હોય તો , લાંબી ગરદન અને લાંબા પગ’વાળું હરણ 😉
પણ નાં , આ ગેંગ્સ ઓફ જિરાફ’પુર તો કૈક ઔર જ છે
The Beard [ by Michell Moraes ]
ધીમી રાહે ઉગેલી અને ધીંગી ધારે સજાવેલી દાઢી’ને સાફ થતા આટલી જ વાર લાગે . .
કેટલી ? આટલી જ !!! [ સ્ત્રી ધારે તો શું શું કરી શકે , તેનો એક નાનો નમુનો 🙂 ]
When i grow up [ by Not To Scale ]
નાના બાળકોની નાની દુનિયાનું મોટા સ્વપ્નો’નું અદભુત જગત . . . હું આમ કરીશ , હું આમ બનીશ , હું અહીંયા જઈશ . . .
ખુલ્લી આંખે દેખાતી તારલાઓ’ની એ ખોવાયેલી દુનિયા . એક ખરી ફેન્ટસી .
365 Paintings for Ants with Lorraine Loots [ by Gareth Pon ]
કીડી’ને કણ , હાથીને મણ અને માણસને પણ ! મતલબ !? જો માણસ કઈ એવું કરે કે કીડીને મણ મળે તો !!
સર્જક સર્જન કરે છે ત્યારે શું શું મધમીઠું બનાવી નાખે છે , તેનું નાનકડું નેનો ઉદાહરણ
જય એન્ટ’વુમન 🙂
Beard વાળો વિડીઓ જોઇને મેં લખેલી એક સ્ટોરી યાદ આવી ગઈ. 😀
LikeLike
સ્ટોરી મજાની રહી , A અને AA સાથે 🙂
પણ તમારો હજુ એક બ્લોગ હતો , તે તો જાણ જ ન હતી ! કદાચિત મને જાણ છે ત્યાં સુધી તમારા ગુજરાતી બ્લોગ પર પણ કદાચ એક આવી જ પોસ્ટ મુકેલી ને !?
LikeLike
ગુજરાતી બ્લોગ પરનું તો યાદ નથી.:P
ઘણી વાર તો એવું થાય કે કોઈ ફ્રેન્ડ લીન્ક સેન્ડ કરીને કહે કે આ સ્ટોરી મસ્ત હતી, ત્યારે યાદ આવે કે આવી એક લખી હતી, અને પછી વાંચ્યા પછી મને પણ થાય કે સારું લખ્યું છે! 😀 અને પછી નવાઈ લાગે કે આવું લખતા પણ ફાવે છે , કેમ કે હવે તો સ્ટોરી લખવાનું પણ ઓલ્મોસ્ટ ભુલાઈ જ ગયું છે. 😛 પણ આવા શોર્ટ મુવીઝ જોઇને ફરી પાછું લખવાનું જોમ આવી જાય. 😀
સ્પેશ્યલ થેન્ક્સ ટુ યુ. 🙂
LikeLike
શોર્ટ સ્ટોરી લખવાનું ચાલુ રાખો ને ! પછી ભલે પબ્લીશ કરો કે નાં કરો . . .
સમય એવો કાટ લગાડે છે પછી બ્લોગર્સ / રાઈટર્સ બ્લોક ફેલાવા માંડે છે 🙂
[ બાય ધ વે : હું મારી જૂની પોસ્ટ્સ ક્યારેક હડફેટે લેતો હોઉં છું ત્યારે એમ લાગે છે કે સારું કે ખરાબ તો ઠીક પણ હું કેવું વિચિત્ર લખું છું 🙂 ]
LikeLike
True That! બ્લોગર્સ બ્લોક દુર જ ભલો!
LikeLiked by 1 person
Don’t forget our story!
continue that one… One way to clear the bloggers’ block.
LikeLike
જિરાફ વાળો વિડિયો મસ્ત છે – પણ એ એનિમેશન છે ! હાદ પર આપેલી બીજી લિન્ક જોજો.
——–
હમણાંથી સ્ક્રેચનું વ્યસન પડ્યું છે,એટલે બ્લોગિંંગ અને સર્ફિંગ લગભગ બંધ જ છે – માટે લટાર ન મારી શકવા બદલ માફ કરશો. ઈમેલ વધારે ફાવે છે – વન ટુ વન !!
LikeLike
જરૂર’થી જોઇશ . . . અને હવે કેટલીક પોસ્ટ’નાં કિસ્સા’માં તો તમને વન-ટુ-વન ઈમેઈલ જ કરીશ 🙂
LikeLike