Home
> આજની નવી જોક > છોકરાઓ બિચારા…
છોકરાઓ બિચારા…
જ્યારે જુઓ ત્યારે મરો તો બિચારા પુરુષોનો જ થાય છે. 😛 પરણ્યા પછી તો પત્નીના હાથ નીચે રહેવું જ પડે છે પણ પરણ્યા પહેલા પણ રહેવું પડે છે.જુઓ આ એક ઝલક…
છોકરો અને છોકરી એક બગીચામાં બેઠા હતા.એટલામાં છોકરાએ બોલવામાં કંઇક ભુલ કરી.તો એટલામાં છોકરી ગુસ્સામાં આવી ગઇ. છોકરાએ તરત SORRY કીધું. થોડી-વારમાં છોકરીએ કંઇક ભુલ કરી.તક જોઇ છોકરો પણ નકલી ગુસ્સામાં આવી ગયો.છોકરાને ગુસ્સામાં જોઇને છોકરી રડવા લાગી.! છેવટે છોકરાએ છોકરીને છાની રાખવા SORRY કહેવું પડ્યું.! 🙂
શીખ– ભુલ ગમે તેની હોય, છેવટે મરો તો પુરુષોનો જ થાય છે.! 😦
(નોંધ– માત્ર બે ઘડી હાસ્ય માટે આ વાત કરી છે.)
Categories:આજની નવી જોક
આજની નવી જોક, રમુજ, હાસ્ય, jokes









સોહમ ભાઈ પરણેલા તો કશું કરી શકે તેમ નથી પણ તમે પરણવાની ભૂલ ના કરો તો તમારો કદાપિ મરો નહી થાય અને પત્નીના હાથ નીચે નહી રહેવું પડે .
સોહમભાઈ માત્ર બે ઘડી હસવા માટે આ વાત કરી છે , જોજો કુંવારા રહેતા હોં .
હા રુપેનભાઇ,
લાડુ ખાધા વગર પસ્તાવવું એના કરતા લાડવા ખાઇને જ ના પસ્તાવીએ….(તમારી જેમ 😉 )
હા ભાઈ પુરુષો નો તો બધી બાજુ થી મરો જ છે…
તપનભાઇ,
આ તમે બોલો છો કે તમારો અનુભવ? 😛 🙂
શાંતિથી જીંદગી ચાલવા દેવી હોય તો છોકરાએ જ સમાધાન કરવું પડે છે.
સરજી,
તમે એટલે જ અભ્યાસનું નામ દઇ અમેરીકા ચાલ્યા ગયા કે શું? 😛 😉 🙂
અરે સોહમભાઇ, આપ પરણેલા નથી તો પછી અંતે આ “નોંધ” લખવાની કશી આવશ્યક્તા ન હતી !!
.
.
.
.
આવા પુરુષોને ગેરમાર્ગે દોરતા જોક્સ ન લખો ભાઇ ! પરણેલાઓ બધાં સુખી જ હોય છે !! (આ તો કોમેન્ટ લખતો હતો ત્યાં ’એમણે’ ડોકીયું કાઢ્યું તેથી આવું લખવું પડ્યું !! 🙂
મજા આવી. આભાર.
અશોકભાઇ,
આ પ્રોફાઇલમાં વાઘનો ફોટો રાખો છો અને ઘરમાં મીં _ _? 🙂
હોય ભાઇ હોય…કોઇ બોલે…કોઇ ના બોલે…આવું બોલવા માટે પણ હિંમત જોઇએ હિંમત…
આભાર મુલાકાત લેવા બદલ
પૂર્વ તૈયારી
સોહમભાઇ કેમ હ્સો છો…. હ.. હ્સો ભાઇ હ્સો … વહે કેટ્લા દાડા [કે મહિના]
શકિલભાઇ,
દા’ડા કે મહીના નહી, પણ ૧-૨ વર્ષ કહો યાર….મને તો શાંતિથી થોડોક સમય જીવવા દો…હજી હુ તો ઉગતો છુ…આ ૨૧ મું હજી હમણાં બેઠું…નોકરીમાં સેટ થઇ ગયા પછી બીજી બધી વાત… 🙂
જી , હજૂર , કહેવાની હિમત હોય તો લગ્ન કરવા
પ્રહલાદકાકા,
હા….હા….હા….
આવતા રહેજો
બિચ્ચારા પુરૂષો પાસેથી કેટલી વાર માફી મગાવશો? હમણાં જ હજી એક ટૂચકામાં માફી માગી હતી!
પણ વિનયભાઇ, વાત મુદ્દાની છે ને?
હવે તો આ માટે આંદોલન કરવું જ પડશે… 😛
(નોંધ- હું કુંવારો છુ એટલે જ આ આંદોલન શબ્દ બોલી શકુ છુ બાકી તો………………સમજી ગયા ને? 😉 )
હવે તો કોમ્પ્યુટર જોતા જોતા પણ એમાંથી કોઇ સ્ત્રીના હાથનો લાફો ના પડે એ ધ્યાન રાખજો..જુઓ આ…
Agree 🙂 Do read my ‘ek vahu ni diary7 & 8…’ But purusho ne pan challenge j pasand pade chhe 🙂 badhi na class nai 🙂
હિરલબેન,
સ્ત્રી હોવા છતાં તમે આ બાબતે એગ્રી થયા એમને?
મે તમારી એક સાસુની અને એક વહુની ડાયરી વાંચેલી.જે એક રીડ-ગુજરાતી ઉપર પોસ્ટ સ્વરુપે અને બીજી કોમેન્ટ સ્વરુપે હતી.બીજી તમે લખવાના હતા એવું તમે મને મેઇલમામ કીધેલું.આપના બ્લોગ પર આવીને હુ જોઇ લઇશ.
ધન્યવાદ પ્રતિભાવ બદલ…
શ્રી સોહમભાઈ,
ખુબ જ સરસ. ભાઈ બન્ને બાજુ વ્હેરાવાનું પુરુષના ભાગે જ આવે.
શું કરીએ હવે? જીવી લઇશું એમને ખુશ રાખવા બીજું શું? 😛
આભાર ગોવિંદકાકા આપના પ્રતિભાવ બદલ…
soham you will like my article today. ‘લગ્નનું ગણિત = > જીવનનું આઉટપુટ’
હા હિરલબહેન,
ચોક્કસ હુ એ લેખ વાંચીશ.આમેય મારે વહુની ડાયરીઓ પણ વાંચવાની બાકી છે.ખાલી ભાગ-૧ જ મેં વાંચેલો છે. 😦
તમે તો ૮ ભાગ પણ લખી લીધા છે.ચોક્કસ વાંચીને પ્રતિભાવ આપીશ. 🙂
hi soham how are you