Archive
ટીચરનો ય ટીચર
ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?”
હાર્દ- “Winter”
ટીચર- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
હાર્દ- “તો Winter એટલે શિયાળો…!!!”
લાઇટ છે કે ગઇ?
જ્યારે અમેરીકામાં લાઇટ જાય ત્યારે ત્યાના લોકો પાવર-ઓફીસમાં ફોન કરે…
જો જાપાનમાં લાઇટ જાય તો ત્યાના લોકો ફ્યુઝ તપાસે…
પણ જો ભારતમાં લાઇટ જાય તો લોકો બાજુવાળાના ઘરે પુછે કે “તમારે પણ ગઇ? કે અમારે એકલાને જ ગઇ છે? “
એક સરદારજી
એકવાર એક સરદારજી તેમની વાઇફ સાથે ટ્રેનની રાહ જોઇને ઉભા હતા.એટલામાં “પંજાબ મૈલ” આવી.તરત સરદારજી એમની પત્ની સામુ જોઇને બોલ્યા,”પંજાબ મૈલ આ ગઇ હૈ…ચલ મૈ જાતા હુ. જબ પંજાબ ફીમેલ આ જાયે તો તુ ભી આ જાના…”
અમેરીકા અને ભારત
એકવાર એક ગુજરાતીભાઇ એમના પુત્રને લઇ અમેરીકા ગયા.એટલે અમેરીકાના એકભાઇએ કીધુ કે અમારે અહિં ટાઇમની બહુ જ કિંમત હોય.
ગુજરાતીભાઇ-“એમ? તો બતાવો કેવી રીતે?”
અમેરીકાવાળાભાઇ(એમના દિકરાને)-“જા બેટા,નીચેથી પાન લઇ આવ.”
“સારુ પપ્પા” કહી દિકરો ગયો.ગયો કે તરત જ એ અમેરીકાવાળાભાઇ એમની ઘડીયાળની સામે જોતા બોલ્યા,”અત્યારે મારો છોકરો ચંપલ પહેરે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી ઉતરે છે,અત્યારે મારો છોકરો પાનના ગલ્લે પહોંચી ગયો છે,અત્યારે મારો છોકરો પાનવાળાઅને પૈસા આપે છે,અત્યારે મારો છોકરો પાછો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી બહાર આવે છે,અને અત્યારે મારો દિકરો આવી ગયો…આવી ગયો બેટા???”
“હા પપ્પા…”
“પાન લઇને આવ્યો?”
“હા પપ્પા,લો…”
તો આ ગુજરાતીભાઇ પણ કંઇ પાછા પડે?એમણે ય કહી દીધું કે અમારે પણ ટાઇમની બહુ કિંમત હોય છે.
અમેરીકાવાળા ભાઇ-“તો બતાવો…અમે પણ જોઇએ…”
ગુજરાતીભાઇ(એમના દિકરાને)-“જા બેટા, હવે તુ પણ હવે નીચેથી પાન લઇ આવ.”
“ઓકે પપ્પા” કહી એ ગુજરાતીભાઇનો દિકરો પણ ગયો.જેવો ગયો કે એમણે પણ ઘડીયાળ સામે જોઇને ચાલુ કર્યો કે – “અત્યારે મારો છોકરો ચંપલ પહેરે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી ઉતરે છે,અત્યારે મારો છોકરો પાનના ગલ્લે પહોંચી ગયો છે,અત્યારે મારો છોકરો પાનવાળાઅને પૈસા આપે છે,અત્યારે મારો છોકરો પાછો લિફ્ટમાં ચડે છે,અત્યારે મારો છોકરો લિફ્ટમાંથી બહાર આવે છે,અને અત્યારે મારો દિકરો આવી ગયો…આવી ગયો બેટા???””
“ના પપ્પા”
ગુજરાતીભાઇ(ખીજાઇને)- “તો શું કરે છે ડફોળ?”
“પપ્પા,ચંપલ શોધું છુ”
50 રુપિયાની નોટ
એકવાર બે વિધ્યાર્થીઓ શાળાએ જતા મોડા પડ્યા.
શિક્ષક-“કેમ અલ્યા મોડા પડ્યા?”
એક વિધ્યાર્થી-“સર,મારી 50 રુપિયાની નોટ રસ્તામાં પડી ગઇ હતી.”
શિક્ષક(બીજાને વિધ્યાર્થીને)-“હમ્મ્મ્મ્મ્મ્મ…અને તુ?”
બીજો વિધ્યાર્થી-“સર, એની 50ની નોટ પર હુ પગ રાખીને ઉભો હતો.”
બ્રાહ્મણ અને લાડવા
એકવાર એક બ્રાહ્મણ તેના પુત્ર સાથે બીજા એક બ્રાહ્મણને ત્યાં જમવા ગયો.જમવામાં તો બ્રાહ્મણને ત્યાં લાડવા જ હોય…તેથી બંને બાપ-બેટાએ ધરાઇને જમી લીધું.જમ્યા પછી ઘરે જતા રસ્તામાં પિતાએ તેના પુત્રને એક લાફો માર્યો.
પુત્ર- “કેમ માર્યું પપ્પા?”
પિતા-“ડોબા,ખબર નથી પડતી, જમતા-જમતા કેટલું બધુ પાણી પીતો હતો? બહુ પાણી પીધા પછી લાડવા ઓછા જ ખવાય ને?”
પુત્ર-“ના પપ્પા, એવું નથી…હમણાં જ વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે જમતા પાણી પીવાથી વધારે ખવાય…”
પિતાએ ફરીથી પુત્રને એક લાફો માર્યો.
પુત્ર-“હવે શું થયુ પપ્પા???”
પિતા-“ડફોળ, આ વાત જમતા પહેલા ના કરાય?”
નેતા અને ફૂલ
એકવાર એક નેતા ભાષણ આપી પોતાના ઘરે આવ્યો.
ઘરે આવ્યો ત્યારે કપાળમા મોટું ઢીંમચુ થયેલુ હતું એટલે એની પત્નીએ પુછ્યું,”શું થયું?”
નેતાઃ”એક પ્રેક્ષકે એ ફૂલ માર્યું.”
પત્નીઃ”એમાં આટલુ મોટું ઢીંમચુ થઇ જાય? ”
નેતાઃ”ફૂલની જોડે કુંડુ પણ હતું”
રમત-જગતમાં ખેલાડીઓની સંખ્યા
ઘણાં સમય બાદ આ બ્લોગ પર એક નવો લેખ મુકુ છુ મિત્રો,
જરાક ટાઇમના અભાવે નવી પોસ્ટ નથી મુકી શકતો પણ હા, આપના પ્રતિભાવ વાંચવા જેટલો તો ટાઇમ અવશ્ય કાઢુ છુ.
હવે મૂળ મુદ્દા પર આવીએ…ભારતમાં ઘણી બધી રમતો રમાય છે.(જેમાં ક્રીકેટ સૌથી લોકપ્રીય.!! પણ એક વાત આપને કહી દઉં કે મને ક્રીકેટનોમાં જરાય શોખ નથી.હા,ફૂટબોલની મેચ આવતી હોય તો એ જોવા આખી રાત ખેંચી નાખું…) જેમાં કઇ-કઇ રમતમાં કેટલા ખેલાડીઓ હોય એ અહિં બતાવ્યુ છેઃ
રમત ખેલાડીઓની સંખ્યા
ફુટબોલ ૧૧
ક્રીકેટ ૧૧
ફુલરેકેટ ૨,૪
બેસબોલ ૯
ટેનીસ ૨,૪
હૉકી ૧૧
બાસ્કેટબોલ ૭
વોલીબોલ ૬
કબ્બડી ૯
પોલો ૪
વોટરપોલો ૧૧
શેતરંજ ૨
ખોખો ૧૧









તાજી ટીપ્પણીઓ