Monthly Archives: સપ્ટેમ્બર 2012

હરિભાવ સપ્ટેમ્બર-2012

વહાલાં સ્વજનો,

હરિ :ૐ આશ્રમ-સુરત દ્વારા સપ્ટેમ્બર માસના હરિભાવનો અંક વેબ સાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંક પીડીએફ ફાઈલ સ્વરૂપે વાંચવા માટે આપ નીચેની લીંક પર ક્લીક કરીને વાંચી શકો છો.

http://www.hariommota.org/read_literature.php?haribhav=true&id=168

 ઉપરાંત આ બ્લોગના વાંચકોની સરળતા માટે આ બ્લોગના હરીભાવ પેઝમાં પણ આપ આ અંક વાંચી શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો. પેઈઝ્ની લીન્ક નીચે મુજબ છે.

http://www.pujyashreemota.co.cc/p/blog-page_14.html

Categories: Uncategorized | Leave a comment

નામ સ્મરણથી આત્મબળ

  વિમુખ થઈએ તો ઉકેલ જડે છે. એટલે પ્રવૃત્તિ કરતા કરતા તેનાથી વિમુખ થઈને તે કરતા  જવી જોઈએ. એટલે નામસ્મરણથી પ્રવૃત્તિમાં હોઈએ તો તે સુખદ બને અને આત્મબળ ટકી રહે છે. એ અનુભવેલી હકીકત છે. ભગવાનનું સ્મરણ એ હાલની જીવદશાની પ્રવૃત્તિ કરતા જુદી છે. આપણે દ્વન્દ્વાતીત, ગુણાતીત થયા નથી. નામસ્મરણથી એ સ્થિતિ પ્રગટે છે. કલેશ,સંતાપ, દુ:ખ, મુશ્કેલી ઓછી થાય છે. નામસ્મરણને કારણે ધીમેધીમે એવો અનુભવ થયો. ૧૨-૧૪ કલાક કામ કરતો. તે વખતે થોડી વાર પણ ભગવાનના ગુણધર્મ માટે અને એના મનનચિંતવન માટે ભાન જાગતું, બાકી રહે નહી. નામસ્મરણ એકલાથી નહી ચાલે એમ લાગ્યું. તે વખતે ગુરુ મહારાજે કહ્યું કે, સાતત્ય પ્રગટે ત્યાં સુધી લઇ જવું, બીજી કશી ભાંજગડમાં પડવું નહી. જેમ જેમ ભાવના પૂરેપૂરી શબ્દમાં પ્રગટે અને સાતત્ય પ્રગટે તેમ તેમ ભાવનામાં ગાઢતા પ્રગટે છે. અને એવી સળંગતા પ્રગટે ત્યારે સમાજમાં રહેવા છતાં દુ:ખ થાય નહિ. આ હકીકતની વાત છે. સંઘર્ષ, અશાંતિ, દુ:ખ, કલેશમાથી ઊગરવાની બધાની ઈચ્છા હોય છે,પણ એમ એમાંથી બચાતું નથી. એમાંથી ઊગરવા માટે તો ઊંચી પ્રવૃત્તિમાં સતત એક્ધારા પડીએ, ઝંપલાવીએ અને તેને અંગે જીવતુંજાગતું ભાન રખાય, એવી ભાવના જીવનમાં પ્રગટે ત્યારે તે બીજા જીવો સાથે અનેક રીતે દુઃખ, કલેશ વગેરેમાં સંકળાયેલો હોય છતાં સ્પર્શ થતો નથી.
(મૌનએકાંતની કેડીએ પૃ.૧૩-૧૪, આવૃત્તિ-છઠ્ઠી)
Categories: Uncategorized | Leave a comment

સાધનાની પારાશીશી

પ્રભુ દોરવણી નીચે મુકાઈ પ્રેમથી જવું,
કોઈ ભાગ ન બાકી’રે એવું સૌ કરી નાખવું.
ખુલ્લા થાઓ પ્રભુ પ્રત્યે આપણાં સૌ કર્મને,
પ્રભુ-દોરવણી નીચે મૂકી દ્યો પ્રાર્થીને હદે.
ઉન્મુખતા પ્રભુ પ્રત્યે પ્રેમ-ભાવથી રાખજો,
એવા પ્રયત્નોની ઘારા વહેતી અખંડ રાખજો.
તટસ્થતા, હદે શાંતી, સ્થિરતા, સમતા-દશા,
થવા સારું પ્રભુની તે કૃપા-સ્હાય કરો ચહ્યા.
તેવું તેવું થવા સારું પોતાથી બનતું બધું,
કરી સૌ છૂટવું ખંતે, કૃપા તે સાથ માંગજો.
પોતે કર્યા વિના એની કૃપા જો માગશો તમે,
ઊભો ના પડખે રે’શે પ્રભુ પોતાની મેળ તે.
જે તે કર્યા કરો તેમાં પ્રત્યક્ષ કેટલા રહે,
એ બધા સાધના માપો આપણે જાણવા હદે.
ઈશ્વરેચ્છા પરે રે’ છે કેટલી શરણાગતિ,
વિચારો શા કરે પેદા તેયે જે એક માપ છે.
જ્ઞાન-વિવેકની શક્તિ ખીલેલી પુષ્પ જેમ રે’
વર્તન કોરું એવાનું ના થશે કોઈ રીતિએ.
પ્રત્યેક વર્તને એવા પ્રાર્થના કરવી હદે
પ્રાર્થ્યા વિનાનું એવાને કશુએ ખપશે ન તે.
આહારે ભાવના રાખી જે યોગ્ય પ્રાર્થના કરો,
મળમૂત્ર જવા કાળે યોગ્ય તે ભાવના ઘરો.
બીજાની સાથ શી રીતે વર્તતા શ્રેય સૌ તણું,
થતું રહે હદય એવો ભાવ ત્યાં રાખવો ઊંડો.
‘વર્તતા કાઈ કો’ સાથે એથી એને થશે શું શું’
આવી જવો ઘટે ખ્યાલ મેળે એવો હદે પૂરો.
પરોવી ભાવના કામે કરો ઉકેલ કામનો,
થયેલું કામ તે વિના આપણું કામનું ન તો.
કેટલી જાગૃત્તિ રાખી, કેટલી કાળજી લીધી,
ચેતના કેટલી રાખી આધાર એ પરે બધો.
હૃદયે પ્રભુ તણો-ભાવ પ્રત્યેક કર્મમાં રહે,
આપણો કેટલો કેવો, તોળાય સર્વ તેથી જે.
કર્મ પ્રભુ તણો ભાવ બઢાવવા  મળ્યા કરે,
ખ્યાલ તે રાખીને ઊંડો સર્વ કર્મ કરવા ઘટે.
શુષ્કતા ના થવા દેવી કર્મમાં પેસતા હદે,
આપણે આપણું જોતા રહેવું બધું પેરથી.
છેતરાઈ જવાવાનું ક્યાયે જે રાખવું નહિ,
શુદ્ધ ચિત્ત કરી રાખ્યા ભાવ-કક્ષા વધારવી.
અજંપો તે કશી વાતે આપણે ધરવો નહિ,
થતું હો જેમ તેવું સૌ થવાવા દ્યો બધું સહી.
કિંતુ વિવેકનું જ્ઞાન ચેતનાવાળું રાખવું,
થતું રે’ તેથી કોઈનું કઈ ન ખોટું ઘટે થવું,
બધા દોર મૂકી છુટ્ટા એક તારે હદે ઊંડે,
પ્રભુ ભાવે રહેવાનું રાખ્યા કરો મથી ઘણું.
-શ્રીમોટા (જીવનપગલે, આ.૧, પૃ. ૩૪ થી ૩૮)
Categories: Uncategorized | Leave a comment

PEARL OF THE WEEK — 9/6/12

Acceptance of our weakness is to become strong and not to entertain weakness.

Pujya Shree Mota
Life and works
Edition 1; page 524.

Categories: Uncategorized | Leave a comment

બ્લોગ નવા સરનામે

વહાલા સ્વજનો,
   પૂજ્ય શ્રીમોટાના પુસ્તકોમાંથી આચમન રૂપે લખાતા આ ગુજરાતી બ્લોગને સ્વજનો તરફથી ખુબ જ સારો સહકાર સાંપડી રહ્યો છે તે માટે અમો તમામના આભારી છીએ. આજથી આ બ્લોગમાં નાનકડો ફેરફાર કરવામા આવ્યો છે. અગાઉ આ બ્લોગ www.saintpujyshreemota.co.cc ના સરનામે પ્રસિદ્ધ થતો હતો. પરંતુ હવેથી તેનું નવું સરનામું www.pujyashreemota.co.cc છે, જે કાયમ રહેશે. બ્લોગનું નામ પણ ‘સંત પૂજ્ય શ્રીમોટા’ના બદલે ‘પૂજ્ય શ્રીમોટા’  કરવામાં આવ્યું છે. વાંચકોની  સરળતા માટે જુના સરનામાને આપોઆપ જ નવા સરનામે દીશાગમન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજ્ય શ્રીમોટા ગુજરાતના વિરલ સંત છે. પરંતુ તેઓશ્રી હંમેશા કહેતા કે મારે સંત-બંત તરીકે ઓળખાવું નથી. તેઓ આ ;ઉપાધિ’ (પદવી)થી પર વિભૂતિ છે. તેઓ પોતાને ક્યારેય આ રીતે ઓળખાવતા નહી.
  આમ તો પૂજ્ય શ્રીમોટાનો જન્મદિવસ ભાદરવા વદ  ચોથના છે, પણ ખ્રિસ્તી પંચાંગ મુજબ આજે છે. તો તે નિમિત્તે તમામ સ્વજનોને ખુબ ખુબ શુભકામનાઓ.
ગુજરાતી બ્લોગ ટીમ
Categories: Uncategorized | Leave a comment

હરિ:ॐ આશ્રમ-સુરતની મનમોહક તસ્વીરો

તમામ તસવીર: શ્રીનવનીતભાઈ પટેલ-સુરત

Categories: Uncategorized | Leave a comment

Create a free website or blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો