Daily Archives: સપ્ટેમ્બર 16, 2012
પ્રકૃત્તિ ને સ્વભાવ સુધારો
જો आ માર્ગે વળવાનું કરવું હોય, તો તમારા રોજિંદા કર્મવ્યવહારમાં, વર્તનમાં, સંબંધમાં, સંપર્કમાં, વાતચીતમાં જે તે બધામાં आ માર્ગ પરત્વે વળવાની દાનતની ભાવના પરખાઈ આવવી જોઇશે. અરે ! માણસને ટ્રેન પકડવાની હોય છે, તો તે પણ તૈયારી કરે છે. એટલે આપણા બધાની आ માર્ગ પરત્વેની તૈયારી થતી જો હું નીરખી શકું તો હું જરૂર રાજી થાઉં. તમે જો તમારા ખરેખરા દિલથી, તેવી ભાવનાથી ને તેવા વર્તનથી મને પૂરેપૂરો સંતોષ આપશો, તો તો હું તમારી પર ન્યોછાવર થઇ જઈશ. જે કોઈ जीव પોતાના સદ્દગુરુને પોતાના જીવનથી કરીને દિલમાં દિલથી સંતોષ આપે છે; તેનો બદલો તેને પૂરેપૂરી રીતે બેવડો, તેવડો, ચોવડો મળી રહે છે. આ મારો પોતાનો જાતઅનુભવ છે. आ માર્ગે જેવા તેવા ને અધવચલા, કઈ પ્રાણવિનાના પ્રયત્નથી કશું વળી શકવાનું નથી. મારા પર એટલી તો તમે બધા કૃપા કરો, કે તમારી પ્રકૃત્તિ કે સ્વભાવના યદ્વાતદ્વાપણાથી મને ત્રાસ ન આપો. એક તો આપણે હજાર ગણા દોષ કરીએ અને આપણા પોતાના પ્રકૃત્તિ ને સ્વભાવ બિલકુલ ઠેકાણા વગરના હોય અને તેના કારણે સદ્દગુરુના કર્મને આપણે યદ્વાતદ્વાપણે કરતા હોઈએ અને તે બગડે ત્યારે તે આપણને સારી પેઠે ઠબકારે , ત્યારે આપણું મન ‘તે આપણને અન્યાય કરે છે,’ એવું વિચારાવે છે. આપણા પોતાના પ્રકૃત્તિ ને સ્વભાવ અને તેના યદ્વાતદ્વાપણાને, તેનાથી પ્રગટતી ગેરવ્યવસ્થાને અને તેનાથી થતા કર્મના નુકસાનને તો આપણે વિચારવાનું નેવે જ મૂકી દઈએ છીએ, અને દોષનો ટોપલો તો પેલાને માથે જ નાખી દઈએ છીએ.
અરે, અમે તો પ્રભુકૃપાથી કહીએ છીએ અને તે સાફ સાફ કહીએ છીએ કે નરક ઢોળશો, તો તેનાથીએ વધારે નરક મળવાનું છે; અને જે જે જેવું આરોપણ કરશો તે બધું દ્રીગુણિત, ત્રિગુણિત થઈએ આપણને જ પાછું મળ્યા કરવાનું છે. એટલે તમે પોતે જ વિચારજો કે શું આપવું ને શું ન આપવું, આ કઈ ડર બતાવવાને માટે લખેલું નથી, પરંતુ જેમ જે સાચી હકીકત છે, તેમ તે સ્પષ્ટ જણાવવાને માટે લખેલું છે. માટે ચેતવું હોય તો હજી પણ ચેતજો. હું જે પ્રેમભક્તિ માગું છું, તે તમારા પોતાના હિતને ખાતર.
(કરાચી હરિ:ॐ ૧૮-૦૫-૪૦)
(કરાચી હરિ:ॐ ૧૮-૦૫-૪૦)
Categories: Uncategorized
Leave a comment

તાજેતરની ટિપ્પણીઓ