આજે સવારે હું ઓફિસ જઇ રહ્યો હતો ત્યારે બસમાં White X’mas વિશે સમાચાર સાંભળ્યા. હાલમાં રશિયા, યુરોપ, અમેરિકા અને દુનિયાના બીજા અમુક ભાગોમાં પુષ્કળ બરફવર્ષા થઇ રહી છે. યુરોપના મોટા ભાગના વિસ્તારોમાં રેલ્વે, વાહનવ્યવહાર અને હવાઇ યાત્રા બધું ઠપ્પ થઇ ગયું છે. હીથરો જે દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે એ બરફવર્ષાના લીધે લગભગ બંધ કરી દેવું પડ્યું છે. રન વે પર અને પાર્કિંગ એરિયામાં બધે બરફના થર જામેલા છે. સમાચારમાં જોયું કે દરેક જ્ગ્યાએ બરફરૂપી સફેદ ચાદર પથરાયેલી છે. રશિયામાં કોઇ જગ્યાએ તો –26 તાપમાન પહોંચી ગયું છે.વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની બહાર બરફના થર જામેલા છે અને લોકો સ્કીઇંગ કરી રહ્યા હતા. સામાન્ય સંજોગોમાં વર્ષના આ સમયે આટલી બરફવર્ષા થતી નથી હોતી પણ હવે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના લીધે વાતાવરણમાં આવા અસામાન્ય ફેરફારો થઇ રહ્યા છે. નાતલમાં આમ તો લાલ કલર વધારે જોવા મળે પણ અત્ર તત્ર સર્વત્ર બરફ્ના લીધે અત્યારે દરેક જગ્યાએ સફેદ કલર દેખાય છે. એટલા માટે White X’mas.
વ્હાઇટ હોય કે રેડ હોય, ક્રિસમસ એ ક્રિસમસ છે. અહીં પુષ્કળ વરસાદ હોવા છતા લોકો શોપિંગ કરવામાં વ્યસ્ત છે. અત્યારે મારા બ્લોગ પર પણ સ્નો ફોલ થઇ રહ્યો છે.
Filed under: રોજનીશી | Tagged: Europe, Hethrow, snow fall, washington, white house, White X'mas | 2 Comments »


