ગયા અઠવાડિયા સુધી સિંગાપોરમાં ફક્ત SingTel પાસે જ iPhone વેચી શકવાનો એકાધિકાર હતો. પણ હવે બાકીના બે સર્વિસ પ્રોવાઇડર Starhub અને M1 પણ iPhone વેચી શકે છે. એટલે ત્રણે કંપનીઓ વચ્ચે હવે ગ્રાહકોને ખેંચવા માટે તીવ્ર હરિફાઇ શરૂ થઇ છે. આ તીવ્ર હરિફાઇના કારણે ગ્રાહકોને થોડો ફાયદો તો થવાનો જ છે. વળી આ વખતે લોકોમાં પણ iPhone ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે.
iPhone rush as plans are matched
હવે ત્રણ કંપનીઓ સ્પર્ધામાં છે એટલે ડેટા પેકેજ બહુ સસ્તા થઇ ગયા છે. ફક્તા 38 સિંગાપોર ડોલરના ડેટા પેકેજમાં
- 100 મિનીટ લોકલ આઉટગોઇંગ કોલ
- 500 SMS / MMS
- 100 મિનીટ વિડીયો આઉટગોઇંગ કોલ
- 12 GB ડેટા પેકેજ (અધધધ…… )
- ડેટા ચાર્જ વગર 26 ટીવી ચેનલો ફ્રી ફોન પર
- ફ્રી માઇક્રો બ્લોગિંગ સુવિધા
- અઠવાડિયા પહેલા આજ પેકેજમાં ફક્તા 500 MB ડેટા પેકેજ SingTel આપતું હતું. 38 ડોલરમાં ખાલી પહેલા 500 MB ડેટા કેટલું મોંધું પડે અને હવે કેટલું સસ્તું. જો કે હજુ પણ iPhone ખરીદવા માટે આપવાની રકમ મને થોડી વધારે લાગે છે.
3G – 8 GB – 388 S$
3Gs- 16 GB – 538 S$
3Gs – 32 GB – 668 S$
હું પણ વિચારું છું કે iPhone લઇ લઉં. આમ પણ અહીં iPhone જેવા સ્માર્ટ ફોનનો પૂરેપૂરો ઉપયોગ થઇ શકે એમ છે અને મને પણ થોડો ક્રેઝ લાગ્યો છે iPhone નો. લગભગ આવતા મહિને ખરીદવાનું વિચારુ છું. હું 3Gs- 16 GB લેવાનું વિચારું છું.
[ઇમેજ – એપલની વેબસાઇટના gallery વિભાગમાંથી]
Update :
હું આજે સાંજે ટેમ્પીનીસ મોલ આંટો મારવા ગયો હતો ત્યારે લોકો iPhone માટે SingTel અને Starhub ના કાઉન્ટર પાસે લાઇનો લગાવીને ઉભા હતા. જ્યારે M1 નો iPhone નો બધો માલ ઉપડી ગયો હતો. લોકોમાં iPhone નો ક્રેઝ જોતા લાગે છે 6 મહિનાની અંદર સિંગાપોરમાં બધાંના હાથમાં iPhone જ હશે.
Filed under: રોજનીશી, સિંગાપોર | Tagged: 3GS, Data charges, iPhone, M1, Singtel, Starhub | 2 Comments »



