અત્યારે સિંગાપોરમાં ઠેર ઠેર નાતાલની ઉજવણીના નામે નવા નવા ધ્યાન આકર્ષક ગતકકડાં શોપિંગ મોલમાં થતા રહેતા હોય છે. આ સંદર્ભમાં જ હાલમાં ટેમ્પીનીસ મોલમાં એક આઇસ રિંક બનાવવામાં આવી છે. આમ તો આ આઇસ રિંક બહુ જ નાની છે પણ આવું કંઇક બનાવ્યું છે એ વધારે અગત્યનું છે કારણ કે અહીં ગરમ વાતાવરણમાં આઇસને સાચવવો એ તકલીફવાળું કામ છે. સિંગાપોરમાં સ્નો સિટી છે પણ મને ત્યાં બહુ મઝા ના આવી.
ટેમ્પીનીસ મોલમાં બનાવેલી આ આઇસ રિંક પર રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલા બે સ્કેટરો ફિગર સ્કેટીંગનો શો કરે છે. વળી જો તમે 50$ થી વધુનું શોપિંગ કરો તો બાળકોને અડધો કલાક માટે મફત આઇસ સ્કેટીંગ કરવા દેવામાં આવે છે. મને વ્યક્તિગત રીતે સ્નો બહુ ગમે છે. (મનાલીમાં રોહતાંગ પોઇન્ટ પર હનીમૂન દરમ્યાન જીવનમાં પહેલીવાર કરેલો સ્નોનો અનૂભવ મને જીવનપર્યંત યાદ રહેશે. ) મને ઘણી વખત થાય છે કે મારે સિંગાપોર જેવા ગરમ દેશ કરતા કોઇ ઠંડા પ્રદેશમાં રહેવું જોઇએ પણ હજી સુધી એમ કરવા માટેના પ્રયત્નોમાં સફળતા નથી મળી. સિંગાપોરમાં થયેલા નગણ્ય સ્નોના અનૂભવને મેં મારા કેમેરામાં કેદ કરી લીધો છે. નીચે આઇસ પર ફીગર સ્કેટીંગના શોનો વિડીયો છે.
Filed under: રોજનીશી, સિંગાપોર | Tagged: ટેમ્પીનીસ મોલ, મનાલી, રોહતાંગ, સ્નો સિટી, Ice Escapade | 9 Comments »


