આગળની પોસ્ટમાં લખ્યું એમ મારા તન્હાઇના દિવસો દરમ્યાન મારો ફોટોગ્રાફી પ્રત્યેનો પ્રેમ એક્દમ ઉજાગર થઇ ગયો હતો. એ પ્રેમની ફલશ્રુતિરૂપે સિંગાપોરની ગલીઓમાં કેમેરા સાથે રખડીને જે સારુ લાગ્યુ એ લેન્સની આંખે જોઇને કેમેરામાં કેદ કરી લીધું. લીધેલા ફોટા નીચેની લિંક પર મૂકેલા છે.
ફોટા મેં મારી કંપનીમાં એક ચાઇનીઝ મિત્રને બતાવ્યા જે લગભગ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. એને મારા ફોટા ગમ્યા અને અમુક ટીપ્સ પણ આપી કે કંઇ રીતે ચલિત વસ્તુઓના ફોટા લેવા, કંઇ રીતે લાઇટ બેલેન્સ કરવી, વગેરે વગેરે. જો કે જે સમજાવ્યું એ કઇ રીતે મારા કેમેરામાં સેટ કરવું એ હજી જોવાનું બાકી છે. આ શોખ બહુ સમય અને મહેનત માંગી લેશે એમ લાગે છે.
Filed under: રોજનીશી, સિંગાપોર | Tagged: ફોટોગ્રાફી, સિંગાપોર |



[…] Through my len’s eye […]