Gong xi Fa cai એટલે કે Happy Happy Chinese New year. આજે ચાઇનીઝ લોકોનું નવું વર્ષ છે.સિંગાપોરમાં ચાઇનીઝ કોમ બહુમતીમાં છે અને તેમના માટે નવું વર્ષ એ સૌથી મોટો તહેવાર છે. આ વખતે આ નવું New year of Ox છે. મને આનો મતલબ ખબર નથી પણ દરેક વર્ષે કોઇ નવું પ્રાણી નવા વર્ષ સાથી સંકળાયેલું હોય છે. ગયા વર્ષે લગભગ New Year of rat હતું લગભગ. નવા વર્ષમાં ચાઇનીઝ લોકો orange બહુ ખાય છે. જ્યાં જુઓ માર્કેટમાં ત્યાં orange જ વેચાતી હોય છે. લોકો orangeની પેટીઓ એકબીજાને ભેટમાં આપતા હોય છે. સાથે સાથે લોકો પોતાના ઘરમાં નાના orangeના ઝાડ પણ રાખે છે. orange અને નવા વર્ષનું શું connection છે એ મને ખબર નથી.
નવા વર્ષનું એક ચાઇનીઝ સોંગ છે. આપણને ખબર તો ના પડે પણ મ્યુઝિક સારું છે.
આજે ભારતનો ગણતંત્ર દિવસ પણ છે. દરેક ભારતવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.
Filed under: રોજનીશી, સિંગાપોર | Tagged: ગણતંત્ર દિવસ, ચાઇનીઝ ન્યુ યર |



પ્રતિસાદ આપો