Posts Tagged ‘ભોજન’
ચોખી ધાની, બર્થડે
* થોડા દિવસો અગાઉ ચોખી ધાની વિલેજ થીમ રેસ્ટોરાં ની મુલાકાત લેવા માં આવી.
* અમે બધા ઓફીસથી લગભગ સાંજે પાંચ વાગ્યે સાથે નીકળ્યા અને ચોખી ધાનીના દરવાજે પહોચ્યા. સ્થળ થોડું અવાવરું જગ્યાએ હોય એવું લાગ્યું પણ રેસ્ટોરાંના માલિકને ગામડા જેવી ફિલ અવાવરું જગ્યાએ જ આવે એવો વિચાર હશે એટલે એવું સ્થળ નક્કી કર્યું હશે (સસ્તું પણ પડ્યું હશે) એમ લાગ્યું (જો કે ચોખી ધાની એ ચેન-રેસ્ટોરાં છે). અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીને એવોર્ડ મળવા બદલ આ પાર્ટી આપવામાં આવી હતી.
* અહીં આવતા, ઘણા સમય પહેલા વિશાલાની મુલાકાત લીધેલ તેની યાદ તાજી થઇ ગયી. જો કે અહીં ઘણી બધી પ્રવૃત્તિ થઇ શકે એવી વિશાળ જગ્યા હતી અને ઘણા બધા મનોરંજનના સાધનો હતા.
* અહીં એન્ટ્રી ફી ઉપરાંત બીજા મનોરંજન પેઈડ હતા (જો કે ફી બહુ નહોતી) જેવા કે ઊંટ-સવારી, કુંભારનો ચાકડો, પોપટ એસ્ટ્રોલોજર, મહેદી વિગેરે.
* જાદુગરનો શો, ફોટો સેશન અને થોડી રમત ગમતની પ્રવુત્તિઓ કર્યા બાદ અમે બધા ભોજન હોલ તરફ વળ્યા, ત્યાં પણ ઘણા બધા ફોટો લીધા અને ખુબ મજા કરી.
* થોડી વાર બેસ્યા બાદ ભોજન પીરસવામાં આવ્યું જેમાં મોટેભાગે રાજસ્થાની વાનગીઓ વધુ હતી, નોંધપાત્ર રીતે અમુક વાનગીઓ અત્યંત ગમી જેવી કે મોહનથાળ (પ્રવાહી સ્વરૂપે, ગરમા ગરમ), છાશ, દાલ-બાટી (જો કે કુલ્ફી પથ્થર જેવી કડક હતી).
* ભોજન પતાવ્યા બાદ થોડી વાર ફર્યા અને બીજા ફોટા પાડવામાં આવ્યા અને અંતે ઘરે પાછા ફર્યા.
* ખરેખર આ મુલાકાત એક યાદગાર અનુભવ રહ્યો. ખરેખર જો ગ્રુપ માં જાઓ તો વધુ મજા આવે એમ લાગ્યું.
* – આજે યાસુ નો બર્થડે એટલે એને જન્મ દિવસની ખુબ ખુબ દિલ થી મુબારકબાદ. આજનો દિવસ પણ યાદગાર રહેશે. 🙂

You must be logged in to post a comment.