Posts Tagged ‘મુવી’
મે અપડેટ્સ
– આજકાલ નફાખોરીને લીધે કાળઝાળ ગરમીની મોસમમાં કેરી પણ કુદરતી રૂપ માં(પકવેલી) નથી મળતી.
– આટલા સમયમાં ઘણા બધા મુવી જોવાઈ ગયા જેમાં આશિકી-૨ અને ઔરંગઝેબ રસપ્રદ લાગ્યા.
– આજે એક રસપ્રદ મૂવીનું ટ્રેલર મૂકી રહ્યો છું, ફિલ્મનું નામ છે “શીપ ઓફ થીસીયસ” – કિરણ રાવ દ્વારા નિર્મિત. ટ્રેલર પર થી મુવી ઘણી રસપ્રદ લાગી રહી છે. આ ફિલ્મ ૧૯ જુલાઈ એ રીલીઝ થશે. (source: moifightclub)
માર્ચ અપડેટ્સ
આજે ઘણા સમય પછી પોસ્ટ કરવાનો મોકો મળ્યો.(કારણ: આળસ + સમયનો અભાવ)
– આટલા દિવસોમાં ઘણી ઘટનાઓ બની ગઈ અને ઘણા મુવી જોવાઈ ગયા. જેવા કે રેડ ડોન, 3જી,સાહિબ બીવી ઓર ગેંગસટર રીટર્ન્સ , કાઈ પો છે.
– વર્ષો બાદ કસરત ફરી ચાલુ કરવામાં આવી (હાલ નાના પાયે). જોઈએ હવે કેવોક ફરક પડે છે.
– આખરે ખરાબ ધ્વની અને સુપર-સ્લો સ્પીડને લીધે લેપટોપમાં ફરીથી ઓપરેટીંગ સીસ્ટમ ( વિન્ડોઝ ૭) નાખી. અંતે ફરીથી લેપટોપમાં જીવ આવ્યો હોય એવું લાગ્યું.
– પરિવારજનો સાથે અજમેર પ્રવાસ એકદમ સરસ રહ્યો. વર્ષો બાદ અજમેર દરગાહની ઝીયારતનો (મુલાકાત) મોકો મળ્યો.(કહેવાય છે કે અજમેર વહી જાતે હૈ જિન્હેં ખ્વાજા બુલાતે હૈ).
– વિડીયોકોનનું ફ્રીજ ક્યારેય ના લેવું (અનુભવને આધારે સલાહ).
– પેટ્રોલના ભાવ ઘટતાં ખરેખર અચરજ થયું. ભાવઘટાડો એ આજકાલની ઘણી દુર્લભ વસ્તુ છે.
ડિસેમ્બર અપડેટ્સ
– ઘણા સમય પછી આખરે અપડેટ કરી રહ્યો છુ. (કારણ:મારી આળસ)
– આખરે ફરી ભાજપ સરકાર બની ગઈ (કે મોદી સરકાર? ). લાગતા-વળગતાને એ બદલ અભિનંદન.
– ઠંડી ની મોસમ સારી એવી ખીલેલી છે . આજ કાલ વહેલું ઉઠવું તો લગભગ અશક્ય જ લાગે છે .
– આટલા દિવસોમાં ઘણી બધી મુવી જોવાઈ ગઈ . જેમાં “મેન વિથ આયર્ન ફીસ્ટ”, “રેઇન મેન” , “ધ ગ્રેજ્યુએટ”, “ઈનસોમ્નિઆ” રસપ્રદ લાગી.
– અને હા, એન્ડ્રોઇડ અનુભવ સરસ રહ્યો. એન્ડ્રોઇડ તરફ ઘણા સમય પહેલા વાળવાની જરૂર હતી એમ લાગે છે.
– એપોકેલીપ્સની આગાહી આખરે ખોટી ઠરી જોકે ઘણા મુર્ખોએ એની આગોતરી તૈયારીમાં અઢળક રૂપિયા ખર્ચી નાખ્યા એ જાણી નવાઈ લાગી .
કેટલીક અપડેટ્સ
આખરે ઘણા સમય પછી કંઈક લખવાનો સમય મળ્યો (જોકે એમાં મારી આળસ વધુ જવાબદાર છે ). અને પેલો ઘા પણ હવે રુઝાઈ ગયો છે.
આ લખી રહ્યો છું ત્યારે વરસાદ આવીને રોકાઈ ગયો છે, લાગે છે કે ચોમાસા ની શરૂઆત થઇ ગઈ છે. આ વરસાદની શરૂઆત સાથે જ કેરીની સીઝન પતી ગઈ સમજવી.
વીત્યા થોડા સમયમાં ઘણા બધા મુવી જોવાઈ ગયા જેમાં “Wrath of the Titans” સરસ લાગ્યું.
ગરમી, પેટ્રોલ, મુવી
– ગરમીનો પ્રકોપ હજુ પણ સતત ચાલુ છે.
– ભાવ વધ્યા તેના આગલા દિવસે (ગાડરિયા પ્રવાહમાં) પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીતી જે હજુ પણ માત્ર અડધી જ થઇ છે ( પૂરી થાય તે પહેલા પેટ્રોલ ના ભાવો ઘટે (હા હા હા) એવી પ્રાર્થના, જોકે એવું બિલકુલ નહિ થાય એ મને ખબર છે લેકિન “દિલ બેહલાને કે લિયે ખયાલ અચ્છા હે હમઝા”)
– ઘણા મુવી જોવાઈ ગયા એમાં “Mysterious Island 2” અદભુત લાગ્યું , “ઈશ્ક્ઝાદે” પણ સરસ રહ્યું (અભિનેત્રીને કારણે). દુર્ભાગ્યે હજુ સુધી “The Avengers” જોયું નથી 😦
– વોટરપાર્કમાં લાગેલ ઘા હજુ સુધી રૂઝાયો નથી (જે ખરેખર, યાદગાર ક્ષણો ની યાદ અપાવે છે)
You must be logged in to post a comment.